Śrīmad Bhāgavatam

મહારાસ

તે ઉત્તરથી તે શંકાઓ તો ચાલી ગઈ છે, પરંતુ ભગવાનની દિવ્મ-લીલાનું રહસ્પ સમજાયું નહીં. સંભવતઃ તે રહસ્યને ગુપ્ત રાખવા માટે જ ૩૩મા અધ્યાયમાં રાસલીલાંનો પ્રસ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

સૂ તેત્રીસસો અધ્યાય મહારાસ કંઠુક ઉવાચ! શ્રીશુક્દેવજી કહે છે - રાજન્‌! ગોપીઓ ભગવાનની ઇત્થં ભગવતો ગોપ્યઃ શ્રુત્વા વાચઃ સુપેશલાઃ | જહુર્વિરહ્જંચ તાપં તદક્નોપચિતાશિષઃ ॥ ૧॥ તત્રારભત ગોવિન્દો રાસક્રીડામનુત્રતૈઃ | સૌરત્તૈરન્વિતઃ પ્રીતૈરન્યોન્યાબદ્ધબાહુભિઃ ॥ ૨! રાસોત્સવઃ સમ્પવૃત્તો ગોપીમણ્ડલમહ્ડિતઃ । યોગેશ્વરેણ કૃષ્ણેન તાસાં મધ્યે દ્રયોર્ઠયોઃ પ્રવિષ્ટેત ગૃહીતાનાં કઠે સ્વનિકટં સ્તરિયઃ 1 ૩॥ યં મન્યેરન્‌ નભસ્તાવદ્‌ વિમાનશતસડકુલમ્‌ । દિવૌકસાં સદારાણામૌત્સુક્યાપહૃતાત્મનામ્‌ || ૪॥। તતો દુન્દુભયો નેદુર્નિપેતુઃ પુષ્પવૃષ્ટયઃ | જગુર્ગન્ધર્વપતયઃ સસ્ત્રીકાસ્તધશોડમલમ્‌ ॥૫॥। વલયાનાં નૂપુરાણાં કિક્િણીનાં ચ યોષિતામ્‌ ! સપ્રિયાણામભૂચ્છબ્દસ્તુમુલો રાસમણ્ડલે ॥ ૬॥ તત્રાતિશુશુભે તાભિર્ભગવાન્‌ દેવકીસુતઃ | મધ્ષે મણીનાં હૈમાનાં મહામરકતો યથા || ૭1! પાદન્યાસૈર્ભુજવિધુતિભિઃ ર્ભજ્યન્મધ્યૈશ્વલકુચપટેઃ સસ્મિતેર્ભૂવિલાસૈ- કુષ્ડલૈર્ગણ્ડલોલૈઃ । કબરરશના ગ્રન્થયઃ કૃષ્ણવધ્વો ગાયત્ત્યસ્તં તડિત ઇવ તા મેઘચક્રે વિરેજુઃ !! ૮! સ્વિધન્મુખ્યઃ આ પ્રમાણેની સુમધુર વાણી સાંભળીને, તેમનો જે વિરહજન્ય તાપ શેષ હતો, તેનાથી પણ મુક્ત થઈ ગઈ અને સૌન્દર્ય, માધુર્યનિધિ પ્રાણપ્રિયના અંગ-સંગથી કૃતાર્થ થઈ ગઈ. || ૧ ॥ ભગવાન શ્રીકૃષ્ણની પ્રેયસી અને સેવિકા ગોપીઓ એક-બીજાના બાહુઓમાં બાહુઓ નાંખીને ઊભી હતી. તે સી-રત્નોની સાથે યમુનાજીના પુલિન પર ભગવાને પોતાની રાસલીલાનો આરંભ કર્યો. | ૨ સંપૂર્ણ યોગોના સ્વામી ભગવાન શ્રીકૃષ્ણ બે-બે ગોપીઓની મધ્યમાં પ્રગટ થઈ ગયા અને તેમના ગળામાં પોતાનો હાથ મૂકી દીધો. આ પ્રમાણે એક ગોપી અને એક કૃષ્ણ, આ ક્રમ હતો.બધી ગોપીઓ એવો અનુભવ કરતી હતી કે મારા કૃષ્લતો મારી પાસે જ છે. આ પ્રમાણે હજાર-હજાર ગોપીઓની વચ્ચે શોભાયમાન ભગવાન શ્રીકૃષ્ણનો દિવ્ય રાસોત્સવ શરૂ થયો. તે વખતે આકાશમાં સેંક્ડો વિમાનોની ભીડ હતી. બધા દેવતાઓ પોત-પોતાની પત્નીઓ સાથે ત્યાં આવ્યા હતા. રાસોત્સવના દર્શન કરવાની લાલસાની ઉત્સુકતાથી તેમનું મન તેમના વશમાં ન હતું. ॥ ૩-૪ || સ્વર્ગની દિવ્ય દુન્દુલિઓ આપમેળે વાગવા લાગી. સ્વર્ગમાંથી પુષ્પની વૃષ્ટિ થવા લાગી. ગન્ધર્વો પોતાની પત્નીઓ સાથે ભગવાનના નિર્મળ યશનું ગાન કરવા લાગ્યા. || ૫ ॥ રાસમંડળમાં બધી ગોપીઓ પોતાના પ્રિયતમ શ્યામસુંદર સાથે નૃત્ય કરવા લાગી. તેમના હાથનાં કંક્ણો, પગનાં ઝાંઝર અને કન્દોરાની નાની-નાની ઘૂધરીઓ એક સાથે ઝન્નકી ઊઠી. ગોપીઓ અસંખ્ય હતી, તેથી તે મધુર ધ્વનિ પણ બહુ જોરથી થઈ રહ્યો હતો. ॥। ૬ ।। યમુનાજીની રમબ્રરેતી પર વ્રજસુંદરીઓની વચ્ચે ભગવાન શ્રીકૃષ્ણની અદ્દભુત શોભા હતી. એવું લાગતું હતું કે, જાણે અસંખ્ય પીળા- પીળા ચમકતા સુવર્ણ-મણિઓની મધ્યમાં જ્યોતિમય નીલમણિ ચમકી રહ્યો હોય. !! ૭ !/નૃત્ધ વખતે ગોપીઓ જાત-જાતના હુમકાલઈને પગ ક્યારેક આગળ લઈ જતી અને કયારેક પાછળ હટાવી લેતીક્યારેક ચકરડાની જેમ ફરતી, ક્યારેક પોતાના હાથઉપાડી-ઉપાડીને પ્રગટ કરતી તો કયારેક વિભિન્ન પ્રકારના હાવ-ભાવ કરતી, ત્યારે તે આકાશમાં વીજળીઓની જેમ ચમકતી હતી. ક્યારેક બહુ કલાત્મક ઢંગથી હસતી. જ્યારે તે બ્રુકુટિના વિલાસો સાથે નાચતી ત્યારે તેમની પાતળી કમર એવી રીતે લચી પડતી કે જાણે તૂટી ગઈ હોય. નીચા નમવું, બેસવું, ઊઠવું અને ચાલવાની સ્ફૂર્તિને લીધે તેમનાં વક્ષઃસ્થળ હાલી રહ્યાં હતાં. તથા વસ્ત્રો ઊડતાં હતાં. કાનોનાં કુંડળો હાલતાં-હાલતાં ગાલો પર આવી જતાં હતાં. નૃત્યના પરિશ્રમથી તેમના મુખ ૧. લાદરાથરિસ્વાચ ! ૨. જહુર્વિરહસનતાપં ।. [15531 અ૦૩૩] દસમો સ્કન્ધ 279 ઉચ્ચૈર્જગુર્નૃત્યમાના રક્તકણ્ઠયો રતિપ્રિયાઃ । કૃષ્ણાભિમર્શમુદિતા યદ્દગીતેનેદમાવૃતમ્‌ ॥ ૯ કાચિત્‌ સમં મુકુન્દેન સ્વરજાતીરમિશ્રિતાઃ । ઉન્ઞિન્યે પૂજિતા તેન પ્રીયતા સાધુ સાધ્વિતિ ! તદેવ ધુવમુસ્ઞિન્યે તસ્યૈ માનં ચ બદ્ધદદાત્‌ !૧૦॥ કાચિદ્રાસપરિશ્રાન્તા પાર્શ્સ્થસ્ય ગદાભૃતઃ ! જગ્રાહ બાહુના સ્કન્ધં શ્લથદ્રલયમલ્લિકા ॥ ૧૧।॥। તત્વૈકાંસગતં બાહું કૃષ્ણસ્યોત્પલસૌરભમ્‌ | ચન્દનાલિપ્તમાદ્રાય હષ્ટરોમા ચુચુમ્બ હ || ૧૨! કસ્યાશ્ચિ્ઞાટ્ચવિક્ષિસકુણ્ડલત્વિષમણ્ડિતમ્‌ । ગણ ગણે સન્દધત્યા અદાત્તામ્બૂલચર્વિતમ્‌ | ૧૩॥।। નૃત્યન્તી ગાયતી કાચિત્‌ કૂજશ્ૂપુરમેખલા । પાર્થ્સ્થાડચ્યુતહસ્તાળજં શ્રાન્તાડધાત્‌ સ્તનયોઃ શિવમ્‌ | ૧૪॥ શોપ્યોલબ્ધ્વાડચ્યુતંકાન્તં શ્રિયએકાન્તવલ્લભમ્‌ | ગૃહીતકણ્ઠચસ્તદોર્ભ્યા ગાયન્ત્યસ્તં વિજહિરે !। ૧૫॥ કર્ણોત્પલાલકવિટકકપોલઘર્મ- વકત્રશ્રિયો વલયનૂપુરઘોષવાધૌઃ૨ । ગોપ્યઃ સમં ભગવતા નનૃતુઃ સ્વકેશ- સસ્તસજો ભ્રમરગાયકરાસગોષ્ઠચામ્‌ ॥ ૧૬॥। ી પર પસીનાનાં બિન્દુઓ ચમકતાં હતાં. કેશના અંબોડા ઢીલા થઈ ગયા હતા. કટિમેખલાનાં બંધનો ઢીલાં થઈ ગયાં હતાં, આ પ્રમાણે નટવર નંદલાલની પરમ પ્રેયસી ગોપીઓ તેમની સાથે નાચી-ગાઈ રહી હતી.પરીક્ષિત! તે વખતે એવું લાગતું હતું,જાણે અનેકશ્રીકૃષ્ણ કાળાં-કાળાં મેથમંડળ છે અને તેમની વચ્ચે ગોરી- ગોરી ગોપીઓવીજળીઓ છે. તેમની શોભા અપાર હતી. | ૮ || ગોપીઓનું જીવન ભગવાનનો પ્રેમ છે. તેઓ શ્રીકૃષ્ણને સ્પર્શ કરીને ઊંચા-ઊંચા સ્વરે ગાન કરી રહી હતી. શ્રીકૃષ્ણનો સંસ્પર્શ પ્રાપ્ત કરીને વધારે આનંદધેલી બની ગઈ. તેમના રાગ- રાગિણીઓના ગુંજનથી આજે પણ આખું જગત ગૂંજી રહ્યું છે. 1૯॥|કોઈ ગોપી ભગવાન સાથે - તેમના સ્વરોમાં સુર પુરાવીને ગાઈ રહી હતી. તે શ્રીકૃષ્ણના સ્વર કરતાં વધારે ઊંચા સ્વરથી રાગ આલાપવા લાગી. તેના વિલક્ષણ અને ઉત્તમ સ્વરને સાંભળીને ભગવાન બહુ જ પ્રસન્ન થયા અને વાહ, વાહ કહીને તેની પ્રશંસા કરવા લાગ્યા. તે જ રાગને એક બીજી સખીએ પ્રુપદમાં ગાયો… તેને પણ ભગવાને અભિનંદન આપ્યાં. | ૧૦ | એક ગોપી નૃત્ય કરતાં-કરતાં થાકી ગઈ, તેના હાથનાં કંક્ણ અને અંબોડાની વેણ્ીનાં ફૂલ ખરવા લાગ્યાં. ત્યારે તેણે બાજુમાં જ ઊભેલા મુરલીમનોહર શ્યામસુંદરના ખભાને પોતાના હાથે જોરથી પકડી લીધો. ।। ૧૧_| ભગવાન શ્રીકૃષ્ણે પોતાનો એક હાથ બીજી ગોપીના ખભા પર મૂક્યો હતો. તે સ્વભાવથી તો કમળજેવો સુગન્ધિત હતો જ,તેના પરબહુજ સુગન્ધિત ચંદનનો લેપ પણ હતો, તેની સુગંધથી તે ગોપી રોમાંચિત થઈ ગઈ, તેનાં સેમે-રોમ ખીલી ઊઠ્યાં. તેણે તુરત જ તે શ્રીહસ્તને ચૂમી લીધો. ॥ ૧૨ 1 એક ગોપી નૃત્ય કરી રહી હતી. નાચવાના કારણે તેનાં કુંડળ હાલી રહ્યાં હતાં, તેના તેજથી તેના ગાલ વધારે ચમકી રહ્યા હતા. તેણે પોતાના કપોલ (ગાલ)ને ભગવાનના ગાલ સાથે મિલાવી દીધા અને ભગવાને તેના મુખમાં પોતાનો પ્રસાદ તાંબૂલ આપી દીધું. ।। ૧૩ ॥। કોઈ ગોપી નૂપુર અને કન્દોરાની ઘૂધરીઓને ઝશકારતી રહીને નાચી ગાઈ રહી હતી. તે જ્યારે બહુ થાકી ગઈ ત્યારે તેણે પોતાની બાજુમાં જ ઊભેલા શ્યામસુંદરનાં શીતલ કરકમળોને પોતાનાં વક્ષસ્થળ પર પધરાવી દીધાં. || ૧૪ || 7 પરીક્ષિત! ગોપીઓ લક્ષ્મીજી કરતાં પણ ભાગ્યશાળી બનીરહીછે.