% વીસમો અધ્યાય અન્ય છ ઠ્વીપોનું તથા લોકાલોક પર્વતનું વર્ણન શુક ઉશાચર અતઃ પરં પ્લક્ષાદીનાં પ્રમાણલક્ષણસંસ્થાનતો વર્ષવિભાગ ઉપવર્ણ્યતે ॥૧॥ જમ્બૂટ્રીપોડયં યાવત્યરમાણવિસ્તારસ્તાવતા” ક્ષારોદધિના પરિ- વેષ્ટિતો યથા મેસર્જમ્બ્વાખ્યેન લવણોદધિરપિ તતો હ્વિગુણવિશાલેન પ્લક્ષાખ્યેન પરિક્ષિમો યથા પરિખા બાહ્યોષવનેન | પ્લક્ષો જમ્બૂપ્રમાણો દ્વીપાખ્યાકરો* હિરણ્મય ઉત્થિતો યત્રાગ્નિરુપાસ્તે સમ્જિહ્ધસ્તસ્યાધિ- પતિઃ પ્રિયવ્રતાત્મજ ઇધ્મજિહ્ધઃ સ્વં દ્વીપ સમવર્ષાણિ વિભજ્ય સપ્નવર્ષનામભ્ય આત્મજેભ્ય આકલય્ય સ્વય- માત્મયોગેનોપરરામ || ર| શિવં યવસં સુભદ્ર શાન્તં ક્ષેમમમૃતમભયમિતિ વર્ષાણિ તેષુ ગિરયો નઘશ્ચ સતૈવાભિજ્ઞાતાઃપ ॥ ૩॥ મણિકૂટો વજકૂટર્ચ ઇન્દ્રસેનો જ્યોતિષ્માન્ સુપર્ણો હિરણ્યષ્ઠીવો મેઘમાલ ઇતિ સેતુશૈલાઃ? । અરુણા નૃમ્ણાડડદ્રિરસી” સાવિત્રી સુપ્રભાતા ગ્તમ્ભરા સત્યમ્ભરા ઇતિ મહાનદ્યઃ | યાસાં” જલોપસ્પર્શનવિધૂતરજસ્તમસો હંસ- પતકોર્ધ્વાયનસત્યાડસગ્શાશ્રત્વારો વર્ણાઃ સહસાયુષો વિબુધોપમસન્દર્શનપ્રજનનાઃ સ્વર્ગદ્વારં ત્રય્યા વિદ્યયા ભગવત્તં ત્રયીમયં સૂર્યમાત્માનં યજન્તે 1૪॥ શ્રીશુકદેવજી કહે છે - હે રાજન્! હવે પરિમાણ (વિસ્તાર-માપ), લક્ષણો અને સ્થિતિ અનુસાર પ્લક્ષ વગેરે અન્ય દ્વીપોના દેશ-વિભાજનનું વર્ણન કરવામાં આવે છે. (૧) જેવી રીતે મેરુ પર્વત જંબૂદ્વીપથી ઘેરાયેલો છે તેવી જ રીતે જંબૂદ્વીપ પણ પોતાના જેટલા જ પરિમાણ અને વિસ્તારવાળા ખારા સમુદ્રથી ઘેરાયેલો છે. વળી જે રીતે ખાઈ બહારના ઉપવનથી યેરાયેલી રહી છે તેવી જ રીતે ખારો સમુદ્ર પણ પોતાનાથી બમણા વિસ્તારવાળા પ્લક્ષદ્ીપથી ઘેરાયેલો છે. જંબૂદ્વીપમાં જેવડું મોટું જંબૂ (જાંબુડા)નું વૃક્ષ છે તેટલા જ વિસ્તારવાળું અહીં સુવર્ણમય પ્લક્ષ (અંજીર)નું વૃક્ષ છે. એને જ કારણે આનું નામ પ્લક્ષદ્વીપ પડ્યું છે. અહીં સપ્તજિહ્મા અગ્નિદેવ વિરાજમાન છે. આ દ્વીપના અધિપતિ (રાજા) પ્રિયવ્રતના પુત્ર ઇધ્મજિદ્ન મહારાજ હતા, તેમણે જ આને સાત વર્ષો (ખંડો)માં વિભાજિત કર્યો અને તે ખંડો નામ જેવા જ નામવાળા પોતાના પુત્રોને સોંપ્યા અને પોતે અધ્યાત્મયોગનો આશ્રય લઈને ઉપરત થઈ ગયા. (૨) તે દેશોનાં નામ છે
- શિવ, યવસ, સુભદ્ર, શાન્ત, ક્ષેમ, અમૃત અને અભય. આ દેશોમાં પણ સાત પર્વતો અને સાત નદીઓ પ્રસિદ્ધ છે. (૩) ત્યાં મલ્િકૂટ, વજકૂટ, ઇન્દ્રસેન, જ્યોતિષ્માન્ સુપર્ણ, હિરશ્યષ્ઠીવ અને મેઘમાલ - આ સાત મર્યાદા-પર્વતો છે તથા અરુદ્રા, નૃમ્ણા, આંગિરસી, સાવિત્રી, સુપ્રભાતા, શતંભરા અને સત્યંભરા - આ સાત મહાનદીઓ છે. ત્યાં હંસ, પતંગ, ઊર્ધ્વાયન અને સત્યાંગ નામના ચાર વર્ણો છે. આ નદીઓમાં સ્નાન કરવાથી રજોગુ્ન અને તમોગુણ ક્ષીણ થતા રહે છે. તેમનું આયુષ્ય એક હજાર વર્ષનું હોય છે. તેમનાં શરીરોમાં દેવતાઓની જેમ જ થાક, પરસેવો વગેરે થતાં નથી અને સંતાનોની ઉત્પત્તિ પણ તેમના જ જેવી થાય છે. તેઓ ત્રયીવિદ્યા વડે, ત્રણે વેદોમાં વર્ણવેલા, સ્વર્ગના દ્વારભૂત, ૧. પ્રા. પા. - મન્દહરિશો | ૨. પ્રા. પા. - કપિરુવાચ 1 ૩. પ્રા. પા. - ન્વાન્ ! ૪. પ્રા. પા. - તખ્યાતિકરો 1 ૫. પ્રા. પા. - વ પતન્યભિશાતાઃ । ૬. પ્રા. પા. - સ્ફૂટઃ શતકૃક્રમિનદ્ર ! ૭. પ્ર. પા. - સપ્તશૈલાઃ । ૮. પ્રા. પા. — મૃગગણાડડશ્રિટ । ૯. પ્રા. પા. - આસાં ! 