Śrīmad Bhāgavatam

શ્રીકૃષ્ણના વિરહમાં ગોપીઓની દશા

ગ્ોપીગીત ગૃષ્ય” તોચુઃ ગોપીઓ વિરહાવેશમાં ગાવા લાગી - “પારા શ્યામસુન્દર! તમારા જન્મના કારણે વૈકુંઠ વગેરે લોકોથી પણ [જયતિ તેડધિકં જન્મના વ્રજઃ દવ્રજનો મહ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

ત્રીસમો અધ્યાય શ્રીકૃષ્ણના વિરહમાં ગોપીઓની દશા શંડુક ઉવાચ અત્તર્હિતે ભગવતિ સહસૈવ વ્રજાન્નાઃ | આતપ્યંસ્તમચક્ષાણાઃ કરિણ્ય ઇવ યૂથપમ્‌ | ૧।। ગત્યાનુરાગસ્મિતવિભ્રમેક્ષિતે- ર્મનોરમાલાપવિહારવિભ્રમૈઃ 1 આક્ષિત્ચિત્તાઃ પ્રમદા રમાપતે- સ્તાસ્તા વિચેષ્ટા જગૃહુસ્તદાત્મિકાઃ || ૨| ગતિસ્મિતપ્રેક્ષણભાષણાદિષુ પ્રિયાઃ પ્રિયસ્ય પ્રતિરૂઢમૂર્તયઃ | શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! ભગવાન એકાએક અંતર્ધાન થઈ ગયા. તેમને ન જોઈને વ્રજનારીઓની એવી દશા થઈ ગઈ, જેમ યૂથપતિ ગજરાજ વિના હાથણીઓની થાય છે. તેમનું અંતર વિરહાગ્નિથી બળવા લાગ્યું. ॥ ૧ | ભગવાન શ્રીકૃષ્ણની મદોન્મત્ત ગજરાજ જેવી થાલ, પ્રેમભર્યું હાસ્ય, વિલાસયુક્ત ચિતવન, મનોરમ પ્રેમ-આલાપ, ભિન્ન-ભિન્ન મ્રકારની લીલાઓ અને શૃંગાર-રસના હાવ-ભાવે તેમનું ચિત્ત ચોરી લીધું હતું] તે પ્રેમવિહ્વળ ગોપીઓ શ્રીકૃષ્થમય બની ગઈ અને પછી શ્રીકૃષ્ણની વિભિન્ન લીલાઓનું અનુકરણ કરવા લાગી. ।। ર ।1ૃપોતાના પ્રિયતમ શ્રીકૃષ્ણનું ચાલવું, હાવ-ભાવ, અવલોકન, વિલાસ અને વાણીની છટામાં શ્રીકૃષ્ટની પ્રિવ ગોપીઓ તેમના જેવી જ બની ગઈ, તેમનાં શરીરમાં પણ એવી જ ગતિ-મતિ, તેવા જ હાવ-ભાવ ઊતરી આવ્યા હતા. તેઓ પોતાને બધી રીતે ભૂલીને શ્રીકૃષ્્રૂપ બની ગઈ અને તેમના લીલા-વિલાસનું અનુકરણ કરીને ‘હું જ શ્રીકૃષ્ણ છું’ - આ ૧. સસક્રીયયાં કૃષ્ણાન્લેપશમેકોનત્રિશોડષ્યાયઃ1 અ૦૩૦] દસમો સ્કન્ધ. 267 ત્વિત્યબલાસ્તદાત્મિકા કૃષ્ણવિહારવિભ્રમાઃ ।। ૩।। અસાવર્હ ન્યવેદિષુઃ ગાયત્ત્ય ઉચ્ચૈરમુમેવ સંહતા વિચિક્યુરુન્મત્તકવદ્‌ વનાદ્‌ ક. પપ્રચ્છુરાકાશવદન્તરં ભૂતેષુ સનત પુરુષ વનસ્પતીન્‌ ॥૪॥ દંષ્ટો વઃ કચ્ચિદશ્ત્ય પ્લક્ષ ન્યગ્રોધ નો મનઃ | નન્દસૂનુર્ગતો હત્વા પ્રેમહાસાવલોકનેઃ ॥ ૫॥। કચ્ચિત્‌ કુરબકાશોકનાગપુન્નાગચમ્પકાઃ | રમાનુજો માનિનીનામિતો* દર્પહરસ્મિતઃ ।। ૬॥ કચ્ચિત્તુલસિ કલ્યાણિ ગોવિન્દચરણપ્રિયે | સહત્વાડલિકુકૈર્ખિભ્રદ્દષ્ટસ્તેડતિપ્રિયોડચ્યુતઃ ॥ ૭॥ માલત્યદર્શિ વઃ કચ્ચિન્મલ્લિકે જાતિ યૂથિકે । પ્રીતિં વો જનયન્‌ યાતઃ કરસ્પર્શેન માધવઃ || ૮॥ ચૂતપ્રિયાલપનસાસનકોવિદાર- જમ્બ્વર્કબિલ્વબકુલામ્રકદમ્બનીપાઃ | યેડન્યે પરાર્થભવકા યમુતોપકૂલાઃ શંસન્તુ કૃષ્ણપદવીં રહિતાત્મનાં નઃ ॥૯॥ કિં તે કૃતં ક્ષિતિ તપો બત કેશવાડદ્રિ- સ્પર્શોત્સવોત્પુલકિતાડ્વરુહેર્વિભાસિ । અપ્યડદ્રિસમ્ભવ ઉરુક્રમવિક્રમાદ્‌ વા આહો વરાહવપુષઃ પરિરમ્ભણેન || ૧૦॥ અપ્યેણપત્ન્યુપગતઃ પ્રિયયેહ ગાત્રે- સ્તન્વન્‌ દેશાં સખિ સુનિર્વૃતિમચ્યુતો વઃ | પ્રમાણે કહેવ! લાગી. | ૩ [તિ બધી ગોપીઓ મળીને પરસ્પર ઊંચા અવાજે ભગવાનના ગુજ્યોનું ગાન કરવા લાગી અને વ્યાકુળ થઈને એક વનથી બીજા વનમાં શ્રીકૃષ્ણને શોધવા લાગી! (યરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણ કાંઈ દૂર યોડા જ ગયા હતા. તે તો સમસ્ત જડ-ચેતન પદાર્થોમાં તથા તેમની બહાર પણ આકાશની જેમ એકરસ સ્થિત છે. તે ત્યાં જ હતા, તેમાં જ હતા, પરંતુ તેમને ન જોઈને ગોપીઓ વનસ્પતિઓને, વૃક્ષ-લતાઓને તેમના વિશે પૂછવા લાગી. | ૪ ॥| (ગોપીઓએ પહેલાં મોટાં-મોટાં વૃક્ષોને જઈને પૂછ્યું—) ‘હે પીપળી! હે પીપળા, હે વડલા! નંદનંદન શ્યામસુંદર પોતાના પ્રેમભર્યા હાસ્ય અને દષ્ટિથી અમારું મત ચોરીને ચાલ્યા ગયા છે, શું તમે તેમને જોયા છે? | ૫ || હે કુરબક! હે અશોક! હે નાગકેસર! હે પુન્નાગ! હે ચંપક! બલરામજીના નાના ભાઈ કે જે હાસ્ય માત્રથી મોટી-મોટી માનિની સ્ત્રીઓના મનને હરી લે છે તે આ તરફ આવ્યા હતા? | ૬ || (હવે તેમણે અન્ય વનસ્પતિઓને કહ્યું-) “બહેન તુલસી! તમે તો બહુ જ કોમળ હૃદયનાં છો, તમે તો બધાંનું હિત ઇચ્છો છો. ભગવાનના ચરણોમાં તમારો પ્રેમ તો છે જ, તે પણ તમારા પર બહુ પ્રેમ રાખે છે. તેથી તો ભમરાઓના સમૂહ વચ્ચે તમારી માળા ધારણ કરે છે. શું તમે તમારા પરમ પ્રિય શ્યામસુંદરને જોયા છે? ૭ || પ્રિય માલતી! ઓ મોગરા! ઓ જાઈ અને જૂઈ! તમે કદાચ અમારા પ્રિય માધવને જોયા હશે. શું તે પોતાના કચ્કમળથી તમને આનંદિત કરતા અહીંથી ગયા છે?’ ૮ || ‘ઓ આંબા! ઓ રાયણ! ઓ ફણસ! ઓ અસનવૃક્ષ! ઓ પીળી કાંચનાર! ઓ જાંબુડી! ઓ આકડા! ઓ બીલી! ઓ બોરસલી! ઓ લીમડા! ઓ કદમ્બ! તથા યમુના તટ પર બિરાજેલાં ભાગ્યશાળી તરુવરો! તમારો જન્મ અને જીવન * માત્ર પરોપકાર માટે જ છે. શ્રીકૃષ્ણ વિના અમારું જીવન સુનું બની રહ્યું છે. અમે બેહોશ બની રહી છીએ. તમે અમને તેમને પ્રાપ્ત કરવાનો રસ્તો બતાવો.’ | ૯ || “ભગવાનની પ્રેયસી પૃથ્વીદેવી! તમે એવી કઈ તપસ્યા કરી છે કે, શ્રીકૃષ્ણના ચરણોનો સ્પર્શ પ્રાપ્ત કરીને તમે આનંદથી ઊભરાઈ રહ્યાં છો અને તૃણ-લતા વગેરેના રૂપમાં પોતાનો રોમાંચ પ્રગટ કરી રહ્યાં છો?/તમારો આ આનંદ-વિલાસ શ્રીકૃષ્ણચન્દ્રના ચરણસ્પર્શને કારણે જ છે. અથવા વામન અવતારમાં વિશ્વરૂપ ધારણ કરીને એમણે તમને જે માપ્યાં હતાં તેના કારણે છે? ક્યાંક તેનાથી પણ પહેલાં વરાહ ભગવાનના અંગ-સંગને કારણે તો તમારો આ આનંદ દેખાતો નથી ને? 11૧૦ || “અરી સખી! હરણીઓ! અમારા જે શ્યામસુંદરના’ અંગ-સંગથી સૌન્દર્યની ધારા વહેતી રહે છે તે ક્યાંક પોતાની પ્રાણપ્રિયા સાથે તમારાં નેત્રોને પરમાનંદનું ૧. માનિનીનાં ગતો ! 268 શ્રીમદભાગવત, [૨૦૩૦ કાન્તાડસક્કુથકુકકુમરગ્જિતાયાઃ કુંન્દસજઃ કુલપતેરિહ વાતિ ગન્ધઃ ॥૧૧।| બાહું પ્રિયાંસ ઉપધાય ગૃહીતપવ્યો શમાનુજસ્તુલસિકાલિકુલૈર્મદાન્યૈઃ । અન્વીયમાન ઇહ વસ્તરવઃ પ્રણામં કિંવાભિનન્દતિ ચરન્‌ પ્રણયાવલોકૈઃ ॥ ૧ ૨ |! પૃચ્છતેમા લતા બાહૂનપ્યાશ્લિષ્ટા વનસ્પતેઃ નૂનં તત્કરજસ્પૃષ્ટા બિભ્રત્યુત્યુલકાન્યહો |! ૧૩॥। ઇત્યુન્મત્તવચો ગોપ્યઃ કૃષ્ણાન્વેષણકાતરાઃ । લીલા ભગવતસ્તાસ્તા હ્નુચક્ુસ્તદાત્મિકાઃ ॥ ૧૪॥ કસ્યાશ્ચિત્‌પૂતનાયન્ત્યાઃકૃષ્ણાય્્યાપિબત્‌સ્તતમ્‌ । તોકાયિત્વા રુદત્યન્યા પદાહગ્છકટાયતીમ્‌ । ૧૫!! દૈત્યાયિત્વાજહારાન્યામેકાકૃષ્ણાર્ભભાવનામ્‌ ! રિન્પામાસ કાપ્યડ્ધ્રી કર્ષન્તી થોષનિઃસ્વનૈઃ 1! ૧૬॥॥ કૃષ્ણરામાંષિતે દે તુ ગોપાયન્ત્યશ્ચ કાશ્ચન | વત્સાયતી5 હત્તિ ચાન્યા તત્રૈકા તુ બકાયતીમ્‌ । ૧૭॥ આહૂય દૂરગા યદ્દત્‌ કૃષ્ણસ્તમનુકુર્વતીમ્‌ । વેણુંક્વણન્તી ક્ીડન્તીમન્થાઃ શંસન્તિ સાધ્વિતિ | ૧૮॥ કસ્યાંચિત્‌સ્વભુર્જ ન્યસ્યચલન્ત્યાહાપરાનનુ ! કૃપ્ણોડહં પશ્યત ગતિં લલિતામિતિ તન્મનાઃ ॥ ૧૯॥ મા ભૈષ્ટ વાતવર્ષાભ્યાં તત્ત્રાણ વિહિતં મયા | ઇત્યુક્તૈકેન હસ્તેન યતન્ત્યુ્તિદધેડમ્બરમ્‌ !! ૨૦| દાન કરતા રહીને અહીંથી જ તો ગયા નથી ને? જુઓ, જુઓ, અહીં કુલપતિ શ્રીકૃષ્સની મોગરાનો માળાની મનોહર સુગન્ધ આવી રહી છે, જે તેમનાં પરમ પ્રેયસીના અંગ-સંગથી લાગેલા કુચ-કુમકુમધી લેષાયેલી રહે છે.’ |! ૧૧ || ‘તરુવરો! તેમની માળાની તુલસીમાં એવી સુગંય છે કે, તેની સુગન્ધના આશિક ભમરાઓ નિરંતર તેને વળગી રહે છે. તેમના એક હાથમાં કમલ હશે અને બીજો હાથ તેમની પ્રેયસીના ખભા પર મૂકેલો હશે. લાગે છે એવું કે તમે લોકો તેમને ત્રજ્ઞામ કરવા માટે જ નમેલાં છો. (પરંતુ તેમણે પોતાની પ્રેમયુક્ત શિતવનથી પણ તમારી વંદનાનો પ્રતિભાવ આપ્યો કે નહીં? | ૧૨ || ‘અરે સખી! આ લતાઓને તો પૂછો. તે પોતાના પતિ વૃક્ષોને પોતાના બાહુપાશમાં લપેટીને આલિંગન કરી રહી છે, તેથી શું ઘયું? તેમના શરીરમાં જે આનંદ છે, જે રોમાંચ છે, તે તો ભગવાનના નખોના સ્પર્શથી જ છે. અહો, આમનું કેવું સૌભાગ્ય છે? ॥ ૧૩ ॥ પરીક્ષિત! આ પ્રમાણે બાવરી ગોપીઓ પ્રલાપ કરીને ભગવાનને શૌધતાં-શોધતાં દુઃખી થઈ રહી હતી, હવે એથી પણ વધારે જોશ આવવાથી તે ભઝવન્મય થઈને ભગવાનની વિભિન્ન લીલાઓનું અનુકરણ કરવા લાગી. || ૧૪ [એક શોપી પૂતના બની, તો બીજી શ્રીકૃષ્ણ બનીને તેનું સ્તનપાન કરવા લાગી. કોઈ ગાડું બની ગઈ તો. કોઈએ બાલ્કૃષ્ય બનીને રડતાં-સ્ડતાં તેને પગની લાત મારીને ઊધું કરી દીધું. 1 ૧૫ |! કોઈ સખી બાલકૃષ્છ બનીને બેસી ગઈ તો કોઈ તૃણારવર્ત દૈત્યનું રૂપ ધારણ કરીને તેને ઉપાડી ગઈ. કોઈ ગોપી પગ ખેંચી ખેંચીને પૂંટણ્રીએ ચાલવા લાગી અને તે વખતે તેના ઝાંઝર ઝૂમન્ઝૃમ બોલવા લાગ્યાં. ॥ ૧૬ ॥ એક થઈ કૃષ્ણ તો બીજી થઈ બલરામ, અને બીજી ગોપીઓ ગોપકુમારો બની ગઈ. એક થઈ વત્સાસુર, તો બીજી થઈ બકાસુર. ત્યારે તો ગોપીઓએ અલગ-અલગ શ્રીકૃષ્ણ બનીને વત્સાસુર અને બકાસુર બનેલી ગોપીઓને મારવાની લીલા કરી.11૧૭ ॥ જેમ શ્રીકૃષ્ણ વનમાં કરતા હતા, તે જ રૌતે એક ગોપી વાંસળી વગાડી-વગાડીને દૂર ચાલી ગયેલાં પશુઓને. બોલાવવાની રમત રમવા લાગી. ત્યારે બીજી ગોપીઓ “વાહ, વાહ’ કરીને તેની પ્રશંસા કરવા લાગી, ।। ૧૮ || એક ગોપી પોતાને શ્રીકૃષ્ણ સમજીને બીજી સખીના ગળામાં હાથ નાખીને ચાલતી અને ગોપીઓને કહેતી - મિત્રો! હું શીકૃષ છું. તમે મારી આ મનોહર ચાલ જુઓ.’ || ૧૯ || કોઈ ગોપી શ્રીકૃષ્્ર બનીને કહેતી - “અરે વ્રજવાસીઓ! તમે આંધ- વર્ષાથી ડરો નહીં, મેં તેનાથી બચવાનો ઉપાય શોધી કાઢયો છે. આમ કહીને ગોવર્ષન-ધારણનું અનુકરણ કરતી રહીને તે પોતાની ઓઢણી લઈને ઉપર તાણી લેતી. ॥ ૨૦ || ૧. વત્સાધિતાં ગૃહોત્યાડન્યા તત્રેકા તુ વકાયિતામ્‌ ! અ૦ ૩૦] દસમો સ્કન્ધ 269 આસ્લ્ષૈકા પદાડડક્રમ્ય શિરસ્યાહાપરાં નૃપ | દુષ્ટાહે ગચ્છ જાતોડહં ખલાનાં નનુ દણ્ડધૃક્‌ || ૨૧॥ તત્રૈકોવાચ હે ગોપા દાવાગ્નિં પશ્યતોલ્બણમ્‌ ! ચકષૃષ્યાશ્ચપિદધ્વં વો વિધાસ્યે ક્ષેમમગ્જસા || ર૨ બદ્ધાન્યયા સ્તરજા કાચિત્તન્વી તત્ર ઉલૂખલે | ભીતાસુદૅક્‌પિધાયાસ્યં ભેજે ભીતિવિડમ્બનમ્‌’ ॥ ૨૩॥ એવં કૃષ્ણં પૃચ્છમાના વૃન્દાવનલતાસ્તરૂન્‌ । વ્યચક્ષત વનોદેશે પદાનિ પરમાત્મનઃ || ૨૪।। પદાનિ વ્યક્તમેતાનિ નન્દસૂનોર્મહાત્મનઃ | લક્ષ્યત્તે હિધ્વજામ્ભોજવજાડકુશયવાદિભિઃ ॥ ૨૫॥। તૈસ્તેઃ પદૈસ્તત્પદવીમન્વિચ્છન્ત્યોડગ્રતોડબલાઃ | વધ્વાઃપદૈઃ સુપૃક્તાનિ વિલોક્યાર્તાઃસમબ્રુવન્‌ || ર ૬।| કસ્યાઃ પદાનિ ચૈતાનિ યાતાયા નન્દસૂનુના ! અંસન્યસ્તપ્રકોષ્ઠાયાઃ કરેણોઃ કરિણા યથા || ૨૭॥ અનયાડડરાધિતો નૂનં ભગવાન્‌ હરિરીશ્વ યદ્નો વિહાય ગોવિન્દઃ પ્રીતો યામનયદ્‌ રહઃ ૨૮॥ ધન્યાઅહોઅમી આલ્યો્ગોધિન્દાડજયબ્જરેણવઃ | યાન્રે બ્રહ્મોશો રમા દેવી દધુર્મૂ્યઘનુત્તયે ॥ ૨૯।। તસ્યાઅમૂનિનઃક્ષોભં કુર્વન્ત્યુચ્ચૈઃપદાનિયત્‌ ! યૈકાપહૃત્ય ગોપીનાં રહો ભુડક્તેડચ્યુતાધરમ્‌ || ૩૦॥ ન લક્ષ્યન્તે પદાન્યત્ર તસ્યા નૂનં તૃણાડકુરૈઃ । ખિદ્યત્સુજાતાડધ્રિતલામુન્ઞિન્યે પ્રેયસી પ્રિયઃ || ૩૧॥। પરીક્ષિત! એક ગોપી બની કાલિયનાગ, તો બીજી શ્રીકૃષ્ણ બનીને તેના માથા ઉપર પગ મૂકીને કહેવા લાગી - “અરે, દુષ્ટ સર્પ! તું અહીંથી ચાલ્યો જા. હું દુષ્ટોનું દમન કરવા માટે જ ઉત્પન્ન થયો છું.’ || ૨૧ || એટલામાં જ એક ગોપી બોલી - “અરે ગોવાળો! જુઓ, વનમાં મોટી ભયંકર આગ લાગી છે. તમે જલદીથી પોતાની આંખો બંધ કરી દો, હું અનાયાસે જ તમારી રક્ષા કરીશ.’ | ૨૨ || એક ગોપી યશોદા બની અને બીજી બની શ્રીકૃષ્ણ. યશોદાએ ફૂલોની માળાથી શ્રીકૃષ્ણને ખાંડણિયા સાથે બાંધી દીધા. હવે તે કૃષ્ણ બનેલી ગોપી હાથેથી મોઢું ઢાંકીને ભયની નકલ કરવા લાગી. | ર૩ || £ પ્2રક્ષેત! આ પ્રમાણે લીલા કરતાં-કરતાં ગોપીઓ વૃન્દાવનનાં વૃશ્નો અને લતાઓ વગેરેને ફરીથી શ્રીકૃષ્ણ વિશે પૂછવા લાગી. તે વખતે તેમણે એક જગાએ ભગવાનનાં ચરણચિહ્ન જોયાં. | ૨૪ || તે આપસમાં કહેવા લાગી - “અવશ્ય આ ચરણ્રચિહ્ન નંદનંદન શ્યામસુંદરનાં જ છે; કેમકે એમાં ધજા, કમળ, વજ, અંકુશ અને જવ વગેરે ચિહનો સ્પષ્ટ દેખાય છે.’ | ર૫ !| તે ચરણચિહનો દ્વારા વ્રજવલ્લભ ભગવાનને શોષતી-શોધતી ગોપીઓ આગળ વધી, ત્યારે તેમને શ્રીકૃષ્ણની સાથે કોઈ વ્રજ યુવતીનાં પણ ચરણચિહ્નો દેખાયાં. તેમને જોઈને ગોપીઓ વ્યાકુળ ઘઈ ગઈ. અને આપસમાં કહેવા લાગી -||૨૬ || “જેમ હાથણી પોતાના પ્રિયતમ ગજરાજની સાથે ગઈ હોય, તેમ જ નન્દનંદન શ્યામસુંદરની સાથે તેમના ખભા પર હાથ મૂકીને ચાલનારી કઈ ભાગ્યશાળીનાં આ ચરણચિહનો છે? || ૨૭ (1 અવશ્ય સર્વશક્તિમાન ભગવાન શ્રીકૃષ્ણની આ કોઈ ‘આરાધિકા’ હશે. તેથી આના પર પ્રસન્‍ન થઈને આપણા પ્રાણમ્રિય શ્યામસુંદર આપણને છોડી દીધી છે અને આને એકાંતમાં * લઈ ગયા છે. | ૨૮ ॥ પ્રિય સખીઓ! ભગવાન શ્રીકૃષ્ણ પોતાના ચરણકમળથી જે રજનો સ્પર્શ કરે છે, તે ધન્ય બની જાય છે, તેનાં અહોભાગ્ય છે! કેમકે, બ્રહ્મા, શંકર અને લક્ષ્મી વગેરે પણ પોતાનાં અશુભ નષ્ટ કરવા માટે તે રજને પોતાના મસ્તક પર ધારણ કરે છે.’ । ૨૯ || ‘અરે સખી! ભલે ગમે તે થાય. આ જે સખી અમારા સર્વસ્વ શ્રીકૃષ્ણને એકાંતમાં લઈ જઈને એકલી જ તેમની અધર- સુધાનો રસ પી રહી છે, આ ગોપીના ઉપસેલાં ચરણચિહનો તો અમારા કદયમાં બહુ ક્ષોભ ઉત્પન્ન કરી રહ્યાં છે.’॥૩૦। અહીં તે ગોપીનાં પગલાં દેખાતાં નથી. એવું લાગે છે, અહીં પ્રિય શ્યામસુંદર જોયું હશે કે, મારી પ્રેયસીના કોમળ ચરણોમાં ઘાસના અંકુરો વાગતાં હશે, તેથી તેમણે તેને ખભા પર બેસાડી લીધી લાગે છે. | ૩૧ ॥| ૧. ૦વિડમ્બનામ્‌। ૨. યાત્ર બ્રહ્માદયો દેવાઃ પ્રાપ્ુવત્તિ ચ મૂર્યતઃ। 270 શ્રીમદભાગવત, [અ૦ ૩૦ ઈમાન્યધિકમગ્નાનિ પદાનિ વહતો વધૂમ્‌ ! ગોપ્યઃપશ્યત કૃષ્ણસ્ય ભારાક્રાન્તસ્ય કામિનઃ ॥ ૩૨॥ અત્રાવરોપિતા* કાન્તા પુષ્પહેતોર્મહાત્મના | અત્ર પ્રસૂનાવચયઃ પ્રિયાર્થે પ્રેયસા કૃતઃ | પ્રપદાક્રમણે એતે પશ્યતાસકલે પદે 1 ૩૩॥ કેશપ્રસાધનં ત્વત્ર કામિન્યાઃ કામિના કૃતમ્‌ । તાનિ ચૂડયતા કાન્તામુપવિષ્ટમિહ પ્રુવમ્‌ || ૩૪।। રેમે તયા ચાત્મરત આત્મારામોડપ્યખકિડિતઃ | કામિનાં દર્શયન્‌ દૈન્યં સ્્રીણાં ચૈવ દુરાત્મતામ્‌ ॥ ૩૫।! ઇત્યેવં દર્શયન્ત્યસ્તાશ્રેરુચોપ્યો વિચેતસઃ | યાંગોપીમનયત્‌કૃષ્ણો વિહાયાન્યાઃસ્િયોવને | ૩૬॥ સા ચ મેને તદાડડત્માનં વરિષ્ઠ સર્વયોષિતામ્‌ | હિત્વા ગોપીઃ કામયાના મામસૌ ભજતે પ્રિયઃ || ૩૭॥ તતો ગત્વા વનોદ્દેશં દૅપ્તા કેશવમબ્રવીત્‌ | ન પારયેડહં ચલિતું તય માં યત્ર તે મનઃ || ૩૮॥ એવમુક્તઃ પ્રિયામાહ સ્કન્ધ આરહ્યતામિતિ | તતક્ચાન્તર્દધે કૃષ્ણઃ સા વધૂરન્વતપ્યત | ૩૯।। * હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસિ ક્વાસિ મહાભુજ । દાસ્યાસ્તે કૃપણાયા મે સખે દર્શય સજ્ઞિધિમ્‌ ॥ ૪૦।। અન્વિચ્છન્ત્યો ભગવતો માર્ગ ગોપ્યોડવિદૂરતઃ | દદશુઃ પ્રિયવિશ્લેષમોહિતાં દુખિતાં સખીમ્‌ || ૪૧।। સખીઓ! અહીં જુઓ, પ્રિય શ્રીકૃષ્ણનાં ચરબ્રચિહૂનો વધારે ઊંડાં રેતીમાં ખૂંપેલાં છે. આનાથી સ્પષ્ટ થાય છે કે, અહીં તેઓ કોઈ ભારે વસ્તુને ઉપાડીને ચાલ્યા છે, તેના વજનથી તેમના ચરણ જમીનમાં ઊતરી ગયા છે. માનો-ન-માનો તે પ્રેમાનંદ પ્રદાન કરનારા ભગવાને પોતાની પ્રિયતમાને જરૂર ખભે બેસાડી હશે. |! ૩૨ ॥ જુઓ, જુઓ, અહીં પરમ પ્રેમી વ્રજવલ્લભે ફૂલ વીણવા માટે પોતાની પ્રેષસીને નીચે ઉતારી દીધી છે અને અહીં પરમ પ્રિયતમ શ્રીકૃષ્ણે પોતાની પ્રેયસી માટે ફૂલ તોડ્યાં છે. ઊંચા થઈ થઈને ફૂલ તોડવાને કારણે અહીં તેમનાં પગલાં તો ધરતીમાં ખૂંપેલાં છે અને પાની દેખાતી નથી. ।। ૩૩ ॥ પરમપ્રેમી શ્રીકૃષ્ણે અહીં પોતાની પ્રેયસીના કેશ ગૂંધ્યા છે. જુઓ, પોતાનાં ચૂંટેલાં ફૂલ પોતાની પ્રેપસીના અંબોડામાં ગૂંથવા માટે તે અહીં જરૃરબેઠા હશે. !! ૩૪ ॥પરીક્ષિત!ભગવાન શ્રીકૃષ્ણ આત્મારામ છે. તે પોતે-પોતાનામાં જ સંતુષ્ટ અને પરિપૂર્ણ છે. જ્યારે તેઓ અખંડ છે, તેમનામાં બીજું કોઈ છે જ નહીં ત્યારે તેમનામાં અન્ય કલ્પના કઈ રીતે થઈ શકે? છતાં તેમણે સ્ત્રીપરવશતા વગેરે દેખાડીને ત્યાં તે ગોપીની સાથે એક લીલા કરી હતી. | ૩૫ || 8 આ પ્રમાણે ગોપીઓ બાવરી જેવી થઈને - પોતાનું સાન-ભાન ગુમાવીને એક-બીજીને ભગવાન શ્રીકૃષ્ણર્ના ચરણચિહ્નો દેખાડતી વન-વનમાં ભટકી રહી હતી. અહીં ભગવાન શ્રીકૃષ્ણ બીજી ગોપીઓને વનમાં મૂકીને જે ભાગ્યશાળી ગોષીને લઈ ગયા હતા, તે સમજી કે ‘હું જ સઘળી ગોપીઓમાં શ્રેષ્ઠ છું. તેથી તો અમારા પ્રિય શ્રીકૃષ્ણ બીજી ગોપીઓને છોડીને મને આટલું ચાહે છે, માત્ર મારો. જ આદર કરે છે. ! ૩૬-૩૭ || ભગવાન શ્રીકૃષ્ણ બ્રહમા અને શંકરના શાસક છે. તે ગોપી વનમાં જઈને પોતાના પ્રેમસૌભાગ્યના મદમાં બાવરી થઈ ગઈ અને તે જ શ્રીકૃષ્ણને કહેવા લાગી - ‘પ્રિય! મારાથી હવે વધારે ચલાતું નથી. મારા કોમળ પગ થાકી ગયા છે, હવે તમે જ્યાં જવા ઇચ્છો, મને તમારા ખભા પર બેસાડીને લઈ ચાલો.’ | ૩૮ || પોતાની પ્રિયતમાની આ વાત સાંભળીને શ્યામસુંદર ક્યું

  • શરું! તું હવે મારા ખભા પર ચઢી જા.’ તે સાંભળીને તે ગોપી જ્યાં તેમના ખભે બેસવા જતી હતી, ત્યાં જ શ્રીકૃષ્ણ અંતર્ધાન થઈ ગયા અને તે ભાગ્યશાળી ગોપી રડવા-પસ્તાવા લાગી— ॥ ૩૯ ॥ ‘હે નાથ! હે રમણ! હે પ્રિયતમ! હે મોટી ભુજાવાળા! તમે કયાં છો? ક્યાં છો!! મારા સખા! હું તમારી દીન અને તુચ્છ દાસી છું. મને શીધ્ર તમારા સાન્નિધ્યનો અનુભવ કરાવો, મને દર્શન આપો.’ | ૪૦ || પરીક્ષિત! ગોપીઓ ભગવાનનાં ચરણચિહનોને આધારે તેમના જવાનો રસ્તો શોધતી-શોધતી ત્યાં જઈ પહોંચી. થોડે દૂરથી જ તેમણે જોયું કે, તેમની સખી તેના પ્રિયતમના વિયોગમાં દુઃખી થઈને ૧, પ્રાચીન પ્રતમાં “અત્રાવરોપિતા કાન્તા પુષ્યહેતોર્મહાત્મના’ એ શ્લોકાર્ધ મૂળમાં નહીં, પણ ટિપ્પણીમાં છે. |, અ૦૩૧] દસમો સ્કન્ધ 271 તયા કથિતમાકર્ણ્ય માનપ્રામિં ચ માધવાત્‌ ! અવમાનં ચ દૌરાત્મ્યાદ્‌ વિસ્મયં પરમં યયુઃ ।૪૨।। તતોડવિશન્‌વરનચન્દ્રજ્યોત્સ્ના યાવદ્‌વિભાવ્યતે | તમઃ પ્રવિષ્ટમાલક્ષ્ય તતો નિવવૃતુઃ સ્ત્રિયઃ |! ૪૩ તન્મનસ્કાસ્તદાલાપાસ્તદ્વિચેષ્ટાસ્તદાત્મિકાઃ । તદદગુણાનેવ ગાયત્ત્યો નાત્માગારાણિ સસ્મરુઃ ॥ ૪૪॥ પુનઃપુલિનમાગત્ય કાલિન્દ્યાઃ કૃષ્ણભાવનાઃ | સમવેતા જગુઃ કૃષ્ણં તદાગમનકાડક્ષિતાઃ || ૪૫॥ અચેત થઈ ગઈ છે. || ૪૧ ॥ જ્યારે ગોપીઓએ તેને જગાડી, ત્યારે તેરે ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી તેને જે પ્રેમ અને સન્માન પ્રાપ્ત ‘થયું હતું, તે તેમને કહ્યું. તેશ્ે એ પણ કહ્યું કે “મારી દુષ્ટતાથી મેં તેમનું અપમાન કર્યું, તેથી તે અંતર્ધાન થઈ ગયા. તેની વાત સાંભળીને ગોપીઓના આશ્ચર્યની સીમા ન રહી. ૪૨ ॥ ત્યાર પછી વનમાં જ્યાં સુધી ચન્દ્રનો પ્રકાશ હતો, ત્યાં સુધી તેમને શોધતી શોધતી ગઈ. પરંતુ જ્યારે તેમણે જોયું કે, આગળ તો થોર અંધકાર છે - થોર જંગલ છે - આપણે શોધતી જઈશું તો શ્રીકૃષ્ણ વધારે તેમાં ઘૂસી જશે (કાળી વસ્તુ અંધકારમાં. દેખાય નહીં), ત્યારે તે ત્યાંથી પાછી આવી. | ૪૩ ॥ પરીક્ષિત! ગોપીઓનું મન શ્રીકૃષ્છમય થઈ ગયું હતું. તેમની વાણીમાંથી કૃષ્કરચર્ચા સિવાય બીજી કોઈ વાત નીકળતી ન હતી, તેમના શરીરમાંથી માત્ર શ્રીકૃષ્ણને માટે અને કેવળ શ્રીકૃષ્્રની ચેણાઓ થઈ રહી હતી. ક્યાં સુધી કહું, તેમનું રોમ-સેમ, તેમનો આત્મા શ્રીકૃષ્ણમય થઈ રહ્યો હતો. તે માત્ર તેમના ગુણો અને લીલાઓનું જ ગાન કરી રહી હતી અને તેમનામાં એટલી તન્મય થઈ રહી હતી કે તેમને પોતાના શરીરનું પણ ભાન ન હતું, પછી ઘરને તો થાદ કરે જ કોણ? || ૪૪ || ગોપીઓનાં રોમ- રોમ આ વાતની પ્રતીક્ષા અને આકાંક્ષા કરી રહ્યાં હતાં કે. જલદીથી જલદી શ્રીકૃષ્ણનાં દર્શન થાય. શ્રીકૃષ્ણની જ ભાવનામાં ડૂબેલી ગોપીઓ યમુનાજીના પવિત્ર તટ પર - રમણરેતીમાં પાછી આવી અને એકી સાથે મળીને શ્રીકૃષ્ાના ગુશ્રોનું ગાન કરવા લાગી. | ૪૫ ॥ -્ક્ક— * ઇતિશ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે પૂર્વાધે* રાસક્રીડાયાં કૃષ્ણાન્વેષણં નામ ત્રિશોડધ્યાયઃ ॥ ૩૦ ॥ દસમા સ્કંધના પૂર્વા્ધ-અંતર્ગત રાસક્રીડામાં કૃષ્ણનું અન્વેષણ નામનો ત્રીસમો અધ્યાય સમાપ્ત.