સાતમો અધ્યાય બૃહસ્પતિજીએ કરેલો દેવોનો ત્યાગ અને વિશ્વરૂપની દેવગુરુ તરીકે વરણી ચજોશચ કસ્ય હેતોઃ પરિત્યક્તા આચાર્યેણાત્મનઃ સુરાઃ૨ । એતદાચક્્લ ભગવઝિષ્યાણામક્રમં ગુરૌ ।૧॥ શંથુક ઉવાચ” ઇન્દ્રસ્િભુવનૈશ્ચર્યમદોલ્લદ્વિતસત્પથઃ 1 મરદ્ધિર્વસુભી સ્ત્રરાદિત્યૈ્્કભુભિર્નપ? ॥ ૨ વિશ્વેદેવૈશ્ચ સાધ્ધૈશ્વ નાસત્યાભ્યાં પરિશ્રિતઃ । સિદ્ધચારણગન્ધર્વેર્મુનિભિર્બ્રહ્ાવાદિભિઃ 1૩॥ વિદ્યાધરાપ્સરોભિશ્ચ કિન્નરૈઃ પતગોરડૈઃ । નિષેવ્યમાણો મઘથવાન્ સ્તૂયમાનશ્ચ ભારત ।૪।। ઉપગીયમાનો લલિતમાસ્થાનાધ્યાસનાશ્રિતઃ । પાણ્ડુરેણાતપત્રેણ ચન્દ્રમણ્ડલચારુણા |1૫॥ યુક્તશ્ચાન્યૈઃ પારમેષ્ઠ્યેશ્ચામરવ્યજનાદિભિઃ | વિરાજમાનઃ પૌલોમ્યા સહાર્ધાસનયા ભૃશમ્ । ૬।। સ યદા પરમાચાર્ય દેવાનામાત્મનશ્ચ હ | નાભ્યનન્દત સમ્પ્રાં પ્રત્યુત્યાનાસનાદિભિઃ ।। ૭॥। વાચસ્પર્તિ મુનિવરં સુરાસુરનમસ્કૃતમ્ નોચ્ચચાલાસનાદિન્દ્રઃ પશ્યન્ષપિ સભાગતમ્ ॥ ૮॥ તતો નિર્ગત્ય સહસા કવિરાત્રિરસઃ પ્રભુઃ આયયી સ્વગૃહે તૃષ્ણી વિદ્ધાન્ શ્રીમદવિક્રિયામ્ ! ૯! તર્હોવ પ્રતિબુદ્ધેન્દ્રો ગુરુહેલનમાત્મનઃ ! ગર્હયામાસ સદસિ સ્વયમાત્માનમાત્મના | ૧૦।। અહો બત મમાસાધુ કૃતં વૈ દભ્રબુદ્ધિના | યન્મથૈશ્ચર્યમત્તેન ગુરુઃ સદસિ કાત્કૃતઃ । ૧૧।। કો ગૃધ્ેત્ પણ્ડિતો લક્ષ્મી ત્રિવિષ્ટપપતેરપિ ! યયાડહમાસુરં ભાવં નીતોડધ વિબુધેશ્વરઃ ॥। ૧૨ રાજા પરીક્ષિતે પૂછ્યું - હે ભગવન્! દેવોના આચાર્ય બૃહસ્પતિજીએ પોતાના પ્રિય શિષ્યો એવા દેવોનો કયા કારણે ત્યાગ કર્યો હતો? દેવોએ પોતાના ગુરુજીનો એવો કયો અપરાધ કર્યો હતો, તે તમે મને કહી બતાવો. (૧) શ્રીશુકદેવજીએ કહ્યું - હે રાજન્! ઇન્દ્રને ત્રણે લોકનું એશ્વર્ય મળવાથી ધમંડ થયો હતો. આ ધમંડને કારણે તેઓ ધર્મની મર્યાદાનું અને સદાચારનું ઉલ્લંધન કરવા લાગ્યા હતા. એક દિવસની વાત છે - તેઓ ભરી સભામાં પોતાની પત્ની શચી સાથે ઊંચા સિંહાસન પર બેઠેલા હતા. ઓગશ્રપચાસ મરુતો, આઠ વસુઓ, અગિયાર રુદ્રો, આદિત્યો, જભુઓ, વિકેદેવો, સાધ્યો અને બંને અશ્વિનીકુમારો તેમની સેવામાં ઉપસ્થિત હતા. સિદ્ધો, ચારણો, ગંધર્વા, બ્રહ્વાદી