Śrīmad Bhāgavatam

આગામી સાત મત્વંતરોનું વર્ણન

મનુ વગેરેનાં ભિન્ન-ભિન્ન કર્મોનું નિરૂપણ ચશ્નેવાય મત્વન્તરેષુ ભગવન્‌ યથા મન્વાદયસ્ત્વિમે યસ્મિન્‌ કર્મણિ યે યેન નિયુક્તાસ્તદ્રદસ્વ મેચ ॥ ૧॥ શ્રપિસ્વાય
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

તેરમો અઘ્યાય આગામી સાત મત્વંતરોનું વર્ણન કશુક ઉવાચ મનુર્વિવસ્વતઃ પુત્રઃ શ્રાદ્દદેવ ઈતિ શ્રુતઃ । સપ્તમો વર્તમાનો યસ્તદપત્યાનિ મે શૃણુ !। ૧।। ઇક્ષવાકુર્નભગશ્ષેવ ધૃષ્ટ: શર્યાતિરેવ ચ | નરિષ્યન્તોડથ નાભાગઃ સસમો દિષ્ટ ઉચ્યતે || ૨॥ કરૂષશ્ચ પૃષધ્રશ્વ દશમો વસુમાન્‌ સ્મૃતઃ | મનોર્વૈવસ્વતસ્ચૈતે દશ પુત્રાઃ પરન્તપ 1 ૩॥॥ આદિત્યા વસવો રુદ્રા વિશ્વેદેવા મરુદ્ગણાઃ | અશ્વિનાવૃભવો રાજબન્નિન્દ્રસ્તેષાં પુરન્દરઃ ॥૪॥ કશ્યપોડત્રિર્વસિષ્ઠશ્ચ વિશ્વામિત્રોડથ ગૌતમઃ | જમદગ્નિર્ભરદ્રાજ ઇતિ સસર્ષયઃ સ્મૃતાઃ 1 ૫॥ અત્રાપિ ભગવજ્જન્મ કશ્યપાદદિતેરભૂત્‌ | આદિત્યાનામવરજો વિષ્ણુર્વામનરૂપધૃક્‌ || ૬! સડક્ષેપતો મયોક્તાનિ સમ મન્વન્તરાણિ તે । ભવિષ્યાણ્યથવક્ષયામિ વિષ્ણોઃશકત્યાન્વિતાનિચ || ૭|। વિવસ્વતશ્ચ દવે જાયે વિશ્વકર્મસુતે ઉભે | સઝ્શા છાયા ચ રાજેન્દ્ર યે પ્રાગભિહિતે તવ | ૮॥ તૃતીયાં વડવામેકે તાસાં સઝ્શાસુતાસ્ત્રયઃ | યમો યમી શ્રાદ્ધદેવશ્છાયાયાશ્ચ સુતાગ્છુણુ | ૯॥ શ્રીશુકદેવજી કહે છે - (હે પરીક્ષિત!) વિવસ્વાનના પુત્ર યશસ્વી શ્રાદ્દદેવ એ જ સાતમા (વૈવસ્વત) મનુ છે. આ વર્તમાન મન્વંતર જ તેમનો કાર્યકાળ છે. તેમનાં સંતાનોનું વર્ણન તમે મારી પાસેથી સાંભળો. (૧) વૈવસ્વત મનુના દશ પુત્રો છે - ઇક્વાફુ, નભગ, ધૃષ્ટ, શર્યાતિ, નરિષ્યન્ત, નાભાગ, દિષ્ટ, કરૂષ, પૃષધ્ર અને વસુમાન. (૨-૩) હે શત્રુદમન! આ મન્વંતરમાં આદિત્ય, વસુ, રદ, વિશ્વેદેવ, મરુદ્ગણ, અશ્વિનીકુમારો અને ત્કભુ - આ દેવોના મુખ્ય સમુદાય છે અને પુરંદર તેમના ઇન્દ્ર છે. (૪) કશ્યપ, અત્રિ, વસિષ્ઠ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને ભરદ્વાજ - એ સપ્તર્ષિઓ છે. (૫) આ મત્વંતરમાં પણ કશ્યપનાં પત્ની અદિતિના ગર્ભથી આદિત્યોના નાના ભાઈ વામનના રૂપમાં ભગવાને અવતાર