Śrīmad Bhāgavatam

સતીનો પિતાને ત્યાં યજ્ઞોત્સવમાં જવા માટે આગ્રહ કરવો

સતીનો અગ્નિપ્રવેશ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

ત્રીજો અધ્યાય સતીનો પિતાને ત્યાં યજ્ઞોત્સવમાં જવા માટે આગ્રહ કરવો કૈત્રેય ઉવાચ સદા વિદ્ધિષતોરેવં કાલો વૈ ધ્રિયમાણયોઃ । જામાતુઃ શ્વશુરસ્યાપિ સુમહાનતિચકમે || ૧॥ યદાભિષિક્તો દક્ષસ્તુ બ્રહ્મણા પરમેષ્ઠિના । પ્રજાપતીનાં સર્વેષામાધિપત્યે સ્મયોડભવત્‌ || ૨॥ ઇષ્ટ્વા સ વાજપેયેન બ્રહ્ચિષ્ઠાનભિભૂય ચ |! બૃહસ્પતિસવં નામ સમારેભે કતૃત્તમમ્‌ | ૩! તસ્મિન્‌ બ્રહ્મર્ષયઃ સર્વે દેવર્ષિપિતૃદેવતાઃ | આસન કૃતસ્વસ્ત્યયનાસ્તત્પત્ન્યશ્ચ સભર્તુકાઃ |! ૪|। તદુપશ્રુત્ય નભસિ ખેચરાણાં પ્રજલ્પતામ્‌ ! સતી’ દાક્ષાયણી દેવી પિતુર્યજ્ષમહોત્સવમ્‌ | ૫॥। વ્રજન્તીઃ સર્વતો દિગ્ભ્ય ઉપદેવવરસ્ત્રિયઃ 1 વિમાનયાનાઃ સપ્રેષ્ઠા નિષ્કકણ્ઠીઃ સુવાસસઃ ।। ૬॥ દંષ્ટ્વા સ્વનિલયાભ્યાશે લોલાક્ષીર્મૃષ્ટકુણ્ડલાઃ । પર્તિ ભૂતપતિં દેવમૌત્સુક્યાદભ્યભાષત || ૭॥ સત્યુવાચર પ્રજાપતેસ્તે શ્વશુરસ્ય સામ્પ્રતં નિર્યાપિતો યજ્ઞમહોત્સવઃ કિલ | વયં ચ તત્રાભિસરામ વામ તે યધર્થિતાડમી વિબુધા વ્રજન્તિ હિ || ૮॥ તસ્મિન્‌ ભગિન્યો મમ ભર્તુભિઃ સ્વકે-. ધુંવં ગમિષ્યન્તિ સુહૃદિદેક્ષવઃ | અહં ચ તસ્મિન્‌ ભવતાભિકામયે સહોપનીતં પરિબર્હમર્હિતુમ્‌ડ ॥ ૯॥ તત્ર સ્વસૂર્મે નનુ ભર્તુસમ્મિતા માતૃષ્વસૃઃ ક્લિન્નધિયં ચ માતરમ્‌ | દ્રશ્યો ચિરોત્કર્ઠમના મહર્ષિભિ- રુત્રીયમાનં ચ મૃડાધ્વરધ્વજમ્‌ | ૧૦ ત્વય્યેતદાશ્ચર્યમજાત્મમાયયા વિનિર્મિતં ભાતિ ગુણત્રયાત્મકમ્‌ | તથાપ્યહું યોષિદતત્ત્વવિચ્ચ તે દીના દિદક્ષે ભવ મે ભવક્ષિતિમ્‌ 1 ૧૧।। શ્રીમૈત્રેયજી કહે છે - હે વિદુરજી! આ પ્રમાણે તે સસરા અને જમાઈના પરસ્પર વેર-વિરોધમાં ઘણો વધુ સમય વીત્યો. (૧) એ જ સમયે બ્રહ્માજીએ દક્ષને સમસ્ત પ્રજાપતિઓના અધિપતિ બનાવ્યા. તેનાથી તેમનો ગર્વ વિશેષ વધી ગયો. (૨) તેમણે ભગવાન શંકર વગેરે બ્રહ્મનિષ્ઠોને યજ્ષભાગ નહીં આપીને, તેમનો તિરસ્કાર કરતાં પહેલાં તો વાજપેધ યજ્ઞ કર્યો અને પછી બૃહસ્પતિસવ નામનો મહાયજ્ઞ શરૂ કર્યા. (૩) તે