Śrīmad Bhāgavatam

દિ માનવધર્મ, વર્ણધર્મ અને સૌધર્મનું નિરૂપણ શુક વાચ શ્રુત્વેહિતી સાધુસભાસભાજિતં મહત્તમાગ્રણ્ય ઉરુક્રમાત્મનઃ | યુધિષ્ઠિરો દૈત્યપતેર્મુદા યુતઃ પપ્રચ્છ ભૂ

બ્રહ્મચર્યાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમના નિયમો
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

પ અગિયારમો અધ્યાય દિ માનવધર્મ, વર્ણધર્મ અને સૌધર્મનું નિરૂપણ શુક વાચ શ્રુત્વેહિતી સાધુસભાસભાજિતં મહત્તમાગ્રણ્ય ઉરુક્રમાત્મનઃ | યુધિષ્ઠિરો દૈત્યપતેર્મુદા યુતઃ પપ્રચ્છ ભૂયસ્તનયં સ્વયમ્ભુવઃ ૧॥ શ્રીશુકદેવજી કહે છે - ભગવાનમાં તન્મય મ્રહ્લાદજીના પવિત્ર ચરિત્રનું સાધુસમાજ બહુ સમ્માન કરે છે તે સાંભળીને સંતશ્રેષ્ઠ યુધિષ્ઠિરને ઘણો આનંદ થયો. તેમણે નારદજીને બીજું પણ પૂછયું. (૧) ૧. પ્રાચીન પ્રતમાં “દદાહ…નૃપ’ - પ્રાચીન પ્રતમાં ‘નામ’ પદ નથી. એવા પૂર્વાની જગ્યાએ આવો પાઠ છે - ‘યથા પરં તુ સં દાહ ત્રિપુરં નૃપ ૨. 732 શ્રીમદભાગવત [અ૦૧૧ કુશિષિર ઉવાચ ભગવગ્છોતુમિચ્છામિ નૃણાં ધર્મ સનાતનમ્‌ | વર્ણાશ્રમાચારયુતં યત્પુમાન્‌ વિન્દતે પરમ્‌ | ૨॥। ભવાન્પ્રજાપતેઃ સાક્ષાદાત્મજઃ પરમેષ્ઠિનઃ । સુતાનાં સમ્મતોબ્રહ્મંસ્તપોયોગસમાધિભિઃ । ૩॥ નારાયણપરા વિપ્રા ધર્મ ગુહ્યાં પરં વિદુઃ | કરુણાઃ સાધવઃ શાન્તાસ્ત્વદ્ધિધા ન તથાડપરે ॥ ૪॥। નારદ ઉવાચ નત્વા ભગવતેડજાય લોકાનાં ધર્મહેતવે | વક્ષ્યે સનાતનં ધર્મ નારાયણમુખાચ્છુતમ્‌ 1 ૫॥ યોડવતીર્યાત્મનોંડશેન દાક્ષાયણ્યાં તુ ધર્મતઃ । લોકાનાં સ્વસ્તયેડધ્યાસ્તે તપો બદરિકાશ્રમે ॥ ૬॥ ધર્મમૂલં હિ ભગવાન્‌ સર્વવેદમયો* હરિઃ । સ્મૃતં ચ તદવિદાં રાજન્‌ યેન ચાત્મા પ્રસીદતિ || ૭! સત્યં દયા તપઃ શૌચં તિતિક્ષેક્ષા શમો દમઃ | અહિસાબ્રહ્મચર્ય ચ ત્યાગઃ સ્વાધ્યાય આર્જવમ્‌ || ૮॥ સત્તોષઃ સમદંક્‌ સેવા ગ્રામ્યેહોપરમઃ શનૈઃ । નૃણાં વિપર્યયેહેક્ષા મૌનમાત્મવિમર્શનમ્‌ | ૯॥ અન્નાદાદેઃ સંવિભાગો ભૂતેભ્યશ્ચ યથાર્હતઃ । તેષ્વાત્મદેવતાબુદ્ધિઃ સુતરાં નૃષુ પાણ્ડવ | ૧૦॥ શ્રવણં કીર્તનં ચાસ્ય સ્મરણં મહતાં ગતેઃ । સેવેજ્યાડવનતિર્દાસ્યં” સખ્યમાત્મસમર્પણમ્‌ | ૧૧॥। નૃણામયં પરો ધર્મઃ સર્વેષાં સમુદાહતઃ । ત્રિંશલ્લક્ષણવાન્રાજન્સર્વાત્માષંયેન તુષ્યતિ ॥ ૧૨॥ યુધિષ્ઠિરે કહું - હે ભગવન્‌ (નારદજી)! હવે હું વર્ણો અને આશ્રમોના સદાચાર સહિત, મનુષ્યોના સનાતન ધર્મ વિશે સાંભળવા ઇચ્છું છું; કારણ કે (હું જાણું છું કે) ધર્મથી જ મનુષ્યોને જ્ઞાન, ભગવાન પ્રત્યે પ્રેમ અને સાક્ષાત્‌ પરમ પુરુષ ભગવાનની પ્રાપ્તિ થાય છે. (૨) તમે સ્વયં પ્રજાપતિ બ્રહ્માજીના પુત્ર છો અને હે નારદજી! તમારાં તપ, થોગ અને સમાધિને કારણે તેઓ પોતાના બીજા પુત્રો કરતાં તમારું અધિક સમ્માન પણ કરે છે. (૩) તમારા જેવા નારાયણ-પરાયણ, દયાળુ, સદાચારી અને શાન્ત બ્રાહ્મણો પર્મના ગોપનીયમાં પણ ગોપનીય રહસ્પને જેવું યથાર્થરૂપે જાશે છે તેવું બીજા લોકો જાણતા નથી. (૪) નારદજીએ કહ્યું - (હે યુધિષ્ઠિર!) અજન્મા ભગવાન જ સમસ્ત ધર્મોનું મૂળ કારણ છે. તે જ પ્રભુ ચરાચર જગતના કલ્યાણ માટે ધર્મ અને દક્ષની પુત્રી મૂર્તિ થકી પોતાના અંશથી અવતરીને બદરિકાશ્રમમાં તપ કરી રહ્યા છે, તે ભગવાન શ્રીનારાયશ્ને નમસ્કાર કરીને, તેમના જ મુખેથી સાંભળેલા સનાતન-ર્મનું હું વર્જન કરું છું (તમે સાંભળો). (૫-૬) (હે યુધિષ્ઠિર!) સર્વવેદસ્વરૂપ ભગવાન શ્રીહરિ, તેમના તત્તતને જાણનારા મહર્ષિઓની સ્મૃતિઓ અને જેનાથી અંતઃકરણ પ્રસન્ન થાય છે તેવું કર્મ જ ધર્મનું મૂળ છે. (૭) (હે યુધિષ્ઠિર!) ધર્મનાં ત્રીસ લક્ષણો શાસ્તોમાં કહ્યાં છે, તે છે - સત્ય, દયા, તપ, શૌચ, તિતિક્ષા, યોગ્યાયોગ્યનો વિવેક, મનનો સંયમ, ઇન્દ્રિયોનો સંયમ, અહિંસા, બ્રહ્મચર્ય, ત્યાગ, સ્વાધ્યાય, સરળતા, સંતોષ, સમદર્શી મહાત્માઓની સેવા, સાંસારિક ભોગોની ચેષ્ટાઓમાંથી ઉત્તરોત્તર નિવૃત્તિ, મનુષ્યના અભિમાનપૂર્ણ પ્રયત્નોનું પરિણામ વિપરીત જ આવે છે તેવા વિચારો, મૌન, આત્મચિંતન, સદાવ્રત વગેરેનું યથાયોગ્ય વિભાજન, પ્રાણીઓમાં અને ખાસ કરીને મનુષ્યોમાં આત્મભાવ તથા ભગવદ્‌ભાવ, સંતોના પરમ આશ્રય ભગવાન શ્રીકૃષ્ણનાં નામ-ગુણ-લીલા