Śrīmad Bhāgavatam

ગૃહસ્થ-સંબંધી સદાચારનું વર્ણન

ગૃહસ્થો માટે મોક્ધર્મનું વર્ધન
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

ચૌદમો અધ્યાય ગૃહસ્થ-સંબંધી સદાચારનું વર્ણન કુશિષર ઉવાચ ગૃહસ્થ એતાં પદવી વિધિના યેન ચાગ્જસા । યાતિ દેવત્રપે બ્રૂહિ માટંશો ગૃહમૂઢધીઃ ॥ ૧।। નારઠ ઉવાચ ગૃહેષ્વવસ્થિતો” રાજન્‌ક્રિયાઃકુર્વન્‌ ગૃહોચિતાઃ । વાસુદેવાર્પણં સાક્ષાદુપાસીત મહામુનીન્‌ | ર!! શ્રૃણ્વન્ભગવતોડભીક્ષ્ણમવતારકથામૃતમ્‌ | શ્રદ્ધાનો યથાકાલમુપશાન્તજનાવૃતઃ ॥૩॥ સત્સક્ઞાચ્છનકૈઃ પ સક્નમાત્મજાયાત્મજાદિષુ । વિમુચ્ચેન્મુચ્યમાનેષુ સ્વયં સ્વપ્નવદુત્થિતઃ ॥ ૪॥। રાજા યુધિષ્ઠિરે પૂછ્યું - હે દેવર્ષિ! મારા જેવા ઘરસંસારમાં આસક્ત ગૃહસ્થો વિશેષ પરિશ્રમ કર્યા વિના આ પદને કયા સાધનથી પ્રાપ્ત કરી શકે? - એ મને તમે કૃપા કરીને કહી બતાવો. (૧) નારદજીએ કહ્યું - ‘હે રાજન્‌! મનુષ્યે ગૃહસ્થાશ્રમમાં રહેવું અને ગૃહસ્થના ધર્મ અનુસાર બધાં કામ કરવાં; પરંતુ તે બધાં કામ ભગવાનને સમર્પિત કરી દેવાં અને મોટા-મોટા સંત-મહાત્માઓની સેવા પણ કરવી. (૨) ફરસદ પ્રમાણે વિરક્ત પુરુષો વચ્ચે રહેવું અને વારંવાર શ્રદ્ધાપૂર્વક ભગવાનના અવતારોની લીલાઓનું અમૃતપાન કરતા રહેવું. (૩) જેમ સ્વપ્નભંગ થતાં મનુષ્ય સ્વપ્ન-સંબંધી વસ્તુઓમાં આસક્ત રહેતો નથી તેવી જ રીતે જેમ જેમ સત્સંગ વડે બુદ્ધિ શુદ્ધ થતી જાય તેમ તેમ જ શરીર, પત્ની, પુત્ર, ધન વગેરેની આસક્તિને પોતે જ છોડતા જવું; કારણ કે એક ને એક દિવસ ૧.પ્રા. પા.-જુહોમ્ધહમ્‌ | ૨. પ્રા. પા.-મૈત્તતે ! ૩. પ્રા. પા.-યતિયર્મસયોન ! ૪. પ્રા. પા.-ગૃહે વ્યવસ્થિતો ! પ. પ્રા. પા.-તત્સદ્રા- ! 744 શ્રીમદભાગવત [અ૦૧૪ યાવદર્થમુપાસીનો દેહે ગેહે ચ પષ્ડિતઃ વિરક્તો રક્તવત્તત્ર નૃલોકે નરતાં ન્યસેત્‌ 1 ૫॥ જ્ઞાતયઃ પિતરૌ પુત્રા ભ્રાતરઃ સુહૃદોડપરે । યદ્રદન્તિ યદિચ્છન્તિ ચાનુમોદેત નિર્મમઃ || ૬॥ દિવ્યં ભૌમં ચાન્તરિક્ષં વિત્તમચ્યુતનિર્મિતમ્‌ ! તત્સર્વમુપભુગ્જાન એતતુર્યાત્‌ સ્વતો બુધઃ || ૭।। યાવદ્‌ ભ્રિયેત જઠરં તાવત્‌ સ્વત્વં હિ દેહિનામ્‌ | અધિકં યોડભિમન્યેત સ સ્તેનો દણ્ડમર્હતિ || ૮।। મૃગોષ્ટ્રખરમર્કાખુસરીસૃપ્ખગમક્ષિકાઃ । આત્મનઃ પુત્રવત્‌ પશ્યેસૈરેષામન્તરં કિયત્‌ | ૯॥ ત્રિવર્ગ૫ નાતિકૃચ્છરેણ ભજેત ગૃહમેધ્યપિ | યથાદેશૅ યથાકાલં યાવદૈવોપપાદિતમ્‌ | ૧૦॥ આશ્ચાઘાન્તેવસાયિભ્યઃ કામાન્‌ સંવિભજેધથા । અપ્યેકામાત્મનો દારાં નૃણાં સ્વત્વગ્રહો યતઃ ।। ૧૧॥। જહ્યાદ્યદરથે સ્વપ્રાણાન્‌હન્યાદ્ધા પિતરં ગુરુમ્‌ ! તસ્યાં સ્વત્વ સિયાં જહ્યાદયસ્તેન હ્ાજિતો જિતઃ ॥ ૧૨ | કૃમિવિડ્ભસ્મનિષ્ઠાન્તં કવેદ તુચ્છ કલેવરમ્‌ | ક્વ તદીયરતિર્ભાર્યા ક્વાયમાત્મા નભશ્છદિઃ ॥। ૧૩॥। સિદ્વેર્યજ્ઞાવશિષ્ટાર્થઃ કલ્પયેદ્‌ વૃત્તિમાત્મનઃ । શેષે સ્વત્વ ત્યજન્‌ પ્રાશઃ પદવી મહતામિયાત્‌ । ૧૪॥ આ બધાં છૂટી જ જવાનાં છે. (૪) બુદ્ધિમાન મનુષ્યે આવશ્યકતા મુજબ જ ઘર અને શરીરની સેવા કરવી, એથી વધુ નહીં. ભીતરમાં વિરક્ત રહેવું અને બહારથી રાગી (આસક્ત)ની જેમ લોકોમાં સાધારણ માણસોના જેવો જ વ્યવહાર કરવો. (૫) માતા-પિતા, ભાઈબંધ, પુત્ર-મિત્ર, જ્ઞાતિજનો અને બીજાં જે કંઈ કહે અથવા જે કંઈ ઇચ્છે તેનું, આંતરિક મમતા નહીં રાખતાં, અનુમોદન કરવું. (૬) વરસાદ વગેરે વડે પેદા થતાં ધાન્યાદિ પદાર્થો, પૃશ્દ્ીમાંથી ઉત્પન્ન થતું સુવર્ણ વગેરે, અચાનક પ્રાપ્ત થતું. દ્રવ્ય વગેરે તથા અન્ય બધા પ્રકારનાં ધન-સંપત્તિ ભગવાને જ આપેલાં છે - એમ સમજીને બુદ્ધિમાન મનુષ્યે પ્રારબ્ધ અનુસાર તેમનો ઉપભોગ કરતા રહેવું, પણ સંચય ન કરવો; તેમને અગાઉ કહ્યા પ્રમાણે સાધુસેવા વગેરે કર્મોમાં પ્રયોજવાં. (૭) મનુષ્યોનો અધિકાર માત્ર એટલા જ ધન પર છે કે જેટલાથી તેમની ભૂખ મટે. એના કરતાં વધુ સંપત્તિ જે પોતાની માને છે તે ચોર છે, તેને સજા મળવી જોઈએ. (૮) હરણ, ઊંટ, ગર્દભ, વાનર, ઉંદર, સરીસૃપ (પેટ ઘસડીને ચાલનારાં સર્પ વગેરે), પક્ષીઓ, માખીઓ વગેરેને પોતાના પુત્રો સરખાં જ સમજવાં. તેમના અને પુત્રો વચ્ચે ફરક કેટલો છે! (૯) ગૃહસ્થ મનુષ્યોએ પણ ધર્મ, અર્થ અને કામ માટે વધુ કષ્ટ વેઠવું નહીં, બલકે દેશ, કાળ અને પ્રારબ્ધ અનુસાર જે કંઈ મળી જાય તેનાથી જ સંતોષ માનવો. (૧૦) પોતાની સઘળી ભોગસામગ્રીઓને કૂતરાં, પતિત અને ચાંડાલ સુધ્ધાંને - બધાં પ્રાણીઓને