ધારણ કર્યો હતો. (૬) (હે પરીક્ષિત!) આ પ્રમાણે મેં સંક્ષેપમાં સાત મન્વંતરોનું વર્ણન તમને કહી સંભળાવ્યું. હવે ભગવાનની શક્તિથી યુક્ત આગળના (આવનારા) સાત મન્વંતરોનું વર્ણન કહી સંભળાવું છું (- તે સાંભળો.) (૭) હે રાજેન્દ્ર! એ તો હું તમને અગાઉ (છઠ્ઠા સ્કંધમાં) બતાવી ચૂક્યો છું કે વિવસ્વાન (અર્થાત્‌ ભગવાન સૂર્ય) ની બે પત્નીઓ હતી - સંજ્ઞા અને છાયા. એ બંનેય વિશ્વકર્માની પુત્રીઓ હતી. (૮) કેટલાક લોકો એવું કહે છે કે તેમની એક ત્રીજી પત્ની વડવા પણ હતી (પણ મારા ખ્યાલથી તો સંજ્ઞાનું નામ જ વડવા પડ્યું હતું). તે સૂર્ય-પત્નીઓમાંની સંજ્ઞાથી ત્રણ સંતાનો થયાં - યમ, યમી અને શ્રાદ્દદેવ. છાયાને પણ ત્રણ સંતાનો થયાં - સાવર્શિ, શનૈશ્વર અને તપતી નામની પુત્રી - કે જે સંવરણની પત્ની થઈ. જ્યારે સંજ્ઞાએ વડવાનું રૂપ ધારણ ૧. પ્રા. પા. - ભાર્યે। 816 શ્રીમદભાગવત [અ૦1૩ સાવર્ણિસ્તપતી કન્યા ભાર્યા સંવરણસ્ય યા ! શનૈશ્ચરસ્તૃતીયોડભૂદશ્ચિનો વડવાત્મજૌ ।। ૧૦॥ અષ્ટમેડન્તર આયાતે સાવર્ણિર્ભવિતા મનુઃ । નિર્મોકવિરજસ્કાદાઃ૧ સાવર્ણિતનયા નૃપચ ॥૧૧।। તત્ર દેવાઃ સુતપસો વિરજા અમૃતપ્રભાઃ | તેષાં વિરોચનસુતો બલિરિન્દ્રો ભવિષ્યતિ ॥ ૧૨ ॥ દત્તેમાં યાચમાનાય વિષ્ણવે યઃ પદત્રયમ્‌ | રાદ્ધમિન્દ્રપદં હિત્વા તતઃ સિદ્ધિમવાપ્સ્યતિ !। ૧૩॥ યોડસૌ ભગવતા બદ્ધઃ પ્રીતેન સુતલે પુનઃ । નિવેશિતોડધિકે સ્વર્ગાદધુનાડડસ્તે સ્વરાડિવ ॥ ૧૪॥॥ ગાલવો દીપિમાન્‌ રામો દ્રોણપુત્રઃ કૃપસ્તથા । ત્રષ્યકૃદ્નઃપિતાડસ્મા્ક ભગવાન્બાદરાયણઃ || ૧૫॥। ઇમે સમ્રર્ષયસ્તત્ર* ભવિષ્યન્તિ સ્વયોગતઃ | ઇદાનીમાસતે રાજન્‌ સવે સ્વ આશ્રમમણ્ડલે ॥ ૧૬|। દેવગુદ્યાત્સરસ્વત્યાં સાર્વભૌમ ઇતિ પ્રભુઃ | સ્થાનં પુરન્દરાદૃત્વા બલયે દાસ્યતીશ્વરઃ । ૧૭॥ નવમો ટક્ષસાવર્ણિ્મનુર્વરુણસમ્ભવઃ | ભૂતકેતુર્દમિકેતુરિત્યાઘાસ્તત્સુતા નૃપ” 1 ૧૮॥ પારામરીચિગર્ભાદ્યા દેવા ઇન્દ્રોડહ્ુતઃ સ્મૃતઃ | ઘ્રુતિમત્મમુખાસ્તત્રષ ભવિષ્યન્ત્યૃષયસ્તતઃ ॥ ૧૯॥। આયુષ્મતોડમ્બુધારાયામૃષભો ભગવત્કલાર્ય । ભવિતા યેન સંરાદ્ધાં ત્રિલોકી ભોક્ષ્યતેડહ્રુતઃ || ૨૦॥ કર્યું ત્યારે તેનાથી બંને અશ્ચિનીકુમારો ઉત્પન્ન થયા. (૯- ૧૦) આઠમા મન્વંતરમાં સાવર્ણિ મનુ થશે; અને તેમના પુત્રો થશે - નિર્મોક, વિરજસ્ક વગેરે. (૧૧) હે રાજન્‌! તે સમયે સુતપા, વિરજા અને અમૃતપ્રભ નામના દેવ- સમુદાયો થશે અને તે દેવતાઓના ઇન્દ્ર થશે વિરોચનના પુત્ર બલિ. (૧૨) વિષ્ણુ ભગવાને વામન અવતાર ગ્રહણ કરીને તેમની પાસેથી ત્રણ પગલાં પૃથ્વી માગી હતી, પરંતુ તેમણે તેમને ત્રશે લોક આપી દીધા હતા. રાજા બલિને ભગવાને એક વાર તો બાંધી દીધા હતા, પરંતુ પછી પ્રસન્‍ન થઈને તેમણે તે બલિને સ્વર્ગ કરતાંયે શ્રેષ્ઠ સુતલલોકનું રાજ્ય આપ્યું હતું. તેઓ આ સમયે ત્યાં ઇન્દ્રની જેમ વિરાજમાન છે. આગળ જતાં તેઓ જ ઇન્દ્ર થશે અને (અંતે) સમસ્ત એશ્વર્યોથી પરિપૂર્ણ ઇન્દ્રપદનો પણ પરિત્યાગ કરીને પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી લેશે. (૧૩-૧૪) ગાલવ, દીપ્તિમાન, પરશુરામ, અશ્રત્થામા, કૃપાચાર્ય, ત્ષ્યશુંગ અને અમારા પિતાજી ભગવાન વ્યાસ - એ આઠમા મત્વંતરમાં સપ્તર્ષિખો થશે. હાલ આ બધા લોકો યોગબળથી પોતપોતાના આશ્રમ-મંડળમાં રહેલા છે. (૧૫-૧૬) દેવગુહ્યની પત્ની સરસ્વતીના ગર્ભથી સાર્વભૌમ નામના ભગવાનનો અવતાર થશે. આ જ શ્રીપ્રભુ પુરંદર ઇન્દ્ર પાસેથી સ્વર્ગનું રાજ્ય પડાવી લઈને રાજા બલિને આપી દેશે. (૧૭) હે રાજન્‌! વરુણના પુત્ર દક્ષસાવર્ણિ નવમા મનુ થશે. ભૂતકેતુ, દીપ્તકેતુ વગેરે તેમના પુત્રો થશે. (૧૮) પાર, મરીચિગર્ભ વગેરે દેવોના સમુદાય થશે અને અદ્દભુત નામના તેમના ઇન્દ્ર થશે. તે મન્વંતરમાં ઘુતિમાન વગેરે. સપ્તર્પિઓ થશે. (૧૯) આયુપ્માનની પત્ની અંબુધારાના ગર્ભથી કષભના રૂપમાં ભગવાનનો ક્લા-અવતાર થશે. તેમણે જ આપેલા ત્રણ લોકોનો અદ્દભુત નામના ઇન્દ્ર ઉપભોગ કરશે. (૨૦) ૧, ગ્રા. પા. - નિર્માહ૦ 1 ૨. પ્રા. પા. - નૃપાઃ | ૩. પ્રા. પા. - ત્સતસ્મિન્‌ ! ૪. પ્રા. પા. - નૃપાઃ । પ. પ્રા. પા. - «ખાઃ સપ્ત! ૬. પ્રા. પા. - ભગવાન્‌ કિલ | અ૦૧૩] આઠમો સ્કંધ 817 દશમો બ્રહ્મસાવર્ણિરુપશ્લોકસુતો મહાન્‌ | તત્સુતા ભૂરિપેણાદ્યા હવિષ્મત્પ્રમુખા દ્વિજાઃ ॥ ૨૧ હવિષ્માન્‌સુકુતિઃ સત્યો જયો મૂર્તિસ્તદા દ્વિજાઃ | સુવાસનવિરુદ્ધાધા* દેવાઃ શમ્ભુઃ સુરેશ્વરઃ ॥ ર૨ વિષ્વક્સેનો વિષૃચ્યાં તુ શમ્ભોઃ સખ્ય કરિષ્યતિ । જાતઃસ્વાંશેન ભગવાન્‌ ગૃહે વિશ્વસજો વિભુઃ || ૨૩॥ મનુર્વે ધર્મસાવર્ણિરેકાદશમ આત્મવાન્‌ | અનાગતાસ્તત્સુતાશ્ચ સત્યધર્માદયો દશ || ર૪।। વિહક્ામાઃ કામગમા નિર્વાણરુચયઃ સુરાઃ । ઇન્દ્રથ વૈધૃતસ્તેષામૃષયશ્ચારુણાદયઃ ॥ ર૫॥ આર્યકસ્ય સુતસ્તત્ર ધર્મસેતુરિતિ સ્મૃતઃ । વૈધૃતાયાં હરેરંશસ્ત્રિલોકી ધારથિષ્યતિ || ૨૬॥ ભવિતા રુદ્રસાવર્ણી રાજન્‌ દ્રાદશમો મનુઃ | દેવવાનુપદેવશ્વ દેવશ્રેષ્ઠાદયઃ સુતાઃ || ૨૭॥। ત્રશ્તધામા ચ તત્રેન્દ્રો૨ દેવાશ્ચ હરિતાદયઃ । ત્રષયશ્ચ તપોમૂર્તિસ્તપરવ્યાગ્નીધ્રકાદયઃ ॥ ૨૮॥ સ્વધામાખ્યો હરેરંશઃ સાધથિષ્યતિ તન્મનોઃ | અન્તરં સત્યસહસઃ સૂનૃતાયાઃ સુતો વિભુઃ | ૨૯॥। મનુસ્યોદશો ભાવ્યો દેવસાવર્ણિરાત્મવાન્‌ | ચિત્રસેનવિચિત્રાઘા દેવસાવર્ણિદેહજાઃ ॥ ૩૦॥ દેવાઃ સુકર્મસુત્રામસઝ્શઞા ઇન્દ્રો દિવસ્પતિઃ । નિર્મોકતત્ત્વદર્શાધા ભવિષ્યન્ત્યૃષયસ્તદા ।॥ ૩૧॥ દેવહોત્રસ્ય તનય ઉપહર્તા દિવસ્પતેઃ | યોગેશ્વરો હરેરંશો બૃહત્યાં સમ્ભવિષ્યતિ | ૩૨॥ દશમા મનુ થશે ઉપશ્લોકના પુત્ર બ્રહ્મસાવર્હિ. તેમનામાં સમસ્ત સદ્દગુણ્રો નિવાસ કરશે. ભૂરિપેણ વગેરે તેમના પુત્રો થશે. તે સમયે હવિષ્માન, સુકૃતિ, સત્ય, જથ, મૂર્તિ વગેરે સપ્તર્ષિઓ થશે. સુવાસન, વિરુદ્ધ વગેરે દેવતાઓના સમુદાય થશે અને શંભુ તેમના ઇન્દ્ર થશે. (૨૧-૨૨) વિશ્વસૃજની પત્ની વિષૂચિના ગર્ભથી વિષ્વક્સેનના રૂપમાં ભગવાન પોતાનો અંશાવતાર ધારણ કરીને શંભુ નામના ઇન્દ્ર સાથે મિત્રતા કરશે. (૨૩) અગિયારમાં મનુ થશે અત્યંત સંયમી ધર્મસાવર્ણિ, તેમના સત્ય, ધર્મ વગેરે દશ પુત્રો થશે. (૨૪) વિહંગમ, ક્ામગમ, નિર્વાણરુચિ વગેરે દેવતાઓના સમુદાય થશે. અરુજ્ર વગેરે સપ્તર્ષિઓ થશે અને વૈધૃત નામના તેમના ઇન્દ્ર થશે. (ર૫) આર્યકની પુત્રી વૈધૃતાના ગર્ભથી ધર્મસેતુના રૂપમાં ભગવાનનો અંશાવતાર થશે અને તે જ રૂપમાં તેઓ ત્રણે લોકનું રક્ષણ કરશે. (૨૬) હે રાજન્‌! બારમાં મનુ થશે રુદ્રસાવર્ણિ. તેમના દેવવાન, ઉપદેવ, દેવશ્રેષ્ઠ વગેરે પુત્રો થશે. (૨૭) તે મન્વંતરમોં જતધામાં નામના ઇન્દ્ર થશે અને