અધ્યાય ત અને ભરતના ચરિત્રનું વર્ણન શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! હવે હું રાજા પૂરુના વંશનું વર્ણન કરીશ. આ જ વંશમાં તમારો જન્મ થયો છે. આ જ વંશમાં ધણા રાજ્ષિઓ અને બ્રહ્મર્ષિઓ થયા છે. ૧ | પૂરુનો પુત્ર હતો જનમેજય, જનમેજયનો પ્રચિન્વાન્, પ્રચિન્વાન્નો પ્રવીર, પ્રવીરનો નમસ્યુ અને નમસ્થુતો પુત્ર હતો ચારુપદ. || ર || ચારુપદથી સુધુ, સુલુથી બહુગવ, બહુગવથી સંયાતિ, સંયાતિથી અહંયાતિ અને અહંયાતિનો પુત્ર રૌદ્રાશ્વ થયો. ૩ || પરીક્ષિત| જેમ વિશ્વાત્મા પ્રધાન પ્રાણથી દશ ઇન્દ્રિયો થાય છે, તે જ રીતે ઘૃતાચી અપ્સરાના ગર્ભથી સૈદ્રાશ્વના દશ પુત્રો થયા - ત્રહ્તેયુ, કુક્ષેયુ, સ્થક્ડિલેયુ, કૃતેયુ, જલેયુ, સંતતેયુ, ધર્મેયુ, સત્યૈયુ, વ્રતેથુ અને બધાથી નાનો વનેયુ. 1૪-૫ ॥ પરીક્ષિત! તેમનામાંથી ઝ્હૃતેયુનો પુત્ર રન્તિભાર થયો અને રન્તિભારના ત્રણ પુત્ર થયા - સુમતિ, ધ્રુવ અને અપ્રતિરથ. અગ્રતિરથના પુત્રનું નામ કણ્વ હતું. | ૬ || કણ્વનો પુત્ર મેધાતિથિ થયો. આ જ મેધાતિથિથી પ્રસ્ક્ણ્વ વગેરે બ્રાહ્મણો ઉત્પન્ન થયા. સુમતિનો પુત્ર રૈભ્ય થયો, આ જ રૈભ્યનો પુત્ર દુષ્યંત હતો. | ૭ | ૧. મ્રાચીન ગ્રતમાં ‘યયાતે’ એટલો વધુ પાઠ છે. । ર. બાદરાયજ્રિસ્વાચ । ૩. રતિનારો૦ । ૪. રૈતિ્્્યન્તન ! 80. શ્રીમદભાગવત [અ૦૨૦ દુષ્યન્તો મૃગયાં યાતઃ કણ્વાશ્રમપદં ગતઃ | તત્રાસીનાં સ્વપ્રભયા મણ્ડયન્તીં રમામિવ || ૮।! વિલોક્ય સધ્યો’ મુમુહે દેવમાયામિવ સ્તિયમ્ | બભાષે તાં વરારોહાં ભટૈઃ કતિપયૈર્વતઃ ॥ ૯॥ તદર્શનપ્રમુદિતઃ સંનિવૃત્તપરિશ્રમઃ | પપ્રચ્છ કામસન્તમઃ પ્રહસઝ્શ્લક્ષણયા ગિરા | ૧૦। કા ત્વં કમલપત્રાક્ષિ કસ્યાસિ હૃદયજદ્ઞમે | કિવા ચિકીર્પિતં ત્વત્ર ભવત્યા નિર્જને વને | ૧૧॥। લ્યક્તં રાજન્યતનયાં વેદ્મ્યર્હ ત્વાં સુમધ્યમે | તત હિ થેતઃ પૌરવાણ્ામધમે રમતે ક્વચિત્ | ૧૨।। થુન્તવોગાય વિશ્વામિત્રાત્મજૈવાહે ત્યકતા મેનક્યા વને વેદૈતદૂ ભગવાન્ કહવો વીર કિં કરવામ તે 1 ૧૩॥ આસ્યતાં હ્યરવિન્દાક્ષ ગૃહ્યતામર્હણ ચ નઃ | ભુજ્યતાં સન્તિ નીવારા ઉષ્વતાં યદિ રોચતે ॥ ૧૪।। ડપ્યનત 6પ ઉપપન્નમિદં સુભ્રુ જાતાયાઃ કુશિકાન્વયે | સ્વયં હિ વૃણતે રાજ્ઞાં કન્યકાઃ સટશં વરમ્ | ૧૫॥ ઓમિત્યુકતે* યથાધર્મમુપયેમે શકુન્તલામ્ ! ગાન્ધર્વવિંધિના રાજા દેશકાલવિધાનવિત્ || ૧૬|| ૧ અમોઘવીર્યો રાજર્ષિ્મહિષ્યાં વીર્યમાદધે | શ્ોભૂતે સ્વપુરં યાતઃ કાલેનાસૂત સા સુતમ્ || ૧૭॥ એક વાર દુષ્યંત વનમાં પોતાના થોડા સૈનિકો સાથે શિકાર કરવા ગયેલા હતા, ત્યાં તેઓ કશ્વમુનિના આશ્રમ પર જઈ ચઢ્યા. તે આશ્રમમાં દેવમાયા જેવી એક મનોહર કન્યા બેઠી હતી. તેની સાક્ષાત્ લક્ષ્મીના જેવી અંગકાન્તિથી તે આશ્રમ ઝગમગી રહ્યો હતો. તે સુંદરીને જોતાં જ દુષ્યંત મોહિત થઈ ગયા અને તેની સાથે વાતચીત કરવા લાગ્યા. ॥ ૮-૯ || તેને જોઈને રાજાને બહુ આનંદ થયો. તેમના મનમાં કામવાસના જાગ્રત થઈ ગઈ, થોડો વિશ્રામ કર્યા પછી તેમણે ખૂબ જ મધુર શબ્દોમાં સ્મિતહાસ્ય વેરતાં તેને પૂછયું.- ॥। ૧૦ || ‘કમળ જેવાં સુંદર નેત્રોવાળી દેવી! તમે કોણ છો અને કોની પુત્રી છો? માસ કદયને પોતાના તરફ આકર્ષિત કરનાર સુંદરી! તમે આ નિર્જન વનમાં રહીને શું કરવા ઇચ્છો છો? 1૧૧ |! સુંદરી! હું સ્પષ્ટ સમજી રહ્યો છું કે તમે કોઈ ક્ષત્રિય કન્યા છો. કારશ્ન કે પુરુવંશીઓનું ચિત્ત ક્યારેય અધર્મ તરફ ઢળતું નથી. || ૧૨ || શકુંતલાએ કહ્યું - ‘તમારી વાત સાચી છે. હું વિશ્વામિત્રજીની પુત્રી છું. મેનકા અપ્સરાએ મને વનમાં છોડી દીધી હતી. આ ઘટનાના સાક્ષી છે મારું પાલન- પ્રોષણ કરવાવાળા મહર્ષિ કક્વ, વીરશિરોમણી! હું તમારી, શું સેવા કરું? [૧૩ || કમલનયન! તમે અહીં બિરાજો અને અમે જે કંઈ તમારું સ્વાગત-સત્કાર કરીએ, તેનો. સ્વીકાર કરો. આશ્રમમાં સામાનું ભોજન તૈયાર છે. તમારી ઇચ્છા હોય તો ભોજન કરો અને ઇચ્છા હોય તો અહીં રૈક્ાઈ જાઓ. [૧૪ || દુષ્યંતે કહ્યું - ‘સુંદરી! તમે કુશિકવંશમાં ઉત્પન્ન થયાં છો, તેથી આ પ્રકારનો આતિથ્ય-સત્કાર તમારા યોગ્ય જ છે. કારબ્ર કે રાજકન્યાઓ સ્વયં પોતાને યોગ્ય પતિનું વરભ્ કરી લેતી હોય છે.’ || ૧૫ || શકુંતલાની સ્વીકૃતિ મળી ગયા પછી દેશ, કાળ અને શાસ્ત્રની આશાને જાણવાવાળા રાજા દુષ્યંતે ગાંધર્વ-વિષિથી ધર્માનુસાર તેની સાથે વિવાહ કરી લીધો. || ૧૬ !