પહેલો અધ્યાય અજામિલ-ઉપાખ્યાનનો પ્રારંભ રજોવ/૨ નિવૃત્તિમાર્ગઃ કથિત આદૌ ભગવતા યથા | ક્રમયોગોપલબ્ધેન બ્રહ્મણા યદસંસૃતિઃ | ૧।। પ્રવૃત્તિલક્ષણશ્ષૈવ ત્રૈગુણ્યવિષયો મુને | યોડસાવલીનપ્રકૃતેર્ગુણસર્ગ: પુનઃ પુનઃ ॥૨॥ અધર્મલક્ષણા નાના નરકાશ્ચાનુવર્ણિતાઃ | મત્વન્તરશ્ચ વ્યાખ્યાત આધઃ સ્વાયમ્ભુવો યતઃ ॥૩॥ પ્રિયવ્રતોત્તાનપદોર્વશસ્તચ્ચરિતાનિ ચ। દ્વીપવર્ષસમુદ્રાદ્રિનધુધાનવનસ્પતીન્ ॥૪॥ ધરામણ્ડલસંસ્થાનં ભાગલક્ષણમાનતઃ | જ્યોતિષાં વિવરાણાં ચ યથેદમસૃજહ્વિભુઃ | ૫॥। અધુનેહ મહાભાગ યથૈવ નરકાન્નરઃ | નાનોગ્રયાતનાન્ઞેયાત્તન્મે વ્યાખ્યાતુમર્હસિ ॥ ૬।॥। શંશુક ઉવાચ! ન ચેદિહૈવાપચિર્તિં યથાંહસઃ કૃતસ્ય કુર્યાન્મનઉક્તિપાણિભિઃ । પ્રુવં સ વૈ પ્રેત્ય નરકાનુપૈતિ થે કીર્તિતા મે ભવતસ્તિગ્મયાતનાઃ || ૭| તસ્માત્પુરેવાશ્રિહ પાપતનિષ્કૃતો યતેત મૃત્યોરવિપધતાડડત્મના | દોષસ્ય દંષ્ટ્વા ગુરુલાઘવં યથા ભિષક્ ચિકિત્સેત રુજાં નિદાનવિત્ || ૮॥। રાજા પરીક્ષિતે કહ્યું - હે ભગવન! તમે આ પહેલાં (બીજા સ્કંધમાં) નિવૃત્તિમાર્ગનું વર્ણન કરી ચૂકયા છો તથા એ (પણ) બતાવી ચૂક્યા છો કે તે માર્ગ દ્વારા અર્ચિરાદિ માર્ગ જીવ ક્રમશઃ બ્રહ્મલોકમાં જઈ પહોંચે છે અને પછી બ્રહ્માની સાથે મુક્ત થઈ જાય છે. (૧) હે મુનિવર! આ સિવાય તમે તે પ્રવૃત્તિમાર્ગનું પણ (ત્રીજા સ્કંધમાં) સમ્યક્પણે (સારી પેઠે) વર્શ કર્યું છે, કે જેના થકી ત્રિગુણમય સ્વર્ગે વગેરે લોકોની પ્રાપ્તિ થાય છે; અને પ્રકૃતિનો સંબંધ નહીં છૂટવાને કારણે જીવોએ વારંવાર જન્મ-મૃત્યુના ચકરાવામાં ફસાવું પડે છે. (૨) તમે એ પલ્ર (પાંચમા સ્કંધમાં) બતાવ્યું છે કે અધર્મ કરવાથી અનેક નરકોની પ્રાપ્તિ થાય છે અને તે નરકોનું તમે વિસ્તારપૂર્વક વર્ણન પણ કર્યું છે. તમે તે પહેલાં (ચોથા સ્કંધમાં) મન્વંતરનું વર્ણન કર્યું, કે જેના અધિપતિ સ્વાયંભુવ મનુ હતા. (૩) એ સાથે જ (ચોથા અને પાંચમા સ્કંધમાં) પ્રિયવ્રત અને ઉત્તાનપાદના વંશોનું તથા તેમનાં ચરિત્રોનું તેમ જ દ્વીપો,વર્ષો (ખંડો), સમુદ્રો, પર્વતો, નદીઓ, ઉદ્યાનો અને વિભિન્ન દ્વીપોનાં વૃક્ષોનું પણ નિરૂપણ્ર કર્યું છે. (૪) ભૂમંડળની સ્થિતિ, તેનું દ્વીપો-વર્ષો વગેરેમાં વિભાજન, તેમનાં પરિમાણ અને લક્ષણો, નક્ષત્રોની સ્થિતિ, અતલ-વિતલ વગેરે ભૂ-વિવરો (સાત પાતાળલોક) અને ભગવાને આ બધાનું જે રીતે સર્જન કયુ - તેનું વર્જન પણ કહી સંભળાવ્યું છે. (૫) હે મહાભાગ! હવે હું તે ઉપાય જાણવા ઇચ્છું છું કે જેના અનુષ્ઠાનથી મનુષ્યોએ અનેકાનેક ભચ યાતનાઓપૂર્ણ નરકોમાં જવું પડે નહીં. તમે કૃપા કરીને તેનો ઉપદેશ કરો. (૬) શ્રીશુકદેવજીએ કહ્યું - મનુષ્ય મન, વાણી અને શરીરથી પાપ કરે છે. તે જો તે પાપોનું આ જ જન્મમાં પ્રાયશ્ચિત્ત નથી કરી લેતો, તો મર્યા પછી તેણે અવશ્યપણે તે ભયંકર, યાતનાપૂર્લ નરકોમાં જવું પડે છે, કે જેમનું વર્ણન મેં તમને (પાંચમા સ્કંધના અંતમાં) કહી સંભળાવ્યું છે. (૭) તેથી ઘણી ૧. પ્રા. પા. - બાદરાયણિરુવાચ | 579. શ્રીમદભાગવત [અ૦૧ ચજોવ/ચ દેષ્ટશ્રુતાભ્યાં યત્પાપં જાનન્નપ્યાત્મનોડહિતમ્ ! કરોતિ ભૂયો વિવશઃ પ્રાયશ્ચિત્તમથો કથમ્ | ૯! ક્વચિન્ઞિવર્તતેડભદ્રાત્ક્વચિચ્ચરતિ તત્યુનઃ પ્રાયશ્ચિત્તમતોડપાર્થ મન્યે કુગ્જરશૌચવત્ | ૧૦॥ કશુક ઉશચર કર્મણા કર્મનિર્હારો” ન હ્યાત્યન્તિક ઇષ્યતે | અવિદ્રદધિકારિત્વાત્પ્રાયશ્ચિત્ત વિમર્શનમ્ । ૧૧॥। નાશ્નતઃપથ્યમેવાન્નંવ્યાધયોડભિભવન્તિહિ । એવં નિયમકૃદ્રાજન્ શનૈઃ ક્ષેમાય કલ્પતે ૧૨ તપસા બ્રહ્મચર્યેણ શમેન ચ દમેન ચ | ત્યાગેન સત્યશૌચાભ્યાં યમેન નિયમેન ચ | ૧૩॥। દેહવાગ્બુદ્વિજં ધીરા ધર્મજ્ઞાઃ શ્રદ્ધયાન્વિતાઃ ક્ષિપન્ત્યધં મહદપિ વેણુગુલ્મમિવાનલઃ | ૧૪॥। કેચિત્કેવલયા ભક્ત્યા વાસુદેવપરાયણાઃ | અઘંધુન્વન્તિ કાત્સ્ન્યેન નીહારમિવ ભાસ્કરઃ ॥ ૧૫॥ ન તથા હ્યઘવાન્ રાજન્ પૂયેત તપઆદિભિઃ । યથા કૃષ્ણાર્ષિતપ્રાણસ્તત્પૂરુષનિષેવયા* ॥ ૧૬॥ સધ્રીચીનો હ્યયં લોકે પન્થાઃક્ષેમોડકુતોભયઃ | સુશીલાઃ સાધવો યત્ર નારાયણપરાયણાઃ || ૧૭ પ્રાયશ્ચિત્તાનિ ચીર્ણાનિ નારાયણપરાડમુખમ્ ! ન નિષ્પુનત્તિ રાજેન્દ્ર સુરાકુમ્ભમિવાપગાઃ ।। ૧૮॥। સાવધાની અને જાગૃતિ સાથે રોગ અને મૃત્યુ(ના આગમન) પહેલાં જ જલદીમાં જલદી પાપોની ગુરુતા અને લઘુતાનો વિચાર કરીને તેમનું પ્રાયશ્ચિત્ત કરી લેવું જોઈએ; જેમ મર્મશ વૈ રોગોનું કારજ અને તેમની ગુરુતા-લઘુતાને જાણી લઈને તત્કાળ ચિકિત્સા કરે છે. (૮) રાજા પરીક્ષિતે પૂછયું - હે ભગવન્! મનુષ્ય રાજદંડ, સમાજદંડ વગેરે લૌકિક અને નરક-ગમન વગેરે પારલૌકિક કષ્ટોને લીધે જાણે જ છે કે પાપ પોતાનો શત્રુ છે અને છતાંય પાપ-વાસનાઓથી વિવશ થઈને વારંવાર એવાં જ કર્મો કરવા પ્રવૃત્ત થાય છે; આવી સ્થિતિમાં તેનાં પાપોનું પ્રાયશ્ચિત્ત કેવી રીતે સંભવી શકે? (૯) મનુષ્ય ક્યારેક પ્રાયશ્ચિત્ત વગેરે વડે પાપોથી છુટકારો મેળવે છે, તો ક્યારેક પાછો એ જ પાપો કરવા લાગે છે. આવી સ્થિતિમાં હું સમજું છું કે જેમ સ્નાન કર્યા પછી ધૂળથી ખરડાવાને કારણે હાથીનું સ્નાન બ્ર્ધ જાય છે તેવી જ રીતે મનુષ્યનું પ્રાયશ્ચિત્ત પણ વ્યર્થ જ છે. (૧૦) શ્રીશુકદેવજીએ કહ્યું - વાસ્તવમાં કર્મ વડે જ કર્મનો નિર્બીજ નાશ થતો નથી, કારણ કે કર્મનો અધિકારી અજ્ઞાની છે.અજ્ઞાન હોય તો પાપવાસનાઓ સર્વથા દૂર થઈ શકતી નથી. તેથી સાચું પ્રાયશ્ચિત્ત તો તત્વજ્ઞાન જ છે. (૧૧) જે મનુષ્ય સુપથ્ધનું જ સેવન કરે છે તેને રોગો પોતાને વશ કરી શકતા નથી, એ જ રીતે હે પરીક્ષિત! જે મનુષ્ય નિયમોનું પાલન કરે. છે તે ધીરે ધીરે પાપવાસનાઓમાંથી મુક્ત થઈને કલ્યાણપ્રદ તત્તવજ્ઞાનને પ્રાપ્ત કરવામાં સમર્થ થાય છે. (૧૨ ) જેમ વાંસની ઝાડીમાં લાગેલી આગ બધા વાંસોને બાળી નાખે છે તેવી જ રીતે ધર્મશ અને શ્રદ્ધાવાન ધીરમનુષ્ય તપસા, બ્રહ્મચર્ય, ઇન્દ્રિયદમન, મનની સ્થિરતા, દાન, સત્ય, બહારની અને અંદરની પવિત્રતા તથા યમ અને નિયમ - આ નવ સાધનોથી મન, વાણી અને શરીર વડે કરાયેલાં મોટામાં મોટાં પાપોને પણ નષ્ટ કરી દે છે. (૧૩-૧૪) ભગવાનના શરણમાં રહેનારા ભક્તજનો, કે જેઓ હોય છે - તેઓ કેવળ વડે જ પોતાનાં તમામ વી રીતે ભસ્મ કરી નાખે છે કે જેમ સૂર્ય ધુમ્મસને નષ્ટ કરી દે છે. (૧૫) હે પરીક્ષિત! ભગવાનને આત્મસમર્પણ કરવાથી અને તેમના ભક્તોનું સેવન કરવાથી પાપી મનુષ્યની જેવી શુદ્ધિ થાય છે તેવી તપસ્યા વગેરે કરવાથી થતી નથી. (૧૬) સંસારમાં આ ભક્તિનો માર્ગ જ સર્વશ્રેષ્ઠ, ભઘરહિત અને કલ્યાણસ્વરૂપ છે; કારણ કે આ માર્ગ પર ભગવત્પરાયણ સુશીલ સાધુજનોચાલે છે.