હરિત વગેરે દેવોના સમુદાય થશે. તપોમૂર્તિ, તપસ્વી, આગ્નીપ્રક વગેરે સપ્તર્ષિઓ થશે. (૨૮) સત્યસહાની પત્ની સુનૃતાના ગર્ભથી સ્વધામના રૂપમાં ભગવાનનો અંશાવતાર થશે અને તે જ રૂપમાં તેઓ તે મન્વંતરનું પાલન કરશે. (૨૯) તેરમાં મનુ થશે પરમ જિતેન્દ્રિધ દેવસાવર્ણિ.. ચિત્રસેન, વિચિત્ર વગેરે તેમના પુત્રો થશે. (૩૦) સુકર્મ, સુત્રામ વગેરે દેવતાઓના સમુદાય થશે અને તેમના ઇન્દ્રનું નામ હશે દિવસ્પતિ. તે સમયે નિર્મોક, તત્તવદર્શ વગેરે સપ્તર્ષિઓ થશે. (૩૧) દેવહોત્રની પત્ની બૃહતીના ગર્ભથી યોગેશ્વરના રૂપમાં ભગવાનનો અંશાવતાર થશે અને તે જ રૂપમાં તેઓ દિવસ્પતિને ઈન્દ્રનું પદ આપશે. (૩૨) ૧. પ્રા. પા. - સુખાસનવિરૃદ્ધાધા દેવા આસન્‌ સુરેશ્વરાઃ । ૨. પ્રા. પા. - દેવેન્દ્ર ! ૩. પ્રા. પા. - વેદ | ૪, પ્રા. પા. - દેવઃ સાન! કાક શ્રીમદભાગવત [અ૦ ૧૪ મનુર્વા ઇન્દ્રસાવર્ણિશ્ચતુર્દશમ એષ્યતિ | ઉરુગમ્ભીરબુદ્રયાધા ’ ઇન્દ્રસાવર્ણિવીર્યજાઃ ॥ ૩૩॥ પવિત્રાશ્ચાક્ષુષા દેવાઃ શુચિરિન્દ્રો ભવિષ્યતિ | અખ્નર્બાહુઃશુચિઃશુદ્ધો માગધાધાસ્તપસ્વિનઃ ॥ ૩૪॥ સત્રાયણસ્ય તનયો બૃહદ્ધાનુસ્તદા હરિઃ । વિતાનાયાં મહારાજ ક્રિયાતન્તૂન્‌ વિતાયિતા || ૩૫॥ રાજંશ્વતુર્દશૈતાનિ ત્રિકાલાનુગતાનિ તે પ્રોક્તાન્યેભિર્મિતઃ કલ્પો યુગસાહસપર્યયઃ || ૩૬॥ હે મહારાજ! ચૌદમા મનુ થશે ઇન્દ્રસાવર્શિ. ઉરુ, ગંભીર, બુદ્ધિ વગેરે તેમના પુત્રો થશે. (૩૩) તે સમયે પવિત્ર, ચાક્રુષ વગેરે દેવતાઓના સમુદાય થશે અને તેમના ઇન્દ્રનું નામ હશે શુચિ. અગ્નિ, બાહુ, શુચિ, શુદ્ધ, માગધ વગેરે સપ્તર્ષિઓ થશે. (૩૪) તે સમયે સત્રાયણની પત્ની વિતાનાના ગર્ભથી બૃહદ્દભાનુના રૂપમાં ભગવાન અવતાર ધારણ કરશે અને કર્મકાંડનો વિસ્તાર કરશે. (૩૫) હે રાજન્‌! આ ચૌદ મન્વંતરો ભૂત, વર્તમાન અને ભવિષ્ય - ત્રશેષ કાળમાં ચાલતા રહે છે. એમનાથી જ એક સહસ ચતુર્યુંગીવાળા કલ્પના સમયની ગણતરી કરવામાં આવે છે. (૩૬) ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયામષ્ટમસ્કન્ધે મન્વન્તરાનુવર્ણનં નામચે ત્રયોદશોડધ્યાયઃ ॥ ૧૩॥ આઠમા સ્કંધ-અંતર્ગત મન્વંતર-અનુવર્ણન નામનો તેરમો અધ્યાય સમાપ્ત.