બારમો અધ્યાય મોહિની-રૂપ જોઈને મહાદેવજીનું મોહિત થવું કીજાડરાયકિરુવ/૪ વૃષધ્વજો નિશમ્યેદં યોષિદ્રૂપેણ દાનવાન્ | મોહયિત્વા સુરગણાન્ હરિઃ સોમમપાયયત્ || ૧।। વૃષમારુહ્ય ગિરિશઃ સર્વભૂતગણે્વૃતઃ | સહ દેવ્યા યયૌ દ્રષ્ટું યત્રાસ્તે મધુસૂદનઃ ।। ર ॥ સભાજિતો ભગવતા સાદરં સોમયા ભવઃ | સૂપવિષ્ટ ઉવાચેદં પ્રતિપૂજ્ય* સ્મયન્ હરિમ્ 1 ૩।। મહાદેવ ઉશાચર દેવદેવ જગદ્વ્યાપિઝ્જઝગદીશ જગન્મય | સર્વેષામપિ* ભાવાનાં ત્વમાત્મા હેતુરીશ્વરઃ | ૪॥ આઘત્તાવસ્ય યન્મધ્યમિદમન્યદહેં બહિઃ | યતોડવ્યયસ્ય નૈતાનિ તત્સત્યં બ્રહ્મ ચિદ્ધવાન્ ॥ ૫॥ તવૈવ ચરણામ્ભોજં શ્રેયસ્કામા નિરાશિષઃ । વિસૃજ્યોભયતઃ સજ્નં મુનયઃ સમુપાસતે ॥ ૬॥ ત્વં બ્રહ્મ પૂર્ણમમૃતં વિગુણં વિશોક- માનન્દમાત્રમવિકારમનન્યદન્યત્? | વિશ્વસ્ય હેતુરુદયસ્થિતિસંયમાના- માત્મેશ્વરશ્ તદપેક્ષતયાડનપેક્ષઃ | ૭॥ એકસ્ત્વમેવ સદસદ્ દ્વયમદ્રયં ચ સ્વર્ણ કૃતાકૃતમિવેહ ન વસ્તુભેદઃ | અજ્ઞાનતસ્ત્વથિ જનેર્વિહિતો વિકલ્પો યસ્માદ્ ગુણે્વ્યતિકરો નિસપાધિકસ્ય || ૮॥ શ્રીશુકદેવજી કહે છે - (હે પરીક્ષિત!) જ્યારે ભગવાન શંકરે એ સાંભળ્યું કે શ્રીહરિએ મોહિનીરૂપ ધારણ કરીને અસુરોને મોહિત કર્યા અને દેવોને અમૃત પિવડાવી દીધું છે ત્યારે તેઓ સતી દેવીની સાથે વૃષભ પર સવાર થઈને સમસ્ત ભૂતગણોને લઈને ત્યાં જઈ પહોંચ્યા, કે જયાં ભગવાન મધુસૂદન નિવાસ કરે છે. (૧-૨) ભગવાન શ્રીહરિએ અત્યંત પ્રેમથી ગૌરીશંકર ભગવાનનો આદરસત્કાર કર્યો અને તેઓ પણ સુખપૂર્વક બેસીને, ભગવાનનું સમ્માન કરીને હસતાં હસતાં કહેવા લાગ્યા. (૩) શ્રીમહાદેવજીએ કહ્યું - સમસ્ત દેવોના હે આરાધ્યદેવ! આપ વિશ્વવ્યાપી, જગદીશ્વર અને જગતસ્વરૂપ છો. સમસ્ત ચરાચર પદાર્થોનું મૂળ કારણ, ઈશ્વર અને સૌના આત્મા પણ આપ જ છો. (૪) આ જગતનો આદિ, મધ્ય અને અંત આપનાથી જ થાય છે; છતાં આપ આદિ, મધ્ય અને અંતથી રહિત છો. આપના અવિનાશી સ્વરૂપમાં દ્રષ્ટા- દશ્ય અને ભોક્તા-ભોગ્યનો ભેદભાવ નથી. વાસ્તવમાં આપ સત્ય, ચિન્માત્ર બ્રહ્મ જ છો. (૫) કલ્યાણની કામના કરનારા મહાત્માઓ આ લોક અને પરલોક - બંનેની આસક્તિનો તેમ જ સમસ્ત કામનાઓનો પરિત્યાગ કરીને આપનાં ચરણકમળોની જ આરાધના કરે છે. (૬) આપ અમૃતસ્વરૂપ, સમસ્ત પ્રાકૃત ગુણોથી રહિત, શોકની છાયાથી પણ પર, સ્વયં પરિપૂર્ણ બ્રહ્મ છો. આપ કેવળ આનંદસ્વરૂપ છો. આપ નિર્વિકાર છો. આપનાથી ભિન્ન કશું જ નથી, પરંતુ આપ બધાંથી ભિન્ન છો. આપ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનું પરમ કારણ છો. આપ સમસ્ત જીવોનાં શુભ-અશુભ કર્મોનું ફળ આપનારા સ્વામી છો. જોકે આવું પણ જીવોની અપેક્ષાને લીધે જ કહી શકાય છે; વાસ્તવમાં તો આપ બધાંની અપેક્ષાથી રહિત, અનપેક્ષ છો. (૭) હે સ્વામી! કાર્ય અને કારણ, ઠ્વૈત અને અદ્વેત - જે કંઈ પણ છે તે બધું એકમાત્ર આપ જ છો; બરાબર એવી જ રીતે કે જેમ આભૂષણોરૂપે રહેલું સુવર્ધ અને મૂળ સુવર્ણ - એ બંનેમાં કશો ફરક હોતો નથી, બંને એક જ વસ્તુ છે. લોકોએ આપના વાસ્તવિક સ્વરૂપને નહીં જાણવાને કારણે આપનામાં અનેક પ્રકારના ભેદભાવ અને વિકલ્પોની કલ્પના કરેલી છે; અને આ જ કારણે આપનામાં કોઈ પણ પ્રકારની ઉપાધિ ન હોવા છતાં પણ ગુણોને લીધે ભેદ પ્રતીત થાય છે. (૮) ૧. પ્રા. પા. - પ્રતિગૃલ્ર ! ૨. પ્રાચૌન પ્રતમાં “શ્રીમહાદેવ ઉવાચ’ નથી. ૩. પ્રા. પા. - ટમસિ ભૂતાનાં ત્વ૦ | ૪. પ્રા. પા.
- ત્મનન્તમન્યત્। 810 શ્રીમદભાગવત [અ૦૧૨ ત્વાં બ્રહ્મ કેચિદવયન્ત્યુત ધર્મમેકે, એકે પરં સદસતોઃ પુરુષં પરેશમ્ | અન્યેડવયન્તિ નવશક્તિયુતં પરં ત્વાં કેચિન્મહાપુરુષમવ્યયમાત્મતન્ત્રમ્ ।૯॥ નાહ પરાયુર્મ્રષયો ન મરીચિમુખ્યા* જાનત્તિ યદ્રિરચિતં ખલુ સત્ત્વસર્ગાઃ । યન્માયયા મુષિતચેતસ ઈશ દૈત્ય- મર્ત્યાદયઃ કિમુત શશ્ચદભદ્રવૃત્તાઃ | ૧૦॥ સ ત્વં સમીહિતમદઃ સ્થિતિજન્મનાશં ભૂતેહિતં ચ જગતો ભવબતન્ધમોક્ષૌ વાયુર્યથા વિશતિ ખં ચ ચરાચરાખ્યં સર્વ તદાત્મકતયાડવગમોડવરુૂત્સે ।। ૧૧॥ અવતારા મયા દૅષ્ટા રમમાણસ્ય તે ગુણૈઃ । સોડહં તદ્ દ્રહુમિચ્છામિ યત્તે યોષિદ્ધુર્ધતમ્ ।। ૧૨ || યેન સમ્મોહિતા દૈત્યાઃ પાયિતાશ્ચામૃતં સુરાઃ । તદિદેક્ષવ આયાતાઃ પરં કૌતૂહલં હિ નઃ ।૧૩॥ કીંયુક ઉવાચ” એવમભ્યર્થિતો વિષ્ણુર્ભગવાન્ શૂલપાણિના । પ્રહસ્ય ભાવગમ્ભીરં ગિરિશં પ્રત્યભાષત ॥ ૧૪॥ કીંભગવાનુવાચ” કૌતૂહલાય દૈત્યાનાં યોષિદ્વેષો મયા કૃતઃ* । પશ્યતા સુરકાર્યાણિ ગતે પીયૂષભાજને || ૧૫|। તત્તેડહં દર્શયિષ્યામિ દિદેક્ષોઃ સુરસત્તમ |! કામિનાં બહુ મત્તવ્યં સફલ્પપ્રભવોદયમ્ | ૧૬।। હે પ્રભુ! કેટલાક લોકો આપને બ્રહ્મ સમજે છે, તો બીજાઓ આપને ધર્મ કહીને વર્ણવે છે. આ જ પ્રમાણે કેટલાક આપને. પ્રકૃતિ અને પુરુષથી પર પરમેશ્વર માને છે, તો કેટલાક આપને. વિમલા, ઉત્કર્ષિલી, જ્ઞાના, ક્રિયા, યોગા, પ્રહ્ધી, સત્યા, ઈશાના અને અનુગ્રહા - આ નવ શક્તિઓથી