(૧૭) હે પરીક્ષિત!જેમ દારૂથી ભરેલા ઘડાને નદીઓ પવિત્ર કરી શકતી નથી તેવી જ રીતે મોટાં મોટાં પ્રાયશ્ચત્તો વારંવાર કરવા છતાં પણ તેઓ ભગવાનથી વિમુખ ૧. પ્રા. પા. - ક્વ વા ચરતિ | ૨. પ્રા. પા. - બાદરાવજ્રિરુવાચ ! ૩. પ્રા. પા. - કર્મનિર્વેગો ન ચાત્યત્તિક ! ૪. પ્રા. પા.
- કકારત્વા૦। પ. પ્રા. પા. - તત્પરસ્ય તુ સેવયા | અ૦૧] છઠ્ઠો સ્કન્ધ 571 સકૃન્મનઃ કૃષ્ણપદારવિન્દયો- ર્નિવેશિત તદ્ગુણરાગિ યૈરિહ | ન તે યમં પાશભૃતશ્ચ તદ્રટાન્ સ્વપ્નેડપિ પશ્યન્તિ હિ ચીર્ણનિષ્કૃતાઃ ॥ ૧૯॥। અત્ર ચોદાહરન્તીમમિતિહાસં પુરાતનમ્ દૂતાનાં વિષ્ણુયમયોઃ સંવાદસ્તં નિબોધ મે | ૨૦॥। કાન્યકુબ્જે દિજઃ કશ્ચિદાસીપતિરજામિલઃ | નામ્ના નષ્ટસદાચારો દાસ્યાઃ સંસર્ગદૂષિતઃ ॥ ૨૧! બન્ધક્ષકેતવૈશ્ચોર્યેર્ગર્હિતાં’ વૃત્તિમાસ્થિતઃ૨ । બિભ્રત્કુટુમ્બમશુચિર્યાતયામાસ દેહિનઃ | ર૨ એવં નિવસતસ્તસ્ય લાલયાનસ્ય તત્સુતાન્ | કાલોડત્યગાન્મહાન્રાજજ્ષષ્ટાશીત્યાયુષઃસમાઃ ।। ર૩।। તસ્ય પ્રવયસઃ પુત્રા દશ તેષાં તુ યોડવમઃ | બાલોનારાયણો નામ્ના પિત્રોશ્વ દથિતો ભૃશમ્ ॥ ર૪॥ સ બદ્ધહ્દયસ્તસ્મિન્નર્ભકે કલભાષિણિ |! નિરીક્ષમાણસ્તલ્લીલાં મુમુદે જરઠો ભૃશમ્ || રપ॥ ભુગ્જાનઃપ્રપિબન્ ખાદન્ બાલકસ્નેહયન્ત્રિતઃ । ભોજયન્ પાયયન્મૂઢો ન વેદાગતમન્તકમ્ | ર૬॥ સ એવં વર્તમાનોડજ્ઞો મૃત્યુકાલ ઉપસ્થિતે । મતિં ચકાર તનથે બાલે નારાયણાદ્ધયે || ૨૭1! સપાશહસ્તાંસીન્દંષ્ટ્વા પુરુષાન્ ભૃશદારુણાન્ । વક્રતુણ્ડાનૂર્ધ્વરોમ્ણ આત્માનં નેતુમાગતાન્ | ર૮ દૂરે ક્રીડનકાસક્તં પુત્રં નારાયણાદ્યમ્ ! પ્લાવિતેન સ્વરેણોચ્ચૈરાજુહાવાકુલેન્દ્રિયઃ ॥ ર૯ મનુષ્યને પવિત્ર કરવામાં અસમર્થ છે. (૧૮) જેમણે ભગવાનના ગુણોના અનુરાગી એવા પોતાના મનરૂપી મધુકરને ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણારવિંદના મકરંદ (પુષ્ય-મધુ)નું એકવાર પબ્ર પાન કરાવી લીધું તેમણે બધાં પ્રાયશ્ચિત્ત કરી લીધાં (એમ જાણવું) અને તેવા મનુષ્યો સ્વપ્નમાં પણ યમરાજ અને તેમના પાશધારી દૂતોને જોવા પામતા નથી, પછી નરક પામવાની તો વાત જ ક્યાં રહી? (૧૯) હે પરીક્ષિત! આ બાબતમાં મહાત્માઓ એક પ્રાચીન ઇતિહાસનું ઉદાહરણ આપે છે, જેમાં ભગવાન વિષ્ણુ અને યમરાજના દૂતોનો વાર્તાલાપ છે. તે તમે મારી પાસેથી સાંભળો. (૨૦) કાન્યકુબ્જ (કનોજ) નગરમાં એક દાસીપતિ બ્રાહ્મણ નામ ષતું અજામિલ. દાસીના સંસર્ગને લીધે દુષિત થવાને કારણે તેનો સદાચાર નષ્ટ થઈ ચૂક્યો હતો. (૨૧) પતન પામેલો તે ક્યારેક વટેમાર્ગુઓને બાંધીને લૂંટી લેતો હતો, ક્યારેક લોકોને જુગારમાં છળકપટથી હરાવી દેતો હતો, કોઈનું ધન દગાખોરીથી લઈ લેતો હતો, તો કોઈનું ધન ચોરી લેતો હતો. આ પ્રમાણે અત્યંત નિંદનીય વૃત્તિનો આશ્રય