વગેરેનું શ્રવણ, કીર્તન, સ્મરણ, સેવા, પૂજા-વંદના, તેમના પ્રત્પે દાસ્ય, સખ્ય અને આત્મસમર્પણ. આ ત્રીસ પ્રકારનું આચરણ બધા જ મનુષ્યોનો પરમ ધર્મ છે. આ આચરણ પાળવાથી સર્વાત્મા ભગવાન પ્રસન્‍ન થાય છે. (૮-૧૨) ૧. પ્રા. પા. - દશાન ! ર. પ્રા. પા. - સર્વભૂતમયો । ૩. પ્રા. પા. - વિષયગ્રહેથા । ૪. પ્રા. પા. - ત્નતિઃ સખ્ય દાસ્યમાત્મ ! પ. પ્રા. પા. - તવાન્‌ સાકષાતસર્વાતમા । અ૦ ૫૧] સાતમો સ્કંધ 733 સંસ્કારાયદવિચ્છિન્ઞાઃસ’ હિજોડજો જગાદ યમ્‌ | ઇજ્યાધ્યયનદાનાનિ વિહિતાનિ દ્રિજન્મનામ્‌ | જન્મકર્માવદાતાનાં ક્રિયાશ્ચાશ્રમચોદિતાઃ | ૧૩॥ વિપ્રસ્યાધ્યયનાદીનિ ષડન્યસ્યાપ્રતિગ્રહઃ૨ । રાજ્ઞો વૃત્તિઃ પ્રજાગોમુરવિપ્રાદ્‌ વા કરાદિભિઃ ॥ ૧૪॥ વૈશ્યસ્તુ વાર્તાવૃત્તિશ્ચ” નિત્યં બ્રહ્મકુલાનુગઃ । શૂદ્રસ્ય દ્રિજશુશ્રૂષા વૃત્તિશ્ચ સ્વામિનો ભવેત્‌ ॥ ૧૫॥ વાર્તાવિચિત્રા શાલીનયાયાવરશિલોગ્છનમ્‌ | વિપ્રવૃત્તિશ્ચતુર્ધયં શ્રેયસી ચોત્તરોત્તરા 1 ૧૬॥ જઘન્યો નોત્તમાં વૃત્તિમનાપદિ ભજેન્નરઃ ત્રતે રાજન્યમાપત્સુ સર્વેષામપિ સર્વશઃ ॥ ૧૭॥ ત્રતામૃતાભ્યાં જીવેત મૃતેન પ્રમૃતેન વા | સત્યાનૃતાભ્યાં જીવેત ન શ્રવૃત્્યા કથગઞ્યન 1! ૧૮।। ત્રતમુગ્છશિલં પ્રોક્તમમૃતં યદયાચિતમ્‌ | મૃતં તુ નિત્યયાચ્ઝા સ્યાત્ય્મૃતં કર્ષણં સ્મૃતમ્‌ ॥ ૧૯॥ સત્યાનૃતં તુ વાણિજ્ય શ્વવૃત્તિ્નીચસેવનમ્‌ | વર્જયેત્તાં સદા વિપ્રો રાજન્યશ્ચ જુગુપ્સિતામ્‌ । સર્વવેદમયો વિપ્રઃ સર્વદેવમયો નૃપઃ ૨૦॥ શમો દમસ્તપઃ શૌચં સન્તોષઃ ક્ષાન્તિરાર્જવમ્‌ | જ્ઞાનં દયાડચ્યુતાત્મત્વં સત્યં ચ બ્રહ્મલક્ષણમ્‌ | ર૧॥ (હેધર્મરાજ!) જેમના વંશમાં અખંડપણે સંસ્કાર ઊતરી આવ્યા હોય છે તેમને બ્રાહ્મલ કહે છે એવું બ્રહ્માજીએ કહ્યુ છે. જન્મથી અને કર્મથી શુદ્ધ બ્રાહ્મબ્રો માટે યશ કરવો અને કરાવવો, અધ્ષયન કરવું અને કરાવવું, દાન, બ્રહ્મચર્ય વગેરે આશ્રમોનાં વિશેષ કર્મોનું વિધાન છે. (૧૩) અધ્યયન અને અધ્યાપન, દાન લેવું અને દાન આપવું તથા યજ્ઞ કરવો અને યજ્ઞ કરાવવો - આ છ કર્મ બ્રાહ્મબનાં