બારમો અધ્યાય અઘાસુરનો ઉદ્ધાર શુક ઉવાચ કવચિદ્દ વતાશાય મનો દધદ્ વ્રજાત્ માતઃ સમુત્થાય વયસ્યવત્સપાત્ | પ્રબોધયગ્છુ્ારવેણ ચારુણ્ઞા વિનિર્ગતો વત્સપુરઃસરો હરિઃ ॥૧॥ તેનેવ સાકં પૃથુકાઃ સહસશઃ ર્નિગ્ધાઃ સુશિગ્વેત્રવિષાણવેણવઃ | સ્વાન્ સ્વાન સહસોપરિસડખ્યયાડન્વિતાન્ વત્સાન્ પુરસ્કૃત્ય વિનિર્યયુર્મુદા | ૨ કૃષ્ણવત્સેરસફખ્યાતેર્ય્થીકૃત્ય સ્વવત્સકાન્ ! ચારયન્તોડર્ભલીલાભિર્વિજહુસ્તત્ર તત્ર હ 1 ૩॥। ફલપ્રવાલસ્તબકસુમનઃપિચ્છધાતુભિઃ ।| કાથગુગ્જામણિસ્વર્ણભૂષિતા અપ્યભૂષયન્ | ૪॥। મુષ્ણાત્તોડન્યોન્યશિક્યાદીન્જ્ઞાતાનારાચ્ચચિક્ષિપુઃ | તત્રત્યાશ્ર પુતર્દ્રાદ્સ્સન્તશ્વ પુનર્દદુઃ ॥ ૫॥। શ્રીશુકદેવજી ક્હે છે - પરીક્ષિત! એક દિવસ નંદનંદન શ્યામસુંદર વનમાં જ ભોજન કરવાના વિચારથી પ્રાતઃકાળે ઊઠીને શૃંગવાઘના મધુર ધ્વનિથી પોતાના સાથી ગ્રોપબાળકોને જગાડીને વાછરડાંને આગળ કરી તેઓ દ્રજમંડળમાંથી ચાલી નીકળ્યા. 1૧ |! શ્રીકૃષ્ણની સાથે તેમના પ્રેમી હજારો ગ્વાલબાળકો સુંદર શીકાં, છડીઓ, શૃંગવાલો તથા વાંસળીઓ લઈ પોતાનાં હજારો વાછરડાંને આગળ કરીને ખૂબ પ્રસન્નતાથી પોત-પોતાનાં ઘરોમાંથી નીકળી પડ્યાં. |! ૨ ॥ તેઓ શ્રીકૃષ્ણનાં અગણિત વાછરડાંઓ સાથે પોતાનાં વાછડાંને ભેગા કરી, ચરાવતાં-ચરાવતાં બાળકીડાઓ કરતાં-કરતાં વિચરવા લાગ્યા, ૩ || જોકે બધા જ ગોપબાળકોએ કાચના, ચણોઠીના, મજ્િઓના તથા સોનાના દાગીના પહેર્યા હતા,, તેમ છતાં તેમણે વૃન્દાવનનાં લાલ, પીળાં, લીલાં ફળોથી, નવી-નવી કૃંપળોથી, રંગ-બેરંગી પુષ્યગુચ્ોથી, મોરપીંછથી અને સપ્ત ધાતુઓથી પોતાને શબ્ગારી લીધા હતા. |૪ || કોઈ કોઈકનું શૌકું ચોરી લેતા, તો કોઈ કોઈની છડી અથવા વાંસળી ચોરી લેતા, જ્યારે તે વસ્તુઓના માલિકને ખબર પડતી, ત્યારે તે ચોરી લેનાર કોઈ બીજા તરફ તે દૂર ફેંકી દેતો. બીજો ત્રીજાને અને ત્રીજો વધારે દૂર ચોથાની પાસે ફેંકતો. પછી હસીને તે વસ્તુ પાછી આપી દેતા. | ૫ 1| અ૦ ૧૨] દસમો સ્કન્ધ. 177 યદિ દૂરં ગતઃ કૃષ્ણો વનશોભેક્ષણાય તમ્ | અહં પૂર્વમહે પૂર્વમિતિ સંસ્પૃશ્ય રેમિરે || ૬|। કેચિદ્ વેણૂન્ વાદયન્તો ધ્માન્તઃ ૃક્ાણિ કેચન । કેચિદ્ ભૂયઃ પ્રગાયન્તઃ કૂજન્તઃ કોકિલૈઃ પરે | ૭।। વિચ્છાયાભિઃ પ્રધાવત્તો ગચ્છન્તઃ સાધુહેસકેઃ । બકૈરુપવિશન્તશ્ચ નૃત્યન્તશ્વ કલાપિભિઃ | ૮।। વિકર્ષન્તઃ કીશબાલાનારોહન્તશ્ચ તૈર્દુમાન્ । વિકુર્વન્તશ્ચ તૈઃ સાકં પ્લવન્તશ્ચ પલાશિષુ || ૯! સાકં ભેકેર્વિલકનતઃ સરિત્પ્રસ્વસમ્પ્લુતાઃ | વિહસન્તઃપ્રતિચ્છાયાઃશપન્તશ્ચ પ્રતિસ્વનાન્ | ૧૦।। ઇત્થં સતાં બ્રહ્મસુખાનુભૂત્યા દાસ્ય ગતાનાં પરદૈવતેન | માયાશ્રિતાનાં નરદારકેણ સાકં વિજહ્ુઃ કૃતપુણ્યપુગ્જાઃ | ૧૧|| યત્યાદપાંસુર્બહુજન્મકૃચ્છૂતો ધૃતાત્મભિ્યોગિભિરપ્યલભ્યઃ |! સ એવ યદદંગ્વિષયઃ સ્વયં સ્થિતઃ કિં વર્ષ્યતે દિષ્ટમતો વ્રજોકસામ્ |૧૨॥