લઈને તે પોતાના કુટુંબનું પાલનપોષણ કરતો હતો અનેબીજા દેઠધારીઓ (જીવો)ને ઘણું સતાવતો હતો. (૨ ૨) હે પરીક્ષિત! આ જ રીતે તે ત્યાં રહીને દાસીનાં બાળકોનું લાલન-પાલન કરતો રહ્યો અને એમ તેના આયુષ્યનો ધણો મોટો ભાગ - અદ્ઠાશી વર્ષ - વીતી ગયો. (૨૩) તે વૃદ્ધ અજામિલને દસ પુત્રો હતા. તેમાંના સૌથી નાનાનું નાંમ હતું નારાયણ. માબાપ તેને ઘણો પ્રેમ કરતાં હતાં. (૨૪) વૃદ્ધ અજામિલે અત્યંત મોહને કારણે પોતાનું સંપૂર્ હદય પોતાના બાળક નારાયણને સોંપી દીધું હતું. તે. પોતાના બાળકની કાલી-ધેલી બોલી સાંભળીને તથા તેની બાળસહજ ક્રીડાઓ જોઈ-જોઈને અત્યંત આનંદિત થતો રહેતો હતો. (૨૫) અજામિલ બાળકના સ્નેહબંધનમાં બંધાઈ ગયો ને પણ ખવડાવતો, જ્યારે [તે પાણી પીતો ત્યારે તેને પણ પિવડાવતો. આ પ્રમાણે તે અત્યંત મૂઢ થઈ ગયો હતો અને તેને એ વાતની ખબર જ ન પડી કે મૃત્યુ મારા માથા પર આવી પહોંચ્યું છે. (૨૬) તે મૂર્ખ આવી રીતે પોતાનું જીવન વિતાવી રહ્યો હતો ત્યાં જ મૃત્યુવેળા આવી પહોંચી. તે સમયે તે પોતાના બાળક પુત્ર નારાયણ વિશે જ વિચારતો અને ચિંતા કરતો હતો. (૨૭) એ દરમિયાન જ અજામિલે જોયું કે તેને લઈ જવા માટે અત્યંત ભયાનક ત્રણ યમદ્તો આવ્યા છે, તેમના હાથોમાં કંદો (પાશ) છે, તેમનાં મોઢાં વાંકાંચૂકાં છે અને શરીરનાં રુવાડાં ઊભાં થઈ ગયેલાં છે. (૨૮) તે સમયે બાળક નારાયબ્ર ત્યાંથી થોડેક દૂર રમી રહ્યો હતો. યમદ્તોને જોઈને ૧. પ્રા. પા. - ત્લૈઃ કેતવૈન। ૨. પ્રા. પા. - ત્માંશિતઃ | 572 શ્રીમદભાગવત [અ૦૧ નિશમ્ય મ્રિયમાણસ્યબ્રુવતો’ હરિકીર્તનમ્ ! ભર્તુર્નામ મહારાજ પાર્ષદાઃ સહસાડપતન્ || ૩૦।। વિકર્ષતોડન્તર્હદયાદાસીપતિમજામિલમ્ ! યમપ્રેષ્યાન્ વિષ્ણુદૂતા વારયામાસુરોજસા !। ૩૧।॥। ઊચુર્નિષેધિતાસ્તાંસ્તે વૈવસ્વતપુરઃસરાઃ | કે યૂયં પ્રતિષેદ્ધારો ધર્મરાજસ્ય શાસનમ્ 1 ૩૨॥ કસ્ય વા કુત આયાતાઃ કસ્માદસ્ય નિષેધથ । કિં દેવા ઉપદેવા વા યૂયં કિં સિદ્ધસત્તમાઃ | ૩૩॥। સર્વે પદ્મપલાશાક્ષાઃ પીતકૌશેયવાસસઃ ! કિરીટિનઃ કુષ્ડલિનો લસત્પુષ્કરમાલિનઃ ॥ ૩૪॥। સર્વે ચ નૂત્નવયસઃ* સર્વે ચારુચતુર્ભુજાઃ । ધનુર્નિષજ્નાસિગદાશદ્વચક્રામ્બુજશ્રિયઃ 11૩૫॥ દિશો વિતિમિરાલોકાઃ કુર્વન્તઃ સ્વેન રોચિષા । કિમર્થ ધર્મપાલસ્ય કિકરાન્નો નિષેધથ | ૩૬ કશુક ઉવાચ ઇત્યુક્તે યમદ્તૈસ્તૈર્વાસુદેવોક્તકારિણઃ ! તાન્ પ્રત્યૂચુઃ પ્રહસ્યેદ મેઘનિર્હાદયા ગિરા || ૩૭॥ શિષુદૂતા ઊચુઃ યૂયં વૈ ધર્મરાજસ્ય યદિ નિર્દેશકારિણઃ | બ્રૂત ધર્મસ્ય નસ્તત્ત્વં યચ્ચ ધર્મસ્ય લક્ષણમ્ । ૩૮।। કથંસ્વિદ્ધ્રિયતે દણ્ડઃ કિંવાડસ્ય સ્થાનમીપ્સિતમ્ । દણ્ડયાઃકિંકારિણઃ સર્વે આહોસ્વિત્કતિચિશૃણામ્ | ૩૯॥ શમદૂતા ઊચુઃ વેદપ્રણિહિતો ધર્મો હ્યધર્મસ્તદ્રિપર્યયઃ વેદો નારાયણઃ સાક્ષાત્સ્વયમ્ભૂરિતિ શુશ્રુમ ॥ ૪૦॥ યેન સ્વધામ્ન્યમી ભાવા રજઃસત્ત્વતમોમયાઃ | ગુણનામક્રિયારૂપૈર્વિભાવ્યન્તે યથાતથમ્ 1૪૧ અજામિલ અત્યંત વ્યાકુળ થઈ ગયો અને તેણે ઘણા મોટા અવાજે સાદ દીધો - “નારાયણ!’ (૨૯) ભગવાનના પાર્ષદોએ જોયું કે આ મરતી વખતે અમારા સ્વામી ભગવાન નારાયશ્નું નામ લઈ રહ્યો છે, તેમના નામનું કીર્તન કરી, રહ્યો છે; તેથી તે પાર્ષદો અતિશય વેગથી ત્યાં આવી પહોંચ્યા; (૩૦) કે જે સમયે થમરાજના દૂતો દાસીપતિ અજામિલના શરીરમાંથી તેના સૂક્મદેહને ખેંચી રહ્યા હતા. વિષ્ણુના દૂતોએ તેમને જબરદસ્તીથી અટકાવી દીધા. (૩૧) તેમના અટકાવવાથી યમરાજના દૂતોએ તેમને કલ્યું - “અરે, ધર્મરાજની આજ્ઞાનો નિષેધ કરનારા તમે કોણ છો? (૩૨) તમે કોના દૂત છો? ક્યાંથી આવ્યા છો? અને આને લઈ જતાં અમને તમે શા માટે રોકી રહ્યા છો? શું તમે કોઈ દેવતા, ઉપદેવતા કે સિદ્ધશ્રેષ્ઠ છો? (૩૩) અમે જોઈએ છીએ કે તમારા બધાની આંખો કમળદળ જેવી કોમળતાથી ભરેલી છે, તમે પીળાં રેશમી વસો પહેરેલા છો, તમારા મસ્તક પર મુગટ, કાનોમાં કુંડળ અને ગળામાં કમળના હાર લહેરાઈ રહ્યાં છે. (૩૪) તમારા બધાની યુવાન અવસ્થા છે, સુંદર ચાર-ચાર ભુજાઓ છે, બધાંનાં કરકમળોમાં ધનુષ્ય, તરકસ, તલવાર, ગદા, શંખ, ચક્ર, કમળ વગેરે શોભી રહ્યાં છે. (૩૫) તમારાં અંગની કાન્તિથી દિશાઓનો અંધકાર અને પ્રાકૃત પ્રકાશ પણ દૂર થઈ રહ્યો છે. અમે ધર્મરાજના સેવકો છીએ. તમે અમને શા માટે રોકી રહ્યા છો?”’ (૩૬) શ્રીશુકદેવજી કહે છે - હે પરીક્ષિત! તે યમદૂતોએ જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે ભગવાન નારાયણના આજ્ઞાંકિત પાર્ષદોએ હસીને મેઘ સમાન ગંભીર વાશીથી તેમને આ પ્રમાણે કહ્યું - (૩૭) ભગવાન વિષ્ણુના દૂતોએ કહ્યું - હે યમદૂતો ! જો તમે સાચેસાચ ધર્મરાજાના આજ્ઞાંકિત (સેવકો) છો તો તમે અમને ધર્મનું લક્ષણ અને ધર્મનું તત્ત્વ કહી સંભળાવો. (૩૮) દંડ કેવી રીતે આપવામાં આવે છે? દંડને પાત્ર કોણ છે? મનુષ્યોમાં શું બધા જ પાપાચારીઓ દંડને પાત્ર છે કે પછી તે પૈકીના અમુક જ છે? (૩૯) યમદૂતોએ ક્યું — વેદોએ જે કર્મોનું વિધાન કર્યુ છે તે (કર્મો કરવાં એ) ધર્મ છે અને જેમનો નિષેધ કર્યો છે તે (કર્મો કરવાં એ) અધર્મ છે. વેદો સ્વયં ભગવાનનું સ્વરૂપ છે, તેઓ તેમના સ્વાભાવિક શ્વાસોચ્છવાસ છે અને સ્વયંપ્રકાશ જ્ઞાન છે.
- એવું અમે સાંભળેલું છે. (૪૦) જગતના સત્ત્વમય, રજોમય ને તમોમય - બધા જ પદાર્થો, બધાં જ પ્રાણીઓ પોતાના પરમ આશ્રયભૂત ભગવાનમાં જ સ્થિત રહે છે. વેદો જ તેમનું તેમનાં ગુશ્રો, નામો, કર્મો, રૂપો વગેરે અનુસાર યથાયોગ્ય વિભાજન ૧, પ્રા. પા. - મુખતો હરિકીર્તનમ્। ૨. પ્રા. પા. - તુલ્યવયસ: 1. અ૦૧] 573 સૂર્યોડગ્નિઃખં મરુદ્ગાવઃ સોમઃ સન્ધ્યાહની દિશઃ ! કંય કુ: કાલો ધર્મ ઇતિ હોતે દૈદ્યસ્ય સાક્ષિણઃ ॥ ૪૨ ॥ એતૈરધર્મો ૨ વિજ્ઞાતઃ સ્થાન દણ્ડસ્ય યુજ્યતે । સર્વે કર્માનુરોધેન દણ્ડમર્હન્તિ કારિણઃ 1 ૪૩॥। સમ્ભવન્તિ હિ ભદ્રાણિ વિપરીતાનિ ચાનઘાઃ ! કારિણાં ગુણસડગોડસ્તિદેહવાન્નદ્યકર્મકૃત્ । ૪૪॥। યેનયાવાન્યથાડધર્મો ધર્મો વેહ સમીહિતઃ* । સ એવ તત્ફલં ભુફક્તે તથા તાવદમુત્ર વૈ | ૪૫॥। યથેહ દેવપ્રવરાસ્ૈવિધ્યમુપલભ્યતે | ભૂતેષુ ગુણવૈચિત્ર્યાત્તથાડન્યત્રાનુમીયતે* ।। ૪૬।। વર્તમાનોડન્યયોઃ કાલો” ગુણાભિજ્ઞાપકો યથા ! એવં જન્માન્યયોરેતદ્ધર્માધર્મનિદર્શનમ્ | ૪૭॥ મનસૈવ પુરે દેવઃ પૂર્વરૂપં વિપશ્યતિ | અનુમીમાંસતેડપૂર્વ મનસા ભગવાનજઃ ॥૪૮॥। યથાડશસ્તમસા યુક્ત ઉપાસ્તે વ્યક્તમેવ હિ । ન વેદ પૂર્વમપરં નષ્ટજન્મસ્મૃતિસ્તથા | ૪૯॥ પગ્ચભિઃકુરુતેસ્વાર્થાન્પગ્ચ વેદાથપગ્ચભિઃ । એકસ્તુ ષોડશેન ત્રીન્ સ્વયં સમદશોડશ્નુતે । ૫૦ તદેતત્ ષોડશકલં લિક્ાં શક્તિત્રયં મહત્ ! ધત્તેડનુસંસૃતિં પુંસિ હર્ષશોકભયાર્તિદામ્ 1 ૫૧।। દેહ્યજ્ઞોડજિતપડ્વર્ગો નેચ્છન્ કર્માણિ કાર્યતે । કોશકાર ઇવાત્માનં કર્મણાડડચ્છાદ્ મુહ્યતિ ॥ પર ॥ (૪૧) જીવ શરીર થકી કે મનોવૃત્તિઓ થકી જેટલાં કર્મ કરે છે તેનાં સાક્ષી રહેતાં હોય છે - સૂર્ય, અગ્નિ, આકાશ, વાયુ, ઇન્દ્રિયો, ચંદ્રમા, સંધ્યા, રાત, દિવસ, દિશાઓ, જળ, પૃથ્વી, કાળ અને ધર્મ. (૪૨) એમના દ્વારા અધર્મની જાણ થાય છે અને ત્યારે દંડની પાત્રતાનો નિર્ણય થાય છે. પાપકર્મ કરનારાં બધાં જ મનુષ્યો પોતપોતાનાં કર્મો અનુસાઃ પાત્ર થાય છે. (૪૩) હે નિષ્યાપ જનો! જે પ્રાણીઓ કર્મ કરે છે તેમનો ગુ સાથે સંબંધ રહેતો જ હોય છે. તેથી બધાં વડે થોડાંક પાપ અને થોડાંક પુલ્ય થાય જ છે; અને દેહધારી હોવાથી કોઈ પળ મનુષ્ય કર્મ કર્યા વિના રહી શકતો નથી. (૪૪) આ લોકમાં જે મનુષ્ય જેપ્રકારનો જેટલો અધર્મ અથવા ધર્મ કરે છે તે પરલોકમાં તેનું તેવું જ અને તેટલું જ ફળ ભોગવે છે. (૪૫) સત્ત્વ, રજ અને તમ - આ ત્રણ ગુણ્રોના ભેદને કારણે આ લોકમાં પણ ત્રદ પ્રકારનાં મનુપ્યો જોવા મળે છે - પુથ્યાત્મા, પાપાત્મા અને પુલ્ય-પાપ બંનેથી યુક્ત; અથવા સુખી, દુઃખી અને સુખ-દુઃખ બંનેથી યુક્ત. તેવી જ રીતે પરલોકમાં પણ તેમની ત્રિવિધતા હોવાનું અનુમાન કરી શકાય છે. (૪૬) વર્તમાન સમય જ ભૂત અને ભવિષ્યનું અનુમાન કરાવી તેવી જ રીતે વર્તમાન જન્મનાં પાપ-પુણ્ય પણ ભૂતકાળના અને ભવિષ્યના જન્મોના પાપ-પુદ્યનું અનુમાન કરાવી દે છે. (૪૭) | અમારા સ્વામી અજન્મા, સર્વ ભગવાન યમરાજ બધાંનાં અંતઃકરણમાં વિરાજમાન છે. તેથી તેઓ પોતાના મનથી જ સૌનાં પૂર્વરૂપોને જોઈ લે છે, એ સાથે જ તેઓ તે સૌનાં ભાવિ સ્વરૂપોનો પદ્મ વિચાર કરી લે છે. (૪૮) જેમ ઊંધેલો અજ્ઞાની મનુષ્ય સ્વપ્ન-સમથે પ્રતીત થતા શરીરને જ પોતાનું વાસ્તવિક શરીર સમજે છે અને સૂતેલા કે જાગતા શરીરને ભૂલી જાય છે તેવી જ રીતે જીવ પણ પોતાના પૂર્વજન્મોનું સ્મરણ ભૂલી જાય છે અને વર્તમાન શરીર સિવાય, પહેલાંનાં અને પછીનાં શરીરો વિશે કશું જ જાલતો હોતો નથી. (૪૯) હે સિદજનો! જીવ આ શરીરમાં (રહીને) પાંચ કર્મન્દ્રિયો વડે આપવું- ચાલવું વગેરે કામ કરે છે, પાંચ જ્ઞાનેન્દ્રિયો વડે રૂપ-: પાંચ વિષયોની અનુભૂતિ કરે છે_અને સોળમા મનની સાથે સત્તરમો તે પોતે મળીને એકલો જ મન, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો - એ ત્રણેના વિષયોનો ભોગ કરે છે. (૫૦) જીવનું & આ સોળકળાઓ અને સત્ત્વ વગેરે ત્ર ગુોવાળું લિંગશરીર અનાદિ છે. એ જ જીવને વારંવાર હર્ષ, શોક, ભય અને પીડા આપનાર જન્મ-મૃત્યુના ચકરવામાં નાખે છે. (૫૧) જે જીવ અજ્ઞાનને લીધે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર - આ છ શત્રુઓ પર વિજય મેળવી લેતો નથી તેણે (તેની) ઇચ્છા ન ૧. પ્રા. પા. - કાલઃ સ્વ્ય ધર્મ ઇતિ । ૨. પ્રા. પા. - ત્મોડભિશ્ઞાતઃ | ૩. પ્રા. પા. - સમર્જિતઃ | ૪. પ્રા. પા. - ત્ત્યાવથાન | પ. પ્રા. પા. - ત્માનોડપ્યયં કાલો ! 