ત્રીજો અધ્યાય ગજેન્દ્રમોક્ષ શ્રીશુક ઉવાચ એવં વ્યવસિતો બુદ્ધયા સમાધાય મનો હૃદિ | જજાપ પરમં જાપ્યં પ્રાગ્જન્મન્યનુશિક્ષિતમ્ | ૧।। ગજેન્દ્ર વાચ ઝં નમો ભગવતે તસ્મૈ યત એતચ્ચિદાત્મકમ્ | પુરુષાયાદિબીજાય પરેશાયાભિધીમહિ || ૨! યસ્મિજ્ઞિદં યતશ્ચેદં યેનેદં ય ઇદ સ્વયમ્ | યોડસ્માત્પરસ્માચ્ચ પરસ્તં પ્રપઘે સ્વયમ્ભુવમ્ | ૩॥ યઃ સ્વાત્મનીદં નિજમાયયાડર્ષિતં ક્વચિદ્ધિભાતં ક્વ ચ તત્તિરોહિતમ્ | અવિદ્રદંક્ સાક્યુભયં તદીક્ષતે સ આત્મમૂલોડવતુ માં પરાત્પરઃ ૪॥ કાલેન પગ્ચત્વમિતેષુ કૃત્સ્નશો લોકેષુ પાલેષુચં ચ સર્વહેતુષુ | તમસ્તદાડડસીદ્ ગહનં ગભીરં યસ્તસ્ય પારેડભિવિરાજતે વિભુઃ ॥૫॥।। ન યસ્ય દેવા ત્દષયઃ પદં વિદુ- ર્જન્તુઃ પુનઃ કોડર્હતિ ગન્તુમીરિતુમ્ । નટસ્યાકૃતિભિર્વિચેષ્ટો દુરત્યયાનુક્રમણઃ સ માડવતુ ||૬॥ યથા દિદક્ષવો યસ્ય પદં સુમક્નલં વિમુક્તસન્ના મુનયઃ સુસાધવઃ | ચરન્ત્યલોકવ્રતમવ્રણં* વને ભૂતાત્મભૂતાઃ” સુહૃદઃ સ મે ગતિઃ ॥ ૭1! શ્રીશુકદેવજી કહે છે — (હે પરીક્ષિત!) પોતાની બુદ્ધિથી આવો નિશ્ચય કરીને તે ગજેન્દ્રે પોતાના ચિત્તને હદયમાં એકાગ્ર કર્યું અને પછી તે પૂર્વજન્મમાં શીખેલા શ્રેષ્ઠ સ્તોત્રના જપ વડે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો. (૧) ગજેન્દ્રે (સ્તુતિ કરતાં) કહ્યું - જેઓ જગતનું મૂળ કારણ છે અને સૌના ૬દયમાં પુરુષરૂપે વિરાજમાન છે તેમ જ સમસ્ત સંસારના એકમાત્ર સ્વામી છે તથા જેમને કારણે આ સંસારમાં ચૈતન્યનો વિસ્તાર થાય છે તે ભગવાનને હું નમસ્કાર કરું છું અને પ્રેમપૂર્વક તેમનું ધ્યાન ધરું છું. (૨) આ સંસાર તેમનામાં જ સ્થિત છે, તેમની જ સત્તા (અસ્તિત્વ)થી પ્રતીત થઈ રહ્યો છે, તેમાં તેઓ જ વ્યાપ્ત રહેલા છે અને સ્વયં તેઓ જ સંસારરૂપે પ્રગટ થઈ રહ્યા છે. આ બધું હોવા છતાં પણ તેઓ આ સંસારથી અને તેના કારણ-પ્રકૃતિથી સર્વથા પર છે. તે સ્વયંપ્રકાશ, સ્વયંસિદ્ધ-સત્તાત્મક ભગવાનનું હું શરણ લઉં છું. (૩) આ વિશ્વ-પ્રપંચ તેમની માયાથી જ તેમનામાં આરોપિત છે. આ વિશ્વનું તેઓ ક્યારેક લીલા-પૂર્વક નિર્માણ કરે છે તો ક્યારેક તેને નષ્ટ પણ કરે છે. પરંતુ તેમની દૃષ્ટિ બન્ને સ્થિતિમાં જેમની-તેમ (સમાન) રહે છે. અર્થાત્ તેઓ આના સાક્ષી