Śrīmad Bhāgavatam

ઠેવોનું બ્રહ્માજી પાસે જવું અને બ્રહ્માજીએ કરેલી ભગવાનની સ્તુતિ ક વચ રાજશ્ુદિતમેતત્ગ તે હરેઃ કર્માઘનાશનમ્‌ ! ગજેન્દ્રમોક્ષણં પુણ્યે રૈવતં ત્વન્તરં શ્ર

ર્હ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

દ્ર પાંયમો અધ્યાય ઠેવોનું બ્રહ્માજી પાસે જવું અને બ્રહ્માજીએ કરેલી ભગવાનની સ્તુતિ ક વચ રાજશ્ુદિતમેતત્ગ તે હરેઃ કર્માઘનાશનમ્‌ ! ગજેન્દ્રમોક્ષણં પુણ્યે રૈવતં ત્વન્તરં શ્રૃણુ 1૧) પગ્ચમો રૈવતો નામ મનુસ્તામસસોદરઃ ! બલિવિન્ધ્યાદયસ્તસ્ય સુતા અર્જુનપૂર્વકાઃ ॥ ૨॥ વિભુરિન્દ્રઃ સુરગણા રાજન્‌ ભૂતરયાદયઃ | હિરણ્યરેમા વેદશિરા ઊર્ધ્વબાહ્ધાદયો દ્વિજાઃ || ૩॥ શ્રીશુકદેવજી કહે છે - હે પરીક્ષિત! ભગવાને કરેલી ગજેન્દ્રમોક્ષની આ પવિત્ર લીલા સઘળાં પાષકર્મોનો નાશ કરતારી છે. એ મેં તમે કહી સંભળાવી. હવે તમે રૈવત મન્વંતરની કથા સાંભળો. (૧) પાંચમ મનુનું નામ હતું રૈવત. તેઓ યોથા મનુ તામસના સગા ભાઈ હતા. તેમના અર્જુન, બલિ, વિન્ધ્ય વગેરે થષ્ધા પુત્રો હતા. (૨) તે મન્વંતરમાં ઇન્દ્રનું નામ વિભુ હતું અને ભૂતરય વગેરે દેવોનો મુખ્ય સમુદાય હતો. હે રાજન્‌! તે સમયે હિરક્યરોમા, વેદશષિરા, ઊર્ષ્વબાહુ વગેરે સપ્તર્પિઓ હતા. (૩) ૨. શર. પા. - પ્રણતા: 1 ૨. પ્રાન પ્રતમાં “શ્રીશુક ઉવાગ’ નથી. ૩. પ્રા. પા. — મન્વન્તરાતુવર્શને ગજેન્દરમોકોપાષ્યાને ચતુ૦ ! ૪ પ્રા. પા. - રાજંશ્રિતપેતતતે | ૫. પ્રા. પા. - ન્સપૂર્વકઃ (15521 મ૦પ] આઠમો સ્કંધ 773 પત્ની વિકુણ્ઠા શુભ્રસ્ય વૈકુષ્ઠૈઃ સુરસત્તમૈઃ 1 તયોઃ સ્વકલયા જજ્ઞે વૈકુથ્ઠો ભગવાન્‌ સ્વયમ્‌ ।૪॥। વૈકુણ્ઠઃ કલ્પિતો યેન લોકો લોકનમસ્કૃતઃ | રમયા પ્રાર્થ્થમાનેન દેવ્યા તત્મિયકામ્યયા ॥ ૫॥। તસ્યાનુભાવઃ કથિતો ગુણાશ્ચ પરમોદયાઃ । ભૌમાન્રેણૂન્સ વિમમેયોવિષ્કોર્વર્ણયેદ્ગુણાન્‌ | ૬॥ પષ્ઠ્ચ ચક્ષુષઃ પુત્રશ્ચાક્ુષો નામ વૈ મનુઃ । પૂરપૂરુષસુઘુમ્નપ્રમુખાશ્ચાક્ષુષાત્મજાઃ 1૭॥ ઇન્દ્રો મન્ત્રહ્ુમસ્તત્ર દેવા આપ્યાદયો ગણાઃ । મુતયસ્તત્ર વૈ રાજન્‌ હવિષ્મદ્ઠીસ્કાદયઃ ॥ ૮॥ તત્રાપિ દેવઃ સમ્ભૂત્યાં વૈરાજસ્યાભવત્‌ સુતઃ | અજિતો નામ ભગવાનંશેન જગતઃ પતિઃ |!૯।। પયોરધિ ઘેન નિર્મથ્ય સુરાણાં સાધિતા સુધા । ભ્રમમાણોડમ્ભસિ ધૃત: ફૂર્મરૂપેણ મન્દરઃ || ૧૦॥। ચશ્રોવચ યથા ભગવતા બ્રહ્મન્‌ માથિતઃ ક્ષીરસાગરઃ 1 યદર્થ વા યતક્ચાદ્રિં દધારામ્બુચરાત્મના || ૧૧।। યથાડમૃતં સુરેઃપ્રામં કિગ્યાન્યદદભવત્‌5 તતઃ એતદ્રગવતઃ કર્મ વદસ્વ પરમાડહુતમ્‌ | ૧૨॥।। ત્વયા સફ્થ્યમાનેન ૨ મહિમ્ના સાત્વતાં પતેઃ નાતિતૃપ્યતિ મે ચિત્તં સુચિરે તાપતાપિતમ્‌ ॥ ૧૩॥ એમાંના શુભ્ર ત્ષિની પત્નીનું નામ વિકુંઠા હતું. તેમના જ ગર્ભથી વૈકુંઠ નામના શ્રેષ્ઠ દેવો સહિત્ત પોતાના અંશથી સ્વયં ભચવાને વૈકુંઠ નામનો અવતાર ધારણ કર્યો. (૪) તેમણે જ લક્મીદેવીની પ્રાર્થનાથી તેમને પ્રસન્‍ન કરવા માટે વૈકુંઠધામની રયના કરી હતી. તે લોક સમસ્ત લોકોમાં શ્રેષ્ઠ છે. (૫) તે વૈકુંઠટનાથના કલ્યાણમય ગુણ અને પ્રભાવનું વર્ણન હું સંક્ષેપમાં (ત્રીજા સ્કંધમાં) કરી ચૂક્યો છું, ભગવાન વિષ્ણુના સંપૂર્ણ ગુણોનું વર્ણન તો તે જ કરી શકે કે જેશે પૃથ્વીના પરમાણુઓની ગણતરી કરી લીધી હોય. (૬) છઠ્ઠા મનુના પુત્ર હતા ચાક્ષુષ. તેમના પૂરુ, પૂરુષ, સુધુમ્ન વગેરે ઘણા પુત્રો હતા. (9) ઇન્દ્રનું નામ હતું. મંત્રદુમ અને મુખ્ય દેવો હતા આપ્ય વગેરે, આ મન્વતરમાં હવિષ્યમાન, વીરક વગેરે સપ્તર્ષિ હતા. (૮) જગતના સ્વામી ભગવાને તે સમયે પણ વૈરાજની પત્ની સંભ્તિના ગર્ભથી અજિત નામે અંશાવતાર લીધો હતો. (૯) તેમણે જ સમુદ્રમવન કરીને દેવોને અમૃત પિવડવ્યું હતું તથા તેઓ જ કચ્છપનું રૂપ ધારણ કરીને મંદરાચલના રવૈયાનો આધાર બન્યા હતા. (૧૦) રાજા પરીક્ષિતે પૂછયું - ઢે બ્રહ્મન્‌! ભગવાને ક્ષીરસાગરનું મંથન કેવી રીતે કર્યું? તેમણે કચ્છપનું રૂપ લઈને કયા કારણે અને શા ઉદ્દેશ્યથી મંદરાચલને પોતાની પીઠ પર ધારણ કર્યો? (૧૧) તે સમયે દેવતાઓને અમૂત કેવી રીતે મળ્યું? બીજી પણ કઈ કઈ વસ્તુઓ સમુદ્રમાંથી નીકળો? ભગવાનની આ લીલા થણી જ અદ્ભુત છે. તે કૃપા કરીને તમે અવશ્ય કહી સંભળાવો. (૧૨) તમે ભક્તવત્સલ ભગવાનના મહિમાનું જેમ જેમ વર્ણન કરો છો તેમ તેમ મારું હૃદય તેને વધુ ને વધુ સાંભળવા માટે ઉત્સુક થતું જાય છે, તૃપ્તિ પામતું નથી; કારણ કે દીર્થકાળથી એ સંસારની જ્વાળાઓથી બળતું જ રહ્યું છે. (૧૩) ૧, પ્રા. પા. - [કેમન્વદભન | ર. સફીર્યમાનેન । 115521 774 શ્રીમદભાગવત, [અ૦૫ સૂત ઉવાચ સમ્પૃષ્ટો ભગવાનેવં દ્વૈપાયનસુતો દ્વિજાઃ૧ ! અભિનન્દ્ય હરેવીયમભ્યાચષ્ટુંચ પ્રચક્રમે । 1૪1! કીયુ# ઉવાર યદા યુદ્ધેડસુરે્દેવા બાધ્યમાનાઃ શિતાયુધેઃ” । ગતાસવો નિપાતિતા નોત્તિષ્ઠેરન્‌ સ્મ ભૂયઃ ૧૫ યદાદુર્વાસસઃ*શાપાત્‌ સેન્દ્રા લોકારશયો નૃષ । નિઃશ્રીકાશ્ચાભવંસ્તત્ર નેશુરિજ્યાદયઃ ક્રિયાઃ ॥ ૧૬॥ નિશામ્યૈતત્‌ સુરગણા મહેન્દ્રવરુણાદયઃ । નાધ્યગચ્છન્સ્વર્ય મન્વેર્મન્ત્રયન્તો વિનિશ્ચયમ્‌ ॥ ૧૭॥ તતો બ્રહ્મસભાં જગ્મુર્મેરોર્મુર્ધનિ સર્વશઃ ! સર્વ વિજ્ઞાપયાગ્ચક્રુઃ પ્રણતાઃ પરમેષ્ઠિને ॥ ૧૮) સવિલોકયેનદ્રવાય્વાદીન્‌નિઃસત્તવાન્વિગતપ્રભાન્‌ ! લોકાનમફ્ટલપ્રાયાનગુરાનયથા વિભુઃ 1૧૯! સમાહિતેન મતસા સંસ્મરન્‌ પુરુષં પરમ્‌ । ઉવાચોત્ફુલ્લવદનો દેવાન્‌ સ ભગવાન્પરઃ ॥ ર૦॥ અહં ભવો યૂયમથોડસુરાદયો