574 શ્રીમદભાગવત ન હિ કશ્ચિત્ક્ષણમપિ જાતુ તિષ્ઠત્યકર્મકૃત્ | કાર્યતે હ્યવશઃ કર્મ ગુણૈઃ સ્વાભાવિકેર્બલાત્ । ૫૩॥ લબ્ધ્વાનિમિત્તમવ્યક્તં વ્યક્તાવ્યક્તં ભવત્યુત | યથાયોનિ યથાબીજં સ્વભાવેન બલીયસા !| ૫૪॥। એષ પ્રકૃતિસડગેન પુરુષસ્ય વિપર્યયઃ | આસીત્ સ એવ નચિરાદીશસડ્ઞાદ્વિલીયતે | પપ॥। અયં હિ’ શ્રુતસમ્પન્નઃ શીલવૃત્તગુણાલયઃ ! ધૃતવ્રતો મૃદુર્દાન્તઃ સત્યવાન્મન્ત્રવિચ્છુચિઃ | ૫૬॥ ગુર્વગ્ન્યતિથિવૃદ્ધાનાં શુશ્રૂષુર્નિરહડકૃતઃ૨ । સર્વભૂતસુહત્સાધુર્મિતવાગનસૂયકઃ૨ ॥૫૭॥ એકદાડસૌવનંયાતઃ પિતૃસન્દેશકૃદ* દ્રિજઃ । આદાય તત આવૃત્તઃ ફલપુષ્પસમિત્કુશાન્ !૫૮॥ દદર્શ કામિનં કગ્ચિચ્છૂદ્ર સહ ભુજિષ્યયા ! પીત્વા ચ મધુ મૈરેયં મદાઘૂર્ણિતનેત્રયા | ૫૯॥। મત્તયા વિશ્લથજન્નીવ્યા વ્યપેતં નિરપત્રપમ્ । ક્રીડન્તમનુ ગાયન્તં હસન્તમનયાડન્તિકે । ૬૦॥। દંષ્ટ્વાતાં કામલિપ્તેનબાહુના પરિરમ્ભિતામ્” । જગામ હૃચ્છયવશં સહસૈવ વિમોહિતઃ | ૬૧॥। સ્તમ્ભયજ્નાત્મનાડડત્માનં યાવત્સત્તવં યથાશ્રુતમર્ય । ન શશાક સમાધાતું મનો મદનવેપિતમ્ | ૬૨! તજ્ઞિમિત્તસ્મરવ્યાજગ્રહગ્રસ્તો વિચેતનઃ | તામેવ મનસા ધ્યાયન્ સ્વધર્માદ્વિરરામહ || ૬૩॥। હોવા છતાં પણ વિભિન્ન વાસનાઓ અનુર કરવાં પડે છે. આવી સ્થિતિમાં તે રેશમના કીડાની જેમ પોતાને કર્મની જાળમાં જકડી લે છે અને એ રીતે પોતાના જ હાથે મોહનો શિકાર થઈ જાય છે. (પર ) કોઈ પણ શરીરધારી જીવ ક્યારેય, એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. પ્રત્યેક પ્રાણીના સ્વાભાવિક ગુણો જબરદસ્તીથી વિવશ કરીને તેની પાસે કર્મ કરાવે છે. (૫૩) જીવ પોતાના પૂર્વજન્મોના પાપ-પુણ્યમય સંસ્કારો અનુસાર સ્થૂળ અને સૂક્મ શરીર પ્રાપ્ત કરે છે. તેની સ્વાભાવિક અને પ્રબળ વાસનાઓ ક્યારેક તેને માતાના જેવો (સ્ીરૂપ) બનાવે છે, તો ક્યારેક પિતાના જેવો (પુરુષરૂપ). (૫૪) પ્રકૃતિનો સંસર્ગ થવાથી જ મનુષ્ય પોતાને પોતાના વાસ્તવિક સ્વરૂપથી વિપરીત લિંગશરીર માની લે છે. આ વિપર્યય ભગવાનની ભક્તિથી તરત જ દૂર થઈ જાય છે. જિ હે દેવતાઓ! તમે તો જાણો જ છો કે આ અજામિલ મહાન શાસ્રજઞ હતો. શીલ, સદાચાર અને સદ2 ભંડાર હતો.બ્રહ્મચારી, વિનયથી, જિતેન્દ્રિય, સત્યનિષ્ઠ,મંત્રવેતા અને પવિત્ર વૃદ્ધજનોની સેવા કરી હતી. અહંકાર એ સમસ્ત પ્રાભ્રીઓનું હિત ઇચ્છતો હતો, ઉપકાર કરતો હતો અને મિતભાષી હતો તથા કોઈનામાં દોષ જોવાની તેની દષ્ટિ ન હતી. (૫૭) એક દિવસે આ બ્રાહ્મણ પોતાના પિતાના આદેશથી વનમાં ગયો અને ત્યાંથી ફળ, ફૂલ, સમિધ તથા દર્ભ લઈને ઘરે પાછો વળ્યો. (૫૮) પાછા વળતાં તેણે ભ્રષ્ટ શૂદ્ર, કે જે ઘણો કામી અને નિર્લજ્જ હતો તે મદ્યપાન કરીને કોઈ વેશ્યાની સાથે વિહાર કરી રહ્યો છે; વેશ્યા પણ મથપાન કરીને ઉન્મત્ત થયેલી છે, નશાને કારણે તેની આંખો નાચી ૨ છે અને તે અર્ધનગ્ન અવસ્થામાં