છે, કષત્રિવે દાન લેવું જોઈએ નહીં. પ્રજાનું રક્ષણ કરનારા ક્ષત્રિયનો જીવનનિર્વાહ બ્રાહ્મણો સિવાય અન્ય સર્વ પાસેથી કર અને દંડ વસૂલ કરવો વગેરે દ્વારા થાય છે. (૧૪) વૈશ્વે હંમેશાં બ્રાહ્મણવંશના અનુયાયી રહીને ગાયોનું રક્ષણ (ગો-પાલન), ખેતી અને વ્યાપાર દ્વારા પોતાનો નિર્વાહ કરવો જોઈએ. શૃદ્રનો ધર્મ દ્રિજાતિઓની સેવા કરવાનો છે. તેનો જીવનનિર્વાહ તેનો માલિક કરે છે. (૧૫) બ્રાહ્મણના જીવનનિર્વાહનાં સાધનો ચાર પ્રકારનાં છે - વાર્તા ,શાલીન,યાયાવર* અને શિલોંછનરક, આમાંની પહેલી કરતાં બીજી અને બીજીથી ત્રીજી એમ ઉત્તરોત્તર વૃત્તિ શ્રેષ્ઠ છે. (૧૬) નીચલી વર્ણના મનુષ્યે આપત્તિ સિવાય ઉત્તમ વર્જની વૃત્તિઓનું અવલંબન કરવું નહીં. ક્ષત્રિય દાન લેવા સિવાયની, બ્રાહ્મણની બાકીની પાંચ વૃત્તિઓનું અવલંબન કરી શકે છે. આપત્તિકાળમાં બધા જ બધી વૃત્તિઓ અપનાવી શકે છે. (૧૭) શત, અમૃત, મૃત, પ્રમૃત અને સત્યાનૃત - આમાંથી કોઈ પણ વૃત્તિનો આશ્ચય લેવો, પરંતુ શ્વાનવૃત્તિનું અવલંબન કદી પણ કરવું નહીં. (૧૮) બજારમાં વેરાયેલું અન્ન (ઉછ) તથા ખેતરોમાં ખરેલું અન્ન (શિલ) વીલ્રીને “શિલોંછ’ વૃત્તિથી જીવનનિર્વાહ કરવો એ ‘ત્ર%ત’ છે; વણમાગ્યે જે મળી જાય, તે અથાચિત (શાલીન) વૃત્તિથી જીવનનિર્વાહ કરવો એ “અમૃત’ છે; નિત્ય માગીને લાવવું અર્થાત્‌ ‘થાયાવર’ વૃત્તિથી જીવનગુજારો કરવો એ ‘મૃત’ છે; ખેતી વગેરે ‘વાર્તા’ વૃત્તિથી જીવનનિર્વાહ કરવો એ ‘પ્રમૃત’ છે; (૧૯) વાણિજ્ય-વેપાર એ ‘સત્યાનૃત’ છે અને નિમ્ન વર્ણની સેવા કરવી એ “શ્વાનવૃત્તિ’ છે. બ્રાહ્મણે તથા ક્ષત્રિયે આ છેલ્લી નિંધ વૃત્તિનો આશ્રય ક્યારેય લેવો જોઈએ નહીં, કારણ કે બ્રાહ્મણ સર્વવેદમય અને ક્ષત્રિય (રાજા) સર્વદેવમય છે. (૨૦) શમ,દમ,તપ, શૌચ, સંતોષ, ક્ષમા, સરળતા, જ્ઞાન, દયા, ભગવત્પરાયણ્રતા અને સત્ય - આ બ્રાહ્મણનાં લક્ષણો છે. ૧. પ્રા. પા. - સિદ્ધિદા વૈદિકાદયઃ | ૨. પ્રા. પા. - તથા શિષ્પરિગ્રહઃ | ૩. પ્રા. પા. - ત્વૃતિઃ સ્યાન્નિત્ય | ૪. પ્રા. પા

  • શાલીના થાવજ્જીવં શિલોઝ્કનમ્‌ !
