Śrīmad Bhāgavatam

વૃત્રાસુરનું પૂર્વચરિત્ર પરીલિદુવાચ રજસ્તમઃસ્વભાવસ્ય બ્રહ્મન્‌ વૃત્રસ્ય પાપ્મનઃ નારાયણે ભગવતિ કથમાસીદ્‌ દૅઢા મતિઃ ।। ૧।। દેવાનાં શુદ્ધસત્ત્વાનામૃષીણાં

અંગિરા ઋષિ અને નારદજીનો ચિત્રકેતુને ઉપદેશ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

ચોદમો અધ્યાય વૃત્રાસુરનું પૂર્વચરિત્ર પરીલિદુવાચ રજસ્તમઃસ્વભાવસ્ય બ્રહ્મન્‌ વૃત્રસ્ય પાપ્મનઃ નારાયણે ભગવતિ કથમાસીદ્‌ દૅઢા મતિઃ ।। ૧।। દેવાનાં શુદ્ધસત્ત્વાનામૃષીણાં ચામલાત્મનામ્‌ ! ભક્તિર્મુકુન્દચરણે ન પ્રાયેણોપજાયતે || ૨॥ રજોભિઃ સમસડખ્યાતાઃ પાર્થિવૈરિહ જન્તવઃ | તેષાં યે કેચનેહન્તે શ્રેયો વૈ મનુજાદયઃ ॥ ૩।। પ્રાયો મુમુક્ષવસ્તેષાં કેચનૈવ દ્વિજોત્તમ | મુમુક્ષૂણાં સહસેષુ કશ્ચિન્મુચ્યેત સિધ્યતિ || ૪॥। મુક્તાનામપિ સિદ્ધાનાં નારાયણપરાયણઃ | સુદુર્લભઃ પ્રશાન્તાત્મા કોટિષ્વપિ મહામુને ॥। ૫॥। વૃત્રસ્તુ સ કથં પાપઃ સર્વલોકોપતાપનઃ 1 ઇત્યં દંઢમતિઃ કૃષ્ણ આસીત્‌ સડગ્રામ ઉલ્બણે || ૬॥ અત્ર નઃ5 સંશયો ભૂયાઝ્છ્રોતું કૌતૂહલં પ્રભો ! યઃ પૌરુષેણ સમરે સહસ્રાક્ષમતોષયત્‌ | ૭॥ સૂત ઉવાચ પરીક્ષિતોડથ સમ્પ્રશ્નં ભગવાન્‌ બાદરાયણિઃ | નિશમ્ય શ્રદ્ધાનસ્ય પ્રતિનન્ધ વચોડબ્રવીત્‌ ।। ૮॥। રાજા પરીક્ષિતે પૂછ્યું - હે બ્રહ્ન્‌! વૃત્રાસુરનો સ્વભાવ તો ભારે રજોગુણી અને તમોગુણી હતો. તે દેવોને પીડા આપીને પાપ પણ કરતો જ હતો. આવી સ્થિતિમાં ભગવાન શ્રીનારાયજ્નનાં ચરણોમાં તેની સુદઢ ભક્તિ કેવી રીતે થઈ? (૧) અમે જોઈએ છીએ કે શુદ્ધ સત્્વમય દેવો અને પવિત્ર ફદયવાળા શ્વષિઓ પણ ભગવાનની પરમ પ્રેમમથી ભક્તિથી ઘણું કરીને વંચિત જ રહી જાય છે. સાચે જ ભગવાનની ભક્તિ ઘણી દુર્લભ છે. (૨) હે ભગવન્‌! આ જગતનાં પ્રાણીઓ પૃથ્વીના રજકણો જેટલાં જ અસંખ્ય છે. તેમાંના મનુષ્યો વગેરે કેટલાક શ્રેષ્ઠ જીવો જ પોતાના કલ્યાણ માટેની કોશિશ કરે છે. (૩) હે બ્રહ્મન્‌! એમાં પણ સંસારમાંથી મુક્તિ ઇચ્છનારાઓ તો વિરલ જ હોય છે; અને મોક્ષ ઇચ્છનારા હજારોમાંથી મુક્તિ કે સિદ્ધ લાભ તો કોઈક જ મેળવવા પામે છે. (૪) હે મહામુનિ! કરોડો સિદ્ધ અને મુક્ત મનુષ્યોમાં પણ એવા શાન્તચિત્ત મહાપુરુષ મળવા એ તો ઘણું જ મુશ્કેલ છે, કે જેઓ એકમાત્ર ભગવાનમાં પરાયણ હોય. (૫) આવી સ્થિતિમાં તે વૃત્રાસુર, કે જે બધા લોકોને પીડતો હતો અને મહાન પાપી હતો એવો તે ભયંકર યુદ્ધના પ્રસંગે પોતાની વૃત્તિઓને ભગવાન શ્રીકૃષ્ટમમાં આટલી દઢતાથી જોડી શક્યો તેનું શું કારણ? (૬) હે પ્રભુ! આ બાબતમાં અમને ધણો બધો સંદેહ છે અને સાંભળવાનું ઘણું કુતૂહલ પણ છે. અહો! વૃત્રાસુરનું બળ- પૌરુષ કેટલું મહાન હતું કે તેણે યુદ્ધભૂમિમાં દેવરાજ ઇન્દ્રને પણ સંતુષ્ટ કરી દીધા! (૭) સૂતજી કહે છે - હે શૌનકાદિ જાપિજનો! ભગવાન શુક્દેવજીએ પરમ શ્રદ્ધાળુ રાજર્પિ પરીક્ષિતનો આ શ્રેષ્ઠ પ્રશ્ન સાંભળીને તેમનું અભિનંદન કરતાં આ વાત કહી. (૮) ૧. પ્રા. પા. - મે! અ૦૧૪] છઠ્ઠો સ્કન્ધ 835 શરશુક ઉવાચ શ્રૃણુષ્વાવહિતો રાજન્તિતિહાસમિમં યથા ! શ્રુતં દિવૈપાયનમુખાન્ઞારદાદેવલાદપિ | ૯॥ આસીદ્રાજા સાર્વભૌમઃ શૂરસેનેષુ વૈ નૃપ । ચિત્રકેતુરિતિ ખ્યાતો યસ્યાસીત્‌ કામધુડમહી ॥ ૧૦॥। તસ્ય ભાર્યાસહસ્રાણાં સહસ્રાણિ દશાભવન્‌ | સાન્તાનિકશ્ચાપિ નૃપો ન લેભે તાસુ સન્તતિમ્‌ ॥ ૧૧।। રૂપૌદાર્યવયોજન્મવિધૈશ્ચર્યશ્રિયાદિભિઃ । સમ્પન્નસ્ય ગુણૈઃ સર્વેશ્ચિન્તા વન્ધ્યાપતેરભૂત્‌ | ૧૨ || ન તસ્ય સમ્પદઃ સર્વા મહિષ્યો વામલોચનાઃ | સાર્વભૌમસ્ય ભૂશ્ેયમભવન્‌’ પ્રીતિહેતવઃ | ૧૩॥ તસ્ચૈકદા તુ ભવનમદ્રિરા ભગવાનૃષિઃ | લોકાનનુચરન્નેતાનુપાગચ્છઘટંચ્છયા ।॥૧૪॥ તંપૂજયિત્વા વિધિવત્મ્રત્યુત્થાનાર્હણાદિભિઃ । કૃતાતિથ્યમુપાસીદત્સુખાસીનં૨ સમાહિતઃ || ૧૫॥। મહર્ષિસ્તમુપાસીનં પ્રશ્રયાવનતં ક્ષિતૌ | પ્રતિપૂજય મહારાજ સમાભાષ્યેદમબ્રવીત્‌ || ૧૬।। અફેર ઉવાચ અપિ તેડનામયં સ્વસ્તિ પ્રકૃતીનાં તથાડડત્મનઃ । યથા પ્રકૃતિભિર્ગુ્ઃ પુમાન્‌ રાજાપિ* સપ્ભિઃ | ૧૭॥। આત્માનંપ્રકૃતિષ્વદ્ધા નિધાય શ્રેય આપ્નુયાત્‌ ! રાજ્ઞા તથા પ્રકૃતયો નરદેવાહિતાધયઃ ।। ૧૮॥। શ્રીશુકદેવજીએ કહ્યું - હે રાજન્‌! તમે સાવધાન થઈને આ ઇતિહાસ સાંભળો. મેં આ ઇતિહાસ પોતાના પિતા વ્યાસજી, દેવર્ષિ નારદ અને મહર્ષિ દેવલના મુખેથી પણ વિધિપૂર્વક સાંભળ્યો છે. (૯) પ્રાચીન કાળની વાત છે - શૂરસેન દેશમાં ચક્રવર્તી સમ્રાટ ચિત્રકેતુ મહારાજ રાજ્ય કરતા હતા. તેમના રાજ્યમાં સ્વયં પૃથ્વી જ પ્રજાની ઇચ્છા અનુસાર અન્ન-રસ આપતી રહેતી હતી. (૧૦) તેમને એક કરોડ રાણીઓ હતી અને તેઓ સ્વયં સંતાન ઉત્પન્ન કરવામાં સમર્થ પણ હતા, પરંતુ તેમને તે રાણીઓ પૈક્રીની કોઈના પણ ગર્ભથી કોઈ સંતાન થયું નહીં. (૧૧) આમ તો મહારાજ ચિત્રકેતુને કોઈ વાતની કમી ન હતી. સુંદરતા, ઉદારતા, યૌવન, કુલીનતા, વિઘા, એશ્વર્ય, સંપત્તિ વગેરે બધા જ ગુણોથી તેઓ સંપન્ન હતા. આમ છતાં તેમની પત્નીઓ નિઃસંતાન હતી, તેથી તેમને ભારે ચિંતા રહેતી હતી. (૧૨) તેઓ સમસ્ત પૃથ્વીના સંપૂર્ણ (ચક્રવર્ત) સમ્રાટ હતા, ઘણીબધી સુંદર રાણીઓ હતી તથા સમગ્ર પૃથ્વી તેમને વશ હતી. બધા પ્રકારની સંપત્તિઓ તેમની શેવામાં ઉપસ્થિત હતી, પરંતુ તે બધી વસ્તુઓ તેમને સુખી કરી શકી નહીં. (૧૩) એક દિવસ શાપ અને વરદાન આપવામાં સમર્થ અંગિરા શ્ષિ વિભિન્ન લોકોમાં સ્વચ્છંદપણે. વિચરણ કરતા કરતા રાજા ચિત્રકેતુના મહેલમાં જઈ પહોંચ. (૧૪) રાજાએ આદરપૂર્વક ઊભા થઈને અર્ધ્ષ વગેરેથી તેમની વિધિપૂર્વક પૂજા કરી. આતિથ્યસત્કાર સંપન્ન થયા પછી અંગિરા :&પષિ જ્યારે આસન પર આરામપૂર્વક વિરાજમાન થયા ત્યારે રાજા ચિત્રકેતુ પણ તેમની પાસે જ શાંતભાવે બેઠા. (૧૫) મહારાજ! મહર્ષિ અંગિરાએ જ્યારે જોયું કે આ રાજા ઘણો વિનયી છે અને મારી પાસે જમીન પર બેસીને મારી ભક્તિ કરી રહ્યો છે ત્યારે તેમણે ચિત્રકેતુને સંબોધીને તેને આદરમાન આપતાં આ પ્રમાણે કહ્યું. (૧૬) અંગિરા ત્લષિએ કહ્યું - હે રાજન્‌! તમે પોતાની પ્રકૃતિઓ - ગુરુ, મંત્રીઓ, રાષ્ટ્ર, દુર્ગ, કોષ (ધનરાશિ), સૈન્ય અને મિત્રો સહિત કુશળક્ષેમ તો છોને? જેમ જીવ મહત્તત્્ત વગેરે સાત આવરણોથી ઘેરાયેલો હોય તેવી જ રીતે રાજા પણ આ સાત પ્રકૃતિઓથી ઘેરાયેલો રહે છે. એ બધાની કુશળતાથી રાજા કુશળ હોય છે. (૧૭) હે નરેન્દ્ર! જેમ રાજા પોતાની ઉપર જણાવી તે પ્રકૃતિઓ અનુકૂળ રહે તો જ રાજ્યસુખ ભોગવી શકે છે તેવી જ રીતે પ્રકૃતિઓ પદ્ય પોતાના રક્ષણની જવાબદારી રાજા પર છોડીને સુખ અને સમૃદ્ધિનો લાભ લઈ શકે છે. (૧૮) ૧. પ્રા. પા. - ભૂશેષ નાભવન્‌ | ૨. પ્રા. પા. - ત્સીન સુ! ૩. પ્રા. પા. - રાજા ચ! શ્રીમદભાગવત [અ૦ ૧૪ અપિદારાઃપ્રજામાત્યા ભૃત્યાઃશ્રેણ્યોડથ મત્તિણઃ । પૌરા જાનપદા ભૂપા આત્મજા વશવર્તિનઃ ॥ ૧૯।। યસ્યાત્માનુવશશ્ચેત્સ્યાત્સર્વે તદ્રશગા ઇમે । લોકાઃ સપાલા યચ્છન્તિ સર્વે બલિમતન્દ્રિતાઃ ॥ ર૦॥ આત્મનઃ પ્રીયતે નાત્મા પરતઃ સ્વત એવ વા | લક્ષયેડલબ્ધકામં ત્વાં ચિન્તયા શબલં મુખમ્‌ ।। ૨૧।। એવંવિકલ્પિતો રાજન્‌ચે વિદુષા મુનિનાપિ સઃ | પ્રશ્રયાવનતોડભ્યાહ પ્રજાકામસ્તતોમુનિમ્‌ ॥ રર િત્રકેતુર્વાસ ભગવન્‌ કિં ન વિદિત તપોજ્ઞાનસમાધિભિઃ | યોગિનાં ધ્વસ્તપાપાનાં બહિરન્તઃ શરીરિષુ ॥ ર૩॥ તથાપિપૃચ્છતોબ્રયાં બ્રહ્મન્ઞાત્મનિ ચિન્તિતમ્‌ ! ભવતો વિદુષશ્વાપિ ચોદિતસ્ત્વદનુશયા | ર૪॥ લોકપાલૈરપિ પ્રાર્થ્યાઃ સામ્રાજ્યૈશ્વર્યસમ્પદઃ | ન નન્દયન્ત્યપ્રજં માં ક્ષુણટ્કામમિવાપરે ॥ રપ॥ તતઃ? પાહિ મહાભાગ પૂર્વઃ સહ ગતં તમઃ । યથા તરેમ દુસ્તારં પ્રજયા તદ્‌ વિધેહિ નઃ ॥ ર૬॥ કઇક ઉવાચ ઇત્યર્થિતઃ સ ભગવાન્‌ કૃપાલુર્બ્રહ્મણઃ સુતઃ । શ્રપયિત્વા ચરું ત્વાષ્ટ્રં તવષ્ટારમયજદ્‌ વિભુઃ || ૨૭॥ જયેષ્ઠા શ્રેષ્ઠા ચ યા રાશ્ઞો મહિષીણાં ચ ભારત ! નામ્ના કૃતધુતિસ્તસ્યૈ યજ્ઞોચ્છિષ્ટમદાદ્‌ દ્વિજઃ || ર૮ હેરાજન્‌!તમારી રાણીઓ, પ્રજા,મંત્રીઓ (સલાહકારો), સેવકો, વેપારી શેઠિયાઓ, અમાત્ય (દીવાન), નગરવાસીઓ, દેશવાસીઓ, મંડલેશ્વર રાજાઓ અને પુત્રો તમારા વશમાં તો છે ને? (૧૯) સાચું તો એ છે કે જેનું મન પોતાના વશમાં છે તેને આ બધાંય વશમાં હોય છે. એટલું જ નહીં, બધા જ લોક અને લોકપાલો પળ અત્યંત સાવધાનીપૂર્વક તેને ભેટ-સોગાદ આપીને તેની પ્રસન્નતા ઇચ્છતા હોય છે. (૨૦) પરંતુ હું જોઉં છું કે તમે સ્વયં સંતુષ્ટ નથી. તમારી કોઈ કામના અધૂરી રહી છે. તમારા ચહેરા પર કોઈ આંતરિક ચિંતાનાં ચિહ્ન દેખાઈ રહ્યાં છે. તમારા આ અસંતોષનું કારણ કોઈ અન્ય છે કે પછી સ્વયં તમે જ છો?” (ર૧) (હે પરીક્ષિત!) મહર્ષિ અંગિરા એ જાણતા જ હતા કે રાજાના મનમાં કઈ ચિંતા છે, તોપણ તેમણે ચિંતા વિશે રાજાને. અનેક પ્રશ્નો પૂછયા. ચિત્રકેતુને સંતાનની કામના હતી, તેથી મહર્ષિના પૂછવાથી તેમણે વિનયપૂર્વક જણાવ્યું. (૨૨) ચિત્રકેતુએ કહ્યું - હે ભગવન્‌! જે યોગીઓનાં તપ, જ્ઞાન, ધારણા, ધ્યાન અને સમાધિ વડે તમામ પાપો નષ્ટ થઈ ચૂક્યાં