542 શ્રીમદભાગવત [અ૦ ૨૦ પ્રત્નસ્ય વિષ્ણો રૂપં યત્સત્યસ્યર્તસ્ય બ્રહ્મણઃ | અમૃતસ્ય ચ મૃત્યોશ્ચ સૂર્યમાત્માનમીમહીતિ ॥ ૫॥ પ્લક્ષાદિષુ પગઞ્યસુ પુરુષાણામાયુરિન્દ્રિયમોજઃ સહો બલં બુદ્ધિર્વિક્રમ ઈતિ ચ સર્વેષામૌત્પત્તિકી સિદ્ધિરવિશેષેણ વર્તતે ॥ ૬॥ પ્લક્ષઃ૧ સ્વસમાનેનેક્ષુરસોદેનાવૃતો યથા તથા દ્વીપોડપિ શાલ્મલો દ્રિગુણવિશાલઃ સમાનેન સુરોદેનાવૃતઃ પરિવૃડક્તે ॥ ૭॥ યત્ર હ વૈ શાલ્મલી પ્લક્ષાયામા યસ્યાં વાવ કિલ નિલયમાહુર્ભગવત- શછન્દઃસ્તુતઃ પતત્ત્રિરાજસ્ય સા ઠ્વીપહૂતયે ઉપ- લક્ષ્યો ॥૮॥ તદ્દ્ડીપાધિપતિઃ પ્રિયવ્રતાત્મજો યશબાહુઃ સ્વસુતેભ્યઃ સમ્ભ્યસ્તન્ઞામાનિ સપ્વર્ષાણિ વ્યભજત્સુરોચનં સૌમનસ્યં રમણકં દેવવર્ષ પારિભદ્રમાષ્યાયનમવિજ્ઞાતમિતિ ॥ ૯॥ તેષુ વર્ષાદ્રયો નશ્ચ સસૈવાભિજ્ઞાતાઃ સ્વરસઃ શતશૃક્નો વામદેવઃ કુન્દો મુકુન્દઃ૨ પુષ્પવર્ષઃ સહસશ્રુતિરિતિ । અનુમતિઃ સિનીવાલી સરસ્વતી કુહૂ રજની નદા રાકેતિ ॥૧૦॥ તદર્ષપુરુષાઃ શ્રુતધરવીર્યધરવસુન્ધરેષન્ધરસઝ્શા*ભગવન્તંવેદમયં સોમમાત્માનં વેદેન યજન્તે ॥૧૧॥ સ્વગોભિઃ? પિતૃદેવેભ્યો વિભજન્ કૃષ્ણશુક્લયોઃ પ્રજાનાં સર્વાસાં રાજાડન્ધઃ સોમો ન આસ્ત્વિતિ ॥ ૧૨॥ એવં સુરોદાદ્બહિસ્તદ્દ્વિગુણઃ સમાનેનાવૃતો ઘૃતોદેન યથાપૂર્વઃ કુશદ્વીપો યસ્મિન્ કુશસ્તમ્બો દેવકૃતસ્તદ્દ્ઠીપાખ્યાકરો” જ્વલન ઇવાપરઃ સ્વશષ્પરોચિષા દિશો વિરાજયતિર્દ ॥૧૩॥ તદ્દ્ીપપતિઃ પ્ૈયવ્રતો રાજન્ હિરણ્યરેતા? નામ સ્વં દ્વીપંસપ્તભ્યઃ સ્વપુત્રેભ્યો યથાભાગં વિભજ્ય સ્વયં” આત્મસ્વરૂપ ભગવાન સૂર્યની ઉપાસના કરે છે. (૪) તેઓ કહે છે (પ્રાર્થના કરે છે) કે “જેઓ સત્ય (અનુષ્ઠાનને યોગ્ય ધર્મ) અને કત (પ્રતીત થતો ધર્મ), વેદો અને શુભ તથા અશુભ કર્મફળના અધિષ્ઠાતા છે તે પુરાશપુરૃપ, વિષ્ણુસ્વરૂપ ભગવાન સૂર્યના શરણમાં અમે જઈએ છીએ.” (પ) પ્લક્ષ વગેરે પાંચ દ્વીપોમાં બધા જ મનુષ્યોને જન્મથી જ આયુષ્ય, ઇન્દ્રિયો, મનોબળ, ઇન્દ્રિયબળ, શારીરિક બળ, બુદ્ધિ અને પરાક્રમ સમાનરૂપે સિદ્ધ થયેલાં હોય છે. (૬) % પલક્ષદ્વીપ પોતાના જેટલા જ વિસ્તારવાળા શેરડીના રસના સમુદ્રથી ઘેરાયેલો છે. તેની આગળ તેનાથી બમળ્ા પરિમાણવાળો શાલ્મલીદ્વીપ છે, જે એટલા જ વિસ્તારવાળા મદિરાના સમુદ્રથી ઘેરાયેલો છે. (૭) આ શાલ્મલીદ્વીપમાં પ્લક્ષ હ્ીપના પ્લકષના વૃક્ષ જેવડું જ શાલ્મલીનું વૃક્ષ છે. કહે છે કે આ જ વૃક્ષ પોતાની વેદમય પાંખોથી ભગવાનની સ્તુતિ કરનારા પક્ષીરાજ ભગવાન ગરુડનું નિવાસસ્થાન છે તથા આ જ વૃક્ષઆ દ્દીપના નામકરણનું કારણ છે. (૮) આ દ્વીપના અધિપતિ પ્રિયવ્રતના પુત્ર મહારાજ યજ્નબાહુ હતા. તેમણે જ આ દ્વીપના સુરોચન, સૌમનસ્ય, રમણક, દેવવર્ષ, પારિભદ્ર, આપ્યાયન અને