યજ્ઞોત્સવમાં બધા જ બ્રહ્મર્ષિઓ, દેવર્પિઓ, પિતૃઓ, દેવતાઓ વગેરે પોતપોતાની પત્ની સાથે પધાર્યા, તે બધાઓએ મળીને ત્યાં માંગલિક કાર્યો સંપન્ન કર્યા અને દક્ષ વડે તે બધાનો આદરસત્કાર કરવામાં આવ્યો. (૪) તે સમયે આકાશમાર્ગે જતા દેવતાઓ પરસ્પર તે યજ્ઞની ચર્ચા કરતા-કરતા જઈ રહ્યા હતા. તેમના મુખેથી દશષપુત્રી સતીએ પોતાના પિતાના ઘરે થનારા યશની વાત સાંભળી લીધી. (૫) તેમણે (સતીએ) જોયું કે અમારા નિવાસસ્થાન કૈલાસની પાસે થઈને ચારે બાજુએથી ચંચળ નેત્રોવાળી ગંધર્વા અને યક્ષોની પત્નીઓ ચમકદાર કુંડળ અને હાર પહેરેલી, ખૂબ બની-ઠનીને પોતપોતાના પતિઓ સાથે વિમાનો પર બેઠેલી તે યજ્ઞોત્સવમાં જઈ રહી છે. એનાથી તેમને પણ ઘલ્રી ઉત્કંઠા થઈ અને તેમણે પોતાના પતિ ભગવાન ભૂતનાથને કહ્યું. (૬-૭) સતીએ કહ્યું - હે પતિદેવ! સાંભળ્યું છે કે અત્યારે. તમારા સસરા દક્ષ પ્રજાપતિને ત્યાં ઘણો મોટો યજ્ઞોત્સવ થઈ રહ્યો છે. જુઓ, આ બધા દેવતાઓ ત્યાં જ જઈ રહ્યા છે; જો તમારી ઇચ્છા હોષ તો આપણે પણ જઈએ. (૮) અત્યારે પોતાનાં સ્વજનોને મળવા માટે મારી બહેનો પણ પોતપોતાના પતિઓ સાથે ત્યાં અવશ્ય જશે. હું પણ ઇચ્છું છું કે તમારી સાથે ત્યાં જઈને, માતા-પિતા દ્વારા અપાનારાં ઘરેણાં-કપડાં વગેરે ભેટનો સ્વીકાર કરું. (૯) પોતપોતાના પતિઓ વડે સમ્માનિત બહેનો, માશીઓ અને સ્નેહાર્દ હદયની માતાને ત્યાં જોવા માટે મારું મન ધણા દિવસોથી ઉત્સુક છે. હે કલ્યાણમય! આ ઉપરાંત, ત્યાં મહર્ષિઓએ રચેલો શ્રેષ્ઠ યજ્ઞ પજ જોવા મળશે. (૧૦) હે અજન્મા પ્રભુ! તમે જગતની ઉત્પત્તિના હેતુ છો. તમારી માયાથી રચાયેલું. આ પરમ આશ્ચર્યપૂર્ણ ત્રિગુણ્ાત્મક જગત તમારામાં જ ભાસી રહયું છે. પરંતુ હું તો સીસ્વભાવયુક્ત હોવાને કારણે તમારા તત્વથી અનલિજ્ઞ (અજાણી) અને અત્યંત દીન છું. તેથી ૧. પ્રા. પા. - ધકષાવણી મહાદેવી પિતૃધજમહોત્સવે | ૨. પ્રાચીન પ્રતમાં ‘સત્યુવાચ’ નથી. ૩. પ્રા. પા. - મર્પિતુમ્‌ અ૦૩] ચોથો સ્કન્ધ પ્રયાન્તીરભવાન્યયોષિતો- ડપ્યલડકૃતાઃ કાન્તસખા વરૂથશઃ | યાસાં વ્રજદ્વિઃ શિતિકણ્ઠ મણ્ડિતં નભો વિમાનૈઃ કલહંસપાણ્ડુભિઃ || ૧૨ સુતાયાઃ પિતૃગેહકૌતુક નિશમ્ય દેહઃ સુરવર્ય નેક્નતે। અનાહુતા અપ્યભિયન્તિ સૌહદં ભર્તુર્ગુશોર્દેહકૃતશ્ચ કેતનમ્‌ 1૧૩॥ તન્મે પ્રસીદેદમમર્ત્ય વાગ્છિતં કર્તું ભવાન્કારુણિકો બતાર્હતિ | ૧ત્વયાડડત્મનોડર્ધેડહમદભ્રચક્ષુષા નિરૂપિતા માડનુગૃહાણ યાચિતઃ ૧૪ જિરુવાચ એવં ગિરિત્રઃ પ્રિયયાડભિભાષિતઃ પ્રત્યભ્યધત્ત પ્રહસન્‌ સુહત્મરિયઃ સંસ્મારિતો મર્મભિદઃ કુવાગિષૂન્‌ યાનાહ કો વિશ્વસૃજાં સમક્ષતઃ | ૧૫॥। કાંભગશનુશચ ત્વયોદિતં શોભનમેવ શોભને અનાહુતા અપ્યભિયન્તિ બન્ધુષુ ! તે યધનુત્પાદિતદોષદષ્ટયો બલીયસાડનાત્મ્યમદેન મતન્યુના ૧૬! વિધાતપોવિત્તવપુર્વયઃકુલૈઃ સતાં ગુણૈઃ ષડ્ભિરસત્તમેતરેઃ | સ્મૃતો હતાયાં ભૃતમાનદુર્દશઃ સ્તબ્ધા નપશ્યન્તિ હિ ધામ ભૂયસામ્‌ | ૧૭॥ નૈતાદશાનાં સ્વજનવ્યપેક્ષયા ગૃહાન્‌૨ પ્રતીયાદનવસ્થિતાત્મનામ્‌ ! યેડભ્યાગતાન્‌ વક્રધિયાડભિચક્ષતે આરોપિતભ્રૂભિરમર્ષણાક્ષિભિઃ તથારિભિર્ન વ્યથતે શિલીમુખૈઃ શેતેડર્દિતાક્નો”ે હૃદયેન દૂયતા । સ્વાનાં યથા વક્રધિયાં દુરુક્તિભિ- ર્દિવાનિશં તપ્યતિ મર્મતાડિતઃ ॥ ૧૯॥ પશ્ય કથં ॥૧૮॥ સ્રીઓ તો એવી તેમ છતાં તેઆ પોતપોતાના પતિ વિમાનાથો ગગનમંઃળા વર્ષ (દેવશ્રેષ્ટ)! કેવું સુશોભિત થ આવી પરિસ્થિતિમાં પોતાના પિતાને ત્યાં (થઈ રહેલા) ઉત્સવના સમાચાર મેળવ્યા પછી તેની પુત્રનું શરીર એમાં સંમિલિત થવા માટે કેમ ના આકર્ષાય? પતિ, ગુર્‌ અને માતા પિતા વગેરે સુકદોને ત્યાં તો વલ્નોતરે પળ જઈ શકીએ વ! તમે મારા પર પ્રસન્‍ન થાઓ. ઇચ્છા અવશ્ય પૂરી કરવી જોઈએ, તમે ઘણા થી જ તો પરમ જ્ઞાની હોવા છતાં પણ તમે મને પોતાના અડધા અંગમાં સ્થાન આપ્યું છે. અત્યારે મારી ણી પર ધ્યાન આપીને મને અનુગ્રૃહીત કરો, (૧૪) શ્રીમૈત્રેયજી કહે છે - પ્રિયા સતીજુએ આ પ્રમાણે પ્રાર્થના કરી તેથી પોતાનાં આત્મીયજનોનું પ્રિય કરનારા ભગવાન શંકરને દક્ષ પ્રજાપતિનાં તે મર્મભેદી દુર્વચનોરૂપી બાણ્રોનું સ્મરબ્ર થઈ આવ્યું કે જે તેમલે સમસ્ત પ્રજાપતિઓ સન્મુખ કહ્યાં હતાં; ત્યારે તેઓ હસીને બોલ્યા. (૧૫), ભગવાન શંકરે કહ્યું - સુંદરી! તમે જે એમ કહ્યું કે પોતાનાં સ્વજનને ત્યાં વણનોતરે પણ જઈ શકીએ છીએ, તે તો બરાબર