ઓગણીસમો અધ્યાય પરીક્ષિતનું અનશન-વ્રત અને શુકદેવજીનું આગમન સૂન ઉવાચ મહીપતિસ્ત્વથ તત્કર્મ ગર્હા વિચિન્તયન્નાત્મકૃતં સુદુર્મનાઃ । અહો મયા નીચમનાર્યવત્કૃત નિરાગસિ બ્રહ્મણિ ગૂઢતેજસિ ॥1૧॥ ધ્રુવં તતો મે કૃતદેવહેલનાદ્ દુરત્યયં વ્યસનં નાતિદીર્ઘાત્ | તદસ્તુ કામં પત્વઘનિષ્કૃતાય મે યથા ન કુર્યા પુનરેવમદ્વાચ ॥ ૨॥ અધૈવ રાજ્યં બલમૃદ્ધકોશં પ્રકોપિતબ્રહ્મકુલાનલો દહત્વભદ્રસ્ય પુનર્ન મેડભૂત્* પાપીયસી ધીર્દિજદેવગોભ્યઃ | ૩॥ સ”ચિન્તયન્નિત્થમથાશૃણોદ્યથા મુનેઃ સુતોક્તો નિર્મ્કતિસ્તક્ષકાખ્યઃ । સ સાધુ મેને નચિરેણ *તક્ષકા- નલંપ્રસક્તસ્ય વિરક્તિકારણમ્ ॥૪॥। અથો વિહાયેમમમું ચ લોકં વિમર્શિતો હેયતયા પુરસ્તાત્ | કૃષ્ણાડધ્રિસેવામધિમન્યમાન ઉપાવિશત્ પ્રાયમમર્ત્યનઘામ્ ॥૫।। યા વૈ લસચ્છ્રીતુલસીવિમિશ્ર- કૃષ્ણાડધ્રિરેણ્વભ્યધિકામ્બુનેત્રી । પુનાતિ લોકાનુભયત્ર સેશાન્ કસ્તાં ન સેવેત મરિષ્યમાણઃ ॥ ૬।| ઇતિ વ્યવચ્છિદ્ય સ પાણ્ડવેયઃ પ્રાયોપવેશં પ્રતિ વિષ્ણુપધામ્ | દધ્યો મુકુન્દાડધ્રિમનન્યભાવો મુનિવ્રતો મુક્તસમસ્તસજ્નઃ 1 ૭॥ મે। સૂતજી કહે છે - રાજધાનીમાં પહોંચ્યા પછી રાજા પરીક્ષિતને પોતે કરેલા તે નિંધ કર્મ માટે ઘણો પસ્તાવો થયો. તેઓ અત્યંત ઉદાસ થઈ ગયા અને વિચારવા લાગ્યા
- “મેં નિર્દોષ અને ગૂઢ-તેજયુક્ત બ્રાહ્મણની સાથે અનાર્ય પુરુષો જેવો ઘણો જ નીચ વ્યવહાર કર્યો એ ભારે બેદજનક, છે. (૧) તે મહાત્માના અપમાનના ફળસ્વરૂપે ખૂબ જ જલદીથી મારા ઉપર જરૂરથી કોઈ ભયંકર વિપત્તિ આવશે. હું પણ એવું જ ઇચ્છું છું; કારણ કે તેથી મારા પાપનું પ્રાયશ્્તિ થઈ જશે અને ત્યારબાદ ક્યારેય હું આવું કામ કરવાનું દુસાહસ નહીં કરૂં. (૨) બ્રાહ્મણોનો કોધાગ્નિ આજે જ મારા રાજ્ય, સેના અને સમૃદ્ધ ખજાનાને ભલે બાળીને ભસ્મ કરી દે, કે જેથી ફરીથી ક્યારેય મારા જેવા દુષ્ટની બ્રાહ્મણો, દેવતાઓ અને ગાયો પ્રત્યે આવી પાપ- બુદ્ધિ ન થાય.’ (૩) તેઓ આ પ્રમાણે વિચારતા હતા ત્યારે જ તેમને ખબર પડી કે શષિકુમારના શાપથી “મને તક્ષક ડંખશે.’ તેમને સાક્ષાત્ મૃત્યુરૂપી તક્ષકના ડેખવાના શાપની વાતને હિતકર માની. તેમશે વિચાર્યું કે ધજા દિવસોથી હું સંસારમાં આસક્ત થઈ રહ્યો હતો, મારા માટે આ વિરક્તિનું સુંદર કારણ મળી ગયું. (૪) કારણ કે આ લોક અને સ્વર્ગાદિ પરલોક્ના ભોગો બધા જ ત્યાજ્ય છે એવું તેઓ પહેલેથી જ માનતા હતા તેથી ભગવાન શ્રીકૃષ્ણના ચરણકમળોની સેવાને જ સર્વોપરી માનીને, આમરણ અનશન-ત્રત લઈને તેઓ ગંગાકેનારે જઈ બેઠા. (૫) ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણકમળોની પરાગ લઈને વહેતું ગંગાજીનું નીર જે શ્રીતુલસીની ગંધથી મિશ્રિત છે. અને જે લોકપાલો સહિત ઉપરનાં અને નીચેનાં સમસ્ત લોકોને પવિત્ર કરે છે. એવો કયો મરણાસન્ન મનુષ્ય હશે કે જે તેમનું (ગંગાજીનું) સેવન ના કરે? (૬) આ રીતે ગંગાકિનારે આમરણ અનશનનો નિશ્ચય કરીને તેમણે તમામ આસક્તિઓનો પરિત્યાગ કરી દીધો અને તેઓ મુનિઓનું વ્રત અપનાવીને અનન્ય ભાવથી ૧, પ્રા. પા. - હટ | ૨. પ્રા. પ. - પુનરેવ સલઃ | ૩. પ્રા. પા. - બલમૂર્જ. | ૪. પ્રા. પા. - મેડસ્તુ | પ. પ્રા. પા.
- થિન્તથસ્નિષ્ટમથાટ! ૬. પ્રા. પા. - તકકાદલ 1 122 શ્રીમદભાગવત [અ૦૧૯ તત્રોપજગ્મુર્ભુવન પુનાના મહાનુભાવા મુનયઃ સશિષ્યાઃ | પ્રાયૂણ તીર્થાભિગમાપદેશૈઃ સ્વયં હિ તીર્થાનિ પુનન્તિ સન્તઃ || ૮॥ અત્રિર્વસિષ્ઠશ્ચ્યવનઃ શરદ્રા- નરિષ્ટનેમિર્ભગુરશ્રિરાશ્ચ 1 પરાશરો ગાધિસુતોડથ રામ ઉતથ્ય ઇત્દ્રપ્રમદેધ્મવાહી’ || ૯॥ મેધાતિથિર્દેવલ આર્ષિષેણો ભારદ્વાજો ગૌતમઃ પિપ્પલાદઃ | મૈત્રેય ઔર્વઃ કવષઃ* કુમ્ભયોનિ- દૈપાયનો ભગવાન્નારદશ્ 1૧૦॥ અન્પે ચ જદવર્ષિબ્રહ્મર્ષિવર્યા રાજર્ષિવર્યા અરણાદયશ્ચ | નાનાર્ષેયપ્રવરાન્ર્” સમેતા- નભ્યર્ચ્ય રાજા શિરસા વવન્દે । ૧૧॥ સુખોપવિષ્ટેષ્ષવ તેષુ ભૂયઃ કંતપ્રણામઃ સ્વચિકીર્ષિતં યત્ષ । વિજ્ઞાપયામાસ વિવિક્તચેતા ઉપસ્થિતોડગ્રેડભિગૃહીતપાણિઃ ॥ ૧૨ ॥ ચજેશચ અહો વયં ધન્યતમા નૃપાણાં મહત્તમાનુગ્રહણીયશીલાઃ | રાજ્ઞાં કુલં બ્રાહ્મણપાદશૌચાદ્દર્દ દૂરાદ્ વિસૃષ્ટું બત ગર્હાકર્મ ।૧૩॥ તસ્ૈવ મેડઘસ્ય પરાવરેશો વ્યાસક્તચિત્તસ્ય ગૃહેષ્વભીક્ષ્ણમ્ । નિર્વેદમૂલો દ્વિજશાપરૂપો યત્ર પ્રસક્તો ભયમાશુ ધત્તે ।૧૪॥ તં મોપયાતં પ્રતિયન્તુ વિપ્રા ગક્ઞા ચ દેવી ધૃતચિત્તમીશે | શ્રીકૃષ્ણના ચરજકમળોનું ધ્યાન કરવા લાગ્યા. (૭) તે સમયે ત્રિલોકને પવિત્ર કરનારા મોટા મોટા મહાનુભાવ શ્રષિમુનિઓ પોતાના શિષ્યો સાથે ત્યાં પધાર્યા. સંતો થું કરીને તીર્થયાત્રાના નિમિતે સ્વયં તે તીર્થસ્થાનોને જ પવિત્ર હ કરતા હોય છે. (૮) તે સમયે ત્યાં અત્રિ, વસિષ્ઠ, ચવન, શરદ્વાન, અરિષટનેમિ, ભૃગુ, અંગિરા, પરાશર, વિશ્વામિત્ર, પરશુરામ, ઉતથ્થ, ઇન્દ્રપ્રમદ, ઇધ્મવાહ, મેધાતિથિ, દેવલ, આર્ષિપેજ્, ભારદ્વાજ, ગૌતમ, પિપ્પલાદ, મૈત્રેય, ઔર્વ, કવષ, અગસ્ત્ય, ભગવાન વ્યાસ, નારદ તથા એ સિવાય અન્ય પણ કેટલાક દેવર્પિઓ, બ્રહ્મર્ષિઓ અને અરુશ વગેરે ચજર્ષિક્રેષ્ઠોનું શુભાગમન થયું, આ પ્રમાણે વિભિન્ન ગોત્રોના મુખ્ય-મુખ્ય ક્પિઓને એકત્ર થયેલા જોઈને રાજાએ તે સૌનો યથાયોગ્ય સત્કાર કર્યો અને તેમનાં ચરણોમાં માથું મૂકીને વંદન કર્યા. (૯-૧૧) જ્યારે બધા શાંતિપૂર્વક પોતપોતાના આસન પર બેસી ગયા ત્પારે મહારાજ પરીક્ષિતે તેમને ફરીથી પ્રશ્ઞામ કર્યા અને તેમની સામે ઊભા થઈને શુદ્ધ કૃદયથી હાથ જોડીને પોતે જે કંઈ કરવા ઇચ્છતા હતા તે તેમને કહી સંભળાવ્યું, (૧૨) ચજા પરીક્ષિતે કહ્યું - અહો! સમસ્ત રાજાઓમાં હું ધન્ય છું, ધન્યતમ છું; કારણ કે પોતાના શીલ-સ્વભાવને. કારણે હું આપના જેવા મહાપુરુષોની કૃપાને પાત્ર બન્યો છું, રાજકુળના લોકો ઘણું કરીને નિંધ કર્મ કરવાને કારણે. બ્રાહ્મણોનાં ચરણપ્રક્ષાલનથી વંચિત રહી જાય છે - એ કેટલા ખેદની વાત છે! (૧૩) હું પણ એવો અપરાધી રાજા જ છું. નિત્પ ઘરપરિવારમાં આસક્ત રહેવાને કારણે હું પણ પાપરૂપ જ બની ગયો છું, એટલે સ્વયં ભગવાન જ બ્રાહ્મણના શાપરૂપે મારા પર કૃપા કરવા પધાર્યા છે. આ શાપ વૈરાગ્ય ઉપજાવનારો છે; કારણ કે આ પ્રકારના શાપથી સંસારમાં આસક્ત મનુષ્યો ભયભીત બનીને વિરક્ત થઈ જતા હોય છે. (૧૪) હે બ્રાહ્મણો! હવે મેં પોતાનું. ચિત્ત ભગવાનનાં ચરણોમાં સમર્પિત કરી દીધું છે. મને શરણ્ઞાગત સમજીને આપ સૌ અને મા ગંગાજી મારા પર અનુગ્રહ કરો. બ્રાહ્મણકુમારના શાપથી પ્રેરિત કોઈ અન્ય ૧. પ્રા. પા. - ઇન્દ્મમતિઃ સુવાહુઃ 1 ૨. પ્રા. પા. - કવયઃ | ૩. પ્રા. પા. - દેવર્પિમહર્ષિત | ૪. પ્રા. પા. - નાનર્ષિસકાન્ પુરતઃ। પ. પ્રા. પા. - મહત્! ૬. પ્રા. પા. ત્શૌચાદારાહિસુષટ ! અ૦૧૯] પહેલો સ્કન્ધ 123 દ્વિજોપસૃષ્ટઃ કુહકસ્તક્ષકો વા દશત્વલં ગાયત વિષ્ણુગાથાઃ | ૧૫॥। પુનશ્ચ ભૂયાદ્ધગવત્યનન્તે રતિઃ5 પ્રસક્નશ્ તદાશ્રેષુ | મહત્સુ યાં યામુપયામિ સૃષ્ટિ મૈત્ર્યસ્તુ સર્વત્ર નમો દ્વિજેભ્યઃ | ૧૬॥॥ ઇતિ સ્મ રાજાધ્યવસાયયુક્તઃ પ્રાચીનમૂલેષુ કુશેષુ ધીરઃ | ઉદડ્મુખો દક્ષિણકૂલ આસ્તે સમુદ્રપત્યાઃ સ્વસુતન્યસ્તભારઃ ॥ ૧૭॥ એવં ચચ તસ્મિન્નરદેવદેવે પ્રાયોપવિષ્ટે દિવિ દેવસદ્ધાઃ | પ્રશસ્ય ભૂમૌ વ્યકિરન્ પ્રસૂને- મુદા મુહુર્દુન્દુભયશ્ચ નેદુઃ ।૧૮॥। મહર્ષયો? વૈ સમુપાગતા યે પ્રશસ્ય સાધ્ધિત્યનુમોદમાનાઃ । ઊચુઃ પ્રજાનુગ્રહશીલસારા યદુત્તમશ્લોકગુણાભિરૂપમ્? ॥૧૯॥। ન વા ઇદં રાજર્ષિવર્ય ચિત્ર ભવત્સુધ કૃષ્ણં સમનુવ્રતેષુ | યેડધ્યાસનં રાજકિરીટબુષ્ટં સઘો જશહુર્ભગવત્પાર્શ્કકામાઃ || ૨૦॥ સર્વે વયં તાવદિહાસ્મહેડદ્ય* કલેવરં યાવદસૌ વિહાય | લોક પરં વિરજસ્કં વિશોકં યાસ્યત્યયં ભાગવતપ્રધાનઃ ॥ ૨૧|। કપટપૂર્વક તક્ષકનું રૂપ લઈને મને ડસે અથવા સ્વયં તક્ષક આવીને ડસી લે એની મને જરીકે પરવા નથી. તમે સૌ કૃપા કરીને ભગવાનની રસમયી લીલાઓનું ગાન કરો. (૧૫) હું આપના, બ્રા્મણોનાં ચરણોમાં પ્રજ્ઞામ કરીને ફરીથી એ જ પ્રાર્થના કરું છું કે મારે કર્મવશાત્ ભલે કોઈ પણ યોનિમાં જન્મ લેવો પડે, પણ ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણોમાં મારો અનુરાગ થાઓ, તેમના ચરણાશ્રિત મહાત્માઓ સાથે પ્રીતિ થાઓ અને સંસારનાં સમસ્ત પ્રાણીઓ પ્રત્યે મારી એકસમાન મૈત્રી રહો. આપ સૌ મને આવા આશીર્વાદ આપો. (૧૬) મહારાજ પરીક્ષિત પરમ ધીર હતા. તેઓ આવો દઢ નિશ્ચય કરીને ગંગાજીના દક્ષિણ તટ પર પૂર્વાગ્ર દર્ભાસન પર ઉત્તરાભિમુખ થઈને બેઠા, રાજકારભારનો ભાર તો તેમણે પહેલાંથી જ પોતાના પુત્ર જનમેજયને સોંપી દીધો હતો. (૧૭) પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ પરીક્ષિત જ્યારે આ રીતે આમરણ અનશનના નિશ્ચય સાથે બેઠા ત્યારે આકાશમાં સ્થિત દેવતાઓ અત્યંત આનંદથી તેમની પ્રશંસા કરતા રહીને ત્યાં પૃથ્વી પર પુષ્પવર્ષા કરવા લાગ્યા તથા વારંવાર તેમનાં નગારાં વાગવા લાગ્યાં. (૧૮) બધા જ ઉપસ્થિત મહર્ષિઓએ. પરીક્ષિતના નિશ્ચયની પ્રશંસા કરી અને “ધન્ય, ધન્ય!’ કહીને તેમનું સમર્થન કર્યું, ત્દષિજનો તો સ્વભાવથી જ લોકો પર કૃપાવર્ષા કરતા રહે છે; એટલું જ નહીં, તેમની તમામ શક્તિ લોકો ઉપર કૃપા કરવા માટે જ હોય છે. તે -4પિઓએ ભગવાન શ્રીકૃષ્ણના ગુણોથી પ્રભાવિત પરીક્ષિતને તેમને અનુરૂપ વચનો કહ્યાં. (૧૯) ‘હે રાજર્ષિશ્રેષ્ઠ! આપ ભગવાન શ્રીકૃષ્ણના સેવક અને અનુયાયી પાંડવોના વંશજ છો. તેથી આ કોઈ આશ્ચર્યની વાત નથી; કારણ કે તમે બધાએ ભગવાનનું સાંનિધ્ય મેળવવાની આકાંક્ષાથી તે રાજ્યસિંહાસનનો એક જ ક્ષણમાં પરિત્યાગ કર્યો છે, કે જેની શેવા મોટા મોટા રાજાઓ પોતાના મુગટોથી કરતા હતા. (૨૦) અમે બધા ત્યાં સુધી અહીં જ રહીશું કે જ્યાં સુધી ભગવાનના પરમ ભક્ત આ પરીક્ષિત પોતાનો નશ્ચર દેહ છોડીને માયાદોષ તેમ જ શોકથી રહિત થઈને ભગવાનના ધામમાં ન સિધાવી જાય.’ (૨૧) ૧.પર.પા. - રલિમરસતષથ 1૨.પરા.પા. - તુ 13.પા.પા. - મહ્ષસત 1૪. પ્રા. પા. - નગુજાનુરૂપમ 1૫. ક્ર. પા. - ભવેદ્કુવ કૃખામનુશ્રતયુ ! ૬. પ્રા. પા. - ન્ડથ | 124 શ્રીમદભાગવત (અ૦૫૯ આશ્રુત્ય તદંષિગણવચ:5 પરીક્ષિત્ સમં મધુચ્યુદ્ ગુરુ ચાવ્યલીકમ્ ચઆભાષતૈનાનભિનન્ધ યુક્તાન્ડ શુશ્રૂષમાણશ્ચરિતાનિ વિષ્ણોઃ | રર।! સર્વત એવ સર્વે વેદા યથા મૂર્તિધરાસ્રિૃષ્ે* । નેહાથવામુત્ર ચ કકશ્ચનાર્થ શરતે પરાનુગ્રહમાત્મશીલમ્ ॥ ર૩॥ તતશ્વ વઃ પૃચ્છયમિમં વિપૃચ્છે વિશ્રભ્ય વિપ્રા ઇતિકૃત્યતાયામ્ । મ્રિયમાણૈકશ્વ કૃત્ય શુદ્ધ ચ તત્રામૃશતાભિયુક્તાઃ ॥ ૨૪॥ સમાગતાઃ સર્વાત્મના તત્રાભવદ્ધગવાન્ વ્યાસપુત્રો યદંચ્છયા ગામટમાનોડનપેક્ષઃ । અલક્ષ્યલિજ્ો નિજલાભતુષ્ટો વૃતશ્ચ બાલૈરવધૂતવેષઃ ।। ૨૫॥ તં દ્વચષ્ટવર્ષ સુકુમારપાદ- કરોરુબાહંસકપોલગાત્રમ્ । પચાર્વાયતાક્ષોન્નસતુલ્યકર્ણ સુભ્રવાનનં કમ્બુસુજાતકણ્ઠમ્ ॥ ર૬॥ નિગૂઢજન્રું પૃથુતુકવક્ષસ- માવર્તનાભિં વલિવલ્ગૂદરં ચ ! વકત્રવિકીર્ણકેશં પ્રલમ્બબાહું સ્વમરોત્તમાભમ્ ॥ ૨૭॥ દિગમ્બર શ્યામં સદાડપીચ્યવયોડક્રલક્ષ્મ્યા સરીણાં મનોજ રુચિરસ્મિતેન? । પ્રત્યુત્થિતાસ્તે મુનયઃ સ્વાસનેભ્ય- સ્તલ્લક્ષણજ્ઞા અપિ ગૂઢવર્ચસમ્ | ૨૮॥ કાષિઓનાં આ વચનો ઘણાં જ મધુર, ગંભીર, સત્મપૂર્ણ અને સમતાયુક્ત પતાં. તે સાંભળીને રાજા પરીક્ષિતે તે યોચ્રી મુંગિઓનું અભિનંદન કર્યું અને ભગવાનનાં મનોહર ચરિત્રો સાંભળવાની ઇચ્છાથી તેમને પ્રાર્થના કરી. (૨૨) “હે મહાત્માઓ! તમે બધા ચોતરફથી અહીં પધાર્યા છો. તમે સત્યલોકમાં રહેનારા મૂર્તિમંત વેદો સમાન છો. બીજાઓ પર કૃપા કરવી એ તમારો સ્વભાવ જ છે, તેના સિવાય તમારો કોઈ સ્વાર્થ આ લોક કે પરલોકમાં નથી. (૨૩) હે વિપ્રવરો! તમારામાં સંપૂર્ણ વિશ્વાસ કરીને હું પોતાના કર્તવ્ય વિશે આ પૂછવા યોગ્ય પ્રશ્ન પૂછું છું, તમે બધા જ વિદ્વાનો પરસ્પર વિચાર કરીને એ બતાવો કે બધા માટે બધી પરિસ્થિતિઓમાં અને ખાસ કરીને જેનું મૃત્યુ નિકટ છે તેવા મનુષ્યો માટે અંતડરબ્ર અને શરીરથી કરવા યોગ્ય વિશુદ્ધ કર્મ કયું છે!’ (ર૪) તે જ સમયે પૃથ્વી પર સ્વેચ્છાએ [વિચરણ કરતા કરતા, કશાયની કોઈ અપેક્ષા નહીં રાખનારા વ્યાસપુત્ર ભગવાન શ્રીશુકદેવજી મહારાજ ત્યાં પ્રગટ યયા. તેઓ વર્ણ અને આશ્રમનાં બાહ્ય ચિહ્મોર્થી રહિત તેમ જ આત્મ- અનુભૂતિમાં સંતુટટ હતા. બાળકો કુતૂહલપૂર્વક તેમની પાછળ-પાછળ આવતા હતા. તેમનો વેશ અવધૂતનો હતો. (૨૫) સોળ વર્ષની ઉંમર હતી; હાષ, પગ, જાંઘ, ભુજાઓ, ગાલ તથા અન્ય સર્વે અંગો અત્યંત સુકોમળ હતાં. વિશાળ અને મનોહર આંખો હતી. નાક થોડુંક ઊંચું હતું. કાન પ્રમાબરસરના હતા. સુંદર ભ્રમરો હતી, એનાથી મુખ અત્યંત શોભતું હતું. કંઠ તો જાણે સુંદર શંખ જ હતો. (૨૬) હાંસડી ઢંકાયેલી, છાતી પહોળી અને ભરાવદાર, નાભિ વમળ જેવી ઊંડી તથા પેટ થણું સુંદર ત્રિવલી (ત્રણ કરચલીઓ)-યુક્ત હતું. લાંબી ભુજાઓ હતી અને મુખ પર વાંકડિયા વાળ વિખરાયેલા હતઃ. આ દિગંબર વેશમાં તેઓ શ્રેષ્ઠ દેવતાઓની જેમ તેજસ્વી લાગતા હતા, (૨૭) પર્લ શામળો હતો. ચિત્ત ચોરનારું ભરવૌવન હતું. દેઠ- છટા અને મધુર સ્મિતથી તેઓ સ્ત્રીઓને હંમેશાં મનોહર ૧. પ્રા. પા. - તદમિગણસ્મ વચઃ | રે. પ્રા. પા. - ખભા?! 3 પ્રા. પા. - યુક્ત: ૪ મ. પ - િપિસ 8. 9 પ
- ચાર્વાસ્કાશોન્નસતુલ્યક્શં શુત્રાનનમ્ | ૬. પ્રા. પા. - «પીનવયો. | ૭ પ્રા. પા. - ત્સ્મમેન ।
- આ જગ્યાએ ચજાએ બ્રહ્મને બે પ્રશ્નો કર્યા છે. પહેલો મશ્ન એ છે 3 જહે હરહંપેશ શું કરવું જોઈએ; અને બીજો એ ડે જેઓ નજીકના જ સમયમાં મરનારા છે તેમનું શું કર્તભ છે? આ જ બે પ્રશ્નો તેમણે ક્રંશુકદેવજીને પણ પૂછયા તયા ક્રમ મુજબ આ જ બે કશ્નોનો ઉત્ર બજા સ્ંપર્થી માંગને બારમા સંધ સુધીમાં શ્રોશુકદેવજીએ આપ્યો છે. અ૦૧૯] પહેલો સ્કન્ધ 125 સ વિષ્ણુરાતોડતિથય’ આગતાય તસ્મૈ સપર્યા શિરસાડડજહાર | તતો નિવૃત્તા હ્યબુધાઃ સ્ત્રિયોડર્ભકા મહાસને સોપવિવેશ પૂજિતઃ | ર૯ સ સંવૃતસ્તત્ર મહાન્ મહીયસાં બ્રહ્મર્ષિરાજર્ષિદેવર્ષિસક્નઃ ! વ્યરોચતાલં ભગવાન્ યથેન્દુ- રગ્રહર્ક્ષતારાનિકરેઃ પરીતઃ ૩૦॥ પ્રશાન્તમાસીનમકુણ્ઠમેધસં મુનિં નૃપો ભાગવતોહભ્યુપેત્ય પ્રણમ્ય મૂર્ધધાડવહિતઃ કૃતાગ્જલિ- ર્નત્વા ગિરા સૂનૃતયાડન્વપૃચ્છત્ ॥ ૩૧॥ પરીકિદુવાય અહોઅઘવર્યંબ્રહ્મન્ સત્સેવ્યાઃક્ષત્રબન્ધવઃ । કૃપયાડતિથિરૂપેણ ભવદ્ધિસ્તીર્થકાઃ કૃતાઃ । ૩૨ યેષાં સંસ્મરણાત્પુંસાં ૨ સધઃશુદ્ધયન્તિવૈ ગૃહાઃ । કિં પુનર્દર્શનસ્પર્શપાદશૌચાસનાદિભિઃ || ૩૩॥ સાંનિધ્યાત્તેમહાયોગિન્પાતકાનિ મહાન્ત્યપિ ! સધો નશ્યન્તિ વૈ પુંસાં વિષ્ણોરિવ સુરેતરાઃ || ૩૪॥। અપિમેભગવાન્પ્રીતઃ કૃષ્ણઃ પાણ્ડુસુતપ્રિયઃ । પૈતૃષ્વસેયપ્રીત્યર્થ તદગોત્રસ્યાત્તબાન્ધવઃ ।। ૩૫।। અન્યથા તેડવ્યક્તગતતેર્દર્શનં નઃ કથં નૃણામ્ | નિતરાં મ્રિયમાણાનાં સંસિદ્ધસ્ય વનીયસઃ૨ ।। ૩૬॥ લાગતા હતા. જોકે તેમલે પોતાનું તેજ છુપાવી રાખ્યું હતું. તોપણ તેમનાં લક્ષલ્રો જાણનારા મુનિઓએ તેમને ઓળખી લીધા અને તે બધા પોતપોતાનું આસન છોડીને તેમના સમ્માન માટે ઊભા થઈ ગયા. (૨૮) રાજા પરીક્ષિતે અતિથિરૂપે પધારેલા શ્રીશુકદેવજીને માથું નમાવીને પ્રજ્રામ કર્યા અને તેમની પુજા કરી. તેમના સ્વરૂપને નહીં જાણનારાં બાળકો અને સ્રીઓ તેમનો આવો મહિમા જોયા પછી ત્યાંથી પાછાં ગયાં. બધાંથી સમ્માનિત થઈને શ્રીશુકદેવજી શ્રેષ્ઠ આસન પર વિરાજમાન થયા. (૨૯) બ્રહ્મર્ષિઓ, દેવર્ષિઓ અને રા્જર્પિઓના સમૂહથી વીંટળાયેલા શ્રીશુકદેવજી ગ્રહો, નક્ષત્રો અને તારાઓથી ધરાયેલા ચંદ્રમાની જેમ અત્યંત શોભાયમાન થયા. વાસ્તવમાં તેઓ મહાત્માઓના પણ આદરણીય હતા. (૩૦) જયારે પ્રખરમેધાવી શ્રીશુકદેવજી શાંતભાવે બેઠા ત્યારે ભગવાનના પરમ ભક્ત પરીક્ષિતે તેમની નજીક જઈને, ચરબ્રોમાં માથું મૂકીને પ્રણામ કર્યા. પછી ઊભા થઈ, હાથ જોડીને નમસ્કાર કર્યા. ત્યારપછી અત્યંત મધુર વાલ્રીથી તેમને આ પ્રમાણે પૂછ્યું. (૩૧) પરીક્ષિતે કહ્યું - હે બ્રહ્મસ્વરૂપ ભગવન્! આજે હું ધન્ય થયો; કારણ કે અપરાધી ક્ષત્રિય હોવા છતાં પણ મને સંત-સમાગમનો અધિકારી સમજવામાં આવ્યો. આજે કૃપાપૂર્વક અતિથિરૂપે પધારીને આપે મને તીર્થતુલ્ય પવિત્ર બનાવ્યો છે. (૩૨) આપના જેવા મહાત્માઓના સ્મરણમાત્રથી જ ગૃહસ્થોનાં ધર તત્કાળ પવિત્ર થઈ જાય છે; તો પછી દર્શન, સ્પર્શ, પાદપ્રક્ષાલન, આસનદાન વગેરેનો સુઅવસર