સોળમો અધ્યાય ધર્મ અને પૃથ્વીનો સંવાદ સૂતજી કહે છે - હે શૌનકજી ! પાંડવોના મહાપ્રયાણ પછી ભગવાનના પરમ ભક્ત રાજા પરીક્ષિત શ્રેષ્ઠ બ્રાહ્મણોના ઉપદેશ મુજબ પૃથ્વીનું શાસન કરતા હતા. તેમના જન્મ- સમથે જ્યોતિષીઓએ તેમના વિશે જે કંઈ કહ્યું હતું તે બધા જ મહાન ગુણો વાસ્તવમાં તેમનામાં વિમાન હતા. (૧) તેમણે ઉત્તરની પુત્રી ઇરાવતી સાથે લગ્ન કર્યુ, તેનાથી તેમને જનમેજય વગેરે ચાર પુત્રો જન્મ્યા. (૨) તથા કૃપાચાર્યને આચાર્ય બનાવીને તેમણે ગંગાકિનારે ત્રણ અશ્ચમેધ યજ્ઞો કર્યા, જેમાં બ્રાહ્મલરોને પુષ્કળ દક્ષિણા આપવામાં આવી. તે યજ્ઞોમાં દેવતાઓએ પ્રત્યક્ષ રૂપે પ્રગટ થઈને પોતાનો ભાગ ગ્રહબ્ર કર્યો હતો. (૩) ૧. પ્રા. પા. - ત્સત્તવાર્થાઃ। ર. પ્રા. પા. - વ્ગતયો | ૩. ‘ત્રાક્ષિગોચરાઃ’ સુધો પાઠ નથી. ગ્રા. પા. - દેહમાત્મનઃ | ૪, પ્રાચીન પ્રતમાં ‘શારક્રતં’થી માંને. 108 શ્રીમદભાગવત [અ૦૧૬ નિજગ્રાહૌજસા વીરઃ કલિં દિગ્વિજયે ક્વચિત્ | નૃપલિદ્નધરં શૂદ્ર ઘનન્તં ગોમિથુનં પદા 1૪॥ થૌન્ક ઉવાચ કસ્ય હેતોર્નિજગ્રાહ કલિં દિગ્વિજયે નૃપઃ | નૃદેવચિદ્ધધૃક્ શૂદ્રકોડસૌ ગાં યઃ પદાડહનત્ ! તત્કથ્યતાં મહાભાગ યદિ ‘કૃષ્ણકથાશ્રયમ્ | ૫।। અથવાડસ્ય પદામ્ભોજમકરન્દલિહાં સતામ્ | કિમન્યૈરસદાલાપૈરાયુષો યદસદ્્યયઃ || ૬॥ ક્ષુદ્રાયુષાં નૃણામક્ન મર્ત્યાનામૃતમિચ્છતામ્ ઇહોપહૂતો ભગવાન્ મૃત્યુઃ શામિત્રકર્મણિ | ૭।। ન કશ્ચિન્મ્રિયતે તાવદ્ યાવદાસ્ત ઇહાન્તકઃ | એતદર્થ હિ ભગવાનાહૂતઃ૨ પરમર્ષિભિઃ । અહો નૃલોકે પીયેત હરિલીલામૃતં વચઃ | ૮॥ મન્દસ્ય મન્દપ્રજ્ઞસ્ય વયો મન્દાયુષશ્ચ વૈ | નિદ્રયા દ્વિયતે નક્તં દિવા ચ વ્યર્થકર્મભિઃ ॥ ૯॥ સૂત ઉવાચ યદા પરીક્ષિત કુરુજાન્રલેડવસત્ કલિં પ્રવિષ્ટું નિજચક્રવર્તિતે ! નિશમ્ય વાર્તામનતિપ્રિયાં તતઃ શરાસનં સંયુગશૌશ્ડિરાદદે* । ૧૦॥ સ્વલડ્કુતં શ્યામતુરક્રયોજિતં રથ મૃગેન્દ્રધ્વજમાશ્રિતઃ પુરાત્ । વૃતો રથાશ્ચદ્રિપપત્તિયુક્તયા સ્વસેનયા દિગ્વિજયાય નિર્ગતઃ । ૧૧॥ ભદ્રાશ્ચ કેતુમાલં ચ ભારતં ચોત્તરાન્ કુરૂન્ ! કિમ્પુરુષાદીનિ વર્ષાણિ વિજિત્ય જગૃહે બલિમ્ || ૧૨।। તત્ર તત્રોપશ્રૃણ્વાનઃ સ્વપૂર્વેષાં મહાત્મનામ્ ! પ્રગીયમાણં”ચયશઃકૃષ્ણમાહાત્મ્યસૂચકમ્ || ૧૩ એક વાર દિગ્વિજય કરતી વખતે તેમણે જોયું કે શૂદ્રના રૂપમાં કળિયુગ રાજાનો વેશ ધારણ કરીને એક ગાય અને બળદની જોડને ઠોકરો મારી રહ્યો છે. ત્યારે તેમણે તેને બળપૂર્વક પકડીને દંડ આપ્યો. (૪) શૌનક્જીએ પૂછ્યું - હે મહાભાગ્યવાન સૂતજી! દિગ્લિજય વખતે મહારાજ પરીકિતે કળિયુગને દંડ આપીને જ કેમ છોડી મૂક્યો - મારી કેમ ન નાખ્યો? કારણ કે રાજાનો વેશ ધારણ કરવા છતાં પણ તે હતો તો અધમ શુદ્ર જ, કે જેણે ગાયને. લાતોથી મારી હતી. જો આ પ્રસંગ ભગવાન શ્રીકૃષ્ણની લીલા સાથે અથવા તેમનાં ચરણકમળોના મકરંદ-રસનું પાન કરનારા રસિક મહાનુભાવો સાથે સંબંધ ધરાવતો હોય તો અવશ્ય કહો. બીજી વ્યર્થ વાતોથી શો લાભ? એવી વાતોમાં તો આયુષ્ય વર્થ નષ્ટથાય છે. (૫-૬) પ્રિય સૂતજી! જે લોકો ઇચ્છે છે તો મોક્ષ, પરંતુ અલ્પાયુ હોવાને કારણે મૃત્યુગ્રસ્ત બની રહ્યાં છે તેમના કલ્યાણ માટે ભગવાન યમનું આવાહન કરીને તેમને અહીં શાંતિકર્મમાં નિયુક્ત કરી દેવામાં આવ્યા છે. (૭) જ્યાં સુધી થમરાજ અહીં આ કર્મમાં નિયુક્ત છે ત્યાં સુધી કોઈનું મૃત્યુ થશે નહીં. મનુષ્યલોકના મૃત્યુગ્રસ્ત જીવો પણ ભગવાનની અમૃતતુલ્ય લીલા-કથાનું પાન કરી શકે એટલા માટે મહર્પિઓએ ભગવાન યમને અહીંબોલાવ્યા છે. (૮) એક તો થોડું આયુષ્ય અને બીજું ઓછી સમજ! આવી અવસ્થામાં સંસારના મંદભાગ્ય વિષયી પુરુષોનું આયુષ્ય વ્યર્થ વીતતું જઈ રહયું છે - ઊંધમાં રાત અને વ્યર્થ કામોમાં દિવસ! (૯) સૂતજીએ ક્યું - જે સમયે રાજા પરીક્ષિત કુર્જાંગલ દેશમાં સપ્રાટરૂપે નિવાસ કરતા હતા, તે સમયે તેમણે સાંભળ્યું, કે મારી સેના દ્વારા સુરક્ષિત સામ્રાજ્યમાં કળિયુગનો પ્રવેશ થઈ ગયો છે. આવી અપ્રિય ઘટના સાંભળીને પણ “યુદ્ધનો અવસર તો મળી ગયો’ એવું વિચારીને તેઓ દુઃખી ન થયા. ત્યારબાદ યુદ્ધવીર પરીક્ષિતે ધનુષ્ય હાથમાં લીધું. (૧૦) તેઓ શ્યામવર્ણી ઘોડાઓથી જોતરેલા, સિંહ-ચિદ્રિત ધજાવાળા સુસજ્જિત રથ પર સવાર થઈને દિગ્વિજય કરવા માટે નગરમાંથી બહાર નીકળી પડ્યા. તે સમયે રથ, હાથી, ઘોડા અને પાયદળ આ ત્રમાણે ચતુરંગિણી સેના તેમની સાથે-સાથે. ચાલી રહી હતી. (૧૧) તેમણે ભદ્રાશ્વ, કેતુમાલ, ભારત, ઉત્તરકુરુ, કિંપુરુષ વગેરે ખંડોને જીતીને