ઓગણીસમો અધ્યાય યયાતિનો ગૃહત્યાગ કઇક ઉતાર શ ઇત્ધમાચરન્ કામાન્ સૈણોડપદ્વવમાત્મનઃ | બુદ્દધ્વા પ્રિયાધૈ નિર્વિણ્ણો ગાથામેતામગાયત | ૧! શ્રૃણુ ભાર્ગવ્યમૂં ગાથાં મહિધાચરિતાં ભુવિ ! ધીરા યર્યાનુશોચત્તિ વને ગ્રામનિવાસિનઃ || ૨! બસ્ત એકો વને કશ્ચિદ્ વિચિન્વન્ પ્રિયમાત્મનઃ | દદર્શ કૂપે પતિતાં સ્વકર્મવશગામજામ્ 1 ૩॥ તસ્યા ઉદ્ધરણોપાયં બસ્તઃ કામી વિચિન્તયન્ | વ્યધત્ત તીર્થમુદ્ધૃત્ય વિષાણાગ્રેણ રોધસી || ૪॥ સોતીર્ય કૂપાત્સુશ્રોણી તમેવ ચકમે કિલ | તયા વૃતં સમુદ્વીક્ય બહવ્યોડજાઃ કાન્તકામિનીઃ ॥ ૫॥ પીવાં શ્મશ્રુલંપ્રેષ્ઠ” મીઢ્વાંસ યાભકોવિદમ્ | સ એકોડજવૃષસ્તાસાં બદ્ધીનાં રતિવર્ધનઃ | રેમે કામગ્રહગ્રસ્ત આત્માનં નાવબુધ્યત ॥ ૬॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! રાજા યયાતિ આ ગ્રમાશે સ્ત્રીને વશ થઈને વિષયોનો ઉપભોગ કરતા રહ્યા. એક દિવસ જ્યારે પોતાના અધઃપતન તરફ દષ્ટિ ગઈ ત્યારે તેમને તૌત્ર વૈરાગ્ય થયો અને તેમણે પોતાની પ્રિયપત્ની દેવયાનીને આ કથા ક્હી- || ૧ ॥ “ભૃગુનંદિની! તું આ કથા સાંભળ. સંસારમાં મારા જેવા જ વિષયીનો આ સત્ય ઇતિહાસ છે. આવા જ ગ્રામવાસી વિષયી પુરુષોના સંબંધમાં વનવાસી જિતેન્ડ્રિય પુરુષો દુઃખ સાથે વિચાર કર્યા કરે છે. કે આમનું કલ્યાણ થઈ રીતે થશે? ॥ ર || એક બકરો વનમાં પોતાની પ્રિય વસ્તુની શોધમાં વિચરતો હતો. તેણે જોયું કે, પોતાના કર્મવશ એક બકરી કૂવામાં પડી ગઈ છે. 1૩ | તે બકરો અત્યંત કામી હતો. તે વિચારવા લાગ્યો કે આ બકરીને કઈ રીતે કુવામાંથી બહાર કાઢી શકાય! તેશે પોતાના શિંગડાની અણીથી કૂવા પાસેની ધરતી ખોદી કાઢી અને કૂવામાંથી બહાર નીકળવાનો માર્ગ કર્યો. ॥ ૪ ॥ જ્યારે તે. સુંદર બકરી કૂવામાંથી બહાર નીકળી તો તેણે તે બકરા સાથે ગ્રેમ કરવાનો નિશ્ચય કર્યો. તે દાઢી-મૂછવાળો બકરો શરીરે ઘણો જ હૃષ્ટ-પુષ્ટ, જુવાન અને બકરીઓને સુખ આપનારો, વિહારકુશળ અને પ્રિય હતો. જયારે બીજી બકરીઓએ જોયું કે, કૂવામાં પડી ગયેલી બકરીએ તેને પોતાનો પ્રેમપાત્ર બનાવી દીધો છે ત્યારે તેમણે પણ તેને જ પોતાનો પતિ બનાવી લીધો. તે તો પહેલેથી જ પતિની શોધમાં હતી. તે બકરાના માથા ઉપર કામરૂપ પિશાચ સવાર થઈ ગયો હતો. તે એક્લો જ ઘણી બધી બકરીઓ સાથે વિહાર કરવા લાગ્યો અને પોતાની તમામ સૂધ-બૂધ ખોઈ બેઠો. ॥ ૫-૬ || ૧. બ્યયમ્ ! ૨. પ્રાચીન ડ્રતમાં આના પહેલાં ‘યયાતે’ એટલો ભાગ વધુ છે. ! ૩. શોર! અ૦૧૯] નવમો સ્કન્ધ 77 તમેવ પ્રેષ્ઠતમયા? રમમાણમજાન્યયા । વિલોક્ય કૂપસંવિગ્નાચે નામૃષ્યદ્ બસ્તકર્મ તત્ ॥ ૭॥ તં દુર્દદં સુહૃદ્રૂપં કામિનં ક્ષણસૌહદમ્ | ઇન્દ્રિયારામમુત્સજ્ય સ્વામિનં દુખિતા યયૌ ॥ ૮॥ સોડપિ ચાનુગતઃ સૈણઃ કૃપણસ્તાં પ્રસાદિતુમ્ । કુર્વન્નિડવિડાકારં તાશક્નોત્પથિ સન્ધિતુમ્ ॥ ૯ તસ્યાસ્તત્ર દ્વિજઃ કશ્ચિદજાસ્વામ્યચ્છિનદ્રુષા | લમ્બત્તં વૃષણં ભૂયઃ સન્દધેડર્થાય યોગવિત્ । ૧૦॥ સમ્બદ્ધવૃષણઃ સોડપિ હ્યજયા કૂપલબ્ધયા । કાલં બહુતિથ ભદ્રે કામૈર્નાઘાપિ તુષ્યતિ || ૧૧।॥। તથાર્હ કૃપણઃ સુભ્રુ ભવત્યાઃ પ્રેમયન્ત્રિતઃ | આત્માતં નાભિજાનામિ મોહિતસ્તવ માયયા || ૧૨।। થત્પૃથિવ્યાં વ્રીહિયવં હિરણ્યં પશવઃ સ્િયઃ | ત દુહ્યાન્તિ મન’પ્રીતિં પુંસઃ કામહતસ્ય તે 1૧૩ ન જાતુ કામઃ કામાનામુપભોગેન શામ્યતિ | હંવિષા કૃષ્ણવર્ત્મેવ ભૂય એવાભિવર્ધતે | ૧૪॥ યદા ન કુરુતે ભાવં સર્વભૂતેષ્વમડ્ઞલમ્ | સમદષ્ટેસ્તદા પુંસઃ સર્વાઃ સુખમયા દિશઃ | ૧૫।। યા દુસ્ત્યજા દુર્મતિભિર્જીયતો યા ન જીર્યતે । તાં તૃષ્ણાં દુઃખનિવહાં શર્મકામો કુતં ત્યજેત્ | ૧૬! માત્રાસ્વસા દુહિત્રાવા્”નાવિવિક્તાસનો ભવેત્ ! બલવાનિત્દ્રિયગ્રામો વિદાંસમપિ કર્ષતિ । ૧૭॥। જ્યારે તેની કૂવામાંથી નીકળેલી પ્રિયતમા બકરીએ. જોયું કે, મારો પતિ તો પોતાની બીજી પ્રિયતમા બકરી સાથે [વિહાર ક્રી રહ્યો છે, ત્યારે તેનાથી બકરાનું આ કૃત્ય સહન ન થયું, ૭ 1 તેણૅ જોયું કે, આ તો બહુ કામી છે, આના પ્રેમનો કોઈ ભરોસો નથી અને આ મિત્રના રૂપમાં શત્રુનું. કામ કરી રહ્યો છે. તેથી તે બકરી આ ઇન્દ્રિયોના ગુલામ બકરાને છોડીને બહુ દુઃખ સાથે પોતાના પાલક પાસે ચાલી ગઈ. ॥૮ 1! તે રાંક કામી બકરો તેને મનાવવા માટે ‘મેં- મેં’ કરતો તેની પાછળ-પાછળ ચાલ્યો, પરંતુ તેને રસ્તામાં મનાવી શક્યો નહીં. ॥ ૯ ॥ તે બકરીનો પાલક એક બ્રાહ્મણ હતો. તેણે ક્રોધમાં આવીને બકરાના લટકી રહેલા અંડકોશને કાપી નાખ્યો. પરંતુ પછીથી તે બકરીનું જ હિત કરવા માટે ફરીથી તેને જોડી પણ દીધો. તે બ્રાહ્મણ આવા અનેક ઉપાયોનો જાણકાર હતો. 1૧૦ ॥ પ્રિયે! આ પ્રમાણે અંડકોશ જોડાઈ જતાં તે બકરો ફરીથી તે કૂવામાંથી નીકળેલી બકરી સાથે ઘણા સમય સુધી વિષયભોગ કરતો રહ્યો, પરંતુ આજ સુધી તેને સંતોષ થયો નહીં, || ૧૧ । સુંદરી! મારી પણ આ જ દશા છે. તારા પ્રેમપાશમાં બંધાઈને હું અત્યંત રાંક બની ગયો છું. તારી માયાથી મોહિત થઈને હું મારી જાતને પણ ભૂલી ગયો છું. 1૧૨ || પ્રિયે! પૃથ્વીમાં જેટલાં પણ અન્નકણ, સુવર્ણ, પશુઓ અને સ્ત્રીઓ છે - તે બધાં મળીને પણ તે પુરુષને સંતુષ્ટ નથી કરી શકતાં, જે કામના અને તૃષ્ણાઓથી ઘેરાયેલો છે. ॥ ૧૩ ।। વિષયો ભોગવવાથી ભોગવાસના ક્યારેય શાંત થઈ શકતી નથી, બલકે જેમ ધીની આહુતિ આપવાથી અગ્નિ વધારે પ્રજ્જ્વલિત થાય છે તે જ પ્રમાણે ભોગવાસનાઓ પણ ભોગોથી પ્રબળ બની જાય છે. ।। ૧૪ ।। જ્યારે મનુષ્ય કોઈ પણ પ્રાણી અને કોઈ પણ પદાર્થની સાથે રાગ-દ્રેષનો ભાવ નથી રાખતો ત્યારે તે સમદર્શ બની જાય છે તથા તેના માટે બધી દિશાઓ સુખદાયી બની જાય છે. !| ૧૫ ॥ વિષયોની તૃષ્ણા જ દુઃખોનું ઉદ્ગમસ્થાન છે. મંદબુદ્ધિના લોકો બહુ મુશ્કેલીથી તેનો ત્યાગ કરી શકે છે. શરીર વૃદ્ધ થઈ જાય છે, પરંતુ તૃષ્ણા વૃદ્ધ થતી નથી. તેથી જે પોતાનું કલ્યાણ ઇચ્છે છે, તેશે તુરત જ આ તૃષ્ણા (ભોગ-વાસના)નો ત્યાગ કરી દેવો જોઈએ. ॥। ૧૬ ॥ વધારે તો શું? - પોતાની મા, બહેન અને પુત્રી સાથે પણ એકલા એક આસન પર સ્પર્શ થાય એ રીતે બેસવું ન જોઈએ. ઇન્દ્રિયો એટલી બળવાન છે કે, તે મોટા- મોટા વિદ્વાનોને પણ વિચલિત કરી દે છે. 1૧૭ ॥ ૧. રકતમજયા | ૨. કામસંવિગ્ના | ૩. કુર્વન્ વિડવિડાકાર | ૪. ચ | 78 શ્રીમદભાગવત [અ૦૧૯ પૂર્ણ વર્ષસહસં મે વિષયાન્ સેવતોડસકૃત્ તથાપિ ચાનુસવનં* તૃષ્ણા તેષૂપજાયતે | ૧૮) તસ્માદેતામરહે ત્યક્ત્વા બ્રહ્મહ્યાધાય માનસમ્ | નિર્ન્દ્રો નિરહડકારશ્ચરિષ્યામિ મૃગૈઃ સહ || ૧૯ દૃષ્ટશ્રુતમસદ્ બુદ્ધ્વા નાનુધ્યાયેન્ સંવિશેત્ । સંસૃતિંચાત્મનાશં ચ તત્ર વિદ્ધાન્સ આત્મદૅક્ | ૨૦॥ ઇત્યુકત્વા નાહુષો જાયાં તદીયં પૂરવે વયઃ | ઇત્ત્વા સ્વાં જરસં તસ્માદાદદે વિગતસ્પૃહઃ ર૨૧॥ દિશિ દક્ષિણપૂર્વસ્યાં કુઠ્યું દક્ષિણતો યદુમ્ | પ્રતીચ્યાં તુર્વસું ચક્ર ઉદીચ્યામનુમીશ્વરમ્ ॥ રર ॥ ભૂમણ્ડલસ્ય સર્વસ્ય પૂરુમર્હત્તમં વિશામ્ | અભિપિચ્યાગ્રજાંસ્તરય વશે સ્થાપ્ય વનં યયૌ || ર૩॥ આસેવિતં વર્ષપૂગાન્ ષડ્વર્ચ વિષયેષુ સઃ ! ક્ષણેન સુમુચે નીર્ડે જાતપક્ષ ઈવ દિજઃ ॥ ૨૪॥ સ તત્ર નિર્મુક્તસમસ્તસ% આત્માનુભૂત્યા વિધુતત્રિલિદ્નઃ । પરેડમલે બ્રહ્મણિ વાસુદેવે લેભે ગર્તિ ભાગવતી પ્રતીતઃ ॥ રપ॥ શ્રુત્વા ગાથાં દેવયાની મેને પ્રસ્તોભમાત્મનઃ | સરીપુંસોઃ સ્નેહવૈક્લવ્યાત્પરિહાસમિવેરિતમ્ ॥ ર૬॥ સા સંનિવાસં સુહદાં પ્રપાયામિવ ગચ્છતામ્ | વિજ્ઞાયેશ્વરતન્ત્રાણાં માયાવિરચિતં પ્રભોઃ* ॥ ૨૭।! સર્વત્ર સક્નમુત્સજ્ય સ્વપ્નૌપમ્યેન ભાર્ગવી । કૃષ્ણે મનઃ સમાવેશ્ય વ્યધુનોલ્લિડ્રમાત્મનઃ || ર૮ વિષયોનું વારંવાર સેવન કરતાં-કરતાં મારા એક હજાર વર્ષ પૂરાં થઈ ગયાં, છતાં પણ ક્ષણે-ક્ષણે ભોગોની તૃષ્ણા વધતી જાય છે. |! ૧૮ ॥ તેથી હવે હું ભોગોની વાસના - તૃષ્ણાનો પરિત્યાગ કરીને મારું અંતઃકરણ પરમાત્માને સમર્પિત કરી દઈશ અને ઠંડી-ગરમી, સુખ-દુઃખ વગેરે દ્રંદ્ોથી ઉપર ઊઠીને અહંકારથી મુક્ત થઈને હરણાંઓની સાથે વનમાં વિચરણ કરીશ. ॥ ૧૯ ॥લોક-પરલોક બન્નેના ભોગો અસત્ છે, એવું, સમજીને ન તો તેનું ચિંતન કરવું જોઈએ અને ન ભોગ કરવા જોઈએ. એવું સમજવું જોઈએ કે ભોગોના ચિંતનથી જ જત્મ-મૃત્યુરૂપી સંસારની પ્રાપ્તિ થાય છે અને સંસારના લોચોથી તો આત્મનાશ થઈ જાય છે. વાસ્તવમાં આ રહસ્યને જાણીને આ ભોગોનો ત્યાગ કરનાર જ આત્માની છે.’॥૨૦ પરીક્ષિત!યયાતિએ પોતાની પત્નીને આ પ્રમાશે કહીને. પૂરુની જુવાની તેને પાછી આપી દીધી અને પોતાની વૃદ્ધાવસ્થા પાછી લઈ લીધી. કારણ કે હવે તેમના ચિત્તમાં વિષય-વાસના નામશેષ થઈ ગઈ હતી. ॥। ૨૧ ॥ ત્યાર પછી તેમણે દક્ષિણ-. પૂર્વ દિશાનું કહ્યુ, દક્િજ્નં, યદુને પાથ્મનું તુર્વસુને અને ઉત્તરનું રાજ્ય અનુને આપી દીધું. ।। ર ર ॥ સંપૂર્ણ ભૂમંડળની તમામ સંપત્તિઓ માટે યોગ્યતમ પાત્ર એવા પૂરુનો પોતાની ચજગાદી પર અભિષેક કરી તથા મોટા ભાઈઓને તેમને આધીન બનાવીને તેઓ વનમાં ચાલ્યા ગયા. || ૨૩ ॥ જોકે થયાતિ રાજાએ થ્યા વર્ષો સુધી ઇન્દ્રિયો દ્વારા વિષય-સુખ ભોગવ્યું, પરંતુ જેમ પાંખો આવી જતાં પક્ષી પોતાનો માળો છોડી દેછેતેજપ્રમાણે તેમણે ક્ષણમાત્રમાં બધુંજ છોડી દીધું. ॥ ૨૪ ॥ વનમાં જઈને રાજા યયાતિએ તમામ આસક્તિઓથી મુક્તિ મેળવીલીધી, આત્મસાક્ષાત્કાર દ્વારા તેમનું ત્રિગુણમવ લિંગશરીર નષ્ટ થઈ ગયું. તેમજ માયા-મળથી રહિત પરબ્રહ્મ પરમાત્મા વાસુદેવમાં લીન થઈને તે ભાગવતી ગતિ પ્રાપ્ત કરી, જે મોટા- મોટા ભગવાનના પ્રેમી સંતોને પ્રાપ્ત થાય છે. | ૨૫ ॥ જ્વારે દેવધાનીએ આ કથા સાંભળી ત્યારે તે સમજી કે રાજા મને નિવૃત્તિમાર્ગ માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે, કારણ કે સ્ત્રી-પુરુષના પરસ્પર પ્રેમથી જ વિરહનું દુઃખ થાય છે, આવું વિચારીને રાજાએ આ કથા મજાકમાં કહી છે. ॥ ર૬ ॥ સ્વજન-સંબંધીઓનું એક સ્થાનમાં ભેગા થવું એ પરબ પર ભેગા થતા પથ્િકજનો જેવું જ ઈશ્વરાધીન છે. આ બધો ભગવાનની માયાનો ખેલ છે અને સ્વપ્ન જેવો છે. એવું સમજીને દેવયાનીએ સર્વ પદાર્થોમાંથી આસક્તિ છોડી દીધી અને પોતાના મનને ભગવાન શ્રીકૃષ્ણમાં તન્મય કરીને બંધનનું કારણ એવા લિંગશરીરનો પરિત્યાગ કરી દીધો. તે ભગવાનને પ્રાપ્ત થઈ ગઈ. ॥ ર૭-૨૮ ॥ ૧. ચાનુદિવસ | ર. ત્મસહિદ્વાન્ | ૩. તમિવેરિતમ્ | ૪. વિભોઃ । અ૦૨૦] નવમો સ્કન્ધ 79 તમસ્તુભ્યં ભગવતે વાસુદેવાય વેધસે | સર્વભૂતાધિવાસાય શાન્તાય બૃહતે તમઃ || ૨૯॥ તેણે ભગવાનને વંદન કરીને કહ્યું - ‘સમસ્ત જગતના કારણ, સર્વના અંતર્યામી, સર્વના આશ્રયસ્વરૂપ, સર્વશક્તિમાન ભગવાન વાસુદેવને નમસ્કાર છે. જે પરમ શાંત અને અનંત તત્ત્વ છે, તેમને હું નમસ્કાર કરું છું. || ૨૯ |! દ ઇતિ શ્રીમદ્રાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં નવમસ્કન્ધે એકોનવિંશોડધ્યાયઃ ॥ ૧૯।। નવમા ર્સ્કંધ-અંતર્ગત ઓઃ , વીસમો પૂરુના વંશનું તથા રાજા દુષ્યં શીંશુ# ઉવાચ પૂરોર્વશં પ્રવક્ષ્યામિ યત્ર જાતોડસિ ભારત | યત્ર રાજર્ષયો વંશ્યા બ્રહ્મવંશ્યાશ્ર જશ્િરે ॥। ૧।। જનમેજયો હ્યભૂત્પૂરોઃ પ્રચિન્વાંસ્તત્સુતસ્તતઃ । પ્રવીરોડથ નમસ્યુર્વે તસ્માચ્ચારપદોડભવત્ || ૨! તસ્ય સુઘ્યુરભૂત્પુત્રસ્તસ્માદ્ બહુગવસ્તતઃ સંયાતિસ્તસ્યાર્હયાતી રૌદ્રાશ્ચસ્તત્સુતઃ સ્મૃતઃ ॥ ૩॥ ગ્રહતેયુસ્તસ્ય કુક્ષેયુઃ સ્થષ્ડિલેયુઃ કૃતેયુકઃ । જલેયુઃ સત્તતેયુશ્ચ ધર્મસત્યવ્રતેયવઃ | ૪॥ દશૈતેડપ્સરસઃ પુત્રા વનેયુશ્ચાવમઃ સ્મૃતઃ | ઘૃતાચ્યામિન્ત્રિયાણીવ મુખ્યસ્ય જગદાત્મનઃ ॥૫॥ કતેયો ગરન્તિભારોડભૂત્ ત્રયસ્તસ્યાત્મજા નૃપ । સુમતિર્ધુવોડપ્રતિરથઃ કણ્વોડપ્રતિરથાત્મજઃ ॥ ૬॥ તસ્ય મેધાતિથિસ્તસ્માત્પ્રસ્કણ્વાઘા હિજાતયઃ । પુત્રોડભૂત્સુમતે રૈભ્યો” દુષ્યન્તસ્તત્સુતો મતઃ ॥ ૭॥ ગણીસમો અધ્યાય સમાપ્ત.
યયાતિનો ગૃહત્યાગ કઇક ઉતાર શ ઇત્ધમાચરન્ કામાન્ સૈણોડપદ્વવમાત્મનઃ | બુદ્દધ્વા પ્રિયાધૈ નિર્વિણ્ણો ગાથામેતામગાયત | ૧! શ્રૃણુ ભાર્ગવ્યમૂં ગાથાં મહિધાચરિ
ત અને ભરતના ચરિત્રનું વર્ણન Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.