છે. તેઓ જ આ વિશ્વ-પ્રપંચના મૂળ-કારણ છે પરંતુ તેમનું કોઈ કારણ નથી; તે પરાત્પર પ્રભુ મારું રક્ષણ કરે. (૪) પ્રલયના સમયે સમસ્ત લોકો, સમસ્ત લોકપાલો અને એ બધૉંનાં કારણો સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય છે અને માત્ર ગાઢ અને ઘેરો અંધકાર જ રહેવા પામે છે; પરંતુ અનંત પરમાત્મા તેનાથી સર્વથા પર વિરાજમાન રહે છે. તે જ પ્રભુ મારું રક્ષણ કરે. (૫) તેમની લીલાઓનું રહસ્ય જાણવું એ અત્યંત મુશ્કેલ છે. તેઓ નટ (નાટકના અભિનેતા)ની જેમ અનેક વેશ ધારણ કરે છે. તેમના વાસ્તવિક સ્વરૂપને નથી તો %ષિઓ જાણતા કે નથી તો દેવો જાણતા; તો પછી અન્ય એવું કોણ હોઈ શકે કે જે ત્યાં સુધી જઈ શકે અને તેનું વર્શન કરી શકે? તે પ્રભુ મારું રક્ષણ કરે. (૬) જેમના પરમ મંગલમય સ્વરૂપનું દર્શન કરવા માટે મહાત્માઓ સંસારની સઘળી આસક્તિઓનો પરિત્યાગ કરી દે છે અને વનમાં જઈને બ્રહ્મચર્ય વગેરે અલૌકિક વ્રતોનું અખંડપણે પાલન કરે છે તથા પોતાના આત્માને સૌના હૃદયમાં વિરાજમાન જોતા રહીને સ્વાભાવિક રીતે જ સૌનું હિત કરે છે. મુનિઓના સર્વસ્વ એવા તે ભગવાન મારા સહાયક છે, તેઓ જ મારી ગતિ છે. (૭) ૧. પ્રા. પા. — બાદરાયણિરુવાચ । ૨. પ્રા. પા. - વૈ સર્વગતેષુ । ૩. પ્રા. પા. - ચરત્તિ લોકે વ્રત | ૪. પ્રા. પા. - સર્વાત્મભૂતાઃ | 766 શ્રીમદભાગવત [અ૦ ૩ ન વિદ્યતે યસ્ય ચ જન્મ કર્મ વા ન નામરૂપે ગુણદોષ એવ વા | લોકાપ્યયસમ્ભવાય યઃ સ્વમાયયા તાન્યનુકાલમૃચ્છતિ* ॥ ૮॥ તથાપિ તસ્મૈ નમઃ પરેશાય બ્રહ્મણેડનન્તશક્તયે ! અરૂપાયોરુરૂપાય નમ આમશ્ચર્યકર્મણે ૯ નમ આત્મપ્રદીપાય સાક્ષિણે પરમાત્મને ! નમો ગિરાં વિદૂરાય મનસશ્ચેતસામપિ |! ૧૦॥ સત્તવેન પ્રતિલભ્યાય નૈષ્કર્મ્પેણ વિપશ્ચિતા ! નમઃ કૈવલ્યનાથાય નિર્વાણસુખસંવિદે | ૧૧॥ નમઃ શાન્તાય ઘોરાય મૂઢાય ગુણધર્મિણે | નિર્વિશેષાય સામ્યાય નમો જ્ઞાનથનાય ચ ॥૧૨॥। ક્ષેત્રજાય નમસ્તુભ્યં સર્વાધ્યક્ષાય સાક્ષિણે | પુરુષાયાત્મમૂલાય મૂલપ્રકૃતતે નમઃ ૧૩॥ સર્વેન્દ્રિયગુણદ્રષ્ર સર્વપ્રત્યયહેતવે । અસતા છાયયોક્તાય સદાભાસાય તે નમઃ ॥ ૧૪॥ નમો નમસ્તેડખિલકારણાય નિષ્કારણાયા,હુતકારણાય 1 સર્વાગમામ્નાયમહાર્ણવાય નમોડપવર્ગાય પરાયણાય ।૧૫॥ ગુણારણિચ્છજ્ચિદ્ષ્મપાય તત્ક્ષોભવિસ્ફર્જિતમાનસાય 1 નૈષ્કર્મ્મભાવેન વિવર્જિતાગમ*- સ્વયંપ્રકાશાય તમસ્કરોમિ ॥૧૬॥ નથી તો તેમનાં જન્મ અને કર્મ, કે નથી તો નામ અને રૂપ; તો પછી તેમના ગુણ અને દોષ વિશેની તો કલ્પના પણ કેવી રીતે કરી શકાય? આમ છતાં પણ વિશ્વનું સર્જન, સ્થિતિ અને સંહાર કરવા માટે તેઓ પોતાની માયાથી બ્રહ્મા, વિષ્ણુ અને દ્ર રૂપ (અર્થાત્ જન્મ-કર્મ, નામ-રૂપ, ગુણ-દોષ વગેરેને) અપનાવે છે. (૮) તે જ અનંત શક્તિમાન સર્વ-એશ્વર્યમધ પરબ્રહ્મ પરમાત્માને હું નમસ્કાર કરું છું. તેઓ અ-રૂપ હોવા છતાંય બહુરૂપ છે. તેમનાં કર્મ અત્યંત આશ્ચર્યપૂર્ણ છે. હું તેમનાં ચરણોમાં નમસ્કાર કરું છું. (૯) સ્વયંપ્રકાશ, સૌના સાક્ષી પરમાત્માને હું નમસ્કાર કરું છું.જેઓ મન, વાશી અને ચિત્તથી અત્યંત દૂર છે તે પરમાત્માને હું નમસ્કાર કરું છું. (૧૦) વિવેક્રી મનુષ્ય કર્મસંન્યાસ કરવા કર્મ-સમર્પણ વડે પોતાના અંતઃકરણને શુદ્ધ કરીને જેમને પ્રાપ્ત કરે છે તથા જેઓ પોતે તો નિત્યમુક્ત, પરમાનંદસ્વરૂપ અને શાનસ્વરૂપ છે જ, સાથે જ બીજાઓને કૈવલ્ય-મુક્તિ આપવાનું સામર્થ. પ્મ માત્ર જેમનામાં જ છે તે પ્રભુને હું નમસ્કાર કરું છું. (૧૧) જેઓ સત્ત્વ, રજ અને તમ - આ ત્રણે ગુજ્ઞોના ધર્મ અપનાવીને ક્રમશઃ શાન્ત, ધોર અને મૂઢ અવસ્થા પણ ધારણ કરે છે તે, ભેદરહિત સમભાવપૂર્વક રહેલા અને જ્ઞાનધન પ્રભુને હું વારંવાર નમસ્કાર કરું છું. (૧૨) (હે. પ્રભુ!) આપ સૌના સ્વામી છો, બધાં જ ક્ષેત્રોના એકમાત્ર જાણનારા અને સૌના સાક્ષી છો; હું આપને નમસ્કાર કરું છું. આપ પોતે જ પોતાનું કારણ છો. પુરૃષ અને મૂળપ્રકૃતિ- રૂપ પન્ન આપ જ છો. આપને વારંવાર મારા નમસ્કાર છે.(૧૩) આપ સમસ્ત ઇન્દ્રિયો અને તેમના વિષયોના દ્રષ્ટ છો, સઘળી પ્રતીતિઓના આધાર છો; અહંકાર વગેરે છાયારૂપ અસત્ (મિથ્યા) વસ્તુઓ વડે આપની જ સત્તા (અસ્તિત્વ) પ્રગટ થાય છે. સથળી વસ્તુઓના અસ્તિત્વરૂપે પ્ર કેવળ આપ જ દેખાઓ છો. હું આપને નમસ્કાર કરું છું. (૧૪) આપ સૌનું મૂળ કારણ છો. આપનું કારણ કોઈ જ નથી; તથા કારણ હોય તોપણ આપનામાં વિકાર કે પરિણામ આવતાં નથી, તેથી આપ અનોખું કારણ છો. આપને મારા વારંવાર નમસ્કાર છે. જેમ બધાં નદી-ઝરણાં વગેરેનો પરમ આશ્રય સમુદ્ર છે તેવી જ રીતે આપ સમસ્ત વેદો અને શાસ્ોનું પરમ તાત્પર્ય છો. આપ મોક્ષસ્વરૂપ છો અને સઘળા સંતો આપનું જ શરણ લે છે; તેથી હું આપને નમસ્કાર કરું છું. (૧૫) જેમ યશના અરજિ-કાષ્ઠમાં અગ્નિ ગુપ્ત રહે છે તેવી જ રીતે આપે પોતાનું જ્ઞાન ગુણોની માયાથી ગોપનીય રાખ્યું છે. ગુશોમાં ક્ષોભ થવાથી, તેમના વડે વિવિધ પ્રકારની સૃષ્ટિરચનાનો આપ સંકલ્પ કરો છો. ૧. પ્રા. પા. - ચ। ૨. પ્રા. પા. - ન્ન્યનુફૂલ» | ૩. પ્રા. પા. - વિવર્તિતાય ! અ૦૩] આઠમો સ્કંધ, 767 માદંકપ્રપન્નપશુપાશવિમોક્ષણાય મુક્તાય ભૂરિકરુણાય નમોડલયાય । સ્વાંશેન સર્વતનુભૃન્મનસિ પ્રતીત- પ્રત્યગ્ટંશે ભગવતે બૃહતે નમસ્તે ॥ ૧૭॥ આત્માત્મજાપ્તગૃહવિત્તજનેષુ સક્તે- ર્દુષ્ષ્રાપણાય ગુણસન્ઞવિવર્જિતાય | મુક્તાત્મભિઃ સ્વહૃદયે પરિભાવિતાય જ્ઞાનાત્મને ભગવતે નમ ઈશ્વરાય ૧૮॥। યં ધર્મકામાર્થવિમુક્તિકામા ભજન્ત ઇષ્ટાં ગતિમાપ્નુવન્તિ | કિં ત્વાશિષો રાત્યપિ દેહમવ્યયં કરોતુ મેડદભ્રદ્યો વિમોક્ષણમ્ | ૧૯॥। એકાન્તિનો યસ્ય ન કગઝ્ચનાર્થ વાગ્છન્તિ યે વૈ ભગવત્પ્રપન્નાઃ | અત્યહ્ુતં તચ્ચરિતં સુમદ્ઞલં ગાયન્ત આનન્દસમુદ્રમગ્નાઃ ॥૨૦॥ બ્રહ્મ પરં પરેશ- મવ્યક્તમાધ્યાત્મિકયોગગમ્યમ્ | અતીન્દ્રિયં સૂક્ષ્મમિવાતિદૂર- મનન્તમાદ્યા પરિપૂર્ણમીડે ॥ ૨૧॥ તમક્ષરં યસ્ય બ્રહ્માદયો દેવા વેદા લોકાશ્ચરાચરાઃ । નામરૂપવિભેદેન ફલ્ગ્વ્યા ચ કલયા કૃતાઃ ॥ ૨૨ યથાર્ચિષોડગ્નેઃ સપવિતુર્ગભસ્તયો નિર્યાન્તિ સંયાન્ત્યસકૃત્ સ્વરોચિષઃ । યતોડયં ગુણસંપ્રવાહો બુદ્ધિર્મનઃ ખાનિ શરીરસર્ગાઃ ૨૩ તથા સ વૈ ન દેવાસુરમર્ત્યતિર્યડ્ ન સ્રી ન ષણ્ઢો ન પુમાન્ ન જન્તુઃ । જેઓ કર્મસંન્યાસ કે કર્મસમર્પણ વડે આત્મતત્ત્વની ભાવના કરીને વેદશાસ્રોથી પર થઈ જાય છે તેમના આત્માના રૂપમાં આપ પોતે જ પ્રકટ થઈ જાઓ છો. હું આપને નમસ્કાર કરું છું. (૧૬) જેમ કોઈ દયાળુ મનુષ્ય જાળમાં ફસાયેલા પશુનું બંધન કાપી નાખે તેવી જ રીતે આપ મારા જેવા શરણાગતોને બંધનમાંથી મુક્ત કરો છો. આપ નિત્ય-મુક્ત છો, પરમ કરુણ્નામમ છો અને આપ ભક્તોનું કલ્યાણ કરવામાં પ્રમાદ કરતા નથી. આપનાં ચરણોમાં મારા નમસ્કાર છે. સધળાં પ્રાણીઓના હદયમાં આપ પોતાના અંશથી અંતરાત્મારૂપે પ્રાપ્ત થતા રહો છો. આપ બધાં એશ્વર્યોથી