મુનિઓ, વિદાષરો, અપ્સરાઓ, કિન્નરો, પક્ષીઓ અને નાગો તેમની સેવા અને સ્તુતિ કરી રહ્યાં હતાં. બધી બાજુએ લલિત સ્વરે દેવરાજ ઇન્દરની કીર્તિનું ગાન થઈ રહયું હતું. તેમની ઉપર ચં્મંડળ જેવું સુંદર શ્વેત છત્ર શોભતું હતું. ચામર, ઝૂલણા વગેરે મહારાજને અનુરૂપ સામગ્રીઓ યથાસ્થાને સજાયેલી હતી. આ દિવ્ય સભામાં દેવરાજ ઘણા જ સુશોભિત થઈ રહ્યા હતા. (૨-૬) આ જ સમયે દેવરાજ ઇન્દ્રના અને સમસ્ત દેવોના પરમ આચાર્ય બૃહસ્પતિજી ત્યાં પધાર્યા. તેમને દેવો- દાનવો - બધા જ નમસ્કાર કરે છે. ઇન્દ્રે જોયું કે તેઓ સભામાં પધાર્યા છે, પરંતુ તેઓ ન તો ઊભા થયા કે ન તો આસન વગેરે આપીને ગુરુદેવનો સત્કાર પણ કર્યો, અરે, તેઓ પોતાના આસનમાંથી હાલ્યાચાલ્યા સુધ્ધાં પણ નહીં. (૭-૮) ત્રિકાળદર્શી સમર્થ બૃહસ્પતિજીએ જોયું કે આ એશ્વર્યના મદનો દોષ છે. બસ, તેઓ તરત જ ત્યાંથી બહાર નીકળી ગયા અને પોતાના ઘરે ચાલ્યા ગયા. (૯) (હે પરીક્ષિત!) ત્યારે જ દેવરાજ ઇન્દ્રને ભાન થયું અને તેઓ સમજી ગયા કે મેં પોતાના ગુરુની અવગણના કરી છે. તેઓ સભામાં પોતે જ પોતાની નિંદા (નિર્ભર્સના) કરવા લાગ્યા - (૧૦) “અરેરે, હાય! ભારે ખેદની વાત છે કે મેં મૂર્ખતાપૂર્વક એશ્ચર્યના મદને લીધે સભામાં પોતાના ગુરુદેવનો તિરસ્કાર કર્યો. સાચે જ મારું આ કૃત્ય ધણું જ નિંદનીય છે. (૧૧) ભલા, કયો વિવેકી મનુષ્ય આ સ્વર્ગીય રાજલક્ષ્મીને મેળવવાની ઇચ્છા કરશે? જુઓ તો ખરા, આજે એણે જ મને
- દેવરાજને પણ અસુરોના જેવા રજોગુણી ભાવથી ભરી ૧. પ્રા. પા. - મસ્ય1 ૨. પ્રા. પા. - સુતાઃ | ૩. પ્રા. પા. - શ્રોબાદરાપશિસ્વાચ 1 ૪. મા. પા. - ત્જાપિિુપ 1 અ૦૭] છઠ્ઠો સ્કન્ધ 603 યે પારમેષ્ઠ્યં ધિષણમધિતિષ્ઠન્ નપ કઞ્યન પ્રત્યુત્તિષ્ઠેદિતિ બ્રયુર્ધર્મ તે ન પરં વિદુઃ । ૧૩॥ તેષાં કુપથદેષ્ટ્રણાં પતતાં તમસિ હ્યધઃ | યે શ્રદધ્યુર્વચસ્તે વૈ મજ્જન્ત્યશ્મપ્લવા ઇવ || ૧૪।। અથાહમમરાચાર્યમગાધધિષણં દ્વિજમ્ | પ્રસાદવિષ્યે નિશઠઃ શીર્ષ્ણા તચ્ચરણં સ્પૃશન્ || ૧૫।। એવંચિન્તયતસ્તસ્ય મઘોનો ભગવાન્ ગૃહાત્ | બૃહસ્પતિર્ગતોડદષ્ટાં ગતિમધ્યાત્મમાયયા ॥ ૧૬! ગુરોર્નાધિગતઃ સઝ્શાં પરીક્ષન્ ભગવાન્ સ્વરાટ્ | ધ્યાયન્ ધિયા ચેસુરેર્યુક્તઃ શર્મ નાલભતાત્મનઃ ॥ ૧૭॥। તચ્છુત્વૈવાસુરાઃ સર્વ આશ્રિત્યોશનસં મતમ્ ! દેવાન્ પ્રત્યુધમં ચફ્રુર્દરમદા આતતાયિનઃ ।। ૧૮॥। તૈર્વિસૃષ્ટેષુભિસ્તીક્ષણૌર્નિર્ભિન્ઞાદ્ોસ્બાહવઃ” | બ્રહ્માણં શરણં જગ્મુઃ સહેન્દ્રા નતકન્ધરાઃ | ૧૯॥। તાંસ્તથાડભ્યર્દિતાન્વીક્ષ્ય ભગવાનાત્મભૂરજઃ | કૃપયા પરયા દેવ ઉવાચ પરિસાન્ત્વયન્ | ૨૦॥ ત્રહ્મોવ૨ અહો બત સુરશ્રેષ્ઠા હ્ાભદ્રં વઃ કૃત મહત્ | બ્રહ્મિષ્ઠં બ્રાહ્મણ દાન્તમૈશ્ચર્યાન્ઞાભ્યનન્દત । ૨૧।। તસ્યાયમનયસ્યાસીત્ પરેભ્યો વઃ પરાભવઃ | પ્રક્નીણેભ્યઃ સ્વવૈરિભ્યઃ સમૃદ્ધાનાં ચ યત્ સુરાઃ | રર! મઘવન્ દ્વિષતઃ પશ્ય પ્રક્ષીણાન્ ગુર્વતિક્રમાત્ | સમ્ત્યુપચિતાન્ ભૂયઃ કાવ્યમારાધ્ય ભક્તિતઃ | આદદીરન્ નિલયનં મમાપિ ભૃગુદેવતાઃ | ૨૩॥ દીધો! (૧ર) જે લોકો એવું કહે છે કે સાર્વભૌમ રાજ્યસિંહાસન પર બેઠેલા સમ્રાટે કોઈનું પણ આગમન થતાં રાજ્યસિંહાસન પરથી ઊભા ન થવું જોઈએ તેઓ ધર્મના વાસ્તવિક સ્વરૂપને જાણતા નથી. (૧૩) આવો ઉપદેશ કરનારાઓ કુમાર્ગ તરફ જ લઈ જાય છે. તેઓ સ્વયં ઘોર નરકમાં પડે છે અને તેમની વાતનો જે લોકો વિશ્વાસ કરે છે તેઓ પથ્થરની નાવની જેમ ડૂબી જાય છે. (૧૪) મારા ગુરુદેવ બૃહસ્પતિજી તો શાનના અગાધ સમુદ્ર છે. મેં ભારે દુર્તા આચરી છે. હવે હું તેમનાં ચરણોમાં મસ્તક ટેકવીને તેમને પ્રસન્ન કરીશ.” (૧૫) (હે પરીક્ષિત!) દેવરાજ ઇન્દ્ર આ પ્રમાણે વિચારી રહ્યા હતા ત્યારે જ ભગવાન બૃહસ્પતિજી પોતાના ધરમાંથી બહાર નીકળીને, યોગબળથી અંતર્ધાન થઈ ગયા. (૧૬) દેવરાજ ઇન્દ્રે પોતાના ગુરુદેવને ઘલ્ા શોધ્યા, પરંતુ તેમનો ક્યાંય પત્તો લાગ્યો નહીં. ત્યારે તેઓ ગુરુદેવ વિના પોતે સુરક્ષિત નથી એમ સમજીને દેવોની સાથે (મળીને) પોતાની બુદ્ધિ અનુસાર સ્વર્ગના રક્ષબ્રનો ઉપાય વિચારવા લાગ્યા, પરંતુ તેઓ કશું પણ વિચારી શક્યા નહીં. તેમના ચિત્તને શાંતિ મળી નહીં. (૧૭) (પછી તો) દૈત્યોને પણ દેવગુરુ બૃહસ્પતિજી અને દેવરાજ ઇન્દ્ર વચ્ચેના વિસંવાદની જાણ થઈ ગઈ. ત્યારે તે