છઠ્ઠો અધ્યાય નારદજીના પૂર્વચરિત્રનો શેષભાગ સૂત ઉવાચ એવં નિશમ્ય ભગવાત્દેવર્ષે્જન્મ કર્મ ચ | ભૂયઃ પપ્રચ્છ તં બ્રહ્મન્ વ્યાસઃ સત્યવતીસુતઃ ॥ ૧।। વયાસ ઉવાચ ભિક્ષુભિર્વિપ્રવસિતે વિજ્ઞાનાદેષ્ટ્રભિસ્તવ | વર્તમાનો વયસ્યાઘે તતઃ કિમકરોદ્રવાન્ || ૨॥ સ્વાયમ્ભુવ કયા વૃત્ત્યા વર્તિતં તે પરં વયઃ । કથં ચેદમુદસ્રાક્ષીઃ કાલે પ્રાપ્તે કલેવરમ્ | ૩।। પ્રાક્કલ્પવિષયામેતાં સ્મૃર્તિ તે સુરસત્તમ | ન હ્યોષ વ્યવધાત્કાલ એષ સર્વનિરાકૃતિઃ ॥ ૪॥। નારદ ઉવાચ ભિક્ષુભિર્વિપ્રવસિતે વિજ્ઞાનાદેષ્ટ્રભિર્મમ । વર્તમાનો વયસ્યાઘે તત એતદકારષમ્’ 11 ૫।! એકાત્મજા મે જનની યોષિન્મૂઢા ચ કિફરી । મય્યાત્મજેડનન્યગતૌ ચક્રે સ્નેહાનુબન્ધનમ્ | ૬।। શ્રીસૂતજી કહે છે - હે શૌનકજી! દેવર્ષિ નારદના જન્મની અને સાધનાની વાત સાંભળીને સત્યવતીનંદન ભગવાન શ્રીવ્યાસે તેમને ફરી આ પ્રશ્ન કર્યો. (૧) શ્રીવ્યાસજીએ પૂછયું - હે નારદજી! તમને જ્ઞાનનો ઉપદેશ કરનારા મહાત્માઓ જ્યારે ચાલ્યા ગયા ત્યારે તમે શું કર્યું? તે સમયે તો તમારી ઉંમર ઘણી નાની હતી. (૨) હે સ્વાયંભુવ! તમારી શેષ આવરદા કેવી રીતે વીતી અને મૃત્યુવેળાએ તમે કઈ વિધિથી પોતાનો દેહત્યાગ કર્યો? (૩) હે દેવર્ષિ! કાળ તો બધી જ વસ્તુઓનો નાશ કરે છે, તો પછી તેણે તમારી પૂર્વ-કલ્પની આ સ્મૃતિનો નાશ કેમ ન કર્યો? (૪) શ્રીનારદજીએ કહ્યું - મને જ્ઞાનોપદેશ કરનારા મહાત્માઓ જ્યારે ચાલ્યા ગયા, તે પછી મેં આ રીતે પોતાનું જીવન વિતાવ્યું - જોકે તે સમયે મારી વય ઘણી નાની હતી. (૫) હું પોતાની માતાનો એક જ દીકરો એક તો તે સ્ત્રી હતી, બીજું તે મૂઢ હતી અને ત્રીજું તે દાસી હતી. મારે પણ એના સિવાય અન્ય કોઈ સહારો ન હતો. મારી માતા મારા પર ખૂબ પ્રેમ રાખતી હતી. (૬) ૧. પ્રા. પા. - ત્કારિષમ્ 62 શ્રીમદભાગવત [અ૦ ૬ સાડસ્વતન્ત્રા ન કલ્પાડડસીદ્યોગક્ષેમં મમેચ્છતી । ઈશસ્ય હિ વશે લોકો યોષા દારુમયી યથા 1૭॥ અહે ચ તદબ્રહ્મકુલે ઊષિવાંસ્તદપેક્ષયા । દિગ્દેશકાલાવ્યુત્પન્નો બાલકઃ પઞ્ચહાયનઃ ॥ ૮॥। એકદા નિર્ગતાં ગેહાદદુહન્તી નિશિ ગાં પાથે । સર્પોડદશત્પદા સ્પૃષ્ટઃ કૃપણાં કાલચોદિતઃ ॥ ૯! તદા તદહમીશસ્ય ભક્તાનાં શમભીપ્સતઃ ! અનુગ્રહ મન્યમાનઃ પ્રાતિષ્ઠં દિશમુત્તરામ્ ।। ૧૦।। સ્ફીતાગ્જનપદાંસ્તત્ર પુરગ્રામવ્રજાકરાન્ | ખેટખર્વટવાટીશ્ષ વનાન્યુપવનાનિ ચ ॥