Śrīmad Bhāgavatam

બલિએ કરેલી ભગવાનની સ્તુતિ અને ભગવાનનું તેમના પર પ્રસન્ન થવું,

દ્‌ બલિનું બંધનમાંથી મુક્ત થવું અને સુતલ-લોકમાં જવું
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

બાવીસમો અધ્યાય બલિએ કરેલી ભગવાનની સ્તુતિ અને ભગવાનનું તેમના પર પ્રસન્ન થવું, શંછુક ઉવાચ એવં વિપ્રકૃતો રાજન્‌ બલિર્ભગવતાડસુરઃ ! ભિધમાનોડપ્યભિન્ાત્મા પ્રત્યાહાવિક્લવં વચઃ ॥ ૧॥। કહિરુરચ યધુત્તમશ્લોક ભવાન્‌ મમેરિતં વચો વ્યલી્કં સુરવર્ય મન્યતે | કરોમ્યૃતે તન્ન ભવેત્્રલમ્ભનં પદં તૃતીયં કુરુ શીર્ષ્ણિ મે નિજમ્‌ । ૨॥ બિભેમિ નાહં નિરયાત્પદચ્યુતો ન પાશબન્ધાદ્‌ વ્યસનાદ્‌ દુરત્યયાત્‌ । નૈવાર્થકૃચ્છ્‌ાદ્ધવતો વિનિગ્રહા- દસાધુવાદાદૂ ભૃશમુદ્વિજિ યથા |૩॥ પુંસાં શ્લાઘ્યતમં મન્યે દણ્ડમર્હત્તમાર્પિતમ્‌ | યં માતા પિતા ભ્રાતા સુહૃદશ્ચાદિશન્તિ હિ ॥ ૪॥। ત્વં નૂનમસુરાણાં નઃ પારોક્ષ્યઃ પરમો ગુરુઃ | યો નોડનેકમદાન્ધાનાં વિભ્રંશં ચક્ષુરાદિશત્‌ ।। ૫।। યસ્મિન્‌ વૈરાનુબન્ધેન રૂઢેન વિબુધેતરાઃ | બહવો લેભિરે સિદ્ધિ યામુ હૈકાન્તયોગિનઃ | ૬! તેનાહેં નિગૃહીતોડસ્મિ ભવતા ભૂરિકર્મણા | બદ્ધશ્ય વારુણૈઃ પાશૈર્નાતિવ્રીડે ન ચપ વ્યથે 1 ૭॥। પિતામહો મે પ્રહ્માદ ભવદીયસમ્મતઃ આવિષ્કૃતસાધુવાદઃ । શ્રીશુકદેવજી કહે છે - હે રાજન્‌| આ પ્રમાણે ભગવાને અસુરરાજ બલિનો ભારે તિરસ્કાર કર્યો અને તેમને ધર્મમાંથી વિચલિત કરવા ઇચ્છું; પરંતુ તે બલિ જરાયે વિચલિત થયા નહીં અને અત્યંત સ્વસ્થચિત્તે પ્રત્યુત્તર આપ્યો. (૧) દૈત્યરાજ બલિએ કહ્યું - હે દેવોના આરાધ્યદેવ! આપની કીર્તિ અત્યંત પવિત્ર છે. શું આપ મારા કથનને અસત્ય સમજો છો? એવું નથી. હું તેને સત્ય કરી બતાવું, છું, હું આપને છેતરતો નથી. આપ કૃપા કરીને આપનું ત્રીજું ચરણ મારા મસ્તક પર મૂકો. (૨) મને નરકમાં જવાનો કે રાજ્યવંચિત થવાનો ભય નથી. ઠું પાશમાં બંધાવાથી કે અપાર દુઃખમાં આવી પડવાથી પણ બીતો નથી. મારી પાસે કશી જ ધનસંપત્તિ ન રહે અથવા આપ મને ઘોર દંડ આપો - એ પણ મારા ભયનું કારણ નથી, હું ડરું છું તો તે માત્ર પોતાની અપકીર્તિથી. (૩) પોતાના પૂજનીય ગુરુજનોએ આપેલો દંડ તો જીવમાત્ર માટે તેની કીર્તિને વધારનારો છે એમ હું માનું છું, કારણ કે તેવો દંડ માતા, પિતા, ભાઈ અને સુકદ્જનો મોહને લીધે આપી શકતા નથી. (૪) આપ ગુપ્ત રીતે અચૂકપણે અમને અસુરોને શ્રેષ્ઠ શિક્ષા કરતા રહો છો તેથી આપ અમારા પરમ ગુરુ છો. જ્યારે અમે ધન, કુલીનતા, બળ વગેરેના મધથી અંધ થઈ જઈએ છીએ ત્યારે આપ તે વસ્તુઓ અમારી પાસેથી પડાવી લઈને અમને દષિદાન કરો છો. (૫) આપના વડે અમારો જે ઉપકાર થાય છે તે વિશે હું શું કહું? અનન્યભાવે યોગ કરનારા યોગીઓ જે સિદ્ધિ મેળવે છે તે જ સિદ્ધિ ઘણા-બધા અસુરોને આપની સાથે દૃઢ વૈરભાવ કરવાથી જ મળી ગઈ છે. (૬) જેમનો આવો મહિમા - આવી અનંત લીલાઓ છે તે જ આપ મને દંડ આપી રહ્યા છો અને વરુણના પાશથી બાંધી રહ્યા છો. તેનો મને કોઈ લાજસંકોચ નથી કે નથી તો કોઈ વ્યથા. (૭) હે પ્રભુ! મારા દાદા પ્રહલાદજીની કીર્તિ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. તેઓ આપના ભક્તોમાં શ્રેષ્ઠ મનાયા છે. તેમના પિતા હિરણ્યકશિપુએ આપની સાથે વેરભાવ રાખેલો એ કારણે પ્રહ્લાદજીને અનેક પ્રકારનાં દુઃખ, ૧, પ્રા. પા. - વિવ્યથે ! 852 શ્રીમદભાગવત [અ૦ ૨૨ ભવહદ્ધિપક્ષેણ વિચિત્રવૈશસં આપ્યાં હતાં, પરંતુ તેઓ તો આપને પરાયણ જ રહ્યા સમ્પ્રાપિતસ્ત્વત્પરમઃ સ્વપિત્રા ॥ ૮।। | અને તેમણે પોતાનું જીવન આપના પર જ ન્યોછાવર કરી કિમાત્મનાડનેન જહાતિ યોડન્તતઃ કિં રિક્થહારૈઃ સ્વજનાખ્યદસ્યુભિઃ | કિં જાયયા સંસૃતિહેતુભૂતયા મર્ત્યસ્ય ગેહૈઃ કિમિહાયુષો વ્યયઃ ॥૯॥ ઇત્થં સ નિશ્ચિત્ય પિતામહો મહા- નગાધબોધો ભવતઃ પાદપવ્મમ્‌ | પ્રુવં પ્રપેદે હ્યકુતોભયં જના- દ્વીતઃ સ્વપક્ષક્ષપણસ્ય સત્તમઃ | ૧૦॥ ૧અથાહમપ્યાત્મરિપોસ્તવાન્તિકં દૈવેન નીતઃ પ્રસભં ત્યાજિતશ્રીઃ | કૃતાન્તાન્તિકર્વાર્તિ જીવિતં યયાડધ્રુવં સ્તબ્ધમતિર્ન બુધ્યતે ॥ ૧૧॥ ઇદં શ્રીશુક ઉવાચ તસ્થેત્થં ભાષમાણસ્ય પ્રહ્માદો ભગવત્પ્રિયઃ આજગામ કુરશ્રેષ્ઠ રાકાપતિરિવોત્થિતઃ ॥ ૧૨॥ તમિન્દ્રસેનઃ સ્વપિતામર્હેં શ્રિયા વિરાજમાન નલિનાયતેક્ષણમ્‌ | પિશક્નામ્બરમગ્જનત્વિષં પ્રલમ્બબાહું સુભગૅ સરમૈક્ષત 1૧૩॥ પ્રાંશું તસ્મૈ બલિર્વારુણપાશયત્ત્રિતઃ સમર્હણં નોપજહાર પૂર્વવત્‌ | મૂર્ધાાશ્રુવિલોલલોચનઃ નનામ સવ્રીડનીચીનમુખો* બભૂવ હ ||૧૪॥।| સ તત્ર હાસીનમુદીક્્ય સત્પર્તિ સુનન્દનન્દાદ્યનુગૈરુપાસિતમ્‌ | દીધું હતું. (૮) તેમનો તો નિશ્ચય હતો કે જો આ શરીર કોઈ એક દિવસે સાથ છોડી દેવાનું જ છે તો તેને લઈને શું કરવાનું? જેઓ ધનસંપત્તિ લેવા માટે પોતાને સ્વજન કહેવડાવનારા લુટારાઓથી આપણને શો લાભ? પત્નીથી પણ શો લાભ, કે જે જન્મ-મરણ્રરૂપી સંસારચક્રમાં નાખનારી છે? જો મરી જ જવાનું છે તો ઘર સાથે મોહ કરવાનો પણ શો ફાયદો? આ બધી વસ્તુઓમાં અટવાઈ જવું એ તો પોતાના આયુષ્યને ગુમાવવા બરાબર જ છે. (૯) આવો નિશ્ચય કરીને મારા દાદા પ્રહ્લાદજીએ, આપ લૌકિક દષ્ટિએ તેમનાં સગાંસંબંધીઓનો નાશ કરનારા શત્રુ છો એ જાણતા હોવા છતાં પણ આપનાં જ નિર્ભય અને અવિનાશી ચરણકમળોનું શરણ લીધું હતું; કારણ કે તેઓ સંસારથી અત્યંત વિરક્ત હતા તથા અગાધ જ્ઞાનયુક્ત, ઉદારકદય તેમ જ સંતશ્રેષ્ઠ હતા. (૧૦) એ દૃષ્ટિએ આપ મારા પણ શત્રુ છો, તોપલ્ર વિધાતાએ મને એશ્ચર્યથી બળપૂર્વક અલગ કરીને આપની પાસે પહોંચાડી દીધો છે; અને એ યોગ્ય જ થયું છે, કારણ કે એશ્ચર્યને કારણે જીવની બુદ્ધિ જડ થઈ જાય છે અને તે જીવ ‘મારું આ જીવન મૃત્યુના પંજામાં પડેલું અને અનિત્ય છે’ એ હકીકત સમજી શક્તો નથી. (૧૧) શ્રીશુકદેવજી કહે છે - હે કુરશ્રેષ્ઠ! રાજા બલિ આ પ્રમાણે કહી રહ્યા હતા ત્યારે ઊગતા ચંદ્રમા જેવા, ભગવાનના પ્રિય પ્રહ્લાદજી ત્યાં પધાર્યા. (૧૨) રાજા બલિએ જોયું કે પોતાના દાદા અત્યંત શ્રીસંપન્ન છે, કમળ જેવાં (તેમનાં) કોમળ નેત્ર છે, વિશાળ ભુજાઓ છે અને તેમણે પોતાના ઊંચા અને શામળા શરીરે પીતાંબર ધારણ કરેલું છે. (૧૩) આ સમયે બલિ વરુણપાશમાં બંધાયેલા હતા, તેથી પ્રહ્લાદજીના આગમન સમયે જે રીતે પહેલાં તેઓ તેમની પૂજા કરતા હતા તે રીતે કરી શક્યા નહીં. તેમની આંખો આંસુઓથી ચંચળ થઈ ગઈ. શરમના માર્યા મોઢું નીચું નમી ગયું. તેમણે માત્ર મસ્તક નમાવીને તેમને પ્રથ્રામ કર્યા. (૧૪) પ્રહૂલાદજીએ જોયું કે ભક્તવત્સલ ભગવાન ત્યાં વિરાજમાન છે અને સુનંદ, નંદ વગેરે પાર્ષદો તેમની સેવા કરી રહ્યા છે. પ્રેમના ઉદ્રેકથી પ્રહ્લાદજીનું શરીર પુલકિત થઈ ગયું અને તેમની આંખોમાં આંસુ ઊમટી આવ્યાં. તેઓ આનંદપૂર્ણ હૃદયથી મસ્તક નમાવીને પોતાના ૧. પ્રા. પા. - અધાહટ | ૨. પ્રા. પા. - તનિર્વાતમુખો । અ૦૨૨] આઠમો સ્કંધ 853 ઉપેત્ય ભૂમૌ શિરસા મહામના તનામ મૂર્ધ્યા પુલકાશ્રુવિક્લવઃ । ૧૫॥ મકહાદ ઉશાચ ત્વધૈવ દત્ત પદમૈન્દ્રમૂર્જિતં હૃતં તદેવાધ તથૈવ શોભનમ્‌ | મન્યે મહાનસ્ય કૃતો હ્યનુગ્રહો વિભ્રંશિતો યચ્છિય આત્મમોહનાત્‌ || ૧૬[! યયા હિ વિદ્ધાનપિ મુહ્યતે યત- સ્તત્કો વિચષ્ટે ગતિમાત્મનો યથા | તસ્મૈ નમસ્તે જગદીશ્વરાય વૈ નારાયણાયાખિલલોકસાક્ષિણ ॥૧૭॥ કશુક ઉશચ તસ્યાનુશ્રણ્વતો’ રાજન્‌પ્રહ્માદસ્ય કૃતાગ્જલેઃ | હિરણ્યગર્ભો ભગવાનુવાચ મધુસૂદનમ્‌ । ૧૮॥ બદ્ધ વીક્ષ્ય પતિં સાધ્વી તત્પત્ની ભયવિહ્લા । પ્રાગ્જલિઃપ્રણતોપેન્દ્રંબભાષેડવાડમુખી નૃપ |! ૧૯॥ હન્ધાવવિસ્વાચ ક્રીડાર્થમાત્મન ઇદં ત્રિજગત્કૃતં તે સ્વામ્યં તુ તત્ર કુધિયોડપર ઈશ કુર્યુઃ | કર્તુઃ પ્રભોસ્તવ કિમસ્યત આવહન્તિ ત્યક્તદ્વિયસ્ત્વદવરોપિતકર્ત્વાદાઃ ।। ૨૦॥ ત્રહરોવ/૨ ભૂતભાવન ભૂતેશ દેવદેવ જગન્મય | મુગ્ચૈનં હતસર્વસ્વં નાયમર્હતિ નિગ્રહમ્‌ | ૨૧॥। સ્વામી (ભગવાન) પાસે ગયા અને પૃથ્વી પર માથું મૂકીને તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા. (૧૫) પ્રહ્લાદજીએ કહ્યું - (હે પ્રભુ!) આપે જ બલિને આ એઔશ્વર્યપૂર્લ ઈન્દરપદ આપ્યું હતું અને આજે આપે જ તે છીનવી લીધું છે. આપનું આપવું જેટલું સુંદર છે તેનાથી લઈ લેવું વધું સુંદર છે. હું સમજું છું કે આપે આના પર ઘણી મોટી કૃપા કરી છે કે આને આત્માને મોહ પમાડનારી રાજ્યલક્ષ્મીથી અલગ કરી દીધો છે. (૧૬) ટે પ્રભુ! લક્ષ્મીના મદથી તો વિદ્વાન મનુષ્યો પણ મોહિત થઈ જાય છે, લક્ષ્મી હોય ત્યારે ભલા, પોતાના વાસ્તવિક સ્વરૂપને કોણ બરાબર જાણી શકે છે? તેથી તે લક્ષ્મી છીનવી લઈને મહાન ઉપકાર કરનારા, સમસ્ત જગતના મહાન ઈશ્વર, સૌના હૃદયમાં વિરાજમાન અને સૌના પરમ સાક્ષી આપને - ભગવાન શ્રીનારાયણને હું નમસ્કાર કરું છું, (૧૭) શ્રીશુકદેવજી કહે છે - હે રાજન! પ્રહ્લાદજી હાથ જોડીને ઊભા હતા. તેમની સામે જ ભગવાન બ્રહ્માજી