તેવીસમો અધ્યાય દ્ બલિનું બંધનમાંથી મુક્ત થવું અને સુતલ-લોકમાં જવું શીંકુક ઉવાચ શ્રીશુકદેવજી કહે છે - જ્યારે સનાતન પુરુષ ર ન ) શ્રીભગવાને આ પ્રમાણે કહ્યું ત્યારે સાધુજનોના આદરણીય દા મિ સિઉ | [| મહાનુભાવ દૈત્યરાજ (બલિ)ની આંખોમાં આંસુ ઊમટી ક. આવ્યાં, પ્રેમના ઉદ્રેકથી ગળું ભરાઈ આવ્યું અને તેમણે બદ્ધાગ્જલિર્બાષ્પકલાકુલેક્ષણો હાથ જોડીને ગદગદ વાણીથી ભગવાનને કહ્યું. (૧) ભક્ત્યુદૂગલો ગદ્ગદયા ગિરાડબ્રવીત્ ॥ ૧॥ બલિએ કહ્યું - હે પ્રભુ! મેં તો આપને પૂરા પ્રણામ દાહક પણ કર્યા નથી, પ્રણામ કરવાનો પ્રયત્ન માત્ર જ કર્યો છે. એનાથી જ મને તે ફળ મળ્યું છે કે જે આપનાં ચરણોના અહો પ્રણામાય કૃતઃ સમુદ્યમઃ શરણાગત ભક્તોને મળે છે. મહાન લોકપાલો અને દેવો પ્રપન્નભક્તાર્થવિધો સમાહિતઃ | પર આપે જે કૃપા ક્યારેય કરી નથી તે મારા જેવા અધમ ૧. પ્રા. પા. - યત્રાધયો | 856 શ્રીમદભાગવત [અ૦ ૨૩ યલ્લોકપાલૈસ્ત્વદનુગ્રહોડમરે- રલબ્ધપૂર્વોડપસદેડસુરેડર્ષિતઃ ॥૨॥ શંશુક ઉવાચ ઇત્યુક્ત્વા હરિમાનમ્ય બ્રહ્માણં સભવં તતઃ | વિવેશ સુતલં પ્રીતો બલિર્મુક્તઃ સહાસુરેઃ ॥ ૩॥ એવમિન્દ્રાય ભગવાન્ પ્રત્યાનીય ત્રિવિષ્ટપમ્ | પૂરથિત્વાડદિતેઃ કામમશાસત્સકલં જગત્ ॥૪॥ લબ્ધપ્રસાદં નિર્મુક્ત પૌત્ર વંશધરં બલિમ્ । નિશામ્ય ભક્તિપ્રવણઃ પ્રહ્માદ ઇદમબ્રવીત્ । ૫॥ 4૮ ઉશાચ નેમં વિરિઞ્યો લભતે પ્રસાદ ન શ્રીર્ન શર્વઃ કિમુતાપરે તે યન્ઞોડસુરાણામસિ દુર્ગપાલો વિશ્વાભિવન્ધેરપિ વત્દિતાડદ્રિઃ | ૬॥ યત્પાદપદ્મમકરન્દનિષેવણેન બ્રહ્માદયઃ શરણદાશ્નુવતે વિભૂતીઃ | કસ્માદ્રયં કુસૃતયઃ ખલયોનયસ્તે દાક્ષિણ્યદંષ્ટિપદવીં ભવતઃ પ્રણીતાઃ || ૭॥ ચિત્રં તવેહિતમહોડમિતયોગમાયા- લીલાવિસૃષ્ટભુવનસ્ય વિશારદસ્ય | સર્વાત્મનઃ સમદંશો વિષમઃ સ્વભાવો ભક્તપ્રિયો યદસિ કલ્પતરુસ્વભાવઃ ॥ ૮॥ કંભગગાનુવાચ વત્સ પ્રહ્ધાદ ભદ્રં તે પ્રયાહિ સુતલાલયમ્ ! મોદમાનઃ સ્વપૌત્રેણ જઞાતીનાં સુખમાવહ ॥૯॥ અસુરને અનાયાસ જ પ્રાપ્ત થઈ ગઈ છે. (૨) શ્રીશુકદેવજી કહે છે - (ટે પરીક્ષિત!) આમ કહેતાં જ બલિ વરુભ્રપાશમાંથી મુક્ત થઈ ગયા; અને પછી તેમણે ભગવાન, બ્રહ્માજી અને શંકરજીને પ્રણામ કર્યા. ત્યારબાદ અત્યંત પ્રસન્નતાપૂર્વક અસુરોની સાથે સુતલલોક ભણી પ્રયાણ કર્યું. (૩) આ પ્રમાણે શ્રીભગવાને બલિ પાસેથી સ્વર્ગનું રાજ્ય મેળવી લઈને ઇન્દ્રને સોંપ્યું, અદિતિની કામના પૂરી કરી અને પોતે ઉપેન્દ્ર બનીને સમસ્ત વિશ્વનું શાસન કરવા લાગ્યા. (૪) પ્રહલાદજીએ જોયું કે મારા વંશધારક પૌત્ર રાજા બલિ બંધનમાંથી મુક્ત થઈ ગયા છે અને તેમને ભગવાનનો કૃપા-પ્રસાદ મળી ગયો છે ત્યારે તેઓ ભક્તિ-ભાવવિભોર થઈ ગયા અને તે સમયે તેમણે ભગવાનને આ પ્રમાણે (સ્તુતિપૂર્વક) કહ્યું. (૫) પ્રહ્લાદજીએ કહ્યું - હે પ્રભુ! આપનો આ કૃપા- પ્રસાદ તો બ્રહ્માજી, લક્ષ્મીજી અને શંકરજીને પણ ક્યારેય મળ્યો નથી. તો બીજાઓને મળવાની તો વાત જ ક્યાં રહી? અહો! જેમનાં ચરણોની વંદના વિશ્વવંધ બ્રહ્માજી વગેરે પણ કરતા રહે છે તે જ આપ અમારા અસુરોના દુર્ગપાળ (કોટવાળ) થઈ ગયા! (૬) હે શરણાગતવત્સલ પ્રભુ! બ્રહ્માજી વગેરે લોકપાલો આપનાં ચરણકમળોના મકરંદનું સેવન કરવાને લીધે જ સૃષ્ટિરચનાનું શક્તિસામર્થ્ય વગેરે અનેક વિભૂતિઓ-સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે; જ્યારે અમે તો જન્મથી જ ખલ (દુષ્ટ) અને કુમાર્ગગામી છીએ, છતાંય અમારા ઉપર આપની આવી અનુગ્રહપૂર્ણ દષ્ટિ એવી તો થઈ કે આપ અમારા દ્વારપાળ જ બની ગયા! (૭) આપે પોતાની યોગમાયાથી લીલાપૂર્વક જ ત્રણે લોકની રચના કરી છે. આપ સર્વશ, સર્વાત્મા અને સમદર્શી છો; તોપણ આપની લીલાઓ ઘણી વિલક્ષણ જણાય છે. આપનો સ્વભાવ કલ્પવૃક્ષ જેવો છે, કારણ કે આપ પોતાના ભક્તોના પ્રિય છો; અને એ કારણે જ ક્યારેક-ક્યારેક ઉપાસકો પ્રત્યે આપનો પક્ષપાત અને આપનાથી વિમુખજનો પ્રત્મે આપની નિર્દયતા જોવા મળે છે. (૮) શ્રીભગવાને કું - વત્સ પ્રહ્લાદ! તમારું કલ્યાણ થાઓ. તમે પણ હવે સુતલલોકમાં જાઓ. ત્યાં પોતાના પૌત્ર બલિ સાથે રહીને જાતિબંધુઓને સુખી કરો. (૯) અ૦૨૩] આઠમો સ્કંધ 857 નિત્યં દ્રષ્ટાસિ માં તત્ર ગદાપાણિમવસ્થિતમ્ મદ્ર્શનમહાહ્ધાદધ્વસ્તકર્મનિબન્ધનઃ 11૧૦ શીશુ ઉશાચ આજ્ઞાં ભગવતો રાજન્ પ્રહ્માદો બલિના સહ | બાઢમિત્યમલપ્રજ્ઞો મૂર્ધ્યાધાય કૃતાગ્જલિઃ ।। ૧૧ પરિક્રમ્યાદિપુરુષં સર્વાસુરચમૃપતિઃ | પ્રણતસ્તદનુજ્ઞાતઃ પ્રવિવેશ મહાબિલમ્ | ૧૨॥। અથાહોશનસં રાજન્ હરિર્નારાયણોડન્તિકે । આસીનમૃત્વિજાં મધ્યે સદસિ બ્રહ્મવાદિનામ્ । ૧૩॥। બ્રહ્મન્ સન્તનુ શિષ્યસ્ય કર્મચ્છિદ્રં વિતન્વતઃ । યત્તત્કર્મસુ વૈષમ્યં બ્રહ્મદષ્ટું સમં ભવેત્ | ૧૪! શુક ઉવાચ કુતસ્તત્કર્મવૈષમ્યં યસ્ય કર્મેશ્રો ભવાન્ । યજ્ઞેશો યશપુરુષઃ સર્વભાવેન પૂજિતઃ | ૧૫॥। મન્ત્રતસ્તન્ત્રતશ્છિદ્રે દેશકાલાર્હવસ્તુતઃ | સર્વ કરોતિ નિશ્છિદ્રં નામસફ્રીર્તતં તવ ॥૧૬॥ તથાપિ વદતો ભૂમન્ કરિષ્યામ્યનુશાસનમ્ | એતચ્છ્રેયઃ પરં પુંસાં યત્તવાજ્ઞાનુપાલનમ્ || ૧૭।। કીંછુક ઉવાચ અભિનત્દ હરેરાજ્ઞામુશના ભગવાનિતિ । યશચ્છિદ્રં સમાધત્ત બલે્વિપ્ર્ષિભિઃ સહ ॥ ૧૮॥ ત્યાં તમે મને સદૈવ હાથમાં ગદા ધારણ કરેલો જોશો અને મારા દર્શનના પરમાનંદમાં મગ્ન બની રહેવાને કારણે તમારાં તમામ કર્મોનાં બંધન નષ્ટ થઈ જશે. (૧૦) શ્રીશુકદેવજી ક્હે છે - હે રાજન્! સમસ્ત દેત્યસેનાના સ્વામી, વિશુદ્ધબુદ્ધિ પ્રહ્લાદજીએ “ભલે’ એમ કહીને, હાથ જોડીને ભગવાનની આજ્ઞા માથે ચડાવી. પછી તેમણે બલિની સાથે આદિપુરુષ ભગવાનની પરિક્રમા કરી, તેમને પ્રણામ કર્યા અને તેમની આજ્ઞા માગીને સુતલલોક ભજ્ની પ્રયાણ કર્યું. (૧૧-૧૨) હે રાજન્! તે સમયે ભગવાન શ્રીહરિએ બ્રહ્મવાદી ત્ઘત્વિજોની સભામાં પોતાની પાસે જ બેઠેલા શુક્રાચાર્યજીને કહ્યું - (૧૩) “હે બ્રહ્મન! તમારો. શિષ્ય યજ્ઞ કરી રહ્યો હતો; તેમાં જે ત્રુટિ રહી ગઈ છે તેની તમે પૂર્તિ કરી દો; કારણ કે કર્મ કરવામાં જે કંઈ ઊણપ રહી જાય છે તેની બ્રાહ્મણોની કૃપાદષિથી પૂર્તિ થઈ જાય છે.” (૧૪) શુક્રાચાર્યજીએ કહ્યું - હે ભગવન્! જેણે પોતાનું સમસ્ત કર્મ સમર્પિત કરીને સર્વ પ્રકારે યશેશ્વર યશપુરુષની
- આપની પૂજા કરી છે તેના કર્મમાં કોઈ ત્રુટિ, કોઈ વિષમતા રહી જ કેમ શકે? (૧૫) કારણ કે મંત્રોની, અનુષ્ઠાનપદ્ધતિની, દેશ, કાળ, પાત્ર અને પદાર્થની તમામ ક્ષતિઓ આપના નામ-સંકીર્તન માત્રથી સુધરી જાય છે; આપનું નામ તમામ ત્રુટિઓની પૂર્તિ કરી દે છે. (૧૬) તેમ છતાં હે અનંત! જ્યારે આપ સ્વયં કહી રહ્યા છો તો હું આપની આજ્ઞાનું પાલન અવશ્ય કરીશ. મનુષ્ય માટે કલ્યાણસિદ્ધિનું સૌથી મોટું સાધન એ જ છે કે તે આપની આજ્ઞાનું પાલન કરે. (૧૭) શ્રીશુકદેવજી કહે છે — ભગવાન