મદોન્મત્ત અને આતતાયી અસુરોએ પોતાના ગુરુ શુકાચાર્યના આદેશ મુજબ દેવો પર વિજય મેળવવા માટે આક્રમણ કર્યું. (૧૮) તેમલ્રે દેવો પર એટલાં તીક્ક બાણોનો વરસાદ વરસાવ્યો કે તેમનાં માથાં, જાંધ, હાથ વગેરે અંગો વિચ્છિન્ન થઈને પડવા લાગ્યાં. ત્યારે ઇન્દ્રની સાથે બધા જ દેવો શિર નમાવીને બ્રહ્માજીના શરણે ગયા. (૧૯) સ્વયંભૂ અને સમર્થ બ્રહ્માજીએ જોયું કે દેવોની તો ખરેખર ભારે દુર્દશા થઈ રહી છે; અને તેથી તેમનું હદય અત્પંત કરુણાથી ભરાઈ ગયું. તેઓ દેવતાઓને સાંત્વના આપતાં કહેવા લાગ્યા. (૨૦) બ્રહ્માજીએ કહ્યું - હે દેવતાઓ! આ ઘણા દુઃખની વાત છે. સાચે જ તમે લોકોએ બહુ અનુચિત કામ કર્યું છે. હરિ! હરિ! તમે એશ્ર્યના મદથી આંધળા થઈને બ્રહ્મજ્ઞાની, વેદવેત્તા અને સંયમી બ્રાહ્મણ (ગુર)નો સત્કાર કર્યો નહીં! (૨૧) દેવતાઓ! તમારી તે જ અનીતિનું આ ફળ છે કે સમૃદ્ધિશાળી હોવા છતાં પણ આજે તમારે પોતાના નિર્બળ શત્રુઓ સામે નીચું જોવું પડ્યું છે. (૨૨) (હે ઇન્દ્ર!) જુઓ, તમારા શત્રુઓ પણ પહેલાં તેમણે પોતાના ગુરુ શુક્રચાર્યજીનો તિરસ્કાર કર્યો હતો એ કારણે અત્યંત નિર્બળ થઈ ગયા હતા, પરંતુ હવે તેમની ભક્તિભાવપૂર્વક આરાધના કરીને તેઓ ૧. પ્રા. પા. - ક્યગ્યન | ૨. મ્રા. પા. - શુચા યુક્તઃ 1 ૩. પ્રા. પા. - ત્સ્તિગ્ર્નિ! 604 શ્રીમદભાગવત [અ૦૭ ત્રિવિષ્્પું કિં ગણયત્ત્યભેધ- ફરીથી ધન-જનથી શક્તિશાળી થઈ ગયા છે. હે દેવો! મને મન્ત્રા ‘ભૃગૃણામનુશિક્ષિતાર્થાઃ | તો એવું કાઈ લું છે દ શુકાચાર્યજીને પોતાના આર થિ માનતા એ દૈત્યો થોડા દિવસોમાં મારો બ્રહ્મલોક પણ પડાવી ર વિપ્રગોવિન્દગવીશ્વરાણાં લેશે. (૨૩) શુક્રાચાર્યજીએ એમને અર્થશાસનું સંપૂર્ણ શિક્ષણ ભવત્ત્યભદ્રાણિ નરેશ્વરાણામ્ | ૨૪! | ઝાપેવું છે. એ જે કંઈ કરવા ઇચ્છે છે તેનો ભેદ તમે પામી કે ણ શકતા નથી. તેમની સલાહમંત્રણા ધણી ગુપ્ત હોય છે. આવી તદ્ વિશ્વરૂપ ભજતાશુ વિત્રં સ્થિતિમાં તેઓ સ્વર્ગને તો ગણતા જ નથી. તેઓ તો ઇચ્છે તપસ્વિનં ત્વાષ્ટ્રમથાત્મવન્તમ્ | તે લોકને જીતી શકે છે. એ સાચું છે કે જે રાજાઓ બ્રાહ્મણો, સભાજિતોડર્થાન્ સ વિધાસ્યતે વો ગોવિંદ અને ગાયોને પોતાનું સર્વસ્વ માને છે અને જેમના યદિ ક્ષમિષ્યધ્વમુતાસ્ય કર્મ ॥ ર૫॥ [ પર તેમની કૃપા રહે છે તેમનું કયારેય અમંગળ થતું નથી. (૨૪) તેથી, તમે બધા અત્યારે સત્વરે ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપ, કહા પાસે જાઓ અને તેમની સેવા કરો. તેઓ સાચા બ્રાહ્મણ, ત એવમુદિતા રાજન્ બ્રહ્મણા વિગતજ્વરાઃ | શ્રષિં ત્વાષ્ટ્રમુપવ્રજ્ય પરિષ્વજ્યેદમબ્રુવન્ || ર ૬।| દેવા ઊરુ વયં તેડતિથયઃ પ્રામા આશ્રમં ભદ્રમસ્તુ તે ! કામઃ સમ્પાદતાં તાત પિતૃણાં સમયોચિતઃ || ૨૭॥ પુત્રાણાં હિ પરો ધર્મઃ પિતૃશુશ્રૂષણં સતામ્ | અપિ પુત્રવતાં બ્રહ્મન્ કિમુત બ્રહ્મચારિણામ્ ॥ ૨૮॥ આચાર્યો બ્રહ્મણો મૂર્તિઃ પિતા મૂર્તિઃ પ્રજાપતેઃ । ભ્રાતા મરત્પતેર્મૂર્તિ્માતા સાક્ષાત્ ક્ષિતેસ્તનુઃ || ર૯।। દયાયા ભગિની મૂર્તિર્ધર્મસ્યાત્માતિથિઃ સ્વયમ્ । અગ્નેરભ્યાગતો મૂર્તિઃ સર્વભૂતાનિ ચાત્મનઃ ।। ૩૦॥ તસ્માત્ પિતૃણામાર્તાનામાર્તિ પરપરાભવમ્ | તપસાડપનયંસ્તાત સન્દેશં કર્તુમર્હસિ | ૩૧॥ વૃણીમહે ત્વોપાધ્યાયં બ્રહ્િષ્ઠં બ્રાહ્મણ ગુરુમ્ । યથાડગ્જસા વિજેષ્યામઃ સપત્નાંસ્તવ તેજસા । ૩૨ ॥ ન ગર્હયન્તિ હ્ર્થેષુ યવિષ્ઠાડદ્રયભિવાદનમ્ । ઇન્દોભ્યોડન્યત્ર ન બ્રહ્મન્ વયો જ્યૈષ્ઠ્યસ્ય કારણમ્ | ૩૩॥ તપસ્વી અને સંયમી છે. જો તમે તેમના અસુરો પ્રત્યેના પ્રેમને ક્ષમા કરી શક્શો અને તેમનું સમ્માન કરશો તો તેઓ તમારું કામ બનાવી દેશે. (ર૫) શ્રીશુકદેવજી કહે છે - હે રાજન્! જયારે બ્રબાજીએ દેવોને આ પ્રમાણે કહ્યું ત્યારે તેમની ચિંતા દૂર થઈ ગઈ. (પછી) તેઓ ત્વષ્ટાના પુત્ર કપિ વિશ્વરૂપ પાસે ગયા અને તેમને ભેટીને આ પ્રમાણે કહેવા લાગ્યા. (૨૬) % દેવોએ કહ્યું - ટે તાત! તમારું કલ્યાણ થાઓ. અમે તમારા આશ્રમમાં અતિથિ તરીકે આવ્યા છીએ. અમે એક રીતે તમારા વડીલ છીએ, તેથી તમે અમારી સમયોચિત અભિલાષા પૂરી કરો. (ર૭) જેમને સંતાન થઈ ગયાં હોય તેવા સત્પુત્રોનો પણ સૌથી મોટો ધર્મ એ જ છે કે તેઓ પોતાના પિતાની અને અન્ય વડીલોની સેવા કરે; તો પછી જેઓ બ્રહ્મચારી છે તેમની બાબતમાં