જ દસમો અધ્યાય પ્રહ્લાદજીના રાજ્યાભિષેકની તથા ત્રિપુર-દહનની કથા નારદ ઉશચ ભક્તિયોગસ્ય તત્ સર્વમન્તરાયતયાડર્ભકઃ । મન્યમાનો હષીકેશં સ્મયમાન ઉવાચ હ !1૧॥ હદ ઉવાચ મામાંપ્રલોભયોત્પત્્યાડડસક્તં કામેષુ’ તૈર્વરેઃ । તત્સડ્ઞભીતો નિર્વિણ્ણો મુમુક્ષુસ્ત્વામુપાશ્રિતઃ ॥। ૨ ભૃત્યલક્ષણજિજ્ઞાસુર્ભક્તં કામેષ્વચોદયત્ | ભવાન્ સંસારબીજેષુ હૃદયગ્રન્થિષુ પ્રભો ॥ ૩॥ નાન્યથા તેડખિલગુરો ઘટેત૨ કરુણાત્મનઃ | યસ્ત આશિષ આશાસ્તે ન સ ભૃત્યઃ સ વૈવણિક્ ॥૪॥ આશાસાનોનવૈ ભૃત્યઃ સ્વામિન્યાશિષ આત્મનઃ | નસ્્વામી ભૃત્યતઃ સ્વામ્યમિચ્છન્યો રાતિ ચાશિષઃ ॥ ૫॥ અહં ત્વકામસ્ત્વદ્ધક્તસ્ત્વં ચ સ્વામ્યનપાશ્રયઃ । નાન્યથેહાવયોરર્થો રાજસેવકયોરિવ* ॥ ૬॥ યદિ રાસીશ” મે કામાન્ વરાંસ્ત્વં વરદર્ષભ । કામાનાં હઘસંરોહં ભવતસ્તુ વૃણે વરમ્ ॥૭॥ ઇન્દ્રિયાણિ મનઃ પ્રાણ આત્મા ધર્મો ધૃતિર્મતિઃ | હીઃશ્રીસ્તેજઃ સ્મૃતિઃ સત્યં યસ્ય તશ્યન્તિ જન્મના ।। ૮।॥। વિમુગ્ચતિયદા કામાન્ માનવો મનસિ સ્થિતાન્ ! તહેવ પુણ્ડરીકાક્ષ ભગવત્ત્વાય કલ્પતે” ॥ ૯॥ શ્રીનારદજી કહે છે - પ્રહ્લાદજી બાળક હોવા છતાં પણ એમ સમજ્યા કે વરદાન માગવું એ પ્રેમભક્તિમાં વિધ્ન છે; તેથી સહેજ સ્મિત કરતાં તેમણે ભગવાનને ક્યું. (૧) પ્રહ્લાદજીએ કહ્યું - હે પ્રભુ! હું જન્મથી જ વિષયભોગોમાં આસક્ત છું, તો મને આ વરદાનોનાં પ્રલોભનોથી આપ લલચાવો નહીં. હું તે ભોગોના સંગથી ડરીને, તેમના થકી થતી તીવ્ર વેદનાનો અનુભવ પામીને, તેમાંથી છૂટવાની અભિલાષાથી જ આપના શરણમાં આવ્યો છું. (૨) હે ભગવન્! મારામાં ભક્તનાં લક્ષણો છે કે નહીં એ જાણવા માટે આપે પોતાના ભક્ત એવા મને વરદાન માગવા પ્રેર્યો છે. આ વિષષભોગો (તો) ફદયગ્રંથિને અધિક દૃઢ કરનારા તથા વારંવાર જન્મ-મરણના ચકરાવામાં નાખનારા છે. (૩) હે જગદ્ગુરુ! આ (વરદાન માગવા) કહેવાનું, કસોટી કરવા સિવાય અન્ય કોઈ કારણ જાતું. નથી; કારણ કે આપ પરમ કૃપાળુ છો. (પોતાના ભક્તોને ભોગોમાં ફસાવનારું વરદાન આપી જ કેમ શકો?) જે સેવક આપની પાસે પોતાની કામના પૂરી કરાવવા ઇચ્છે છે તે (વાસ્તવમાં) સેવક નથી, તે તો લેણદેણ કરનારો નર્યો વશ્િક (વેપારી) છે. (૪) તે સેવક નથી કે જે સ્વામી પાસે પોતાની કામનાઓ પૂરી કરાવવા ઇચ્છે છે અને તે સ્વામી નથી કે જે સેવક પાસે સેવા કરાવવા તથા તેનો સ્વામી બનવા માટે તેની કામનાઓ પૂરી કરે છે. (૫) હું આપનો નિષ્કામ સેવક છું અને આપ મારા નિરપેક્ષ સ્વામી છો. રાજા અને તેના સેવકોનો પ્રયોજનને લીધે જેવો સેવક-સ્વામીનો સંબંધ હોય છે, મારો અને આપનો સંબંધ તો તેવો નથી જ. (૬) હે વરદશ્રેષ્ઠ સ્વામી! આપ જો મને મોં-માગ્યું વરદાન આપવા જ ઇચ્છો છો તો એવું, વરદાન આપો કે મારા ફદયમાં ક્યારેય કોઈ કામનાનો અંકુર ફૂટે જ નહીં. (૭) ફદયમાં કોઈ પણ કામનાનો ઉદય થતાં જ ઇન્દ્રિયો, મન, પ્રાણ, શરીર, ધર્મ, ધૈર્ય, બુદ્ધિ, લજ્જા, શ્રી, તેજ, સ્મૃતિ અને સત્ય - આ બધાં જ નષ્ટ થઈ જાય છે. (૮) હે કમલનયન! મનુષ્ય પોતાના મનમાં રહેતી કામનાઓનો જે સમયે પરિત્યાગ કરી દે ૧. પ્રા. પા. - નૈતેષુ । ૨. પ્રા. પા. — ઘટતે | ૩. પ્રા. પા. -. વરિહ | ૪. પ્રા. પા. - દાસ્યસિ ! પ. પ્રાચીન પ્રતમાં ‘કલ્પતે || ૯!!’