૧૧॥ ચિત્રધાતુવિચિત્રાદ્રીતિભભગ્નભુજટુમાન્ 1 જલાશયાઝ્છિવજલાન્નલિનીઃ સુરસેવિતાઃ | ૧૨॥। ચિત્રસ્વનેઃ પત્રરથૈવિભ્રમદભ્રમરશ્રિયઃ | ચનલવેણુશરસ્તમ્બકુશકીચકગદ્રરમ્રૈ 11૧૩) એક *એવાતિયાતોડહમદ્રાક્ષંવિપિનં મહત્ ! ઘોર પ્રતિભયાકારે વ્યાલોલૂકશિવાજિરમ્ ।। ૧૪॥। પરિશ્રાન્તેન્દ્રિયાત્માર્હ તૃટ્પરીતો બુભુક્ષિતઃ । સ્નાત્વા પીત્વા હદે નદ્યા ઉપસ્પૃષ્ટો ગતશ્રમઃ ॥ ૧૫॥। તસ્મિજ્સિર્મનુજેડરલ્યે પિપ્પલોપસ્થ આસ્થિતઃ” । *આત્મનાડડત્માનમાત્મસ્થં યથાશ્રુતમચિન્તયમ્ || ૧ ૬।1 ધ્યાયતશ્ચરણામ્ભોજં ભાવનિર્જિતચેતસા | ઔત્કષ્ઠ્યાશ્રુકલાક્ષસ્ય હધાસીન્મે શનેર્હરિઃ ॥ ૧૭॥ તૈ મારા યોગક્ષેમની ચિંતા તો ઘણી કરતી હતી, પણ પરાધીન હોવાને કારણે કશું કરી શકતી ન હતી. જેમ કઠપૂતળી નચાવનારાર્ની ઇચ્છા મુજબ નાચે છે તે જ રીતે આ સ્થળો સંસાર ઈશ્વરને આધીન છે. (૭) હું પણ મારી માતાના સ્નેહબંધનમાં બંધાઈને તે બ્રાહ્મણવસ્તીમાં જ રહ્યો. મારી ઉંમર માત્ર પાંચ વર્ષની પતી. મને દિશા, દેશ અને કાળ વિશે કશું જ જ્ઞાન ન હતું. (૮) એક દિવસની વાત છે - મારી મા ગાય દોહવદ માટે ચતના સમયે ધરની બહાર નીકળી. રસ્તામાં તેના પગે સાપ સ્પર્શ્યો, તેણે તે બિચારીને દંશ દીધો. તે સાપનો શો દોપ? કાળનું એવું જ વિધાન હતું! (૯) મેં માન્યું કે ભક્તોનું મંગળ ઇચ્ડનારા ભગવાનનો આ પ્ર એક અનુગ્રહ (કરુણા) જ છે. ત્યારયછી હું ઉત્તર દિશા ત્રફ ચાલી નીકવ્યો. (૧૦) તે તરક રસ્તામાં મને અનેકાનેક ધનધાન્યસંપત્ન દૈશો, નગરો, ગામો, ભરવાડોની રઝળતી વસ્તીઓ, ખાણો, ખીજ્ઞો, નદીઓ અને પર્વતોની તળેટીઓ, વાડીઓ, વન- ઉપવનો અને રંગબેરંગી ધાતુઓથી યુક્ત વિથિત્ર પર્વતો જોવા મળ્યાં. ક્યાંક ક્યાંક જંગલી વૃક્ષો હતાં, જેમની મોટી- મોટી શાખાઓને હાથીઓએ તોડી નાખેલી હતી. શીતળ જળથી ભરેલાં જળાશયો હતાં, જેમાં દેવતાઓને ખપ લાગતાં કમળ હતાં. એમની ઉપર પક્ષીઓ જાતજાતનો કલરવ કરી રહ્યાં હતાં અને ભમરાઓ વમી રહ્યા હતા. આ બધું જોતો- જોતો હું આગળ વધ્યો. હું એકલો જ હતો. આટલી લાંબી વાટ કાપ્યા પછી મેં એક ભયંકર ગાઢ જંગલ જોયું. તેમાં નરક્ટ, વેણુ, શરસ્તંબ, કુશ અને મોટા મોટા વાંસ અને ગુફાઓ હતાં. તેની