નવમો અધ્યાય યુધિષ્ઠિર વગેરેનું ભીષ્મજી પાસે જવું અને ભગવાન શ્રીકૃષ્ણની સ્તુતિ કરતાં કરતાં ભીષ્મજીએ પ્રાણત્યાગ કરવો સૂત ઉવાચ ઇતિ ભીતઃ પ્રજાદ્રોહાત્સર્વધર્મવિવિત્સયા | તતો વિનશનં પ્રાગાદ્ યત્ર દેવવ્રતોડપતત્ ॥ ૧॥। તદા તે ભ્રાતરઃ સર્વે સદશ્વઃ સ્વર્ણભૂષિતેઃ અન્વગચ્છન્ રથૈર્વિપ્રા વ્યાસધૌમ્યાદયસ્તથા || ૨॥। ભગવાનપિ વિપ્રર્ષે રથેન સધનઝગ્જયઃ | સ તૈ્વ્યવરોચત નૃપઃ કુબેર ઇવ ગુ્યકેઃ 1 ૩॥ દંષ્ટ્વા નિપતિતં ભૂમૌ દિવશ્ચ્યુતમિવામરમ્ ! પ્રણેમુઃ પાણ્ડવા ભીષ્મં સાનુગાઃ સહ ચક્રિણા ॥ ૪॥। તત્ર બ્રહ્મર્ષયઃ સર્વે દેવર્ષયશ્ચ સત્તમ | રાજર્ષયશ્ચ તત્રાસન્ દ્રષ્ટું ભરતપુડ્ાવમ્ | ૫॥। પર્વતો નારદો ધૌમ્યો ભગવાન્ બાદરાયણઃ | બૃહદશ્વો ભરદ્વાજઃ સશિષ્યો રેણુકાસુતઃ ॥ ૬॥ સૂતજી કહે છે - આ પ્રમાણે રાજા યુધિષ્ઠિર પ્રજાદ્રોહથી ભયભીત થઈ રહ્યા હતા તે પછી બધા ધર્મોનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઇચ્છાથી તેમણે કુરક્ષેત્રની યાત્રા કરી, કે જ્યાં ભીષ્મ પિતામહ શર-શય્યા પર પડેલા હતા. (૧) હે શૌનકાદિ ત્કષિઓ! તે સમયે તે બધા ભાઈઓએ જેમને સારા-સારા ધોડા જોતર્યા હતા તેવા સ્વર્ણજડિત રથો પર સવાર થઈને પોતાના ભાઈ યુપિષ્ઠિરનું અનુગમન કર્યું. તેમની સાથે વ્યાસ, ધૌમ્ય વગેરે બ્રાહ્મણે પણ હતા. (૨) હે શૌનક્જી! અર્જુનની સાથે ભગવાન શ્રીકૃષ્ણ પણ રથ પર બેસીને ચાલ્યા. તે બધા ભાઈઓની સાથે મહારાજ યુધિષ્ઠિરની એવી શોભા થઈ કે જાણે યક્ષોથી ઘેરાયેલા સ્વયં કુબેર જ જઈ રહ્યા હોય.](૩) સ્વર્ગમાંથી પતન પામેલા દેવતાની જેમ બાશશૈય્યા પર પડેલા ભીષ્મપિતામહને જોઈને શ્રીકૃષ્ણ સહિત પાંડવોએ અને તેમના અનુધાથીઓએ પ્રજ્ઞામ કર્યા. (૪) હે શૌનક્જી! તે જ વખતે ભરતવંશીઓના ગૌરવરૂપ ભીષ્મ પિતામહને જોવા માટે બધા જ બ્રહ્મર્ષિઓ, દેવર્ષિઓ અને રાજર્ષિઓ ત્યાં પધાર્યા. (૫) પર્વત, નારદ, ધૌમ્ય, ભગવાન વ્યાસ, બૃહદશ્ચ, ભરદ્વાજ, શિષ્યો સહિત પરશુરામજી, ૧. પ્રા. પા - કલ્પતે શાશ્વત । ૨. પ્ર. પા. -. પડ્કોત્ય ! ૩. પ્રા. પા. - તથેકા તુ 1 ૪. પ્રા. પા. -. પ્રથમસ્કન્યે પારિક્ષિતે યુપિષ્ઠિરાનુતાપેડરમો ૨૧,૮૭૦ રઘ, ૨૧,૮૭૦ હાથી, ૬૫,૬૧૦ ઘોડેસવાર અને ૧,૦૯,૩૫૦ પાયદળ - આટલી સેનાને એક અક્તિભરી કહે છે. (મહાભારત) 76. શ્રીમદભાગવત [અ૦૯ વસિષ્ઠ ઇન્દ્રપ્રમદસ્િતો ગૃત્સમદોડસિતઃ । કક્ષીવાન્ ગૌતમોડત્રિશ્ કૌશિકોડથ સુદર્શનઃ ॥ ૭॥ અન્યે ચ મુનયો બ્રહ્મન્ બ્રહ્મરતાદયોડમલાઃ | શિષ્યેરુપેતા આજગ્યુઃ કશ્યપાત્રિરસાદયઃ ॥ ૮॥ તાન્ સમેતાન્ મહાભાગાનુપલભ્ય વસૂત્તમઃ । પૂજયામાસ ધર્મજ્ઞો દેશકાલવિભાગવિત્ | ૯॥ કૃષ્ણં ચ તત્પ્રભાવજ્ઞ આસીનં જગદીશ્વરમ્ । હૃદિસ્થં પૂજયામાસ માયયોપાત્તવિગ્રહમ્ । ૧૦॥ પાણુપુત્રાનુપાસીનાન્ પ્રશ્રયપ્રેમસક્રતાન્પ । અભ્યાચષ્ટાનુરાગાસૈરન્ધીભૂતેન ચક્ષુષા 1૧૧ અહો કષ્ટમહોડન્યાય્યં યદ્યં ધર્મનન્દનાઃ | ૩4: જીવિતું નાર્થ ક્લિષ્ટર વિપ્રધર્માચ્યુતાશ્રયાઃ ॥ ૧૨ ॥ સંસ્થિતેડતિરથે* પાછડ પૃથા બાલપ્રજા વધૂઃ । યુષ્મત્કૃતે બહૂન્ ક્લેશાન્પ્રાપ્તા તોકવતી મુહુઃ |! ૧૩) સર્વ કાલકૃતં મન્યે ભવતાં ચ યદપ્રિયમ્ ! સપાલો યદ્રશે લોકો વાયોરિવ ઘનાવલિ: ।। ૧૪॥। યત્ર ધર્મસુતો રાજા ગદાપાણિર્વૃકોદરઃ । કૃષ્ણોડસ્ી ગાણ્ડિવં ચાપ સુહતકૃષ્ણસ્તતો વિપત્ |! ૧૫॥ નહ્યસ્યકર્હિચિદ્રાજન્પુમાન્વેદ વિધિત્સિતમ્ 1 યદ્ધિજિજ્ઞાસયા યુક્તા મુહ્મન્તિ કવયોડપિ હિ ॥ ૧૬॥। તસ્માદિદં દૈવતન્ત્રં વ્યવસ્ય ભરતર્ષભ 1 તસ્યાનુવિહિતોડનાથા નાથપાહિપ્રજાઃપ્રભો? 1! ૧૭) એષવૈભગવાન્સાક્ષાદાધો નારાયણઃ પુમાન્ ! મોહયન્માયયા લોકં ગૂઢશ્ચરતિ વૃષ્જિષુ | ૧૮॥ વસિષ્ઠ, ઈન્દરપ્રમદ, ત્રિત, ગૃત્સમદ, અસિત, કક્ષીવાન, ગૌતમ, અત્રિ, વિશ્વામિત્ર, સુદર્શન તથા બીજા પજ શુકદેવ, વગેરે શુદ્ધદયન! મહાત્માઓ તેમ જ શિષ્યો સહિત કશ્યપ, અંગિરાપુત્ર બૃહસ્પતિ વગેરે મુંનેજનો પલ ત્યાં પધાર્યા. (૬-. ૮) ભીષ્મ પિતામહ ધર્મને અને દેશકાળના વિભાગને [સર્થાત્ ક્યાં, કયા સમે, ચું કરવું જોઈએ તે) જાબ્રતા હતા. તેમણે તે મહાભાગ ત્ર#ષિઓને સંમિંલત થયેલા જોઈને તેમનો યથાયોગ્ય સત્કાર કર્યો. (૯) તેઓ ભગવાન શ્રીકૃષ્કના પ્રભાવને પણ જાણતા હતા. તેથી તેમણે પોતાની લીલાથી મનુષ્યવેશ ધારણ કરીને ત્યાં બેઠેલા તથા જગદીશ્રરરૂપે ફદયમાં વિરાજમાન ભગવાન શ્રીકૃષ્ણની ભીતર અને બહાર
- બંને જગ્યાએ પૂજા કરી. (૧૦) પાંડવો અત્યંત વિનય અને પ્રેમપૂર્વક ભીષ્મ પિતામહની પાસે બેઠા. તેમને જોઈને ભીષ્મ પિતામહની આંખો પ્રેમાશ્રુથી ભરાઈ આવી. તેમણે તેમને કહયું - (૧૧) “હે ધર્મપુત્રો! અરે રે, હાય! એ ભારે દુઃખ અને અન્યાયની વાત છે કે બ્રાહ્મણ, પર્મ અને ભગવાનના આશ્રિત રહેવા છતાં પણ તમારે આટલા કષ્ટ સાથે જીવવું પડ્યું, જે માટે તમે કદાપિ યોગ્વ ન હતા.1(૧૨) અતિરથી પાંડુની મરણવેળાએ તમારી ઉંમર ધજ્ી નાની હતી. તે દિવસોમાં તમ!