યુક્ત પરમપુરુષ માને છે તથા બીજાઓ આપને ક્લેશ-કર્મ વગેરેના બંધનથી રહિત, પૂર્વજોના પણ પૂર્વજ, અવિનાશી પુરુષ વિશેષ-રૂપે માને છે. (૯) હેપ્રભુ! હું, બ્રા અને મરીચિ વગેરે સત્ત્વગુશની સૃષ્ટિમાં રહેલા અમે શ્દષિઓ જ્યારે આપની બનાવેલી સૃષ્ટિનુંય રહસ્ય જાણવા પામતા નથી ત્યારે આપને તો જાણી જ કેવી રીતે. શકીએ? તો પછી, જેમના ચિત્તને માયાએ પોતાના વશમાં કરી રાખ્યું છે અને જેઓ સર્વદા રજોગુશ્ી અને તમોગુણી કર્મો કરવામાં જ રત રહે છે તે અસુરો, મનુષ્યો વગેરે તો જાશે જ શી રીતે? (૧૦)_હે પ્રભુ! આપ સર્વાત્મક અને જ્ઞાનસ્વરૂપ છો, તેથી આકાશમાં વાયુની જેમ અદશ્ય રહેવા છતાં પણ્ધ આપ સમસ્ત ચરાચર જગતમાં હરહંમેશ વિદ્માન રહો છો તથા આ જગતની ચેષ્ટા, સ્થિતિ, જન્મ, નાશ, પ્રાણીઓનાં કર્મ તેમ જ સંસારનાં બંધન-મુક્તિ — બધું જ જાણો છો. (૧૧) હે પ્રભુ! આપ જ્યારે ગુજ્યોનો સ્વીકાર કરીને લીલા કરવા માટે ઘણાબધા અવતાર ધારણ કરો છો ત્યારે હું તેમનાં દર્શન કરું જ છું. અત્યારે હું આપના આ અવતારનું. પણ દર્શન કરવા ઇચ્છું છું, કે જે અવતાર આપે મોહિનીરૂપે. ધારણ કર્યો હતો; (૧૨) અને જેનાથી દૈત્યોને મોહિત કરીને. આપે દેવોને અમૃત પિવડાવ્યું છે. હે સ્વામી! અમે બધાં તે. રૂપ જોવા આવ્યાં છીએ; અમારા મનમાં તે રૂપનાં દર્શન કરવાનું મોટું કુતૂહલ છે. (૧૩) શ્રીશુકદેવજી કહે છે - જ્યારે ભગવાન શંકરે વિષ્ણુ ભગવાનને આ પ્રાર્થના કરી ત્યારે ગંભીરભાવે હસીને તેમણે ભગવાન શંકરને કહ્યું. (૧૪) શ્રીવિષ્છુ ભગવાને કહ્યું - હે શંકરજી! તે સમયે અમૃતકુંભ દૈત્યોના હાથમાં જતો રહ્યો હતો, તેથી દેવોનું. કામ પાર પાડવા માટે અને દૈત્યોનાં મનને એક નવા કુંતૂહહ તરફ આકર્ષવા માટે જ મેં તે મોહિનીરૂપ ધારણ કર્યુ હતું. (૧૫) હે દેવશિરોમણિ! તમે તે રૂપ જોવા ઇચ્છો છો તો હું તે રૂપ તમને બતાવીશ; પરંતુ તે રૂપ તો કામી પુરુષો માટે જ આદરશીય છે, કારણ કે એ કામભાવને ઉત્તેજિત કરનારું છે. (૧૬) ૧, પ્રા. પા. - મિશ્રા | ૨. પ્રાચીન પ્રતમાં ‘શ્રીશુક ઉવાચ’ નથી. ૩. પ્રાચીન પ્રતમાં “શ્રીભગવાનુવાય’ નથી. ૪, પ્રા. પા.