છે તેમના માટે પ્રાણીઓની બાહ્ય કે આંતરિક કઈ વસ્તુ એવી છે કે જેને તેઓ જાણતા ન હોય? (૨૩) આમ હોવા છતાં પણ, જ્યારે તમે સર્વ કાંઈ જાણતા હોવા છતાંય મને મારા મનની ચિંતા પૂછી રહ્યા છો ત્યારે હું તમારી આશા અને પ્રેરણાથી પોતાની ચિંતા તમારાં ચરણ્રોમાં રજૂ કરું છું. (૨૪) મને પૃથ્વીનું સામ્રાજ્ય, એશ્ચર્ય અને સંપત્તિઓ મળેલાં છે કે જે મેળવવા લોકપાલો પણ ઇચ્છતા હોય છે. પરંતુ (મારે) સંતાન નહીં હોવાને કારણે મને આ સુખભોગોથી જરા જેટલી પણ શાંતિ મળતી નથી, જેમ કે ભૃખ્યાતરસ્યા પ્રાણીને અન્ન-જળ સિવાય અન્ય કશા ભોગોથી તે મળતી નથી. (ર૫) હે મહાભાગ!હુંતો (આ કારણે) દુઃખી છું જ,બલકે પિંડદાન નહીં મળવાની આશંકાને લીધે મારા પિતૃઓ પણ દુઃખી થઈ રહ્યા છે. હવે તમે અમને સંતાન-પ્રાપ્તિ થાય તેવું કરીને પરલોકમાં મ્રાપ્ત થનારા ધોર નરકમાંથી ઉગારો અને એવી વ્યવસ્થા કરો કે જેથી હું આ લોક અને પરલોકનાં બધાં દુઃખોમાંથી છુટકારો મેળવી શકું. (૨૬) 4 શ્રીશુકદેવજી કહે છે - (હે પરીક્ષિત!) જ્યારે રાજા ચિત્રકેતુએ આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે સર્વસમર્થ અને પરમકૃપાળુ બ્રહ્મપુત્ર ભગવાન અંગિરાએ ત્વષ્ટા દેવતાને યોગ્ય ચરુ બનાવ્યો અને તેનાથી તેમનું યજન કર્યું, (૨૭) હે પરીક્ષિત! રાજા ચિત્રકેતુની રાણીઓમાં સૌથી મોટાં અને સદ્યુશ્રશાળી મહારાણી કૃતઘુતિ હતાં. મહર્ષિ અંગિરાએ ૧. પ્રા. પા. - પૌરજાનપદા | ૨. પ્રા. પા. - રાજા! ૩. પ્રા. પા. - ત્મસ્તુ તં મુબ! ૪. પ્રા. પા. - ત્વન્નઃ પાદિ | અ૦ ૧૪] છઠ્ઠો સ્કન્ધ 637 અથાહ નૃપતિં રાજન્‌ ભવિતેકસ્તવાત્મજઃ | હર્ષશોકપ્રદસ્તુભ્યમિતિ બ્રહ્મસુતો યયૌ || ૨૯।। સાપિ તત્પ્રાશનાદેવ ચિત્રકેતોરધારયત્‌ | ગર્ભ કૃતદ્યુતિર્દેવી કૃત્તિકાડગ્નેરિવાત્મજમ્‌ ॥ ૩૦॥ તસ્યા અનુદિનં ગર્ભઃ શુક્લપક્ષ ઇવોડુપઃ । વવૃધે શૂરસેનેશતેજસા શનકેર્નુપ । ૩૧॥ અથ કાલ ઉપાવૃત્તે કુમારઃ સમજાયત । જનયન્‌ શૂરસેનાનાં શ્ૃણ્વતાં પરમાં મુદમ્‌ । ૩૨॥ હષ્ટો રાજા કુમારસ્ય સ્નાતઃ શુચિરલફકૃતઃ । વાચયિત્વાડડશિષો વિષ્રૈઃ કારયામાસ જાતકમ્‌ || ૩૩।। તેભ્યો હિરણ્યં૨ રજતંવાસાંસ્યાભરણાનિચ | ગ્રામાન્હયાન્‌ ગજાન્‌પ્રાદાદ્‌ધેનૂનામર્બુદાનિષટ્‌ । ૩૪॥। વવર્ષ કામમન્યેષાં પર્જન્ય ઇવ દેહિનામ્‌ ! ધન્યં યશસ્યમાયુષ્યં કુમારસ્ય મહામનાઃ || ૩૫॥। કચ્છ્લબ્ધેડથ રાજર્ષેસ્તનયેડનુદિનં પિતુઃ । યથા નિઃસ્વસ્ય કુચ્છાપે ધને સ્નેહોડન્વવર્ધત” । ૩૬॥ માતુસ્ત્વતિતરાં પુત્રે સ્નેહો મોહસમુદ્દ્રવઃ | કૃતધુતેઃ સપત્નીનાં પ્રજાકામજવરોડભવત્‌ | ૩૭॥ ચિત્રકેતોરતિપ્રીતિર્યયા દારે પ્રજાવતિ | ન તથાન્યેષુ સગ્જજ્ઞે બાલં લાલયતોડન્વહમ્‌ || ૩૮॥। તાઃપર્યતપ્યજ્ઞાત્માનં ગર્હયન્ત્યોડભ્યસૂયયા ! આનપત્યેન દુઃખેન રાજ્ઞોડનાદરણેન* ચ । ૩૯॥ યજ્ઞનો અવશેષ પ્રસાદ તેમને જ આપ્યો; (૨૮) અને રાજા ચિત્રકેતુને કહ્યું - “હે રાજન્‌! તમારી પત્નીના ગર્ભથી એક પુત્ર થશે, જે તમને હર્ષ અને શોક (બંને) આપશે.” આમ કહીને અંગિરા શષિ ચાલ્યા ગયા. (ર૯) યજ્ઞનો તે અવશેષ પ્રસાદ આરોગવાથી મહારાણી કૃતદ્રુતિએ મહારાજ ચિત્રકેતુથી ગર્ભ ધારણ કર્યો, જેમ કૃત્તિકાએ પોતાના ગર્ભમાં અગ્નિકુમારને ધારણ કર્યો હતો. (૩૦) હે રાજન્‌! શુરસેન દેશના રાજા ચિત્રકેતુના તેજથી કૃતધુતિનો ગર્ભ શુક્લપક્ષના ચંદ્રમાની જેમ દિવસે-દિવસે ક્રમશઃ વૃદ્ધિ પામવા લાગ્યો. (૩૧) ત્યારબાદ (યોગ્ય) સમય આવ્યેથી મહારાણી કૃતઘુતિના ગર્ભથી એક સુંદર પુત્રનો જન્મ થયો. તેના જન્મના સમાચાર જાબ્રીને શૂરસેન દેશની પ્રજા અત્યંત આનંદિત થઈ. (૩૨) સમ્રાટ ચિત્રકેતુ તો અત્યંત હર્ષ પામ્ધા. તેઓ સ્નાન કરીને પવિત્ર થયા. પછી વસ્્ાભૂપણોથી સુસજ્જિત થઈને બ્રાહ્મણો પાસે સ્વસ્તિવાચન કરાવ્યું અને આશીર્વાદ મેળવીને પુત્રના જાતકર્મ-સંસ્કાર કરાવ્યા. (૩૩) તેમલે તે બ્રાહ્મણોને સોનું, ચાંદી, વ્રો, આભૂષણો, ગામો, ધોડા, હાથી અને છ અબજ ગાયોનું દાન કર્યું. (૩૪) ઉદારશિરોમશિ રાજા ચિત્રકેતુએ પુત્રના ધન, યશ અને આયુષ્યની વૃદ્ધિ માટે બીજા લોકોને પણ મૉં-માગી વસ્તુઓ આપી, બરાબર એવી જ રીતે કે જેમ મેઘ બધા જ જીવોનો મનોરથ પૂરો કરે છે. (૩૫) જો કોઈ કંગાળ મનુષ્યને ઘણી મુશ્કેલીએ થોડું ધન મળે છે તો તેની તેમાં આસક્તિ થઈ, જાય છે તેવી જ રીતે ઘણી મુશ્કેલીએ પ્રાપ્ત થયેલા તે પુત્રમાં રાજર્ષિ ચિત્રકેતુનું સ્નેઠબંધન દિવસે-દિવસે દઢ થવા લાગ્યું. (3૬) માતા કૃતઘુતિને પણ પોતાના પુત્ર પર મોહને કારણે ઘણો જ પ્રેમ હતો. પરંતુ તેમની શોક્ય રાણીઓના મનમાં (પોતાની અપૂર્ણ) પુત્ર-કામનાથી વિશેષ ઈર્ષ્યા થવા લાગી. (૩૭) દરરોજ બાળક્ને લાડ-પ્યાર કરતી રહેવાને કારણે બાળકની માતા કૃતઘુતિમાં જેટલો પ્રેમ સમ્રાટ ચિત્રકેતુનો હતો તેટલો બીજી રાણીઓમાં રહ્યો નહીં. (૩૮) આ પ્રમાણે એક તો તે રાલ્રીઓ (પોતાને) સંતાન નહીં હોવાને કારણે દુઃખી જ હતી અને બીજું, રાજા ચિત્રકેતુએ તેમની ઉપેક્ષા કરી, તેથી તેઓ ઈર્પષ્યાવશ પોતાને ધિક્કારવા લાગી અને મનોમન બળવા લાગી. (૩૯) ૧. પ્રા. પા. - તસ્થાશાનુ૦ । ૨. પ્રા. પા. - હિ રજત પ્રાદાદ્‌ વાસા ! ૩. પ્રા. પા. - ત્હો વિવર્ધતે । ૪. પ્રા. પા. - રાશથાનાદરેણ ચ ! 538 શ્રીમદભાગવત. [અ૦૧૪ ધિગપ્રજાં સ્ત્રિયં પાપાં પત્યુશ્ચાગૃહસમ્મતામ્‌ | સુપ્રજાભિઃ સપત્નીભિર્દાસીમિવ તિરસ્કૃતામ્‌ ।। ૪૦॥ દાસીનાં કો નુ સન્તાપઃ સ્વામિનઃ પરિચર્યયા । અભીક્ષાં લબ્ધમાનાનાં દાસ્યા દાસીવ દુર્ભગાઃ ।। ૪૧॥ એવં સન્દહ્યમાનાનાં સપત્ન્યાઃ પુત્રસમ્પદા | રાશોડસમ્મતતૃત્તીનાં વિદ્વેષો બલવાનભૂત્‌ | ૪૨॥ વિદ્વેષનષ્ટમતયઃ સ્ત્રિયો દારુણચેતસઃ | ગરં દદુઃ કુમારાય દુર્મર્ષા* નૃપતિં પ્રતિ ॥૪૩॥ કૃતધુતિરજાનન્તી સપત્નીનામઘં મહત્‌ | સુમ એવેતિ સગ્યિન્ત્ય નિરીક્ષ્ય વ્યચરદ્‌ ગૃહે ! ૪૪॥। શયાનં સુચિરં બાલમુપધાર્ય મનીષિણી । પુત્રમાનય મે ભદ્રે ઇતિ ધાત્રીમચોદયત્‌ ॥ ૪૫॥। સા શયાનમુપત્રજ્ય ૨ દષ્ટ્વા ચોત્તારલોચનમ્‌રે । પ્રાણેન્દ્રિયાત્મભિસ્ત્યક્તં હતાસ્મીત્યપતહુવિ ॥ ૪૬॥ તસ્યાસ્તદાડડકર્ણ્ય ભૃશાતુરં સ્વરં ઇનન્ત્યાઃ કરાભ્યામુર ઉચ્ચકૈરપિ | પ્રવિશ્ય રાજ્ઞી ત્વરયાડડત્મજાન્તિક દદર્શ બાલં સહસા મૃતં સુતમ્‌ 1 ૪૭॥ પપાત ભૂમૌ પરિવૃદ્ધયા શુચા મુમોહ વિભ્રષ્ટશિરોરુહામ્બરા | ૪૮ તતો નૃપાન્તઃપુરવર્તિનો જના નરાશ્ચ નાર્યશ્ષ નિશમ્ય રોદનમ્‌ | આગત્ય તુલ્યવ્યસનાઃ સુદુર્ખિતા- સ્તાશ્ચ વ્યલીકં રુરુદુઃ કૃતાગસઃ ॥ ૪૯॥ (તે રાન્નીઓ પરસ્પર કહેતી હતી -) “અરે બહેનો! પુત્રહીન સ્રી મહા અભાગણી હોય છે. પુત્રવાળી શોક્યો તો તેનો દાસીની જેમ તિરસ્કાર કરે છે. બીજું તો ઠીક, સ્વયં પતિદેવ જ તેને પત્ની તરીકે માનતા નથી. સાચે. જ પુત્રહીન સ્ત્રી ધિક્કારને પાત્ર છે. (૪૦) અરે, દાસીઓને તો શું દુઃખ? તેઓ તો પોતાના સ્વામીની સેવા કરીને નિરંતર સમ્માન મેળવતી રહે છે. પરંતુ આપલ્લે અભાગણીઓ તો અત્યારે એમના કરતાં પણ બદતર જીવીએ છીએ અને દાસીઓની પણ્ધ દાસીની જેમ વારંવાર તિરસ્કાર પામતી રહીએ છીએ.” (૪૧) આ પ્રમાણે તે રાણીઓ પોતાની શોક્યનો ખોળો ભરેલો જોઈને બળતી રહેતી હતી અને રજા પણ તેમના પ્રત્યે ઉદાસીન થઈ ગયા હતા. પરિણામે તેમના મનમાં કૃતુતિ પ્રત્યે ઘણો વધારે દ્વેષ થઈ ગયો. (૪૨) હ્વેપને કારણે રાણીઓની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ, તેમના ચિત્તમાં ફરતા વ્યાપી વળી. તેમનાથી પોતાના પતિનો પુત્રપ્રેમ સહન થયો નહીં, તેથી તેમણે દ્ેપપૂર્વક નાનકડા રાજકુમારને ઝેર આપ્યું. (૪૩) મહારાણી કૃતઘુતિ (પોતાની) શોક્યોના આ થોર પાપી દુષ્કૃત્મથી અજાણ હતી. તેમણે દૂરથી જોઈને વિચાર્યુ કે પુત્ર સૂઈ ગયો છે, તેથી તેઓ મહેલમાં આધાંપાછાં થતાં રહ્યાં. (૪૪) પછી બુદ્ધિમતી રાણીએ જોયું કે બાળક ઘણા સમયથી સૂતેલો છે. એટલે ધાયને કહ્યું - “અરે કલ્યાણી! મારા દીકરાને લઈ આવ.’ (૪૫) ધાય સૂતેલા બાળક પાસે ગઈ અને જોયું તો તેની આંખોની પૂતળીઓ ઊંધી વળી ગઈ છે; પ્રાણ, ઇન્દ્રિયો અને જીવાત્માએ પળ તેના શરીરમાંથી વિદાય લઈ લીધી છે. આ જોતાં જ “અરેરે હાય! હું મારી ગઈ!’ કહેતી તે ધરતી પર ઢળી પડી. (૪૬) પોતાના બંને હાથે છાતી કૂટતી અત્યંત આર્તસ્વરે આક્રંદ કરતી ધાયનું રુદન સાંભળીને મહારાણી કૃતઘુતિ ઝડપથી પોતાના પુત્રના શયનખંડમાં પહોંચી ગયાં અને તેમણે જોયું કે મારો નાનકડો દીકરો અચાનક જ મૃત્યુ પામ્યો છે; (૪૭) અને તેથી તેઓ અત્યંત શોકને કારણે. મૂર્છિત થઈને ધરતી પર ઢળી પડ્યાં; તેમના માથાના વાળ વિખરાઈ ગયા અને શરીર પરનાં વસતો અસ્તવ્યસ્ત થઈ ગયાં. (૪૮) ત્યારબાદ મહારાણીનું રુદન સાંભળીને. ચજ્નીવાસનાં બધાં જ સ્ીપુરુષો ત્યાં દોડી આવ્યાં અને સહાનુભૂતિથી અત્યંત દુઃખી થઈને રડવા લાગ્યાં. પેલી હત્યારી રાણીઓ પણ ત્યાં આવીને ખોટેખોટું રડીને ઢોંગ કરવા લાગી. (૪૯) ૧. પ્રા. પા. - વિદ્ષાન્કૃપ૦! ૨. પ્રા. પા. - ત્મુપા૦! ૩. પ્રા. પા. - ચોત્તાનલો૦! અ૦૧૪] છઠ્ઠો સ્કન્ધ 639 શ્રુત્વા મૃતં પુત્રમલક્ષિતાન્તર્ક વિનષ્ટદષ્ટિઃ પ્રપતન્‌ સ્ખલન્‌ પથિ | સ્નેહાનુબન્ધૈેધિતતા શુચા ભૃશં વિમૂર્ચ્છતોડનુપ્રકૃતિર્ઠજિ્વૃતઃ 1॥