  • થશ, અધ્યમન વગેરે કરાવીને ધન લેવું. ક વલમાગ્યે જે કંઈ મળી જાય તેનાથી નિર્વાહ કરવો. ૭ દરરોજ અનાજ વગેરે ળી લાવવું. જ ખેતોના મોલ (પાક)ની કાપણી કરીને ખેડૂતના અનાજ ધરે લઈ ગયા પછી ત્યાં ધરતી પર જે કણ પડેલા રહી જાય તેમને ‘શિલ” કહે છે અને બજારમાં પડેલા અનાજના દાણાઓને “ઉછ’ કહે છે. તે શિલ અને ઉછને વીજ લાવીને પોતાનો નિર્વાહ કરવો એ ‘શિલોછન’ વૃત્તિ છે. 734 શ્રીમદભાગવત [અ૦૫૧ શૌર્ય વીર્ય ધૃતિસ્તેજસત્યાગ આત્મજયઃ ક્ષમા | બ્રહ્મણ્યતા પ્રસાદશ્ચ રક્ષા ચ ક્ષત્રલક્ષણમ્‌ ॥ ર૨॥ દેવગુર્વચ્યુતે’ ભક્તિસ્તિવર્ગપરિપોષણમ્‌૨ । આસ્તિક્યમુધમો નિત્યં નૈપુણં વૈશ્યલક્ષણમ્‌ | ર૩॥। શૂદ્રસ્ય સન્નતિઃ શૌચં સેવા સ્વામિન્યમાયયા ! અમત્ત્રયશ્ઞો હ્સ્તેયં સત્યં ગોવિપ્રરક્ષણમ્‌ | ૨૪॥ ણાં ચ પતિદેવાનાં તચ્છુશ્રૂષાડનુકૂલતા ! તદ્બન્ધુષ્વનુવૃત્તિશ્ચ નિત્યં તદ્વ્રતધારણમ્‌ | રપ॥ સમ્માર્જનોપલેપાભ્યાં ગૃહમણ્ડલવર્તનૈઃ । સ્વયં ચ મણ્ડિતા નિત્યં પરિમૃષ્ટપરિચ્છદા | ર૬॥ કામૈરુચ્ચાવચૈઃ સાધ્વી પ્રશ્રયેણ દમેન ચ | વાક્યૈઃ સત્યૈઃ- પ્રિધૈઃપ્રેમ્ણા” કાલે કાલે ભજેત્પતિમ્‌ ॥ ૨૭॥ સન્તુષ્ટાડલોલુપા દક્ષા ધર્મજ્ઞા પ્રિયસત્યવાક્‌ | અપ્રમત્તાશુચિઃ સ્નિગ્ધા પતિં ત્વપતિતં ભજેત્‌ | ર૮! યા પતિં હરિભાવેન ભજેચ્છ્‌ીરિવ તત્પરા | હર્યાત્મના હરેર્લોકે પત્યા શ્રીરિવ મોદતે |-૨૯॥ વૃત્તિ: સફરજાતીનાં તત્તત્કુલકૃતા ભવેત્‌ | અચૌરાણામપાપાનામન્ત્યજાન્તેવસાથિનામ્‌ ।। ૩૦॥ પ્રાયઃ સ્વભાવવિહિતો નૃણાં ધર્મો યુગે યુગે । વેદદંગ્મિઃધ સ્મૃતો રાજન્પ્રેત્ય ચેહ ચ શર્મકૃત્ર્દ ॥ ૩૧॥ વૃત્ર્યા સ્વભાવકૃતયા વર્તમાનઃ સ્વકર્મકૃત્‌ ! હિત્વા સ્વભાવજં કર્મ શનેર્નિ્ગુણતામિયાત્‌ ॥ ૩૨॥ (૨૧) યુદ્ધ માટે ઉત્સાહ, વીરતા, ધીરતા, તેજસ્વિતા, ત્યાગ, આત્મસંયમ, ક્ષમા, બ્રાહ્મણભક્તિ, અનુગ્રહ અને પ્રજાનું રક્ષણ