રે માટે કુન્તીએ અને સાથોસાથ તમારે પન વારંવાર શણાંબધાં કષ્ટ વેઠવાં પડ્યાં. (૧૩) જે રીતે વાદળાં વાયુના વશમાં રહે છે તે જ રીતે લોકરપાલો સમેત સઘબો સંસાર કાળભઝવાનને આધીન છે. હું સમજું છું કે તમારા જીવનમાં આ જે અપ્રિય ઘટનાઓ બની છે તે બધું એમની જ લીલા છે. (૧૩) નહિતર જયાં સાક્ષાત્ ધર્મપુત્ર યુધિષ્ઠિર ચજા હોય, ગદાધારી ભીમસેન અને ધનુર્ધારી અર્જુન રક્ષક્નનું કામ કરી રહ્યા હોય, ગાંડીવ ધનુષ્પ હોય અને. સ્વયં શ્રીકૃષ્ણ સુક્રદ હોય ત્યાં પણ ભલા, વિપત્તિની સંભાવના હોય ખરી? (૧૫) આ કાળરૂપ શ્રીકૃષ્ણ ક્યારે શું કરવા ઇચ્છે છે એ વાત ડોઈ ક્યારેય જાણતું નથી; મોટા મોટ જ્ઞાનીઓ પણ તેને સમજવામાં મોહિત થઈ જાય છે. (૧૬) હે યુષિષ્ઠિર! સંસારની આ બધી ઘટનાઓ ઈશ્વરાધીન છે. તેવું સમજીને તમે અનાથ પ્રજાનું પાલન કરો; કારણ કે હવે તમે જ તેના સ્વામી છો અને તેનું પાલન કરવામાં સમર્થ છો. (૧૭) આ શ્રીકૃષ્ણ સાક્ષાત્ ભગવાન છે, એ સૌના આદિકારણ અને પરમપુરુષ નારાયણ છે. એ યદુવંશીઓમાં ગુપ્તરૂપે રહીને પોતાની લીલા દ્વારા લોકોને મોહિત કરે ૬. મરા. પા. - ન્સન્નતાન્। ૨. પ્રા. પા. - કચ્છ | ૩. પ્રા. મા. - સંસ્થિતિવિરશે | ૪. પ્રા. પા. - વિભો! અ૦૯] પહેલો સ્કન્ધ 77 અસ્યાનુભાવં ભગવાન્ વેદ ગુહ્યતમં શિવઃ । દેવર્ષિ્નારદઃ સાક્ષાદ્ધગવાન્ કપિલો નૃપ* ॥ ૧૯॥ યં મન્યસે માતુલેયં પ્રિયં મિત્ર સુહત્તમમ્ ! અકરોઃ સચિવં દૂત સૌહૃદાદથ સારથિમ્ ॥ ૨૦॥ સર્વાત્મનઃ સમદેશો હ્યદ્યસ્યાનહકૃતેઃ | તત્કૃતં મતિવૈષમ્યં નિરવધસ્ય ન ક્વચિત્ ॥ ર૧॥। તથાપ્યેકાન્તભક્તેષુ પશ્ય ચેભૂપાનુકમ્પિતમ્ | યન્મેડયૂંસ્ત્યજતઃ સાક્ષાત્કૃષ્ણો દર્શનમાગતઃ ॥ ર ૨॥ ભક્ત્યાડડવેશ્ય મનો યસ્મિન્વાચા યન્ઞામ કીર્તયત્ | ત્યજન કલેવર યોગી મુચ્ચતે *ૈકામકર્મભિઃ !! ૨૩! સ દેવદેવો ભગવાન્ પ્રતીક્ષતાં કલેવર યાવદિદં હિનોમ્યહમ્ ! પ્રસન્નહાસારુણલોચનોલ્લસ- ન્મુખામ્બુજો ધ્યાનપથશ્ચતુર્ભુજઃ |! ર૪! સૂત ઉશચ યુધિષ્ઠિરસ્તદાકર્લ્ય શયાનં શરપગ્જરે | અપૃચ્છદ્િવિધાન્ધર્માનૃષીણાં ચાનુશ્ૃણ્વતામ્ । ૨૫॥। પુરુષસ્વભાવવિહિતાન્ યથાવર્ણ યથાશ્રમમ્ | વૈરાગ્યરાગોપાધિભ્યામામ્નાતોભયલક્ષણાન્ |! ર ૬।। દાનધર્માન્રાજધર્માન્મોક્ષધર્માન્ વિભાગશઃ । સધર્માન્ ભગવદ્ધર્માન્ સમાસવ્યાસયોગતઃ ॥ ૨૭! ધર્માર્થકામમોક્ષાંશ્ સહોપાયાન્ યથા મુને? । નાનાખ્યાનેતિહાસેષુ વર્ણયામાસ તત્ત્વવિત્ | ૨૮! ધર્મ પ્રવદતસ્તસ્ય સ કાલઃ પ્રત્યુપસ્થિતઃ । યોયોગિનશ્છન્દમૃત્યોર્વાગ્છિતસ્તૂત્તરાયણઃ ॥ ૨૯॥ છે. (૧૮) તેમનો પ્રભાવ અત્યંત ગૂઢ અને રહસ્યમય છે. હે યુધિષ્ઠિર! તેને ભગવાન શંકર, દેવર્ષિ નારદ અને સ્વયં ભગવાન કપિલ જ જાણે છે. (૧૯) જેમને તમે પોતાના મામાનો દીકરો, પ્રિય મિત્ર અને સૌથી મોટો હિતેચ્છુ માનો છો તથા જેમને તમે પ્રેમવશ પોતાનો મંત્રી, દૂત અને સારથિ સુધ્ધાં બનાવવામાં સંકોચ નથી કર્યો તે સ્વયં પરમાત્મા છે. (૨૦) આ સર્વાત્મા, સમદર્શ, અદ્િતીય છે. તે અહંકારશૂન્ય છે તેથી અઠંકારથી ઉત્પન્ન થતી બુદ્ધિની વિષમતા પણ તેમનામાં નથી. તે નિર્દોષ છે. (૨૨) હે યુષિષ્ઠિર! જુઓ તો ખરા, તેઓ પોતાના અનન્ય પ્રેમી ભક્તો પર કેટલી કૃપા કરે છે! આ જ કારણ છે કે આવા સમે કે જ્યારે હું પોતાના પ્રાણનો ત્યાગ કરી રહ્યો છું ત્યારે આ ભગવાન શ્રીકૃષ્ણે મને સાક્ષાત્ દર્ચન આપ્યાં છે. (૨૨) ભગવત્પરાયણ યોગી પુરુષો ભક્તિભાવથી તેમનામાં મન પરોવીને અને વાણીથી તેમના નામનું કીર્તન કરતા રહીને દેહત્યાગ કરે છે અને કામનાઓમાંથી તથા કર્મના બંધનમાંથી છૂટી જાય છે. (૨૩) તે જ દેવાધિદેવ ભગવાન પોતાના પ્રસન્ન હાસ્ય અને રક્તકમળ જેવાં અરુ નેત્રોથી ઉલ્લસિત મુખવાળા ચતુર્જ્જરૂપે - કે જે રૂપનાં દર્શન બીજા લોકોને કેવળ ધ્યાનમાં જ થાય છે
- ત્યાં સુધી અહી જ સ્થિત રહીને પ્રતીક્ષા કરે કે જ્યાં સુધી હું આ શરીરનો ત્યઃગ ન કરું. (૨૪) સૂતજી કહે છે - યુધિષ્ઠિરે તેમની આ વાત સાંભળીને શર-શય્યા પર સૂતેલા તે ભીષ્ય પિતામહને ધણાબધા કપિઓની રૂબરૂમાં જ અનેક પ્રકારતા ધર્મો વિશેનાં અનેક રહસ્યો પૂછ્યાં. (૨૫) ત્યારે તત્ત્વવેત્તા ભીષ્મ પિતામહે વર્ણ અને આશ્રમ અનુસાર મનુષ્યનો સ્વાભાવિક ધર્મ, વૈરાગ્ય તથા સગને કારણે વિભિન્નરૂપે દર્ાવેલા નિવૃત્તિ-પ્રવૃત્તિરૂપી દ્વિવિધ ધર્મ, દાનધર્મ, રાજધર્મ, મોક્ષધર્મ, સીધર્મ, ભગવદ્-ધર્મ - આ બધાનું સંક્ષેપમાં અને વિસ્તારપૂર્વક અલગ-અલગ વર્ણન કર્યું, હે શૌનકજી! / એની સાથે જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ - આ ચારે પુરુષાર્યોનું તથા એમની પ્રાપ્તિનાં સાધનોનું, અનેક ઉપાખ્યાનો અને ઇતિહાસ સંભળાવીને વિભાગવાર વર્જન કર્યું. (૨૬-૨૮) ભીષ્મ પિતામહ આ પ્રમાણે ધર્ષનું પ્રવચન કરી રહ્યા ત્યારે જ તે ઉત્તરાયણનો સમય આવી પહોંચો, કે જેની ઇચ્છા મૃત્યુને સ્વાધીન