- ધૃતઃ। અ૦૧૨] આઠમો સંધ 811 કંકુક 6૨૨? ઇતિ બ્રુવાણો ભગવાંસ્તત્રેવાન્તરધીયત | સર્વતશ્ચારયંશ્રક્રુ્ભવ આસ્તે સહોમયા | ૧૭॥ દદર્શોપવપને વરસ્તરિયં વિચિત્રપુષ્પારુણપલ્લવઠ્ઠુમે 1 વિક્રીડતી કન્દુકલીલયા લસદ- દુકૂલપર્યસ્તનિતમ્બમેખલામ્ તતો ॥૧૮॥ આવર્તનોદ્ર્તનકમ્પિતસ્તન- પ્રકૃષ્હારોરુભરૈઃ પદે પ્રભજ્યમાનામિવ મધ્યતશ્ચલત્- પદપ્રવાલં નયર્તીં તતસ્તતઃ ॥૧૯॥ પદે। દિક્ષુ ભ્રમત્કન્દુકચાપલૈર્ભશં પ્રોદ્વિગ્નતતારાયતલોલલોચનામ્ | સ્વકર્ણવિભ્રાજિતકુણ્ડલોલ્લસત્- કપોલનીલાલકમહ્ડિતાનનામ્ ।1૨૦॥ શ્લથદ્ દુકૂલં કબરીં ચ વિચ્ચુતાં સન્નહ્યતીં વામકરેણ વલ્ગુના | વિનિઘ્નતીમન્યકરેણ ક્ન્દુ્કે વિમોહયન્તી જગદાત્મમાયયા | ૨૧] તાંવીક્ષ્ય દેવ ઇતિ કન્દુકલીલયેષદ- વ્રીડાસ્ફુટસ્મિતવિસૃષ્ટકટાક્ષમુષ્ટઃ | સરપ્રેક્ષણપ્રતિસમીક્ષણવિદ્લાત્મા નાત્માનમત્તિક ઉમાં સ્વગણાંશ્ર વેદ | ર૨॥ તસ્યાઃ કરાગ્રાત્સ તુ કન્દુકો યદા ગતો વિદૂરં તમનુવ્રજત્સ્િયાઃ | વાસઃ સસૂત્રં લઘુ મારુતોડહરદ્ ભવસ્ય દેવસ્ય કિલાનુપશ્યતઃ ॥૨૩॥ શ્રીશુકદેવજી ક્હે છે - આ પ્રમાણે કહેતાં-કહેતાં ભગવાન શ્રીવિષ્ણુ ત્યાં જ અંતર્ધાન થઈ ગયા અને ભગવાન શ્રીશંકર સતી દેવીની સાથે ચારે તરફ જોતાં રહીને ત્યાં જ બેસી રહ્યા. (૧૭) એટલામાં જ તેમણે જોયું કે સામે એક ઘણું સુંદર ઉપવન છે, તેમાં જાતજાતનાં વૃક્ષ ઊગેલાં છે, જે રંગબેરંગી ફૂલો અને લાલ-લાલ કૂંપળોથી લચી પડેલાં છે. તેમણે એ પણ જોયું કે તે ઉપવનમાં એક સુંદરી દડો ઉછાળતી રમી રહી છે. તેણે અત્મંત સુંદર સાડી પહેરેલી છે અને તેની કમરમાં કંદોરાની ઘૂધરીઓ લટકી રહી છે. (૧૮) દડો ઉછાળવાથી અને સરકીને તેને ઝીલી લેવાથી તેના સ્તન અને તેમના પર રહેલા હાર હાલી રહ્યા છે. એવું લાગતું હતું કે જાણે તેમના ભારથી તેની પાતળી કમર ડગલે ને પગલે તૂટતાં બચી જાય છે. તે પોતાનાં રક્તવર્ણી પલ્લવો જેવાં સુકોમળ ચરણોથી કલાપૂર્વક ઠમક-ઠમક ચાલી રહી હતી. (૧૯) ઊછળતો દડો જ્યારે આમ-તેમ સરકી જતો હતો ત્યારે તે નમીને તેને રોકી લેતી હતી. એનાથી તેની વિશાળ ચંચળ આંખો કંઈક ઉદ્ધિગ્ન થઈ જતી જણાતી હતી. તેના કપોલ પર કાનોનાં કુંડળોની જ્યોતિ ઝગમગી રહી હતી અને તેની વાંકડિયાળી શ્યામ લટો તેમના પર ઝૂકી પડતી હતી, કે જેનાથી તેનું મુખ અધિક ઉલ્લાસ પામતું હતું. (૨૦) જ્યારે ક્યારેક સાડી સરકી જતી હતી અને વાળની વેણી વિખરાઈ જતી હતી ત્યારે પોતાના અત્યંત સુકોમળ ડાબા હાથધી તે તેને સમારી લેતી હતી, અને તે સમયે પણ તે પોતાના જમજ્ઞા હાથથી દડો ઉછાળતી રહીને સમસ્ત સંસારને પોતાની માયાથી મોહિત કરી રહી હતી, (૨૧) દડાથી ખેલતાં ખેલતાં તેણે સહેજ લજ્જાભાવે સ્મિત કરીને કટાક્ષભાવે શંકરજી