Śrīmad Bhāgavatam

દૃ?

ગૃહસ્થ-સંબંધી સદાચારનું વર્ણન
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

તેરમો અધ્યાય દૃ? નારદ ઉવાચ કલ્પસ્ત્વેવં પરિવ્રજ્યર્ચ દેહમાત્રાવશેષિતઃ | ગ્રામૈકરાત્રવિધિના નિરપેક્ષશ્રરેન્મહીમ્‌ | ૧।। યતિધર્મનું નિરૂપન્ન તથા અવધૂત-પ્રહ્લાદનો સંવાદ નારદજી કહે છે - (હે યુધિષ્ઠિર!) વાનપ્રસ્થીમાં જો બ્રહ્મવિચારનું સામર્થ્ય હોય તો તેણે શરીર સિવાય સર્વ કાંઈનો ત્યાગ કરીને સંન્યાસ લઈ લેવો; તથા કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, સ્થાન અને સમયની અપેક્ષા રાખ્યા વિના એક ગામમાં ફક્ત એક જ રાત્રિ માટે રોકાવાનો નિયમ લઈને પૃથ્વી પર વિચરણ કરતા રહેવું. (૧) ૧. પ્રા. પા. - સપર્શનાધ્યાત્મચિન્તનમ્‌ । ૨. પ્રા. પા. - જ્યોતિઃષ્વ૦ ! ૩. પ્રા. પા. - મનોરથે શુહે બુદ્ધ વાચ તાર્પપેત્‌ । ૪. પ્રા. પા. - તુ । પ. પ્રા. પા. - ન્સકન્યે આશ્રમલણવિષિ્કાદટ | ૬. પ્રા. પા. - પરિત્યજય !

  • અહી મૂળ પ્રતમાં ‘પ્રશેતસા’ પદ છે, જેનો અર્થ “વરણ સહિત’ થાય છે. વરુણ રસનેન્ટરિયના અપિષ્ઠાતા દેવ છે. શ્રધરસ્વામીએ પણ આ જ મતનો સ્વીકાર કર્યો છે. પરંતુ આ પ્રસંગમાં સર્વત્ર ઈન્દ્રિયોનો અને તેમના વિષયોનો તેમના અપિષ્ઠાતા દેવોમાં લય કરવાનું બતાવવામાં આવ્યું છે. વળી, માત્ર રસનેન્દ્રિય માટે જ નવો ક્રમ તર્ક-સંગત જણાતો નથી; તેથી અહીં શ્રીવિશ્નાથ ચક્વર્તીના મત મુજબ, ‘પ્રચેતસા’ પદનો ‘બ્રકૃષ્ટ ચેતો યત્ર સ પ્રચેતો મધુરાદિરસસ્તેન’ (અર્થાત્‌ જેના પ્રત્યે ચિત્ત વધુ આડૃષ્ટ થાય તે મધુર વગેરે રસ ‘પ્રયેતસ્‌’ છે - તેના સહિત) -. આ વિગ્રહ અનુસાર પ્રસ્તુત અર્થ કરવામાં આવ્યો છે અને એ જ અર્થ તર્કસંગત જણાય છે. અ૦૧૩] સાતમો સ્કંધ. 739 બિભૃયાદ્‌ યઘસૌ વાસઃ કૌપીનાચ્છાદનં પરમ્‌ ! ત્યક્તં ન દણ્ડલિક્નાદેરન્યત્‌* કિગ્ચિદનાપદિ ।। ર।। એક એવ ચરેદ્ધિક્ષુરાત્મારામોડનપાશ્રયઃ સર્વભૂતસુહચ્છાનતો નારાયણપરાયણઃ ૩।। પશ્ઘેદાત્મન્યદો વિશ્વં પરે સદસતોડવ્યયે ! આત્માનં ચ પરં બ્રહ્મ સર્વત્ર સદસન્મયે 1 ૪।। સુપ્તપ્રબોધયોઃ સન્ધાવાત્મનો ગતિમાત્મદંક્‌ | પશ્યન્‌ બન્ધં ચ મોક્ષ ચ માયામાત્રં ન વસ્તુતઃ ।। ૫॥। નાભિનત્દેદ્‌ ધ્રુવ મૃત્યુમધ્રુવં વાડસ્ય જીવિતમ્‌ । કાલં પરં પ્રતીક્ષેતરે ભૂતાનાં પ્રભવાપ્યયમ્‌ || ૬॥ નાસચ્છાસ્રેષુ સજ્જેત નોપજીવેત જીવિકામ્‌ | વાદવાદાંસ્ત્યજેત્તર્કાન્‌ પક્ષ કં” ચ ન સંશ્રયેત્‌ ॥ ૭।। નશિષ્યાનનુબધ્નીત ગ્રન્થાસૈવાભ્યસેદ્‌ બહૂન્‌ । નવ્યાખ્યામુપયુગ્જીત નારમ્ભાનારભેત્ક્વચિત્‌ || ૮।। ન યતેરાશ્રમઃ પ્રાયો ધર્મહેતુર્મહાત્મનઃ | શાન્તસ્ય સમચિત્તસ્ય બિભૃયાદુત વા ત્યજેત્‌ | ૯।। અવ્યક્તલિક્નોવ્યક્તાર્થો મનીષ્યુન્મત્તબાલવત્‌ ! કવિર્મૂકવદાત્માનં સ દંષ્ટ્યા દર્શયેશૃણામ્‌ |! ૧૦॥। અત્રાપ્યુદાહરન્તીમમિતિહાસં” પુરાતનમ્‌ | પ્રહ્માદસ્ય ચ સંવાદં મુનેરાજગરસ્ય ચ ॥૧૧॥। તં શયાનં ધરોપસ્થે કાવેર્યા સહ્યસાનુનિ | રજસ્વલૈસ્તનૂદેશૈર્નિગૂઢામલતેજસમ્‌ ॥૧૨।! તે જો વસ્ત્ર પહેરે તો માત્ર લંગોટી પહેરે, કે જેનાથી તેનું ગુપ્તાંગ ઢંકાયેલું રહે; અને જ્યાં સુધી કોઈ આફત ઊભી ન થાય ત્યાં સુધી તેલ દંડ અને પોતાના આશ્રમનાં ચિહ્રો સિવાયની, પોતે ત્યજી દીધેલી કોઈ પણ વસ્તુને ગ્રહણ કરવી નહીં. (૨) સંન્યાસીએ સમસ્ત પ્રાણીઓના હિતૈષી થવું, શાન્ત રહેવું, ભગવત્પરાયણ રહેવું અને કોઈનો પણ આશ્રય ન લેતાં પોતે પોતાનામાં રમમાણ રહીને એકલા જ વિચરવું. (૩) આ સંપૂર્ણ વિશ્વને કાર્ય અને કારણથી પર પરમાત્મામાં અધ્યસ્ત (આરોપિત) જાવું અને કાર્ય- કારણસ્વરૂપ આ વિશ્વમાં પોતાના બ્રહ્મસ્વરૂપ આત્માને પરિપૂર્લ જોવો. (૪) આત્મદર્શ સંન્યાસીએ સુપુપ્તિ અને જાગૃતિની સંધિમાં પોતાના સ્વરૂપનો અનુભવ કરવો તથા “બંધન અને મોક્ષ બંનેય કેવળ માયા છે, વાસ્તવમાં કું. નથી’ એમ સમજવું. (૫) તેણે ન તો શરીરના અવશ્ય થનારા મૃત્યુનું અભિનંદન કરવું કે ન તો અનિશ્ચિત જીવનનું; કેવળ સમસ્ત પ્રાણીઓની ઉત્પત્તિના અને તેમના નાશના કારણભૂત કાળની પ્રતીક્ષા કરતા રહેવું. (૬) તેણે અસત્ય-અનાત્મ વસ્તુનું પ્રતિપાદન કરતાં શાસ્ોમાં પ્રેમ ન કરવો; પોતાના જીવનનિર્વાહ માટે કોઈ વ્યવસાય ન કરવો, માત્ર વાદવિવાદ કરવા માટે જ કોઈ તર્ક ન કરવો અને સંસારમાં કોઈનો પક્ષ ન લેવો. (૭) શિષ્યોની મંડળી રચવી નહીં, ઘણાબધા ગ્રંથોનો અભ્યાસ કરવો નહીં, પ્રવચન કરવાં નહીં અને મોટાં કામ આદરવાં નહીં. (૮) શાન્ત, સમદર્શ અને મહાત્મા સંન્યાસી માટે કોઈ આશ્રમનું બંધન એ ધર્મનો હેતુ નથી; તે ભલે પછી પોતાના આશ્રમનાં ચિહ્નો ધારણ કરે કે ત્યજી દે. (૯) તેની પાસે આશ્રમનું કોઈ ચિદ્ર ભલે ન હોય, પણ તેણે આત્માના અનુસંધાનમાં મગ્ન રહેવું. પોતે હોય અત્યંત વિચારશીલ, પભ તેણે દેખાવું પાગલ અને બાળકના જેવા. તે અત્યંત પ્રતિભાશાળી હોય તોપણ તેણે સાધારણ મનુષ્યોની દષ્ટિમાં એવા દેખાવું કે જાણે તે કોઈ મુંગો હોય. (૧૦) (હે યુધિષ્ઠિર!) આ બાબતમાં મહાત્માઓ એક પ્રાચીન ઇતિહાસ વર્ણવે છે. તે છે - દત્તાત્રેય મુનિ અને ભક્તરાજ પ્રહ્લાદનો સંવાદ. (૧૧) ભગવાનના પરમપ્રેમી પ્રહ્લાદજી એક વાર કેટલાક મંત્રીઓની સાથે લોકોના હૃદયની વાત જાણવાની ઇચ્છાથી લોકો વચ્ચે વિચરણ કરી રહ્યા હતા. ત્યારે તેમણે જોયું કે સહ્યાદ્રિની તળેટીમાં કાવેરી ૧, પ્રા. પા. - લિશ્રદર્ડાદેન | ૨. [1552 ] *0૦ 8૦ સ૦ ( સ્ળ્ક-1 ) ગુઝતતી 25 મરા. પા. - પરીક્ષેત | ૩. પ્રા. પા. - કગ્યન નાશ્રયેત્‌ | ૪. પ્રા. પા. - વરન્તેતમિત !
  1. શ્રીમદભાગવત [અ૦૧૩ દદર્શ લોકાન્‌ વિચરરેલ્લોકતત્ત્વવિવિત્સયા* । વૃતોડમાત્યૈઃ કતિપયૈઃ પ્રહ્માદો ભગવત્પ્રિયઃ | ૧૩॥ કર્મણાડડકૃતિભિર્વાચા લિશેર્વર્ણાશ્રમાદિભિઃ । નવિદત્તિ જના યં વૈ સોડસાવિતિ ન વેતિ ચચ || ૧૪॥ તંનત્વાભ્યર્ચ્ય વિધિવત્પાદયોઃ શિરસા સ્પૃશન્‌* । વિવિત્સુરિદમપ્રાક્ષીન્મપહાભાગવતોડસુરઃ ।। ૧૫।। બિભર્ષિ કાયંપીવાનં સોધમો ભોગવાન્‌ યથા | વિત્તં ચૈવોધમવતાં ભોગો વિત્તવતામિહ | ભોગિનાં ખલુ દેહોડયં પીવા ભવતિ નાન્યથા || ૧૬।। ન તે શયાનસ્ય નિરુધમસ્ય બ્રહ્મન્નુ હાર્થો યત એવ ભોગઃ। અભોગિનોડયં તવ વિપ્ર દે! પીવા યતસ્તદ્રદ નઃ ક્ષમં ચેત્‌ 1૧૭॥ કવિઃ કલ્પો નિપુણદંક્‌ ચિત્રપ્રિયકથઃ સમઃ । લોકસ્ય કુર્વતઃ કર્મ શેષે તદ્ટીક્ષિતાપિ વા ૧૮॥। નારદ 6૧૨ સ ઇત્યં દૈત્યપતિના પરિપૃષ્ટો મહામુનિઃ । સ્મયમાનસ્તમભ્યાહ તદ્દાગમૃતયન્ત્રિતઃ | ૧૯॥ ત્રાહજ ઉવાચ વેદેદમસુરશ્રેષ્ઠ ભવાન્‌ નન્વાર્યસમ્મતઃ । ઈહોપરમયોર્તણાં પદાન્યધ્યાત્મચક્ષુષા | ૨૦॥ યસ્યનારાયણો દેવો ભગવાન્‌ હૃદ્‌ગતઃ સદા | ભક્ત્યા કેવલયાડનજ્ઞાનં ધુનોતિ ધ્વાન્તમર્કવત્‌ ॥। ર૧॥। અથાપિ બ્રૂમહે પ્રશ્નાંસ્તવ રાજન્‌ યથાશ્રુતમ્‌ ! સમ્ભાવનીયો હિ ભવાનાત્મનઃશુદ્ધિમિચ્છતામ્‌ ॥ ૨૨॥। નદીના કાંઠે પૃથ્વી પર જ એક મુનિ પડેલા છે, તેમના શરીરની નિર્મળ જ્યોતિ તેનાં અંગો ધૂળથી ખરડાયેલા હોવાને કારણે ઢંકાઈ ગયેલી હતી. (૧૩-૧૪) તેમનાં કર્મ, આકાર, વાણી, વર્ણ-આશ્રમ વગેરેનાં ચિહ્નો પરથી લોકો એ સમજી શકતા ન હતા કે તેઓ કોઈ સિદ્ધ પુરુષ છે કે નહીં. (૧૪) ભગવાનના પરમપ્રેમી ભક્ત પ્રહ્લાદજીએ પોતાના માથાથી તેમનાં ચરલ્રોને સ્પર્શનિ પ્રજ્ઞામ કર્યા અને વિધિપૂર્વક તેમની પૂજા કર્યા પછી, જાણવાની ઇચ્છાથી આ પ્રમાણે પૂછયું
  • (૧૫) “હે ભગવન્‌! તમારું શરીર ઉદ્યોગી અને ભોગી પુરુષોના જેવું હૃષ્ટપુષ્ટ છે. સંસારનો એવો નિયમ છે કે ઉદ્યોગ કરનારાઓને ધન મળે છે, ધનવાનોને જ ભોગ મળે છે અને ભોગીજનોનું જ શરીર કષ્ટપુષ્ટ હોય છે. (એ માટે) બીજું કોઈ કારણ તો હોઈ શકતું નથી. (૧૬) હે ભગવન્‌! તમે કોઈ ઉધ્યોગ તો કરતા નથી; બસ, આમ જ પડ્યા રહો છો, તેથી તમારી પાસે ધન નથી; તો તમને ભોગ ક્યાંથી પ્રાપ્ત થવાના? બ્રાહ્મણદેવતા! ભોગ વગર પણ તમારું આ શરીર આટલું હૃષ્ટપુષ્ટ કેમ છે? જો તે અમારે સાંભળવા યોગ્ય હોય તો અવશ્ય કહી બતાવો. (૧૭) તમે વિદ્વાન, સમર્થ અને ચતુર છો. આવી અવસ્થામાં, સમસ્ત સંસારને કર્મ કરતો જોઈને પણ તમે સમભાવપૂર્વક પડી રહ્યા છો, એનું કારણ શું છે?” (૧૮) નારદજી કહે છે - (હે યુધિષ્ઠિર!) પ્રહ્લાદજીએ મહામુનિ દતતાત્રેજીને જયારે આ પ્રમાણે પૂછયું ત્યારે તેમણે. પોતાની અમૃતમયી વાણીથી હસતાં-હસતાં કહ્યું. (૧૯) દત્તાત્રેયજીએ કહયું - હે દેત્મરાજ ! તમામ શ્રેષ્ઠ પુરુપો તમારું સમ્માન કરે છે. મનુષ્યોને કર્મોની પ્રવૃત્તિનું અને. તેમની નિવૃત્તિનું શું ફળ મળે છે એ તમે પોતાની શાનદષ્ટિથી જાણો જ છો. (૨૦) તમારી અનન્ય ભક્તિને કારણે દેવાધિદેવ ભગવાન નારાયણ હંમેશાં તમારા હૃદયમાં વિરાજમાન રહે છે અને જેમ સૂર્ય અંધકારનો નાશ કરી દે છે તેવી જ રીતે તેઓ તમારા અજ્ઞાનનો નાશ કરતા રહે છે; (૨૧) તેમ છતાં હે પ્રહ્લાદજી! મેં જે કંઈ જાણ્યું છે તે અનુસાર હું તમારા પ્રશ્નોનો ઉત્તર આપું છું; કારણ કે આત્માની શુદ્ધિની અભિલાષા કરનારાઓએ તમારું સમ્માન અવશ્ય કરવું જોઈએ. (૨૨) ૧. પ્રા. પા. - વ્બુભુત્સયા | ૨. પ્રા. પા. - તમ | ૩. પ્રા. પા. - પતન્‌! [1552] અ૦ ૧૩] સાતમો સ્કંધ 741 તૃષ્ણયા ભવવાહિન્યા યોગ્યૈઃ કામૈરપૂરયા । કર્માણિ કાર્યમાણોડહં નાનાયોનિષુ યોજિતઃ ।। ર૩।। યદંચ્છયા લોકમિમં પ્રાપિતઃ કર્મભિર્ભ્રમન્‌ । સ્વર્ગાપવર્ગયોર્હારં તિરશ્ચાં પુનરસ્ય ચ | ર૪॥ અત્રાપિ દમ્પતીનાં ચ સુખાયાન્યાપનુત્તયે । કર્માણિકુર્વતાં દષ્ટ્વા નિવૃત્તોડસ્મિ વિપર્યયમ્‌ | રપ॥ સુખમસ્યાત્મનો રૂપં સર્વેહોપરતિસ્તનુઃ | મનસંસ્પર્શજાન્‌ દષ્ટવા ભોગાન્સ્વપ્સ્યામિ સંવિશન્‌ ।। ર ૬॥ ઇત્પેતદાત્મનઃ5 સ્વાર્થ સન્તં વિસ્મૃત્ય વૈ પુમાન્‌ વિચિત્રામસતિ દેતે ઘોરામાપ્નોતિ સંસૃતિમ્‌ | ૨૭॥ જલં તદુદ્ધવૈશ્છજ્નં હિત્વાડજ્ઞો જલકામ્યયા | મૃગતૃષ્ણામુપાધાવેદ્‌૨ યથાડન્યત્રાર્થદક્‌ સ્વતઃ || ર૮॥ દેહાદિભિર્દેવતન્ત્રેરાત્મનઃ સુખમીહતઃ | દુઃખાત્યયં ચાનીશસ્ય ક્રિયા મોઘાઃ કૃતાઃ કૃતાઃ | ૨૯॥। આધ્યાત્મિકાદિભિર્દુઃખૈરવિમુક્તસ્ય કર્હિચિત્‌ । મર્ત્યસ્ય કૃચ્છ્ોપનતેર્થેઃ કામૈઃ ક્રિયેત કિમ્‌ । ૩૦॥ પશ્યામિ ધનિનાં ક્લેશ લુબ્ધાનામજિતાત્મનામ્‌ । ભયાદલબ્ધનિદ્રાણાં સર્વતોડભિવિશફ્િનામ્‌ ॥ ૩૧॥ રાજતશ્ચોરતઃ શત્રોઃ સ્વજનાત્પશુપક્ષિતઃ | અર્થિભ્યઃ કાલતઃ સ્વસ્માજ્નિત્યં પ્રાણાર્થવ;દ્રયમ્‌ ।। ૩૨! (હે પ્રહ્લાદજી!) તૃષ્ણા એક એવી વસ્તુ છે, કે જે ઇચ્છા અનુસાર ભોગો ભોગવ્યા પછી પણ પૂરી થતી નથી; અને એ જ કારણે જન્મ-મરબ્રના ચકરાવામાં ભટકવું પડે છે. તૃષ્ણાએ મારી પાસે કોણ જાલે કેટલાં કર્મો કરાવ્યાં છે અને તેને કારણે કોણ જાણે મને કેટલી યોનિઓમાં નાખ્યો છે! (૨૩) કર્મોને કારણે અનેક યોનિઓમાં ભટકતાં-ભટકતાં દૈવયોગે મને આ મનુષ્યયોનિ મળી છે, કે જે સ્વર્ગ, મોક્ષ, તિર્યકર-યોનિ અને આ મનુષ્યશરીરની પણ પ્રાપ્તિનું દ્વાર છે; અને આમાં પુ્ધ કરવામાં આવે તો સ્વર્ગની, પાપ કરવામાં આવે તો પશુ-પક્ષી વગેરે યોનિની, નિવૃત્ત થઈ જવામાં આવે તો મોક્ષની અને બંને પ્રકાર (પુણ્ય-પાપ)નાં કર્મ કરવામાં આવે તો કરીથી મનુષ્યયોનિની જ પ્રાપ્તિ થવા પામે છે. (૨૪) પરંતુ હું જોઉ છું કે સંસારનાં સી-પુરુપો કર્મ તો કરે છે સુખની પ્રાપ્તિ અને દુઃખના નિવારણ માટે, પરંતુ તેનું ફળ તો ઊલટું જ મળે છે - તેઓ હોય તે કરતાંય વધુ દુઃખમાં પડે છે. તેથી જ હું કર્મોમાંથી ઉપરત થઈ ગયો છું, (૨૫) સુખ જ આત્માનું સ્વરૂપ છે; સધળી ક્રિયામાંથી નિવૃત્તિ એજ આત્માને પ્રકાશિત થવાનું સ્થાન છે. તેથી સઘળા ભોગોને માત્ર મનની કલ્યના જ સમજીને હું પોતાના પ્રારબ્યને ભોગવતો રહીને પડ્યો