રાખનારા ભગવત્ધરાયણ યોગીજનો કરતા રહે છે. (ર૯) ૧. પ્રા. પા. - મુનિઃ! ૨. પ્રા. પા. - ભૂતાનુ*( ૩. પ્રા. પા. - સર્વ! ૪. પ્રા. પા. - મુનિઃ 1 78 શ્રીમદભાગવત [અબ૯ તદોપસંહૃત્ય ગિરઃ સહસ્રણી- ર્વિમુક્તસઝં* મન આદિપૂરષે ! લસત્પીતપટે ચતુર્ભુજ પુરઃસ્થિતેડમીલિતદેગ્યધારયત્ 1 ૩૦ વિશુદ્ધદા ધારશયા ચંહતાશુભ- સ્તદીક્રષૈવાશુ ગતાયુધવ્યથઃ | નિવૃત્તસર્વેન્દ્રિયવૃત્તિવિભ્રમ- સ્તુષ્ટાવ જન્યં વિસુજગ્જનાર્દનમ્ |! ૩૧ શીજાષ્મ 6વાર ઇતિ મીંતિરુપકલ્પિતા વિતૃષ્ણા ભગવતિ સાત્વતપુક્રવે વિભૂષ્નિ ! સ્વસુખમુષગતે ક્વચિદ્ધિહ્તુ પ્રકૃતિયુપેયુષિ યદ્ધવપ્રવાહઃ | ૩૨॥। ત્રિભુવનકમનં તમાલવર્ણ રવિકરગૌરવરામ્બરં દધાને । વપુરલકકુલાવૃતાનનાબ્જં વિજયસખે રતિરસ્તુ મેડનવધા ॥ ૩૩॥ તુરગરજોવિધૂમ્રવિષ્વક્- કચલુલિતશ્રમવાર્યલકૃતાસ્યે । નિશિતશરેર્વિભિધ્માન- ત્વચિવિલસત્કવચેડસ્તુ કૃષ્ણ આત્મા | ૩૪॥ સપદિ સખિવચો નિશમ્ય મધ્ષે નિજપરયોર્બલયો રથૅ નિવેશ્ય” ! સ્થિતવતિ પરસૈનિકાયુરક્ષ્ણા હતવતિ પાર્થસખે પરતિર્મમાસ્તુ ॥ ૩૫।। વ્યવહિતપૃતનામુખં નિરીક્ય સ્વજનવધાદ્વિમુખસ્ય દોષબુદ્વયા? । કુમતિમહરદાત્મવિધા ય- શ્વરણરતિઃ પરમસ્ય “તસ્ય મેડસ્તુ ॥ ૩૬॥ સ્વનિગમમપહાય મહાતિજ્ઞામ્ ત#તમધિકર્તુમવપ્લુતો રથસ્થઃ। કૃષ્ણે યુધિ મમ તે સમયે હજારો રથીઓના નેતા ભીષ્મ પિતામહે વાણીનો સંયમ કરીને, મનને બધી બાજુએથી વાળીને પોતાની સામે સ્થિત આદિપુરુષ ભગવાન શ્રીકૃષ્ણમાં પરોવ્યું. ભગવાન શ્રીકૃષ્ણના સુંદર ચતુર્ભુજ વિગ્રહ પર તે સમધે પીતાંબર લહેરાઈ રહ્યું હતું. ભીષ્મ ખુલ્લી આંખોથી તેમને નિહાળી રહ્યા. (૩૦) તેમને શસ્ત્રોના પ્રહારઘી જે પીડા થઈ રહી હતી તે તો ભગવાનના દર્શનમાત્રથી તરત જ દૂર થઈ ઝઈ તથા ભગવાનની વિશુદ્ધધ્યાન-ધારણાથી તેમનાં જે પણ કેટલાંકઅશુભ શેપ હતાં તેબધાં જ નષ્ટ થઈ ગયાં. હવે દેહત્યાગ-વેળાએ તેમણે પોતાની સમસ્ત ઇન્દ્રિયોના વૃત્તિવિલાસને થંભાવી દીધો અને અત્યંદ પ્રેમપૂર્વક ભગવાનની સ્તુતિ કરી. (૩૧). શ્રી ભીષ્મજીએ કલું - હવે મૃત્યુવેળાએ હું મારી આ અત્યંત શુદ્ધ અને કામનારડિત બુદ્ધિરે યદુવંશ-શિરોમણિ. અનંત ભગવાન શ્રીકૃષ્ણના ચરફ્નોમાં સમર્પિત કરું છું - કે જેઓ હરહંમેશ પોતાના આતંદમધ સ્વરૂપમાં સ્થિત રહેવા છતાં પણ કયારેક વિહાર કરવાની, લીલા કરવાની ઇચ્છાથી પ્રકૃતિનો સ્વીકાર કરે છે, કે જેનાથી આ રૃષ્ટિ-પરંપરા ચાલે છે. (૩૨) જેમનું