  • મનુષ્યતિર્યગ્ઠુમધર્મજાતયઃ 1 યસ્યાવતારાંશકલાવિસર્જિતા દ્રજામ સર્વે શરણં તમવ્યયમ્‌ ॥ ૨૧ સૂતજીએ કહ્યું - હે શૌનકાદિ ઝપિજનો! ભગવાન શ્રીશુકદેવજીએ રાજા પરીક્ષિતના આ પ્રશ્નનું અભિનંદન કરતાં ભગવાનની સમુદ્રમંથનની લીલા વર્જવવાનું શરૂ કર્યું. (૧૪). રકે ક્રીશુકદેવજી કહે છે - (ડે પરીશિત!) જે સમયની આ વાત છે તે સમયે અસુરોએ પોતાનાં તીક્ટ શસ્રોથી દેવોને પરાજિત કરી દીધેલા હતા. તે યુદ્ધમાં વણાલધાએ પ્રાજ્ન ગુમાવ્યા, તેઓ રભ્રભૂમિમાં ઢળી પડ્યા અને ફરીથી ઊઠી શક્ય! નહીં, (૧૫) દુર્વાસાના શાપથી ત્રણે લોક અને સ્વયં ઇન્દ્ર પણ શ્રીહીન થઈ ગયા હતા; ત્યાં સુધો કે યજયાઝ વગેરે ધર્મ-કર્માનો પણ લોપ થઈ ગયો હતો. (૧૬) આ બધી દુર્દશા જોઈને ઇન્દ્ર, વરુણ વગેરે દેવોએ અંદરો-અંદર ઘણું વિચાર્યું, પણ પોતાના વિચારોથી તેઓ કોઈ નિર્ણય કરી શક્યા નર્હી. (૧૭) ત્યારે તે બધાયે સુમેરુ પર્વતના શિખર પર સ્થિત બ્રહ્માજીની સભામાં ગયા અને ત્યાં તેમણે ઘણી નમ્રતાથી બ્રહ્માજીની સેવામાં પોતાની પરિસ્થિતિનું વિસ્તૃત વર્ણન કર્યું. (૧૮) બ્રહ્માજીએ સ્વર્ય જોયું કે ઇન્દ્ર, વાયુ વગેરે દેવો શ્રીહીન અને શક્તિહીન થઈ ગયા છે, લોકોની દશા ઘણી વિકટ અને સંકટગ્રસ્ત થઈ ગઈ છે અને આનાથી વિપરીત, અસુરોનો અભ્યુદય થઈ રહ્યો છે. (૧૯) (પછી) સમર્થ બ્રલાજીએ પોતાનું ચિત્ત એકાગ્ર કરીને પરમપુરુષ શ્રીભગવાનનું સ્મરણ કર્યું. ત્યારપછા થોડો સમય રોકાયા બઃદ પ્રફુલ્લવદને દેવોને સંબોધીને ક્લું - (૨૦) “ડે દેવો! હું, શંકરજી, તમે બધા દેવો. તથા અસુરો, દૈત્યો, મનુષ્યો, પશુષક્ષીઓ, વૃક્ષો, સ્વેદજ વગેરે સત્રસ્ત માણીઓ - સહુ જેમના વિરાટ રૂપના એક અંશથી રચાયેલાં છીએ - તે આપણે બધાં તે અવિનાર્શી શ્રીપ્રભુનું જ શરજ્ર ગ્રહણ કરીએ. (ર૧) ૨. પ્રા. પા. — હિજઃ! ૨. પ્રા. પા. - ત્યોર્ય કમશો વક્તુમારભે ! ૩. પ્રા, પા. - ત્તતથાયુયઃ 1 ૪, પ્રા. પા. - દુર્વાસશાપેન ! “ આ મસંગ શ્રીવિષ્લુપુસાણમાં આ પ્રમાણે વર્શવાયેલો છે — એક વાર શ્રીફર્વાસાજી વૈડુંઠલોકમાંથી આવી રહ્યા હતા. રસ્તામાં તેમને એરાવત પર આરૂઠ થયેલા દેવરાજ ઇન્દ્ર યયા. તેમને ત્રિલોકના અધિપતિ જાણરને દુર્વાસાજીએ ભગવાનના પ્રસાદના માવા આપી, પણ ઇને એશર્વના મદને હીધે તેનો કસો પજ્ય આદર નહીં કરતાં તેને એરાજતના માથા પર નાખી દીધી, ચૈરાવતે તેને સૂંઠમાં લીધી, અને પગ તળે કચડી નાખી. તેથી દુર્વાસાજએ કિત થઈને શાપ આપ્યો કે “હે ઇન! ત્રણે લોકસહિત તું સત્વરે એજર્યટીન થઈ, જઈશ.’ 15521 અ૦૫] આઠમો સ્કંધ 775 ન યસ્ય વધ્યો ન ચ રક્ષણીયો નોપેક્ષણીયાદરણીયપક્ષઃ 1 અથાપિ’ સર્ગસ્થિતિસંયમાર્થ ધત્તે રજઃસત્ત્તતમાંસિ કાલે ॥૨૨॥ અયં ચ* તસ્ય સ્થિતિપાલનક્ષણઃ સત્ત્વ જુષાણસ્ય ભવાય દેહિનામ્‌ તસ્માદ્‌ વ્રજામઃ શરણં જગદગુરુ સ્વાનાં સ નો ધાસ્યતિ શં સુરપ્રિયઃ || ૨૩।॥। કંછુક ઉવાચ, ઇત્યાભાષ્ય સુરાન્‌ વેધાઃ સહ દેવૈરરિન્દમ | અજિતસ્ય પદં સાક્ષાજ્જગામ તમસઃ પરમ્‌ || ર૪।। તત્રાદષ્ટસ્વરૂપાય શ્રુતપૂર્વાય વૈ વિભો | સ્તુતિમબ્રૂત દૈવીભિર્ગીર્ભિસ્ત્વવહિતેન્દ્રિયઃ ॥ ર૫॥ શ્રહોવાય, અવિક્રિયં સત્યમનન્તમાઘયં ગુહાશર્ય નિષ્કલમપ્રતરક્યમ્‌ ! મનોડગ્રયાનું વચસાડનિરુક્ત નમામહે દેવવરં વરેણ્યમ્‌ ॥૨૬॥ વિપશ્ચિતં પ્રાણમનોધિયાત્મના- મર્થેન્દ્રિયાભાસમાંનેદ્રમવ્રણમ્‌ |! છાયાતપૌ યત્ર ન ગૃષ્રપક્ષ તમક્ષરં ખં ત્રિયુગં વ્રજામહે” ॥ ૨૭॥। ત્વજષેર્યમાણ મનોમય પગ્ચદશારમાશુ । ત્રિણાભિ વિદ્યુચ્ચલમષ્ટનેમિ યદક્ષમાહુસ્તમૃતં પ્રપધે ॥ ર૮॥ અજસ્ય ચક્ર જોકે તે શ્રીપ્રભુની દૃષ્ટિમાં નથી કોઈ વધને પાત્ર કે નથી તો રક્ષણને પાત્ર, નથી તો તેમને માટે કોઈ ઉપેથયા-પાત્ર કે. નથી તો આદર-પાત્ર, તેમ છતાં સર્જન, સ્થિતિ અને સંહાર માટે તેઓ સમયે-સમયે સત્તગુબ્ન, રજોગુણ અને તમોગુણને અપનાવતા રહે છે. (રર) આ સમયે તેમશે પ્રાણીઓના કલ્યાણ સારુ સત્વગુણનો સ્વીકાર કરેલો છે; તેથી આ અવસર જગતની સ્થિતિ અને રક્ષણનો છે. પાટે, આપણે બધા તે જ જગદગુરુ પરમાત્માનું શરણ ગ્રહજ કરીએ છીએ. તેઓ દેવોના પ્રિય છે અને દેવો તેમના પ્રિય છે. તેથી આપણું - આત્મીયજનોનું તેઓ અવશ્ય કલ્યાણ કરશે. (૨૩) શ્રીશુક્દેવજી કહે છે - (હે પરીક્ષિત!) દેવોને આ પ્રમાણે કહીને તેમને સાથે લઈને બ્રહ્માજી ભગવાન અજિતના નિજધામ વૈકુંઠમાં ગયા. તે ધામ તમોમયી પ્રકૃતિથી પર છે. (૨૪) આ બધા દેવોએ ભગવાનના સ્વરૂપ અને તેમના ધામ વિશે પહેલાંથી જ ઘલુંબધું સાંભળેલું તો હતું, પરંતુ ત્યાં ગયા પછી તેમને કશું દેખાયું નહીં. તેથી બ્રહ્માજી એકાગ્રચિત્ત થઈ વેદવાલ્રી વડે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. (૨૫) બ્રહ્માજી (સ્તુતિ કરતાં) કહેવા લાગ્યા - (હે ભગવન્‌!) આપ નિર્વિકાર, સત્યસ્વરૂપ, અનંત, આદિપુરુષ, સૌના હૃદયમાં અંતર્યામીરૂપે વિરાજમાન, અખંડ અને અતર્ક્ય છો. મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં આપ પહેલાંથી જ વિઘમાન રહો છો. વાજ્ની આપને વર્ણવી શકતી નથી. આપ સમસ્ત દેવોના આરાધનીય અને સ્વયંપ્રકાશિત છો. અમે બધા આપનાં ચરણોમાં નમસ્કાર કરીએ છીએ. (ર૬) આપ પ્રાણ, મન, બુદ્ધિ અને અહંકારને જાણનારા છો. ઇન્દ્રિયો અને તેમના વિષયો - બંનેય આપના થકી પ્રકાશિત થાય છે. જીવ અવિદ્યાને વશીભૂત થઈને વિષયોમાં ફસાય છે. ઝ્રછી-શાન અને અજ્ઞાનની અનુભૂતિ તો જીવોને થાય છે, આપ તો તે બત્નેથી પર છો, વિશુદ્ધ જ્ઞાનસ્વરૂપ છો. આપ અવિનાશી અને સુખસ્વરૂપ છો. અને આકાશની જેમ આપ સર્વવ્યાપી છો. સત્યયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગમાં તો આપ અવતાર ધારણ કરો