અઢારમો અધ્યાય હ વામન ભગવાનનું પ્રાકટ્ય અને બલિ રાજાની યજ્શાળામાં પધારવું કંઇક ઉશાચ ઇત્થ વિરિઝ્ચસ્તુતકર્મવીર્યઃ પ્રાદુર્બભૂવામૃતભૂરદિત્યામ્ 1 ચતુર્ભુજઃ શકડખગદાબ્જચક્રઃ પિશક્નવાસા નલિનાયતેક્ષણઃ ॥ ૧।। શ્યામાવદાતો ઝષરાજકુણ્ડલ- ત્વિષોલ્લસચ્છ્રીવદનામ્બુજઃ પુમાન્ | શ્રીવત્સવક્ષા વલયાક્નદોલ્લસ- ત્કિરીટકાઞ્યીગુણચારુનૂપુરઃ ॥ર૨॥ મધુવ્રતદ્રાતવિઘુષ્ટયા વિરાજિતઃ શ્રીવનમાલયા હરિઃ | પ્રજાપતેર્વેશ્મતમઃ સ્વરોચિષા વિનાશયન્ કષ્ઠનિવિષ્ટકૌસ્તુભઃ 11 ૩॥ સ્વયા દિશઃ પ્રસેદુઃ સલિલાશયાસ્તદા પ્રજાઃ પ્રહૃષ્ટા ત્રદતવો ગુણાન્વિતાઃ | ધૌરન્તરિક્ષં ક્ષિતિરગ્નિજિહ્ધા ગાવો દ્વિજાઃ સઝ્જહષુર્નગાશ્ચ ॥૪॥ શ્રોણાયાં શ્રવણદ્વાદશ્યાં મુહૂર્તેડભિજિતિ પ્રભુઃ । સર્વે નક્ષત્રતારાધાશ્ચક્ુસ્તજ્જન્મ દક્ષિણમ્ | ૫।। દ્વાદશ્યાં સવિતાડતિષ્ઠન્મધ્યન્દિનગતો નૃપ | વિજયા નામ સા પ્રોક્તા યસ્યાં જન્મ વિદુર્રેઃ | ૬॥ શદ્નદુન્દુભયો નેદુર્મુદક્રપણવાનકાઃ | ચિત્રવાદિત્રતૂર્યાણાં નિર્ઘોષસ્તુમુલોડભવત્ | ૭॥ શ્રીશુકદેવજી કહે છે - (હે પરીક્ષિત!) આ પ્રમાણે જ્યારે બ્રહ્માજીએ ભગવાનની શક્તિ અને લીલાની સ્તુતિ કરી ત્યારે જન્મમૃત્યુરહિત શ્રીભગવાન અદિતિ સમક્ષ પ્રગટ થયા. ચાર ભુજાઓમાં તેમણે શંખ, ગદા, પદ્મ અને ચક્ર ધારણ કરેલાં હતાં. કમળ જેવાં કોમળ અને વિશાળ નેત્રો હતાં. પીતાંબર શોભી રહ્યું હતું. (૧) વિશુદ્ધ શ્યામવર્ણનું શરીર હતું. મકરાકાર કુંડળોના તેજથી મુખકમળની શોભા અધિક ઉલ્લાસ પામતી હતી. તેમના વક્ષઃસ્થળ પર શ્રીવત્સનું ચિક્, હાથમાં કંક્ણ અને ભુજાઓમાં બાજુબંધ, મસ્તક પર મુગટ, કેડમાં કંદોરાની ધૂધરીઓ અને ચરણોમાં સુંદર નૂપુર ઝગમગી રહ્યાં હતાં. (૨) ભગવાને ગળામાં પોતાની સ્વરૂપભૂત વનમાળા ધારણ કરેલી હતી અને તેની ચારે બાજુએ ભમરા ગુંજારવ કરી રહ્યા હતા. તેમના કંઠમાં કોસ્તુભમણિ શોભતો હતો. ભગવાનની શરીર-કાત્તિથી પ્રજાપતિ કશ્યપજીના સદનનો અંધકાર નાશ પામ્યો. (૩) તે સમયે દિશાઓ સ્વચ્છ બની ગઈ; નદીઓ અને સરોવરોનાં જળ સ્વચ્છ થઈ ગયાં. પ્રજાજનોના હૃદયમાં આનંદનું પૂર