શૂકાચાર્યજીએ ભગવાન શ્રીહરિની આજ્ઞા સ્વીકારીને, બીજા બ્રહ્મર્ષિઓ સાથે રહીને, બલિના યજ્ઞમાં જે ઊણપ રહી ગઈ હતી તેની પૂર્તિ કરી દીધી. (૧૮) ૧. પ્રા. પા. - પ્રતિક ! શ્રીમદભાગવત [અ૦ ર૩ એવંબલેર્મહીં રાજન્ ભિક્ષિત્વાવામનો હરિઃ । દદૌ ભ્રાત્રે મહેન્દ્રાય ત્રિદિવં યત્પરેરહતમ્ ॥ ૧૯।। પ્રજાપતિપતિર્બ્રા દેવર્ષિપિતૃભૂમિપૈઃ | દક્ષભૃગ્વક્રિરોમુખ્ૈઃ કુમારેણ ભવેન ચ | ૨૦॥ કશ્યપસ્યાદિતેઃ પ્રીત્થૈ સર્વભૂતભવાય ચ | લોકાનાં લોકપાલાનામકરોદ્વામનં પતિમ્ || ૨૧।! વેદાનાં સર્વદેવાનાં ધર્મસ્ય યશસઃ શ્રિયઃ | મક્નલાનાં વ્રતાનાં ચ કલ્પં સ્વર્ગાપવર્ગયોઃ || ર૨ ઉપેન્દ્ર કલ્પયાગ્ચક્રે પતિં સર્વવિભૂતયે । તદા સર્વાણિ ભૂતાનિ ભૃશં મુમુદિરે નૃપ 1 ૨૩। તતસ્ત્વિન્દ્રઃ પુરસ્કૃત્ય દેવયાનેન વામનમ્ । લોકપાલૈર્દિવં નિન્યે બ્રહ્મણા ચાનુમોદિતઃ ।। ર૪! પ્રાપ્ય ત્રિભુવનં ચેન્્દ્ર ઉપેન્દ્રભુજપાલિતઃ । શ્રિયા પરમયા જુષ્ટો મુમુદે ગતસાધ્વસઃ || ર૫॥। બ્રહ્મા શર્વઃ કુમારશ્ચ ભૃગ્વાધા મુનયો નૃપ | પિતરઃ સર્વભૂતાનિ સિદ્ધા વૈમાનિકાશ્ચ યે ॥ ર૬॥ સુમહત્કર્મ તહરિષ્ણોર્ગાયન્તઃ પરમાત્કુતમ્ | ધિષ્ણ્યાનિ સ્વાનિ તે જગ્મુરદિતિં ચ શંસિરે ॥ ૨૭॥ સર્વમેતન્મયાડડખ્યાતં ભવતઃ કુલનન્દન । ઉસ્ક્રમસ્ય ચરિતં શ્રોતૃણામઘમોચનમ્ । ૨૮॥ પારં મહિમ્ન ઉરુ વિક્રમતો ગૃણાનો યઃ પાર્થિવાનિ વિમમે સ રજાંસિ મર્ત્યઃ | કિં જાયમાન ઉત જાત ઉષૈતિ મર્ત્ય ઇત્યાહ મત્ત્રદંગૃષિઃ પુરુષસ્ય યસ્ય | ૨૯॥ હે રાજન્! ત્રિવિક્રમ-વામન ભગવાને આ પ્રમાણે. બલિ પાસેથી પૃથ્વીની ભિક્ષા માગીને સ્વર્ગનું રાજ્ય પોતાના ભાઈ ઇન્દ્રને આપ્યું કે જે તેમના શત્રુઓએ તેમની પાસેથી લઈ લીધું હતું. (૧૯) ત્યારપછી પ્રજાપતિઓના અધિપતિ બ્રહ્માજીએ દેવર્ષિઓ, પિતૃઓ, મનુ, દક્ષ, ભૃગુ, અંગિરા, સનત્કુમારો અને શંકરજી સહિત કશ્યપજી તથા અદિતિની પ્રસન્નતા માટે તેમ જ સમસ્ત પ્રાજ્નીઓના અભ્યુદય માટે વામન ભગવાનનો લોકપાલોના અધિપતિના પદ પર અભિષેક કર્યો, (૨૦-૨૧) હે રાજન્| પછી તેમણે વેદો, સમસ્ત દેવો, ધર્મ, યશ, એશ્વર્ય, મંગળ, વ્રત, સ્વર્ગ, અપવર્ગ - એ બધાંના રક્ષકરૂપે, સૌના પરમ કલ્યાણ માટે સર્વશક્તિમાન વામન ભગવાનને ઉપેન્દ્રનું