લંબાઈ-પહોળાઈ પજ્ઞ ઘણી હતી અને તેમાં સાપ, ધુવડ, ક્ચિષાળ વગેરે ભયંકર જીવો રહેતા હતા. તે જોવામાં ઘણું ભયાનક લાગતું હતું. (૬૧-૧૪) ચાલતાં- ચાલતાં મારું શરીર અને ઇન્દ્રિયો શિથિલ થઈ ગયાં, હું ખૂબ ભૂખ્યો, તરસ્યો હતો. ત્યાં એક નદી જોવા મળી, તેમાં મે સ્નાન, જળપાન અને આચમન કર્યું. તેથી મારો થાક ઊતરી ગયો. (૧૫)£તે નિર્જન વતમાં એક પીપળા નીચે આસન લગાવીને હું બેસી ગયો. પેલા મહાત્માઓ પાસેથી જેવું મે સાંભળ્યું હતું, હદયમાં રહેનારા પરમાત્માના તે જ સ્વરૂપનું હું મનોમન ધ્યાન કરવા માંડ્યો. (૧૬) ભક્તિભાવથી વશ કરેલ! ચિત્ત વડે ભગવાનનાં ચરણકમળનું ધ્યાન કરતાં જ, ભગવત્પ્રાપ્તિની ઉત્કટ લાલસાર્થી મારી આંખોમાં આંસુ ઊભરાઈ આવ્યાં અને ધીરે ધીરે હૃદયમાં ૧ પ્રા. પા. - ખેઢાન 1 ૨. પ્રા. પા. - રત્નરણુ૦ ! ૩. પ્ર પા. - બકીમકમસકરિ 1 ૪. પ્રા પા. - એવાભિટ (૫. પર. પા. . આત્રિતઃ 1. મા પા.
- સાત્મનાડડત્મસ્થમાત્માન 1 અ૦૬] પહેલો સ્કન્ધ 63 પ્રેમાતિભરનિર્ભિન્નપુલકાક્નોડતિનિર્વુતઃ 1 આનતન્દસમ્પ્લવે લીનો નાપશ્યમુભયં મુને 1 ૧૮॥ રૂપં ભગવતો યત્તન્મનઃકાન્તં શુચાપહમ્ ! ૧અપશ્યન્સહસોત્તસ્થે વૈક્લવ્યાદદુર્મના ઇવ ।। ૧૯॥। દિદક્ષુસ્તદર્હં ભૂયઃ પ્રણિધાય મનો હૃદિ | વીક્ષમાણોડપિ નાપશ્યમવિતૃપ્ત ઇવાતુરઃ | ૨૦॥ એવં યતન્તં વિજને મામાહાગોચરો ગિરામ્ ! ગમ્ભીરશ્લક્ષ્ણયા વાચા શુચઃ પ્રશમયન્નિવ ।। ૨૧।।! હન્તાસ્મિગ્જન્મનિ ભવાન્મા માં દ્રષ્ટુમિહાર્હતિ । અવિપક્વકષાયાણાં દુર્દ્શોડહ કુયોગિનામ્ || ર૨ ॥ સકૃદ્ યદ્ દર્શિતં રૂપમેતત્કામાય તેડનઘ | મત્કામઃ શનકૈઃ સાધુઃ સર્વાન્મુગ્યતિ હચ્છયાન્ || ૨૩॥। સત્સેવયાડ દીર્ઘયા તે જાતા મયિ દંઢા મતિઃ | હિત્વાડવદ્યમિમં લોકં ગન્તા મજ્જનતામસિ || ર૪॥। મતિર્મયિ નિબદ્ધેયં ન વિપદ્યેત કર્હિચિત્ | પ્રજાસર્ગનિરોધેડપિ સ્મૃતિશ્ચ મદનુગ્રહાત્ | ર૫॥। એતાવદુક્ત્વોપરરામ તન્મહદ્ ભૂતં નભોલિદ્નમલિદ્નમીશ્વરમ્ | અહં ચ તસ્મૈ મહતાં મહીયસે શીર્ષ્ણાવનામં વિદધેડનુકમ્પિતઃ || ર૬ નામાન્યનન્તસ્ય હતત્રપઃ પઠન્ ગુહ્યાનિ ભદ્રાણિ કૃતાનિ ચ સ્મરન્ । ગાં પર્યટંસ્તુષ્ટમનાં ગતસ્પૃહઃ કાલં પ્રતીક્ષન્ વિમદો* વિમત્સરઃ ॥ ૨૭॥ ભગવાન પ્રગટ થયા. (૧૭) હે વ્યાસજી! તે સમયે પ્રેમભાવની અધિક્તાથી મારાં રોમે-રોમ પુલિકિત થઈ ઊઠ્યાં, હૃદયમાં અત્યંત આનંદ થયો. તે આનંદના પૂરમાં હું એવો ડૂબી ગયો કે મને પોતાનું અને ધ્થેય-વસ્તુનું જરાય ભાન ન રહ્યું. અને મારી પરમાત્મામાં એકાકાર વૃત્તિ થઈ ગઈ. (૧૮) ભગવાનનું તે અનિર્વચનીય રૂપ સમસ્ત શોકોનો નાશ કરનારું અને મનને અત્યંત લોભાવનારું હતું. ઓચિંતાં તેને ન જોતાં હું અત્યંત વ્યાકુળ થઈ ગયો અને શુન્યમનસ્ક જેવો થઈને આસન પરથી ઊભો થઈ ગયો. (૧૯) મેં ફરી તે સ્વરૂપનું દર્શન કરવા ઇચ્છયું, પરંતુ મનને. ફૃદયમાં સમાહિત કરીને દર્શન કરવાની વારંવાર કોશિશ કરવા છતાં પલ હું તેને ફરી જોઈ ન શક્યો. હું અતૃપ્તની જેમ આતુર બની ગયો. (૨૦) આ રીતે નિર્જન વનમાં મને પ્રયત્ન કરતો જોઈને સ્વયં ભગવાને, કે જેઓ વાણીનો વિષય નથી - તેમણે ઘણી ગંભીર અને મધુર વાણીથી મારા શોકનું શમન કરતા હોય એમ કહ્યું. (૨૧) ‘ખેદ છે કે આ જન્મમાં તું મારું દર્શન કરી શકીશ નહીં. જેમની વાસનાઓ પૂર્ણપણે શાંત થઈ ગઈ ન હોય તેવા અપરિપક્વ યોગીઓને મારું દર્શન અત્યંત દુર્લભ છે. (૨૨) હે નિષ્પાપ બાળક! તારા દયમાં મને પ્રાપ્ત કરવાની લાલસા જગાડવા માટે જ મેં તને એક વાર પોતાના રૂપની ઝાંખી કરાવી છે. મને પ્રાપ્ત કરવાની આકાંક્ષાવાળો સાધક હૃદયની તમામ વાસનાઓનો, ધીરેધીરે, સમ્યક્પણે ત્યાગ કરી દે છે. (૨૩) અલ્પકાલીન સંતસેવાથી જ તારી ચિત્તવૃત્તિ મારામાં સ્થિર થઈ ગઈ છે. હવે તું આ પ્રાકૃત- મલિન શરીર છોડીને મારો પાર્ષદ બની જઈશ. (૨૪) મને પ્રાપ્ત કરવાનો તારો આ દઢ નિશ્ચય ક્યારેય કોઈ પણ રીતે તૂટશે નહીં. સમસ્ત સૃષ્ટિનો પ્રલલ થઈ જહ છતાં પણ મારી કૃપાથી તને મારું સ્મરણ કાયમ (૨૫) આકાશ જેવા અવ્યક્ત, સર્વશક્તિમાન, મહાન પરમાત્મા આટલું કહીને ચુપ થઈ ગયા. તેમની આ કૃપાનો અનુભવ કરીને મેં તે શ્રેષ્ઠ કરતાં પણ શ્રેષ્ઠતર ભગવાનને મસ્તક નમાવીને પ્રણામ કર્યા. (૨૬) ત્યારથી જ હું લાજ- સંકોચ છોડીને ભગવાનનાં અત્યંત રહસ્યપૂર્ણ અને મંગલમય મધુર નામોનું અને તેમની લીલાઓનું સ્મરણ અને કીર્તન કરતો રહ્યો હતો. સ્પૃહા અને મદ-મત્સર તો મારા હૃદયમાંથી પહેલેથી જ નિવૃત્ત થઈ ચૂક્યાં હતાં; હવે હું આનંદપૂર્વક કાળની પ્રતીક્ષા કરતો કરતો પૃથ્વી પર વિચરવા લાગ્યો. (૨૭) ૧. પ્રાચીન પ્રતમાં ‘અપશ્ન્ સહસોતસ્થે ? માંડીને “દર્દ્શોડ્હ કુયોગિનામ્: સુષીના સાલ ત્રબ્ર શ્લોક નથી. ૨. પ્રા. પા. - પ્રતીક્ષનનમદો ! 