મળે તો કહેવું જ શું? (૩૩) હે મહાયોગી! જેમ ભગવાન વિષ્બુ સમક્ષ દૈત્યો ટકી શકતા નથી તેવી જ રીતે આપના સાન્નિધ્યથી મોટાં-મોટાં પાપ પણ તરત નાશ પામે છે. (૩૪) પાંડવોના સુહૃદ ભગવાન શ્રીકૃષ્ણ મારા પર અત્યંત પ્રસન્ન છે; તેમણે પોતાના ફોઇયાત ભાઈઓની પ્રસન્નતા માટે, તેમના કુળમાં જન્મેલા મારી સાથે પબ પોતાપબ્રાનો (આત્મીય) વ્યવહાર કર્યો છે. (૩૫) ભગવાન શ્રીકૃષ્ણની કૃપા ન હોત તો આપના જેવા એકાન્ત-વનવાસી, અલક્ષ્ક-ગતિ, પરમ સિદ્રપુર્ષ સ્વયં પધારીને, આ મૃત્યુ-ટા મારા જેવા પ્રાકૃત મનુષ્યને ૧. પ્રા. પા. - તરતો મુનવે | ૨. પ્રા. પા. - પુંસ: 1 ૨. પ્રા. પા. - વરીષસઃ |. 126 શ્રીમદભાગવત [અ૦૧૯ અતઃ પૃચ્છામિ સંસિદ્ધિ યોગિનાં પરમં ગુરુમ્ ! પુરુષસ્યેહ યત્કાર્ય મ્રિયમાણસ્ય સર્વથા | ૩૭॥। યચ્છ્ોતવ્યમથો જપ્યં યત્કર્તવ્યં નૃભિઃ પ્રભો । સ્મર્તવ્યં ભજનીયં વા બ્રૂહિ યદ્ધા વિપર્યયમ્ । ૩૮॥ નૂનં ભગવતો બ્રહ્મન્ ગૃહેષુ ગૃહમેધિનામ્ । ન લક્ષ્યતે હાવસ્થાનમપિ ગોદોહનં ક્વચિત્ ! ૩૯1! સૂત ઉગા એવમાભાષિતઃ પૃષ્ટઃ સ રાજ્ઞા શ્લક્ષ્ણયા ગિરા ! પ્રત્યભાષત ધર્મજ્ઞો ભગવાન્ બાદરાયણિઃ | ૪૦॥ શા માટે દર્શન દેત? (૩૬) આપ યોગીઓના પરમ ચુરુ છો, તેથી હું આપને પરમ સિદ્ધિના સ્વરૂપ વિશે અને તેના સાધન વિશે પ્રશ્ન પૂછી રહ્યો છું. જે મનુષ્ય સર્વથા મરણાસન્ન હોય તેશ્ે શું કરવું જોઈએ? (૩૭) હે ભગવન્! સાથે-સાથે એ પણ બતાવો કે મનુષ્યમાતરે શું કરવું જોઈએ? મનુષ્યોએ કોનું શ્રવણ, કોનો જપ, કોનું સ્મરણ અને કોનું. ભજન કરવું જોઈએ તથા તેમણે કોનો ત્યાગ કરવો જોઈએ? (૩૮) હે ભગવત્સ્વરૂપ મુનિવર! આપનું દર્શન અત્યંત ફુર્લભ છે; કારણ કે જેટલો સમય એક ગાય દોહવામાં આવે છે તેટલો સમય આપ ગૃહસ્થોના વેર રોકાઓ છો, વધારે રોકાતા નથી. (૩૯) સૂતજી ક્હે છે - જ્યારે રાજાએ અત્યંત મધુર વાણીમાં આ પ્રમાણે વાર્તાલાપ કર્યો અને પ્રશ્નો પૂછ્યા ત્યારે સમસ્ત ધર્મોના મર્મશ વ્યાસનંદન ભગવાન શ્રીશુકદેવજી ઉત્તર આપવા માંડયા. (૪૦) ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે વૈયાસિક્યામષ્ટાદશસાહરત્યાં પારમહંસ્યાં સંહિતાયાં પ્રથમસ્કન્લે શુકાગમનં નામૈકોનવિંશોડધ્યાયઃ || ૧૯॥ પહેલા સ્કંધ-અંતર્ગત સુક-આગમન નામનો ઓગણીસમો અધ્યાય સમાપ્ત,