| અથાઘનામાભ્યપતન્મહાસુર- સ્તેયાં સુખક્રીડનવીક્ષણાક્ષમઃ | યદન્તર્નિજજીવિતેપ્સુભિઃ પીતાપ્રવૈરપ્યમરૈઃ પ્રતીક્યતે ।૧૩॥ નિત્યં દૃષ્ટવાડર્ભકાન્ કૃષ્ણમુખાનઘાસુરઃ કંસાનુશિષ્ટઃ સ બકીબકાનુજઃ | અયં તુ મે સોદરનાશકૃત્તયો- ઉયોર્મમેતેં સબલં હનિષ્ષે !૧૪॥ એતે યદા પત્સુહદોસ્તિલાપઃ કૃંતાસ્તદા નષ્ટસમા વ્રજોકસઃ | જ્યારે શ્યામસુંદર શ્રીકૃષ્ણ વનની શોભા જોવા માટે થોડા આગળ વધી જતા, ત્યારે તેમનો સ્પર્શ કરવા માટે પહેલો હું, પહેલો હું આ પ્રમાણે આપસમાં હરીફાઈ કરતાં બધા જ તેમની તરફ દોડી જતા અને તેમનો સ્પર્શ કરીને આનંદમગ્ન થઈ જતા. ॥ ૬ ॥ કોઈ વાંસળી વગાડી રહ્યા છે તો કોઈ શુંગવાઘો ફૂંકી રહ્યા છે. કોઈ ભમરાઓ સાથે ગુંજારવ કરતા, કેટલાક કોયલો સાથે ટહુકા કરતા, કેટલાક પક્ષીઓની છાયા સાથે દોડતા, કેટલાક હંસો સાથે ચાલત્તા, કેટલાક બગલાઓ સાથે બેસતા, કેટલાક મોરો સાથે નૃત્ય કરતા, કેટલાક ઝાડની ડાળીઓ પરથી લટકતાં વાંદરાઓના પૂછડાં ખેંચતા, કેટલાક તેમનાં પૂછડાંઓ પકડી ઝાડ પર ચડતા, કેટલાક તેમની સાથે ચાળા કરતા, કેટલાક તેમની સાથે વૃક્ષો પર કૂદતા, કેટલાક દેડકાંઓ સાથે કૂદતા, કેટલાક નદીના પ્રવાહમાં નાહતા, કેટલાક પાણીમાં પોતાનો પડછાયો જોઈને હસતા તો કેટલાક પોતાના શબ્દોના પડધાઓને સારા-ખોટા કહી રહ્યા હતા. ॥ ૭-૧૦ । ભગવાન શ્રીકૃષ્ણ શાની સંતો માટે સ્વયં બ્રહ્મરૂપ-સુખરૂપ અને જે આનંદરૂપ હતા, તે જ દાસ્યભાવ-સેવકભાવ રાખતા દાસજનોને (શ્રીકૃષ્ણ) પોતાના સ્વામી અને આરાધ્યદેવ લાગતા હતા, અને માયાને આધીન થઈ રહેલા મનુષ્યોને તો તેઓ મનુષ્યના બાળક તરીકે જ લાગતા હતા. આવા આનંદસ્વરૂપ શ્રીકૃષ્ણની સાથે રમનારા ગોપબાળકો કેટલા પુશ્યાત્મા હશે! || ૧૧ ॥ ઘણાં જન્મો સુધી દુઃખ અને પરિશ્રમ વેઠીને જેમણે પોતાનાં ઇન્દ્રિયો અને અંતઃકરણ વશમાં કરી લીધાં છે, તેવા યોગીઓ માટે પણ ભગવાન શ્રીકૃષ્ણના ચરણકમળની રજ સુલભ નથી. તે જ ભગવાન સ્વયં જે વ્રજવાસી ગોપબાળકોની આંખો સામે રહીને હંમેશાં રમતો રમે છે, તેમના સૌભાગ્યનો મહિમા આથી વિશેષ શો હોઈ શકે? 