કંઈક કહેવા માગતા હતા; (૧૮) પરંતુ એ દરમિયાન જ રાજા બલિની પરમ સાધ્વી પત્ની વિંધ્યાવલીએ પોતાના પતિને બંધાયેલા જોઈને ભયભીત થઈને ભગવાનનાં ચરણોમાં પ્રણામ કર્યા તથા હાથ જોડીને, મોઢું નીચું ઢાળીને તે ભગવાનની સ્તુતિ કરી. (૧૯) વિંધ્યાવલીએ કહ્યું - હે પ્રભુ! આપે પોતાની ક્રીડા માટે જ આ સમસ્ત ત્રિલોકની રચના કરી છે. જે લોકો કુબુદ્ધિ છે તેઓ જ પોતાને એના સ્વામી માને છે. આપ જ આ વિશ્વના કર્તા, ભર્તા અને સંહર્તા છો, તો પછી આપની માથાથી મોહિત થઈને પોતાને વ્યર્થ કર્તા માનનારા નિર્લજ્જ લોકો આપને શું સમર્પણ કરી શકે એમ છે? (ર૦) બ્રહ્માજીએ કહ્યું - સમસ્ત પ્રાણીઓના જીવનદાતા, તેમના સ્વામી અને જગત-સ્વરૂપ હે દેવાધિદેવ પ્રભુ! હવે આપ આ બલિને મુક્ત કરો. આપે તેનું સર્વસ્વ લઈ લીધું હોઈ હવે આ દંડને પાત્ર રહેતો નથી. (૨૧) ૧. પ્રાચીન પ્રતમાં ‘તસ્થાનુ…’ શ્લોક મૂળમાં નથી, ટિપ્પણીમાં છે. 854 શ્રીમદ્ભાગવત_ [અ૦ રર કૃત્સ્ના તેડનેન દત્તા ભૂર્લોકાઃ કર્માર્જિતાશ્ચ યે | નિવેદિતં ચ સર્વસ્વમાત્માડવિક્લવયા ધિયા !। ર૨ યત્પાદયોરશઠધીઃ સલિલં પ્રદાય દૂર્વાક્કુરેરપિ વિધાય સતીં સપર્યામ્‌ ! અપ્યુત્તમાં ગતિમસૌ ભજતે ત્રિલોકીં દાશ્ચાનવિક્લવમનાઃ કથમાર્તિમૃચ્છેત્‌ । ૨૩।। કીંભગવાનુવાચ બ્રહ્મન્‌ યમનુગૃહ્મામિ તદ્વિશો વિધુનોમ્યહમ્‌ ! યન્મદઃ પુરુષઃ સ્તબ્ધો લોક માં ચાવમન્યતે | ર૪॥ યદા કદાચિજ્જીવાત્મા સંસરન્નિજકર્મભિઃ । નાનાયોનિષ્વનીશોડયં પૌરુષી ગતિમાવ્રજેત્‌ ॥ રપ જન્મકર્મવયોરૂપવિદ્શ્ચર્યધનાદિભિઃ ! યઘ્યસ્ય ન ભવેત્સ્તમ્ભસ્તત્રાયં મદનુગ્રહઃ | ર૬॥ માનસ્તમ્ભનિમિત્તાનાં જન્માદીનાં સમન્તતઃ | સર્વશ્રેયગ્રતીપાનાં હન્ત મુદ્યેન્ન મત્પરઃ ॥ ૨૭1! એષ દાનવદેૈત્યાનામગ્રણીઃ કીર્તિવર્ધનઃ । અજૈષીદજયાં માયાં સીદન્નપિ ન મુહ્યતિ ॥ ૨૮ ક્ષીણરિક્થશ્ચ્યુતઃ ૧સ્થાનાત્િપ્ો બદ્ધ્ચ શત્રુભિઃ । જ્ઞાતિભિશ્ચ પરિત્યક્તો યાતનામનુયાપિતઃ ॥ ૨૯॥ ગુરુણા ભર્ત્સિતઃ શપ્તો જહી સત્યં ન સુત્રતઃ । છલૈરુક્તો મયા ધર્મો નાયં ત્યજતિ સત્યવાક્‌ ॥ ૩૦॥ એષ મે પ્રાપિતઃ સ્થાનં દુષ્પ્રાપમમરેરપિ | સાવર્ણેરન્તરસ્યાયં ભવિતેન્દ્રો મદાશ્રયઃ૨ ॥ ૩૧॥। આશે પોતાની સઘળી પૃથ્વી અને પુશ્યકર્મોથી મેળવેલા સ્વર્ગ વગેરે લોક, પોતાનું સર્વસ્વ - પોતાનો આત્મા સુધ્ધાં આપને સમર્પિત કરી દીધો છે તથા એમ કરતી વેળા આની બુદ્ધે અચળ રહી છે, આ ધૈર્યઆુત થયો નથી. (૨૨) ડે પ્રભુ! આપ તો એટલા પરમ દયાળુ છો કે