શરીર ત્રિભુવનસુંદર છે તથા શ્યામ તમાલ જેવું શામળું છે, જેના પર સૂર્ય-કેરણોના જેવું શ્રેષ્ઠ પીતાંબર લહેસઈ રહ્યું છે અને કમળ-સરશ મુખ ઉપર વાંકડિયા વાળની લટો લટકતી રહે છે તે અર્જુનસખ શ્રીકૃષ્ણમાં મારી નિષ્કપટ પ્રીતિ થાઓ. (૩૩) મને યુદ્ધના સમયની તેમનો તે વિલક્ષણ છબિ યાદ આવે છે. તેમના મુખ પર લહેરાતા વાંકડિયા વાળ ધોડાઓની ટાપની રજથી ધૂળધૂસરિત થઈ ગયા હતા અને મુખપર પરસેવાના બુંદ શોભી રહ્યાં હતાં. હું પોતાનાં તીક્ણ બાણોથી તેમની ત્વચાને વીધી રહ્યો હ; ભગવાન શ્રીકૃષ્ણ પ્રતિ મારું શરીર, અંતઃકરણ અને આત્મા સમર્પિત થઈ જાઓ. (૩૪) પોતાના મિત્ર અર્જુનની વાત સાંભળીને જેઓ તરત જ પાંડવસેના અને કૌરવસેનાની વચ્ચે પોતાનો રથ લઈ આવ્યા અને ત્યાં સ્થિત થઈને જેમળ્ે પોતાની દાષ્થી જ શત્રુપક્ષના સૈનિકોનું આયુષ્ય હરી લીધું તે પાર્થ. સખા ભગવાન શ્રીકૃષ્ણમાં મારી પરમ પ્રીતિ થાઓ. (૩૫) અર્જુને જ્યારે દૂરથી કૌરવોની સેનાના અગ્રણી એવા અમને જોયા ત્યારે પાધ સમજીને તે પોતાના સ્વજનોના વધથી વિમુખ થઈ ગયો. તે સમયે જેમશે ગીતાના રૂપમાં આત્મવિધાનો ઉપદેશ કરીને તેના તત્કાર્લીન અજ્ઞાનનો નાશ કર્યો તે પરમયુરુષ ભગવાન શ્રીકૃષ્શનાં ચરણોમાં મારી પ્રીતિ બની રહો. (૩૬) મેં પ્રતિજ્ઞા કરી હતી કે હું શ્રીકૃષ્ણને શસ્તગ્રહણ કરાવીને જ છોડીસ; તે પ્રતિજ્ઞાને સત્ય અને ઉચ્ચ કરવા માટે ૧. પ્રા. પા. - વિમુક્તસક્રો ! ૨. પ્રા. પા. — કતાબ | ૩. પ્રા. પા. - મતિ૦! ૪. પ્રા. પા. - પ્રવિશ્ષ | ૫, પ્રા. પ. - નતિન! ૬. પ્રા. પા. - વ્યવકિતન! ૭, પ્રા. પા. - પર્મબુદ્યા ! ૯ પ્ર. પા. - મેડસતુ તમ અ૦૯] પહેલો સ્કન્ધ 79 ધૃતરથચરણોડભ્યયાચ્ચલદગુ- ર્હરિરિવ હન્તુમિભં ગતોત્તરીયઃ | ૩૭॥ શિતવિશિખહતો વિશીર્ણદંશઃ ક્ષતજપરિપ્લુત આતતાયથિનો મે | પ્રસભમભિસસાર મદ્દધાર્થ સ ભવતુ મે ભગવાન્ ગર્તિર્મુકુન્દઃ । ૩૮॥। વિજયરથકુટુમ્બ આત્તતોત્રે ધૃતહયરશ્મિનિ તચ્છિયેક્ષણીયે | ભગવતિ રતિરસ્તુ મે મુમૂર્ષો- ર્યમિહ નિરીક્ષ્ય હતા ગતાઃ સરૂપમ્ | ૩૯॥। લલિતગતિવિલાસવલ્ગુહાસ- પ્રણયનિરીક્ષણકલ્પિતોરુમાનાઃ | કૃતમનુકૃતવત્ય ઉન્મદાન્ધાઃ પ્રકૃતિમગન્ કિલ યસ્ય ગોપવધ્વઃ 1૪૦॥ મુનિગણનૃપવર્યસફુલેડન્તઃ- સદસિ યુધિષ્ઠિરરાજસૂય એષામ્ | અર્હણમુપપેદ ઈક્ષણીયો મમ દૅશિગોચર એષ આવિરાત્મા 1૪૧॥। તમિમમહમજં શરીરભાજાં હૃદિ હૃદિ ધિષ્ઠિતમાત્મકલ્પિતાનામ્ | પ્રતિદેશમિવચ નૈકધાર્કમેક સમધિગતોડસ્મિ વિધૂતભેદમોહઃ | ૪૨॥। સૂત ઉવાચ કૃષ્ણ એવં ભગવતિ મનોવાગ્દષ્ટિવૃત્તિભિઃ । આત્મન્યાત્માનમાવેશ્ય સોડન્તઃશ્યાસ ઉપારમત્ | ૪૩॥। સમ્પધ્યમાનમાજ્ઞાય ભીષ્મં બ્રહ્મણિ નિષ્કલે ! સર્વે બભૂવુસ્તે તૃષ્ણી વયાંસીવ દિનાત્યયેરટે | ૪૪॥ તેમણે શસ્ગ્રહણ નહીં કરવાની પોતાની પ્રતિજ્ઞા તોડી દીધી. તે સમયે તેઓ રથમાંથી નીચે કદી પડ્યા અને સિંહ જેમ હાથીને મારવા માટે તેના પર કૂદી પડે છે તે જ રીતે રથનું પૈડું લઈને મારા પર ઝપટી પડ્યા. તે સમ ટલા વેગથી દોડ્યા કે તેમના ખભા પરનું ઉપવસ્ત્ર પડી ગયું અને પૃથ્વી કંપવા લાગી. (૩૭) મેં આતતાયીએ તીક્ષ્ણ બાણ મારી- મારીને તેમના શરીરનું કવચ તોડી નાખ્યું હતું, જેથી આખું. શરીર લોહીલુહાણ થઈ રહ્યું હતું; અર્જુનના રોક્વા છતાં પણ તેઓ બળપૂર્વક મને મારવા માટે મારી તરફ દોડી આવી રહ્યા હતા. તે જ ભગવાન શ્રીકૃષ્ણ, જેઓ આમ કરતા હોવા છતાં પણ મારા પ્રતિ અનુગ્રહ અને ભક્ત-વત્સલતાથી પરિપૂર્ણ હતા - તેઓ મારી એકમાત્ર ગતિ થાઓ અને આશ્રય થાઓ. (૩૮) અર્જુનના રથના રક્ષણમાં સાવધાન જે શ્રીકૃષ્ણના ડાબા હાથમાં ઘોડાઓની રાશ (લગામ) અને જમણા હાથમાં ચાબૂક હતો - એ બંનેની શોભાથી તે સમયે જેમની અપૂર્વ છબિ બની ગઈ હતી તથા મહાભારત-યુદ્ધમાં મરનારા વીરો જેમની આ વિનું દર્શન કરતા રહેવાને કારે સારૂપ્ય મોક્ષ પામી ગયા તે જ પાર્થસારથિ ભગવાન શ્રીકૃષ્ણમાં મુજ મરણાસન્નની પરમ પ્રીતિ થાઓ. (૩૯) જેમની મધુર સુંદર ચાલ, હાવભાવયુક્ત ચેષ્ટાઓ, મધુર સ્મિત અને પ્રેમપૂર્ણ દષ્ટિથી અત્યંત સમ્માનિત ગોપીઓ રાસલીલામાંથી તેમના અંતર્ધાન થઈ જવાથી પ્રેમોન્માદથી ઘેલી થઈને જેમની લીલાઓનું અનુકરણ કરીને તન્મય થઈ હતી તે જ ભગવાન શ્રીકૃષ્ણમાં મારો પરમ પ્રેમ થાઓ. (૪૦) જે સમયે યુધિષ્ઠિરનો રાજસૂય યજ્ઞ થઈ રહ્યો હતો, ત્યારે મુનિઓ અને મોટા-મોટા રાજાઓથી ભરેલી સભામાં શ્રીકૃષ્ણે રાજાઓની અગ્રપૂજા સ્વીકારી. તે સમયની શોભા અત્યંત દર્શનીય હતી. તે જ સૌના આત્મા પ્રભુ આજે મારા આ મૃત્યુ- સમયે મારી સામે ઊભા છે. (૪૧) જેમ એક જ સૂર્ય અનેક આંખોથી અનેક રૂપમાં દેખાય છે તે જ રીતે અજન્મા ભગવાન શ્રીકૃષ્ણ પોતે જ રચેલા અનેક શરીરધારીઓના હૃદયમાં અનેક રૂપે હોય તેવા લાગે છે; વાસ્તવમાં તો તેઓ એક જ છે અને સૌનાય હૃદયમાં વિરાજમાન છે. એમાંના આ ભગવાન શ્રીકૃષ્ણને હું ભેદબ્રમરહિત થઈને પામી ગયો