પદ આપ્યું. તે સમયે બધાં જ ભૂતપ્રાણીઓ અત્યંત આનંદ પામ્યાં, (૨૨-૨૩) ત્યારબાદ બ્રહ્માજીની અનુમતિથી લોકપાલો સહિત દેવરાજ ઇન્દ્રે વામન ભગવાનને વિમાન પર સૌથી આગળ બેસાડ્યા અને પોતાની સાથે સ્વર્ગલોકમાં લઈ ગયા. (૨૪) રઇન્દ્રને ત્રિભુવનનું રાજ્ય મળી ગયું, તે સાથે જ મળી ગઈ ભગવાનનાં કરકમળોની છત્રછાયા! સર્વશ્રેષ્ઠ એશ્ચર્ય- લક્ષ્મી તેમની સેવામાં રત બની અને તેઓ નિર્ભય થઈને આનંદોત્સવ મનાવવા લાગ્યા. (ર૫) બ્રહ્માજી, શંકરજી, સનતુમારો, ભૃગુ વગેરે ક્દષિમુનિઓ, પિતૃઓ, સધળા ભૂતગજ્રો, સિદ્ધો અને વિમાનમાં આરૂઢ થયેલા દેવો ભગવાનના આ પરમ અદ્દભુત અને અત્યંત મહાન કાર્યની પ્રશંસા કરતા કરતા પોતપોતાના લોકમાં સિધાવી ગયા અને એ સૌએ અદિતિની પદન ભારે પ્રશંસા કરી. (૨૬-૨૭) હે કુરુકુલનંદન! મેં તમને ભગવાનની આ બધી લીલા કહી સંભળાવી. આ લીલાના શ્રવણથી સાંભળનારાઓની તમામ પાપોમાંથી મુક્તિ થઈ જાય છે. (૨૮) ભગવાનની લીલાઓ અનંત છે, તેમનો મહિમા અપાર છે. જે મનુષ્ય તેનો પાર પામવા માગે છે તે જાણે પૃથ્વીના પરમાણુઓને ગણવા માગે છે. ભગવાન વિષે મંત્રદ્રટા મહર્ષિ વસિષ્ઠજીએ વેદોમાં કહ્યું છે કે “આવો મનુષ્ય ક્યારેય થયો નથી, છે નર્હી અને ભવિષ્યમાં થશે પણ નહીં કે જે ભગવાનના મહિમાનો પાર પામી શકે.’ (૨૯) અર ૨૪] આઠમો સ્કંધ ય ઇદં દેવદેવસ્ય હરેસ્હુતકર્મણઃ 1 અવતારાનુચરિતં કૃણ્વન્ યાતિ પરાં ગતિમ્ | ૩૦॥ ક્રિયમાણે કર્મણીદં દૈવે પિત્રયેડથ માનુપે દેવોના આરાધ્યદેવ, અદભુત લીલાધર વામન ભગવાનના અવતારના થરિત્રનું જે કોઈ શ્રવણ કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત કરી લે છે. (૩૦) દેવયશ, પિતૃયશ, મનુષ્યયજ્ઞ - કોઈ પણ કર્મનું અનુષ્ઠાન કરતી વખતે જ્માં જ્યાં ભગવાનની આ લીલાનું કીર્તન થાય છે ત્યાં ત્યાં તે કર્મ સફળતાપૂર્વક સંપન્ન થઈ જાય છે. યત્ર યત્રાનુકીર્ત્યેત તત્તેષાં સુકૃત વિદુઃ ૩૧! [ એ મોટા-મોટા વિદ્જજજનોનો અનુભવ છે. (૩૧) -્ક્ક્— ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણ પારમહસ્યાં સંહિતાયામષ્ટમસ્કન્ધે વામના- વતારચરિતે* ત્રયોર્વિશોડધ્યાયઃ ॥ ૨૩॥ આઠમા સ્કંધ-અંતર્ગત વામનાવતાર-ચરિતમાંનો તેવીસમો અધ્યાય સમાપ્ત.