અવિજ્ઞાત નામે સાત વિભાગ કર્યા અને તે એ જ નામના પોતાના પુત્રોને સોંપી દીધા. (૯) એમાં પ્ર સાત વર્ષ-પર્વતો અને સાત નદીઓ પ્રસિદ્ધ છે. પર્વતોનાં નામ છે સ્વરસ, શતશુંગ, વામદેવ, કુંદ, મુકુંદ, પુષ્યવર્ષ અને સહસશ્રુતિ તથા નદીઓ છે - અનુમતિ, સિનીવાલી, સરસ્વતી, કુહુ, રજની, નંદા અને રાકા. (૧૦) આ વર્ષોમાં રહેતા શ્રુતધર, વીર્યધર, વસુંધર અને ઇંષંધર નામના ચાર વર્ણો (ના લોકો) વેદમંત્રોથી વેદમય, આત્મસ્વરૂપ ભગવાન ચંદ્રમાની ઉપાસના કરે છે. (૧૧) (તેઓ પ્રાર્થના કરે છે -) “જેઓ કૃષ્ત્પક્ષ અને શુક્લપક્ષમાં પોતાનાં કિરણોથી વિભાજન કરીને દેવતાઓ, પિતૃઓ અને સમસ્ત પ્રાણીઓને અન્ન આપે છે તે ચંદ્રદેવ અમારું રંજન કરનારા (રાજા, રંજક) થાઓ.” (૧૨) આ જ પ્રમાણે મદિરાના સમુદ્રથી આગળ તેનાથી બમણા પરિમાણવાળો કુશદ્વીપ છે. અગાઉ કહેવાયેલા હ્ીપોના જેવો આ દ્વીપ પણ પોતાના જેટલા જ વિસ્તારવાળા ઘીના સમુદ્રથી ઘેરાયેલો છે. આમાં ભગવાને રચેલું કુશ સમૂહનું એક વૃક્ષ છે, એના નામથી જ આ ઠ્ઠીપનું નામ (કુશહીપ) જાણીતું થયું છે. બીજા અગ્નિદેવ જેવું તે (વૃક્ષ) પોતાની કોમળ શિખાઓના તેજથી બધી જ દિશાઓને પ્રકાશિત કરતું રહે છે. (૧૩) હે રાજન્! આ દ્વીપના અધિપતિ પ્રિયવ્રતના ૧. પ્રા પા. -. પ્લકસતુ 1 ૨. પ્રા. પા. -. કુમુદ: પુષ્ય૦ 1 ૩. પ્ર. પા. - તપરેપુન્વરસજશા । ૪. પ્રાચીન પ્રતમાં “સ્વગોશિ- પિતૃદેવેલ્યો’ી માંડીને ‘સોમો ન આસ્ત્વિતિ? સુધીનો પૂરો એક શ્લોક જ નથી. પ. પ્રા. પા. — કખ્યાયનો જ્વલન ! ૬. પ્રા. પા. - વિરાજુતિ ! ૭. પ્રા. પા.
- ન્યરોમા નામ | ૮. પ્રા. પા. - સ્વયં તુ તપ । અ૦ ૨૦] પાંચમો સ્કનધ 543 તપ આતિષ્ઠત વસુવસુદાનદેઢરુચિનાભિગુપ્તસ્તુત્ય- દ્રતવિવિક્તવામદેવનામભ્યઃ૧ ૧૪1 તેષાં વર્ષેષુ સીમાગિરયો નઘશ્ચાભિજ્ઞાતાઃ૨ સપ સસૈવ ચક્રશ્ચતુઃૃદ્ટઃ કપિલશ્ચિત્રકૂટો?ે દેવાનીક ઊર્ધ્વરોમા દ્રવિણ ઇતિ રસકુલ્યા મધુકુલ્યા મિત્રવિન્દા શ્રુતવિન્દા દેવગર્ભા ઘૃતચ્યુતા મન્ત્રમાલેતિ ॥ ૧૫॥। યાસાં પયોભિઃ ડુશદ્વીપૌકસઃ કુશલકોવિદાભિયુક્તકુલકસઝ્જ્ઞા ભગવન્તં જાતવેદસરૂપિણ કર્મકૌશલેન યજન્તે 1૧૬॥ પરસ્યબ્રહ્મણઃ* સાક્ષાજ્જાતવેદોડસિ હવ્યવાટ્ । દેવાનાં પુરુષાક્ઞાનાં યશઞેન પુરુષં યજેતિ ॥ ૧૭॥ તથાપં ઘૃતોદાદ્બહિઃ ક્રૌઞ્ચટ્રીપો દ્વિગુણઃ સ્વમાનેનક્ષીરોદેન પરિત ઉપક્લૃ્ો વૃતો યથા કુશદ્ઠીપો ઘૃતોદેન યસ્મિન્ કૌઞ્યો નામ પર્વતરાજો દ્વીપનામનિર્વર્તક આસ્તે ||૧૮॥ યોડસૌ ગુહપ્રહરણોન્મથિતનિતમ્બકુગ્જોડપિ ક્ષીરોદેનાસિચ્યમાનો ભગવતા વરુણેનાભિગુપ્તો વિભયો બભૂવ ||૧૯। તસ્મિન્નપિ પ્રૈયદ્રતો ઘૃતપૃષ્ઠો નામાધિપતિઃ સ્વેચ દ્વીપે વર્ષાણિ સપ્ત વિભજ્ય તેષુ પુત્રનામસુ સપ્ત રિક્થાદાન્વર્ષપાજ્ઞિવેશ્ય સ્વયં” ભગવાન્ ભગવતઃ પરમકલ્યાણયશસ આત્મભૂતસ્ય હરેશ્વરણારવિન્દ- મુપજગામ । ૨૦।। આમો” મધુરુહો મેઘપૃષ્ઠઃ સુધામા ભ્રાજિષ્ઠો લોહિતાર્ણો વનસ્પતિરિતિ ઘૃતપૃષ્ઠ- સુતાસ્તેષયાં વર્ષગિરયઃ૯“ સસ સસૈવ નઘશ્ચાભિખ્યાતાઃ શુક્લો વર્ધમાનો ભોજન ઉપ- બર્હિણો