Śrīmad Bhāgavatam

ઇન્દ્ર પર બ્રહ્મહત્યાનું આક્રમણ

વૃત્રાસુરનું પૂર્વચરિત્ર પરીલિદુવાચ રજસ્તમઃસ્વભાવસ્ય બ્રહ્મન્‌ વૃત્રસ્ય પાપ્મનઃ નારાયણે ભગવતિ કથમાસીદ્‌ દૅઢા મતિઃ ।। ૧।। દેવાનાં શુદ્ધસત્ત્વાનામૃષીણાં
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

તેરમો અધ્યાય ઇન્દ્ર પર બ્રહ્મહત્યાનું આક્રમણ શરછુક ઉવાચ* વૃત્રે હતે ત્રયો લોકા વિના શક્રેણ ભૂરિદ । સપાલા હ્યભવન્‌ સધો વિજ્વરા નિર્વૃતેન્દ્રિયાઃ ।। ૧।। શ્રીશુક્દેવજી કહે છે - હે મહાદાની (પરીક્ષિત)! વૃત્રાસુરના હબ્રાયાથી ઇન્દ્ર ઉપરાંત ત્રણે લોક અને (બધા) લોકપાલો તરત જ અત્યંત પ્રસન્‍ન થઈ ગયા. તેમના ભય અને સંતાપ વગેરેનું નિવારણ થઈ ગયું. (૧) ૧. પ્રા. પા.

  • સમાલક્ષષ | ૨. પ્રા. પા. - બાદરાયશિરુવાચ ! અ૦૧૩] છઠ્ઠો સ્કન્ધ 631 દેવર્ષિપિતૃભૂતાનિ દૈત્યા દેવાનુગાઃ૧ સ્વયમ્‌ | પ્રતિજગ્મુઃ સ્વધિષ્ણ્યાનિ બ્રહ્મેશેન્દ્રાદયસ્તતઃ || ૨ |! રાજોવાચ ઇન્દરસ્યાનિવતેહેતું શ્રોતુમિચ્છામિ ભો મુને । યેનાસન્‌ સુખિનો દેવા હરેર્દુઃખં કુતોડભવત્‌ ॥ ૩॥ શરીશુક ઉવાચ” વૃત્રવિક્રમસંવિગ્નાઃ સર્વે દેવાઃ સહર્ષિભિઃ । તદ્રધાયાર્થયજ્ઞિન્દ્રં નૈચ્છદ્‌ ભીતો બૃહદ્ધાત્‌ ।। ૪।। ઈન્દ્ર ઉવાચ સ્રીભૂજલઠ્ુમૈરેનો વિશ્વરૂપવધોદ્રવમ્‌ | વિભક્તમનુગૃહ્મદ્ધિ્ૃત્રહત્યાં* ક્વ માજર્મ્યહમ્‌ ॥ ૫॥। કોંશુક ઉશાચ ત્રષયસ્તદુપાકર્ણ્ણય મહેન્દ્રમિદમબ્રુવન્‌ | યાજયિષ્યામ ભદ્રં તે હયમેધેન મા સ્મ ભૈઃ | ૬॥ હયમેધેન પુરુષં પરમાત્માનમીશ્વરમ્‌ | ઇષ્ટ્વા નારાયણં દેવં મોક્ષ્યસેડપિ જગદ્રધાત્‌ ॥ ૭॥ બ્રહ્મહા પિતૃહા ગોધ્તો માતૃહાડડચાર્યહાડઘવાન્‌ | શ્વાદઃ પુલ્કસકો વાપિ શુદ્ધયેરન્‌ યસ્ય કીર્તનાત્‌ ॥ ૮॥ તમશ્ચમેધેન મહામખેન શ્રદ્ધાન્વિતોડસ્માભિરનુષ્ઠિતેન 1 યુદ્ધ સમાપ્ત થઈ જવાથી દેવતાઓ, ત્કષિઓ, પિતૃઓ, ભૂતો, દૈત્યો, દેવોના અનુચર ગંધર્વ વગેરે પોતપોતાના લોકમાં પાછા ગયા. એ પછી બ્રહ્મા, શંકર અને ઇન્દ્ર પણ સિધાવી ગયા. (૨) રાજા પરીક્ષિતે પૂછ્યું - હે ભગવન્‌! હું દેવરાજ ઇન્દ્રની અપ્રસન્નતાનું કારણ સાંભળવા ઇચ્છું છું. વૃત્રાસુરના વધથી જ્યારે બધા દેવો સુખી થયા ત્યારે ઇન્દ્રને શા કારણે દુઃખ થયું? (૩) શ્રીશુકદેવજીએ કહ્યું - વૃત્રાસુરના પરાક્રમથી જ્યારે બધા દેવો અને ત્દધષિઓ-મહર્ષિઓ અત્યંત ભયગ્રસ્ત થઈ ગયા હતા ત્યારે તેનો વધ કરવા માટે તે બધાએ ઇન્દ્રને પ્રાર્થના કરી હતી, પરંતુ તેઓ બ્રહ્મહત્યા થવાના ભયને લીધે તેનો વધ કરવા ઇચ્છતા ન હતા. (૪) ? ઇન્દ્રે તે બધાને કહ્યું - હે દેવો! હે જષિઓ! વિશ્વરૂપનો વધ કરવાથી મને જે બ્રહ્મહત્યા લાગી હતી તેને તો સ્તી, પૃથ્વી, જળ અને વૃક્ષોએ કૃપા કરીને વહેંચી લીધી હતી. પરંતુ હવે જો હું વૃત્રનો વધ કરું તો તેની હત્યાથી મારો છુટકારો કેમ થાય? (૫) શ્રીશુકદેવજી કહે છે - દેવરાજ ઇન્દરનું આવું કહેવું સાંભળીને શ્ષિઓએ તેમને કહ્યું - “હે દેવરાજ! તમારું કલ્યાણ થાઓ. તમે સ્હેજ પણ ભય ન રાખો; કારણ કે અમે અશ્રમેધ યજ્ઞ કરાવીને તમને બધાં પાપોમાંથી છુટકારો અપાવીશું. (૬) અશ્વમેષ યજ્ઞ વડે સૌના અંતર્યામી સર્વશક્તિમાન પરમાત્મા શ્રીનારાયણની આરાધના કરીને તમે સમસ્ત જગતનો વધ કરવાના પાપમાંથી પણ મુક્ત થઈ શકો છો, તો પછી વૃત્રાસુરના વધની તો વાત જ ક્યાં રહી? (૭) હે દેવરાજ! ભગવાનના નામના કીર્તનમાત્રથી જ બ્રાહ્મણ, પિતા, માતા, ગાય, આચાર્ય વગેરેની હત્યા કરનારા મહાપાપીઓ, કૂતરાનું માંસ ખાનારા ચાંડાળો અને ક્સાઈઓ પણ શુદ્ધ (પાપરહિત) થઈ જાય છે. (૮) અમે “અશ્ચમેધ’ મહાયશનું અનુષ્ઠાન ૧. પ્રા. પા. - ત્નુગાથ થે | ૨. પ્રા. પા. - બાદરાયશ્રિસ્વાચ | ૩. પ્રાચીન પ્રતમાં આ ઉત્તરાર્ષ આ પ્રમાણે છે - ‘ગૃહાર્ત મે મહાભાગાઃ ક્ય શ્રેયોડધુના ભવેત્‌ 632 શ્રીમદભાગવત [અ૦૧૩ હત્વાપિ સબ્રહ્મ ચરાચરં ત્વં ન લિપ્યસે કિં ખલનિગ્રહેણ ૯॥ કશુક ઉવાચ એવંસગ્ચોદિતો વિપ્ર્મરુત્વાનહનદ્‌ રિપુમ્‌ । બ્રહ્મહત્યા હતે તસ્મિન્નાસસાદ વૃષાકપિમ્‌ । ૧૦॥ તેન્દ્રઃ ૧સ્માસહત્‌તાપં નિર્વૃતિર્નામુમાવિશત્‌ | હીમન્તંવાચવતાં પ્રામં સુખયન્ત્યપિ નો ગુણાઃ ॥। ૧૧॥। તાં દદર્શાનુધાવન્તીં ચાણ્ડાલીમિવ રૂપિણીમ્‌ ! જરયા વેપમાનાડ્ી યક્ષ્મગ્રસ્તામસૃક્યટામ્‌ || ૧૨।। વિકીર્યપલિતાન્‌ કેશાંસ્તિષ્ઠ તિષ્ઠેતિ ભાપિણીમ્‌ । મીનગન્ધ્યસુગન્ધેન કુર્વતીં માર્ગદૂષણમ્‌ ॥ ૧૩॥ નભોગતોદદિશઃસર્વાઃ સહસ્રાક્ષો વિશામ્પતે | પ્રાગુદીચીં દિશં તૂર્ણ પ્રવિષ્ટો નૃપ માનસમ્‌ ॥ ૧૪॥ સ આવસત્પુષ્કરનાલતન્તૂ- નલબ્ધભોગો યદિહાગ્નિદૂતઃ | વર્ષાણિ સાહસ્મલક્ષિતોડન્તઃ* સ ચિન્તયન્‌ બ્રહ્મવધાદ્‌ વિમોક્ષમ્‌ । ૧૫॥ તાવત્તરિણાકંન્‍ નહુષઃ શશાસ વિધાતપોયોગબલાનુભાવઃ સ સમ્પદૈશ્ચર્યમદાન્ધબુદ્ધિ- નીંતસ્તિરશ્ચાં ગતિમિન્દ્રપત્યયા ॥ ૧૬॥ કરીશું. તેના વડે શ્રદ્ધાપૂર્વક ભગવાનની આરાધના કરીને તમે બ્રહ્મા સુધ્ધાં ચરાચર જગતની હત્યાના પાપથી પણ લેપાશો નહીં; તો પછી આ દુષ્ટને દંડ આપવાના પાપમાંથી છૂટવાની તો વાત જ શી છે? (૯) શ્રીશુકદેવજી કહે છે - આ પ્રમાણે બ્રાહ્મણોથી ઠીક- ઠીક પ્રેરિત થયેલા દેવરાજ ઇન્દ્રે વૃત્રાસુરનો વધ કર્યો હતો; અને એના માર્યા જવાથી ઇન્દ્રને બ્ર્મહત્યા લાગી. (૧૦) એને કારણે ઇન્દ્રે મહાન ક્લેશ, ભારે બળતરા સહન કરવાં પડ્યાં. તેમને એક ક્ષણ માટે પણ ચેન પડતું ન હતું. એ સાચું જ છે કે જયારે કોઈ સંકોચશીલ સજ્જનને ક્લંક લાગી જાય છે ત્યારે તેના ધર્ય વગેરે ગુણો પણ તેને સુખ આપી શકતા નથી. (૧૧) દેવરાજ ઇન્દ્રે જોયું કે બ્રહ્મહત્યા સાક્ષાત્‌ ચાંડાલીની જેમ તેમની પાછળ-પાછળ દોડતી આવી રહી છે; વૃદ્ધત્વને. કારણે તેનાં બધાં અંગો કંપી રહ્યાં છે અને ક્ષયરોગ તેને પીડી રહ્યો છે; તેનાં બધાં વસ્રો લોહીથી લથપથ થઈ રહ્યાં છે. (૧૨) પોતાના સફેદ-સફેદ (પળિયાં આવેલા) વાળ વિખેરેલી તે “ઊભો રહે! ઊભો રહે!’ - એમ ચીસો પાડતી આવી રહી છે. તેના શ્વાસની સાથે માછલીના જેવી દુર્ગંધ ફેલાઈ રહી છે, જેને કારણે માર્ગ પણ દૂષિત થઈ રહ્યો છે. (૧૩) હે રાજન્‌! દેવરાજ ઇન્દ્ર તેના ભયથી દિશાઓ અને આકાશમાં નાસતા ફરતા રહ્યા. અંતે ક્યાંય પણ શરણ નહીં મળવાને કારણે તેઓ પૂર્વ અને ઉત્તરની દિશામાં (ઇશાન ખૂણામાં) આવેલા માનસરોવરમાં શીધ્રતાપૂર્વક પ્રવેશ્યા. (૧૪) દેવરાજ ઇન્દ્ર માનસરોવરના કમળનાળના તંતુઓમાં સંતાઈને એક હજાર વર્ષ સુધી નિવાસ કરતા રહ્યા અને વિચારતા રહ્યા કે બ્રહ્મહત્યામાંથી પોતાનો છુટકારો કેમ થાય. આટલા સમય સુધી તેમને ભોજન કરવા કોઈ પણ પ્રકારની વસ્તુ મળી નહીં; કારણ, કે તેઓ અગ્નિદેવના મુખેથી ભોજન કરે છે અને અગ્નિદેવ જળની અંદર કમળતંતુઓમાં જઈ શકતા ન હતા. (૧૫) દેવરાજ ઇન્દ્ર જ્યાં સુધી કમળતંતુઓમાં રહ્યા ત્યાં સુધી રાજા નહુષ પોતાની વિધા, તપ અને યોગશક્તિના પ્રભાવથી સ્વર્ગનું શાસન કરતા રહ્યા. પરંતુ. તેમણે સંપત્તિ અને એશ્વર્યના મદથી અંધ થઈને જ્યારે ઇન્દ્રનાં પત્ની શચીની સાથે અનાચાર કરવા ઇચ્છું ત્યારે શચીએ તેમના વડે જષિઓનો અપરાધ કરાવીને તેમને શાપ અપાવ્યો, જેનાથી તેઓ સાપ બની ગયા. (૧૬) ૧. પ્રા. પા. - અથેન્દ્ર! ૨. પ્રા. પા. - ત્તોડનિશ ! ૩. પ્રા. પા. - ત્ત્તિલોકં અ૦૧૩] છઠ્ઠો સ્કન્ધ 633 તતો ગતો બ્રહ્મગિરોપહૂત ત્રતમ્ભરધ્યાનનિવારિતાઘઃ 1 પાપસ્તુ દિગ્દેવતવયા હતૌજા- સ્તં નાભ્યભૂદવિતં વિષ્ણુપત્ન્યા ॥૧૭॥। તં ચ બ્રહ્મર્ષયોડભ્યેત્ય હયમેધેન ભારત | યથાવદીક્ષયાગ્ચક્રુઃ પુરુષારાધનેન હ ||૧૮।। અથેજ્યમાને પુરુષે સર્વદેવમયાત્મનિ | અશ્વમેધે મહેન્દ્રેણ વિતતે બ્રહ્મવાદિભિઃ । ૧૯॥ સ વૈ ત્વાષ્ટ્રવધો ભૂયાનપિ પાપચયો નૃપ । નીતસ્તેનૈવ શૂન્યાય નીહાર ઇવ ભાનુના । ૨૦॥ સ વાજિમેધેન યથોદિતેન વિતાયમાનેન મરીચિમિશ્રેઃ । ઇષ્ટ્વાધિયજ્ન પુરુષં પુરાણ- મિન્દ્રો મહાનાસ વિધૂતપાપઃ ॥ ૨૧॥। ઇદં મહાખ્યાનમશેષપાપ્મનાં પ્રક્ષાલનં તીર્થપદાનુકીર્તનમ્‌ | ભક્ત્યુચ્છ્યીં ભક્તજનાનુવર્ણનં મહેન્દ્રમોક્ષ વિજયં મરત્વતઃ ॥૨૨॥ પઠેયુરાખ્યાનમિદેં સદા બુધાઃ શ્રૃણ્વન્ત્યથો પર્વણિ* પર્વણીન્દ્રિયમ્‌ ધન્યં યશસ્યં નિખિલાઘમોચનં* રિપુગ્જયં સ્વસ્ત્યયનં તથાડડ્યુષમ્‌ | ૨૩॥। ત્યારબાદ સત્યના પરમ પોષક શ્રીભગવાનનું ધ્યાન ધરવાથી જ્યારે ઇન્દ્રનાં પાપ નષ્ટપ્રાય થઈ ગયાં ત્યારે બ્રાહ્મણોના બોલાવ્યાથી તેઓ ફરીથી સ્વર્ગલોકમાં આવ્યા. (ત્યારે) કમળવનમાં વિહાર કરનારાં વિષ્ણુનાં પત્ની લક્ષ્મીજી ઈન્દ્રનું રક્ષણ કરી રહ્યાં હતાં અને પૂર્વોત્તર દિશાના અધિપતિ ભગવાન રૂદ્ર પાપને પહેલાંથી જ નિસ્તેજ કરી દીધું હતું, જેથી તે ઇન્દ્ર પર આક્રમણ કરી શકયું નહીં. (૧૭)
  • હે પરીક્ષિત! ઈન્દ્રના સ્વર્ગમાં આવી ગયા પછી બ્રહ્મર્ષિઓોએ ત્યાં આવીને ભગવાનની આરાધના કરવા માટે ઇન્દ્રને અશ્રમેધ યજ્ઞની દીક્ષા આપી અને તેમની પાસે અશ્વમેધ યજ્ઞ કરાવ્યો. (૧૮) વેદવાદી શ્રધિઓએ જ્યારે તેમની પાસે અશ્વમેધ યજ્ઞ કરાવ્યો તથા દેવરાજ ઇન્દ્રે તે યશ વડે સર્વદેવ-સ્વરૂપ ભગવાન શ્રીપુરુષોત્તમની આરાધના કરી ત્યારે ભગવાનની આરાધનાના પ્રભાવથી વૃત્રાસુરના વધનો તે ઘણો મોટો પાપપુંજ એવી રીતે ભસ્મ થઈ ગયો કે જેમ સૂર્યોદય થવાથી ધુમ્મસનો નાશ થઈ જાય છે. (૧૯-૨૦) મરીચિ વગેરે મુની જ્યારે તેમની પાસે વિધિપૂર્વક અશ્વમેધ યજ્ઞ કરાવ્યો ત્યારે તે (યશ) વડે સનાતન પુરુષ યજ્નપતિ ભગવાનની આરાધના કરીને ઇન્દ્ર બધાં પાપોમાંથી મુક્ત થઈ ગયા અને ફરી પૂર્વવત્‌ પૂજનીય થઈ ગયા. (૨૧) (હે પરીક્ષિત)! આ શ્રેષ્ઠ આખ્યાનમાં ઇન્દ્રનો વિજષ, પાપોમાંથી તેમની મુક્તિ અને ભગવાનના પ્રિય ભક્ત વૃત્રાસુરનું વર્ણન છે. આમાં તીર્થોને પણ તીર્થ બનાવનારા ભગવાનના અનુગ્રહ વગેરે ગુબ્રોનું સંકીર્તન છે. આ (આખ્યાન) તમામ પાપોને ધોઈ નાખે છે અને ભક્તિમાં વૃદ્ધિ કરે છે. (૨૨) બુદ્ધિમાન મનુષ્યોએ ઇન્દ્ર- સંબંધી આ આખ્યાન હરહંમેશ વાંચવું અને સાંભળવું જોઈએ. ખાસ કરીને પર્વોના અવસરે તો આનું અચૂકપણે સેવન કરવું જોઈએ. આ ધન અને યશ વધારે છે, તમામ પાપોમાંથી છોડાવે છે, શત્રુઓ પર વિજય અપાવે છે તથા આયુષ્ય અને મંગળની અભિવૃદ્ધિ કરે છે. (૨૩) ઇતિ શ્રીમતદ્રાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં ષષ્ઠસ્કન્ધે ઇન્દ્રવિજયો નામ ત્રયોદશોડધ્યાયઃ ॥ ૧૩॥॥ છઠ્ઠા સ્કંધ-અંતર્ગત ઇન્દ્રનો વિજય નામનો તેરમો અધ્યાય સમાપ્ત.