તરફ જોયું. શંકરજીનો મન પરનો સંયમ ચલિત થઈ ગયો, તેઓ તે મોહિનીને નીરખવામાં અને તેની દૃષ્ટિના રસમાં નિમગ્ન થઈને એટલા વિદ્રળ થઈ ગયા કે તેમને પોતાની જાતનું પણ ભાન રહ્યું નહીં; તો પછી પાસે બેઠેલાં સતી અને ભૂતગણ્રોનું તો સ્મરણ જ કેમ રહી શકે ? (ર૨) એક વાર દડો મોહિનીના હાથમાંથી ઊછળીને થોડેક દૂર જઈ પડ્યો, તો તે પણ તેની પાછળ દોડી. તે સમયે શંકરજીના જોતાં જ વાયુએ તેની બારીક સાડી કંદોરાની સાથે જ ઉડાવી દીધી. (ર૩) ૧. પ્રા. પા. - ગષિરુવાચ | 812 શ્રીમદભાગવત [અ૦ ૧૨ એવં તાં રુચિરાપાદ્ડી દર્શનીયાં મનોરમામ્ ! દષ્ટ્વા તસ્યાં મનશ્ચક્રે વિષજ્જન્ત્યાં ભવઃ કિલ ।। ર૪॥। તયાડપહતવિજ્ઞાનસ્તત્કૃતસ્મરવિદ્રલઃ૧ | ભવાન્યા અપિ પશ્યન્ત્યા ગતહીસ્તત્પદં યયૌ | ર૫॥ સાતમાયાન્તમાલોક્ય વિવસ્તરાવ્રીડિતા ભૃશમ્ । નિલીયમાના વૃક્ષેષુ હસન્તી નાન્વતિષ્ઠત || ર૬॥ તામન્વગચ્છદ્વગવાન્ ભવઃ પ્રમુષિતેન્દ્રિયઃ | કામસ્ય ચ વશં નીતઃ કરેણુમિવ યૂથપઃ ।। ૨૭॥ સોડનુવ્રજ્યાતિવેગેન ગૃહીત્વાડનિચ્છતી સ્િયમ્ । કેશબન્ધ ઉપાનીય બાહુભ્યાં પરિષસ્વજે । ૨૮॥ સોપગૂઢા ભગવતા કરિણા કરિણી યથા | ઈતસ્તતઃ પ્રસર્પન્તી વિપ્રકીર્ણશિરોરુહા ॥ ર૯॥ આત્માર્નમોચયિત્વાડદ્ન સુરર્ષભભુજાન્તરાત્ ! પ્રાદ્રવત્સા પૃથુશ્રોણી માયા દેવવિનિર્મિતા ॥ ૩૦॥ તસ્યાસૌ પદવી રુદ્રો વિષ્ણોર,દ્રુતકર્મણઃ । પ્રત્પપધત કામેન વૈરિણેવ વિનિર્જિતઃ । ૩૧॥ તસ્યાનુધાવતો રેતશ્ચસ્કન્દામોઘરેતસઃ | શુષ્મિણો યૂથપસ્યેવ વાસિતામનુ ધાવતઃ | ૩૨॥ યત્ર યત્રાપતન્મહ્યાં રેતસ્તસ્ય મહાત્મનઃ | તાનિરૂષ્યસ્ય હેમ્નશ્ચક્ષેત્રાણ્યાસન્ મહીપતે ॥ ૩૩॥ સરિત્સરસ્સુ શૈલેષુ વનેષૂપવનેષુ ચ | યત્ર ક્વ ચાસશ્ૃષયસ્તત્ર સન્નિહિતો હરઃ । ૩૪।। તે મોહિનીનું પ્રત્યેક અંગ અત્યંત રુચિકર અને મનોહર હતું. આંખો જ્યાં જોતી ત્યાં ચોંટી જ જતી હતી. એટલું. જ નહીં, મન પણ ત્માં જ રમણ કરવા લાગતું હતું. તેને આવી સ્થિતિમાં જોઈને ભગવાન શંકર તેના પ્રત્યે અત્યંત આકૃષ્ટ થઈ ગયા. મોહિની પણ પોતાના પ્રત્મે આસક્ત છે એમ તેમને લાગતું હતું. (૨૪) તેણે શંકરજીનો વિવેક છીનવી લીધો. તેઓ તેના હાવભાવથી કામાતુર થઈ ગયા અને ભવાનીની હાજરીમાં જ લજ્જા છોડીને તેના ભણી ચાલી નીકળ્યા. (૨૫) મોહિનું વસ્ત તો પહેલાંથી જ વાયુથી થોડું સરકી ચૂકયું હતું, હવે શંકરજીને પોતાના તરફ આવતા જોઈને તે ઘણી લજિજત થઈ ગઈ. તે એક વૃક્ષથી બીજા