  • જે મનુષ્ય સાચા ૬દયથી, ભક્તિપૂર્વક આપનાં ચરણોમાં જળનો અર્ધ્ધ આપે છે અને માત્ર દૂર્વાકુરથી પણ આપની સાચી પૂજા કરે છે તેને પણ ઉત્તમ ગતિ મળે છે, તો પછી આ બલિએ તો અત્યંત પ્રસન્નતાપૂર્વક, ધર્ય અને સ્થિર ચિત્તવૃત્તિથી આપને ત્રણે લોકનું દાન કર્યુ છે ત્યારે આ દુઃખનો ભાગી (ભોક્તા) કેવી રીતે થઈ શકે? (૨૩) શ્રીભગવાને કહ્યું - ડે બ્રહ્માજી! હું જેના પર કૃપા કરું છું તેની ધનસંપત્તિ છીનવી લઉં છું, કારણ કે મનુષ્ય જ્યારે ધનથી મદોન્મત થઈ જાય છે ત્યારે તે મારો અને સૌનો તિરસ્કાર કરવા લાગે છે. (૨૪) આ જીવ પોતાનાં કર્મોને કારણે વિવશ થઈને અનેક યોનિઓમાં ભટકતો રહે છે અને ત્યારે ક્યારેક મારી કૃપાથી મનુષ્યશરીર પ્રાપ્ત કરે છે. (૨૫) મનુષ્યયોનિમાં જન્મ લઈને તેને જો કુલીનતા, કર્મ, વય, રૂપ, વિલા, એશ્ચર્ય, ધન-વગેરેને લીધે ઘમંડ ન થાય તો તેને મારી કૃપા જ સમજવી જોઈએ. (૨૬) કુલીનતા વગેરે એવાં અનેક પરિબળો છે કે જેઓ અભિમાન, જડતા વગેરે પેદા કરીને મનુષ્યને કલ્યાણનાં સથળાં સાધનોથી વંચિત કરી દે છે; પરંતુ જેઓ મારે શરણે થાય છે તેઓ એ બધાથી મોહિત થતા નથી. (૨૭) આ બલિ દાનવો અને દૈત્યોના વંશમાં અગ્રગક્ય અને તેમની કીર્તિ વધારનારો છે. તેણે માયાને જીતી લીધી છે. કે જેને જીતવી અત્યંત દુષ્કર છે. તમે જોઈ જ રહ્યા છો કે આટલું કષ્ટ ભોગવવા છતાં પણ તે મોહિત થયો નથી. (૨૮); તેનું ધન છીનવી લીધું, તેને રાજપદથી અળગો કરી દીધો, તેના પર જાતજાતના આક્ષેપ કર્યા, શત્રુઓએ તેને બાંધી લીધો, ભાઈબંધુઓ તેને ત્યજીને ચાલ્યા ગયા