ઊમટયું; અને બધી ત્ર્તુઓ એકસાથે પોતપોતાના ગુશો પ્રગટાવવા લાગી. સ્વર્ગ, અંતરિક્ષ, પૃથ્વી પર તથા દેવો, ગાયો, બ્રાહ્મશો અને પર્વતો - સૌના હૃદયમાં હર્ષ વ્યાપી વળ્યો. (૪) (હે પરીક્ષિત!) જે સમયે ભગવાનનો પ્રાદુર્ભાવ થયો તે સમધે ચંદ્ર શ્રવણ-નકત્રમાં હતો. ભાદરવાના શુક્લ પક્ષની બારસ હતી. અભિજિત મુહૂર્તમાં શ્રીપ્રભુનું પ્રાગટ્ય થયું હતું. બધાં ગ્રહ-નક્ષત્રો ભગવાનના જન્મને મંગલમય સુચવતાં હતાં. (૫) હે રાજન્| જે તિથિએ ભગવાનનો જન્મ થયો હતો તેને ‘વિજપાદ્વાદશી’ કહે છે. તેમના જન્મ-સમયે સૂર્ય આકાશના મધ્ય ભાગે રહેલો હતો. (૬) ભગવાનના અવતાર સમયે શંખ, ઢોલ, નગારાં, ડફ, મૃદંગ વગેરે વાઘો વાગવા લાગ્યાં. આ વિભિન્ન વાધો અને શરણાઈઓનો ઉદ્ોષ થવા લાગ્યો, (૭) અ૦ ૧૮] આઠમો સંધ 835 પ્રીતાશ્ચાપ્સરસોડનૃત્યન્ ગન્ધર્વપ્રવરા જગુઃ | તૃષ્ટુવુર્મુનયો દેવા મનવઃ પિતરોફગ્નયઃ ॥૮।। સિદ્ધવિદ્યાધરગણાઃ સકિંપુરુ્ષાકેન્નરાઃ । ચારણા યક્ષરક્ષાંસિ સુપર્ણા ભુજગોત્તમાઃ 1 ૯॥ ગાયન્તોડતિપ્રશસન્તો નૃત્યન્તો વિબુધાનુગાઃ । અદિત્યા આશ્રમપદં કુસુમૈઃ સમવાકિરન્ | ૧૦॥ દંષ્ટ્વાડદિતિસ્તં નિજગર્ભસમ્ભવં પરં પુમાંસં મુદમાપ વિસ્મિતા |! ગૃહીતદેહ નિજયોગમાયયા પ્રજાપતિશ્ચાહ જયેતિ વિસ્મિતઃ || ૧૧ યત્’ તદ્રપુભાતિ વિભૂષકાયુધે- રવ્યક્તાચિદૂ વ્યક્તમધારયદ્ધરિઃ । બભૂવ તેનેવ સ વામનો બટુઃ સમ્પશ્યતોર્દિવ્યર્ગાતિર્યથા નટઃ॥૧૨॥ તં બટું વામનં દેષ્ટ્વા મોદમાના મહર્ષયઃ | કર્માણિ કારયામાસુઃ પુરસ્કૃત્ય પ્રજાપતિમ્ ।। ૧૩॥ તસ્યોપનીયમાનસ્ય સાવિત્રી સાવિતાડબ્રવીત્ । બૃહસ્પતિર્બ્રહમસૂત્ર મેખલાં કશ્યપોડદદાત્ ॥ ૧૪॥। દદૌ કૃષ્ણાજિનં ભૂમિર્દણ્ડં સોમો વનસ્પતિઃ | કૌપીનાચ્છાદનં માતા ધૌશ્છત્રં જગતઃ પતેઃ ॥ ૧૫॥ કમણ્ડલું વેદગર્ભઃ કુશાન્ સમરર્ષયો દદુઃ। અક્ષમાલાં મહારાજ સરસ્વત્યવ્યયાત્મનઃ ॥ ૧૬। તસ્મા ઇત્યુપનીતાય યક્ષરાટ્ પાત્રિકામદાત્ । ભિક્ષાં ભગવત્તી સાક્ષાદુમાડદાદમ્ખિકા સતી || ૧૭॥। અપ્સરાઓ પ્રસન્નચિત્તે નાચવા લાગી, શ્રેષ્ઠ ગંધર્વો ગાન કરવા લાગ્યા તથા મુનિઓ, દેવો, મનુઓ, પિતૃઓ અને અગ્નિ સ્તુતિ કરવા લાગ્યા. (૮) સિદ્ધો, વિઘાધરો, કિંપુરુષો, કિન્નરો, ચારશો, યક્ષો, રાક્ષસો, પક્ષીઓ, પ્રમુખ નાગો અને દેવોના અનુચરો નાચવા-ગાવા અને વારંવાર પ્રશસ્તિ કરવા લાગ્યાં તથા તે બધાંએ અદિતિના આશ્રમને પુષ્પવૃષ્ટિથી ભરી દીધો. (૯-૧૦) જપારે અદિતિએ પોતાના ગર્ભથી પ્રગટેલા પરમપુરુષ પરમાત્માને જોયા ત્યારે તે અત્યંત આશ્ચર્યમુગ્ધ થઈ ગયાં અને તેમને પરમ આનંદ થયો. પ્રજાપતિ કશ્વપજી પણ ભગવાનને પોતાની યોગમાયાથી શરીર ધારણ કરાયૈલા જોઈને વિસ્મય પામ્યા અને ઉદ્ગાર કાઢી ઊઠ્યા - “જય હો! જય હો!’ (૧૧) (હે પરીક્ષિત!) ભગવાન તો સ્વયં અવ્યક્ત અને ચિત્-સ્વરૂપ છે. તેમણે પરમ કાન્તિમય આભૂષણો અને આયૃધોથી યુક્ત જે શરીર ધારણ કર્યું હતું તે જ શરીરમાંથી, કશ્યપજી અને અદિતિના દેખતાં જ, વાષન બ્રહ્મચારીનું રૂપ ધારણ કરી લીધું; બરાબર એવી જ રીતે કે જેમ નટ પોતાનો વેશ બદલી લે છે. આવું કેમ ન બને? - ભગવાનની લીલા તો દિવ્ય જ છે ને! (૧૨) ભગવાનને વામન બ્રહ્મચારીના રૂપમાં જોઈને મહર્ષિઓને અત્યંત આનંદ થયો. તે બધાએ કશ્યપ પ્રજાપતિને આગળ કરીને તેમના જાતકર્મ વગેરે સંસ્કારો કરાલા. (૧૩) જ્યારે તેમનો ઉપનયન-સંસ્કાર થયો ત્યારે ગાયત્રીના અધિષ્ઠાતા સ્વષં સૂર્યદેવ તેમને ગાયત્રીનો ઉપદેશ કર્યો. દેવોના ગુરુ બૃહસ્પતતિજએ યજ્ઞોપવીત [બ્હ્મસૂત્ર) આપ્યું અને કશ્યપજીએ મેખલા આપી; (૧૪) ભૂદેવીએ કૃષ્ટ્રમૃગચર્મ, વનસ્પાંતેઓના અધિપતિ ચંદ્રદેવે દંડ, માતા અદિતિએ કૌપીન (લંગોટી) અને કટિવસ્ર તથા આકાશના અભિમાની દેવે વાંમનવેશધારી ભગવાનને છત્ર આપ્યું. (૧૫) હે મહારાજ! અવિનાશી શ્રીપ્રભુને બ્રહ્માજીએ કમંડલ, સ્પ્તર્ષિઓએ કુશ અને સરસ્વતીજીએ રુદ્રાક્રમાળા અર્ષજ્ન કર્યા. (૧૬) આ રીતે વામન ભગવાનનો ઉપનયન સંસ્કાર થયો ત્યારે પક્ષોના રાજા કુબેરે તેમને ભિક્ષાપાત્ર આપ્યું અને સતીશિરોમણિ જગજનની સ્વર્ય ભગવતી ઉમાએ ભિક્ષા આપી. (૧૭) 3. પ્રાચીન પ્રતમાં ‘સ્તહપુર્ભાતિ…’ આ શ્લોકની પહેલાં એક શ્લોક વધુ છે, જે આ પ્રમાણે છે — ‘જય જય જગદાદેચદિમધ્યાન્તવિષ્કો સકલભુવનમૃષ્ત્રણસંહાસ્હેતો | પરમપુરુષ પબ… કારાય કસત્વે કનકકમલનેત્રાનન્ત બોગીન્દરશાગિન્ !’ [15523 ૪૦ 8૦ ₹૦ ( સળ્ટ-1 ) શુઝરાતી 28 836 શ્રીમદભાગવત, [અબપટ સ બ્રહ્મવર્ચસેનૈવં સભાં સમ્ભાવિતો બટુઃ | બ્રહ્મર્ષિગણસઝ્જુષ્ટામત્યરોચત મારિષઃ॥ ૧૮॥। સષિદ્ધમાહિતં વર્હિ કૃત્વા પરિસમૂહનમ્ । પરિસ્તીર્ય સમભ્યર્્ય સમિદ્ધિરજુહોદ હિજઃ ॥ ૧૯॥ શ્રુત્વાશ્ચમેધેર્યજમાનમૂર્જિતં બલિં ભૃગ્ણામુપકલ્પિતેસ્તતઃ | જગામ તત્રાખિલસારસમ્ભૃતો ભારેણ ગાં સન્નમયન્ પદે પદે 1 ૨૦॥ તં નર્મદાયાસ્તટ ઉત્તરે બલે- ર્ય ત્રત્વિજસ્તે ભ્રગુકચ્છસઝ્શકે । પ્રવર્તયન્તો ભૃગવઃ કૅૃતૂત્તમં વ્યચક્ષતારાદુદિતં યથા રવિમ્ 1૨૧ ત ગ્હૃત્વિજો યજમાનઃ સદસ્યા હતત્વિષો વામનતેજસા સૂર્ય: કિલાયાત્યુતધ વા વિભાવસુઃ સનત્કુમારોડથ દિદક્ષયા ક્રતોઃ ॥ ૨૨ નૃપ! ઇંત્થ સશિષ્ષેષુ ભૃગુષ્વનેકધા વિતકર્યમાણો ભગવાન્ સ વામનઃ | છત્રં૨ સદણં સજલં કમણડલું વિવેશ બિભ્રદ્ધયમેધવાટમ્ ॥ રઝા મૌગ્જ્યા મેખલયા વીતમુપવીતાજિનોત્તરમ્ ! જટિલં વામનં વિપ્રં માયામાણવકં હરિમ્ ॥ ર૪॥ પ્રવિષ્ટંવીક્્ય ભૃગવઃ સશિષ્યાસ્તે સહાગ્નિભિઃ | પ્રત્યગૃહ્ન્સમુત્થાયસડક્િપ્તાસ્તસ્ય તેજસા ॥ ૨૫॥ યજમાનઃ પ્રમુદિતો દર્શનીયં મનોરમમ્ | રૂપાનુરૂપાવયવં તસ્મા આસનમાહરત્ ॥ ૨૬ ॥ આ પ્રમાણે બધાંએ જ્યારે બટુકવેશધારરી ભગવાનનું સમ્માન કર્યું ત્યારે તેઓ બ્રહ્મર્ષિઓથી પરિપૂર્ટ સભામાં પોતાના બ્રહ્મતેજને કારણે અત્યંત શોભવા લાગ્યા. (૧૮) એ પછી ભગવાને સ્થાપના કરાયેલા અને પ્રજ્વલિત કરાયેલા અગ્નિનું કુશ્થી પરિસમૂહન અને પરિસ્તરણ કરીને પૂજન કર્યું અને સમિષોથી હવન કર્યો, (૧૯) (હે પરીક્ષિત!) તે સમયે ભગવાને સાંભળ્યું કે સર્વ પ્રકારની સામગ્રીઓથી સંપન્ન, યશસ્વી બલિ ભૃગુવંશી બ્રાહ્મણોના આદેશ અનુસાર ઘણાબધા અશ્ચમેધ યજ્ઞો કરી રહ્યા છે ત્યારે તેમણે ત્યાં જવા માટે પ્રયાણ કર્યું. ભગવાન તો સમસ્ત શક્તિઓથી યુક્ત છે, તેમના પ્રયાણ સમધે તેમના ભારથી પૃથ્વી ડગલે ને પગલે નમવા લાગી. (૨૦) નર્મદા નદીના ઉત્તર તટે ‘ભૃગુકચક’ નામે એક અત્યંત સુંદર સ્થાન છે, ત્યાં જ બલિનઃ ભૃગુવંશી જાત્વિજો