છું. (૪૨) સૂતજી ક્હે છે - આ પ્રમાલે ભીષ્મ પિતામહે મન, વાણી અને દૃષ્ટિની વૃત્તિઓથી આત્મસ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણમાં પોતાની જાતને લીન કરી દીધી. તેમના પ્રાણ ત્યાં જ વિલીન થઈ ગયા અને તેમનું શરીર શાંત થઈ ગયું. (૪૩) તેમને અનંત બ્રહ્મમાં લીન થયેલા જાલ્રીને બધા લોકો એવી રીતે ચૂપ થઈ ગયા કે જેવી રીતે દિવસ વીતી જતાં પક્ષીઓનો ક્લરવ શાંત થઈ જાય છે. (૪૪) ૧. મ્રા. પા. - વિદષે સ્થિતમાત્મ૦ 1 ૨. પ્રા. પા. - પ્રતિદિશમિવ । ૩. પ્રા. પા. - મનોવાગ્વૃત્તિદષ્ટિબિઃ ! ૪. પ્રા. પા. - દિવાત્યવે ! 80 શ્રીમદભાગવત [૦૧૦ તત્ર દુન્દુભયો નેદુર્દેવમાનવવાદિતાઃ5 ! શશંસુઃ સાધવો રાજ્ઞાં ૨ ખાત્પેતુઃ પુષ્પવૃષ્ટયઃ |! ૪૫॥ તસ્ય નિર્હરણાદીનિ સમ્પરેતસ્ય ભાર્ગવ ! યુધિષ્ઠિરઃ કારથિત્વા મુહૂર્ત દુઃખિતોડભવત્ | ૪૬॥। તુષ્ટવુર્મુનયો હષ્ટાઃ કૃષ્ણં તદગુહ્યનામભિ તતસ્તે કૃષ્ણહદયાઃ સ્વાશ્રમાન્ પ્રયયુઃ પુનઃ ॥ ૪૭॥ તતોયુધિષ્ઠિરો ગત્વા સહકૃષ્ણો ગજાદ્યયમ્ ! પિતરં સાન્ત્વયામાસ ગાન્ધારીચ તપસ્વિનીમ્ ॥ ૪૮॥ પિત્રા ચાનુમતો રાજા વાસુદેવાનુમોદિતઃ । ચકાર રાજ્યં ધર્મેણ પિતૃપૈતામહે વિભુઃ !। ૪૯ તે સમયે દેવતાઓ અને મનુષ્યો નગારાં વગાડવા લાગ્યા, સાધુસ્વભાવના રાજાઓ તેમની પ્રશંસા કરવા લાગ્યા અને આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. (૪૫) હે શૌનકજી! યુધિષ્ઠિરે તેમના મૃત શરીરની અંત્વેષ્ટિ-ક્રેયઃ કરાવી અને થોડ સમય માટે તેઓ શોકમગ્ન થઈ ગયા. (૪૬) તે સમયે મુનિઓએ ખુબ આનંતપૂર્ક ભગવાન શ્રીકૃષ્ણની, તેમનાં રહસ્થપૂર્ણ નામો લઈ-લઈને સ્તુતિ કરી. ત્યારપછી પોતાનાં હદયોને શ્રીકૃષ્ણમય બનાવોને તેઓ પોતપોતાના આશ્રમોમાં પાછા ગયા. (૪૭) ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણની સાથે યુષિષ્ઠિર હસ્તિનાપુરમાં આવ્યા અને તેમજ ત્યાં પોતાના કાકા ધૃતરાષ્ટ્રને અને તપસ્વિની ગાંધારીને પૌરજ બંધાવી. (૪૮) પછી, ધૂતરાષ્ટ્રની આશાથી અને ભગવાન શ્રીકૃષ્ણની અનુમતિથી સમર્થ રાજા યુધિષ્ઠિર પોતાના વંશપરંપરાપ્રાપ્ત સાપ્રાજ્યનું ધર્મપૂર્વક શાસન કરવા લાગ્યા. (૪૯) ક્ક્ટ્િગ્ક્નન ઇતે શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમરહેસ્યાં સંહિતાયાં પ્રથમસ્કન્પે યુધિષ્ઠિરરાજ્યપ્રલમ્ભો નામ નવમોડધ્યાયઃ ॥ ૯॥ પહેલા સ્કંધ-અંતર્ગત યુધિષ્ઠિરરાજ્યપ્રલંમ નામનો નવમો અધ્યાય સમાપ્ત.