૫૦॥ પપાત બાલસ્ય સ પાદમૂલે મૃતસ્ય વિસ્સ્તશિરોરુહામ્બરઃ | દીર્ઘ શ્વસન્‌ બાષ્પકલોપરોધતો નિરુદ્ધકણ્ઠો ન શશાક ભાષિતુમ્‌ 1૫૧॥ પર્તિં નિરીક્ષયોરુશુચાર્પિત તદા મૃતં ચ બાલં સુતમેકસન્તતિમ્‌ | જનસ્ય રાશ્ઞી પ્રકૃતેશ્વ હટુ્જં સતી દધાના વિલલાપ ચિત્રધા ॥૫૨॥। સ્તનદ્રયં કુંડકુમગન્ધમણ્ડિતં નિષિગ્ચતી સાગ્જનબાષ્પબિન્દુભિઃ । વિકીર્ય કેશાન્‌ વિગલત્સ્રજઃ સુતં શુશોચ ચિત્રં કુરરીવ સુસ્વરમ્‌ 1૫૩॥ અહો વિધાતસ્ત્વમતીવ બાલિશો યસ્ત્વાત્મસૃષ્ટ્યપ્રતિરૂપમીહસે । પરેડનુજીવત્યપરસ્ય યા મૃતિ- ર્વિપર્યયશ્રેત્વમસિ ધ્રુવઃ ન હિ ક્રમશ્વેદિહ મૃત્યુજન્મ” શરીરિણામસ્તુ તદાડડત્મકર્મભિઃ । સ્નેહપાશો નિજસર્ગવૃદ્ધયે સ્વયં. કૃતસ્તે તમિમં વિવૃશ્ચસિ | પપ॥ ત્વં તાત નાર્હસિ ચ માં કૃપણામનાથાં ત્યક્તું વિચક્ષ્વ પિતરં તવ શોકતપ્તમ્‌ | અગ્જસ્તરેમ ભવતાડપ્રજદુસ્તરં યદ્‌ ધ્વાન્તં ન યાહ્યકરુણેન યમેન દૂરમ્‌ 1૫૬! રાજા ચિત્રકેતુને જ્યારે ખબર પડી કે મારા પુત્રનું અકારણ જ મૃત્યુ થઈ ગયું છે ત્યારે અત્પંત સ્નેહને કારણે શોકના આવેગથી તેમની આંખો આગળ અંધકાર છવાઈ ગયો. તેઓ પોતાના મંત્રીઓ અને બ્રાહ્મણોની સાથે રસ્તામાં પડતા-આખડતા ધીરે ધીરે બાળક પાસે પહોંચ્યા અને મૃર્ચ્છિત થઈને તેના પગ પાસે ફસકાઈ પડ્યા. તેમના વાળ અને વસ્ત્રો અહીંતહીં વિખરાઈ ગયાં; તેઓ લાંબા-લાંબા શ્વાસ લેવા લાગ્યા અને આંસુઓની અધિકતાને લીધે તેમનું ગળું રંધાઈ ગયું અને તેઓ કશું પણ બોલી શક્યા નહીં. (૫૦-૫૧) રાણી કૃતઘુતિ પોતાના પ્રાણપ્રિય પતિને અત્યંત શોકવિદ્રળ થયેલા અને એકના એક નાનકડા પુત્રને મૃત્યુ પામેલો જોઈને અનેક પ્રકારે વિલાપ કરવા લાગ્યાં. તેમનું આ દુઃખ જોઈને મંત્રીઓ વગેરે બધા જ ઉપસ્થિત થયેલા મનુષ્યો શોકગ્રસ્ત થઈ ગયા. (૫૨) મહારાણીની આંખોમાંથી એટલાં આંસુ વહી રહ્યાં હતાં કે તેઓ પોતાની આંખોના કાજળથી કેસર અને ચંદનથી લેપ કરેલા વક્ષઃ્થળને ભીંજવવા લાગ્યાં. તેમના વાળ વિખેરાઈ રહ્યા હતા અને એમાં ગૂંથેલાં ફૂલ નીચે પડી રહ્યાં હતાં. આ પ્રમાણે તેઓ પુત્ર માટે ટિટોડીની જેમ ઊંચા સાદે વિવિધ પ્રકારે રુદન કરી રહ્યાં હતાં. (૫૩) (તેઓ બોલતાં હતાં -) “અરે વિધાતા! સાચે જ તું. મહામૂર્ખ છે કે તું પોતાની સૃષ્ટિને પ્રતિકૂળ કામ કરે છે. ભારે અચંબાની વાત છે કે ઘરડાં-બુઢ્રાં તો જીવતાં રહે અને બાળકો મૃત્યુ પામે! જો તારા સ્વભાવમાં ખરેખર આવું જ વિપરીતપણું છે તો, તો તું નિશ્ચિતપણે જ શકુ છે. (૫૪) સંસારમાં પ્રાણીઓના જીવન-મરણનો કોઈ ક્રમ ન જળવાય તો તેઓ પોતાના પ્રારબ્ધ અનુસાર જન્મતાં અને મરતાં રહેશે અને તો પછી તારી જરૂર શી છે? તેં સગાંસંબંધીઓમાં સ્નેહનું બંધન તો એ માટે જ નાખી રાખ્યું છે કે તેઓ તારી સૃષ્ટિની વૃદ્ધિ કરે. પરંતુ તું આ પ્રમાશ્રે બાળકોને મારીને તો પોતાનું જ કર્યું-કારવ્ું પોતાના હાથે નષ્ટ કરી રહ્યો છે!” (પપ) (પછી તેઓ પોતાના મરેલા પુત્ર તરફ જોઈને કહેવા લાગ્યાં -) “બેટા! હું તારા વિના અનાથ અને દીન થઈ રહી છું. મને છોડીને આ પ્રમાણે ચાલ્યા જવું તારે માટે યોગ્ય નથી. જરીક આંખ ખોલીને જો તો ખરો કે તારા પિતાજી તારા વિયોગમાં કેટલા શોક-સંતપ્ત થઈ રહ્યા છે. બેટા! નિઃસંતાન મનુષ્યો જે ઘોર નરકને મહામુસીબતે પાર કરવા પામે છે તેને અમે તારા સહારે અનાયાસ જ પાર કરી લઈશું. અરે બેટા! તું આ યમરાજની સાથે દૂર ન જા; આ તો અત્યંત નિર્દયી છે. (૫૬) 640 શ્રીમદભાગવત [અ૦૧૫ ઉત્તિષ્ઠ તાત ત ઇમે શિશવો વયસ્યા- સ્ત્વામાહ્ધયન્તિ નૃપનન્દન સંવિહર્તુમ્‌ । સુપ્કશ્ચિરં ્શનયા ચ ભવાન્‌ પરીતો ભુડક્વસ્તનંપિબ શુચો હર નઃસ્વકાનામ્‌ ૫૭॥ નાહં તનૂજ દદૅશે હતમન્નલા તે મુગ્ધસ્મિતં મુદિતવીક્ષણમાનનાબ્જમ્‌ | કિં વા ગતોડસ્યપુનરન્વયમન્યલોકં ૫ નીતોડઘૃણેન ન શ્ૃૃણોમિ કલા ગિરસ્તે 1૫૮॥ શંહુક ઉવાચ વિલપત્ત્યા મૃતં પુત્રમિતિ ચિત્રવિલાપનૈઃ | ચિત્રકેતુર્ભશં તપતો મુક્તકણ્ઠો રુરોદ હ | ૫૯ તયોર્વિલપતોઃ સર્વે દમ્પત્યોસ્તદનુત્રતાઃ । રુરુદુઃ સ્મ નરા નાર્યઃ સર્વમાસીદચેતનમ્‌ ॥ ૬૦॥ એવં કશ્મલમાપતન્નં નષ્ટસગ્શમનાયકમ્‌ ! જ્ઞાત્વાડન્નિરા નામ મુનિરાજગામ સનારદઃ !। ૬૧॥। મારા વહાલા લાલ! ઓ રાજકુમાર! ઊઠ, બેટા! જો, તારા બાળમિત્રો તને રમવા માટે બોલાવી રહ્યા છે. તને સુવામાં ને સૂવામાં ઘણો વખત વીતી ગયો, હવે તો ભૂખ લાગી હશે. ઊઠ કંઈક ખાઈ લે, બીજું કંઈ નહીં તો મારું દૂધ જ પી લે અને પોતાનાં સ્વજનો-સંબંધીઓ એવાં અમારા સૌનો શોક દૂર કર. (૫૭) વહાલા લાલ! આજે હું તારા મુખારવિંદ પ૨ તે ભલુંભોળું સ્મિત અને આનંદપૂર્ણ દષ્ટિ જોતી નથી. હું ઘણી અભાગણી છું. અરે રે હાય! હજી પણ મને તારી સુમધુર કાલીધેલી બોલી સંભળાતી નથી. શું સાચેસાચ જ નિષ્ઠુર યમરાજ તને તે પરલોકમાં લઈ ગયો છે કે જ્યાંથી ફરી કોઈ પાછું વળીને આવતું નથી?” (૫૮) શ્રીશુકદેવજી કહે છે - (હે પરીક્ષિત!) જયારે સપ્રાટ પિત્રકેતુએ જોયું કે મહારાણી પોતાના મરેલા પુત્ર માટે આવી રીતે અનેક પ્રકારે વિલાપ કરી રહ્યાં છે ત્યારે તેઓ શોકથી અત્યંત સંતપ્ત થઈને પ્રૂસકે પ્રૂસકે રડવા લાગ્યા. (૫૯) રાજા અને રાણી આ પ્રમાણે વિલાપ કરતાં હતાં તેથી તેમનાં અનુચર સૌપુરુષો પણ દુઃખી થઈને રડવા લાગ્યાં. આ પ્રમાણે આખું નગર શોકથી બેહોશ જેવું થઈ ગયું. (૬૦) હે રાજન્‌! મહર્ષિ અંગિરાજી અને દેવર્ષિ નારદજીએ જોયું કે રાજા ચિત્રકેતુ પુત્રના શોકને કારશે ચેતનાહીન થઈ રહ્યા છે, તેમને સમજાવનાર પણ કોઈ નથી, ત્યારે તે બંને ત્યાં આવી પહોંચ. (૬૧) -ક્ક્- ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં ષષ્ઠસ્કન્ધે ચિત્રકેતુવિલાપો* નામ ચતુર્દશોડધ્યાયઃ || ૧૪॥ છઠ્ઠા સ્કંધ-અંતર્ગત ચિત્રકેતુનો વિલાપ નામનો ચૌદમો અધ્યાય સમાપ્ત.