1૧૨ || પરીક્ષિત! આ જ સમયે અઘાસુર નામનો એક મહા દૈત્પ આવી ચડ્યો. તે ગોપબાળકોની અને શ્રીકૃષ્ણની સુખમયી ક્રીડા જોઈ ન શક્યો. તેના હૃદયમાં બળતરા થવા લાગી. તે એટલો ભયંકર હતો કે અમૃતપાન કરીને અમર થયેલા દેવતાઓ પણ તેનાથી પોતાનો જીવ બચાવવા ચિંતિત રહેતા હતા અને એ વાતની રાહ જોતા હતા કે કોઈ રીતે આનું મૃત્યુ થાય. । ૧૩ ॥ અઘાસુર પૂતના અને બકાસુરનો નાનો ભાઈ હતો તથા કંસનો મોકલેલો હતો. તે શ્રીકૃષ્ણ, શ્રીદામા વગેરે ગોવાળોને જોઈને મનમાં વિચારવા લાગ્યો કે “આ કૃષ્ણ જ મારા સગા ભાઈ અને બહેનને મારવાવાળો છે. તેથી આજે હું તેને ગોપબાળકો સાથે મારી નાંખીશ, । ૧૪ |! જ્યારે આ બધા મરીને મારા તે બન્ને ભાઈ-બહેનના મૃત્યુના તર્પણરૂપી તિલાંજલિ બની જશે, ત્યારે વ્રજવાસી પોતાની મેળે 178 શ્રીમદભાગવત પ્રાણે ગતે વર્ષ્મસુ કા નુ ચિન્તા પ્રજાસવઃ પ્રાણભૃતો હિ યે તે 1૧૫! ઇતિ વ્યવસ્યાજગરં બૃહદ્ વપુઃ સ યોજનાયામમહાદ્રિપીવરમ્ | ધૃત્વાહુતં વ્યાત્તગુહાનનેં તદા પથિ વ્યશેત ગ્રસનાશયા ખલઃ 1૧૬! જલદોત્તરોષ્ઠો દર્યાનનાન્તો ગિરિવૃગ્દેષ્ટ્રઃ। ધ્યાન્તાન્તરાસ્યો વિતતાધ્વજિદ્ઃ પરુષાનિલશ્ચાસદવેક્ષણોષ્ણઃ દરાધરોષ્ઠો ॥૧૭॥ દૃષ્ટા તં તાદશં સર્વે મત્વા વૃન્દાવનશ્રિયમ્ । વ્યાત્તાજગરતુક્ડેન હ્યુત્મેક્ષન્તે સ્મ લીલયા ॥ ૧૮।। અહો મિત્રાણિ ગદત સત્ત્વફૂટં પુરઃ સ્થિતમ્ | અસ્મત્સડંગ્રસનવ્યાત્તવ્યાલતુણ્ડાયતે નવા ॥ ૧૯।। સત્યમર્કકશરક્તમુત્તરહનુવદ્ ઘનમ્ | અધરાહનુવદ્રોધસ્તત્્રતિચ્છાયયાડરુણમ્ ॥ ૨૦॥ પ્રતિસ્પર્ધેતે સૃક્કિભ્યાં સવ્યાસવ્યે નગોદરે | તુકકૃત્રાલયોક્પ્યેતાસ્તદંષ્ટ્રાભિહ્ષ પશ્યત || ૨૧ આસ્તૃતાયામમાર્ગોડયં રસનાં પ્રતિગર્જતિ | એપામત્તર્ગત ધ્વાન્તમેતદપ્યન્તરાનનમ્ | ૨૨॥। દાવોષ્ણાખરવાતોહયં શ્યાસવદ ભાતિ પશ્યત ! તદગ્ધસત્તવદુર્ગ-ધોડપ્યન્તરામિષગન્ધવત્ | ૨૩॥ અસ્માન્ કિમત્ર ગ્રસિતા નિવિષ્ટા- નર્ય તથા ચેદૂ બકવદ વિતડ્ક્યતિ | ક્ષણાદનેનેતિ બકાર્યુશન્મુખં વીક્યોદ્વસન્તર કરતાડનેર્યયુઃ || ૨૪॥ [અ૦૧૨ મુડદાં જેવા થઈ જશે. સંતાનો જ પ્રાણીઓના પ્રાણ છે, જ્યારે પ્રાણ જ નહીં રહે ત્યારે શરીર કઈ રીતે રહેશે? એમના મૃત્યુથી વ્રજવાસીઓ આપમેળે મરી જશે.’ || ૧૫ || આવો નિર્શય કરીને તે દુષ્ટ દૈત્પ અજગરનું રૂપ લઈને રસ્તામાં સુઈ ગયો. તેનું તે અજગર શરીર એક યોજન મોટા-લાંભા પર્વત જેવું વિશાળ, જાડું અને બહુ જ વિચિત્ર હતું. તેની દાનત બધાં બાળકોને ગળી જવાની હતી, તેથી તેશે ગુફા જેવડું પોતાનું મૉંહું હાડી રાખ્યું હતું. ॥ ૧૬ || તેનો નીચેનો હોઠ જમીનને અને ઉપરનો હોઠ વાદળોને અડકતો હતો. તેનાં જડબાં ગુફાઓ જેવાં હતાં અને દાઢો પર્વતના શિખર જેવી જણાતી હતી. મોંઢામાં ઘોર અંધકાર હતો. જીભ વિશાળ પહોળા માર્ગ જેવી દેખાતી હતી. શ્વાસ તીક્ણ પવન જેવો હતો અને દષ્ટિ ઘવાનળ જેવી હતી. ॥ ૧૭ ॥ અધાસુરનું આવું રૂપ જોઈને બાળકો સમજવા કે આપણા હૃન્દાવનની આ કોઈ અજાયબી છે. તેને જોઈને સર્વ ગોપકુમારો (ભ્રાન્તિથી) એને વૃન્દાવનની સુંદર ગુફા માની, રમતમાં તેની અજગરના પહોળા મુખ સાથે સરખાંમણ્ી કરવા લાગ્યા. 1 ૧૮ ॥ કોઈ કહેતું, “મિત્રો! અચ્છા, બતાવો તો આ જે આપણી સામે કોઈ પ્રાણી જેવું કાંઈક બેઠું છે તે આપશને ગળી જવા માટેખોલેલા અજગર મોઢા જેવું નથી?’ ॥ ૧૯ ॥ બીજાએ કહ્યું, “નરેખર, સૂર્યનાં કિરણો પડવાથી જે વાદળાં લાલ-લાલ થઈ ગયાં છે, તે એવાં જણાય છે, જાણે બરાબર અજગરનો ઉપરનો હોઠ હોય. અને તે જ વાદળાંના પડછાયાથી આજેનીચેની જમીન લાલ-લાલ દેખાય છે, તે જ એનો નીચેનો હોઠ હોય એવું લાગે છે.’ ॥ ૨૦ ॥ત્રીજા ગોપબાળકે કહ્યું ‘હા, સાચું જ છે. જુઓ તો ખરા, શું આ ડાબી અને જમશી બાજુની પર્વતની ગુફાઓ અજગરતા જડબાની સરખામણી નથી કરતી? અને ઊંચી ઊંચી શિખરોની હારમાળા તો સ્પષ્ટરૂપે અજગરની દાઢો જેવી લાગે છે.’ || ૨૧ | ચોથાએ કહ્યું - ‘અરે ભાઈ! આ લાંબી-પહોળી સડક તો બરાબર અજગરની જીભ જેવી જ જણાય છે ખને આ ડિરિકન્દરાઓની વચ્ચેનો અંધકાર તો તેના મોઢાની અંદરના ભાગની આબેહૂબ પ્રતિકૃતિ છે.’ ॥ ૨૨ ॥ કોઈ બીજા ગોવાળે કહ્યું - “જુઓ જુઓ, એવું જણાય છે કે ક્યાંક અહીં જંગલમાં આગ લાશી છે, તેથી આ ગરમ અને તીક્ણ હવા આવી રહી છે. પરંતુ અજગરના શ્વાસ સાથે આનો કેવો મેળ બેસી ગયો છે! અને એ જ આગમાં બળી ગયેલાં પ્રાજ્નીઓના જેવી દુર્ગંધ પણ આવી રહી છે, જાણે. અજગરના પેટમાં મરી ગયેલા જીવોના માંસની જ દુર્ગંધ હોય.’ || ૨૩ !|ત્યારે તેમનામાંથી એકે કહ્યું - ‘જો આપણે આના મુખમાં ધુસી જઈએ, તો શું આ આપણને ગળી જશે? અરે, આ શું ગળી જવાનો હતો? ક્યાંક આવું કરવાની મૂર્ખતા કરી બેસે તો, એક ક્ષ્મમાં બકાસુરની જેમ નષ્ટ થઈ જશે. આપણો આ કનૈયો તેને છોડશે થોડો?” આ પ્રમાણે કહેતા કહેતા તૈગોપબાળકો બકાસુરને હણનારા શ્રીકૃષ્ણનું સુંદર મુખ જોતાં અ૦૧૨] દસમો સ્કન્ધ 179 મિથોડતથ્યમતજજ્ઞભાષિતં શ્રુત્વા વિચિન્ત્યેત્યમૃષા મૃષાયતે | વિદિત્વાડખિલભૂતહત્સ્થિતઃ સ્વાનાં નિરોદ્ધું ભગવાન્ મનો દધે || ર૫॥ ઇત્થ રક્ષો તાવતૂ પ્રવિષ્ટાસ્ત્વસુરોદરાન્તરં પરં ન ગીર્ણાઃ શિશવઃ સવત્સાઃ | પ્રતીક્ષમાણેન બકારિવેશનં હંતસ્વકાન્તસ્મરણેન રક્ષસા [૨૬]! તાન્ વીક્ષ્ય કૃષ્ણઃ સકલાભયપ્રદો હ્યનન્યનાથાન્ સ્વકરાદવચ્યુતાન્ | દીનાંશ્ચ મૃત્યોર્જઠરાગ્નિઘાસાન્ ઘૃણાર્દિતો દિષ્ટકૃતેન વિસ્મિતઃ || ૨૭।। કૃત્ય કિમત્રાસ્ય ખલસ્ય જીવનં ન વા અમીષાં ચ સતાં વિહિંસનમ્ | દ્રયં કથં સ્યાદિતિ સંવિચિન્ત્ય ત- જજ્ઞાત્વાડવિશત્તુણ્ડમશેષદંગ્ઘરિઃ ।। ૨૮॥। તદા ઘનચ્છદા દેવા ભયાદ્ધા હેતિ ચુક્રુશુઃ । જુહપુર્યે ચ કંસાઘાઃ કૌણપાસ્ત્વથબાન્ધવાઃ ॥ ૨૯।। તચ્છુત્વા ભગવાન્ કૃષ્ણસ્ત્વવ્યયઃ સાર્ભવત્સકમ્ । ચૃ્ણીચિકીર્ષોરાત્માનં તરસા વવૃધે ગલે 1 ૩૦॥ તતોડતિકાયસ્ય વ4નેરુદ્ધમા્ગેણો હ્રુદ્ગીર્ણદષટેર્બમતસ્ત્વિતસ્તતઃ । પૂર્ણોડન્તશજ્ને પવનો નિરુદ્ધો મૂર્ધત્ વિનિષ્પાટય વિનિર્ગતો બહિઃ | ૩૧॥। તેનૈવ સર્વેષુ બહિર્ગતેષુ પ્રાણૈષુ વત્સાન્ સુહૃદઃ પરેતાન્ | દેષ્ટયા સ્વયોત્થાપ્ય તદન્વિતઃ પુત- ર્વકત્રાન્સુકુન્દો ભગવાન્ વિનિર્યયૌ ॥ ૩૨ 1 15૭૩] કા૦ 4૦ સટ ( છાળ્ક-2 ) મુઝરાતી ૩5 અને તાલીઓ પાડતાં-પાડતાં, હસતાં-હસતાં અઘાસુરના મુખમાં ઘૂસી ગયા. | ર૪ || પણ અજગરના રૂપવાળા તે ચક્ષસને ન જાણતા તે બાળકોનું પૂર્વોક્ત મિથ્યા ભાષણ સાંભળીને શ્રીકૃષ્ણે જાણી લીધું કે, આ અજગરનું રૂપ ધરનારો અસુર જ છે. તેઓ સમસ્ત પ્રાણીઓના હૃદયમાં નિવાસ કરે છે, તેમનાથી શું છૂપું રહી શકે? છતાં આ બાળકોને મિથ્યા પહાડ જેવો જણાય છે. આવો વિચાર કરી બાળકોને અટકાવવાનો ભગવાને વિચાર કર્યો. || ૨૫ || એટલામાં તો તે બાળકો વાછરડાં સાથે તે અજગરના મુખમાં પેસી ગયા, પરંતુ રાક્ષસ અઘાસુર મરણ પામેલાં પોતાનાં ભાઈબહેનને યાદ કરી બકાસુરના શત્રુ શ્રીકૃષ્ણના પ્રવેશવાની રહ જોતો પેલા બાળકો (કે વાછરડાંઓને ગળી ગયો નહીં. | ર ૬ | ભર્ગવાન શ્રીકૃષ્ણ સૌને અભય આપવાવાળા છે. જ્યારે તેમણે જોયું કે, આ બિચારા ગોપબાળકો કે જેમનો એકમાત્ર રક્ષક હું જ છું - મારા હાથમાંથી નીકળી ગયા અને જેમ ઘાસનું તણખલું ઊડીને અગ્નિમાં જઈ પડે, તે જ પ્રમાણે પોતાની મેળે મૃત્યુરૂપી અધાસુરની જઠરાગ્નિનો કોળિયો બની ગયા, ત્યારે દૈવની આ વિચિત્ર લીલા જોઈને ભગવાનને ભારે વિસ્મય થયું અને તેમનું હૃદય દયાથી પીગળી ગયું. ॥ ૨૭ ॥તેઓ વિચારવા લાગ્યા કે, “હવે મારે શું કરવું જોઈએ? એવો કયો ઉપાય છે, જેનાથી આ દુષ્નું મૃત્યુ પણ થઈ જાય અને આ સંત-સ્વભાવના ભોળા- ભલા બાળકોની હત્યા પણ ન થાય? આ બન્ને કામ કઈ રીતે થઈ શકે?’ પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણ ભૂત, ભવિષ્ય વર્તમાન -લબધાંને પ્રત્યક્ષ જોતા રહે છે. તેમના માટે આનો ઉપાય જાણી લેવો કોઈ કઠણ ન હતો. તેઓ પોતાના કર્તવ્યનો નિશ્ચય કરીને સ્વયં અજગરતા મુખમાં ઘુસી ગયા. ॥ ૨૮ || તે જોઈને વાદળોમાં છુપાયેલા દેવતાઓ ભયવશ ‘હાય, હાય’ પોકારી ઊઠ્યા અને અઘાસુરના હિતેષી કંસ વગેરે રાક્ષસો હર્ષ પ્રગટ કરવા લાગ્યા. 1 ૨૯ || ( અઘાસુર વાછરડાં અને ગોપકુમારો સહિત ભગવાન શ્રીકૃષ્ણને પોતાની દાઢોથી ચાવીને ચૂરો કરી નાખવાનું ઇચ્છતો હતો. પરંતુ તે જ સમયે અવિનાશી શ્રીકૃષ્ણે દેવતાઓની ‘હાય, હાય’ સાંભળીને તેના ગળામાં પોતાના શરીરને ખૂબ જ ત્વરાથી વધારી દીધું. । ૩૦ ।। ત્યાર પછી ભગવાને પોતાના શરીરને એટલું વિશાળ કરી દીધું કે તેનું ગળું રુધાઈ ગયું. તેની આંખો બહાર નીકળી ગઈ. તે વ્યાકુળ થઈને ખૂબ તડફડવા લાગ્યો.[શ્વાસ રોકાઈ-રોકાઈને આખા શરીરમાં ભરાઈ ગયો. અને છેવટે બ્રહ્મરન્ધ્મ ભેદીને તેના પ્રાણ નીકળી ગયા. 1૩૧ || તે જ માર્ગ પ્રાણોની સાથે તેની ઇન્દ્રિયો પણ શરીરથી બહાર થઈ ગઈ. તે જ સમયે ભગવાન મુકુન્દે પોતાની અમૃતમયી દૃષ્ટિથી મરી ગયેલાં વાછરડાં અને ગોપબાળકોને જીવતા કરી દીધાં અને તે બધાંને સાથે લઈને. તે અઘાસુરના મુખમાંથી બહાર નીકળી આવ્યા. 1૩૨ || 160 શ્રીમદભાગવત [અ૦.૧૨ પીનાહિભોગોત્થિતમહુતં મહ- જજયોતિઃ સ્વધામ્નાજ્વલયદ્ દિશો દશ | પ્રતીક્ષ ખેડવસ્થિતમીશનિર્ગમં વિવેશ તસ્મિન્ મિષતાં દિવૌકસામ્ !૩૩॥ તતોડતિહષ્ટાઃ સ્વકૃતોડકૃતાર્હણ પુષ્ધેઃ સુરાં અપ્સરસશ્ચ નર્તનૈઃ | ગીતૈઃ સુગા વાઘધરાશ્ર વાઘકેઃ સ્તવૈશ્વ વિપ્રા જધનિઃસ્વનેર્ગણાઃ || ૩૪।। તદહહુતસ્તોત્રસુવાધગી(તેકા- જયાદિનેકોત્સવમક્લસ્વનાન્ | શ્રુત્વા સ્વધામ્નોડન્્યજ આગતોફચિરાદ્ દેષ્ટ્વા મહીશસ્ય જગામ વિસ્મયમ્ ॥ ૩પ! શજન્ઞાજગરં ચર્મ શુર્ષ્ક વૃત્દાવનેડહુતમ્ ! દ્રજોકસાં બહુતિથેં બભૂવાક્રીડગદ્વરમ્ | ૩૬॥ એતત્ કૌમારજં કર્મ હરેરાત્માહિમોક્ષણમ્ | પૃત્યોઃપૌગણડકેબાલા દંષ્ટવોચુર્વિસ્મિતા વ્રજે ॥ ૩૭॥ વૈતદ્ વિચિત્ર મનુજાર્ભમાયિનઃ પરાવરાણાં પરમસ્ય વેધસઃ | અઘોડપિ ઘત્સ્યર્શનધૌતપાતકઃ પ્રાપાત્મસામ્યં ત્વસતાં સુદુર્લભમ્ || ૩૮॥ સકૃદૂ યદડપ્રતિમાડન્તસાહિતા મનોમયી ભાગવતી દદૌ ગતિમ્ | સશ એવ નિત્યાત્મસુખાનુભૂત્યભિ- વ્યુદસતમાયોડન્તર્ગતો હિ કિંપુનઃ ॥ ૩૯॥ સૂત ઉવાચ દ્રિજા યાદવદેવદત્તઃ શ્રુત્વા સ્વરાતુર્શારેતં વિચિત્રમ્ ! ઇત્યં 1 15531 [તે અજગરના સ્થૂળ શરીરમાંથી એક અત્યંત અદ્દભુત અને મહાન્ જ્યોતિ નીકળી, તે વખતે તે જ્યોતિના પ્રકાશથી દશે દિશાઓ પ્રકાશિત થઈ ગઈ. તે થોડીવાર સુધી તો આકાશમાં સ્થિત રહીને ભગવાનના બહાર નીકળવાની પ્રતીક્ષા કરતી રહી. જ્યારે તેઓ બહાર નીકળી આવ્યા, ત્યારે તે બધા દેવતાઓના દેખતાં જ ભગવાનમાં સમાઈ ગઈ. | ૩૩ ॥ તે સમયે દેવતાઓએ પુપ્યો વરસાવીને, અપ્સરાઓએ નૃત્ય કરીને, ગન્ધર્વાએ ગાન કરીને, વિદયાધરોએ વાજિન્ત્ર વગાડીને, બ્રાહ્મબ્નોએ સ્તુતિ-પાઠ કરીને અને પાર્પદોએ જધ-જયકારના સુત્રો પોકારીને ખૂબ આનંદથી ભગવાન શ્રીકૃષ્ણને અભિનંદન આપ્યા અને સ્તુતિ કરી. કારણ કે ભગવાન શ્રીકૃષ્ટ્ અધાસુરને મારીને તે બધાનું બહુ મોટું કાર્ય કર્યું હતું. || ૩૪ ॥તે અદ્દભુત સ્તૃતિઓ, સુંદર વાજિન્ત્ર, મંગળમય ગીતો, જયજયકાર અને આનંદોત્મવનો મંગળ ધ્વનિ બ્રહ્મલોક સુધી પહોંચયો. બ્રહ્માજીએ તે ધ્વનિ સાંભળ્યો, ત્યારે તેઓ બહુ જ જલ્દીથી પોતાના વાહન પર ચઢીને ત્યાં આવ્યા અને ભગવાન શ્રીકૃષ્ણનો મહિમા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. || ૩૫ || પરીક્ષિત! જ્યારે વૃન્દાવનમાં અજગરનું ચામડું સુકાઈ ગયું ત્યારે તે વ્રજવાસીઓ માટે ઘણા સમય સુધી રમવાની એક અદ્દુત ગુફા જેવું બની રહ્યું. ૩૬ [આ પ્રમાણે જે ભગવાને. પોતાના ગોપમિત્રોને મૃત્યુના મુખમાંથી બચાવ્યા હતા અને. અવાસુરને મોક્ષ-દાન આપ્યું હતું તે લીલા ભગવાને પોતાની કુમાર અવસ્થામાં અર્થાત્ પાંચમા વર્ષમાં કરી હતી. શ્રોપકુમારોએ તે સમયે તે લીલા જોઈ પણ હતી. પરંતુ પૌગંડ અવસ્થા અર્થાત્ છઠ્ઠા વર્ષમાં તેમણે અત્યંત આશ્ચર્યચકિત થઈને દ્રજમાં તેનું વર્ણન કર્યું. ૩૭ !! અઘાસુર પાપની મૂર્તિ જ હતો. ભગવાનના સ્પર્શમાત્રથી તેનાં બધાં પાપો ધોવાઈ ગયાં અને તેને સારૂષ્ય-મુક્તિપ્રાપ્ત થઈ, જે પાપીઓ માટે દુર્લભ છે. પરંતુએમાં કોઈ આશ્ચર્યની વાત નથી. ફેમકે, મનુષ્યના બાળક જેવી લીલા રચનારા, એ તે જ પરમપુરષ પરમાત્મા છે, જે શ્યક્ત-અવ્યક્ત અને કાર્ય-કારણરૂપ સમસ્ત જગતના એકમાત્ર વિધાતા છે. || ૩૮ (| જો ભગવાન શ્રીકૃષ્ણના કોઈ અંગની ભાવ-પ્રતિમાને ધ્યાન દ્વારા એક વાર પણ ફદયમાં સ્થાપિત કરવામાં આવે તો તે સાલોક્ય, સામીપ્ય વગેરે ગતિનું દાન કરે છે, જે ભગવાનના મોટા-મોટા ભક્તોને પ્રાપ્ત થાય છે. ભગવાન આત્માનંદના નિત્ય સાક્ષાત્કારસ્વરૂપ છે. માયા તેમની સમીપ ફરકી શકતી નથી. તે જ સ્વયં અધાસુરના શરીરમાં પ્રવેશ કરી ગયા. શું હવે પણ તેની સદ્ગતિના વિષયમાં કોઈ સંદેહ છે? ॥ ૩૯ ॥ સૂતજી ક્હે છે - શૌનકાદિ ત્રપિઓ! યદુવંશ- શિરોમણિ ભગવાન શ્રીકૃષ્ણે જ રાજા પરીક્ષિતને જીવન-દાન આપ્યું હતું. તેમણે જ્યારે પોતાના રક્ષક અને જીવનસર્વસ્વનું આ અદ્દભુત ચરિત્ર સાંભળ્યું, ત્યારે તેમણે ફરી શ્રીશુકદેવજી દસમો સ્કન્ધ ડો અઇ] પપ્રચ્છ ભૂયોડપિ તદેવ પુછ્યં વૈયાસકિં યજ્ઞિગૃહીતચેતાઃ | ૪૦॥ ચાજનોવાચ બ્રહ્મન્ કાલાન્તરકૃતં તત્કાલીન કથં ભવેત્ | યત્ કૌમારે હરિકૃતં જગુઃ પૌગણ્ડકેડર્ભકાઃ ॥ ૪૧।। તદ્ બ્રૂહિ મે મહાયોગિન્ પરં કૌતૂહલં ગુરો । નૂનમેતદ્ધરેરેવ માયા ભવતિ તાન્યથા |૪૨॥ વયં ધન્યતમા લોકે ગુરોડપિ ક્ષત્રબન્ધવઃ | યત્પિબામો મુહુસ્ત્વત્તઃપુણ્યં કૃષ્ણકથામૃતમ્ | ૪૩॥। મૃત ઉવાચ ઇત્થં સ્મ પૃષ્ટઃ સ તુ બાદરાયણિ- સ્તત્સ્મારિતાનન્તહૃતાખિલેન્દ્રિયઃ । કચ્છાત્ પુનર્લબ્ધબહિર્દશિઃ શનૈઃ પ્રત્યાહ તં ભાગવતોત્તમોત્તમ | ૪૪! મહારાજને તેમની જ પવિત્ર લીલા-સંબંધી પ્રશ્ન કર્યો. એનું કારણ એ હતું કે, ભગવાનની અમૃતમયી લીલાએ પરીક્ષિતના ચિત્તને પોતાના વશમાં કરી રાખ્યું હતું. | ૪૦ । રાજા પરીક્ષિતે પૂછયું - ભગવન્! તમે કહ્યું હતું કે. ભગવાને કરેલી પાંચમા વર્ષની લીલા ગોપબાળકોએ દ્રજમાં છઠ્ઠા વર્ષે જઈને ક્હી. હવે આ વિષયમાં તમે કૃપા કરીને એ જણાવો કે, એક સમયની લીલા બીજા સમયમાં વર્તમાનકાળની કઈ રીતે બની શકે? ॥ ૪૧ || મહાયોગી ગુરુદેવ! મને આ આશ્ચર્યપૂર્ણ રહસ્યને જાવાનું મોટું કુતૂહલ થઈ રહ્યું છે. તમે કૃપા કરીને જણાવો. જરૂર આમાં ભગવાન શ્રીકૃષ્ણની વિચિત્ર માયા જ હોવી જોઈએ, કેમકે, બીજી કોઈ રીતે આમ થઈ શકે નહીં. 1 ૪૨ || ગુરુદેવ! અમે ક્ષુદ્ર ક્ષત્રિયો હોવા છતાં આ લોકમાં ઘણા નસીબદાર છીએ કે તમાર શ્રીમુખેથી વારંવાર પવિત્ર શ્રીકૃષ્ણના કથામૃતનું પાન કરવાનું અમને સૌભાગ્ય મળે છે. 1 ૪૩ ॥ સૂતજી કહે છે - ભગવાનના પરમપ્રેમી ભક્તોમાં શ્રેષ્ઠ શૌનકજી ! જ્યારે રાજા પરીક્ષિતે આ પ્રમાણે પ્રશ્ન કર્યો, ત્યારે શ્રીશુકદેવજીને ભગવાનની તે લીલાનું સ્મરણ થઈ આવ્યું અને તેમની સઘળી ઇન્દ્રિયો તથા અંતઃકરણ વિવશ થઈને ભગવાનની નિત્યલીલામાં તદાકાર બની ગયાં. કેટલીક વાર પછી ધીરે-ધીરે શ્રમ અને કષ્ટથી તેમણે સ્વસ્થ થઈને પરીક્ષિત રાજાને કહ્યું. ! ૪૪ |! ક્ક્ચ્ક્્નઃ ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે પૂર્વાધ દ્રાદશોડધ્યાયઃ ॥૧૨ ॥ દસમા સ્કંધના પૂર્વા્ધ-અંતર્ગત બારમો અધ્યાય સમાપ્ત.
અઘાસુરનો ઉદ્ધાર
બ્રહ્માજીનો મોહ અને તેનો નાશ Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.