ત્યાંના રાજાઓ પાસેથી ભેટો લીધી. (૧૨) તેમને તે રાષ્ટ્રોમાં સર્વત્ર પોતાના પૂર્વજ મહાત્માઓનો સુષશ સાંભળવા મળ્યો. તે યશોગાનથી ડગલે નૈપગલે ભગવાન શ્રીકૃષ્શ્નનો મહિમા પ્રગટ થતો હતો. (૧૩) ૧. પ્રા. પા. - વિષ્ણુન! ૨. પ્રા. પા. - ભગવાનુપહૂતો પુરતઃ। પ. પ્રા. પા. - ત્સુયનમ્ મહર્ષિભિ:1 ૩. શૌણ્ડ આદદે | ૪. પ્રા. પા. - ગીયમાનં ચ અ૦૧૬] પહેલો સ્કન્ધ 109 આત્માનંચ પરિત્રાતમશ્ચત્થામ્નોડસ્રતેજસઃ । સ્નેહં ચ વૃષ્ણિપાર્થાનાં તેષાં ભક્તિં ચ કેશવે | ૧૪॥। તેભ્યઃ પરમસત્તુષ્ટઃ પ્રીત્યુજ્જૃમ્મિતલોચઃ મહાધનાનિ વાસાંસિ દદૌ હારાન્ મહામ સારથ્યપારષદસેવનસખ્યદૌત્ય- વીરાસનાનુગમનસ્તવનપ્રણામાન્ | સ્નિગ્ધેષુ પાણ્ડુષુ જગત્પ્રણતિં ચ૧ વિષ્ણો- ર્ભક્તિં કરોતિ નૃપતિશ્ચરણારવિન્દે ।। ૧૬।। તસ્થૈવં વર્તમાનસ્ય પૂર્વેષાં વૃત્તિમન્વહમ્ | નાતિદ્રે કિલાશ્ચર્ય યદાસીત્ તન્ઞિબોધ મે || ૧૭।। ધર્મઃ પદૈકેન ચરન્ વિચ્છાયામુપલભ્ય ગામ્ | પૃચ્છતિ સ્માશ્રુવદનાં વિવત્સામિવ માતરમ્ || ૧૮।। કર્મ વાયર કચ્ચિદ્રદ્ેડનામયમાત્મનસ્તે વિચ્છાયાસિ મ્લાયતેષન્મુખેન । આલક્ષયે ભવતીમત્તરાર્ધિ દૂરે બન્ધું શોચસિ કગ્ચનામ્બ । ૧૯॥। પાદૈર્ન્ય્નંરૈ શોચસિ મૈકપાદ- માત્માનં* વા વૃષલૈભોક્યમાણમ્ | આહો સુરાદીન્ હતયશભાગાન્ પ્રજા ઉતસ્વિન્મઘવત્યવર્ષતિ । ૨૦॥ અરક્ષ્યમાણાઃ સ્ત્રિય ઉર્વિ બાલાન્ શોચસ્યથો પુરુષાદૈરિવાર્તાન્ | દેવીં બ્રહ્મકુલે કુકર્મ- ણ્યબ્રહ્મણ્યે રાજકુલે કુલાગ્રયાન્ ।। ૨૧॥। વાચં આની સાથે જ તેમને એ પબ્ર સાંભળવા મળતું હતું કે ભગવાન શ્રીકૃષ્ણે એમનું અશ્વ્યામાના બ્રહમાસની જ્વાળામાંથી કેવી રીતે રક્ષણ કર્યુ હતું, થદુવંશીઓ અને પાંડવોમાં કેટલો, ધં કેટલી ભક્તિ મને આ ચરિત્રો સંભળાવતા તેમના પર મહામના રાજા પરીક્ષિત ઘણા પ્રસન્ન થતા હતા; તેમનાં નેત્રો પ્રેમથી ખીલી ઊઠતાં હતાં; તેઓ અત્યંત ઉદારતાપૂર્વક તેમને બહુમૂલ્ય વસ્રો અને મણિઓના હાર ઉપહારરૂપે આપતા હતા. (૧૫) તેઓ સાંભળતા કે ભગવાન શ્રીકૃષ્દે પ્રેમ-પરવશ થઈને પાંડવોના સારથિનું કામ કર્યું, તેમના સભાસદ બન્યા, અરે, ત્યાં સુધી કે તેમની ઇચ્છા અનુસાર કામ કરીને તેમની સેવા પણ કરી; તેમના મિત્ર તો હતા જ, દૂત પણ બન્યા; તેઓ રાત્રે શસ્ત્ર લઈને વીરાસનમાં બેસી જતા અને છાવણીનો પહેરો ભરતા હતા, તેમની પાછળ- પાછળ ચાલતા હતા, સ્તુતિ કરતા હતા તથા પ્રજ્નામ કરતા હતા; એટલું જ નહીં, પોતાના પ્રેમી પાંડવોનાં ચરોમાં તેમણે આખા જગતને નમાવી દીધું હતું. આવી આનંદદાયક વાતો સાંભળીને પરીક્ષિતની ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણકમળો પ્રત્પેની ભક્તિ વિશેષ વધી જતી હતી. (૧૬) આ રીતે તેઓ રોજેરોજ પાંડવોના આચરણનું અનુકરબ્ર કરતા રહીને દિગ્વિજય કરી રહ્યા હતા. તે દિવસોમાં તેમની છાવણીથી થોડેક જ દૂર એક આશ્ચર્યજનક બનાવ બન્યો. તે હે શૌનકાદિ કપિઓ! હું તમને સંભળાવું છું. (૧૭) ધર્મ વૃષભ (બળદ)નું રૂપ ધારણ કરીને એક પગે ભમી રહ્યો હતો. એક સ્થળે તેને ગાયના રૂપમાં પૃથ્વીનો ભેટો થયો. પુત્રના મૃત્યુથી દુઃખી માતાની જેમ તેની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં, તેનું શરીર તેજહીન થઈ ગયું હતું. ધર્મે પૃથ્વીને પૂછ્યું. (૧૮) ધર્મે કહ્યું - હે કલ્યાણી! કુશળ તો છે ને? તારું મુખ થોડુંક મ્લાન થઈ રહ્યું છે, તું તેજહીન બની રહી છે; લાગે છે કે તારા હૃદયમાં કંઈ ને કંઈ દુઃખ જરૂર છે. શું તારું કોઈ સંબંધી દૂરના દેશમાં ચાલ્યું ગયું છે, કે જેના માટે તું આટલી ચિંતા કરી રહી છે? (૧૯) ક્યાંક તું મારી તો ચિંતા નથી કરી રહી ને, કે આના ત્રણ પગ તૂટી ગયા છે અને હવે એક જ પગ રહેવા પામ્યો છે? સંભવ છે કે તું પોતાના માટે શોક કરી રહી હોય કે હવે શુદ્રો તારા પર શાસન કરશે. તને તે દેવતાઓ માટે પણ ખેદ થવાનું શક્ય છે કે જેમને હવે યજ્ઞોમાં આહુતિ આપવામાં આવતી નથી અથવા તે પ્રજા માટે પણ ખેદ થતો હોય કે જે વર્ષા નહીં થવાને કારણે દુકાળ અને ભૂખમરાથી પીડિત થઈ રહી છે. (૨૦) હે દેવી! શું તું રાક્ષસ જેવા મનુષ્યો વડે સતાવવામાં આવેલી અરક્ષિત સ્રીઓ માટે તથા દુઃખાર્ત ૧. પ્રા. પા. - સ્મ ! ૨. પ્રાચીન પ્રતમાં “ધર્મ ઉવાચ’ નથી. ૩. પ્રા. પા. - પાદન્યુનં । ૪. પ્રા. પા. - યુતાત્માનં વૃષ ! 110 શ્રીમદભાગવત [અ૦૧૬ કિં ક્ષત્રબન્ધૂન્ કલિનોપસૃષ્ટાન્ રાષ્ટ્રારણિ વા તૈરવરોપિતાનિ | વાશનપાનવાસઃ5 સ્નાનવ્યવાયોન્મુખજીવલોકમ્ ૨૨॥ ઇતસ્તતો યદ્ામ્બ તે ભૂરિભરાવતાર- કૃતાવતારસ્ય હરેર્ધરિત્રિ | અત્તર્હિતસ્ય સ્મરતી વિસૃષ્ટા કર્માણિ નિર્વાણવિલમ્બિતાનિ ॥ ૨૩॥ ઇદં મમાચક્ષ્વ તવાધિમૂલ વસુન્ધરે યેન વિકર્શિતાસિ | કાલેન વા તે બલિનાં બલીયસા સુરાર્ચિતં કિં હતમમ્બ સૌભગમ્ | ૨૪॥। રક્યુવાચર ભવાન” હિ વેદ તત્સર્વયન્માં ધર્માનુપૃચ્છસિ | ચતુર્ભિ્વ્તસે યેન પાટૈર્લોકસુખાવહેઃ || ૨૫॥ સત્યંશૌચંદયા ક્ષાન્તિસ્ત્યાગઃ* સન્તોષ આર્જવમ્ । શમોદમસ્તપઃસામ્યંતિતિક્ષોપરતિઃશ્રુતમ્ ॥ ર૬॥ જ્ઞાનં વિરક્તિરેશ્ર્ય શૌર્ય તેજો બલં સ્મૃતિઃ । સ્વાતન્ત્યં કૌશલં કાન્તિર્ધર્ય* માર્દવમેવ ચ | ૨૭॥ પ્રાગલ્ભ્યંપ્રશ્રયઃશીલં સહ ઓજોબલં ભગઃ / ગામ્ભીર્યસ્થૈર્યમાસ્તિક્યં કીર્તિર્માનોડનહડ્કૃતિઃ ॥ ર૮ એતે?ચાન્યેચ ભગવત્ઞિત્યા યત્ર મહાગુણાઃ | પ્રાર્થયા મહત્ત્વમિચ્છદ્ધિ્ન વિયન્તિ સ્મ કર્હિચિત્ || ૨૯! તેનાં ગુણપાત્રેણ શ્રીનિવાસેન સામ્પ્રતમ્ । શોચામિ રહિતં લોકં પાપ્મના કલિનેક્ષિતમ્ |! ૩૦॥ આત્માનં ચાનુશોચામિ ભવત્તં ચામરોત્તમમ્ | દેવાન્ પિતૃનૃષીન્ સાધૂન્ સર્વાન્ વર્ણાસ્તથાડડશ્રમાન્ | ૩૧॥ બાળકો માટે શોક કરી રહી છે? વિલા હવે કુકર્મ બ્રાહ્મજ્રોના સકંજામાં પડી ગઈ છે અને બ્રાહ્મણો વિષ્રદ્રોડી રાજાઓની સેવા કરવા લાગ્યા છે; સંભવ છે, એનું તને દુઃખ હોય. (૨૧). આજના નામ-માત્રના રાજાઓ તો સંપૂર્ણપણે કળિયુગી થઈ ગયા છે, તેમણે મોટા-મોટા દેશોને પણ ઉજ્જડ કરી નાખ્યા છે. શું તું તે રજાઓ અથવા તે દેશો માટે શોક કરી રહી છે? આજની પ્રજા ખાણી-પી્રી, વસ્ર, સ્નાન, સ્રી-સહવાસ વગે શાસ્ોક્ત નિયમોનું પાલન નહીં કરતાં સ્વેચ્છાચાર પ્રમાણે તેમાં જ રત રહે છે, શું તું એ માટે દુઃખી છે? (૨૨) મા કૃથ્વી! હવે સમજમાં આવ્યું; હોય ન હોય, તને ભગવાન શ્રીકૃષ્નું. સ્મરણ થઈ રહ્યું હશે; કારણ કે તેમણે તારો ભાર ઉતારવા માટે જ અવતાર લીધો હતો અને એવી લીલાઓ કરી હતી કે જે મોક્ષનું પણ અવલંબન છે. તેમણે હવે લીલાઓ સમેટી લીધી હોવાથી, તેમના પરિત્યાગથી તું દુઃખી થઈ રહી છે? (૨૩) હે વસુંધરા! તારા ક્લેશનું કારણ શું છે તે જણાવ, જેથી તું આટલી દુર્બળ થઈ ગઈ છે. હે દેવી! શું બળવાનોમાં બલવાન એવા કાળે તારા એ સૌભાગ્મનું હરણ તો નથી કર્યું કે જે ભગવાનના ચરણોથી