યથાયોગ્ય રીતે વહેંચીને જ પોતાના ઉપયોગમાં લેવી. બીજું તો શું, પોતાની પત્નીને પણ - જેને મનુષ્ષ સમજે છે કે આ મારી છે તેને પણ અતિથિ વગેરેની નિર્દોષ સેવામાં નિયોજવી. (૧૧) લોકો પત્ની માટે પોતાના પ્રાણ સુધ્ધાં આપી દે છે, ત્યાં સુધી કે પત્નીને કારણે પોતાનાં મા-બાપ અને ગુરુની પણ હત્યા કરી નાખે છે, તે પત્ની પરથી જેણે પોતાની મમતા હટાવી લીધી હોય તેણે સ્વયં નિત્ય-વિજયી ભગવાન પર પણ વિજય પ્રાપ્ત કરી લીધો છે. (૧૨) આ શરીર અંતે કીડા, વિષ્ટા કે રાખનો ઢગલો બની રહેશે. ક્યાં આ તુચ્છ શરીર અને એના માટે જેનામાં આસક્તિ થાય છે તે સ્રી અને ક્યાં પોતાના મહિમાથી આકાશના જેવો સર્વવ્યાપી અનંત આત્મા? (૧૩) ગૃહસ્થે પ્રારબ્ધથી પ્રાપ્ત થયેલા અને પંચયજ્ઞ વગેરે કર્યા પછી બચેલા અન્નથી જ પોતાનો જીવનનિર્વાહ કરવો જોઈએ. જે બુદ્ધિમાન મનુષ્યો આના સિવાય અન્ય કોઈ ૧. પ્રા. પા. - ત્રિવર્ગતાં નિમિતેન ભજેત ! અ૦ ૧૪] સાતમા સ્કંધ 745 દેવાનૃષીન્‌ નૃભૂતાનિ પિતૃનાત્માનમન્વહમ્‌ ! સ્વવૃત્્યાગતવિત્તેન યજેત પુરુષં પૃથક્‌ | ૧૫॥। યર્હયાત્મનોડધિકારાદ્યાઃ સર્વાઃ સ્યુર્યજ્ઞસમ્પદઃ । વૈતાનિકેન વિધિના અગ્નિહોત્રાદિના યજેત્‌ | ૧૬॥ નહ્યાગ્નિમુખતોડયં વૈ ભગવાન્‌ સર્વયજ્ઞભુક્‌ ! ઇજ્યેત હવિષા રાજન્‌ યથા વિપ્રમુખે હુતેઃ ॥ ૧૭॥ તસ્માદ્‌ બ્રાહ્મણદેવેષુ મર્ત્યાદિષુ યથાર્હતઃ । તૈસ્તેઃ કામૈર્યજસ્વૈન ક્ષેત્રશં બ્રાહ્મણાનનુ । ૧૮॥ કુર્યાદાપરપક્ષીયં૨ માસિ પ્રૌષ્ઠપદે દ્વિજઃ । શ્રાદ્ધ પિત્રોર્યથાવિત્ત તદબન્ધૂનાં ચ વિત્તવાન્‌ | ૧૯॥ અયને વિષુવે કુર્યાદ્‌ વ્યતીપાતે દિનક્ષયે | ચન્દ્રાદિત્યોપરાગે ચ દ્વાદશીશ્રવણેષુ ચ || ૨૦॥ તૃતીયાયાં શુક્લપક્ષે નવમ્યામથ કાર્તિકે ચતસૃષ્વપ્યષ્ટકાસુ હેમન્તે શિશિરે તથા || ૨૧॥। માઘે ચ સિતસસમ્યાં મઘારાકાસમાગમે | રાકયા” ચાનુમત્યા વા માસર્ક્ષાણિ યુતાન્યપિ ॥ ર ર॥ દ્વાદશ્યામનુરાધા સ્યાચ્છ્વણસ્તિસ્ર ઉત્તરાઃ । તિસૃષ્વેકાદશીવાડડસુજન્મર્થશ્રોણયોગયુકર્ટ ॥ ર૩॥ ત એતે શ્રેયસઃ કાલા નૃણાં શ્રેયોવિવર્ધનાઃ । ફુર્યાત્‌ સર્વાત્મનૈતેષુ શ્રેયોડમોથં તદાયુષઃ ॥ ર૪! એયુ સ્નાનં જપો હોમો વ્રતં દેવદ્ધિજાર્ચનમ્‌ ! પિતૃદેવનૃભૂતેભ્યો યદત્ત તદ્ધયનશ્વરમ્‌ | રપ વસ્તુમાં સ્વત્વ (પોતાપલું) રાખતા નથી તેમને સંતોનું પદ પ્રાપ્ત થાય છે. (૧૪) પોતાની વર્જા-આશ્રમ અનુસારની વૃત્તિ વડે પ્રાપ્ત થયેલી ચૌજવસ્તુઓથી દેવો, ઝપિઓ, મનુષ્યો, ભૂતપ્રાણરીઓ અને પિતૃઓનું તથા પોતાના આત્માનું પૂજન કરવું; આ જ એકમાત્ર પરમેશ્વરની ભિન્ન- આરાધના છે. (૧૫) પોતાના અધિકાર પ્રમાછે વગેરે વડે ભગવાનની આરાધના કરવી. (૧૬) હે રાજન્‌! સમસ્ત યજ્ઞોના ભોક્તા ભગવાન જ છે, પરંતુ બ્રાહ્મણના મુખમાં અર્પિત કરાયેલા હવિષ્ય-અન્નથી તેમને જેવી તૃપ્તિ થાય છે તેવી અગ્નિના મુખમાં હવન કરવાથી થતી નથી. , મનુષ્યો વગેરે બધાં જ પ્રાણીઓમાં, યથાયોગ્ય રીતે, ઉપયુક્ત સામગ્રીઓ વડે તેમના સૌના કદયમાં અંતર્યામીરૂપે વિરાજમાન ભગવાનની પૂજા કરવી. આ બધાંમાં પ્રાધાન્ય બ્રાહ્મણોનું જ છે. (૧૮)

  • ધનવાન બ્રાહ્મણે પોતાની સંપત્તિ અનુસાર ભાદ્રપદ માસના કૃષ્ણષપક્ષમાં પોતાનાં માતા-પિતા તથા તેમનાં સગાંઓ (પિતામહ, માતામહ વગેરે)નું પબ્ર મહાલય શ્રાદ્ધ કરવું જોઈએ. (૧૯) આ ઉપરાંત અયન (સૂર્યની કર્કસંક્રાન્તિ તથા મકરસંકાન્તિ), વિષુવ (તુલા અને મેષ સંક્રાંતિ), વ્યતીપાત, તિથિક્ષય, ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણનો સમથ, બારસની તિથિઓ, શ્રવણ, ધનિષ્ઠા અને અનુરાધા નકત્રોનો સમય, વૈશાખ સુદ ત્રીજ (અક્ષયતૃતીયા - અખાત્રીજ), કારતક સુદ નોમ (અક્ષયનવમી), માગસર, પોષ, મહા અને ફાગણ - એ ચારે મહિનાની વદ આઠમો, મહા સુદ સાતમ, મહાની મઘા નક્ષત્રવાળી પૂર્ણિમા અને દરેક મહિનાની તે પૂર્ણિમા કે જે પોતાના માસ-નક્ષત્ર, ચિત્રા, વિશાખા, જ્યેષ્ઠા વગેરેથી યુક્ત હોય - ભલે ચંદ્રમા પૂર્ણ હોય કે અપૂર્ણ; બારસની તિથિનો અનુરાધા, શ્રવણ, ઉત્તરાકાલ્ગુની, ઉત્તરાષાઢા અને ઉત્તરાભાદ્રપદા સાથેનો યોગ, અગિયારસની તિથિનો ત્રણે ઉત્તરા નક્ષત્રો સાથેનો યોગ અથવા જન્મ-નક્ષત્ર કે શ્રવણ-નક્ષત્ર સાથેનો યોગ - આ બધા સમયે પિતૃઓનું શ્રાદ્ધ કરવું એ ઉચિત અને શ્રેષ્ઠ છે. આ બધા યોગ માત્ર શ્રાદ્ધ કરવા માટે જ નહીં, પણ બધાં જ પુલ્ધકર્મો કરવા માટે ઉપયોગી છે. આ યોગો