વૃક્ષની ઓથે સંતાતી ફરતી હતી અને હસતી રહેતી હતી; અને ક્યાંય સ્થિર થતી ન હતી. (૨૬) ભગવાન શંકરની ઇન્દ્રિયો પોતાને વશ રહી નહીં અને તેઓ કામવશ બની ગયા, તેથી તેઓ હાથણીની પાછળ હાથી દોડે તેમ તેની પાછળ-પાછળ દોડવા લાગ્યા. (૨૭) તેમણે અત્યંત વેગથી તેની પાછળ દોડીને પાછળથી તેના કેશ પકડી લીધા અને તેની ઇચ્છા નહીં હોવા છતાં પંણ તેને પોતાની બંને ભુજાઓમાં સમાવીને છાતી સરસી લગાવી. (ર૮) જેમ હાથી હાથણીનું આલિંગન કરે છે તેવી જ રીતે ભગવાન શંકરે તે મોહિનીનું આલિંગન કર્યું, તે આમ- તેમ ખસતી રહીને પોતાને છોડાવવાનો પ્રયાસ કરવા લાગી. આ ઝપાઝપીમાં તેના માથાના કેશ વિખરાઈ ગયા, (૨૯) વાસ્તવમાં તે સુંદરી ભગવાને રચેલી માયા જ હતી, તેથી તેણે પોતાને ગમે તેમ કરીને શંકરજીની ભુજાઓની પકડમાંથી છોડાવી લીધી અને ઘણા વેગથી ભાગી છૂટી. (૩૦) ભગવાન શંકર પદ્ય તે મોહિનીવેશધારી અદ્દભુત કર્મ કરનારા ભગવાન શ્રીવિષ્ણુની પાછળ-પાછળ દોડવા લાગ્યા. તે સમયે એવું લાગતું હતું કે જાણે તેમના શત્રુ કામદેવે અત્યારે તેમના પર જીત મેળવી લીધી છે. (૩૧) કામુક હાથણીની પાછળ દોડતા મદોન્મત્ત હાથીની જેમ તેઓ મોહિનીની પાછળ-પાછળ દોડી રહ્યા હતા. જોકે ભગવાન શંકરનું વીર્ય અમોધ છે તોપણ [1 મોહિનીની માયાથી તે સ્ખલિત થઈ ગયું. (૩૨) ભગવાન શંકરનું તે વીર્ય પૃથ્વી પર જયાં જ્યાં પડ્યું ત્યાં ત્યાં સોના- ચાંદીની ખાણો બની ગઈ. (૩૩) (હે પરીક્ષિત!) નદી, સરોવર, પર્વત, વન અને ઉપવનમાં તેમ જ જ્યાં જ્યાં ત્રપિમુનિઓ વસતા હતા ત્યાં ત્યાં, મોહિનીની પાછળ- પાછળ ભગવાન શંકર ગયા હતા. (૩૪) ૧. પ્રા. પા. - ત્સ્તદ્ગતન! અ૦૧૨] આઠમો સ્કંધ 813 સ્કશ્ે રેતસિ સોડપશ્યદાત્માનં દેવમાયયા ! જડીકૃતં૧ નૃપશ્રેષ્ઠ સંન્યવર્તત કશ્મલાત્ | ૩૫॥ અથાવગતમાહાત્મ્ય આત્મનો જગદાત્મનઃ | અપરિજ્ઞેયવીર્યસ્ય ન મેને તદુ હાહુતમ્ | ૩૬।। તમવિક્લવમદ્રીડમાલક્ષ્ય૨ મધુસૂદનઃ | ઉવાચ પરમપ્રીતો બિભ્રત્સ્વાં પૌોરુપી તનુમ્ ॥ ૩૭॥ કંભગવાનુવાચ દિષ્ટયાત્વંવિબુધશ્રેષ્ઠ સ્વાં નિષ્ઠામાત્મના સ્થિતઃ” । યન્મે સરીરૂપયા સ્વૈરં મોહિતોડપ્યદ્ન માયયા || ૩૮॥ કોનુ મેડતિતરેન્માયાં વિષક્તસ્ત્વદંતે પુમાન્ તાંસ્તાન્વિસજતી ભાવાન્ દુસ્તરામકૃતાત્મભિઃ ॥ ૩૯।। સેયં ગુણમયી માયા ન ત્વામભિભવિષ્યતિ । મયા સમેતા કાલેન કાલરૂપેણ ભાગશઃ 1૪૦॥ કીંછુક ઉશચ એવં ભગવતા રાજન્ શ્રીવત્સાફેન સત્કૃતઃ । આમત્ત્ય તં પરિક્રમ્ય સગણઃ સ્વાલયં યયૌ 11 ૪૧॥। આત્માંશભૂતાં* તાં માયાં ભવાની ભગવાન્ ભવઃ | શંસતામૃષિમુખ્યાનાં પ્રીત્યાડડચષ્ટાથય ભારત | ૪૨ અપિ વ્યપશ્યસ્ત્વમજસ્ય માયાં પરસ્ય પુંસઃ પરદેવતાયાઃ | હે નૃપશ્રેષ્ઠ! વીર્યપાત થઈ ગયા પછી તેમને પોતાની સ્થિતિનું ભાન થઈ આવ્યું. તેમણે જોયું કે ભગવાનની માયાએ તો તેમને ચકરાવામાં નાખી દીધા! ત્યારે તેઓ તરત તે દુઃખદ પ્રસંગથી અલગ થઈ ગયા. (૩૫) ત્યારબાદ આત્મસ્વરૂપ સર્વાત્મા ભગવાનનો આ મહિમા જાણીને તેમને કશું આશ્ચર્ય થયું નહીં. તેઓ જાણતા હતા કે ભગવાનની શક્તિઓનો કોણ પાર પામી શકે એમ છે? (૩૬) ભગવાને જોયું કે ભગવાન શંકરને આનાથી કોઈ વિષાદ કે લજ્જા નથી ત્યારે તેઓ પુરુષશરીર ધારણ કરીને ફરી પ્રગટ થયા અને અત્યંત પ્રસન્નતાપૂર્વક તેમને કહેવા લાગ્યા. (૩૭) શ્રીભગવાને કહ્યું - હે દેવશિરોમણિ! મારી સૌરૂપિભ્રી માયાથી વિમોહિત થવા છતાં પણ તમે પોતે જ પોતાની નિષ્ઠામાં સ્થિત થઈ ગયા એ ઘણા જ આનંદની વાત છે. (૩૮) મારી માયા અપાર છે, તે એવા તો હાવભાવ રચે છે કે અજિતેન્દ્રિય પુરુષો તો કોઈ રીતે તેનાથી છુટકારો પામી શકતા જ નથી. ભૂલા, તમારા સિવાય એવો કોણ પુરુષ છે કે જે એક વાર મારી માયાના સકંજામાં ફસાયા પછી પોતે જ તેમાંથી બહાર નીકળી શકે? (૩૯) જોકે મારી આ ગુણમયી માયા ભલભલાઓને મોહિત કરી દે છે, તોપણ હવે તે તમને ક્યારેય મોહિત કરશે નહીં; કારણ કે સૃષ્ટિ-સર્જન વગેરે માટે જે તે સમયે તેને શોભિત કરનારો કાળ હું જ છું; તેથી મારી ઇચ્છા વિરુદ્ધ તે રજોગુણ વગેરેનું સર્જન કરી શક્તી નથી. (૪૦) શ્રીશુકદેવજી કહે છે - હે રાજન્| આ પ્રમાણે ભગવાન શ્રીવિષ્ણુએ ભગવાન શંકરજીનો સત્કાર કર્યો ત્યારે તેમની પાસેથી વિદાય લઈને તેમ જ તેમની પરિક્રમા કરીને તેઓ પોતાના ગણો સહિત કૈલાસમાં સિધાવી ગયા. (૪૧) હે પરીક્ષિત! ભગવાન શંકરજીએ મોટા-મોટા પિઓની સભામાં પોતાની અર્ધાંગિની સતી દેવી સમક્ષ પોતાના વિષ્લુરૂપની અંશભૂત માયામયી મોહિનીનું આ પ્રમાણે ઘણા પ્રેમથી વર્શન કર્યું - (૪૨) “હે દેવી! તમે પરમપુરુષ પરમેશ્વર ભગવાન શ્રીવિષ્ણુની માયા જોઈ ને? જુઓ, આમ તો હું સમસ્ત કલાકૌશલ, વિઘા વગેરેનો સ્વામી છું અને સ્વતંત્ર છું, તોપણ તે માયાથી વિવશ થઈને મોહિત થઈ ૧. પ્રા. પા. - જડીકૃતો | ૨. પ્રા. પા. - ્માલોક્ય । ૩. પ્રા. પા. - ત્યાત્મનિ ! ૪. પ્રા. પા. - આત્માનુરૂપાં । પ. પ્રા. પા. - પ્રત્યક્ષમભિભાષત ! 