- એ પછી ‘નારદેનોપદિષ્ટે મે તવ મન્ત્રમહં સ્મરે’ - એટલો પાઠ વધુ છે. અ૦૧૦] સાતમો સ્કંધ 725 નમો ભગવતે તુભ્યં પુરુષાય મહાત્મને । હરથેડતુતસિંહાય બ્રહ્મણે પરમાત્મને । ૧૦।। જૃસિંહ ઉવ૨૨ નૈકાન્તિનો મેચ મયિ જાત્વિહાશિષ આશાસતેડમુત્ર ચ યે” ભવહિધાઃ | અથાપિ મન્વન્તરમેતદત્ર દૈત્યેશ્વરાણામનુભુડક્ષ્વ ભોગાન્ 1૧૧॥। કથા મદીયા જુષમાણઃ પ્રિયાસ્ત્વ- માવેશ્ય મામાત્મનિ સત્તમેકમ્ | ભૂતેષ્વધિયજ્ઞમીશં યજસ્વ યોગેન ચ કર્મ હિન્વન્“॥૧૨॥ સર્વેષુ ભોગેન પુણ્યં કુશલેન પાપં કલેવર કાલજવેન હિત્વા | વિશુદ્ધાં સુરલોકગીતાં વિતાય મામેષ્યસિ મુક્તબન્ધઃ || ૧૩॥। કીર્તિ ય એતત્ કીર્તયેન્મહ્યં ત્વયા ગીતમિદં નરઃ ! ત્વાંચમાંચ સ્મરન્કાલે કર્મબન્ધાતપ્રમુચ્યતે ॥ ૧૪॥ હદ 9૧/૨૧ વરં? વરય એતત્તે વરદેશાન્મહેશ્વર | યદનિન્દત્પિતા મે ત્વામવિદ્રાંસ્તેજ એશ્વરમ્ ॥ ૧૫॥। વિદ્ધામર્ષાશયઃ સાક્ષાત્ સર્વલોકગુરું પ્રભુમ્ ! ભ્રાતૃહેતિ મૃષાદષ્ટિસ્ત્વદ્રક્તે મવિ ચાઘવાન્ ॥ ૧૬ તસ્માત્પિતા મે પૂયેત દુરન્તાદ્ દુસ્તરાદઘાત્ પૂતસ્તેડપાક્નસન્દેષ્ટસ્તદા“ કૃપણવત્સલ । ૧૭॥ છે તે જ સમયે તે ભગવાનના સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. (૯) હે ભગવન્! આપને નમસ્કાર છે. આપ સૌના કૃદયમાં વિરાજમાન, ઉદારોમાં શ્રેષ્ઠ સ્વયં પરબ્રહ્મ પરમાત્મા છો. અદ્દભુત નરસિંહરૂપધારી શ્રીઠરિનાં ચરણોમાં હું વારંવાર પ્રજ્ઞામ કરું છું. (૧૦) શ્રીનરસિંહ ભગવાને કહ્યું — (હે પ્રહલાદ!) તાર જેવા મારા એકાંતપ્રેમી ભક્તો આ લોકની અથવા પરલોકની કોઈ પબ્ર વસ્તુની ક્યારેય કોઈ કામના કરતા નથી; વધુ નહીં તો માત્ર એક મન્વન્તર સુધી મારી પ્રસન્નતા ખાતર તું આ લોકમાં દૈત્ય-રાજાઓના સમસ્ત ભોગોનો સ્વીકાર કરી લે. (૧૧) સમસ્ત પ્રાણીઓના હદયમાં યશોના ભોક્તા ઈશ્વરરૂપે હું જ વિરાજમાન છું તું પોતાના હદયમાં મને નીરખતો રહેજે અને તને જે અતિપ્રિય છે તે મારી લીલા-કથાઓ સાંભળતો ૨, સમસ્ત કર્મો વડે મારી જ આરાધના કરજે અને આ પ્રમાણે પોતાનાં પ્રારબ્ધ-કર્મોનો ક્ષય કરી દેજે. (૧૨) ભોગો ભોગવીને પુહ્યકર્મોના ફળનો અને નિષ્કામ પુણ્યકર્મા કરીને પાપનો કય કરતો રહીને તું યથાસમય દેહત્યાગ કરીને, સમસ્ત બંધનોમાંથી છૂટી જઈને મારી પાસે આવી જઈશ. દેવલોકમાં પબ્ર લોકો તારી વિશુદ્ધ કીર્તિનું ગાન કરશે, (૧૩) તેં કરેલી મારી આ સ્તુતિનું જે મનુષ્ય કીર્તન કરશે અને સાથે મારું અને તારું સ્મરણ પણ કરશે તે યથાસમય કર્મોના બંધનમાંથી છૂટી જશે. (૧૪) પ્રહ્લાદજીએ કહ્યું - હે મહેશ્વર! આપ વરદાન આપનારાઓના સ્વામી છો. આપની પાસેથી હું એક વધુ વરદાન માગું છું. મારા પિતાએ આપના ઈશ્વરીય તેજને તથા સર્વશક્તિમાન, જડ-ચેતન સર્વના ગુરુ એવા સ્વયં આપને નહીં જાણવાને કારણે આપની ભારે નિંદા છે. “આ વિષ્ણુએ મારા ભાઈને મારી નાખ્યા છે’ - એવી મિથ્યા દષ્ટિ ધરાવવાને કારણે તેઓ ક્રોધના આવેગને સહન કરવાને અસમર્થ થઈ ગયા હતા, તેથી જ તે ભક્ત હોવાને કારણે મારી સાથે પણ દ્રોહ કર્યો. (૧૫- ૧૬) હે દીનબંધુ! જોકે આપની દષ્ટિ પડતાં જ તેઓ પવિત્ર થઈ ગયા છે, તોપણ હું આપને પ્રાર્થના કે જલદી નષ્ટ નહીં થનારા દુસ્તર દોષ (અજ્ઞાનજન્ય ક્રોધાવેગ)માંથી મારા પિતાજી શુદ્ધ થઈ જાય. (૧૭) ૧. પ્રા. પા. - ૩ નમો | ૨. પ્રા. પા. - ભગવાનુવાચ | ૩. હિત્વા! ૬. પ્રા. પા. - સ્મરેત્! ૭. પ્રા. પા. - વરાન્! ૮. પ્રા. પા. પ્રા. પા. - થે! ૪. ્રા. પા. - તે! પ. પ્રા. પા. - પૂતસ્તે શાન્તયા દષ્યા દં: કૃપટ | 726 શ્રીમદભાગવત [અ૦૧૦ કભગશનુવાર જ ત્રિઃસમભિઃ પિતા પૂતઃ પિતૃભિઃ સહ તેડનઘ । યત્ સાધોડસ્ય ગૃહે જાતો ભવાન્વૈ કુલપાવનઃ | ૧૮॥ યત્ર યત્ર ચ મદ્ધક્તાઃ પ્રશાન્તાઃ સમદર્શિનઃ । સાધવઃ સમુદાચારાસ્તે પપૂયન્ત્યપિ કીકટાઃ ॥ ૧૯॥ સર્વાત્મના ન હિંસન્તિ ભૂતગ્રામેષુ કિઞ્યન ઉચ્ચાવચેષુ દૈત્યેન્દ્ર મદ્ધાવેનરે ગતસ્પૃહાઃ ॥ ર૦॥ ભવત્તિ પુરુષા લોકે મદ્ધક્તાસ્ત્વામનુત્રતાઃ । ભવાન્ મે ખલુ ભક્તાનાં સર્વેષાં પ્રતિરૂપધૃક્ ।। ૨૧॥ કુરુ ત્વં પ્રેતકાર્યાણિ પિતુઃ પૂતસ્ય સર્વશઃ । મદક્ઞસ્પર્શનેનાન્ન લોકાન્ યાસ્યતિ સુપ્રજાઃ ॥ ર૨॥ પિત્રયંચ સ્થાનમાતિષ્ઠ યથોક્તં બ્રહ્મવાદિભિઃ । મય્યાવેશ્ય મનસ્તાત કુરુ કર્માણિ મત્પરઃ | ર૩॥ નારદ ઉવાચ? પ્રહ્માદોડપિ તથા ચક્રે પિતુર્યત્સામ્પરાયિકમ્ યથાડફહ ભગવાન્રાજન્નભિષિક્તો દ્િજોત્તમૈઃ* ॥ ર૪॥ પ્રસાદસુમુખં દંષ્ટ્વા બ્રહ્મા નરહરિં હરિમ્ | સ્તુત્વા વાઝિમઃ પવિત્રાભિઃ પ્રાહ દેવાદિભિર્વૃતઃ ॥ ર૫॥ શ્રહ્રોવાચ* દેવદેવાખિલાધ્યક્ષ ભૂતભાવન પૂર્વજ | દિષ્ટ્યાતે નિહતઃ પાપો લોકસન્તાપનોડસુરઃ ॥ ર૬॥ 1 શ્રીનરસિંહ ભગવાને કહ્યું - હે નિષ્પાપ પ્રહ્લાદ! તારા પિતા સ્વયં પવિત્ર થઈને તરી ગયા એમાં શી નવાઈ? જો તેમની એક્વીસ પેઢીઓના પિતૃઓ હોત તો તે સૌની સાથે પણ તેઓ તરી જાત; કારણ કે તારા જેવો કુળને પવિત્ર કરનારો પુત્ર તેમને મળ્યો છે. (૧૮) શાન્ત, સમદર્શી અને સુખપૂર્વક સદાચારનું પાલન કરનારા, મારા પ્રેમી ભક્તો જ્યાં જ્યાં વસે છે તે સ્થાન ભલેને કીકટ (એ નામનો પ્રદેશ) પણ કેમ ન હોય, તે પવિત્ર થઈ જાય છે. (૧૯) હે દૈત્યરાજ! મારા પ્રત્યેના ભક્તિભાવથી જેમની કામનાઓ નષ્ટ થઈ ગઈ છે તેઓ પોતાનો સર્વત્ર આત્મભાવ થઈ જવાને કારણે નાના-મોટા કોઈ પણ માણીને કોઈ પણ પ્રકારે કષ્ટ પહોંચાડતા નથી. (૨૦) સંસારમાં જે લોકો તારા અનુયાયી થશે તેઓ પણ મારા ભક્તો થઈ જશે. બેટા! તું મારા બધા જ ભક્તોનો આદર્શ છે. (૨૧) જોકે મારાં અંગોનો સ્પર્શ થવાથી તારા પિતા સંપૂર્ણપણે પવિત્ર થઈ ગયા છે, તોપણ તું તેમની અંત્વેષટક્રિયા કર. તારા જેવા સંતાનને કારણે તેમને ઉત્તમ લોકોની પ્રાપ્તિ થશે. (૨૨) હે વત્સ! તું પોતાના પિતાના પદ પર સ્થાન લઈ લે અને વેદવાદી મુનિઓની આજ્ઞા અનુસાર મારામાં પોતાનું મન જોડીને તથા મારા શરણમાં રહીને મારી સેવા માટે જ તમામ કર્મો કર. (૨૩)
- (નારદજી કહે છે - (હે યુધિષ્ઠિર!) ભગવાનની આશ્ઞા અનુસાર પ્રહૂલાદજીએ પોતાના પિતાની અંત્વેષિક્રિયા કરી. એ પછી શ્રેષ્ઠ બ્રાહ્મણોએ તેમનો ચજ્યાભિષેક કર્યો. (૨૪) આ સમયે દેવો, શ્રષિઓ વગેરે સહિત બ્રહ્માજીએ શ્રીનરસિંહ ભગવાનને પ્રસન્્નવદન જોઈને પવિત્ર વચનો વડે તેમની સ્તુતિ કરી અને તેમને આ પ્રમાશે કહ્યું. (ર૫) બ્રહ્માજીએ કહ્યું - દેવોના હે આરાધ્યદેવ! આપ સર્વાન્તર્થામી, જીવોના જીવનદાતા અને મારા પણ પિતા છો. આ પાપી દૈત્ય લોકોને ઘણો જ સતાવી રહ્યો હતો. એ મોટા સૌભાગ્યની વાત છે કે આપે આને મારી નાખ્યો. (ર૬) ૧. પ્રા. પા. - પૂષન્તેડપિ ! ૨. પ્રા. પા. - મદ્ધક્તા વિગતસ્યૃહાઃ | ૩. પ્રા. પા. - શુક ઉવાચ ! ૪. પ્રા. પા. - દ્રિજાતિભિઃ ! પ. પ્રાચીન પ્રતમાં ‘બ્રહ્મોવાચ’ નથી. અ૦૧૦] સાતમો સ્કંધ. 727 યોડસૌલબ્ધવરો મત્તો નવધ્યો મમ સૃષ્ટિભિઃ | તપોયોગબલોન્નદ્ધઃ સમસ્તનિગમાનહન્ || ર૭।। દિષ્ટ્યાડસ્યચ તનયઃ સાધુર્મહાભાગવતોડર્ભકઃ । ત્વયાવિમોચિતો મૃત્યોર્દિષ્ટ્યા ત્વાં” સમિતોડધુના | ર૮॥ એતદ્રપુસ્તે ભગવન્ ધ્યાયતઃ પ્રયતાત્મનઃ | સર્વતો ગોપ્તૃ સન્ત્રાસાન્મૃત્યોરપિ જિઘાંસતઃ ॥ ૨૯ રૃસિંહ ઉવાચ” મૈવં વરોડસુરાણાં તે પ્રદેયઃ પશ્મસમ્ભવ | વરઃ ફ્રરનિસર્ગાણામહીનામમૃતં યથા 1 ૩૦॥ નારદ ઉવાચ ઇત્યુક્ત્વા ભગવાન્ રા્જસ્તત્રૈવાન્તર્દધે હરિઃ । અદ્શ્યઃ સર્વભૂતાનાં પૂજિતઃ પરમેષ્ઠિના । ૩૧॥ તતઃ સમ્પૂજ્ય શિરસા વવન્દે પરમેષ્ઠિનમ્ । ભવંપ્રજાપતીન્ દેવાન્ પ્રહ્દાદો ભગવત્કલાઃ ॥ ૩૨ તતઃ કાવ્યાદિભિઃ સાર્ધ મુનિભિઃ કમલાસનઃ |! દૈત્યાનાં દાનવાનાં ચ પ્રહ્માદમકરોત્પતિમ્ । ૩૩।॥ પ્રતિનન્દ્ય તતો દેવાઃ પ્રયુજય પરમાશિઃ સ્વધામાનિ યયૂ રાજન્બ્રહ્માધાઃ પ્રતિપૂજિતાઃ । ૩૪॥ એવં તૌ પાર્ષદૌ વિષ્ણોઃ પુત્રત્વં પ્રાપિતો દિતેઃ । હૃદિ સ્થિતેન હરિણા વૈરભાવેન તૌ હતો ।। ૩૫॥ પુનશ્ચ વિપ્રશાપેન રાક્ષસો તૌ બભૂવતુઃ | કુમ્ભકર્ણદશગ્રીવૌ હતો તૌ રામવિક્રમૈઃ । ૩૬॥ મેં તેને વરદાન આપ્યું હતું કે મારી સૃષ્ટિનું કોઈ પણ તમારો વધ કરી શક્શે નહીં; તેથી આ મદોન્મત્ત થઈ ગયો હતો. તપ, યોગ અને બળને કારણે ઉચકુંખલ થઈને આણે વેદોક્ત વિધિઓનો ઉચ્છેદ કરી દીધો હતો. (૨૭) એ પણ મોટા સૌભાગ્યની વાત છે કે આના પુત્ર, પરમભાગવત, શુદ્ધકદય નાના-સરખા શિશુ પ્રહલાદને આપે મૃત્યુના મુખમાંથી મુક્ત કર્યો; તથા એ પણ ધણા આનંદ-મંગળની વાત છે કે તે હવે આપના શરણમાં છે. (૨૮) હે ભગવન્! આપના આ નરસિંહ-રૂપનું જે કોઈ વ્યક્તિ એકાગ્રચિત્તે ધ્યાન ધરશે તેને આ (રૂપ) બધા પ્રકારના ભયોમાંથી બચાવી લેશે; ત્યાં સુધી કે મારવાની ઈચ્છાથી આવેલું મૃત્યુ પણ તેનું કશું બગાડી શકશે નહીં. (૨૯) શ્રીનરસિંહ ભગવાન બોલ્યા - બ્રહ્માજી! તમે દૈત્યોને આવું વરદાન આપ્યા કરશો નહીં. જેઓ સ્વભાવથી જ કૂર છે તેમને આપેલું વરદાન સાપને દૂધ પિવડાવવા જેવું છે. (૩૦) નારદજી કહે છે - (હે યુધિષ્ઠિર!) શ્રીનરસિંહ આ પ્રમાણે કહીને તથા બ્રહ્માજીએ કરેલી પૂજા સ્વીકારીને ત્યાં જ અન્તર્ધાન થઈ ગયા. (૩૧) ત્યારપછી પ્રહ્લાદજીએ ભગવત્સ્વરૂપ બ્રહ્માજી અને શંકરની તથા પ્રજાપતિઓ અને દેવતાઓની પૂજા કરીને તેમને નતમસ્તકે પ્રણામ કર્યા; (૩૨) અને ત્યારે શુક્રાચાર્ય વગેરે મુનિઓની સાથે ચખીને બ્રહ્માજીએ તેમને સમસ્ત દાનવો અને દૈત્યોના અધિપતિ બનાવ્યા. (૩૩) પછી બ્રહ્મા વગેરે દેવતાઓએ પ્રહ્લાદજીનું અભિનંદન કર્યું અને તેમને શુભ આશીર્વાદ આખા. પ્રહ્લાદજીએ પણ સૌનો યથાયોગ્ય સત્કાર કર્યો અને એ પછી બધા પોતપોતાના લોકોમાં સિધાવી ગયા. (૩૪) (હે યુધિષ્ઠિર!) આ પ્રમાણે ભગવાનના તે બંને પાર્ષદો - જય અને વિજય - દિતિના પુત્રો દેત્યો થયા હતા, તેઓ ભગવાન સાથે વેરભાવ રાખતા હતા. તેમના ફૃદયમાં રહેલા ભગવાને તેમનો ઉદ્ધાર કરવા માટે તેમનો સંહાર કર્યો. (૩૫) (પરંતુ) ત્કપિઓના શાપને કારણે તેમની મુક્તિ થઈ નહીં અને તેઓ ફરી કુંભકર્લ અને રાવલના રૂપે રાક્ષસો થયા; તે સમથે ભગવાન શ્રીરામના પરાક્રમથી તેમનો અંત થયો. (૩૬) ૧. પ્રા. પા. - બલોન્મત્તઃ॥ ૨. પ્રા. પા. - તે | ૩. પ્રા. પા. - પૂર્વશાપેન ! પા. - તસિયતોડધુના | ૪. પ્રા. પા. - ભગવાનુવાચ | પ. પ્રા. 728 શ્રીમદભાગવત, [અ૦૧૦ શયાનૌ યુધિ નિર્ભિત્રહૃદયૌ રામસાયકૈઃ । તચ્ચિત્તો જહતુર્દેહં યથા પ્રાક્તનજન્મનિ || ૩૭॥। તાવિહાથ પુનર્જાતો શિશુપાલકરૂષજો ૫ । હરૌ વૈરાનુબન્ધેન પશ્યતસ્તે સમીયતુઃ ॥ ૩૮॥ એનઃ પૂર્વકૃતં યત્તદ્ રાજાનઃ કૃષ્ણવૈરિણઃ । જહુસ્ત્વન્તે તદાત્માનઃ કીટઃ પેશસ્કૃતો યથા | ૩૯।॥ યથાયથા ભગવતો ભક્ત્યા પરમયાડભિદા । નૃપાશ્ષેધાદયઃ સાત્મ્યં હરેસ્તચ્ચિન્તયા યયુઃ | ૪૦॥ આખ્યાતં સર્વમેતત્તે યન્માં ત્વં પરિપૃષ્ટવાન્ | દમઘોષસુતાદીનાં હરેઃ સાત્મ્યમપિ દ્વિષામ્ | ૪૧।। એષા બ્રહ્મણ્યદેવસ્ય કૃષ્ણસ્ય ચ મહાત્મનઃ । અવતારકથા પુણ્યા વધો યત્રાદિદૈત્યયોઃ 1 ૪૨ પ્રહ્માદસ્યાનુચરિતં મહાભાગવતસ્ય ચ |! ભક્તિર્શાનં વિરક્તિશ્ચ યાથાત્મ્યં ચાસ્યવૈહરેઃ । ૪૩॥ સર્ગસ્થિત્યપ્યયેશસ્ય ગુણકર્માનુવર્ણનમ્ । પરાવરેષાં સ્થાનાનાં કાલેન વ્યત્યયો મહાન્ | ૪૪॥। ધર્મો ભાગવતાનાં ચ ભગવાન્ યેન ગમ્યતે | આખ્યાનેડસ્મિન્સમામ્નાતમાધ્યાત્મિકમશેષતઃ૨॥ ૪૫॥ યએતત્પુણ્યમાખ્યાનં વિષ્ણોર્વયોપબૃંહિતમ્ | કીર્તયેચ્છૂદ્વયા શ્રુત્વા કર્મપાશૈર્વિમુચ્યતે ।૪૬॥। એતદ્ ય આદિપુરુષસ્ય મૃગેન્દ્રલીલાં દૈત્યેન્દ્રયૂથપવધં પ્રયતઃ પડઠેત | યુદ્ધમાં ભગવાન શ્રીરામનાં બાજ્ઞોથી તેમનું હદય ભેદાઈ ગયું અને ત્માં જ પડ્યાં-પડ્યાં પૂર્વજન્મની જેમ ભગવાનનું. સ્મરણ કરતાં કરતાં તેમશે દેહત્યાગ કર્યો. (૩૭) તેઓ જ હવે આ યુગમાં શિશુપાલ અને દતવકત્રના રૂપમાં ઉત્પન્ન થયા હતા. ભગવાન પ્રત્પે વેરભાવથી સ્મરણ કરતા હોવાને કારણે તમારી સામે જ તેઓ ભગવાનમાં સમાઈ ગયા. (૩૮) (હે યુધિષ્ઠિર!) શ્રીકૃષ્્ત સાથે વેર ચખનારા બધા જ રાજાઓ અંતકાળે શ્રીકૃષ્ણના સ્મરણથી (તેમનામાં) તદ્રપ થઈને પોતાનાં પૂર્વે કરેલાં પાપોમાંથી હંમેશ માટે મુક્ત થઈ ગયા. જેમ ભમરીએ પકડેલો કીડો ભયને લીધે જ ભમરીના સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે તેવી જ રીતે શિશુપાલ વગેરે રાજાઓ પણ ભગવાનના વેરભાવ-જનિત અનન્ય ચિંતન થકી ભગવાનના સારૂપ્યને પામી ગયા. (૪૦) (હે યુષિષ્ઠિર!) તમે મને પૂછ્યું હતું કે ભગવાન સાથે હ્ેષ કરનારા શિશુપાલ વગેરેને તેમના સારૂપ્યની પ્રાપ્તિ કેવી રીતે થઈ, તેનો ઉત્તર મેં તમને આપી દીધો. (૪૧) બ્ર્મશ્યદેવ પરમાત્મા શ્રીકૃષ્કનું આ પરમ પવિત્ર અવતાર-ચરિત્ર છે. આમાં હિરશ્યાક્ષ અને હિરક્યકશિપુ,
- એ બંને દૈત્યોના વધનું વર્ણન છે. (૪૨) આ પ્રસંગમાં ભગવાનના પરમ ભક્ત પ્રહ્લાદના ચરિત્રનું, તેમનાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનું તેમ જ સંસારની ઉત્પત્તિ, સ્થિતિ, અને પ્રલયના સ્વામી શ્રીહરિના યથાર્થ સ્વરૂપનું તથા તેમના દિવ્ય ગુશ્યો અને તેમની લીલાઓનું વર્શન છે. આ આખ્યાનમાં દેવો અને દાનવોનાં પદોમાં કાળક્રમે જે મહાન પરિવર્તન થયું છે તેનું પણ નિરૂપણ છે. (૪૩- ૪૪) જેના થકી ભગવાનની પ્રાપ્તિ થાય છે તે ભાગવત- ધર્મનું પણ વર્ણન છે; અને અધ્યાત્મ-સંબંધી બધી જ જાણવા-યોગ્ય વાતો પણ આમાં છે. (૪૫) ભગવાનના પરાક્રમથી ભરેલા આ પવિત્ર આખ્યાનનું જે કોઈ મનુષ્ય શ્રદ્ધાપૂર્વક કીર્તન અને શ્રવણ કરે છે તે કર્મોના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. (૪૬) જે મનુષ્ય પરમ પુરુષ પરમાત્માની આ નરસિંહ-લીલાને, સેનાપતિઓ સહિત ૧. પ્રા. પા. - ત્કરૂપકો | ૨. પ્રા. પા. - સમાપ્યાત | અ૦ ૧૦] સાતમો સ્કંધ 729 દૈત્યાત્મજસ્ય ચ સતાં પ્રવરસ્ય પુણ્યં શ્રુત્વાડનુભાવમકુતોભયમેતિ લોકમ્પ ॥ ૪૭॥ યૂં નૃલોકે બત ભૂરિભાગા લોકં પુનાના મુનયોડભિયન્તિર | યેષાં ગૃહાનાવસતીતિ સાક્ષાદ્ ગૂઢં પરં બ્રહ્મ મનુષ્યલિન્નમ્ 1૪૮ સ” વા અયં બ્રહ્મ મહદ્રિમૃગ્ય- કૈવલ્યનિર્વાણસુખાનુભૂતિઃ 1 પ્રિયઃ સુહૃદ વઃ ખલુ માતુલેય આત્માડર્હણીયો વિધિકૃદ્ ગુરુશ્ચ । ૪૯॥ ન યસ્ય સાક્ષાદ્ધવપશ્મજાદિભી રૂપં ધિયા વસ્તુતયોપવર્ણિતમ્ । મૌનેન ભક્ત્યોપશમેન પૂજિતઃ પ્રસીદતામેષ સ સાત્વતાં પતિઃ ૫૦॥ સ એષ ભગવાન્ રાજન્ વ્યતનોદ્રિહત યશઃ । પુરા રુદ્રસ્ય દેવસ્ય મયેનાનન્તમાથિના || ૫૧! ચન્નેવાચ કસ્મિન્કર્મણિ દેવસ્ય મયોડહગ્જગદીશિતુઃ । યથાપંચોપચિતા કીર્તિઃ કૃષ્ણેનાનેન કથ્યતામ્ ॥ પર ॥ નારદ ઉવાચ નિર્જિતા અસુરા દેવૈર્યુધ્યનેનોપબૃંહિતેઃ । માથિનાં પરમાચાર્ય મયં શરણમાયયુઃ ૬ ॥ ૫૩॥ સનિર્માયપુરસ્તિસો હૈમીરૌપ્યાયસીર્વિભુઃ9 । દુર્લકષ્યાપાયસંયોગા દુર્વિતર્ક્યપરિચ્છદાઃ || ૫૪॥ હિરલ્યકશિપુના વધને અને સંતશ્રેષ્ઠ પ્રહ્લાદજીના પવિત્ર પ્રભાવને એકાગ્રચિત્તે વાંચે છે અને સાંભળે છે તે ભગવાનના અભય-પદ વૈકુંઠને પ્રાપ્ત કરી લે છે. (૪૭) (હે યુધિષ્ઠિર!) આ મનુષ્યલોકમાં તમે બધા અત્યંત ભાગ્યશાળી છો, એ કેટલી ખુશીની વાત છે કે તમારા ઘરમાં સાક્ષાત્ પરબ્રહ્મ પરમાત્મા મનુષ્યનું રૂપ ધારણ કરીને ગુપ્તપણે નિવાસ કરે છે. તેથી સમસ્ત સંસારને પવિત્ર કરી દેનારા જાષિમુનિઓ વારંવાર તેમનું દર્શન કરવા માટે ચારે બાજુએથી તમારી પાસે આવતા રહે છે. (૪૮) જેમને મોટા-મોટા મહાપુરુષો નિરંતર ખોળતા રહે છે, જેમનામાં માયાનો લેશમાત્ર પણ નથી તેઓ જ તમારા પ્રિય, હિતૈષી, મામાના પુત્ર ભાઈ, પૂજ્ય, આશાકારી અને ગુરુ છે તથા સ્વયં આત્મા શ્રીકૃષ્ણ છે. (૪૯) શંકર, બ્રહ્મા વગેરે પણ પોતાની તમામ બુદ્ધિ પ્રયોજીનેય ‘તેઓ વાસ્તવમાં કયું તત્ત્વ છે’ - એ રૂપે તેમનું વર્ણન કરી શક્યા નથી; તો પછી અમે તો કરી જ શકીએ કેવી રીતે? અમે તો મૌન, ભક્તિ અને સંયમ વડે જ તેમની પૂજા કરીએ છીએ અને અંતમાં એ જ પ્રાર્થના કરીએ છીએ કે તેઓ અમારી આ પૂજા સ્વીકારીને ભક્તવત્સલ ભગવાન અમારા પર પ્રસન્ન થાય. (૫૦) (હે યુધિષ્ઠિર!) એ જ એકમાત્ર આરાધ્ય દેવ છે. પ્રાચીન કાળમાં ઘણા મોટા મય નામના માયાવી અસુરે જ્યારે રુદ્રદેવની સુંદર કીર્તિમાં કલંક લગાડવાનું ઇચ્છયું ત્યારે આ જ ભગવાન શ્રીકૃષ્ણે ફરીથી તેમના યશનું રક્ષણ અને તેનો વિસ્તાર કર્યો હતો. (૫૧) રાજા યુધિષ્ઠિરે કહ્યું - (હે નારદજી!) મય દાનવ કયા કાર્યમાં જગદીશ્વર રુદ્રદેવના યશનો નાશ કરવા માગતો હતો? અને તેમના યશનું રક્ષણ ભગવાન શ્રીકૃષ્ણે કેવી રીતે કર્યું? - એ તમે કૃપા કરીને બતાવો. (૫૨) નારદજીએ કહ્યું - એક વાર આ જ ભગવાન શ્રીકૃષ્થ્ પાસેથી શક્તિ પ્રાપ્ત કરીને દેવોએ યુદ્ધમાં અસુરોને જીતી લીધા હતા. તે સમયે તમામે તમામ અસુરો માથાવીઓના પરમ ગુરુ, મય દાનવના શરણે ગયા. (૫૩) શક્તિશાળી મય દાનવે સોના, ચાંદી