જ છે; પરંતુ એવું ત્યારે જ કરવું જોઈએ કે જ્યારે તેમની દષ્ટિ અતિશય પ્રબળ દેઠાભિમાનને લીધે ઉત્પન્ન થતા મદ અને કોધને કારણે દેષદોષથી યુક્ત ન હોય. (૧૬) વિદ્યા, તપ, ધન, સુદઢ શરીર, યુવાવસ્થા અને ઊંચું. કુળ - આ છ, સત્પુરુષોના તો ગુણ છે, પરંતુ નીચ મનુષ્યોમાં આ જ અવગુબ્રો બની જાય છે; કારલ્ર કે આને કારણે તેમનું. અભિમાન વધી જાય છે અને દૃષ્ટિ દોપયુક્ત થઈ જાય છે તેમ જ તેમની વિવેક્શક્તિ નષ્ટ થઈ જાય છે. આ જ કારણે તેઓ મહાપુરુપોનો પ્રભાવ જોઈ શકતા નથી. (૧૭) એ લીધે જ જેઓ પોતાને ત્યાં આવેલા મનુષ્યોને કુટિલ બુદ્ધિથી ભવાં ચઢાવીને રોષભરી નજરે જુએ છે તેવા અવ્યવસ્થિત- ચિત્ત લોકોને ત્યાં “આ અમારા સંબંધી છે’ એમ સમજીને ક્યારેય જવું જોઈએ નહીં. (૧૮) દેવી! શત્રુઓનાં બાથોથી વીંધાઈ જવા છતાં પબ્ર એવી વ્યથા થતી નથી, કે જેવી પોતાના કુટિલબુદ્ધિનાં સ્વજનોનાં કડવાં વેણથી થાય છે; કારલ્ર કે બાણોથી શરીર છિન્નભિન્ન થઈ જવાથી તો ૧. પ્રા. પા. - ત્વયા સહાર્ય 1 ૨. પ્રા. પા. - ગૂહાત્‌! 3. પ્રા. પા. - શેતે શતા! 332 શ્રીમદભાગવત [અ૦૩ વ્યક્તં ત્વમુત્કૃષ્ટગતેઃ પ્રજાપતેઃ પ્રિયાડડત્મજાનામસિ સુભ્રુ સમ્મતા । અથાપિ માનં ન પિતુઃ પ્રપત્સ્યસે મદાશ્રયાત્કઃ પરિતપ્યતે યતઃ ૨૦॥ પાપચ્યમાનેન હદાડડતુરેન્દ્રિયઃ સમૃદ્ધિભિઃ પૂરુષબુદ્ધિસાક્ષિણામ્‌ | એષામધિરોઢુમઞ્જસા પદં પરં દ્વેષ્ટિ યથાડસુરા હરિમ્‌ ॥। ૨૧॥ અકલ્પ પ્રત્યુદગમપ્રશ્રયણાભિવાદનં વિધીયતે સાધુ મિથઃ સુમધ્યમે | પ્રાશૈઃ પરસ્મૈ પુરુષાય ચેતસા ગુહાશયાયૈવ ન દેહમાનિને ॥૨૨॥ સત્ત્વ વિશુદ્ધ વસુદેવશબ્દિતં યદીયતે તત્ર પુમાનપાવૃતઃ | સત્તવેચ તસ્મિન્‌: ભગવાન્‌ વાસુદેવો હ્યધોક્ષજો મે નમસા વિધીયતે ॥ ૨૩॥ તત્તે૨ નિરીક્ષ્યો ન પિતાપિ દેહકૃદ્‌ દક્ષો મમ દ્વેટ્‌ તદનુત્રતાશ્ચ યે યો વિશ્વસૃગ્યજ્ઞગતં વરોરુ મા- મનાગસં દુર્વચસાડકરોત્તિરઃ ॥ ૨૪॥ યદિ વ્રજિષ્યસ્યતિહાય મદ્રચો ભદ્રં ભવત્યા ન તતો ભવિષ્યતિ | સમ્ભાવિતસ્ય સ્વજનાત્પરાભવો યદા સ સધો મરણાય કલ્પતે | રપ॥ તેમ પણ ઊંધ આવે છે, પણ કટુવચનથી મર્મસ્થાન વીંધાઈ જવાથી તો મનુષ્ય હૃદયની પીડાથી દિવસ-રાત બેચેન રહે છે. (૧૯) સુંદરી! હું એ અવશ્ય જાશું છું કે તમે પરમ ઉન્નતિ પામેલા દક્ષ પ્રજાપતિને પોતાની પુત્રીઓમાં સૌથી અધિક પ્રિય છો, તેમ છતાં મારાં આશ્રિત હોવાને કારણે તમને પોતાના પિતા તરફથી આદર મળશે નહીં; કારણ કે તેઓ મારી સાથે ઘદ્નો દ્વેષ કરે છે. (૨૦) જીવ અને અંતઃકરણને. સાક્ષીભાવે જોનારા આત્મજ્ઞાની મહાપુરુષોની આત્મશઞાનરૂપી સમૃદ્ધિ જોઈને જેના હૃદયમાં સંતાપ અને ઇન્દ્રિયોમાં વ્યથા થાય છે તે મનુષ્ય તેમની સ્થિતિને સુગમતાથી ઓળખી શકતો નથી; બસ, દૈત્યો જેમ શ્રીહરિ સાથે દ્વેષ રાખે છે તેવી જ રીતે તે તેમનો દ્વેષ કરતો રહે છે. (૨૧) પ્રિયે! તમે પૂછી શકો છો કે ‘તમે પ્રજાપતિઓની સભામાં તેમનો આદર કેમ ન કર્યો?’ તો સ્વાગત કરવું, નમ્રતા દર્શાવવી, પ્રણામ કરવા વગેરે જે ક્રિયાઓ લોકવ્યવહારમાં પરસ્પર કરવામાં આવે છે તે તત્ત્વજ્ઞાનીઓ વડે ઘણી સારી રીતે કરવામાં આવે છે. તેઓ અંતર્યામીરૂપે સૌનાં અંતઃકરણમાં રહેલા પરમપુરુષ વાસુદેવને જ પ્રણામ કરે. દેહાભિમાની મનુષ્યોને કરતા નથી. (૨૨) વિશુદ્ધ અંતઃકરણનું નામ જ “વસુદેવ’ છે, કારણ કે તેનામાં જ ભગવાન વાસુદેવનો અપરોક્ષ (અર્થાત્‌ પ્રત્યક્ષ) અનુભવ થાય છે, શુદ્ધ ચિત્તમાં રહેલા તે ઇન્દ્રિયાતીત ભગવાન વાસુદેવને જ હું. નમસ્કાર કરતો રહું છું. (૨૩) તેથી હે પ્રિયા! જેલ મ્રજાપતિઓના યજ્ઞમાં, મારો કોઈ અપરાધ નહીં હોવા છતાં પણ કડવાં વેણથી મારો તિરસ્કાર કર્યો હતો તે દક્ષ, જોકે તમારું શરીર ઉત્પન્ન કરનારા પિતા છે, તોપણ મારી સાથે. શત્રુતા રાખતા હોવાને કારણે તમારે તેમને અથવા તેમના અનુયાયીઓને જોવાનો વિચાર પણ કરવો જોઈએ નહીં, (૨૪) જો તમે મારી વાત નહીં માનીને ત્યાં જશો, તો તમારું હિત નહીં થાય; કારણ કે જ્યારે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિનું. પોતાના સ્વજનો વડે અપમાન થાય છે ત્યારે તે તત્કાળ તેમના મૃત્યુનું કાર બની જાય છે. (૨૫) શસ ઇતિ શ્રીમદ્રાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં ચતુર્થસ્કન્ધે ઉમારુદ્રસંવાદે તૃતીયોડધ્યાયઃ ॥ ૩।। ચોથા સ્કન્ધ-અંતર્ગત “ઉમારુદ્રસંવાદ’માંનો ત્રીજો અધ્યાય સમાપ્ત.