નન્દો૦ નન્દનઃ સર્વતોભદ્ર ઇતિ અભયા અમૃતૌઘા આર્યકા તીર્થવતી વૃત્તિરૂપવતીપ૧ પુત્ર મહારાજ હિરણ્યરેતા હતા. તેમણે આ (હીપ)ના સાત વિભાગ કર્યા અને તેમાંનો એક-એક (વિભાગ) પોતાના સાત પુત્રો - વસુ, વસુદાન, દઢરુચિ, નાભિગુપ્ત, સ્તુત્યત્રત, વિવિક્ત અને વામદેવને આપ્યો; અને પોતે તપ કરવા ચાલી નીકળ્યા. (૧૪) તે (વિભાગો)ની સીમાઓ નક્કી કરતા સાત પર્વતો અને સાત નદીઓ છે. પર્વતોનાં નામ છે - ચક, ચતુઃશંગ, કપિલ, ચિત્રકૂટ, દેવાનીક, ઊર્ધ્વરોમા અને દ્રવિણ. નદીઓનાં નામ છે - રસકુલ્યા, મધુકુલ્યા, મિત્રવિંદા, શ્રુતવિંદા,દેવગર્ભા, ઘૃતચ્યુતા અને મંત્રમાલા. (૧૫) આ (નદીઓ)માં સ્નાન કરીને કુશદ્ઠીપના નિવાસીઓ, કે જેઓ કુશળ, કોવિદ, અભિયુક્ત અને ફુલક વર્ણના મનુષ્યો છે, જેઓ યજ્ઞ વગેરે કર્મકૌશલ વડે અગ્નિસ્વરૂપ ભગવાન શ્રીહરિનું પૂજન કરે છે; (૧૬) (તથા આ પ્રમાણે સ્તુતિ કરે. છે-) “હે અગ્નિદેવ! તમે પરબ્રહ્મને પ્રત્યક્ષ હવિ પહોંચાડનારા છો; તેથી ભગવાનના અંગભૂત દેવતાઓનું થજન કરીને તમે તે પરમપુરુષનું જ યજન કરો.” (૧૭) હે રાજન્! પછી ઘીના સમુદ્ર (યૃતસમુદ્રથી આગળ તેના કરતાં બમણા પરિમાણવાળો ક્રીંચદ્વીપ છે. જેમ કુશદીપ થીના સમુદ્રથી ઘેરાયેલો છે તેવી જ રીતે આ (કોંચદ્ીપ) પોતાના જ જેટલા વિસ્તારવાળા દૂધના સમુદ્રથી ઘેરાયેલો છે. અહીં કોંચ નામનો એક ધણો મોટો પર્વત છે, તેને જ કારણે આનું નામ કૌંચદ્ઠીપ થયું છે. (૧૮) અગાઉના સમયમાં શ્રીકાર્તિકેય સ્વામીના શસ્રપ્રહારથી આનો કટિપ્રદેશ અને લતા-નિકુંજ વગેરે નષ્ટભ્રષ્ટ થઈ ગયાં હતાં, પૂરંતુ ક્રીરસમુદ્ર (દૂધના સમુદ્ર) વડે સીંચાવાથી અને વરુણદેવ વડે સુરક્ષિત થવાથી આ પર્વત ફરીથી નિર્ભય થઈ ગયો. (૧૯) આ દ્વીપના અધિપતિ પ્રિયવ્રતના પુત્ર મહારાજ ઘૃતપૃષ્ઠ હતા. તેઓ મહાન જ્ઞાની હતા. તેમણે આને સાત દેશોમાં વિભાજિત કરીને તેમના પર, તેમના જ જેવાં નામવાળા પોતાના સાત ઉત્તરાધિકારી પુત્રોની નિમણૂક કરી; અને પોતે સમસ્ત જીવોના અંતરાત્મા, પરમમંગલમય કીર્તિશાળી ભગવાન શ્રીહરિનાં પવિત્ર ચરણકમળનું શરણ લીધું. (૨૦) મહારાજ શૃતપૃષ્ઠને સાત પુત્રો હતા - આમ, મધુરુહ, મેધપૃષ્ઠ, સુધામા, ભ્રાજિષ્ઠ, લોહિતાર્ણ અને વનસ્પતિ. તેમના વર્ષોમાં પણ સાત વર્ષપર્વતો અને સાત નદીઓ (હોવાનું) કહેવાય છે. પર્વતોનાં નામ છે - શુકલ, વર્ધમાન, ભોજન, ઉપબર્હિણ, નંદ, નંદન અને સર્વતોભદ્ર. નદીઓનાં નામ છે - અભયા, અમૃતૌથા, આર્યકા, તીર્થવતી, વૃત્તિરૂપવતી, પવિત્રવતી અને ૧. પ્રા. પા. - વ્સથિરાભિગુપ્ત૦ । ૨. પ્રા. પા. - શાતાઃ સપ્તેવ ચક ! ૩. પ્રા. પા. - તપિલો વિત્રફૂટો 1 ૪. પ્રાચીન પ્રતમાં “પરસ્મ બ્રહ્મણઃ…’ શ્લોક નથી. પ. પ્રાચીન પ્રતમાં ‘તથા યૃતોદાદ્લહિઃ’ - પાઠ નથી. ૬. પ્રા. પા. તકીપે ! ૭. પ્રા. પા. - સ્વયં ભાગવતઃ પરમ૦ | ૮. પ્રા. પા. - આપ્રો ! ૯. પ્રા. પા. - ગિરયઃ સપ્તેવ નલન ! ૧૦. પ્રા. પા. - નન્દનઃ સર્વ૦ ! ૧૧. પ્રા. પા. - તૃષ્તિરૂપવતી ! કહ શ્રીમદભાગવત, [અ૦૨૦ પવિત્રવતી શુક્લેતિ ॥। ર ૧।। યાસામમ્ભઃ પવિત્ર- મમલમુપયુગ્જાનાઃપુરુષત્રષભદ્રવિણદેવકસઝ્શા ’ વર્ષ- પુરુષાઆપોમયંદેવમપાં પૂર્ણનાગ્જલિના યજન્તે ॥ રર॥ આપઃપુરુષવીર્યાઃ સ્થ પુનત્તીર્ભ્ર્ભુવઃ સુવઃ । તાનઃપુનીતામીવધીઃ સ્પૃશતામાત્મનાભુવ ઇતિ ॥ ૨૩॥ એવં પુરસ્તાત્કીરોદાત્પરિત ઉપવેશિતઃ શાકદ્રીપો દ્ાત્રિંશલ્લક્ષયોજનાયામઃ સમાનેન ચ દધિમણ્ડોદેન પરીતો યસ્મિન્2 શાકો નામ મહીરુહઃ સ્વક્ષેત્રવ્યપદેશકો યસ્ય હ મહાસુરભિગન્ધસ્તંદ્રીપમનુવાસયતિ || ર૪॥તસ્યાપિ પવરત એવાધિપતિર્નામ્ના મેધાતિથિઃ સોડપિ વિભજ્ય સમર વર્ષાણિપુત્રનામાનિ તેષુ સ્વાત્મજાન્ પુરોજવમનોજવ- પવમાનધુમ્રાનીકચિત્રરેફ્બહુરૂપવિશ્વધારસઝ્શા- જ્ઞિધાપ્યાધિપતીન્ સ્વયં ભગવત્યનન્ત આવેશિતમતિસ્તપોવનં પ્રવિવેશ ॥ ર૫॥। એતેષાં વર્ષમર્યાદાગિરયો નઘ્ચ સપ્ત સસૈવ” ઈશાન ઉરુકૃદ્નો બલભદ્રઃ શતકેસરઃ સહસ્તસ્રોતો દેવપાલો મહાનસ ઇતિ અનઘાડડયુર્દા ઉભયસ્પૃષ્ટિરપરાજિતા પગ્ચપદી સહસસુતિર્નિજધૃતિરિતિદ ॥૨૬॥ તદર્ષપુરુષા ગ્દતવ્રતસત્યવ્રતદાનવ્રતાનુવ્રતનામાનો ભગવત્તં વાય્વાત્મર્ક પ્રાણાયામવિધૂત રજસ્તમસઃ પરમસમાધિના યજન્તે | ૨૭॥| અત્તઃડપ્રવિશ્ય ભૂતાનિ યો બિભર્ત્યાત્મકેતુભિઃ । અત્તર્યામીશ્વરઃ સાક્ષાત્પાતુ નો યદ્શે સ્ફુટમ્ ॥ ૨૮॥ એવમેવ દધિમણ્ડોદાત્પરતઃ પુષ્કરદ્રીપસ્તતો દિગુણાયામઃ સમન્તત ઉપકલ્પિતઃ સમાનેન સ્વાદૂદકેન સમુદ્રેણ બહિરાવૃતો યસ્મિન્બૃહત્પુષ્કરંદ જ્વલનશિખામલકનકપત્રાયુતાયુત ભગવતઃ ક્રમલાસનસ્યાધ્યાસનં પરિકલ્પિતમ્ ॥ ર૯॥ શુક્લા. (૨૧) તેમનાં પવિત્ર અને નિર્મળ જળનું સેવન કરનારા ત્યાંના પુરુષ, કષભ, દ્રવિણ અને દેવક નામના ચાર વર્શ્ોવાળા નિવાસીઓ જળ-ભરેલી અંજલિ વડે આપોદેવતા (જળદેવતા)ની ઉપાસના છે; (૨૨) (અને પ્રાર્થના કરે છે-) “હે જળદેવતા! તમને પરમાત્મા પાસેથી સાર્થ મળેલું છે; તમે ભૂઃ, ભુવઃ અને સ્વઃ - ત્રણે લોકોને. પવિત્ર કરો છ કારણ કે (તમે) સ્વરૂપથી જ પાપોનો નાશ કરનારા છો. અમે પોતાનાં શરીરથી તમારો સ્પર્શ કરીએ છીએ, તમે અમારાં અંગોને પવિત્ર કરો.” (ર૩) આ જ પ્રમાણે ક્ષીરસમુદ્રથી આગળ પોતાની ચારે બાજુ બત્રીસ લાખ જોજનના વિસ્તારવાળો શાકદ્વીપ છે, જે પોતાના જેટલા જ પરિમાણવાળા દહીંના સમુદ્રથી ઘેરાયેલો છે. આમાં શાક નામનું એક ધલું મોટું વૃક્ષ છે અને એ જ આ પ્રદેશના નામનું કારણ છે. તેની અત્યંત મનોહર સુગંધથી આખો દ્વીપ મહેકતો રહે છે. (૨૪) તેના મેધાતિથિ નામના અધિપતિ પણ ચજા પ્રિયવ્રતના જ પુત્ર હતા. તેમણે પણ પોતાનાં દ્વીપને સાત વર્ષોમાં વિભાજિત કર્યો અને તે વર્ષોમાં તેમના જ જેવાં નામવાળા પોતાના પુરોજવ, મનોજવ, પવમાન, ધૂમ્રાનીક, થિત્રરેક, બહુરૂપ અને વિશ્વધાર (નામના) પુત્રોની અધિપતિ તરીકે નિમલૂક કરીને પોતે ભગવાન અનંતમાં દત્તચિત્ત થઈને. તપોવનમાં પ્રયાણ્ર કરી ગયા. (૨૫) આ વર્ષોમાં પણ સાત મર્યાદાપર્વતો અને સાત નદીઓ છે. પર્વતોનાં નામ છે - ઈશાન, ઉરુશૃંગ, બલભદ્ર, શતકેસર, સહસસોત, દેવપાલ અને મહાનસ, તથા નદીઓ છે - અનધા, આયુર્દા, ઉભયસ્પૃષ્ટિ, અપરાજિતા, પંચપદી, સહસસુતિ અને નિજધૃતિ. (૨૬) તે વર્ષના ગ્વતવ્રત, સત્યવ્રત, દાનવ્રત અને અનુત્રત નામના (વર્લોના) મનુષ્યો પ્રાણાયામ વડે પોતાના રજોગુણ અને તમોગુબ્રને ક્ષીણ કરીને મહાન સમાધિ વડે વાયુરૂપ શ્રીહરિની આરાધના કરે છે; (૨૭) (અને આ પ્રમાણે તેમની સ્તુતિ કરે છે -) “જેઓ પ્રાણ વગેરે વૃત્તિરૂપી પોતાની પજાઓ સહિત પ્રાણીઓમાં પ્રવેશીને તેમનું પાલનપોષણ કરે છે તથા સમસ્ત દશ્ય જગત જેમના આધીન છે તે અંતર્યામી સાક્ષાત્ ભગવાન વાયુ અમારું રક્ષણ કરો.” (૨૮) આ જ પ્રમાણે દહીંના સમુદ્રથી આગળ તેની ચારે બાજુ તેનાથી બમળ્રા વિસ્તારવાળો પુષ્કરદ્વીપ છે. તે ચારે બાજુએથી પોતાના જેટલા જ વિસ્તારવાળા મીઠા જળના સમુદ્રથી ઘેરાયેલો છે. ત્યાં અગ્નિની જ્યોત જેવું દેદીપ્પમાન, લાખો સ્વર્ણમય પાંખડીઓવાળું એક ઘણું મોટું પુષ્કર (કમળ) છે, કે જેને બ્રધાજીનું આસન માનવામાં આવે છે. (૨૯) ૧. પ્રા. પા. - પર્ષેભ । ૨. પ્રાચીન પ્રતમાં આપ: પુરુપવીયા:..’ શ્લોક નથી. ૩. પરા. પા. - વસ્મિન્ તિ શાન । ૪. પરા. પા. - ત્વેપમાન૦ 0 પ. પ્રા. પા. - સપ્ત ઈશાન । ૬. પ્રા. પા. - સહસુતિર્નિજ 1 ૭. પ્રાચીન પ્રતમાં ‘અન્તઃ પ્રવિશ્વ…’ શ્લોક નથી. ૮. પ્રા. પા. - ત્દકસમુદ્રેશ ! ૯; મરા. પા. - પુષ્કર જ્વલન૦ | અ૦ ૨૦] પાંચમો સ્કન્ધ 545 તદ્ઠ્ઠીપમધ્યે માનસોત્તરનામૈક રએવાર્વાચીન- પરાચીનવર્ષયોર્મ્યાદાચલોડયુતયોજનોચ્છ્ાયાયામો યત્ર તુ ચતસૃષુ દિક્ષુ ચત્વારિ પુરાણિ લોકપાલાના- મિન્દ્રાદીનાં યદુપરિષ્ટાત્સૂર્યરથસ્ય મેરું પરિભ્રમતઃ સંવત્સરાત્મક ચક” દેવાનામહોરાત્રાભ્યાં પરિભ્રમતિ 1 ૩૦॥ તદદ્ઠીપસ્યાપ્યધિપતિઃ પ્રૈયદ્રતો વીતિહોત્રો નામૈતસ્યાત્મજો રમણકધાતકિનામાનૌ” વર્ષપતી નિયુજ્ય સ સ્વયં પૂર્વજવદ્ધગવત્કર્મશીલ એવાસ્તે || ૩૧॥ તદ્ર્ષપુરુષા ભગવત્તં બ્રહ્મરૂપિણં સકર્મકેણ કર્મણાડડરાધયત્તીદં ચોદાહરન્તિ ॥ ૩૨॥ યત્તત્કર્મમયં લિદ્નં બ્રહ્મલિજ્નં જનોડર્ચયેત્ । એકાન્તમદ્રય શાન્ત તસ્મૈ ભગવતે નમ ઇતિ ॥ ૩૩॥। સ/મિસુવાચ તતઃ પરસ્તાલ્લોકાલોકનામાચલો લોકા- લોકયોરન્તરાલે પરિત ઉધક્ષિમઃ | ૩૪॥ યાવન્માનસોત્તરમેર્વોરન્તર તાવતી ભૂમિઃ કાગ્ચન્યન્યાડડદર્શતલોપમા યસ્યાં પ્રહિતઃ પદાર્થો ન કથગ્ચિત્પુનઃ પ્રત્યુપલભ્યતે તસ્માત્સર્વસત્ત્તવપરિહતાડડસીત્ ॥ ૩૫॥ લોકાલોક ઈતિ સમાખ્યા યદનેનાચલેન લોકાલોકસ્યાન્તર્વર્તિનાડવસ્થાપ્યતે 1૩૬ સ લોકત્રયાન્તે પરિત ઈશ્વરેણ વિહિતો યસ્માત્સૂર્યાદીનાં પ્રુવાપવર્ગાણાં જ્યોતિર્ગણાનાં ગભસ્તયોડર્વાચીનાં- સીલ્લોકાનાવિતન્વાના ન કદાચિત્પરાચીના ભવિતુ- મુત્સહન્તે તાવદુન્ષહનાયામઃ ॥ ૩૭॥ એતાર્વાલ્લોકવિન્યાસો માનલક્ષણસંસ્થાભિ- વિચિન્તિતઃ કવિભિઃ સ તુ પગ્ચાશત્કોટિંગણિતસ્ય ભૂગોલસ્ય તુરીયભાગોડયં લોકાલોકાચલઃ ॥ ૩૮॥ તે દ્વીપની મધ્યમાં તેના પૂર્વના અને પશ્ચિમના વિભાગોની સરહદ નક્કી કરતો માનસોત્તર નામનો એક જ પર્વત ‘છે. એ દશહજાર જોજન ઊંચો અને તેટલો જ લાંબો છે. તેના પર ચારે દિશાઓમાં ઇન્દ્ર વગેરે લોકપાલોની ચાર પુરીઓ (નગરો) છે. એમના પર મેરુ પર્વતની ચારે બાજુ ઘૂમતા સૂર્યના રથનું સંવત્સરરૂપી પૈડું દેવતાઓના દિવસ અને રાત એટલે કે ઉત્તરાયણ અને દક્ષિણાયનના કમે હંમેશાં ઘુમ્યા કરે છે. (૩૦) તે દ્વીપના અધિપતિ, પ્રિયદ્રતના પુત્ર વીતિહોત્ર પણ પોતાના રમણક અને ધાતકિ નામના (બે) પુત્રોને બંને દેશોના અધિપતિ બનાવીને પોતે પોતાના મોટા ભાઈઓની જેમ જ ભગવાનની સેવામાં તત્પર રહેવા લાગ્યા હતા. (૩૧) ત્યાંના નિવાસીઓ બ્રહ્મસાલોક્ય વગેરેની પ્રાપ્તિ કરાવનારાં કર્મો વડે બ્રહ્મારૂપ શ્રીહરિની આરાધના કરે છે અને આ પ્રમાણે સ્તુતિ કરે છે - (૩૨) “જેઓ સાક્ષાત્ કર્મફળસ્વરૂપ છે અને જેમની એક પરમેશ્વરમાં જ પૂર્ણ સ્થિતિ છે તથા જેમની બધા લોકો પૂજા કરે છે તે બ્રહ્મજ્ઞાન(પ્રાપ્તિ)ના સાધનભૂત, અહ્ધિતીય અને શાંતસ્વરૂપ ભગવાન બ્રહ્મમૂર્તિને અમારા નમસ્કાર છે.” (૩૩) € શ્રીશુકદેવજી કહે છે - હે રાજન્! આની આગળ લોકાલોક નામનો પર્વત છે, એ પૃથ્વીની બધી બાજુએ સૂર્ય વગેરે વડે પ્રકાશિત અને અપ્રકાશિત પ્રદેશોની વચ્ચે તેમનું વિભાજન કરતો ઊભો છે. (૩૪) મેરુ પર્વતથી શરૂ કરીને માનસોત્તર પર્વત સુધીનું શુદ્ધ જળના સમુદ્રની પેલે પાર છે. તેનાથી આગળ સુવર્ણમયી ભૂમિ છે, જે દર્પણ જેવી સ્વચ્છ છે. એમાં પડેલી કોઈ વસ્તુ કરી મળતી નથી, તેથી ત્યાં દેવતાઓ સિવાય અન્ય કોઈ પ્રાણી રહેતાં નથી. (૩૫) લોકાલોક પર્વત સૂર્ય વગેરે વડે પ્રકાશિત ભૂખંડ અને અપ્રકાશિત ભૂખંડની વચ્ચે છે, તેથી એનું આ નામ પડ્યું છે. (૩૬) એને પરમાત્માએ ત્રણે લોકની બહાર તેમની ચારે બાજુની સરહદરૂપે સ્થાપિત કર્યો છે. એ એટલો ઊંચો અને લાંબો છે કે ત્રણે લોકને પ્રકાશિત કરનારાં સૂર્યનાં કિરણોથી માંડીને બ્રુવ સુધ્ાં સમસ્ત જ્યોતિર્મડળનાં કિરણો પણ તેની એક બાજુથી બીજી બાજુ જઈ શક્તાં નથી. (૩૭) વિદ્વાનોએ પ્રમાણ, લક્ષણો અને સ્થિતિ પ્રમાણે સમસ્ત લોકોનો આટલો જ વિસ્તાર બતાવ્યો છે. આ સમસ્ત ભૂગોળ (ભૂમિવિસ્તાર) પચાસ કરોડ જોજન છે. એનો ચોથો ભાગ (અર્થાત્ સાડા બાર કરોડ જોજન વિસ્તારવાળો) આ લોકાલોક પર્વત છે. (૩૮) ૧. પ્રા. પા. - ત્સોત્તરો નામક । ર. પ્રા. પા. - પ્રાચીનયોર્વર્ષયો૦ | ૩. પ્રા. પા. - ચક્રમહોરાત્રાભ્યાં | ૪. પ્રા. પા. - ન્ક્યાતકનામાનો ! પ. પ્રા. પા. - ભૂગોલકસ્મ ! કલહ શ્રીમદભાગવત [અ૦ ૨૦ તદુપરિષ્ટાચ્યતસૃષ્વાશાસ્વાત્મયોનિનાખિલજગદ્ગુરુણાધિ- નિવેશિતા’ યે દ્રિરદપતય ત્દષભઃ પુષ્કરચૂડો વામનોડપરાજિત ઇતિ સકલલોકસ્થિતિહેતવઃ ॥ ૩૯॥ તેષાં સ્વવિભૂતીનાંચ૨ લોકપાલાનાં ચ વિવિધવીર્યોપબંહણાય ભગવાન્ પરમમહાપુરુષો મહાવિભૂતિપતિરત્તર્યામ્યાત્મનો વિશુદ્ધસત્ત્વં ધર્મ- જ્ઞાનવૈરાગ્યૈશ્વર્યાધષ્ટમહાસિદ્ધયુપલક્ષણ વિષ્વક્- શેનાદિભિઃ સ્વપાર્ષદપ્રવરેઃ પરિવારિતો નિજવરા- યુધોપશોભિતેર્નિજભુજદહઃ? સન્ધારષમાણ- સ્તસ્મિન્ ગિરિવરે સમતન્તાત્સકલલોકસ્વસ્તય આસ્તે 1૪૦ આકલ્યમેવં વેષં ગત એષ ભગવાનાત્મયોગમાયયા વિરચિતવિવિધલોક- યાત્રાગોપીથાયેત્યર્થઃ” ॥૪૧॥ યોડન્તર્વિસ્તાર એતેન હ્યલોકપરિમાણં ચ વ્યાખ્યાતં યદ્બહિર્લોકા- લોકાચલાત્। તતઃ પરસ્તધ્યોગેશ્વરગતિં વિશુદ્ધામુદાહરન્તિ ॥ ૪૨॥ અણ્ડમધ્યગતઃ સૂર્યો ઘાવાભ્મ્યોર્યદન્તરમ્ | સૂર્યાણ્ડગોલયોર્મધ્યે કોટ્યઃ સ્યુઃપગ્ચર્વિંશતિઃ ॥ ૪૩॥ મૃતેડણ્ડ એષ એતસ્મિન્યદભૂત્તતો માર્તણ્ડ ઇતિ વ્યપદેશઃ | હિરણ્યગર્ભ ઇતિ યદ્ધિરણ્યાણ્ડસમુદ્ધવઃ | ૪૪॥ સુર્યેણ હિ વિભજ્યન્તે દિશઃ ખં ધૌર્મહી ભિદા । સ્વર્ગાપવર્ગી તરકા રસૌકાસિ ચ સર્વશઃ | ૪૫॥ દેવતિર્યડ્મનુષ્યાણાં સરીસૃપસવીરુધાર્મ્ર । સર્વજીવનિકાયાનાં સૂર્ય આત્મા દેગીશ્વરઃ | ૪૬॥ તેની ઉપર ચારે દિશાઓમાં સમસ્ત સંસારના ગુરુ સ્વયંભૂ શ્રીબ્રહ્માજીએ સમસ્ત લોકોની સ્થિતિ માટે ત્કપભ, પુષ્કરચૂડ, વામન અને અપરાજિત નામના ચાર ગજરાજની નિયુક્તિ કરેલી છે. (૩૯) આ દિગ્ગજોની તથા પોતાના અંશસ્વરૂપ ઇન્દ્ર વગેરે લોકપાલોની વિવિધ શક્તિઓની વૃદ્ધિ માટે તથા સમસ્ત લોકો (ભુવનો)ના કલ્યાણ માટે પરમ એશ્વર્યના અધિપતિ, સર્વાન્તર્યામી પરપપુરુષ શ્રીહરિ પોતાના વિષ્વકસેન વગેરે પાર્ષદો સહિત આ પર્વત ઉપર, બધી બાજુએ વિરાજે છે. તેઓ પોતાના વિશુદ્ધ સત્તને (શ્રીવિગ્રહને), કે જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને એશ્ચર્ય વગેરે મહા આઠ સિદ્ધિઓથી સંપન્ન છે - તેને ધારણ કરેલા છે. તેમનાં કરકમળોમાં શંખ-ચક્ર વગેરે આયુધો સુશોભિત છે. (૪૦) આ પ્રમાણે પોતાની યોગમાયાથી રચેલા વિવિષ લોકો (ભુવનો)ની વ્યવસ્થાને સુરક્ષિત રાખવા માટે તેઓ આ જ લીલામયરૂપે કલ્પના અંત સુધી ત્યાં બધી બાજુએ રહે છે. (૪૧) લોકાલોક પર્વતના અંતર્વર્તી ભૂ-ભાગનો જેટલો વિસ્તાર છે તેના પરથી તેની બીજી બાજુના અલોક (અપ્રકાશિત) પ્રદેશના પરેમાણનું પણ વિવરણ સમજી લેવું જોઈએ. તેનાથી આગળ તો કેવળ યોગેશ્વરોની જ બરાબર ગતિ થઈ શકે (અર્થાત્ આનાથી વિશેષ તો માત્ર યોગેશ્વરો જ જાણી શકે છે). (૪૨) હે રાજન્! સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે બ્રહ્માંડનું જે કેન્દ્ર છે તે જ સૂર્યની સ્થિતિ છે. સૂર્ય અને બ્રહ્માંડગોલકની વચ્ચે બધી તરફથી પચીસ કરોડ જોજનનું અંતર છે. (૪૩) સુર્ય આ “મૃત’ અર્થાત્ મરેલા (અચેતન) અંડમાં વૈરાજ- રૂપે વિરાજે છે, તેથી જ તેમનું નામ ‘માર્તંડ’ થયું છે. તેઓ હિરશ્યમય (જ્યોતિર્મય) બ્રહ્માંડમાંથી પ્રગટ થયેલા છે, તેથી તેમને ‘હિરજ્યગર્ભ’ પણ કહે છે. (૪૪) સૂર્ય થકી જ દિશા, આકાશ, ઘુલોક (અંતરિક્ષ), ભૂર્લોક, સ્વર્ગ, અને મોક્ષના પ્રદેશો, નરક અને રસાતલ તથા અન્ય સપળા ભાગોનું વિભાજન થાય છે. (૪૫) સૂર્ય જ દેવતા, તિર્યફ્ (પશુપંખી), મનુષ્ય, સરીસૃપ (પેટે ચાલનારા જીવ), લતા- વૃક્ષ વગેરે સમસ્ત જીવ-સમૂહોના આત્મા છે અને નેત્રેન્દ્રિથના અધિષ્ઠાતા છે. (૪૬) ક્ક્કકન્ક ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં પગ્યમસ્કન્ધે ભુવનકોશવર્ણને સમુદ્રવર્ષસાન્નિવેશ- પરિમાણલક્ષણો વિંશોડધ્યાયઃ ॥ ૨૦॥ 0 પાંચમા સ્કંધ-અંતર્ગત ભુવનકોશવર્ણનમાંનો સમુદ્રવર્ષસંનિવેશ-પરિમાણલક્ષણ (નામનો) વીસમો અધ્યાય સમાપ્ત.