અને લોઢાનાં ત્રણ વિમાનો બનાવ્યાં. અરે, તે વિમાન શું, જાણે ત્રણ નગર જ હતાં! તેઓ એટલાં વિલક્ષણ હતાં કે તેમને કોઈ જોઈ શકતું ન હતું અને તેમાં કોઈ પ્રકારનો ખતરો ન હતો. તે વિમાનોમાં યુદ્ધની અપાર સામગ્રી ભરેલી હતી. તેમની ૧. પ્રા. પા. - લોકાન્! ૨. પ્રા. પા. - ત્યાન્તિ ! ૩. પ્રા. પા. - સર્વાશ્રયં બ્રહમ ! ૪. પ્રા. પા. - વસ્તુ તદાનુવન | પ. પ્રા. પા. - તથા! ૬. પ્રા. પા. - તમભ્યયુઃ| ૭. પ્રા. પા. - ત્સીઃ પ્રભુઃ ! 730 શ્રીમદભાગવત [અ૦૧૦ તાભિસ્તેડસુરસેનાન્યો લોકાંસ્્ીન્ સેશ્વરાન્નૃપ । સ્મરન્તો નાશયાગ્ચક્રુઃ પૂર્વવૈરમલક્ષિતાઃ || પપ તતસ્તે સેશ્વરા લોકા ઉપાસાધેશ્વરં વિભો । ત્રાહિ નસ્તાવકાન્ દેવ વિનષ્ટાંસ્તરપુરાલયૈઃ | પ૬! અથાનુગૃહ્ ભગવાન્મા ભૈષ્ટેતિ સુરાન્વિભુઃ ! શરં ધનુષિ સન્ધાય પુરેષ્વસ્્ં૨ વ્યમુગ્ચત || ૫૭।। તતોડગ્નિવર્ણા ઇષવ ઉત્પેતુઃ સૂર્યમણ્ડલાત્ ! યથા મયૂખસન્દોહા નાદેશ્યન્ત પુરો યતઃ ૫૮॥ તૈઃ સ્પૃષ્ટા વ્યસવઃ સર્વે નિપેતુઃ સ્મ પુરૌકસઃ । તાનાનીય મહાયોગી મયઃ કૂપરસેડક્ષિપત્ ॥ ૫૯॥ સિદ્ધામૃતરસસ્પૃષ્ટા વજસારા મહૌજસઃ ઉત્તસ્થુર્મેઘદલના વૈધુતા ઇવ વહ 1 ૬૦ વિલોક્ય ભગ્નસકલ્પં વિમનસસ્કં વૃષધ્વજમ્ | તદાડયંભગવાન્ વિષ્ણુસ્તત્રોપાયમકલ્યયત્ ॥ ૬૧॥। વત્સ આસીત્તદા બ્રહ્મા સ્વયં વિષ્ણુરયં હિ ગૌઃ । પ્રવિશ્ય ત્રિપુરં કાલે રસકૂપામૃતં પપૌ ॥ ૬૨॥ તેડસુરાહ્યપિ પશ્યન્તો ન ન્યપેધન્વિમોહિતાઃ । તદ્રિજ્ઞાય* મહાયોગી રસપાલાનિદં જગૌ ॥ ૬૩॥ સ્વયં વિશોકઃ શોકાર્તાન્ સ્મરન્દૈવગતિં ચ તામ્ | દેવોડસુરો નરોડન્યોવાનેશ્વરોડસ્તીહ કશ્ચન ॥ ૬૪॥। આત્મનોડન્યસ્ય વા દિષ્ટં દૈવેનાપોહિતું દ્રયોઃ | અધાસૌશક્તિભિઃસ્વાભિઃશમ્ભોઃપ્રાધનિકંવ્યધાત્ ॥ ૬૫॥ ગતિનો કોઈ અંદાજ પામી શકતું નહતું. (૫૪) હે યુધિષ્ઠિર! દૈત્યસેનાપતિઓના મનમાં ત્રણે લોક અને લોકપાલો પ્રત્ધે વેરભાવ તો હતો જ, હવે તેને યાદ કરીને તેઓ તે ત્રણ વિમાનો વડે, તેમાં છુપાઈને નાશ કરવા લાગ્યા. (૫૫) ત્યારે લોકપાલોની સાથે બધાં પ્રજાજનો ભગવાન શંકરના શરણે ગયાં અને તેમને પ્રાર્થના કરી કે “હે પ્રભુ! ત્રિપુરમાં રહેતા અસુરો અમારો નાશ કરી રહ્યા છે. અમે આપના શરણે છીએ, તો હે દેવાધિદેવ! તમે અમારું રક્ષણ કરો.’ (૫૬) તેમની પ્રાર્થના સાંભળીને ભગવાન શંકરે કૃપાસભર શબ્દોમાં ક્લું - ‘ગભરાઓ નહીં.’ પછી તેમણે પોતાના ધનુષ્ય પર બાણ ચઢાવીને ત્રણે પુરો પર છોડ્યું. (૫૭) તેમના તે બાજ્નમાંથી, સૂર્યમંડળમાંથી નીકળતાં કિરણોની જેમ અન્ય ધણ્ાંબધાં બાજ નીકળ્યાં. તેમનામાંથી જાણે આગની જ્વાળાઓ નીકળી રહી હતી, જેને કારણે તે પુરો દેખાતાં બંધ થઈ ગયાં; (૫૮) તેમના સ્પર્શથી બધા જ વિમાનવાસીઓ નિષ્ત્રાણ થઈને નીચે પડ્યા. મહામાયાવી મય ઘણાબધા ઉપાય જાણતો હતો. તે વિમાનમાં બેઠેલા બધા દૈત્યોને ઉપાડી લાવ્યો અને પોતે બનાવેલા અમૃતના કૂવામાં નાખ્યા. (૫૯) તે સિદ્ધ અમૃતરસનો સ્પર્શ થતાં જ અસુરોનાં શરીર અતિતેજસ્વી અને વજતુલ્ય સુદઢ થઈ ગ વાદળાંઓને ચીરી નાખતી વીજળીની આગની જેમ ઊભા થઈ ગયા. (૬૦) આ જ ભગવાન શ્રીકૃષ્ણે જ્યારે જોયું કે મહાદેવજી તો પોતાનો સંક્લ્પ પૂરો નહીં થવાને કારણે ખિન્ન થઈ ગયા છે ત્યારે તેમણે તે અસુરો પર વિજય મેળવવા માટે એક યુક્તિ કરી. (૬૧) આ જ ભગવાન શ્રીવિષ્ણુ તે સમયે ગાય બની ગયા અને બ્રહ્માજી વાછરડો બન્યા. બંને મધ્યાહનકાળે ત્રણે પુરોમાં ગયા અને તે સિદ્ધરસના કૂવાનું બધું અમૃત પી ગયા. (૬૨) જોકે તેનું રક્ષણ કરનારા દૈત્યો તે બંનેને જોઈ રહ્યા હતા તોપણ ભગવાનની માયાથી તેઓ એટલા મોહિત થઈ ગયા હતા કે તેમને અટકાવી શક્યા નહીં. જયારે યુક્તિઓ જાણનારાઓમાં શ્રેષ્ઠ મયાસુરને આ વાતની ખબર પડી ત્યારે. ભગવાનની લીલાને યાદ કરતાં તેને કોઈ શોક થયો નહીં. તેણે શોક કરતા અમૃતના રક્ષકોને કહ્યું - “ભાઈ! દેવો, અસુરો, મનુપ્યો કે અન્ય કોઈ પણ પ્રાણીઓ પોતાને માટે, પારકાને માટે કે બંને માટે પ્રારબ્ધ નિર્ધારેલું હોય તેને નષ્ટ કરી શકતાં નથી. જે થવાનું હતું તે થઈ ગયું, હવે શોક કરીને શું?’ ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણે પોતાની શક્તિઓ વડે ભગવાન શંકરના યુદ્ધની સામગ્રી તૈયાર કરી. (૬૩-૬૫) ૧. પ્રા. પા. - તતઃ | ૨. પ્રા. પા. - પૂર્વમસં | ૩. પ્રા. પા. - તં વિશ્ઞાય ! અ૦૧૧] સાતમો સ્કંધ 731 ધર્મજ્ઞાનવિરક્ત્યૃદ્ધિતપોવિદ્યાક્રિયાદિભિઃ । રથં સૂતં ધ્વજં વાહાન્ ધનુર્વર્મ શરાદિ યત્ | ૬૬॥| સન્નદ્ધો રથમાસ્થાય શરં ધનુરુપાદદે | શરં ધનુષિ સન્ધાય મુહૂર્તેડભિજિતીશ્વરઃ || ૬૭॥ દદાહ’ તેન દુર્ભેધા હરોડથ ત્રિપુરો નૃપ । દિવિ દુન્દુભયો નેદુર્વિમાનશતસડકુલાઃ ।। ૬૮॥। દેવર્ષિપિતૃસિદ્ધેશા જવેતિ કુસુમોત્કરૈઃ । અવાકિરગ્જગુર્હષ્ટા નનૃતુશ્ચાપ્સરોગણાઃ || ૬૯ એવં દગ્ધ્વા પુરસ્તિસ્રો ભગવાન્ પુરહા નૃપ । બ્રહ્માદિભિઃ સ્તૂયમાનઃ સ્વધામ પ્રત્યપધત ।। ૭૦॥ એવંવિધાન્યસ્ય હરેઃ સ્વમાયયા વિડમ્બમાનસ્ય નૃલોકમાત્મનઃ | વીર્યાણિ ગીતાન્યૃષિભિર્જગદગુરો- રલોકાન્ પુનાનાન્યપરં વદામિ કિમ્ | ૭૧॥। કલ્ટ: તેમણે ધર્મમાંથી રથ, જ્ઞાનમાંથી સારથિ, વૈરાગ્યમાંથી ધજા, એશ્વર્યમાંથી ઘોડા, તપસ્થામાંથી ધનુષ્ય, વિદ્યામાંથી કવચ, ક્રિયામાંથી બાણ અને પોતાની અન્ય બીજી શક્તિઓમાંથી અન્ય બીજી વસ્તુઓનું સર્જન કર્યું. (૬૬) આ સાધનસરંજામથી યુક્ત થઈને ભગવાન શંકર રથ પર સવાર થયા અને ધનુપ્ય બાણ ધારણ કર્યા. ભગવાન શંકરે અભિજિત મુહૂર્તમાં ધનષ્ય પર બાલ્ર ચહાવ્યું અને તે ત્રણે દુર્ભઘ વિમાનોને ભસ્મ કરી નાખ્યાં. હે યુધિષ્ઠિર! તે સમયે સ્વર્ગમાં નગારાં વાગવા લાગ્યાં અને સેંકડો વિમાનોની ભીડ જામી ગઈ, (૬૭-૬૮) દેવો, જાષિઓ, પિતૃઓ અને સિહેશ્વરો હર્ષોલ્લાસથી જયજયકાર કરતા પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. અપ્સરાઓ ગાવા અને નાચવા લાગી, (૬૯) હે રાજન્! આ પ્રમાણે તે ત્રણે પુરોને ભસ્મ કરીને ભગવાન શંકરે ‘ત્રિપુરારિ’નું બિરૂદ પ્રાપ્ત કર્યું અને બ્રહ્મા વગેરે (દેવો)ની સ્તુતિ સાંભળતા-સાંભળતા તેઓ પોતાના ધામમાં પધારી ગયા. (૭૦) આત્મસ્વરૂપ જગદ્ગુરુ ભગવાન શ્રીકૃષ્ણ આ પ્રમાણે પોતાની માયાથી જેવી જે લીલાઓ કરે છે તે જ અનેક લોકપાવન લીલાઓનું ગાન જાષિજનો કરતા રહે છે. કહો, હવે હું તમને બીજું શું કહી સંભળાવું? (૭૧) ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં સમમસ્કન્ધે યુધિષ્ઠિરનારદસંવાદે ત્રિપુરવિજયો નામચ દશમોડધ્યાયઃ ॥ ૧૦॥ સાતમા સ્કંધ-અંતર્ગત યુધિષ્ઠિર-નારદસંવાદમાંનો ત્રિપુરવિજય નામનો દસમો અધ્યાય સમાપ્ત.