છો. અમે બધા આપનું શરણ લઈએ છીએ. (૨૭) આ શરીર જીવનું એક મનોમય ચક (રથનું પૈડું) છે; ઘસ ઇન્દ્રિયો અને પાંચ પ્રાણ - એ પંદર તેના આરા છે; સત્ત્વ, રજ અને તમ - એ ત્રણ તેની નાભિ છે; પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ તથા મન, બુદ્ધિ અને અહંકાર - એ આઠ એમાં નેમિ (પૈડાનો ઘેરાવો) છે. સ્વયં માયા જ એનું સંચાલન કરે છે અને એ વીજળી કરતાં પણ વધુ વેગથી ચાલનારું છે. આ ચક્રની ધરી છે સ્વયં પરમાત્મા. તેઓ જ એકમાત્ર સત્ય છે. અમે તેમના શરણે છીએ. (૨૮) ૧. પ્રા. પા. - તથાપિ! ૨. પ્રા. પા. - તુ | ૩. પ્રા. પા. - નમામહે | 776 શ્રીમદભાગવત [અબ એકવર્ણ તમસઃ પરં ત- દલોકમવ્યક્તમનન્તપારમ્‌ 1 આસાગ્ચકારોપસુપર્ણમેન- મુપાસતે યોગરથેન ચય ધીરાઃ ॥ ૨૯॥ ન યસ્ય કકશ્ચાતિતિતર્તિ માયાં યયા જનો મુહ્યતિ વેદ નાર્થમ્‌ । તં વિર્જિતાત્માત્મગુણં પરેશં નમામ ભૂતેષુ સમં ચરત્તમ્‌ 1૩૦॥ ઇમે વયં યત્મરિયવૈવ તન્વા સત્ત્વેન સૃષ્ટા બહિરન્તરાવિઃ । ગતિં ન સૂક્ષ્મામૃષયશ્વ વિદ્મહે કુતોડસુરાદ્યા ઈતરપ્રધાનાઃ ॥ ૩૧॥ પાદૌ મહીયં સ્વકૃતેવ યસ્ય ચતુર્વિધો યત્ર હિ ભૂતસર્ગઃ। સ વૈ મહાપૂરુષપ આત્મતત્ત્રઃ પ્રસીદતાં બ્રહ્મ મહાવિભૂતિઃ 1૩૨॥ અમ્ભસ્તુ યદરેત ઉદારવીર્ય સિધ્યન્તિ જીવન્ત્યુત વર્ધમાનાઃ | લોકાસ્ત્રયોડથાખિલલોકપાલાઃ પ્રસીદતાં બ્રહ્મ મહાવિભૂતિઃ | ૩૩1! સોમં મનો યસ્ય સમામનત્તિ દિવૌકસાં વૈ બલમન્ધર આયુઃ | ઈશો નગાનાં પ્રજનઃ પ્રજાનાં પ્રસીદતાં નઃ સ મહાવિભૂતિઃ | ૩૪॥ અગ્નિર્મુખં યસ્ય તુ જાતવેદા જાતઃ ક્રિયાકાણ્ડનિમિત્તજન્મા | અન્ત:સમુદ્રેડનુપચત્‌ સ્વધાતૂન્‌ પ્રસીદતાં નઃ” સ મહાવિભૂતિઃ || ૩૫॥ જેઓ એકમાત્ર જ્ઞાનસ્વરૂપ, પ્રકૃતિથી પર અને અદશ્ય છે; જેઓ સધળા પદાર્થોના મૂળમાં અવ્યક્તપણે રહેલા છે અને દેશ, કાળ અથવા વસ્તુથી જેમનો પાર પામી શકાતો નથી તે જ શ્રીપ્રભુ આ જીવના હૃદયમાં અંતર્યામીરૂપે વિરાજમાન રહે છે. વિચારશીલ મનુષ્યો ભક્તિયોગ વડે તેમની જ આરાધના કરે છે. (૨૯) જેનાથી મોહિત થઈને જીવ પોતાન વાસ્તવિક લક્ષ્યને અથવા સ્વરૂપને ભૂલી ગયો છે તે માયા એ શ્રીપ્રભુની જ છે અને તેનો પાર કોઈ પણ પામી શકતું નથી;]પરંતુ સર્વશક્તિમાન શ્રીપ્રભુ પોતાની તે માયાને તથા તેના ગુજ્નોને પોતાના વશમાં કરીને સધ્ળાં પ્રાણીઓના હૃદયમાં સમભાવપૂર્વક વિચરણ કરતા રહે છે. ]જીવ પોતાના પુરુષાર્થથી નહીં, પણ તેમની કૃપાથી જ તેમને પ્રાપ્ત કરી શકે છે. અમે તેમનાં ચરજ્ોમાં નમસ્કાર કરીએ. છીએ. (૩૦) આમ તો અમે દેવો અને :્&પિઓ પણ તેધના પરમ પ્રિય સત્ત્તમય શરીરમાંથી ઉત્પન્ન થયેલા છીએ, તોપણ તેમના આંતર-બાહ્ય એકરસ પ્રકટી રહેલા વાસ્તવિક સ્વરૂપને જાણતા નથી; તો પછી રજોગુણ અને તમોગુણ-પ્રષાન અસુરો વગેરે તો તેમને જાણી જ કેવી રીતે શકે? તે જ ક્રીપ્રભુનાં ચરણોમાં અમે નમસ્કાર કરીએ છીએ. (૩૧) તેમની જ રચેલી આ પૃથ્વી તેમનું ચરણ છે. આ જ પૃથ્વી પર જરાયુજ, અંડજ, સ્વેદજ અને ઉદ્ધિજ્જ - આ ચાર પ્રકારનાં પ્રાક્ીઓ રહે છે.