અલંકૃત તારા સૌભાગ્યને જોઈને દેવતાલોક પબ્ર તારી પૂજા કરતા હતા. (૨૪) પૃથ્વીએ કહ્યું - હે ધર્મ! તમે મને જે કંઈ પૂછી રહ્યા છો તેબધું તમે સ્વયં જાણો છો. જે ભગવાનના આશ્રયે તમે સમસ્ત સંસારને સુખ આપનારા પોતાનાં ચારે ચરણોથી વુક્ત હતા, જેમનામાં સત્ય, પવિત્રતા, દયા, ક્ષમા, ત્યાગ, સંતોષ, સરળતા, શમ, દમ, તપ, સમતા, તિતિક્ષા, ઉપરતિ, શાસ્રવિચાર, જ્ઞાન, વૈરાગ્ય, એશ્વર્ય, વીરતા, તેજ, બળ, સ્મૃતિ, સ્વતંત્રતા, કૌશલ, કાન્તિ, ંર્ય, કોમળતા, નિર્ભકકતા, વિનય, શીલ, સાહસ, ઉત્સાડ, બળ, સૌભાગ્ય, ગંભીરતા, સ્થિરતા, આસ્તિકતા, કીર્તિ, ગૌરવ અને નિરહંકારપણું - આ ઓગણચાલીસ દિવ્ય ગુણો તથા મહત્તવાકાંથી મનુષ્યો વડે વાંછનીય (શરબ્રાગત- વત્સલતા વગેરે) બીજા પણ ઘણાબધા મહાન ગુણો તેમની સેવા કરવા માટે નિત્ધ-નિરંતર નિવાસ કરે છે, એક ક્ષણ માટે પણ તેમનાથી અલગ થતા નથી - તે સમસ્ત ગુ્નોના આશ્રયભૂત, સૉંદર્યધામ ભગવાન શ્રીકૃષ્ણે આ સમયે આ લોકમાંથી પોતાની લીલાઓ સમેટી લીધી અને આ સંસાર પાપમય કળિયુગની કુદષ્ટિનો શિકાર થઈ ગયો છે. આ જ જોઈને મને ઘણો શોક થઈ, રહ્યો છે. (૨૫-૩૦) પોતાના માટે, દેવતાઓમાં શ્રેષ્ઠ એવા તમારા માટે, દેવત!, પિતૃઓ, ત્%પિઓ, સાધુઓ અને સમસ્ત વર્ણો તથા આશ્રમોના મનુષ્યો માટે હું શોકગ્રસ્ત થઈ રહી છું.
- પ્રા. પા. - વાસના ઉત ભવાન | ૨. પ્રા. પા. ધરોવાચ | ૩. પ્રા. પા. - ભવાનેવ હિ તહ્ેદ યન્માં | ૪. પ્રા. પા. - દરન ત્યાગ: | ૫. પ્રા. પા. - મૃતિઃ! ૬. પા. પા. - કાન્તિ: સૌભાગ્ય માર્દવ શમા | ૭. પ્રા. પા. - ઇકે! અ૦૧૭] પહેલો સ્કન્ધ 111 બ્રહ્માદયો બહુતિથંપ યદપાક્રમોક્ષ- કામાસ્તપઃ* સમચરત્ ભગવત્પ્રપન્નાઃ 1 સા શ્રીઃ સ્વવાસમરવિન્દવનં વિહાય યત્પાદસભગમલં ભજતેડનુરક્તા | ૩૨ તસ્યાહમબ્જકુલિશાકુશકેતુકેતેઃ શ્રીમત્પદેર્ભગવતઃ સમલડકુતાદ્ડી | ત્રીનત્યરોચ ઉપલભ્ય તતો વિભૂતિ* લોકાન્ સ માં વ્યસૃજદુત્સ્મયતીં તદન્તે ॥ ૩૩॥ યો વૈ મમાતિભરમાસુરવંશરાજ્ઞા- મક્ષોહિણીશતમપાનુદદાત્મતન્ત્રઃ ! ત્વાં દુઃસ્થમૂનપદમાત્મનિ પૌરુષેણ સમ્પાદયન્ યદુષુ રમ્યમબિભ્રદદ્ઞમ્ । ૩૪॥। કા વા સહેત વિરહં પુરુષોત્તમસ્ય પ્રેમાવલોકરુચિરસ્મિતવલ્ગુજલ્પૈઃ । સમાનમહરન્મધુમાનિનીનાં રોમોત્સવો મમ યદડધ્રિવિટફિતાયાઃ | ૩૫॥। સ્થૈર્ય તયોરેવં કથયતોઃ પૃથિવીધર્મયોસ્તદા | પરીક્ષિન્ઞામ રાજર્ષિઃપ્રાપ્તઃપ્રાચી સરસ્વતીમ્ | ૩૬।। (૩૧) જેમની કૃપાદષ્ટિ મેળવવા માટે બ્રહ્મા વગેરે દેવતાઓ ભગવાનના શરણાગત થઈને ઘણા દિવસો સુધી તપ કરતા રહ્યા તે જ લક્ષ્મીજી પોતાના કમળવનના નિવાસસ્થાનનો પરિત્યાગ કરીને ખૂબ પ્રેમથી જેમનાં ચરણકમળોની સુભગ ઇત્રછાયાનું સેવન કરે છે તે જ ભગવાનનાં કમળ, વજ, અંકુશ, ધજા વગેરે ચિહ્ોથી યુક્ત શ્રીચરણોથી વિભૂષિત થવાને કારણે મને મહાન વૈભવ પ્રાપ્ત થયો હતો અને મારી શોભા ત્રણે લોક કરતાં વધી ગઈ હતી; પરંતુ મારા સૌભાગ્યનો હવે અંત આવી ગયો! ભગવાને મુજ અભાગણીને ત્યજી દીધી! લાગે છે કે મને પોતાના સૌભાગ્ય પર ગર્વ થઈ ગયો હતો તેથી તેમણે મને આ સજા કરી છે. (૩૨-૩૩) જે અસુર રાજાઓના સમુદાયોની સેના સેંકડો અક્ષોહિલ્રીમાં હતી, જે મુજ પૃથ્વી માટે અત્યંત ભારરૂપ હતી તે ભારને પોતાની ઇચ્છાથી જ શ્રીકૃષ્ણે ઉતારી નાખ્યો અને એમણે અવતાર લીધો એ પહેલાં તમારી દુઃખદ સ્થિતિ જોઈએ તમારા પગ જે ઓછા થઈ ગયા હતા તેને તેમણે પોતાના જ પરાક્રમથી પોતાનામાં તમને ચારે પગથી પૂર્ણ કર્યા અને યદુવંશમાં અત્યંત રમણીય શ્યામસુંદર વિગ્રહથી તેઓ પ્રગટ થયા. (૩૪) જેમણે પોતાની પ્રેમભરી દષ્ટિ, મનોહર સ્મિત અને મીઠી-મીઠી વાતોથી સત્યભામા વગેરે જેમને પોતાની સુંદરતાનો ગર્વ હતો તે ગર્વને છીનવી લીધો અને તેઓ એવું માનતી હતી કે, અમે જે રીતે ભગવાન સાથે પ્રેમ કરીએ છીએ તેવી રીતે ભગવાન પણ અમારી સાથે પ્રેમ કરે છે એવો જે પ્રેમની સમાનતાનો ગર્વ હતો તેને પણ છીનવી લીધો. અને જેમનાં ચરણકમળોના સ્પર્શથી હું નિરંતર આનંદથી પુલકિત રહેતી હતી તે પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણનો વિરહ ભલા, કોણ સહી શકે? (૩૫) ધર્મ અને પૃથ્વી આ પ્રમાણે પરસ્પર વાતચીત કરી રહ્યાં હતાં, બરાબર તે જ સમયે રાજર્ષિ પરીક્ષિત પૂર્વવાહિની સરસ્વતીના તટ પર આવી પહોંચ્યા. (૩૬) ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં પ્રથમસ્કન્ધે પૃથ્વીધર્મસંવાદો* નામ ષોડશોડધ્યાયઃ | ૧૬॥ પહેલા સ્કંધ-અંતર્ગત પૃથ્વીધર્મસંવાદ નામનો સોળમો અધ્યાય સમાપ્ત.