શ્રેષ્ઠ યજ્ઞનું અનુષ્ઠાન કરાવી રલ્રા હતા. તે બધાએ દૂરથી જ ભગવાન શ્રીવામનને જોયા, તેમને એવું, લાગ્યું કે જાણે સાક્ષાત્ સૂર્યદેવનો ઉદય થઈ રહ્યો છે. (૨૧) હે રાજન્! વામન ભગવાનના તેજથી ગ્ત્વિજો, યજમાનો, સભાજનો - બધા જ નિસ્તેજ થઈ ગયા; અને તેઓ વિચારવા લાગ્યા કે ક્યાંક યશનું દર્શન કરવા સૂર્ય, અગ્મિ કે સતત્કુમારો તો નથી આવ્યા ને! (૨૨) ભૃગુપુત્ર શુક્રાચાર્યજી વગેરે પોતાના શિષ્યો સહિત આ પ્રમાણે અનેક કલ્પનાઓ કરી રહ્યા હતા. તે જ સમયે હાથમાં છત્ર, દંડ અને જળ ભરેલું કમંડળ ધારણ કરેલા ભગવાન શ્રીવામને અશ્વમેધ યજ્ઞના મંડપમાં પ્રવેશ કર્યો. (૨૩) તેમણે કમર્ પર મુંજમેખલા અને ગળામાં જનોઈ પારણ કરેલાં હતાં, તેમની બગલમાં મૃગચર્મ હતું અને મસ્તક પર જટા કતી. આ પ્રમાણે બ્રાહ્મસ્ના વાતન વેશમાં પોતાની માયાથી બટુક-બ્રહ્મચારી બનેલા ભગવાને બલિના યજ્ઞમંડપમાં પ્રવેશ કર્યો ત્યારે તેમને જોઈને ભૃગુવંશી બ્રાહ્મણો પોતાના શિષ્યો સહિત, તેમના તેજથી પ્રભાવિત અને નિસ્તેજ થઈ ગ્યા. અગ્નિદેવ સાંહેત તે બધા ઊભા થઈ ગયા અને તેમણે વામન ભગવાનનો સત્કાર કર્યો. (૨૪-૨૫) ભગવાનન્ય બધાં અંગો તેમના સ્વરૂપ પ્રમાણે નાનાં-નાનાં, ઘણાં જ મનોહર અગે દર્શનીય હતાં. તેમને જોઈને બલિને ઘણો આનંદ થયો અને તેમણે ભગવાન વામનને એક ઉત્તમ આસન આપ્યું. (૨૬) ૧. ગ્રા. પા. - ત્યાત્ય્યવા | ૨. મા. પા. - સદફડછતર ! (15521 અ૦૧૮] આઠમો સંધ 837 સ્વાગતેનાભિનન્દ્યાથ પાદૌ ભગવતો બલિઃ । અવનિજ્યાર્ચયામાસ મુક્તસન્નમનોરમમ્ | ર૭॥ તત્પાદશૌચં જનકલ્મષાપહં સ૨ ધર્મવિન્મૂર્ધ્યદધાત્સુમક્રલમ્ | યદ્દેવદેવો ગિરિશશ્ચન્દ્રમૌલિ- ર્દધાર મૂર્ધ્ધા પરયા ચ ભક્ત્યા ર૮ જલિરુવચ સ્વાગતં તે નમસ્તુભ્યં બ્રહ્મન્ કિં કરવામ તે બ્રહ્મર્ષીણાં તપઃ સાક્ષાન્મન્યે ત્વાડડર્ય વપુર્ધરમ્ ॥ ૨૯॥ અધ નઃ પિતરસ્તૃા અધ્ય નઃ પાવિતં કુલમ્ । અધ્ય સ્વિષ્ટઃ ક્રતુરયં યદ્ ભવાનાગતો ગૃહાન્ | ૩૦॥ અધાગ્નયો મે સુહુતા યથાવિધિ દ્વિજાત્મજ ત્વચ્ચરણાવનેજનેઃ | હતાંહસો વાર્ભિરિયં ચ ભૂરહો તથા પુનીતા તનુભિઃ પદૈસ્તવ ॥ ૩૧॥ યધદ્દબટો વાગ્છસિ તત્પ્રતીચ્છ મે ત્વામર્થિનં વિપ્રસુતાનુતર્કયે । ગાં કાગ્ચનં ગુણવદ્* ધામ મૃષ્ટં તથાડન્નપેયમુત વા વિપ્ર કન્યામ્ | ગ્રામાન્* સમૃદ્ધાંસ્તુરગાન્ ગજાન્ વા રથાંસ્તથાડર્હત્તમ સપમ્પ્રતીચ્છ 1 ૩૨॥ પછી, સ્વાગતવચનોથી તેમનું અભિનંદન કરીને તેમનાં ચરણ પખાળ્યાં અને નિઃસંગ મહાપુરુષોને પણ અત્યંત મનોહર લાગતા તે ભગવાન વામનની પૂજા કરી. (૨૭) ભગવાનનું પાદપ્રક્નાલન પરમ મંગળકારી છે, એનાથી જીવોનાં તમામ પાપો અને દુઃખો ધોવાઈ જાય છે. સ્વર્ય દેવાધિદેવ ચંદ્રમૌલિ ભગવાન શ્રીશંકરે તીર્થરૂપી જળ અત્યંત ભક્તિભાવપૂર્વક પોતાના મસ્તક પર ધારણ કર્યું હતું તે જ ચરણામૃત આજે ધર્મમર્મના જ્ઞાતા રાજા બલિને પ્રાપ્ત થયું; તેમણે અત્યંત પ્રેમથી તે ચરણામૃત પોતાના મસ્તક પર મૂક્યું. (૨૮) બલિએ કહ્યું - હે બ્રહમન્! આપનું સ્વાગત છે; આપને હું નમસ્કાર કરું છું. આજ્ઞા આપો, હું આપની શી સેવા કરું? હે આર્ય! એવું લાગે છે કે મોટા-મોટા બ્રહ્મર્ષિઓની તપસ્યા જ સ્વયં મૂર્તિમંત થઈને મારી સમક્ષ ઉપસ્થિત થઈ છે. (૨૯) આજે આપ મારા યજ્ઞમાં પધાર્યા તેથી મારા પિતૃઓ તૃપ્ત થઈ ગયા, આજે મારું કુળ પવિત્ર થઈ ગયું અને મારો આ યજ્ઞ સફળ થઈ ગયો. (૩૦) હે બ્ર્મન્! આપનાં ચરણ પખાળવાથી મારાં બધાં પાપ ધોવાઈ ગયાં છે અને વિધિપૂર્વક યજ્ઞ કરવાથી, અગ્નિમાં આહુતિ આપવાથી જે ફળ મળે તે અનાયાસ જ મળી ગયું છે. આપનાં આ નાનાં-નાનાં ચરણોથી અને તેમના પ્રક્ષાલનથી પૃથ્વી પવિત્ર થઈ ગઈ છે. (૩૧) હે બ્રાહ્મણકુમાર! એવું જણાય છે કે આપ કશુંક ઇચ્છી રહ્યા છો. હે પરમપૂજ્ય બટુકજી! જે કંઈ આપ ઇચ્છતા હો
- ગાયો, સુવર્ણ, સામગ્રી-સમૃદ્ધ ભવન, પવિત્ર અન્ન, પેય પ્રવાહી, લગ્ન અર્થ બ્રાહ્મણકન્યા, સમૃદ્ધ ગામો, ઘોડા, હાથી, રથ - તે બધું આપ મારી પાસેથી માગી લો, અવશ્ય જ તે બધું હું આપને આપીશ. (૩૨) -્ક્ક્ર્- ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયામષ્ટમસ્કન્ધે વામનપ્રાદુર્ભાવે બલિવામનસંવાદેડષ્ટાદશોડધ્યાયઃ ॥ ૧૮॥ આઠમા સ્કંધ-અંતર્ગત વામનપ્રાદુર્ભાવમાંનો બલિ-વામનસંવાદનો અઢારમો અધ્યાય સમાપ્ત.