રહું છું. (૨૬) મનુષ્ય પોતાના સાચા સ્વાર્થને એટલે કે વાસ્તવિક સુખને - કે જે આત્માનું સ્વરૂપ જ છે તેને ભૂલી જઈને, આ મિથ્યા તને સત્ય માનતો રહીને અત્યંત ભયંકર અને વિચિત્ર જન્મો અને મૃત્યુઓમાં ભટકતો રહે છે. (૨૭) જેમ અજ્ઞાની મનુષ્ય પાણીમાં પેદા થતાં ફીણ અને લીલ (શેવાળ)થી ઢંકાયેલા પાણીને પાણી સમજતો નથી અને પાલ્રી મેળવવા મૃગજળ તરક દોડે છે તેવી જ રીતે પોતાના આત્માથી ભિન્ન (અનાત્મ) વસ્તુમાં સુખ માનતો મનુષ્ય સાગર એવા આત્માને છોડીને સુખની પ્રાપ્તિ માટે વિષયો તરફ દોડે છે. (૨૮) (હે પ્રહ્લાદજી!) શરીર વગેરે તો પ્રારબ્ધને આધીન છે. તેના વડે જે માણસ પોતાને માટે સુખ મેળવવા અને દુઃખ દૂર કરવા ઇચછે છે, તે કયારેય પોતાના કામમાં સફળ થતો નથી; તેનાં વારંવાર કરેલાં સઘળાં કર્મ વ્યર્થ થઈ જાય છે. (૨૯) માણસ હંમેશાં શારીરિક, માનસિક વગેરે દુઃખોથી આક્રાન્ત (પરાભૂત) જ રહે છે. તે મરણશીલ તો છેજ; ભારે શ્રમ અને કષ્ટ કરીને થોડું ધન અને કેટલાક ભોગ મેળવી પણ લીધાં, તો તેથી તેને શો લાભ? (૩૦) લોભી અને ઇન્દ્રિયોને વશ રહેતા ધનવાનોનાં દુઃખ તો મે સારી પેઠે જોયાં છે. તેમને ભયને લીધે ઊંઘ આવતી નથી, સૌના પર તેમને શંકા થયા જ કરે છે. (૩૧) જેઓ ૧. પ્રા. પા. - ત્ત્યનિ । ૨. પ્રા. પા. - ત્તૃષ્યા પ્રપાવેમ 115521 તથાડન્ય- 1 742 શ્રીમદભાગવત શોકમોહભયક્રોધરાગક્લૈબ્યશ્રમાદયઃ 1 યન્મૂલાઃ સ્યુર્તુણાં જહ્યાત્‌ સ્પૃહા પ પ્રાણાર્થયોર્બુધઃ | ૩૩॥ મધુકારમહાસર્પો લોકેડસ્મિન્નો ગુરૂત્તમૌ | વૈરાગ્યં પરિતોષં ચ પ્રામા યચ્છિક્ષયા વયમ્‌ || ૩૪।। વિરાગઃ સર્વકામેભ્યઃ શિક્ષિતો મે મધુવ્રતાત્‌ । કૃચ્છામં મધુવહિત્તં હત્વાડપ્યન્યો હરેત્પતિમ્‌ || ૩૫॥। અનીહઃ પરિતુષ્ટાત્મા યદેચ્છોપનતાદહમ્‌ | નો ચેચ્છયે બદ્રહાનિ મહાહિરિવ સત્ત્વવાન્‌ । ૩૬॥ ક્વચિદલ્પં ક્વચિદ્‌ ભૂરિ ભુગ્જેડન્ન સ્વાદસ્વાદુ વા | ક્વચિદ્‌ ભૂરિગુણોપેતં ગુણહીનમુત* ક્વચિત્‌ | ૩૭॥ શ્રદ્ધોપાહતં” ક્વાપિ કદાચિન્માનવર્જિતમ્‌ ! ભુગ્જેભુક્ત્વાડથ કસ્મિંશ્ચિદિવા નક્તં યદેચ્છયા | ૩૮॥ ક્ષૌમં દુકૂલમજિનં ચીરં વલ્કલમેવ વા | વસેડન્યદપિ સમ્પ્રામં દિષ્ટભુક્‌ તુષ્ટીરહમ્‌ ॥ ૩૯॥ ક્વચિચ્છયે ધરોપસ્થે તૃણપર્ણાશ્મભસ્મસુ | ક્વચિત્પ્રાસાદપર્યફે કશિપૌ વા પરેચ્છયા | ૪૦॥ ક્વચિત્‌સ્નાતોડનુલિષ્તાડ્નઃસુવાસાઃ સગ્યલડકૃતઃ 2 । રથેભાશ્ચૈશ્રરેષ ક્વાપિ દિગ્વાસા ગ્રહવદ્દિભો | ૪૧ નાહં નિન્દે ન ચ સ્તૌમિ સ્વભાવવિષમં જનમ્‌ | એતેષાં શ્રેય આશાસે ઉતૈકાત્મ્યં મહાત્મનિ | ૪૨! જીવનના અને ધનના લોભી છે તેઓ રાજા, પશુ-પંખી, યાચક અને કાળથી - અરે, ત્યાં સુધી કે ‘ક્યાંક હુંભૂલ કરી ન બેસું, વધારે ખર્ચ ન કરી નાખું,’ એવી આશંકાથી સ્વયં હંમેશાં બીતા રહે છે. (૩૨) તેથી બુદ્ધિમાન મનુષ્યે તે ધનનો અને જીવનની સ્પૃહાનો ત્યાગ કરી દેવો જોઈએ, કે જેને કારણે શોક, મોહ, ભય, ક્રોધ, રાગ, કાયરતા, શ્રમ વગેરેના શિકાર થવું પડે છે. (૩૩) (હે પ્રહ્લાદજી!) આ લોકમાં મારા સૌથી મોટા ગુરુ છે - અજગર અને મધમાખી. તેમનાથી મને વૈરાગ્ય અને સંતોષ પ્રાપ્ત થથા છે. (૩૪) મધમાખી જેમ મધ એકકું કરે. છે તેવી જ રીતે લોકો ઘણા કષ્ટથી ધનનો સંચય કરે છે, પરંતુ બીજું જ કોઈ તે ધનરાશિના માલિકને મારીને તે ધન તેની પાસેથી પડાવી લે છે. એનામાંથી મેં એવો બોધ ગ્રહણ કર્યો કે વિષયભોગોથી વિરક્ત જ રહેવું. (૩૫) હું. અજગરની જેમ નિષ્ક્રિય પડ્યો રહું છું અને દૈવયોગે જે મળી જાય છે તેમાં જ સંતુષ્ટ રહું છું; અને જો કશું મળતું. નથી તો ઘણા દિવસો સુધી ધૈર્ય ધારણ કરીને બસ, આમ જ પડ્યો રહું છું. (૩૬) ક્યારેક થોડું અન્ન ખાઈ લઉ છું, તો ક્યારેક વધુ; ક્યારેક સ્વાદિષ્ટ, તો ક્યારેક નીરસ - સ્વાદ વિનાનું; અને ક્યારેક અનેક ગુબ્રોવાળું, તો ક્યારેક સર્વથા ગુજ્ વગરનું. (૩૭) ક્યારેક ઘણી શ્રદ્ધાથી મળેલું અન્ન ખાઉ છું, તો ક્યારેક અપમાન સાથે મળેલું; અને કોઈ-કોઈ વેળા આપોઆપ જ મળી જવાથી ક્યારેક દિવસે, ક્યારેક ચત્રે અને ક્યારેક એક વાર જમ્યા પછી પણ બીજી વાર જમું છું. (૩૮) હું પોતાના પ્રારબ્ધનો ભોગ ભોગવવામાં જ સંતુષ્ટ રહું છું. તેથી મને રેશમી કે સુતરાઉ, વલ્કલ કે અન્ય કોઈ - જેવું પણ વસ્ત્ર મળી જાય છે તેવું જ પહેરી લઉં છું. (૩૯) ક્યારેક હું ધરતી, ઘાસ, પાંદડાં, પથ્થર કે રાખના ઢગલા પર જ પડ્યો રહું છું, તો ક્યારેક બીજાઓની ઇચ્છાથી મહેલોમાં પલંગ અને ગાદીઓ પર સુઈ જાઉં છું. (૪૦) હે દૈત્યરાજ! ક્યારેક હું નાહી ધોઈને, શરીરે ચંદન લગાડીને સુંદર વસ્્રો, ફૂલોના હાર અને ઘરેણાં પહેરીને રથ, હાથી અને ઘોડા પર