હતી. તે વેશ્યાની સાથે તે શૂદ્ર ક્યારેક ગાય છે, ક્યારેક હસે છે અને ક્યારેક વિભિન્ન ચેષ્ટાઓ કરીને તેને પ્રસન્ન કરી રહ્યો છે. (૫૯-૬૦) હે નિષ્યાપજનો! શૂદ્રના હાથોમાં અંગરાગ વગેરે કામોદીપક પદાર્થોનો લેપ કરેલો હતો અને તેનાથી તે કુલટાને આલિંગી રહ્યો હતો. અજામિલ તેમને આવી હાલતમાં જોઈને એકદમ મોહિત અને કામવશ થઈ ગયો. (૬૧) જોકે અજામિલે પોતાના જ્ઞાન અને ધૈર્ય મુજબ, કામવેગથી વિચલિત થયેલા પોતાના મનને સંયમમાં રાખવાના ઘણા-પઘણા પ્રથત્નો કર્યા છતાં, પૂરી વક્તિ લગાડીદેવા છતાં તે પોતાના મનનું સમાધાન કરવામાં અસમર્થ રહ્યો; (૬૨) અને કામ-પિશાચે તે વેશ્યાને નિમિત્ત બનાવીને અજામિલના મનને ગ્રસી લીધું. તેની સદાચાર અને શાસ્્રવિષયક ચેતના નષ્ટ થઈ ગઈ. હવે તે મનોમન તે વેશ્યાનું જ ચિંતન જોયું કે એક ૧. પ્રા. પા. - થ 1 ૨. પ્રા. પા. - ન્યુરનહડકતઃ 1 ૩. પ્રા. પા. - સાુર્સતવાગનન 1 ૪. પ્રા. પા. - ત્કૃચુચિઃ 1 પ. પ્રા. પા. - પરિર્તિતામ્। ૬. પ્રા. પા. - થથાશ્રયમ્। અ૦ર] છઠ્ઠો સ્કન્ધ 575 તામેવ તોષયામાસ પિત્ર્યેણાર્થેન યાવતા | ગ્રામ્યેમનોરમૈઃ કામૈઃ પ્રસીદેત યથા તથા || ૬૪!। વિપ્રાં૨ સ્વભાર્યામપ્રૌઢાં કુલે મહતિ લમ્ભિતામ્ । વિસસર્જાચિરાત્પાપઃ સ્વૈરિણ્યાપા્નવિદ્ધીઃ2 ॥ ૬૫॥ યતસ્તતશ્ચોપનિન્યે ન્યાયતોડન્યાયતો ધનમ્ |! બભારાસ્યાઃકુટુમ્બિન્યાઃ કુટુમ્બં મન્દધીરયમ્ || ૬૬।। યદસૌ શાસ્રમુલ્લડ્ય સ્વૈરચાર્યાર્યગર્હિતઃ અવર્તત ચિરં કાલમઘાયુરશુચિર્મલાત્ | ૬૭।! તત એનં દણ્ડપાણેઃ સકાશં કૃતકિલ્બિષમ્ । નેષ્યામોડકૃતનિર્વેશ” યત્ર દણ્ડેન શુદ્ધયતિ | ૬૮॥ કરવા લાગ્યો અને પોતાના ધર્મથી વિમુખ થઈ ગયો. (૬૩) (પછી તો) જેનાથી તે ખુશ થતી તેવી સુંદર-સુંદર વસ્્રાભૂષણો વગેરે વસ્તુઓ લઈ આવતો; ત્યાં સુધી કે એલે પોતાના પિતાની સઘળી સંપત્તિ તેને આપી દઈને તેને રાજી રાખી. એ બ્રાહ્મણ એવીજ ચેષ્ટાઓ કરતો કે જેનાથી તે વેશ્યા પ્રસન્ન થાય. (૬૪) તેસ્વચ્છંદચારી કુલટાના વાંકા નેત્રકટાક્ષે તેના મનને એવું લુબ્ધ કરી દીધું કે તેણે પોતાની કુલીન નવયુવતી પરણેતર પત્ની સુધ્ધાંનો પણ પરિત્યાગ કરી દીધો. એના પાપાચરણની તો કોઈ સીમા જ ન રહી. (૬૫) એ કુબુદ્ધિ (અજામિલ) ન્યાયપૂર્વક, અન્યાયપૂર્વક - જે પણ રીતે જ્યાં-ક્યાંયથી પણ ધન મળતું તે ત્યાંથી ઉઠાવી લાવતો હતો. તે વેશ્યાના બહોળા કુટુંબનું. પાલનપોષણ કરવામાં જ તે વ્યસ્ત રહેતો હતો. (૬૬) એવા આ પાપીએ શાસ્તશઞનું ઉલ્લંઘન કરીને સ્વચ્કંદ આચરણ કર્યુ છે. આ સત્પુરુષો વડે નિંદિત છે. આણે ઘળ્રા સમય સુધી વેશ્યાના મળતુલ્ય અપવિત્ર અન્નથી પોતાનું જીવન વિતાવ્યું છે. આનું સઘળું જીવન જ પાપમય છે. (૬૭) આણે આજ સુધી પોતાનાં પાપોનું કોઈ પ્રાયથ્ત્ત પણ કર્યું નથી. તેથી હવે અમે આ પાપીને દંડપાણ્િ ભગવાન યમરાજ પાસે લઈ જઈશું, ત્યાં આ પોતાનો દંડ ભોગવીને શુદ્ધ થશે. (૬૮) ણણ ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં ષષ્ઠસ્કન્ધેડજામિલોપાખ્યાને પ્રથમોડધ્યાયઃ | ૧।। છઠ્ઠા સ્કંધ-અંતર્ગત અજામિલ-ઉપાખ્યાનમાંનો પહેલો અધ્યાય સમાપ્ત.