કૃતે પરમ સ્વતંત્ર, પરમ એશ્ચર્યશાળી પુરુષોત્તમ પરબ્રહ્મ અમાર! પર પ્રસન્‍ન થાઓ. (૩૨) આ અત્યંત શક્તિશાળી જળ તેમનું વીર્ય છે. એ જળમાંથી જ ત્રણે લોક અને સમસ્ત લોકોના લોકપાલો ઉત્પન્ન થાય છે, વૃદ્ધિ પાયે છે અને જીવતા રહે છે. તે પરમ ઔશ્ચર્યશાળી પરબ્રહ્મ અમારા પર પ્રસન્‍ન થાઓ. (૩૩) શ્રુતિઓ કહે છે કે ચંદ્ર તે શ્રીપ્રભુનું મન છે. આ ચંદ્ર સમસ્ત દેવોનું અન્ન, બળ અને આયુષ્ય છે. તેઓ જ વૃક્ષોના સ્વામી અને પ્રજાઓના પાલક છે. મનને અપમાવનારા આવા એમશ્વર્યશાળી શ્રીમ્રભુ અમારા ઘર પ્રસન્‍ન થાઓ. | (૩૪) અગ્નિ તેમનું મુખ છે, તેની ઉત્પત્તિ જ એ માટે થઈ છે કે જેનાથી યજ્ઞયાગ વગેરે કર્મકાંડ સંપૂર્ણપણે સંપન્ન થઈ શકે. આ જ અગ્નિ શરીરની અંદર જઠરાગ્નિરૂપે અને સમુદ્રની અંદર વડવાગ્નિરૂપે રહીને તેમનામાં રહેતાં અન્ન- જળ અને ધાતુઓનું પધ્યન કરતો રહે છે અને સધળાં દ્રવ્યોની ઉત્પત્તિ પણ તેનાથી જ થયેલી છે. આવા પરમ એશ્ચર્યશાળી ભગવ:ન અમારા પર પ્રસન્‍ન થાઓ. (૩૫) ૧. મા. પા. - થદેડવર્શ મનસઃ પર । ૨. પ્રા. પ. - ત્મન્નમાયુઃ । ૩. પ્ર. પા. - બ્રલ મહાન । ૪. મ. પા. - બક મહાર! અ૦૫] આઠમો સ્કંધ 777 યચ્ચક્ષુરાસીત્‌ તરણિર્દેવયાનં ત્રયીમયો બ્રહ્મણ એષ ધિષ્ણ્યમ્‌ । દ્રારં ચ મુક્તેરમૃતં ચ મૃત્યુઃ પ્રસીદતાં નઃ સ મહાવિભૂતિઃ 1૩૬॥ પ્રાણાદભૂદ્‌ યસ્ય ચરાચરાણાં પ્રાણ: સહો બલમોજશ્ચ વાયુઃ। અન્વાસ્મ સમ્નાજમિવાનુગા વયં પ્રસીદતાં નઃ સ મહાવિભૂતિઃ ૩૭ શ્રોત્રાદૂ દિશો યસ્ય હદશ્વ ખાનિ પ્રજક્નિરે ખં પુરુષસ્ય નાભ્યાઃ | પ્રાણેન્દ્રિયાત્માસુશરીરકેતં પ્રસીદતાં નઃ સ મહાવિભૂતિઃ | ૩૮॥ બલાન્મહેન્દ્રસ્્રિદશાઃ પ્રસાદા- ન્મન્યોર્ગિરીશો* ધિષણાદ્‌વિરિગ્ચઃ | ખેભ્યશ્ચ છન્દાંસ્યૃષયો મેઢૂતઃ કઃ પ્રસીદતાં નઃ સ મહાવિભૂતિઃ | ૩૯॥ શ્રીર્વક્ષસઃ પિતરશ્છાયયાડડસન્‌ ધર્મ: સ્તનાદિતરઃ પૃષ્ઠતોડભૂત્‌ । ધૌર્યસ્ય શીર્ષ્ણોડપ્સરસો વિહારાત્‌ પ્રસીદતાં નઃ સ મહાવિભૂતિઃ ૪૦॥ વિપ્રો મુખં* બ્રહ્મ ચ યસ્ય ગુદ્યં રાજન્ય આસીદ્‌ ભુજયોરબલં* ચ | ઊર્વોર્વિડોજોડડદ્રિરવેદશૂદ્રો* પ્રસીદતાં નઃ સ મહાવિભૂતિઃ 1૪૧॥। લોભોડધરાત્‌ પ્રીતિસુૂપર્યભૂદ ધુતિ- ર્નસ્તઃ પશવ્યઃ સ્પર્શેન કામઃ | ભ્રુવોર્યમઃ પક્ષ્મભવસ્તુ કાલઃ પ્રસીદતાં ન: સ મહાવિભૂતિઃ 1૪૨ જેમના વડે જીવ દેવયાન-માર્ગ બ્રહ્મલોકને પામે છે, જેઓ વેદોની સાક્ષાત્‌ મૂર્તિ અને ભગવાનનાં ધ્યાન કરવા યોગ્ય ધામ છે, જેઓ પુલ્યલોક્સ્વરૂપ હોવાને