  • આ ક્ષત્રિયનાં લક્ષણો છે. (૨ ૨) દેવ, ગુરુ અને ભગવાન પ્રત્મે ભક્તિભાવ, અર્થ-ધર્મ-કામ એ ત્રણે પુરુષાર્થોનું રક્ષણ, આસ્તિકતા, ઉઘમ અને નિત્ય વ્ધવહારનિપુણતા - આ વૈશ્યનાં લક્ષણો છે. (૨૩) ઉચ્ચ વર્ણો પ્રત્પે વિનમ્રતા, પવિત્રતા, સ્વામીની નિષ્કપટ સેવા, વેદમંત્રો વિનાનું યજન (યજ્ઞ કરવો), અસ્તેય (ચોરી ન કરવી), સત્ય તથા ગાયો-બ્રાહ્મણોનું રક્ષણ - આ શૂદ્રનાં લક્ષણો છે. (૨૪) પતિની સેવા કરવી, તેને અનુકૂળ રહેવું, તેના સંબંધીઓને પ્રસન્ન રાખવા અને હંમેશાં પતિના વ્રતનિયમોને જાળવવા - આ પતિને જ ઈશ્વર માનનારી પતિવ્રતા સીઓના ધર્મ છે. (૨૫) સાધ્વી સ્ત્રીએ કચરોપૂંજો વાળવો, લીંપવું તથા ચોક પૂરવો વગેરેથી ઘરને અને મનોહર વસ્રો- આભૂષણોથી પોતાના શરીરને શણગારાયેલાં રાખવાં જોઈએ તથા ઘરવખરીને સાફ-સ્વચ9 રાખવી જોઈએ; (૨૬) પોતાના પતિની નાની-મોટી ઇચ્છાઓને સમય-સંજોગ અનુસાર પૂરી કરવી જોઈએ; વિનય, ઇન્દ્રિયસંયમ, સત્ય અને પ્રિય વાણી વગેરેથી પતિની પ્રેમપૂર્વક સેવા કરવી જોઈએ; (૨૭) જે કંઈ મળે તેમાં જ સંતુષ્ટ રહેવું અને કોઈ પણ વસ્તુ માટે ન લલચાવું. તેલ્લે બધાં જ કાર્યોમાં ચતુર અને ધર્મજ થવું જોઈએ, સત્ય અને પ્રિય બોલવું જોઈએ, પોતાના કર્તવ્યમાં સાવધાન રહેવું; પવિત્રતા અને પ્રેમથી પરિપૂર્ણ રહીને, પતિ જો પતિત ન હોય તો તેનો સહવાસ કરવો. (૨૮) જે સી લક્ષ્મીજીની જેમ પતિપરાયણ રહીને પોતાના પતિને સાક્ષાત્‌ ભગવાનનું સ્વરૂપ સમજીને તેની સેવા કરે. છે તેનો પતિ વૈકુંઠલોકમાં ભગવાનના સારૂષ્યને પ્રાપ્ત કરે. છે અને તે પોતે લક્ષ્મીજીની જેમ તેની સાથે આનંદનો અનુભવ કરે છે. (૨૯) (હે યુધિષ્ઠિર!) જેઓ ચોરી તથા અન્ય બીજાં પાપ- કર્મ કરતા નથી તે અંત્યજ, ચાંડાલ વગેરે નિમ્નવર્ણની વર્ણસંકર જાતિઓની વૃત્તિઓ એ જ છે કે જે કુળપરંપરાથી તેમને ત્યાં ચાલી આવેલી છે. (૩૦) વેદદર્શ કપિમુનિઓએ યુગે-યુગે ઘણું કરીને મનુષ્યોના સ્વભાવ અનુસાર ધર્મની વ્યવસ્થા કરેલી છે, તે જ ધર્મ તેમના માટે આ લોકમાં અને પરલોકમાં પણ કલ્યાણકારી છે. (૩૧) જે મનુષ્ય સ્વાભાવિક વૃત્તિનો આશ્રય લઈને પોતાના સ્વ-ધર્મનું પાલન કરે છે તે ધીરે-ધીરે તે સ્વાભાવિક કર્મો કરીને પણ ઉન્નત થઈ જાય છે અને (અંતે) ગુણાતીત થઈ જાય છે. (૩૨) ૧. પ્રા. પા. - દેવગુર્વનુગા ભક્તિ | ૨. પ્રા. પા. - તપરિતોષણમ્‌ | ૩. પ્રા. પા. - સદા | ૪. પ્રા. પા. - યથા | પ. પ્રા. પા. - દેવદગ્મિઃ। ૬. પ્રા. પા. - કર્મકૃત્‌! અ૦૧૨] સાતમો સંધ 735 ઉષ્યમાનં મુહુઃ ક્ષેત્રં સ્વયં નિર્વર્ષિતામિયાત્‌ | ન કલ્પતે પુનઃ સૂત્યૈ ઉમં બીજં ચ નશ્યતિ ॥ ૩૩॥ કામાશયં ચિત્ત કામાનામતિસેવયા | વિરજ્યેત યથા રાજન્નાગ્નિવત્કામબિન્દુભિઃ ॥ ૩૪॥ યસ્યયલ્લક્ષણંપ્રોક્તંપુંસો વર્ણાભિવ્યગ્જકમ્‌ | યદન્યત્રાપિ દંશ્યેત તત્તેનેવ વિનિર્દિશેત્‌ ॥ ૩૫॥ (હે મહારાજ!) જેમ વારંવાર પાક લેવાથી ખેતર પોતે શક્તિહીન થઈ જાય છે અને તેમાં (ધાન્યના) અંકુર ફૂટવાનું બંધ થઈ જાય છે, ત્યાં સુધી કે તેમાં વાવેલું બાજ પણ નષ્ટ થઈ જાય વી જ રીતે આ ચિત્ત, કે જે વાસનાઓનો ભંડાર છે તે વિષયોના અતિસેવનથી પોતે જ વિરક્ત થઈ જાય છે, જોકે સ્વલ્પ ભોગોથી એવું થતું નથી - જેમ કે એક-એક ટીપું વી નાખવાથી આગ હોલવાતી નથી, પણ એક્સામટું વધુ ઘી પડી જાય તો તે હોલવાઈ જાય છે, (૩૩-૩૪) જે મનુષ્યના વર્ણને બતાવતું જે લક્ષણ ક્હેવામાં આવ્યું છે તે જો બૌજા વર્ણવાળા મનુષ્યમાં જોવા મળે તો તેને પણ તે જ વર્જનો સમજવો જોઈએ. (૩૫) —ક- ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહસ્યાં સંહિતાયાં સસમસ્કન્ધેપ યુધિષ્ઠિરનારદસંવાદે સદાચારનિર્ણયો નામૈકાદશોડધ્યાયઃ ॥૧૧॥। સાતમા સ્કંધ-અંતર્ગત યુધિષ્ઠિર-નારદસંવાદમાંનો સદાચારનિર્ણય નામનો અગિયારમો અધ્યાય સમાપ્ત.