તો કહેવાનું જ શું હોય? (૨૮) હે વત્સ! આચાર્ય વેદની, પિતા બ્રહ્માજીની, ભાઈ ઇન્દ્રની અને માતા પૃથ્વીની સાક્ષાત્ મૂર્તિ હોય છે; (૨૯) (એ. જ પ્રમાણે) બહેન દયાની, અતિથિ ધર્મની, અભ્યાગત અગ્નિની અને જગતના બધાં પ્રાણીઓ પોતાના આત્માની જ મૂર્તિ અર્થાત્ આત્મસ્વરૂપ હોય છે. (૩૦) હે પુત્ર! અમે તમારા વડીલ છીએ. અત્યારે શત્રુઓએ અમને જીતી લીધા છે. અમે ઘણા દુઃખી થઈ રહ્યા છીએ. તમે પોતાના તપોબળથી આ દુઃખ, દારિદ્ય અને પરાજયને દૂર કરી દો. પુત્ર! તમારે. અમારી આજ્ઞાનું પાલન કરવું જોઈએ. (૩૧) તમે બ્રહ્મનિષ્ઠ, બ્રાહ્મણ છો, તેથી જન્મથી જ તમે અમારા ગુરુ છો અમે તમારી આચાર્યરૂપે વરણી કરીને તમારી શક્તિથી શત્રુઓ પર અનાયાસ જ વિજય મેળવી લઈશું. (૩૨) પુત્ર! જરૂર પડ્યે પોતાનાથી ઉમરમાં નાના હોય તેમને પણ નમન કરવું એ નિંદનીય નથી. અવસ્થાને લીધે કોઈ મોટું નથી, આપને ૧. પ્રા. પા. - ગુરૂભ્રા૦ અ૦૭] છઠ્ઠો સ્કન્ધ 605 ક/જિરુૂવ/ચ અભ્યર્થિતઃ સુરગણૈઃ પૌરોહિત્યે મહાતપાઃ । સવિશ્વરૂપસ્તાનાહ પ્રસન્નઃ શ્લક્ષ્ણયા ગિરા । ૩૪॥। જિશ્વરપ ઉવાચ વિગર્હિત ધર્મશીલે્બ્રહ્મવર્ચઉપવ્યયમ્ | કથં નુ મહિધો નાથા ૨ લોકેશેરભિયાચિતમ્ ! પ્રત્યાખ્યાસ્યતિ તચ્છિષ્યઃ* સ એવત્વાર્થ ઉચ્તે ॥ ૩૫॥। અકિઝઞ્ચનાનાં હિ ધનં શિલોઝ્છનં તેનેહ નિર્વર્તિતસાધુસત્ક્રિયઃ । કથં વિગર્હ નુ કરોમ્યધીશ્વરાઃ પૌરોધસં હૃષ્યતિ યેન દુર્મતિઃ* | ૩૬॥ તથાપિ ન પ્રતિબ્રૂયાં ગુરુભિઃ પ્રાર્થિતં કિયત્ ! ભવતાં પ્રાર્થિતં સર્વ પ્રાણૈરથૈશ્વ સાધયે || ૩૭॥। કછુક ઉવાચ” તેભ્ય એવં પ્રતિશ્રુત્ય વિશ્વરૂપો મહાતપાઃ ! પૌરોહિત્યં વૃતશ્ચક્રે પરમેણ સમાધિના || ૩૮॥। સુરહ્રિષાં શ્રિયં ગુમામૌશનસ્યાપિ વિધયા | આજ્છિદ્યાદાન્મહેન્દ્રાય વૈષ્ણવ્યાવિધયા વિભુઃ ॥। ૩૯॥ યયા ગુપ્તઃ સહસ્ાક્ષો જિગ્યેડસુરચમૂર્વિભુઃ । તાં પ્રાહ સ મહેન્દ્રાય વિશ્વરૂપ ઉદારધીઃ । ૪૦॥ ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં વેદોનું જ્ઞાન છે, તેથી આપ જ મોટા છો. (૩૩) શ્રીશુક્દેવજી કહે છે - (હે પરીક્ષિત) જયા આ પ્રમાણે (પોતાનું) પુરોહિતપણું કરવા માટે વિશ્વરૂપને પ્રાર્થના કરી ત્યારે પ્રસન્ન થયેલા પરમ તપસ્વી વિશ્વરૂપે તેમને અત્યંત પ્રિય અને મધુર વાભ્રીમાં કલયું. (૩૪) વિશ્વરૂપે કહ્યું - પુરોહિતપદનું કામ બ્રહ્મતેજને થીણ તેથી ધર્મશીલ મહાત્માઓએ તેની નિંદા કરી છે. પરંતુ (હે દેવો!) તમે મારા સ્વામી છો અને પોતે લોકના ઈશ્વરો હોવા છતાં પણ મને તેના માટે પ્રાર્થના કરી રહ્યા છો. આવી સ્થિતિમાં મારા જેવી વ્યક્તિ ભલા, તેનો અનાદર કેવી રીતે કરી શકે? હું તો તમારો સેવક છું. તમારી આજ્ઞાઓનું પાલન કરવું એ જ મારો ધર્મ છે. (૩૫) હે દેવો! અમે તો અકિંચન છીએ. ખેતીની કસલ લેવાઈ ગયા પછી અથવા અનાજની દુકાન ઉઠાવી લેવાયા પછી ત્યાં પડી રહેલા દાણા વીણી લાવીએ છીએ અને તેનાથી જ દેવોનું તથા પિતૃઓનું કાર્ય સંપન્ન કરી લઈએ છીએ. હે લોકપાલો! આ પ્રમાલે મારો નિર્વાહ થઈ જ રહ્યો છે, તો હું પુરોહિતપણ્ાની નિંદનીય વૃત્તિ શા માટે કરું? એનાથી તો માત્ર તે લોકો જ પ્રસન્ન થાય છે કે જેમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હોય. (૩૬) જે કામ તમે બધા મારી પાસે કરાવવા માગો છો તે નિંદનીય છે - છતાં પણ હું તમારું કામ કરવાની ના કહી શકતો નથી; કારણ કે તમારી પ્રાર્થના (માગણી) કેટલી સ્વલ્પ છે! તેથી તમારી પ્રાર્થના પ્રમાણેનું સર્વ કાંઈ હું સંપત્તિ અને પ્રાણ થકી સિદ્ કરીશ. (૩૭) શ્રીશુકદેવજી કહે છે - (હે પરીક્ષિત!) વિશ્વરૂપ મહ તપસ્વી હતા. દેવો સમક્ષ આવી પ્રતિજ્ઞા (સંકલ્પ) કરીને, તેમની વરણી કરવાથી તેઓ પરમ સમાધિપૂર્વક (અર્થાત્ પુરેપુરી લગનથી) તેમનું પુરોહિતપણું કરવા લાગ્યા. (3૮) જોકે શુકાચાર્યજીએ પોતાના નીતિબળથી અસુરોની સંપત્તિ સુરક્ષિત કરી દીધેલી હતી તોપણ સમર્થ વિશ્વરૂપે વૈષ્ણવી વિદ્યાના પ્રભાવથી તેમની પાસેથી તે સંપત્તિ પડાવી લઈને દેવરાજ ઇન્દ્રને અપાવી દીધી. (૩૯) (હે રાજન!) જે વિદ્યાથી સુરક્ષિત થઈને ઇન્દ્રે અસુરોની સેના પર વિજય મેળવ્યો હતો તેનો ઉપદેશ તેમને ઉદારબુદ્ધિ વિશ્વરૂપે જ કર્યો હતો. (૪૦) સંહિતાયાં ષષ્ઠસ્કન્ધે સપ્તમોડધ્યાયઃ ॥ ૭ છઠ્ઠા સ્કંધ-અંતર્ગત સાતમો અધ્યાય સમાપ્ત.