કારે મુક્તિનું દ્વાર અને અમૃતમય છે. અને કાળરૂપ હોવાને કારણે મૃત્યુ પણ છે - એવા સૂર્ય જેમનાં નેત્ર છે તે પરમ એશ્ચર્યશાળી ભગવાન અમારા પર પ્રસન્‍ન થાઓ. (૩૬) શ્રીપ્રભુના પ્રાણથી જ ચરાચરના પ્રાણ તથા તેમને માનસિક, શારીરિક અને ઔન્દ્રિયેક બળ આપનારો વાયુ પ્રગટ થયો છે, તેઓ ચક્રવર્તી સમ્રાટ છે અને ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવો - અમે બધા તેમના સેવકો છીએ. એવા પરમ એઔશ્વર્યશાળી ભગવાન અમારા પર પ્રસન્‍ન થાઓ. (૩૭) જેમના કાનોમાંથી દિશાઓ, હૃદયમાંથી ઇન્દ્રિયગોલક અને નાભિમાંથી આકાશ ઉત્પન્ન થયાં છે, જેઓ પાંચ પ્રાણ (પ્રાણ, અપાન, ઉદાન, સમાન અને વ્યાન), દશે ઇન્દ્રિયો, મન, પાંચે અસુ (નાગ, ફર્મ, કૃકલ, દેવદત્ત અને ધનંજય) તેમ જ શરીરના આશ્રય છે તે પરમ એશ્ચર્યશાળી ભગવાન અમારા પર પ્રસન્‍ન થાઓ. (૩૮) જેમના બળમાંથી ઇન્દ્ર, પ્રસન્નતામાંથી સમસ્ત દેવો, ક્ોધમાંથી શંકર, બુદ્ધિમાંથી બ્રહ્મા, ઇન્દ્રિયોમાંથી વેદો અને શષિઓ તથા લિંગમાંથી પ્રજાપતિ ઉત્પન્ન થયાં છે તે પરમ એશ્વર્યશાળી ભગવાન અમારા પર પ્રસન્‍ન થાઓ. (૩૯) જેમના વક્ષઃસ્થળમાંથી લક્ષ્મી, છાયામાંથી પિતૃઓ, સ્તનમાંથી ધર્મ, પીઠમાંથી અધર્મ, મસ્તકમાંથી આકાશ અને વિહારમાંથી અપ્સરાઓ પ્રગટ થયાં છે તે પરમ ઔશ્વર્યશાળી ભગવાન અમારા પર પ્રસન્‍ન થાઓ. (૪૦) જેમના મુખમાંથી બ્રાહ્મણો અને અત્યંત રહસ્યમય વેદો, ભુજાઓમાંથી ક્ષત્રિયો અને બળ, જંધાઓમાંથી વૈશ્યો અને તેમની વૃત્તિઓ-વ્યાપારકૌશલ્ય તથા ચરણોમાંથી વેદ વિનાની સેવા કરનારા-શૂદ્રો અને તેમની સેવા વગેરે વૃત્તિઓ પ્રગટ થયાં છે તે પરમ એશ્ચર્યશાળી ભગવાન અમારા પર પ્રસન્‍ન થાઓ. (૪૧) જેમના અધરમાંથી લોભ અને હોઠમાંથી પ્રીતિ, નાસિકામાંથી કાન્તિ, સ્પર્શમાંથી પશુઓનો પ્રિય કામ, બ્રમરોમાંથી યમ અને આંખનાં રુવાંમાંથી કાળની ઉત્પત્તિ થઈ છે તે પરમ ઔશ્વર્યશાળી ભગવાન અમારા પર પ્રસન્‍ન થાઓ. (૪૨) ૧. પ્રા. પા. - ્તગસિત્રો! ૨. પ્રા. પા. - મુખાદ્‌! ૩, પ્રા. પા. - કરયોન | ૪. પ્રા. પા. - ઊર્વો્વિશોડડઞોરભવચ્ય શૂદઃ | 778 શ્રીમદભાગવત [અ૦૫ દ્રં વયઃ કર્મ ગુણાન્વિશેષં* યદ્યોગમાયાવિહિતાન્‌ વદત્તિ। યદ્‌ દુર્વિભાવ્યં પ્રબુધાપબાધં પ્રસીદતાં નઃ સ મહાવિભૂતિઃ 1૪૩॥ નમોડસ્તુ તસ્મા ઉપશાન્તશક્તયે સ્વારાજ્યલાભપ્રતિપૂરિતાત્મને |! ગુણેષુ માયારચિતેષુ વૃત્તિભિ- ર્ન સજ્જમાનાય નભસ્વદૂતયે | ૪૪॥ સ ત્વં નો દર્શયાત્માનમસ્મત્કરણગોચરમ્‌ | પ્રપન્ઞાનાં દિદક્ષૂણાં સસ્મિતં તે મુખામ્બુજમ્‌ !। ૪૫।। તૈસ્તેઃ સ્વેચ્છાધૃતે રૂપૈઃ કાલે કાલે સ્વયં વિભો 1 કર્મ દુર્વિષહં યન્નો ભગવાંસ્તત્‌ કરોતિ હિ ॥૪૬॥ ક્લેશભૂર્યલ્પસારાણિ કર્માણિ વિફલાનિ વા ! દેહિનાં વિષયાર્તાનાં ન તથૈવાર્પિતં ત્વયિ ॥ ૪૭॥ નાવમઃ કર્મકલ્પોડપિ વિફલાયેશ્રાર્પિતઃ । કલ્પતે પુરુષસ્ધૈષ સ હ્યાત્મા દથિતો હિતઃ* !। ૪૮॥ યથા હિ સ્કન્ધશાખાનાં તરોર્મૂલાવસેચનમ્‌ ! એવમારાધનં વિષ્ણોઃ સર્વેષામાત્મનશ્ચ હિ ॥ ૪૯॥ નમસ્તુભ્યમનન્તાય દુર્વિતર્ક્યાત્મકર્મણે । નિર્ગુણાય ગુણેશાય સત્ત્વસ્થાય ચ સામ્પ્રતમ્‌ !૫૦॥ સમસ્ત પદાર્થો, કાળ, કર્મ, સત્વાદિ ગુણ અને પંચમહાભૂતો હગેરે બધાં તે પરમાત્માની માયાથી જ ઉત્પન્ન થયાં છે એવું કહેવામાં આવ્યું છે. એ પરમતત્તવનું વિવેકી પુરુષો અનિર્વચનીય કહીને વર્ણન કરે છે અને ‘નેતિ-નેતિ’ કહીને બધાંનો નિષેધ કરીને શાસ્ત્રો વર્દન કરે છે, તે પરમેશ્વર અમારા પર પ્રસન્‍ન થાઓ. (૪૩) જેઓ માથા થકી નિર્મિત, ગુશ્ોમાં અને તે વૃત્તિઓથી આસક્ત થતા નથી, જેઓ વાયુની જેમ સદા-સર્વદા અસંગ રહે છે, જેમનામાં સઘળી શક્તિઓ શાંત થઈ ગયેલી છે તે પોતાના આત્માનંદ લાભથી પરિપૂર્ણ આત્મસ્વરૂપ ભગવાનને અમારા નમસ્કાર છે. (૪૪) હે પ્રભુ! અમે આપના શરણાગત છીએ અમે ઇંચકીએ છીએ કે મંદ-મંદ સ્મિતવાળું આપનું મુખકમળ અમે પોતાની આ જ આંખોથી જોઈએ. આપ કૃપા કરીને અમને તેનું દર્શન કરાવો. (૪૫) હે પ્રભુ! આપ અવારનવાર પોતે જ પોતાની ઇચ્છાથી અનેક રૂપ ધારણ કરો છો અને અમારે માટે જે કરમ કરવાનું અત્યંત મુશ્કેલ હોય છે તેને આપ સહેજમાં જ કરી દો છો. આપ સર્વશક્તિમાન છો, તેથી આપને માટે તો એમાં શી મુશ્કેલી હોય? (૪૬) વિષયોના લોભમાં પડીને. જે દેહાભિમાનીઓ દુઃખ ભોગવી રહ્યા છે તેમને કર્મ કરવામાં પરિશ્રમ અને ક્લેશ તો ઘણો વધુ થાય છે, પણ તેનું ફળ ઘશું ઓછું ઊપજે છે, મોટે ભાગે તો તેમને નિષ્ફળતા જ મળે છે. પરંતુ જે કર્મા આપને સમર્પિત કરવામાં આવે છે તે કર્મો કરતી વખતે જ પરમ સુખ મળે છે. તે કર્મો સ્વર્ય ફળરૂપ જ છે. (૪૭) ભગવાનને સ્માર્પિત કરવામાં આવેલો નાનામાં નાનો કર્માભાસ પણ નિષ્ફળ થતો નથી, કારણ કે ભગવાન જીવના પરમ હિતૈષી, પરમ પ્રિયતમ અને આત્મા જ છે. (૪૮) જેમ વૃક્ષના મૂળને પાણીથી સિંચવું એ તેની નાની-મોટી ડાળીઓને પણ સિંચી હોવાનું ગજ્ાય છે, તેવી જ રીતે સર્વાત્મા ભગવાનની આરાધના એ સધળાં પ્રાણીઓની અને પોતાની પણ આરાધના છે. (૪૯) જેઓ ત્રજ્ને કાળમાં અને તેનાથી પર પણ એકરસ રહેલા છે, જેમની, લીલાઓનું રહસ્ય તર્ક-વિતર્કથી પર છે, જેઓ સ્વયં ગુશ્નોથી પર હોવા છતાં પણ ગુણોના સ્વામી છે તથા આ સમયે સત્ત્વગુણમાં સ્થિત છે એવા આપને (હે પ્રભુ!) અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ. (૫૦) નિત ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયામષ્ટમસ્કન્ધેડમૃતમથને પગ્ચમોડધ્યાયઃ | ૫॥ આઠમા સ્કંધ-અંતર્ગત અમૃતમંથનમાંનો પાંચમો અધ્યાય સમાપ્ત.