| રાજર્ષિ દુપ્યન્તનું તેજ અમોઘ હતું. રાત્રિના સમથે ત્યાં રહીને દુષ્યંતે શકુંતલાનો સહવાસ કર્યો અને બીજા દિવસે સવારે તેઓ પોતાની ચજધાનીમાં ચાલ્યા ગયા. કેટલોક સમય વીતી ગયા પછી શકુંતલાએ -એક પુત્રને જન્મ આપ્યો. || ૧૭ !! ૧. ગુમુટે સલો ! ૨. કરવાણિ ! ૩. વક્તો | અ૦ ૨૦] સ નવમો સ્કન્ધ 81 કણ્વઃ કુમારસ્ય વને ચક્રે સમુચિતાઃ ક્રિયાઃ ! બદ્દધ્વા મૃગેન્દ્રાંસ્તરસા૨ ક્રીડતિસ્મ સબાલકઃ ॥ ૧૮।। તં દુરત્યયવિક્રાન્તમાદાય પ્રમદોત્તમા | હરેરંશાંશસમ્ભૂતં ભર્તુરન્તિકમાગમત્ || ૧૯॥ યદા ન જગૃહે રાજા ભાર્યાપુત્રાવનિન્દિતો । શૃણ્વતાં સર્વભૂતાનાં ખે વાગાહાશરીરિણી ।। ૨૦ માતાભસ્તા પિતુઃ પુત્રો યેન જાતઃ સ એવ સઃ | ભરસ્વપુ્રં દુષ્યન્ત માડવમંસ્થાઃશકુન્તલામ્ ।। ૨૧।। રેતોધાઃ પુત્રો નયાતિ નરદેવ યમક્ષયાત્ | ત્વં ચાસ્ય ધાતા ગર્ભસ્ય સત્યમાહ શકુન્તલા ॥ ર ૨! પિતર્યુપરતે સોડપિ ચક્રવર્તી મહાયશાઃ | મહિમા ગીયતે તસ્ય હરેરંશભુવો ભુવિ | ૨૩॥ ચક્ર દક્ષિણહસ્તેડસ્ય પદ્મકોશોડસ્ય પાદયોઃ | ઈજેમહાભિષેકેણ સોડભિષિક્તોડધિરાફવિભુઃ ।। ૨૪॥। પગ્ચપગ્ચાશતા મેધ્યર્ગ્રાયામનુ વાજિભિઃ । મામતેયં પુરોધાય યમુનાયામનુ પ્રભુઃ ॥ ર૫।। અષ્ટસપ્નતિમેધ્યાશ્ચાન્ બન્ધ પ્રદદદ્ વસુ । ભરતસ્યહિષ દોષ્યન્તેરગ્નિ:સાચીગુણે ચિતઃ | સહસં બદ્ધશો યસ્મિન્બ્રાહ્મણા ગા વિભેજિરે | ર૬॥ ત્રયસિંશચ્છતં હ્યશ્ચાન્બદધ્વા વિસ્માપયન્કૃપાન્ | દૌષ્યન્તિરત્યગાન્માયાં દેવાનાં ગુરુમાયયૌ || ૨૭! મૃગાગ્છુક્લદતઃ કૃષ્ણાન્ હિરણ્યેન પરીવૃતાન્ર્ય । અદાત્કર્મણિ મષ્ણારે? નિયુતાનિ ચતુર્દશ ॥ ૨૮॥ મહર્ષિ ક્ણ્વે આશ્રમમાં જ રાજકુમારના વિધિપૂર્વક જાતકર્મ સંસ્કાર કર્યા. તે બાળક બચપણમાં જ એટલો બળવાન હતો કે મોટા-મોટા સિંહોને બાંધી લેતો અને તેમની સાથે રમતો હતો. 1૧૮ || આ બાળક ભગવાનનો અંશાવતાર હતો. તેનું બળ- પરાક્રમ અપાર હતું. તેને પોતાની સાથે લઈને શ્રેષ્ઠ નારી શકુંતલા પોતાના પતિ પાસે ગઈ. !! ૧૯ | જ્યારે રાજા દુષ્યંતે પોતાની નિર્દોષ પત્ની અને પુત્રનો સ્વીકાર ન કર્યો ત્યારે જેનો બોલનાર દેખાતો ન હતો છતાં બધા લોકોને સંભળાય, એવી આકાશવાણી થઈ. ।। ૨૦ ।। “પુત્ર ઉત્પન્ન કરવામાં માતા તો માત્ર ધમણ જેવી છે. વાસ્તવમાં પુત્ર પિતાનો જ છે. કેમકે, પિતા જ પુત્રરૂપે ઉત્પન્ન થાય છે. તેથી દુષ્યંત! તમે શકુંતલાનો તિરસ્કાર ન કરો. પોતાના પુત્રનું ભરણ-પોષણ કરો. || ૨૧ ॥ રાજન્! વંશની વૃદ્ધિ કરનાર પુત્ર પોતાના પિતાને નરકમાંથી તારે છે. શકુંતલાનું કહેવું બિલકુલ બરાબર છે. આ બાળકના પિતા તમે જ છો.’ ॥ ૨૨ ॥ પરીક્ષિત! દુષ્યંતના મૃત્યુ પછી તે બાળક ભરત પરમ યશસ્વી ચક્રવર્તી સમ્રાટ બન્યો. તેનો જન્મ ભગવાનના અંશથી થયો હતો. આજે પ પૃથ્વી પર તેના મહિમાનું ગાન કરવામાં આવેછે. || ર૩ ॥તેના જમણા હાથમાં ચકનું ચિહૂન અને બન્ને પગમાં કમળની કળીઓના આકારની રેખાઓ હતી. મહાભિષેકની વિધિથી તેમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો, ભરતજી મહાન ભાગ્યશાળી રાજા હતા. |! ર૪ || ભરતજીએ મમતાના પુત્ર દીર્ઘતમા મુનિને પુરોહિત બનાવીને ગંગાતટ પર ગંગાસાગરથી ગંગોત્રી સુધી પંચાવન પવિત્ર અશ્ચમેધ યશો કર્યા. આ જપ્રમાણે યમુનાતટે પણ - પ્રયાગથી યમનોત્રી સુધી તેમણે ઇક્યોતેર અશ્વમેધ યજ્ઞો કર્યા. આ બધા જ યજ્ઞોમાં તેમણે અપાર સંપત્તિ દાનમાં આપી હતી. દુષ્યંતકુમાર ભરતજીએ ઉત્તમ ગુણવાળા પ્રદેશમાં “અગ્નિચયન’ નામે વૈદિક કર્મ કર્યું હતું. તે સ્થાનમાં ભરતજીએ એટલી ગાયો દાનમાં આપી હતી કે, એક હજાર બ્રાહ્મણોમાં દરેકને એક—એક બદ્વ એટલે કે તેરહજાર ચોર્યાશી ગાયો મળી હતી. || ૨૫-૨૬ ।। આ પ્રમાણે રાજા ભરતજીએ તે યજ્ઞોમાં એકસો તેત્રીસ (કુલ અશ્રમેધ પ૫ 4-૭૮
- ૧૩૩) અશ્વો બાંધીને અર્થાત્ એકસો તેત્રીસ યશ કરીને સમસ્ત રાજાઓને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ યશો દ્વારા આલલોકમાં તો રાજા ભરતજીને પરમ યશ મળ્યો જ, પરંતુ છેવટે તેમણે માયા ઉપર પણ વિજય પ્રાપ્ત કરી લીધો અને દેવતાઓના પરમગુરુભગવાન શ્રીહરિને પ્રાપ્ત કરી લીધા. ॥ ૨૭ ॥યજ્ઞમાં એકકર્મ હોય છે ‘મષ્ણાર.’ તેમાં ભરતજીએ સુવર્ણથી વિભૂષિત, ય. કુમારસ્થ લને ચકે સર્વાઃ સમુદિતાઃ ક્રિયાઃ । ૨. મૃગેનદ્ર તરસા કીડતે સ ચ બાલકઃ 1 ૩. ત્ડવિરાડ્ ! ૪. ગડ્ગાતોય ! પ. તુ ! ૬. પરિષ્કૃતાન્ ! ક. કત્તારે। કટ શ્રીમદભાગવત [અ૦ ૨૦ ભરતસ્ય મહત્કર્મ ન પૂર્વે નાપરે નૃપાઃ । નૈવાપુર્વ પ્રાપ્સ્યન્તિ બાહુભ્યાં ત્રિદિવં યથા ॥ ૨૯॥ કિરાતહૂણાન્ યવનાનત્ધ્ાન્ કક્રાન્ ખશાગ્છકાન્ । અબ્રભ્મધ્યાન્તૃપાંશ્ાહન્ મ્લેચ્છાન્ દિગ્વિજયેડખિલાન્ | ૩૦॥ જિત્વાપુરાડસુરા દેવાન્ ષે રસૌકાંસિ ભેજિરે | દૈવસ્તિયો રસાં નીતાઃ પ્રાણિભિઃ પુનરાહરત્ | ૩૧।॥। સર્વકામાન્ દુદુહતુઃ પ્રજાનાં તસ્ય રોદસી | સમાસિણવસાહસ્રીદિક્ષુ ચક્રમવર્તયત્ । ૩૨॥। સસપ્રાડ્લોકપાલાખ્યમૈશ્ચર્યમધિરાટ્ શ્રિયમ્ | ચકં ચાસ્ખલિતં પ્રાણાન્’ મૃષેત્યુપરરામ હ ॥ ૩૩।। તસ્યાસન્તૃપચે વૈદર્ભ્યઃપત્યસ્તિસઃ સુસમ્મતાઃ | જધ્તુસ્યાગભયાત્યુત્રાન્નાનુરૂપા ઇતીરિતે || ૩૪॥ તસ્ધૈવં વિતથે વંશે તદર્થ યજતઃ સુતમ્ | મરુત્તોમેત મરતો ભરદ્ાજમુપાદદુઃ || ૩૫॥ અન્તર્વત્યાં ભ્રાતૃપત્ન્યાં મૈથુનાય બૃહસ્પતિઃ | પ્રવૃત્તો વારિતો ગર્ભ શપ્ત્વા વીર્યમવાસૂજત્ | ૩૬॥ તં ત્યકતુકામાં મમતાં ભર્તૃત્યાગવિશક્િતામ્ ! નામનિર્વચનં તસ્ય શ્લોકમેનં* સુરા જગુઃ | ૩૭॥ મૂઢે ભર દ્રાજમિમં ભર દ્વાજં બૃહસ્પતે | યાતૌ યદુક્ત્વા પિતરૈ ભરદ્વાજસ્તતસત્વયમ્ || ૩૮॥ શ્વેત દાંતવાળા તથા કાળા રંગના ચૌદ લાખ હાથી દાનમાં આપ્યા હતા. !! ૨૮ || ભરતજીએ જે મહાન કર્મ કર્યુ, તેવું, ન તો કોઈ રાજા પહેલાં કરી શક્યો હતો અને ન ભવિષ્યમાં કરી શકશે. શું કોઈ ક્યારેય હાથ વડે અર્થાત્ પુણ્ય કર્યા વિના સ્વર્ગને અડકી શકે છે? || ૨૯ || ભરતજીએ દિગ્વિજયના સમયે કિરાત, હૃજ્ઞ, યવન, અનક, કક, ખશ, શક, અને મ્લેચ્છ વગેરે સઘળા બ્રાહ્મણદ્રોહી રાજાઓને મારી નાખ્યા. | ૩૦ ॥ પૂર્વકાળમાં બળવાન અસુરોએ દેવતાઓ પર વિજય પ્રાપ્ત કરી લીધો હતો અને તેઓ રસાતળમાં રહેવા લાગ્યા હતા. તે સમયે. તેઓ ઘણી બધી દેવાંગનાઓને રસાતળમાં લઈ ગયા હતા. ચજા ભરતજી તેમને પાછા લઈ આવ્યા. | ૩૧ | તેમના રાજ્યમાં પૃધ્વી અને આકાશ પ્રજાની બધી જ જરૂરીયાતો પૂરી કરી દેતાં હતાં, ભરતજીએ સત્તાવીશ હજાર વર્ષ સુધી સમસ્ત દિશાઓનું એકછત્ર શાસન કર્યું. । ૩૨ ॥ અંતમાં સાર્વભૌમ સમ્રાટ ભરતજીએ એ જ નિશ્ચય કર્યો કે, લોકપાલોને પણ ચકિત કરી નાંખનારું એશ્ર્ય, સાર્વભૌમ સંપત્તિ, અખંડ શાસન અને આ જીવન પણ મિથ્યા જ છે. આવો નિશ્ચય કરીને તેઓ સંસારથી વિરક્ત થઈ ગયા. | ૩૩ |! પરીક્ષિત! વિદર્ભરાજની ત્રણ કન્યાઓ સમ્રાટ ભરતની યત્નીઓ હતી. તેમનો ભરતજી ખૂબ આદર કરતા હતા. પરંતુ ભરતજીએ જ્યારે તેમને કહી દીધું કે તમારા પુત્રો મારા જેવા નથી, ત્યારે તે ડરી ગઈ કે, ક્યાંક સમ્રાટ અમારો ત્યાગ ન કરી દે. તેથી તેમશે પોતાના પુત્રોને મારી નાંખ્યા. ॥ ૩૪ | આ પ્રમાશ સમ્રાટ ભરતનો વંશ વિતથ અર્થાત્ વિચ્છિન્ન થવા લાગ્યો ત્યારે તેમણે સંતાન માટે “મરુત્સ્તોમ’ નામનો યજ્ઞ કર્યો, આનાથી મરુદ્ગણોએ પ્રસન્ન થઈને ભરતજીને ભરદ્વાજ નામનોપુત્ર આપ્યો. !! ૩૫ ॥ભરદ્વાજની ઉત્પત્તિનો પ્રસંગઆ પ્રમાશે છે કે, એકવાર બૃહસ્પતિજીએ પોતાના ભાઈ ઉતથ્યની ગર્ભવતી પત્ની સાથે સહવાસ કરવાની ઇચ્છા કરી. તે સમયે ગર્ભમાં જેબાળક (દીર્ઘતમા) હતો, તેબ્રે બૃહસ્પતિને આમ કરતાં રોક્યા. પરંતુ બૃહસ્પતિજીએ તેની વાત પર ધ્યાન ન આપ્યું અને તેને ‘તું આંધળો થઈ જા.’ આવો શાપ આપીને ગર્ભાધાન કરી દીધું, | ૩૬ ॥ ઉતથ્યની પત્ની મમતા આ વાતથી ડરી ગઈ કે ક્યાંક મારા પતિ મારો ત્યાગ ન કરી દે. તેથી તેણે બૃહસ્પતિજી દ્વારાથનારાબાળકનો ત્યાગ કરવા ઇચ્છું. તે સમયે દેવતાઓએ ગર્ભસ્થ શિશુના નામનું નિર્વચન કરતાં આ પ્રમાણે. આ! ૩૭ | બૃહસ્પતિજી કહે છે કે - “અરે મમતા! આ મારો ઔરસ અને મારા ભાઈનો ક્ષેત્રજ - આ પ્રમાણે બન્નેનો પુત્ર (દાજ) છે; તેથી તું ડરીશ નહીં, આનું ભરણ-પોષણ કર.’ ત્યારે મમતાએ. કહ્યું - ‘બૃહસ્પતિ! આ મારા પતિનો નહીં, આપણા બન્નેનો પુત્ર છે, તેથી તમે જ એનું ભરણ-પોષણ કરો.’ આ પ્રમાણે પરસ્પર વિવાદ કરતાં એક-બીજાને “ભરદ્વાજ-ભરહ્ા્જ’ (તમે તેનું પોષણ કરો - તમે તેનું પોષણ કરો) આ પ્રમાયે કહેવાથી તે બાળકનું નામ “ભરદ્વાજ’ થયું. || ૩૮ || ૧. પુંસાં । ૨. ત્મપિ | ૩. તમે! અ૦ ૨૧] નવમો સ્કન્ધ 83 ચોદ્યમાના સુરેરેવં મત્વા વિતથમાત્મજમ્ | વ્યસૃજન્મરુતોડબિભ્રન્ દત્તોડયં વિતથેડન્વયે !|। ૩૯॥ દેવતાઓ દ્વારા નામનું આવું નિર્વચન કરવા છતાં પણ મમતા એવું જ સમજી કે મારો આ પુત્ર વિતથ અર્થાત્ અન્યાયથી પેદા થયો છે. તેથી તેણે એ બાળકને છોડી દીધો. હવે મરુદ્ગણોએ તેનું પાલન કર્યું,અને જ્યારે રાજા ભરતનો વંશ નષ્ટથવા લાગ્યો ત્યારે તેને લાવીને તેમને આપી દીધો. આ જ વિતથ (ભરહાજ) ભરતનો દત્તકપુત્ર થયો. ॥ ૩૯ ॥ —#— ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાન્ધે પારમહંસ્યાં સંહિતાયાં તવમસ્કન્ધે વિંશોડધ્યાયઃ || ૨૦॥ નવમાં ર્સ્કંધ-અંતર્ગત વીસમો અધ્યાય સમાપ્ત.