કલ્યાણની સાધના માટે યોગ્ય અને શુભની અભિવૃદ્ધિ કરનારા છે. આ પ્રસંગોએ પોતાનાં પૂરી શક્તિ-સામર્થથ લગાડીને શુભ કર્મો કરવાં; એમાં જ જીવનની સફળતા છે. (૨૦-૨૪) આ શુભ સંયોગોમાં જે સ્નાન, જપ, હોમ, વ્રત તથા દેવો અને બ્રાહ્મ્ોની પૂજા કરવામાં આવે છે અથવા ૧. પ્રા. પા. - ઇજ્યતે! ૨. પ્રા. પા. - ત્દપરપક્ષીયં માસે | ૩. પ્રા. પા. - રાકાયાં | ૪. પ્રા. પા. - જન્મશ્રવણયોગન | 746 શ્રીમદભાગવત [અ૦૧૪ સંસ્કારકાલો જાયાયા અપત્યસ્યાત્મનસ્તથા | પ્રેતસંસ્થાય મૃતાહશ્ચ કર્મણ્યભ્યુદયે નૃપ || ર૬।| અથ દેશાન્‌ પ્રવક્ષ્યામિ ધર્માદિશ્રેયઆવહાન્‌ | સ વૈ પુણ્યતમો દેશઃ સત્પાત્રં યત્ર લભ્યતે ॥ ૨૭! બિમ્બં ભગવતો યત્ર સર્વમેતચ્ચરાચરમ્‌ । યત્ર હ બ્રાહ્મણકુલં તપોવિદ્યાદયાન્વિતમ્‌ । ર૮ યત્ર યત્ર હરેરર્ચા સ દેશઃ શ્રેયસાં પદમ્‌ | યત્ર ગજ્ઞાદયો નધઃ પુરાણેષુ ચચ વિશ્રુતાઃ ॥ ૨૯ સરાંસિ પુષ્કરાદીનિ ક્ષેત્રાણ્યર્હાશ્રિતાન્યુત | કુરક્ષેત્રં ગયશિરઃ પ્રયાગઃ પુલહાશ્રમઃ | ૩૦॥ નૈમિષં ફાલ્ગુનં સેતુઃ પ્રભાસોડથ કુશસ્થલી |! વારાણસી મધુપુરી પમ્પા બિન્દુસરસ્તથા” ।॥ ૩૧॥ નારાયણાશ્રમો નન્દા સીતારામાશ્રમાદયઃ | સર્વે કુલાચલા રાજન્‌ મહેન્દ્રમલયાદયઃ ॥ ૩૨॥ એતે પુણ્યતમા દેશા હરેરર્ચાશ્રિતાશ્ચ યે ! એતાન્‌દેશાન્નિપેવેત શ્રેયસ્કામો હ્ાભીક્ષ્ણશઃ | ધર્મો હ્યત્રેહિતઃ પુંસાં સહસ્રાધિફલોદયઃ || ૩૩॥ પાત્રં ત્વત્ર” નિરુક્તં વૈ કવિભિઃ પાત્રવિત્તમૈઃ । હરિરેવૈક ઉર્વીશ યન્મયં વૈ ચરાચરમ્‌ | ૩૪॥ દેવર્ષ્ય્ત્સુ વૈ સત્સુ તત્ર બ્રહ્માત્મજાદિષુ ! રાજન્‌ યદગ્રપૂજાયાં મતઃ પાત્રતયાડચ્યુતઃ | ૩૫॥ જીવરાશિભિરાકીર્ણ આણ્ડકોશાડ્રિપો મહાન્‌ તન્મૂલત્વાદચ્યુતેજ્યા સર્વજીવાત્મતર્પણમ્‌ । ૩૬॥ પુરાણ્યનેન સૃષ્ટાનિ નૃતિર્યગૃષિદેવતાઃ । શેતે જીવેન રૂપેણ પુરેષુ પુરુષો હ્યસૌ ॥ ૩૭॥ જે કંઈ દેવો, પિતૃઓ, મનુષ્યો તેમ જ પ્રાણીઓને સમર્પિત કરવામાં આવે છે તેનું ફળ અક્ષય હોય છે. (રપ) હે યુષિષ્ઠિર! આ જ પ્રમાણે સૌનાં પુંસવન વ્રત વગેરે, સંતાનોનાં જાતકર્મ વગેરે તથા પોતાની યશ-દીક્ષા વગેરે સંસ્કારોના સમયે, શબના અગ્નિદાહના દિવસે કે વાર્ષિક શ્રાદ્ધના ઉપલક્ષ્યમાં અથવા અન્ય માંગલિક કર્મોમાં દાન વગેરે શુભ કર્મો કરવાં જોઈએ. (૨૬) (હે યુધિષ્ઠિર!) હવે હું તે સ્થાનોનું વર્ણન કરું છું કે જે ધર્મ વગેરે શ્રેયોની પ્રાપ્તિ કરાવનારાં છે. સૌથી પવિત્ર દેશ તે છે કે જેમાં સત્પાત્રો મળતાં હોય. (૨૭) જેમાં આ સમસ્ત જડ અને ચેતન (ચરાચર) જગત સ્થિત છે તે ભગવાનની પ્રતિમા જે દેશમાં હોય, જ્યાં તપ, વિદ્યા તેમ જ દયા વગેરે ગુજ્રોવાળા બ્રાહ્મણોના પરિવારો નિવાસ કરતા હોય તથા જ્યાં-જ્યાં ભગવાનની પુજા થતી હોય અને પુરાણપ્રસિદ્ધ ગંગા વગેરે નદીઓ હોય તે બધાં જ સ્થાનો પરમ કલ્યાણકારી છે. (૨૮-૨૯) પુષ્કર વગેરે સરોવરો, સિદ્ધ પુરુષો વડે સેવાયેલાં કત્રો, કુરુક્ષેત્ર, ગયા, પ્રયાગ, પુલહાશ્રમ (શાલગ્રામ ક્ષેત્ર), નૈમિષારણ્ય, ફ્ાલ્યુનકષત્ર, સેતુબંધ, પ્રભાસ, દ્વારકા, કાશી, મથુરા, પંપાસર, બિંદુ સરોવર, બદરિકાશ્રમ, અલકનંદા, ભગવાન સીતારામજીના અયોધ્યા-ચિત્રકૂટ વગેરે આશ્રમો, મહેન્દ્ર” મલય વગેરે સમસ્ત કુલપર્વતો અને જ્યાં-જ્યાં ભગવાનના અર્ચા-અવતાર છે - તે બધા જ દેશો (સ્થાનો) અત્યંત [પવિત્ર છે. કલ્યાણવાંછુ મનુષ્યોએ વારંવાર આ સ્થાનોનું. સેવન કરવું. આ સ્થાનોમાં જે પુશ્યકર્મો કરવામાં આવે છે તેમનું મનુષ્યોને હજારગણું ફળ મળે છે. (૩૦-૩૩) (હે યુષિષ્ઠિર!) પાત્રનો નિર્ણય કરવાના પ્રસંગમાં પાત્રના ગુશ્રોને જાણનારા વિવેકી મનુષ્યોએ એકમાત્ર ભગવાનને જ સત્પાત્ર બતાવ્યા છે. આ ચરાચર જગત તેમનું. જ સ્વરૂપ છે. (૩૪) અત્યારે તમારા આ જ યજ્ઞની વાત છે - દેવો, શપિઓ અને સનકાદિ વગેરે મુનિઓ (ઉપસ્થિત) હોવા છતાં પણ અગ્રપૂજા માટે ભગવાન શ્રીકૃષ્્ને જ પાત્ર સમજવામાં આવ્યા. (૩૫) અસંખ્ય જીવોથી ભરપૂર આ બ્રહ્માંડરૂપ મહાવૃક્ષનું એકમાત્ર મૂળ ભગવાન શ્રીકૃષ્ણ જ છે. તેથી તેમની પૂજા કરવાથી સમસ્ત જીવોનો આત્મા તૃપ્ત થઈ જાય છે. (૩૬) તેમણે જ મનુષ્યો, પશુપક્ષીઓ, કષિઓ, દેવો વગેરેનાં શરીરરૂપ પુરોની રચના કરી છે તથા તેઓ જ આ પુરોમાં જીવરૂપે શયન પણ કરે છે. તેથી જ તેમનું એક નામ ‘પુરુષ’ પણ છે. (૩૭) ૧. પ્રા. પા. - તત્સંસ્થા ચ મૃતા ! ૨. મ્રા. પા. - પરિશ્રુતાઃ | ૩. પ્રા. પા. - તસર: પુરી | ૪. પ્રા. પા. - તત્ર! અ૦૧૫] સાતમો સ્કંધ 747 તેષ્વેષુ ભગવાન્‌ રાજંસ્તારતમ્યેન વર્તતે | તસ્માત્પાત્રં હિ પુરુષો યાવાનાત્મા યથેયતે |! ૩૮ દષ્ટવા5 તેષાં મિથો સ મવજ્ઞાનાત્મતાં નૃપ ત્રેતાદિષુ હરેરર્ચા ક્રિયાધૈ કવિભિઃ કૃતા || ૩૯! તતોડર્ચાયાં હરિ કેચિત્‌ સંશ્રદ્ધાયર સપર્યયા । ઉપાસત ઉપાસ્તાપિ નાર્થદા પુરુષદ્ધિષામ્‌ ॥ ૪૦॥ પુરુષેષ્વપિ રાજેન્દ્ર સુપાત્ર બ્રાહ્મણ વિદુઃ | તપસા વિધયા તુષ્ટ્યા ધત્તે વેદં હરેસ્તનુમ્‌ |! ૪૧।। નત્વસ્યબ્રાહ્મણા રાજન્‌ કૃષ્ણસ્ય જગદાત્મનઃ | પુનન્તઃ પાદરજસા ત્રિલોકીં દૈવતં મહત્‌ ।૪૨॥ [ડે યુધિષ્ઠિર!) પોતે એકરસ હોવા છતાં પણ ભગવાન આ મનુષ્ય વગેરે શરીરોમાં તેમની વિભિન્નતાને કારણે ઓછા- વત્તા રૂપમાં પ્રકાશમાન છે; તેથી પશુ-પક્ષી વગેરેનાં શરીરો કરતાં મનુષ્ય જ શ્રેષ્ઠ પાત્ર છે અને મનુષ્યોમાં પણ, જેનામાં ભગવાનના અંશભૂત તપ, યોગ વગેરે જેટલાં પણ વધુ જોવા મળે છે તે મનુષ્ય તેટલો જ શ્રેષ્ઠ છે. (૩૮) હૈ રાજન્‌! કૃતયુગમાં પ્રાણીમાત્રને ભગવાન માનીને તેમની બધા પૂજા કરતા હતા. ત્રેતા વગેરે યુગોમાં વિદ્દાનોએ જ્યારે જોયું કે મનુષ્યો પરસ્પર એકબીજાનું અપમાન કરે છે ત્યારે તેમણે ઉપાસનાની સિદ્ધિ માટે ભગવાનની પ્રાંતેમાની પ્રતિષ્ઠા કરી. (૩૯) ત્યારથી કેટલાવે લોકો ભારે શ્રદ્ધા અને સામગ્રીઓથી પ્રતિમામાં ભગવાનની પૂજા કરે છે. પરંતુ જેઓ મનુષ્ય માત્ર સાથે હ્ેષ કરે છે તેમને પ્રતિમાની ઉપાસના કરવા છતાં પણ સિદ્ધિ મળી શકતી નથી. (૪૦) હે રાજેન્દ્ર! મનુષ્યોમાં પણ બ્રહ્મને વિશેષ સુપાત્ર માનવામાં આવ્યો છે; કારણ કે તે પોતાના તપ, વિધા, સંતોષ વગેરે ગુણોથી ભગવાનના વેદરૂપ શરીરને ધારલ્ર કરે છે. (૪૧) હે રાજન્‌! અમારી અને તમારી તો વાત જ શી, આ જેઓ સર્વાત્મા ભગવાન શ્રીકૃષ્ણ છે તેમના પબ ઇષ્ટદેવ બ્રાહ્મણો જ છે; કારણ કે બ્રાહ્મણોના ચરણોની રજથી ત્રજ્ઞે લોક પવિત્ર થતાં રહે છે. (૪૨) ત્ક્નકિન્- ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં સપ્રમસ્કન્ધેચ સદાચારનિર્ણયો નામ ચતુર્દશોડધ્યાવઃ ॥ ૧૪।। સાતમા સ્કંધ-અંતર્ગત સદાચારનિર્ણય નામનો ચૌદમો અધ્યાય સમાપ્ત.