Śrīmad Bhāgavatam

યજ્ઞપત્નીઓ પર કૃપા ગોયા ઊચુઃ ચમ રામ મહાવીર્ય કૃષ્ણ દુષ્ટનિબર્હણ । એષા વૈ બાધતે ક્ષુન્નસ્તચ્છાત્તિં કર્તુમર્હથઃ ॥। ૧॥।

ઇન્દ્રયશ-નિવારણ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

સ ત્રેવીસમો અધ્યાય યજ્ઞપત્નીઓ પર કૃપા ગોયા ઊચુઃ ચમ રામ મહાવીર્ય કૃષ્ણ દુષ્ટનિબર્હણ । એષા વૈ બાધતે ક્ષુન્નસ્તચ્છાત્તિં કર્તુમર્હથઃ ॥। ૧॥। શુક ઉવાચ ઇતિ વિજ્ઞાપિતો ગોપૈર્ભગવાન્‌ દેવકીસુતઃ | ભક્તાયા વિપ્રભાર્યાયાઃ પ્રસીદનજ્તિદમબ્રવીત્‌ || ૨ || ગોપકુમારોએ કહ્યું — નયનાભિરામ બલરામ! તમે બહુ પરાક્રમી છો. તમે મોટા-મોટા દૈત્યોનો સંહાર કર્યો છે. હે અમારા ચિત્તચોર શ્યામસુંદર! આ ભુખ પણ અમને બહુ કષ્ટ આપી રહી છે. તેથી તમે બન્ને અમારી ક્ષુધા શાંત થાય એવો કોઈ ઉપાય કરો. ॥૧ ॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! જ્યારે ગોપબાળકોએ દેવકીનંદન ભગવાન શ્રીકૃષ્ણને આ પ્રમાણે વિનંતી કરી, ત્યારે તેમણે મથુરાની પોતાની ભક્ત બ્રાહ્મણપત્નીઓ પર અનુગ્રહ કરવા માટે આ પ્રમાણે કહ્યું -1ર || ૧. ત્ભસ્માસ્થિભોગૈઃ ! ર. ત્સામગ્ર્ચ ! ૩. શ્રેયઆચરલં સદા ! ૪. કૃષ્જકડાયાં યમુનાગમનં નામ દ્વાવિંશતિતમોડધ્યાયઃ ! 236 શ્રીમદભાગવત [અ૦ ર૩ પ્રયાત દેવયજનં બ્રાહ્મણા બ્રહ્મવાદિનઃ । સત્રમાક્િરસં નામ હ્યાસતે સ્વર્ગકામ્યયા | ૩।। તત્ર ગત્વૌદને ગોપા યાચતાડસ્મદ્રિસર્જિતાઃ । કીર્તયન્તો ભગવત આર્યસ્ય મમ ચાભિધામ્‌ ||૪।! ઇત્યાદિષ્ટા ભગવતા ગત્વાડયાચન્ત તે તથા ! કૃતાગ્જલિપુટા [વિપ્રાન્‌ દણ્ડવત્‌ પાતિતા ભુવિ ॥ ૫॥। હે ભૂમિદેવાઃ શ્રૃણુત કૃષ્ણસ્યાદેશકારિણઃ । પ્રામાગ્જાનીત ભદ્દેવો ગોપાન્‌નો રામચોદિતાન્‌ | ૬॥ ગાશ્ચારયન્તાવવિદૂર , ઓદનં રામાચ્યુતૌ વો લષતો બુભુક્ષિતો | તયોર્ટિજા ઓદનમર્થિનોર્યદિ શ્રદ્ધા ચ વો યચ્છત ધર્મવિત્તમાઃ || ૭|! દીક્ષાયાઃ પશુસંસ્થાયાઃ સૌત્રામણ્યાશ્ચ સત્તમાઃ ! અન્યત્ર દીક્ષિતસ્યાપિ નાન્નમશ્નન્‌ હિ દુષ્યતિ ॥ ૮॥ ઇતિ તે ભગવધ્ાસ્માં શૃણવન્તોડપિ ન શુશ્રુવુઃ ! ક્ષુદ્રાશા ભૂરિકર્માણો બાલિશા વૃદ્ધમાનિનઃ || ૯।। દેશઃ કાલઃ પૃથગ્‌દ્રવ્યં મન્ત્રતત્ત્ર્ત્વિજોડગ્નયઃ | કેવતા યજમાનશ્ચ કતુર્ધ્મથ્ યન્મયઃ | ૧૦॥ તં બ્રહ્મ પરમં સાક્ષાદ્‌ ભગવન્તમધોક્ષજમ્‌ ! મનુષ્યદેષ્ટયા દુષ્પ્રજ્ઞા મર્ત્યાત્માનો ન મેનિરે ॥ ૧૧॥। ન તે યદોમિતિ પ્રોચુર્ન નેતિ ચ પરન્તપ । ગ્રૌપા નિરાશાઃ પ્રત્યેત્ય તથોચુઃ કૃષ્ણરામયોઃ ॥ ૧૨! “મારા પ્રિય મિત્રો! અહીંથી થોડે દૂર વેદવાદી બ્રાહ્મણો સ્વર્ગની કામનાથી આઝ્ડિરસ નામનો યજ્ઞ કરી રહ્ય! છે. તમે તેમની યજ્ઞશાળામાં જાઓ. ।। ૩ !! ગોષકુમારો! તમારે ત્યાં જઈને કહેલું કે, “અમે શ્રીકૃષ્ણ અને બલરામજીના કહેવાથી અહીં આવ્યા છીએ’ એમ કહીને તેમની પાસેથી થોડા ભાત- ભોજનની સામગ્રૌ માંગી લાવો.’ |! ૪ || જ્યારે ભગવાને આવી આજ્ઞા આપી ત્યારે ગ્વાલબાળકો તે બ્રાહ્મણોની યશ્શાળામાં ગયા અને તેમની પાસે ભગવાનની આજ્ઞા અનુસાર અન્ન માંગ્યું, પહેલાં તેમણે જમીન પર પડીને દંડવત-પ્રણામ કર્યા અને પછી હાથ જોડીને કહ્યું-॥૫ ॥ “પૃથ્વીના પૂર્તિમાન દેવતા બ્રાહ્મણો! તમારું કલ્યાશ થાઓ. આપને વિનંતી છે કે અમે વ્રજના ગોવાળો છીએ. ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીની આશાથી અમે આપની પાસે આવ્યા છીએ. આપ અમારી વાત સાંભલો. ॥ ૬ ॥ ભગવાન બલરામ અને શ્રીકૃષ્ણ ગાયો ચરાવવા અહીંથી થોડે જ દૂર આવેલા છે. તેમને અત્યારે ભૂખ લાગી છે અને તેઓ ઇચ્છે છે કે આપ લોકો તેમને થોડો ભાત આપો. બ્રાલ્મશ્રો! આપ ધર્મનો મર્મ જાણો છો. જો આપની શ્રદ્ધા હોપ તો તે ભોજનાર્થઓ માટે થોડો ભાત આપો. !! ૩ ॥ સજ્જનો! જે યશદીક્ષામાં પશુબલિ થાય છે ત્યાં અને સૌત્રોમણી યજ્ઞમાં દીક્ષિત પુરુષનું અન્ન ન ખાવું જોઈએ. એ સિવાય બીજા કોઈ પણ સમયે કોઈ પલ્ર શમાં દીક્ષિત પુરુષનું અન્ન ખાવામાં કોઈ દોષ નથી.’ !! ૮ |1૫રીશિત| અ પ્રમાણે ભગવાને અન્ન માગ્યાની વાત સાંભળીને તે બ્રાહ્મણોએ તેના પર કોઈ ધ્યાન ન આપ્યું. તેઓ ઇંચઠ્તા હતા સ્વર્ગ વગેરેનું તુચ્છ ફળ અને તેના માટે મોટાં-મોટાં કર્મોમાં વ્યસ્ત હતા. સાચું પૂછો તો તે બ્રાહ્મણો જ્ઞાનની દષ્ટિએ બાળક જ હતા, પરંતુ પોતાને મોટા જ્ઞાનવૃદ્ધ માનતા હતા. ॥ ૯ ॥ પરીક્ષિત! દેશ, કાલ અને અનેક પ્રકારની સામગ્રીઓ, જુદા જુદા મંત્રો, અનુષ્ઠાનની પદ્ધતિ, %ત્વિજ - બ્રહ્મા વગેરે યજ્ઞ કરાવનારા, અગ્નિ, દેવ્તા, યજમાન, યજ્ઞ અને ધર્મ - આ બધાં રૂપોમાં એકમાત્ર ભગવાન જ પ્રગટરૂપે રહેલા છે. ! ૧૦ ! તે જ ઇન્દ્રિયાતીત પરબ્રહ્મ ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં ગોપકુમારો દ્વાર, ભોજન માગી રહ્યા છે. પરંતુ તે મૂર્ખ બ્રાહ્મણોએ, જે પોતાને શરીર જ માની બેઠા છે, ભગવાનને પણ એક સાધારણ મનુષ્ય જ માન્યા અને તેમનો આદર ન કર્યો. 1 ૧૧ || પરીક્ષિત! જ્યારે તે બ્રાહ્મણોએ ‘હા અથવા ના’ - કશું ન. કહ્યું, ત્યારે ગોપબાળકો નિરાશ થઈ પાછા આવ્યા અને ત્યાંની બધી વાત શ્રીકૃષ્ણ તથા બલરામજીને કહી. 1૧૨ ॥ ૧: ગાશ્યારપન્તો ન વિદ્ર અ૦૨૩] દસમો સ્કન્ધ 239 તદુપાકર્ણ્ય ભગવાન્‌ પ્રહસ્ય જગદીશ્વરઃ । વ્યાજહાર પુનર્ગોપાન્‌ દર્શયેલ્લૌકિકીં ગતિમ્‌ ॥ ૧૩॥ માં જ્ઞાષષત પત્નીભ્યઃ સસફકર્ષણમાગતમ્‌ | દાસ્યન્તિકામમન્નંવઃ સ્તિગ્ધા મય્યુષિતાધિયા | ૧૪॥ ગત્વાય પત્નીશાલાયાં દેષ્ટવાડડસીનાઃ સ્વલફકૃતાઃ | નત્વા દ્વિજસતીર્ગોપાઃ પ્રશ્રિતા ઇદમબુવન્‌ ॥૧૫॥ નમો વો વિપ્રપત્નીભ્યો નિબોધત વચાંસિ નઃ । ઇતોડવિદ્રે ચરતા કૃષ્ણેનેહેપિતા વયમ્‌ [| ૧૬।। ગાશ્ચારયન્‌ સગોપાલૈઃ સરામો દૂરમાગતઃ | બુભુક્ષિતસ્ય તસ્યાન્ સાનુગસ્ય પ્રદીયતામ્‌ ॥ ૧૭॥। શ્રુત્વાચ્યુતમુષાયાતં નિત્યં તદર્શનોત્સુકાઃ । તત્કથાક્ષિમમનસો બભૂવુર્જાતસમ્ભ્રમાઃ | ૧૮! ચતુર્વિધં બહુગુણમન્તમાદાય ભાજનૈઃ । અભિસસુઃ પ્રિયં સર્વાઃ સમુદ્રમિવ નિમ્નગાઃ || ૧૯! નિપિધ્યમાનાઃપતિભિ્રાતૃભિર્બન્ધુભિઃ સુતૈઃ ! ભગવત્યુત્તમશ્લોકે દીર્થશ્રુતકૃતાશયાઃ | ૨૦॥ યમુનોપવનેડશોકનવપલ્લવમણ્ડિતે || વિચરન્તં વૃતં ગોપૈઃ સાગ્રજં દદંશુઃ સ્ત્રિયઃ 1 ૨૨॥। શ્યામં [હેરણ્યપરિધિ વતમાલ્યબર્હ- ધાતુપ્રવાલનટવેષમનુત્રતાંસે | વિન્યસ્તહસ્તમિતરેણ ધુનાનમબ્જં કર્ણોત્પલાલકકપોલમુખાબ્જહાસમ્‌ | ૨ ૨! તેમની વાત સાંભળીને સંપૂર્ણ જગતના સ્વામી ભગવાન શ્રીકૃષ્ણ હસવા લાગ્યા. તેમે ગોષબાળકોને સમજાવ્યા કે, “સંસારમાં અસફળતા તો વારંવાર મળે જ છે, તેનાથી નિરાશ ન થવું જોઈએ; વારંવાર પ્રયત્ન કરતા રહેવાથી સફળતા મળી જ જાય છે.’ પછી તેમને કહ્યું - 1૧૩ ॥ ‘મારા પ્યારા ગોપકુમારો! હવે તમે તેમની પત્નીઓ યાસે જાઓ અને તેમને કહો કે, કૃષ્ણ અને બલરામ અહીં આવ્યા છે. તમે જેટલું ઇચ્છશો તેટલું ભોજન તે તમને આપશે. તે મને બહુ પ્રેમ કરે છે. તેમનું મત સદા-સર્વદા મારામાં પરોવાયેલું રહે છે.’ ॥ ૧૪ ॥ ( હવે ગોપબાળકો બ્રાહ્મજ્નોની પત્નીઓ જ્યાં હતી, ત્યાં ગયા. ત્યાં જઈને જોયું તો બ્રાહ્મણોની પત્નીઓ સુંદર-સુંદર વસ્ત્ર અને આભ્ષણોથી સજી-ધજીને બેઠી છે. તેમણે બ્રાહ્મણ- પત્નીઓને પ્રણામ કરીને ખૂબ વિનયપૂર્વક કહ્યું - 1૧૫ ॥ “તમે બ્રાહ્મણપત્નીઓને અમે પ્રજ્ઞામ કરીએ છીએ. તમે કૃપા કરીને અમારી વાત સાંભલો. ભગવાન શ્રીકૃષ્ક અહીંથી થોડે જ દૂર પધારેલા છે અને તેમણે જ અમને તમારી પાસે મોકલ્યા છે. ॥૧૬ !! તેઓ ગોવાળિયા અને બલરામજીની સાથે ગાયો ચરાવતા અહીં, બહુ દૂર આવી ગયા છે. અત્યારે તેમને અને તેમના મિત્રોને ભૂખ લાગી છે. તમે તેમના માટે કાંઈક ભોજન આપો.’ ॥ ૧૭ | પરીક્ષિત! તે બ્રાહ્મણપત્નીઓ થણા દિવસથી ભગવાનની મનોહર લીલાઓ સાંભળતી હતી. તેમનું મન. ભગવાનમાં મગ્ન થઈ ચૂક્યું હતું. તેઓ હંમેશાં એ વાત માટે ઉત્સુક રહેતી હતી કે, કોઈ પ્રકારે શ્રીકૃષ્ટનાં દર્શન થઈ જાય. શ્રીકૃષ્ણના આવવાની વાત સાંભળતાં જ તેઓ અધીરી બની ગઈ, । ૧૮ | તેમણે વાસલ્ોમાં બહુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભક્ષ્ય, ભોજ્ય, લેદ્ર અને ચોષ્ય - ચારે પ્રકારની ભોજન- સામગ્રી લઈ લીધી તથા ભાઈ-બંધુ, યતિ-પુત્રોના રોકવા છતાં પોતાના પ્રિયતમ ભગવાન શ્રીકૃષ્ણ પાસે જવા માટે, નદીઓ સમુદ્ર પાસે જાય એમ ઘેરથી નીકળી ગઈ, કેમ ન જાય, ન જાણે કેટલા દિવસથી પવિત્રકીર્તિ ભગવાન શ્રીકૃષ્ણના ગુશ, લીલા, સૌન્દર્ય અને માધુર્ય વગેરેનું વર્ણન સાંભળી-સાંભળીને તેમણે તેમના ચરણો પર પોતાનું હૃદય ન્યોછાવર કરી દીધું હતું. ॥ ૧૯-૨૦ 1બ્રાહ્ણપત્નીઓએ જઈને જોયું કે યમુના- કિનારે નવી-નવી કુંપળોથી શોભતા અક વનમાં ગોવાળોથી ઘેરાયેલા બલરામજીની સાથે શ્રીકૃષ્્ર આમ-તેમ ફરી રહ્યા છે. 1૨૧ | તેમના શ્યામ-શરીર પર સોનેરી પીતામ્બર ઝળહળી રહ્યું છે. ગળામાં વનમાળા લટકી રહી છે. મસ્તક પર મોરઘિચ્છનો મુગટ છે. અંગ-અંગમાં રંગીન ધાતુઓથી ચિતરામણ કરી રાખ્યું છે. નવી-નવી કૂંપળોના ગુચ9 શરીર પર લગાડીને નટ જેવો વેશ બનાવ્યો છે. એક હાથ પોતાના સખા ગોપબાળકના ખભા પર રાખ્યો છે અને બીજા હાથમાં કમળનું ફૂલ નચાવી રહ્યા છે. કાનોમાં કમળનાં કુંડળો છે, કષોલ પર વાંકડિયા વાળની લટો ઝૂલી રહી છે અને મુખકમળ મંદ-હાસ્યથી પ્રફુલ્લિત છે. !૨૨ ॥ 240 શ્રીમદભાગવત, [અ૦ર૩ પ્રાયઃ શ્રુતપ્રિયતમોદયકર્ણપૂરૈ-. ર્યસ્મિન્‌ નિમગ્નમનસસ્તમથાક્ષિરન્ધઃ | અત્તઃ પ્રવેશ્ય સુચિરં પરિરભ્ય તાપ પ્રાશેં યથાભિમતયો વિજહુર્નરેન્દ્ર ॥ ૨૩॥ તાસ્તથા ત્યક્તસર્વાશાઃ પ્રામા આત્મદિદક્ષયા | વિજ્ઞાયાખિલદંગ્દ્રષ્ટા પ્રાહ પ્રહસિતાનનઃ || ૨૪।। સ્વાગતં’ વો મહાભાગા આસ્યતાં કરવામ કિમ્‌ | યજ્ઞો દિદક્ષયાચૈ પ્રાસ્ના ઉપપન્ઞમિદં હિ વઃ ॥ રપ॥ નન્વદ્ધા મયિ કુર્વન્તિ કુશલાઃ સ્વાર્થદર્શનાઃ ! અહૈતુક્યવ્યર્વાહિતાં ભક્તિમાત્મપ્રિયે યથા || ૨૬॥ પ્રાણબુદ્ધિમનઃસ્વાત્મદારાપત્યધનાદયઃ 1 યત્સમ્પર્કાત્‌ પ્રિયા આસંસ્તતઃકોન્વપરઃ પ્રિયઃ | ૨૭॥ તદ્‌ યાત દેવયજનં પતયો વો દ્વિજાતયઃ । સ્વસત્રં પારયિષ્યન્તિ યુષ્માભિર્ઝહમેધિનઃ ॥ ૨૮॥ પત્ય ઊચુઃ મૈવં વિભોડર્હતિ ભવાન્‌ ગદિતું નૃશંસં સત્યં કુરુષ્વ નિગમં તવ પાદમૂલમ્‌ | પ્રા્,ા વયં તુલસિદામ પદાવસૃષ્ટં કેશૈર્નિવોટુમતિલડધ્ય? સમસ્તબન્ધૂન્‌ ॥ ૨૯॥ ગૃદ્મન્તિ નો ત પતયઃ પિતરૌ સુતા વા ન ભાતૃબન્ધુસુહૃદઃ કુત એવ ચાન્યે | તસ્માદ્‌ ભવત્પ્રપદયોઃ પતિતાત્મનાં નો નાન્યા ભવેદ્‌ ગતિરરિન્દમ તદ્‌ વિધેહિ । ૩૦॥ પરીક્ષિત! અત્યાર સુધી પોતાના પ્રિયતમ શ્યામસુંદરના ગુણ અને લીલાઓ પોતાના કાનોથી સાંભળી-સાંભળીને તેમણે. પોતાના મનને તેમના જ પ્રેમના રંગે રંગી નાખ્યું હતું; તેમાં જ ડુબાડી દીધું હતું. હવે નેત્રોના માર્ગે તેમને અંદર લઈ જઈને. ઘણીવાર સુધી તેઓ મનોમન તેમનું આલિંગન કરતી રહી અને. આ પ્રમાણે તેમલે પોતાના હદયની બળતરા શાંત કરી. જેમ જાગ્રત અને સ્વપ્ન અવસ્થાઓની વૃત્તિઓ “આ હું, અને આ મારું’એવા ભાવથીબની રહે છે, પરંતુ સુષુપ્તિ અવસ્થામાં તેના અભિમાની પ્રાશને પ્રાપ્ત કરીને તેમાં લીન થઈ જાય છે અને તેની બધી બળતરા મટી જાય છે. 1 ર૩ ॥ 0 પ્રિય પરીક્ષિત! ભગવાન બધાના હૃદયની વાત જાણે છે, બધાની બુદ્ધિઓના તે સાક્ષી છે. તેમણે જ્યારે જોયું કે. આ બ્રાહ્મભ્રપત્નીઓ પોતાના ભાઈબંધુ અને પતિ-પુત્રોના શેકવા છતાં બધાં સગાં-સંબંધીઓ અને વિષયોની આશા છોડીને માત્ર મારાં દર્શનની લાલસાથી જ મારી પાસે આવી છે, ત્યારે તેઓ હાસ્યભર્યા મુખ-કમળથી કહેવા લાગ્યા. ર૪ | ભગવાને કહ્યું - ‘મહાભાગ્યશાળી દેવીઓ! તમારું સ્વાગત છે. આવો, બેસો. કહો, અમે તમારું શું સ્વાગત કરીએ? તમે બધાં મારાં દર્શનની ઇચ્છાથી અહીં આવ્યાં છો, એ તમારા જેવા પ્રેમપૂર્ણ હૃદયવાળાઓ માટે યોગ્ય જ છે. ॥ ર૫ ॥ એમાં સંદેહ નથી કે, સંસારમાં પોતાના સાચા હિતને સમજવાવાળા જેટલા પદ્મ બુદ્ધિમાન પુરુષ છે, તેઓ પોતાના પ્રિયતમ જેવો મારી સાથે પ્રેમ કરે છે અને એવો પ્રેમ કરે છે, જેમાં કોઈ પ્રકારની કામના હોતી નથી. જેમાં કોઈ પ્રકારનો પડદો, સંકોચ, ગુપ્તતા, દુવિધા અથવા કૈત નથી હોતું. |! ર૬ ॥ પ્રાણ, બુદ્ધિ, મન, શરીર, સ્વજન, સૌ-પુત્ર અને સંપત્તિ વગેરે બધી સાંસારિક વસ્તુઓ જે આત્માના સંબંધથી જ પ્રિય લાગે છે તે આત્મારૂપ (મારા) વિના બીજો ક્યો પદાર્થ (વધારે) પ્રિય હોય. || ૨૭ ॥ તેથી તમારું આવવું યોગ્ય જ છે, હું તમારા પ્રેમનો આદર કરું છું. હવે તમે મારાં દર્શન કરી લીધાં છે, હવે તમારી યજ્શાળામાં પાછાં જાઓ. તમારા પતિ બ્રાહ્મણ-ગૃહસ્થ છે, તેઓ તમારી સાથે મળીને જ યજ્ઞ પૂરો કરી શકશે.’ ॥ ૨૮ ॥ બ્રાહ્મણપત્નીઓએ કહ્યું - અંતર્યામી શ્યામસુંદર! આવી કઠોર વાત આપના મુખેથી ઉચિત નથી. આપે આવી વાત ન કરવી જોઈએ. ષ્થ્ુતિઓ કહે છે કે, જે એક વાર ભગવાનને પ્રાપ્ત થઈ જાય છે, તેને પછી સંસારમાં પ.છા જવું પડતું નથી. આપ પોતાની આ વેદવાણી સત્ય કરો. અમે અમારાં તમામ સગાં-સંબંધીઓની આજ્ઞાનું ઉલ્લંધન કરીને આપના ચરણોમાં એટલા માટેઆવી છીએ કે આપના ચરણોની પ્રસાદી તુલસીમાળા અમારા કેશમાં ધારણ કરીએ. ॥ ૨૯ ॥ સ્વામી! હવે અમારા પતિ-પુત્ર, માતા-પિતા, ભાઈ-બંધુ અને સ્વજન- ૧. પ્રાચીન ગ્રતમાં આ શ્લોક પટેલાં “શ્રીભગવાનુવાચ’ એટલો વધુ પાઠ છે. ! ર. દિદકયાભ્યેતાઃ ! ૩. કેશેરનિરોતુમભિલ ડમ | અ૦ ૨૩] દસમો સ્કન્ય 241 શ્ીભગવાનુવ#% પતયો નાભ્યસૂયેરન’ પિતૃભ્રાતૃસુતાદયઃ | લોકાશ્ચ વો મયોપેતા દેવા અપ્યનુમન્વતે || ૩૧।॥। ન પ્રીતયેડનુરાગાય હ્યદ્વસક્રો નૃણામિહ । તન્મનો મયિયુગ્જાના અચિરાન્મામવાપ્સ્યથથ | ૩૨ ॥। શીંશુક ઉશાચ ઇત્યુક્તા દ્વિજપત્ન્યસ્તા યશવાટં પુનર્ગતાઃ । તેચાનસૂયવઃ સ્વાભિઃ સ્રીભિઃ સત્રમપારયન્‌ 1 ૩૩॥ તત્રૈકા વિધૃતા ભર્તા ભગવત્તં યથાશ્રુતમ્‌ | હૃદોપગુહ્ય વિજહી દેહ કર્માનુબત્ધનમ્‌ | ૩૪॥। ભગવાનપિ ગોવિન્દસ્તેનૈવાશ્ેન ગોપકાન્‌ ! ચતુર્વિધેનાશથિત્વા સ્વયં ચ બુભુજે પ્રભુઃ ॥ ૩૫॥ એવં. લીલાનરવપુર્તુલોકમનુશીલયન્‌ | રેમે ગોગોપગોપીનાં રમયન્‌ રૂપવાક્કૃતેઃ । ૩૬॥ અથાનુસ્મૃત્ય વિપ્રાસ્તે અન્વતપ્યન્‌ કૃતાગસઃ | ચદ્‌ વિશ્વેશ્વરયોર્યાચ્ઞામહન્મ નૃવિડમ્બયોઃ ।। ૩૭॥| દૃષ્ટ્વા સ્રીણાં ભગવતિ કષ્ણે ભક્તિમલૌકિકીમ્‌ । આત્માનં ચ તયા હીનમનુતપા વ્યગર્હયન્‌ | ૩૮॥ ધિગ્જન્મનસિનૃદ્વિદ્યાં ધિગ્ત્રતંધિગ્બહુશતામ્‌ | ધિકકુલં ધિક્‌ક્રિયાદાક્ષ્યં વિમુખા યે ત્વધોક્ષજે || ૩૯॥ સંબંધી અમારો સ્વીકાર કરશે નહીં, પછી બીજાઓની તો વાત જ શી? હે વીરશિરોમણિ! હવે અમે આપના ચરણોમાં આવી ગઈછીએ. અમને બીજા કોઈનો આશ્રય નથી. તેથી હવે અમને બીજાની શરણમાં ન જવું પડે, એવી વ્યવસ્થા કરો. | ૩૦ ॥ ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું — દેવીઓ! તમારા પતિ-પુત્ર, ભાઈ-બંધુ, માતા-પિતા, કોઈ પદ્ય તમારો તિરસ્કાર કરશે નહીં. તેમની તો વાત જ ક્યાં છે, પૂરો સંસાર તમારું સમ્માન કરશે. તેનું કારણ છે, હવે તમે મારી થઈ ગઈ છો, મારાથી જોડાઈ ગઈ છો. જુઓ ને, આ દેવતાઓ પણ મારી વાતનું અનુમોદન કરી રહ્યા છે. ॥ ૩૧ ॥ દેવીઓ! તમારું મન મારામાં જોડી રાખો, અંગ-સંગ મારી પ્રીતિ કે અનુરાગનું કારણ નથી. તમે જાઓ અને મનથી મારું ચિંતન કરતા રહો. તમને જલદી મારી પ્રાપ્તિ થઈ જશે. ॥૩ર ॥ શ્રી શુકદેવજી કહે છે - પરીક્ષિત! જ્યારે ભગવાને આ પ્રમાણે કહ્યું ત્યારે તે બ્રાહ્મણપત્નીઓ યજ્ઞશાળામાં પાછી ગઈ. તેબ્રાહ્મ્નોએ તેમની પત્નીઓમાં સ્હેજ પણ દોષદૃષ્ટિ કરી નહીં. તેમની સાથે મળીને પોતાનો યજ્ઞ પૂરો કર્યો. ॥ ૩૩ || તે સ્ત્રીઓમાં એક સ્ત્રીને આવતી વખતે બળપૂર્વક તેના પતિએ રોકી લીધી હતી. ત્યારે તે બ્રાહ્મણપત્નીએ ભગવાનના તેવા જ સ્વરૂપનું ધ્યાન કર્યું, જેવું તેણે ઘણા દિવસથી સાંભળ્યું હતું. જ્યારે તેનું ધ્યાન સ્થિર થયું ત્યારે મનમાં જ ભગવાન સાથે આલિંગન કરીને તેણે કર્મ દ્વારા બનેલા પોતાના શરીરને ત્યજી દીધું. (શુદ્ધ સત્ત્વમય દિવ્ય શરીરથી તેણે ભગવાનનું સાન્નિધ્ય પ્રાપ્ત કરી લીધું.) ।। ૩૪ ॥ અહીં ભગવાન શ્રીકૃષ્ણે બ્રાહ્મણ- પત્નીઓના લાવેલા તે ચાર પ્રકારના અન્નથી પહેલાં ગ્વાલ- બાળકોને ભોજન કરાવ્યું અને પછી સ્વયં પણ ભોજન કર્યું. ।૩૫ ।॥ પરીક્ષિત! આ પ્રમાણે લીલામનુષ્ય ભગવાન શ્રીકૃષ્ણે મનુષ્ય જેવી લીલા કરી અને પોતાના સૌન્દર્ય, માધુર્ય, વાન્ની તથા કર્મોથી ગાયો, ગોવાળો અને ગોપીઓને આનંદ આપ્યો અને સ્વયં પણ તેમના પ્રેમરસનું આસ્વાદન કરીને આનંદિત થયા. । ૩૬ || પરીક્ષિત! અહીં બધા બ્રાહ્મણોને એ ખબર પડી કે, શ્રીકૃષ્ણ તો સ્વયં ભગવાન છે, ત્યારે તેમને બહુ પસ્તાવો થયો. તે વિચારવા લાગ્યા કે જગદીશ્વર ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને અમે બહુ મોટો અપરાધ કર્યો છે. તેઓ તો મનુષ્યના જેવી લીલા કરતા હોવા છતાં પરમેશ્વર જ છે. 1૩૭ જ્યારે તેમણે જોયું કે અમારી પત્નીઓના હૃદયમાં તો ભગવાન પ્રત્યે અલૌકિક પ્રેમ છે અને અમે લોકો તેમનાથી બિલકુલ અજાણ છીએ ત્યારે તેઓ ખૂબ પસ્તાઈને પોતાને નિંદવા લાગ્યા. | ૩૮ || તેઓ કહેવા લાગ્યા - અરે, અમે ભગવાન શ્રીકૃષ્ણથી વિમુખ છીએ. બહુ ઊંચા કુળમાં અમારો જન્મ થયો, ગાયત્રીની દીક્ષા લઈને અમે દ્વિજ થયા. વેદાધ્યયન કરી-કરીને અમે મોટા-મોટા યજ્ઞો કર્યા, ૧. ન હ્ભ્યસ્યેરન્‌ | 242 શ્રીમદભાગવત [અ૦ર૩ નૂનં ભગવતો માયા યોગિનામપિ મોહિની ! યદ વયં ગુરવો નૃણાં સ્વાર્થે મુહ્યામહે દ્રિજાઃ ॥ ૪૦।। અહો પશ્યત નારીણામપિ કૃષ્ણે જગદગુરી 1 દુરન્તભાવંયોડવિધ્યત્મૃત્યુપાશાન્‌ ગૃહાભિધાન્‌ ॥ ૪૧॥ નાસાં દ્વિજાતિસંસ્કારો ન નિવાસો ગુરાવપિ । નતપોનાત્મમીમાંસા ન શૌચં ન ક્રિયાઃશુભાઃ ॥ ૪૨॥ અથાપિ લરુત્તમશ્લોકે કૃષ્ણે યોગેશ્વરેશ્વરે | ભક્તિર્દઢા ન ચાસ્માકં સંસ્કારાદિમતામપિ || ૪૩॥ નનુ સ્વાર્થવિમૂઢાનાં પ્રમત્તાનાં ગૃહેહયા અહોનઃસ્મારયામાસ ગોપવાક્યૈઃસતાં ગતિઃ | ૪૪॥ અન્યથા પૂર્ણકામસ્ય કૈવલ્યાદ્યાશિષાં પતેઃ | ઈશિતવ્વૈઃકિમસ્માભિરીશસ્પૈતદ્વિડમ્બનમ્‌ ॥ ૪૫॥ હિત્વાડન્યાન્‌ ભજતે યં શ્રીઃ પાદસ્પર્શાશયાડસકૃત્‌ | આત્મદોષાપવર્ગેણ તદ્યાચ્મા જનમોહિની || ૪૬। દેશઃ કાલઃ પૃથગ્દ્રવ્યં મન્ત્રતન્ત્ર્ત્વિજોડગ્નયઃ ! દેવતા યજમાનશ્ચ કતુર્ર્મશ્વ યન્મયઃ |૪૭॥ સએષભગવાન્સાક્ષાદ્‌વિષ્ણુર્યોગેશ્રરેશ્વરઃ । જાતો યદુષ્વિત્યકૃણ્મ હિ મૂઢા ન વિદ્વહે |! ૪૮॥ અહોચ વયં ધન્યતમા યેષાં નસ્તાદેશીઃ સ્રિયઃ | ભક્ત્યાયાસાં મતિર્જાતા અસ્માકંનિશ્ચલા હરૌ ।। ૪૯॥ પરંતુ તે બધું શા કામનું? ધિક્કાર છે, ધિક્કાર છે, અમારી વિધા શ્યર્થ ગઈ, અમારાં દ્રત નકામાં ગયાં. અમારી આ વિદ્ત્તાને થિક્કાર છે! ઊંચા કુળમાં જન્મ લેવો, કર્મકાંડમાં નિપુણ થવું. કશા કામમાં ન આવ્યું. અમને વારંવાર ધિક્કાર છે. | ૩૯ ॥ ખરેખર ભગવાનની માયા મોટા-મોટા યોગીઓને પણ મોહિત કરી દે છે. ત્યારે તો અમે કહેવાઈએ છીએ મનુષ્યોના ગુરુ અને બ્રાહ્મણ, પરંતુ અમારા સાચા સ્વાર્થ અને પરમાર્થના વિષયમાં તદન અજ્ઞાની છીએ. || ૪૦ ॥ કેટલા આશ્ચર્યની વાત છે! જુઓ તો ખરા, જોકે આ સ્તર છે, છતાં પણ જગદ્ગુરુ ભગવાન શ્રીકૃષ્ણમાં આમનો કેટલો અગાધ પ્રેમ છે, અખંડ અનુરાગ છે! આનાથી જ તેમણે ગૃહાસક્તિ નામના મૃત્યુપાશને કાપી નાંખ્યો. ॥ ૪૧ || આ લોકોના ન તો દ્વિજાતિને યોગ્ય યજ્ઞોપવીત સંસ્કાર થયા છે અને ન એમણે ગુરુકુળમાં વિદ્યાભ્યાસ કર્યો છે. ન તેમણે તપ કર્યું છે અને ન તો આત્માસંબંધી તેમણે કોઈ વિવેક-વિચાર કર્યો છે. એ બધી વાત તો ઠીક, તેમનામાં ન તો પૂરેપૂરી પવિત્રતા છે કે ન તેમનાં કોઈ શુભકર્મોછે. ॥ ૪૨ ॥છતાં સમસ્ત યોગેશ્વરોના ઈશ્વર પુદ્યકીર્તિ ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં તેમનો દઢ પ્રેમ છે અને અમે અમારા બધા સંસ્કાર કર્યા છે, ગુરુકુળમાં રહ્યા છીએ, તપસ્યા કરી છે, આત્માનુસંધાન કર્યું છે. પવિત્રતા જાળવી છે તથા શ્રેષ્ઠ કર્મો પણ કર્યા છે છતાં ભગવાનના ચરણોમાં અમારો પ્રેમ નથી. | ૪૩ ॥ સાચી વાત એ છે કે અમે લોકો ગૃહસ્થીના કામમાં આસક્ત થઈ ગયા હતા. પોતાના હિત-અહિતને વિસારી દીધું હતું. અહો! ભગવાનની કેટલી કૃપા છે! ભક્તવત્સલ પ્રભુએ ગોવાળોને મોકલીને તેમના સંદેશા દ્વારા અમને ચેતવ્યા, પોતાનું સ્મરણ કરાવ્યું. | ૪૪ ।। ભગવાન સ્વયં પૂર્ણકામ છે અને કૈવલ્યમોથ સુધીની જેટલી પણ કામનાઓ છે તેને પૂર્છ કરવાવાળા છે. જો અમને ચેતવ્યા ન હોત તો તેમનું અમારા જેવા ક્ષુદ્ર જીવો સાથે શું પ્રયોજન હોઈ શકે?અવશ્ય,તેમણે આ જ ઉદેશ્યથી માગવાનું બહાનું બનાવ્યું. અન્યથા તેમને માગવાની ભલા, શી જરૂર? || ૪૫ |! સ્વયં લક્ષ્મી બીજા બધા દેવતાઓને છોડીને અને પોતાની ચંચળતા, ર્વ વગેરે દોષોનો પરિત્યાગ કરીને નિરંતર તેમના ચરણોનો સર્શ પ્રાપ્ત કરવા માટે સેવા કરતી રહે છે. તેવા પ્રભુ કોઈની પાસે ભોજનની યાચના કરે, એ લોકોને મોહિત કરવા સિવાય બીજુંશું હોઈ શકે? ।। ૪૬ |દેશ, કાળ, જુદી-જુદી સામગ્રીઓ, તે તે કર્મોમાં વિનિયોગ માટેના મંત્રો, અનુષ્ઠાનની વિધિ, ગ્રત્વિજ, અગ્નિ, દેવતા, યજમાન, યજ અને ધર્મ - બધું ભગવાનનું જ સ્વરૂપ છે. || ૪૭ | તે જ યોગેશ્વરોના પણ ઈશ્વર ભગવાન વિષ્ણુ સ્વયં શ્રીકૃષ્ણના રૂપમાં યદુવંશીઓમાં અવતર્યા છે, આ વાત અમે સાંભળી હતી, પરંતુ અમે એટલા મૂર્ખ છીએ કે તેમને ઓળખી ન શક્યા. !! ૪૮ ॥આ બધુંથવા છતાં પણ અમે ધન્ય થઈ ગયા છીએ, અમારા અહોભાગ્ય છે. ૧, નૂનં! ર. પ્રાચીન ત્રતમાં આ શ્લોક નથી ! અ૦ ૨૪] દસમો સ્કન્ધ. 243 નમસ્તુભ્યં’ ભગવતે કૃષ્ણાયાકુણ્ઠમેધસે । યન્માયામોહિતધિયો ભ્રમામઃ કર્મવર્ત્મસુ |! ૫૦॥ સવૈનઆધઃપુરુષઃ સ્વમાયામોહિતાત્મનામ્‌ | અવિજ્ઞાતાનુભાવાનાં ક્ષન્તુમર્હત્યતિક્રમમ્‌ । ૫૧।। ઇતિ સ્વાઘમનુસ્મૃત્ય કૃષ્ણે તે કૃતહેલનાઃ । દિદંક્ષવોડપ્યચ્યુતયોઃ કંસાદ્‌ભીતા ન ચાચલન્‌ | પર | ત્યારે તો અમને આવી પત્નીઓ પ્રાપ્ત થઈ છે. તેમની ભક્તિથી અમારી બુદ્ધિ પણ ભગવાન શ્રીકૃષ્ણના અવિચળ પ્રેમમાં યુક્ત થઈ ગઈ છે. || ૪૯ | પ્રભુ! આપ અચિન્ત્ય અને એનંત એશ્ર્યોના સ્વામી છો. શ્રીકૃષ્! આપનું શાન અપાર છે. આપની માયાથી જ અમે મોહિત થઈ રહ્યા છીએ અને અમે કર્મોની જાળમાં ભટકી રહ્યા છીએ, અમે આપને ત્તમસ્કાર કરીએછીએ. | ૫૦ |!હે આદિપુરુષ ભગવાન શ્રીકૃષ્ણ! આપ અમારા અપરાધને ક્ષમા કરો. કારણ કે અમારી બુદ્ધિ આપની માયાથી જ મોહિત થઈ રહી છે અને અમે આપના પ્રભાવને જાણી ન શકનારા અજ્ઞાની છીએ. | ૫૧ ॥| પરીક્ષિત! તેબ્રાહ્મણોએ શ્રીકૃષ્ણનો તિરસ્કાર કર્યો હતો. તેથી તેમને પોતાના અપરાધની સ્મૃતિ થતાં ભારે પશ્ચાત્તાપ થયો અને તેમના હદયમાં શ્રીકૃષ્ણ-બલરામજીનાં દર્શનની પણ ‘ઉત્કટ ઇચ્છા થઈ, પરંતુ કંસના ભયથી તેઓ તેમનાં દર્શન કરવા જઈ ન શક્યા. 1 ૫૨ ॥ —ક— ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહેસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે પૂર્વા્ધે યશપત્યુદ્રરજ્ા નામ ત્રયોર્વિશોડધ્યાયઃ ॥ ૨૩ | દસમા સ્કંધના પૂર્વા્ધ-અંતર્ગત યશ્પત્ની-ઉદ્ધરજ્ર નામનો ત્રેવીસમો અધ્યાય સમાપ્ત.