  • આટલી યાતનાઓ ભોગવવી પડી, અરે, ત્યાં સુધી કે તેના ગુરુએ પણ તેને ધમકાવ્યો - તિરસ્કાર્યો અને શાપ સુધ્ધાં આપી દીધો; પરંતુ આ દઢત્રતી બલિએ પોતાની પ્રતિજ્ઞાનો ત્યાગ ન જ કર્યો, મેં એને છળપૂર્વક ધર્મનો ઉપદેશ કર્યો, પણ આ સત્યવાદી બલિએ પોતાનો ધર્મ છોડ્યો નહીં. (૨૯-૩૦) તેથી મેં આને તે સ્થાન આપ્યું, છે કે જે મહાન દેવોને પણ ઘણી મુશ્કેલીથી મળે છે. ૧. પ્રા. પા. - શીણો વિધ્વંસિતઃ સ્થાન | ૨. પ્રા. પા. - મમાશ્રયઃ અ૦ ૨૩] આઠમો સ્કંધ 855 તાવત્સુતલમધ્યાસ્તાં વિશ્વકર્મવિનિર્મિતમ્‌ | યન્ઞાધયો’ વ્યાધયશ્ચ ક્લમસ્તન્દ્રા પરાભવઃ | નોપસર્ગા નિવસતાં સમ્ભવત્તિ મમેક્ષયા || ૩૨! ઇન્દ્રસેન મહારાજ યાહિ ભો ભદ્રમસ્તુ તે | સુતલંસ્વર્ગિભિઃપ્રાર્થયજ્ઞાતિભિઃપરિવારિતઃ ॥ ૩૩॥ નત્વામભિભવિષ્યત્તિ લોકેશાઃ કિમુતાપરે ત્વચ્છાસનાતિગાન્‌ દૈત્યાંશ્રક્ર મે સૂદથિષ્યતિ || ૩૪।। રક્ષિષ્ષે સર્વતોડહં ત્વાં સાનુગં સપરિચ્છદમ્‌ ! સદા સત્ઞિહિતં વીર તત્ર માં દ્રક્ષ્યતે ભવાન્‌ || ૩૫॥। તત્ર દાનવદૈત્યાનાં સજ્નાત્તે ભાવ આસુરઃ । દંષ્ટ્વા મદનુભાવં વૈ સદ્યઃ કુણ્ઠો વિનડક્યતિ ॥ ૩૬॥ આ બલિ સાવર્શિ મન્વંતરમાં મારો પરમ ભક્ત ઇન્દ્ર થશે. (૩૧) ત્યાં સુધી આ વિશ્વકર્માએ રચેલા સુતલલોકમાં રહેશે. ત્યાં રહેનારાઓ મારી કૃપાદષ્ટિ મેળવે છે, તેથી તેમને શારીરિક અથવા માનસિક વ્યાધિઓ, થાક, તંદ્રા, બાહ્ય કે આંતરિક શત્રુઓથી પરાજય અને કોઈ પણ પ્રકારનાં વિધ્નોનો પ્રતિકાર કરવો પડતો નથી. (૩૨) (બલિને સંબોધીને કહ્યું -) મહારાજ ઇન્દ્રસેન! તમારું કલ્યાણ થાઓ. તમે હવે પોતાનાં ભાઈબંધુઓ સહિત તે સુતલલોકમાં જાઓ કે જેની સ્વર્ગના દેવતાઓ પણ કામના કરતા રહે છે. (૩૩) મોટા-મોટા લોકપાલો પણ હવે તમને પરાજિત કરી શકશે નહીં, તો પછી બીજાઓનું તો શું ગજું? જે દૈત્યો તમારા શાસનની અવગણના કરશે તેઓ મારા સુદર્શન ચક્રથી છેદાઈ જશે. (૩૪) તમારું, તમારા અનુચરોનું અને તમારી ભોગસામગ્રીનું પણ હું રક્ષણ કરીશ. હે વીર બલિ! ત્યાં તમે મને સર્વત્ર તમારી પાસે જ જોશો. (૩૫) દાનવો અને દૈત્યોના સંગને લીધે તમારામાં જે કોઈ આસુરી ભાવ હશે તે મારા પ્રભાવથી તરત જ નષ્ટ થઈ જશે. (૩૬) ન્ન ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયામષ્ટમસ્કન્ધે વામનપ્રાદુર્ભાવે બલિવામન- સંવાદો નામ દ્વાવિંશોડધ્યાયઃ ॥ ૨૨॥ આઠમા સ્કંધ-અંતર્ચત વામનપ્રાદુર્ભાવમાંનો બલિ-વામનસંવાદ નામનો બાવીસમો અધ્યાય સમાપ્ત.