64 શ્રીમદભાગવત [અબ૬ એવં કુૃષ્ણમતેર્બ્રહમ્સક્તસ્યામલાત્મનઃ | કાલઃ પ્રાદુરભૂત્કાલે પતાડિત્સૌોદામની યથા | ર૮॥। પ્રયુજ્યમાને મયિ તાં શુદ્ધાં ભાગવતી તનુમ્ । આરબ્ધકર્મનિર્વાણો ત્યપતત્ પાગ્ચભૌતિકઃ: || ૨૯! કલ્પાન્ત ઇંદમાદાય શયાનેડમ્ભસ્યુદન્વતઃ | શિશવિષોરનુપ્રાણ વિવિશેડન્તરહૅ વિભોઃ !! ૩૦॥। સહસયુગપર્યન્તે ઉત્થાયેદં સિસૃક્ષતઃ | મરીચિષિશ્રાશ્ષયઃ પ્રાણેભ્યોડહં ચજજ્ઞિરે ॥ ૩૧॥। અત્તર્બહિશ્ય લોકાંસ્ીન્પર્યેમ્યસ્કન્દિતવ્રતઃ 1 ચઅનુગ્રહાન્મહાવિષ્ણોરરવિઘાતગતિઃ ક્વચિત્ ॥ ૩૨ ॥ દેવદત્તામિમાં વીણાં સ્વરબ્રહ્મવિભૂષિતામ્ ! મૂર્ચ્ઈષિત્વા હરિકથાં ગાયમાનશ્રામ્યહમ્ |! ૩૩॥। પ્રગાયતઃ સ્વવીર્યાણ્રિ તીર્થપાદઃ પ્રિયશ્રવાઃ । આહૂત ઇવ મે સૌદ્રં દર્શનં યાતિ ચેતસિ ॥ ૩૪॥ એતતદ્વયાતુરચિત્તાનાં માત્રાસ્યર્શેચ્છયા મુહુઃ । ભવસિન્ધુપ્લવો દંષ્ટો હરિચર્યાનુવર્ણનમ્ | ૩૫।/ યમાદિભિર્યોગપધૈઃ કામલોભહતો મુહુઃ ! મુકુન્દસેવયા યક્ત્તથાડડત્માડદ્વા ન શામ્યતિ | ૩૬॥ સર્વ તદિદમાખ્યાતં યત્પૃષ્ટોડહં ત્વયાનઘ । જન્મકર્મરહસ્યં મે ભવતશ્ચાત્મતોષણમ્ | ૩૭॥ હે વ્યાસજી! આ રીતે ભગવાનની કૃપાથી મારું કદય શુદ્ધ થયું, આસક્તિ મટી ગઈ અને હું શ્રીકૃષ્ણ-પરાયણ થઈ ગયો. કેટલાક સમય પછી, જેમ વર્ષાકાળમાં [વિજળીનો એકાએક ઝબકારો થઈને પાછો શમી જાય છે તેમ સમય આવી પહોંચતાં મારો કાળ આવી ગયો. (૨૮) મને શુદ્ધ ભગવત્પાર્પદ-શરીર પ્રાધ્ત થવાતો અવસર આવ્ેથી, પ્રારબ્ધકર્મો સમાપ્ત થઈ જવાને કારણે પાંચભૌતિક શરીર, નષ્ટ થઈ ગયું, (૨૯) કલ્પના અંતમાં, જે સમયે ભગવાન નારાયણ એકાર્ણવ (પ્રલયકાલીન સમુદ્રના જળમાં શયન કરે છે તે સમયે, તેમના હૃદયમાં શયન કરવાની ઇચ્છાથી આ સઘળી સૃષ્ટિને સંકેલી લઈને બ્રહ્માજી જયારે પ્રવેશ કરવા લાગ્યા ત્યારે તેમના શ્વાસની સાથે મેં પણ તેમના ફદયમાં પ્રવેશ કર્યો. (૩૦) એક શજાર ચતુર્યુગી વીતી ગયા પછી જ્યારે બ્રહ્માજી જાગ્યા અને તેમણે સૃષ્ટિ-સર્જનની ઇચ્છા કરી ત્યારે તેમની ઇન્દ્રિયોમાંથી (પ્રગટેલા) મરીચિ વગેરે શ્રષિઓની સાથે હું પણ પ્રગટ થયો. (૩૧) ત્યારથી હું. ભગવાનની કૃપાથી વૈકુંઠ વગેરેમાં તથા ત્રણે