આરૂઢ થઈને ફરું છું, તો ક્યારેક પિશાચની જેમ બિલકુલ દિગંબર વેશે વિચરણ કરું છું. (૪૧) મનુષ્યોના સ્વભાવ એક સરખા હોતા નથી, તેથી નથી તો હું કોઈની નિંદા કરતો કે નથી કોઈના વખાણ કરતો. હું કેવળ તેમનું પરમ કલ્યાણ અને પરમાત્મા સાથેનું એક્ય ઇચ્છું છું. (૪૨) ૧. પ્રા. પા. પ. પ્રા. પા. - રથેનાશ્રૈન | [1 15521
  • સ્મૃહાઃ | ૨. પ્રા. પા. - ત્હીનં તતઃ કવન! ૩. મા. પા. - યોગગતં ચાપિ | ૪. પ્રા. પા. - સગલડ્કૃતઃ ! અ૦૧૪] સાતમો સ્કંધ 743 વિકલ્પ જુહુયાચ્ચિત્તો તાં મનસ્યર્થવિભ્રમે | મનો વૈકારિકે હુત્વા તન્માયાયાં જુહોત્યનુ’ ॥ ૪૩॥ આત્માનુભૂતૌતાં માયાં જુહુયાત્‌સત્યદેડ્મુનિઃ । તતોનિરીહોવિરમેત્‌સ્વાનુભૂત્યાડડત્મનિસ્થિતઃ || ૪૪॥ સ્વાત્મવૃત્ત મયેત્થંચ તે સુગુમમપિ વર્ણિતમ્‌ ! વ્યપેતં લોકશાસ્ત્રાભ્યાં ભવાન્‌ હિ ભગવત્પરઃ || ૪૫।। નારદ ૧/૨ ધર્મ પારમહંસ્યં વૈ મુનેઃ શ્રુત્વાડસુરેશ્વરઃ । પૂજયિત્વા તતઃ પ્રીત આમન્ન્ય પ્રયયૌ ગૃહમ્‌ ॥ ૪૬॥। સત્યનું અનુસંધાન કરનારા મનુષ્યે જે અનેક પ્રકારના પદાર્થો અને તેમાં જે વિવિધતા જણાય છે તે બધાને ચિત્તવૃત્તિમાં હોમી દેવા. ચિત્તવૃત્તિને આ પદાર્થો વિશે વિવિધ બ્રમ પેદા કરનારા મનમાં, મનને સાત્તિક અહંકારમાં,સાત્થિક અહંકારને મહત્તત્ત્ત વડે માયામાં હવન કરી દેવાં. આ પ્રમાણે આ બધી વિવિધતાનું કારણ માયા જ છે એવો નિશ્ચય કર્યા પછી તે માયાને આત્માના અનુભવમાં સ્વાહા કરી દેવી. આ પ્રમાણે તેણે આત્મ-સાક્ષાત્કાર વડે આત્મસ્વરૂપમાં સ્થિત થઈને નિષ્કિય અને ઉપરત થઈ જવું. (૪૩-૪૪) (હે પ્રહ્લાદજી!) મારું આ આત્મવૃત્તાંત અત્યંત ગોપનીય છે તેમ જ લોક અને શાસથી પર છે. તમે ભગવાનના અત્યંત પ્રેમી છો, તેથી મેં તમારી સમક્ષ આ વર્થવ્યું છે. (૪૫) નારદજી કહે છે - (હે મહારાજ!) પ્રહ્લાદજીએ દતાત્રેય મુનિ પાસેથી પરમહંસોના આ ધર્મનું શ્રવણ કર્યા પછી તેમની પૂજા કરી અને પછી તેમની પાસેથી વિદાય લઈને અતિ-પ્રસન્નતાપૂર્વક પોતાની રાજધાનીમાં જવા માટે પ્રસ્થાન કર્યું. (૪૬) ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં સસમસ્કન્ધે યુધિષ્ઠિરનારદસંવાદે *યતિધર્મે ત્રયોદશોડધ્યાયઃ ।। ૧૩॥ સાતમા સ્કંધ-અંતર્ગત યુધિષ્ઠિર-નારદસંવાદમાંનો યતિધર્મમાંનો તેરમો અધ્યાય સમાપ્ત.