814 શ્રીમદભાગવત _ [અ૦૧૨ અહે કલાનામૃષભો વિમુદ્યે યયાવશોડન્યે* કિમુતાસ્વતન્ત્રાઃ ।૪૩॥ યં૨ મામપૃચ્છસ્ત્વમુપેત્ય યોગાત્ચે સમાસહસ્રાનત ઉપારતં* વૈ સ એષ” સાક્ષાત્પુરુષઃ પુરાણો ન યત્ર કાલો વિશતે ન વેદઃ ૪૪॥ કશુક ઉવાચ ઇતિ તેડભિહિતસ્તાત વિક્રમઃ શાર્ડાધન્વનઃ | સિન્ધોર્નિ્મથને યેન ધૃતઃ પૃષ્ઠે મહાચલઃ ।। ૪૫॥ એતન્મુહુઃ કીર્તયતોડનુશ્રૃણ્વતો ન રિષ્યતે જાતુ સમુધમઃ ક્વચિત્ । યદુત્તમશ્લોકગુણાનુવર્ણનં* સમસ્તસંસારપરિશ્રમાપહમ્ ॥૪૬॥ અસદવિષયમડઘ્રિં ભાવગમ્યં પ્રપન્ના- નમૃતમમરવર્યાનાશયત્સિન્ધુમથ્યમ્ ! કપટયુવતિવેષો મોહયન્યઃ સુરારી- સ્તમહમુપસૃતાનાં કામપૂરં નતોડસ્મિ 1 ૪૭॥ જાઉ છું, જ્યારે બીજા જીવો તો પરતંત્ર જ છે, તેથી તેઓ મોહિત થઈ જાય એમાં તો કહેવાનું જ શું હોય? (૪૩) જ્યારે હું એક હજાર વર્ષની સમાધિમાંથી જાગ્યો હતો ત્યારે તમે મારી પાસે આવીને પૂછયું હતું કે “તમે કોની ઉપાસના કરો છો?’ આ જ એ સાક્ષાત્ સનાતન પુરુષ છે, કે જેમને કાળ પોતાની સીમામાં બાંધી શક્તો નથી અને જેમનું વર્ણન વેદ પણ કરી શકતા નથી. તેમનું વાસ્તવિક સ્વરૂપ અનંત અને અનિર્વચનીય છે.” (૪૪) શ્રીશુકદેવજી કહે છે - હે પ્રિય પરીક્ષિત! મેં તમને ભગવાન શ્રીવિષ્થ્ુની આ એમશ્ચર્યપૂર્ણ લીલા કહી સંભળાવી, કે જેમાં સમુદ્રમંથનના સમયે પોતાની પીઠ પ૨ મંદરાચલને ધારણ કરનારા ભગવાનનું વર્ણન છે. (૪૫) જે મનુષ્ય વારંવાર આ લીલાનું કીર્તન અને શ્રવણ કરે છે તેનો ઉદ્યમ ક્યારેય અને ક્યાંય પણ નિષ્ફળ થતો નથી, કારણ કે પવિત્રકીર્તિ ભગવાનના ગુણો અને તેમની લીલાઓનું ગાન સંસારના સથળા ક્લેશો અને પરિશ્રમને દૂર કરી દેનારું છે. (૪૬) દુષ્ટ મનુષ્યોને ભગવાનનાં ચરણકમળોની પ્રાપ્તિ ક્યારેય થઈ શકતી નથી; તેઓ તો ભક્તિભાવયુક્ત મનુષ્યને જ પ્રાપ્ત થઈ શકે છે. એથી જ તેમણે મોહિનીનું માયામય રૂપ ધારણ કરીને દૈત્યોને મોહિત કર્યા અને પોતાનાં ચરણકમળોના શરણે આવેલા દેવોને સમુદ્રમંથનથી નીકળેલા અમૃતનું પાન કરાવ્યું. માત્ર એમની જ વાત નથી, ભલે ને ગમે તે હોય, જે પણ તેમનાં ચરજ્લોનું શરણ ગ્રહણ કરી લે છે તેની સમસ્ત કામનાઓને તેઓ પૂરી કરી દે છે. હું તે શ્રીપ્રભુનાં ચરભ્રકમળોમાં નમસ્કાર કરું છું, (૪૭) ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયામષ્ટમસ્કન્ધે શફરમોહનં* નામ દ્વાદશોડધ્યાયઃ ॥ ૧૨॥ આઠમા સ્કંધ-અંતર્ગત બારમો અધ્યાય સમાપ્ત.