લોકોમા, બહાર અને અંદર, રોક-ટોક વગર વિચરતો રહું છું. મારા જીવનનું વ્રત - ભગવાનનું ભજન અખંડરૂપે ચાલતું રહે છે. (૩૨) ભગવાને આપેલી સ્વરબ્રહ્મ’થી વિભૂષિત આ વૌણા પર સૂર છેડીને હું તેમની લીલાઓનું ગાન કરતો કરતો સધળા સંસારમાં વિચરતો રહું છું. (૩૩) જ્યારે હું તેમની લીલાઓનું ગાન કરવા લાગું છું ત્યારે તે પ્રભુ, કે જેમનાં ચરજ્રકમળ સમસ્ત તીર્થોનું ઉદ્ગમસ્થાન છે અને જેમનું યશોગાન મને અત્યંત પ્રિય લાગે છે - તેઓ, બોલાવ્યા હોય તેમ, તરત મારા હૃદયમાં આવીને દર્શન આપે છે. (૩૪) જે લોકોનું ચિત્ત નિરંતર વિષયભોગોની કામનાથી આતુર હોય છે તેમના માટે ભગવાનની લીલાઓનું કોર્તન સંસારસાગરને પાર કરવાનું જહાજ છે
- આ મારો પાકો અનુભવ છે. (૩૫) કામ અને લોભના પ્રહારથી વારંવાર ધાયલ થયેલું કદય શ્રીકૃષ્ઠાની સેવાથી, જેવા પ્રત્યક્ષ શાંતિ અનુભવે છે તેવી શતિ યમ-નિયમ વગેરે યોગ-માર્ગોશી પજ્ન મળી શકતી નથી. (૩૬) હે વ્યાસજી! તમે નિષ્યાપ છો. તમે મને જે કંઈ પૂછ્યું હતું. તે બધું - પોતાના જન્મનું અને સાધનાનું રહસ્ય તથા તમારી આત્મ-તુષ્ટિનો ઉપાય હું જણાવા ચૂક્યો. (૩૭) ૬. પ્રા. પા. - વિઘુત્! ૨. પ્રા. પા. - અનુગ્રહાદહં વિષ્દો૦ !
- પડ્જ, જપભ, ગાંધાર, મધ્યમ, પંચમ, ધૈવત અને નિષાદ — સા રે ગ મપ ૫ નિ સા — આ સાતે સ્વર બ્રહ્મવ્યંજક હોવાને લીધે જ બ્રહ્મરૂપ કહેવાયા છે. અ૦૭] પહેલો સ્કન્ય 65 સૂત ઉવાચ એવં સમ્ભાષ્ય ભગવાન્ઞારદો વાસવીસુતમ્ | આમતન્ત્યવીણાં રણયન્યયૌયાદેચ્છિકો મુનિઃ ॥ ૩૮॥। અહોદેવર્ષિધન્યોડયં યત્કીર્તિ* શાર્ઝધન્વનઃ । ગાયન્માઘ્યજ્નિદં તન્ત્યા રમયત્યાતુરં જગત્ । ૩૯॥। સૂતજી કહે છે - હે શૌનકાદિ ઝપિઓ! દેવર્પિ નારદે વ્યાસજીને આ પ્રમાણે કહીને, જવાની અનુમતિ લીધી અને વીણ્ણા વગાડતા વગાડતા તેઓ સહજ રીતે ચાલ્યા ગયા. (૩૮) અહો! આ દેવર્ષિ નારદ ધન્ય છે; કારણ કે તેઓ પોતાની વીણા પર શાર્દ્પાણિ ભગવાનની કીર્તિ ગાઈ-ગાઈને પોતે તો આનંદમગ્ન થાય જ છે, સાથે- સાથે ત્રિવિધ તાપથી તપ્ત આ જગતને પણ આનંદિત કરતા રહે છે. (૩૯) -્ક્ક્ડ ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં પ્રથમસ્કન્ધે વ્યાસનારદસંવાદે ષષ્ઠોડધ્યાયઃ | ૬॥ પહેલા સ્કંધ-અંતર્ગત વ્યાસનારદસંવાદનો છઠ્ઠો અધ્યાય સમાપ્ત.