પરિપૂર્ણ અને અનંત છો. આપને હું નમસ્કાર કરું છું. (૧૭) જેઓ શરીર, પુત્ર, વડીલ, ઘર, સંપત્તિ અને સ્વજનોમાં આસક્ત છે તેમને આપની પ્રાપ્તિ થવી અત્યંત મુશ્કેલ છે, કારણ કે આપ પોતે ગુણોની આસક્તિ વિનાના છો. જીવન્મુક્ત મનુપ્યો પોતાના હદયમાં નિરંતર આપનું ચિંતન કરતા રહે છે. તેવા બધાં એશ્ચર્યોથી પરિપૂર્છ, શાનસ્વરૂપ ભગવાનને હું નમસ્કાર કરું છું. (૧૮) ધર્મ, અર્થ, કામ અને મોક્ષની કામનાથી મનુષ્યો તેમની ભક્તિ કરીને પોતાની અભીષ્ટ વસ્તુ પ્રાપ્ત કરી લે છે. એટલું જ નહીં, તેઓ મનુષ્યોને બધા પ્રકારનું સુખ આપે છે અને પોતાના જેવું જ અવિનાશી પાર્ષદ શરીર પણ આપે છે. જેઓ અપાર દયાળુ છે એવા પ્રભુ મારો ઉદ્ધાર કરે. (૧૯) જેમના અનન્યપ્રેમી ભક્તો તેમના જ શરણે રહીને તેમની પાસેથી કોઈ પણ વસ્તુની - મોથ સુધાની પણ કામના કરતા નથી, તેમની પરમદિવ્ય મંગલમય લીલાઓનું ગાનમાત્ર કરતા રહીને આનંદસાગરમાં ડૂબેલા રહે છે; (૨) જેઓ અવિનાશી, સર્વશક્તિમાન, અવ્યક્ત, ઇન્દ્રિયાતીત અને અતિસૂક્ષ્મ છે; જેઓ અત્યંત પાસે હોવા છતાં પણ ઘણા દૂર જણાય છે; જેઓ આધ્યાત્મિક યોગ એટલે કે જ્ઞાનયોગ અથવા ભક્તિયોગ દ્વારા પ્રાપ્ત થાય છે તે જ આદિપુરુષ, અનંત અને પરિપૂર્ણ પરબ્રહ્મ પરમાત્માની હું. સ્તુતિ કરું છું. (૨૧) જે પ્રમાણે અગ્નિમાંથી તેની જ્વાળાઓ નીકળે છે અને તેમાં જ લીન થાય છે, જેમ સૂર્યમાંથી કિરણો નીકળે છે અને તેમાં જ લીન થઈ જાય છે તે જ રીતે આ સમસ્ત વિશ્વ-પ્રપંચ અર્થાત્ ગુણોના પ્રવાહરૂપ બુદ્ધિ, મન, ઇન્દ્રિયો અને તમામ શરીરો તેમનામાંથી ઉત્પન્ન થાય છે અને તેમનામાં જ લીન થઈ જાય છે. તે ભગવાન નથી દેવ કે નથી અસુર, નથી મનુષ્ય કે પશુ-પક્ષી, નથી સી- પુરુષ કે નપુંસક. તેઓ ગુણ, કર્મ, કાર્ય કે કારણ પણ 758 શ્રીમદભાગવત, [અ૦૩ નાયં ગુણઃ કર્મ ન સન્ન ચાસન્ નિષેધશેષો જયતાદશેષઃ | ર૪1! જિજીવિષે નાહમિહામુયા કિ- મન્તર્બહિશ્વાવૃતયેભયોન્યા 1 ઇચ્છામિ કાલેન ન યસ્ય વિપ્લવ- સ્તસ્યાત્મલોકાવરણસ્ય મોક્ષમ્ ।૨૫॥ સોડહ વિશ્વસૂ્જં વિશ્વમવિશ્વં વિશ્વવેદસમ્ | વિશ્વાત્માનમ્જ બ્રહ્મ પ્રણતોડસ્મિ પરં પદમ્ । ૨૬॥ યોગરન્ધિતકર્માજ્નો હૃદિ યોગવિભાવિતે | યોગિનોયંપ્રષશ્યન્તિ યોગેશ તં નતોડસ્મ્યહમ્ ॥ ૨૭॥ નમો નમસ્તુભ્યમસહ્યવેગ- શક્તિત્રયાયાખિલધીગુણાય 1 પ્રપન્નષપાલાય દુરન્તશક્તયે કદિન્દ્રિયાણામનવાપ્યવર્ત્મને ॥૨૮॥ નાયંવેદ સ્વમાત્માનંયચ્છક્ત્યાહંધિયા હતમ્ | તંદુરત્યયમાહાત્મ્યં ભગવન્તમિતોડસ્મ્યહમૂધ ॥ ર૯॥ શંશુક ઠવાચ એવે ગજેન્દ્રમુપર્વ્ણિતનિર્વિશેષં બ્રહ્માદયો વિવિધલિ્રભિદાભિમાનાઃ | નૈતે યદોપસસૃપુર્નિખિલાત્મકત્વાત્ તત્રાખિલામરમયો હંરિરાવિરાસીત્ | ૩૦॥ તં તદદાર્ત્તમુપલભ્ય જગજન્નિવાસઃ સ્તોત્રંનિશમ્ય દિવિજૈઃ સહ સંસ્તુવદ્ધિઃ | છન્દોમયેન ગરુડેન સમુહ્યમાન- શ્રક્રાયુધોડભ્યગમદાશુ યતો ગજેન્દ્રઃ 1 ૩૧॥। નથી. પરંતુ આ બધાંનો નિષેધ થઈ જતાં જે કંઈ શેષ રહે છે તે જ તેમનું સ્વરૂપ છે તથા તેઓ જ સર્વ કાંઈ છે. તે જ પરમાત્મા મારો ઉદ્ધાર કરે. (૨૨-૨૪) હું હાથીની આ યોનિમાં જીવવા ઇચ્છતો નથી, કારણ કૅ અંદર-બહાર બધી બાજુએ અજ્ઞાનના આવરણથી તે ઢંકાયેલી છે, તેને હયાત રાખીને શું કરવાનું છે? આત્માન! પ્રકાશને ઢાંકી, દેનારું જે અજ્ઞાન છે તેનાથી હું મુક્તિ ચાહું છું, કારણ કે આત્મતત્ત્તના જ્ઞાનનો નાશ કરવા કાળ પણ સમર્થ નથી. (૨પ) તેથી, હું તે પરબ્રહ્મ પરમાત્માના શરણે થયો કે જેઓ વિશ્વરહિત હોવા છતાં પણ સંસારના રચનારા અને વિશ્વસ્વરૂપ છે; અને સાથોસાથ જ જેઓ વિશ્વના અંતરાત્મારૂપે વિશ્વરૂપી સામગ્રીથી કીડા પણ કરતા રહે છે - તે અજન્મા, પરમપદસ્વરૂપ બ્રહ્મને હું નમસ્કાર કરું. છું. (૨૬) યોગીજનો યોગ વડે કર્મ, કર્મવાસના અને કર્મફળને બાળી નાખીને પોતાના યોગશુદ્ધ હૃદયમાં જે યોગેશ્વર ભગવાનનો સાક્ષાત્કાર કરે છે તે પ્રભુને હું નમસ્કાર કરું છું. (ર૭) હે પ્રભુ! આપની સત્ત, રજ અને તમ - એ ત્રણ શક્તિઓના રાગ વગેરેના વેગ અસહ્ય છે. સઘળાં ઇન્દ્રિયો અને મનના વિષયોના રૂપમાં પણ આપ જ પ્રતીત થાઓ છો; તેથી જેમની ઇન્દ્રિયો વશમાં નથી તે લોકો તો આપની પ્રાપ્તિનો માર્ગ પજ પામી શક્તા નર્થા. આપની શક્તિ અનંત છે. આપ શરણાગતવત્સલ છો. આપને હું વારંવાર નમસ્કાર કરું છું. (૨૮) આપની જ માયા-અહંભાવથી -આત્મ-સ્વરૂપ ઢંકાયેલું છે, તેવો આ જીવ પોતાના સ્વરૂપને ઓળખી શકતો નથી. આપનો મહિમા અયાર છે, તે સર્વશક્તિમાન અને માધુર્યના ભંડાર ભગવાનના શરણમાં હું છું. (૨૯) શ્રીશુકદેવજી કહે છે - (હે પરીક્ષિત!) આ પ્રમાશ્ે ગજેન્દ્ર કોઈ ભેદભાવ વિના, નિર્વિશેષરૂષે ભગવાનની સ્તુતિ. કરી હતી, તેથી વિભિન્ન નામ-રૂપોને પોતાનું સ્વરૂપ માનનારા બ્રહ્મા વગેરે દેવો તેને બચાવવા માટે આવ્યા નહીં; ત્યારે પોતે સર્વાત્મા હોવાને કારણે સર્વદેવસ્વરૂષ ભગવાન શ્રીહરિ પોતે જ (ત્યાં) પ્રગટ થયા. (૩૦) વિશ્વના એકમાત્ર આધાર ભગવાને જોયું કે ગજેન્દ્ર અત્યંત દુઃખી થઈ રહ્યો છે. તેથી તેની સ્તુતિ સાંભળીને ચક્રધારી ભગવાન વેદમય ગરુડજી પર સવાર થઈને અત્યંત વેગ્પૂર્વક ત્યાં જવા ચાલી નીકળ્યા, કે જ્યાં ગજેન્દ્ર ભારે સંકટમાં ફસાયો હતો. તેમની સાથે સ્તુતિ કરતા કરતા દેવો પણ આવ્યા. (૩૧) ૧. મા. પા. - ન્વન્ત નતોક્સ્યહમ્! અ૦૪] આઠમો સ્કંધ 769 સોડન્તઃસરસ્યુરુબલેન ગૃહીત આર્તો દૅષ્ટ્વા ગરુત્મતિ હરિં ખ ઉપાત્તચકરમ્ | ઉત્લિપ્ય સામ્બુજકરં ગિરમાહ કૃચ્છા- જ્ઞારાયણાખિલગુરો ભગવન્ નમસ્તે 1 ૩૨॥ તં વીક્ષ્ય પીડિતમજઃ સહસાડવતીર્ય સગ્રાહમાશુ સરસઃ કૃપયોજ્જહાર 1 ગ્રાહાદ્િપાટિતમુખાદરિણા ગજેન્દ્ર સંપશ્યતાં હરિરમૃમુચદુસિયાણામ્’ । ૩૩॥ તે સરોવરમાં બળવાન ગ્રાઢે તે ગજેન્દ્રને પકડી રાખ્યો હતો અને તેથી તે અત્યંત વ્યાકુળ થઈ રહ્યો હતો. જ્યારે તેણે ગરુડજી પર સવાર થઈને હાથમાં ચક ધારણ કરેલા ભગવાન શ્રીહરિને આકાશમાં જોયા ત્યારે તેજે પોતાની સુંઠમાં કમળનું એક સુંદર ફૂલ લઈને તેને ઊંચું કર્યું અને તે ઘણા દુઃખ સાથે બોલ્યો — “હે નારાયલ્!! હે જગદ્ગુરુ! હે ભગવન્! આપને નમસ્કાર છે.” (૩૨) જ્યારે ભગવાને જોયું કે ગજેન્દ્ર અત્યંત દુઃખી થઈ રહ્યો છે ત્યારે તેઓ એકાએક જ ગરૂડજી પરથી ઊતરી ગયા અને દયા કરીને ઝજેન્દ્રની સાથે જ ગ્રાહને પણ અત્યંત ઝડપથી સરોવરમાંથી બહાર ખેંચી લાવ્યા. પછી બધા દેવોના જોતાં જ ભગવાન શ્રીહરિએ ચકથી ગ્રાહનું મોહું ચીરી નાખ્યું અને ગજેન્દ્રને મુક્ત કરી દીધો. (૩૩) —કન- ઈતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયામષ્ટમસ્કન્ધે ગજેન્દ્રમોક્ષણે૨ તૃતીયોડધ્યાયઃ || ૩॥ આઠમા સ્કંધ-અંતર્ગત ગજેન્દ્રમોક્ષમાંનો ત્રીજો અધ્યાય સમાપ્ત.
ગજેન્દ્રમોક્ષ
ભ ગજેન્દ્ર અને ગ્રાહનું પૂર્વચરિત્ર અને તેમનો ઉદ્ધાર Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.