લક્ષ્મીજીના પરમ પ્રિયતમ એકાંતવલ્લભ ભગવાન શ્રીકૃષ્ણને પોતાના પરમ પ્રિયતમના રૂપમાં પ્રાપ્ત કરીને ગોપૌઓ ગાન કરતી રહીને તેમની સાથે વિહાર કરવા લાગી. ભગવાન શ્રીકૃષ્ણે તેમના ભુજપાશથી તેમને ગળેથી બાંધી રાખી હતી. ત્યારે ગોપીઓની શોભા અપૂર્વ હતી. || ૧૫ ॥ તેમના કાનોમાં કમળનાં કુંડળો શોભી રહ્યાં હતાં. વાંકડિયા કેશની લટો કપોલો પરલટકી રહી હતી. પસીનાનાં બિન્દુઓ તેમના મુખના ૧. વ્મશ્ડિતે | ૨. વ્યોષનાદેઃ |, શ્રીમદભાગવત [અ૦૩૩ 280 એવં પરિષ્વકકરાભિમર્શ- સ્નિગ્ધેક્ષણોદાર્મવિલાસહાસૈઃ 1 રેમે રમેશો વ્રજસુન્દરીભિ- ર્યધાર્ભકઃ સ્વપ્રતિબિમ્બવિભ્રમઃ॥ ૧૭॥ તદક્ઞસડ્ધ્રમુદાકુલેત્દ્રિયાઃ કેશાન્‌ દુકૂલં કુચપદ્દિકાં વા! નાગ્જઃ પ્રતિવ્યોહુમલં વ્રજસ્્રિયો વિસ્રસ્તમાલાભરણાઃ કુરૂદ્રહ 1૧૮ કૃપ્ણવિક્રીડિતં વીક્ય મુમુહુઃ ખેચરસ્તરિયઃ ! કાર્માર્દિતાઃધ શશાફશ્ય સગણો વિસ્મિતોડભવત્‌ ॥ ૧૯ કુંત્વા તાવન્તમાત્માનં યાવત્તીર્ગોપયોષિતઃ | રેમેસ ભગવાંસ્તાભિરાત્મારામોડપિ લીલયા || ૨૦॥ તાસામતિવિહારેણચે શ્રાન્તાનાં વદનાનિ સઃ | પ્રામુજત્‌ કરુણઃ પ્રેમ્ણા શન્તમેનાઝ પાણિના !! ૨૧।। શોષ્યઃ સ્ફુરત્પુરટકુણ્ડલકુન્તલત્વિડ- ગણડશ્રિયા સુધિતહાસાંનિરીક્ષણેન । માનં દધત્ય ત્રષભસ્ય જગુઃ કૃતાનિ પુણ્યાનિ તત્કરરુહસ્પર્શપ્રમોદાઃ | ૨૨॥ તાભિર્યુતઃ શ્રમમપોહિતુમડાસ- ઘૃષ્ટસ્રજઃસ કુચફુડકુમરગ્જિતાયાઃ ! ગન્ધર્વપાર્લિભિરનુદુત આવિશદ્‌ વાઃ શ્રાન્તો ગજીભિરિભર્રાડેવ ભિલ્ષસેતુઃ || ર૩॥ લાવણ્યને વધારતા હતઃ. તેઓ રાસમંડળમાં ભગવાન શ્રીકૃષ્ણ સાથે નૃત્ય કરી રહી હતી, તેમનાં કંક્ણ અને ઝાંઝરો ઝણકી રહ્યાં હતાં. ભમરાઓ તેમના તાલમાં પોતાનો સૂર પુરાવી ગાઈ રહ્યા હતા, તેમના અંબોડામાં ગુંથેલી વેણીઓનાં પુષ્યો ખરીરહ્યાં હતાં. ॥ ૧૬ || પરીક્ષિત] જેમ નાનો બાળક નિર્વિકાર ભાવે પોતાના પડછાયા સાથે રમે છે, તે જ પ્રમાણે રમાપતિ ભગવાન શ્રીકૃષ્ત ક્યારેક ગોપીઓને પોતાના ફદય સાથે લગાવે છે, ક્યારેક હાથથી તેમતો અંગ-સ્પર્શ કરતા,ક્યારેક પ્રેમભરી વાંકી દૃષ્ટિથી તેમના તરફ જોતા તો ક્યારેક લીલાપૂર્કક હાસ્ય કરતા. આ પ્રમાણે તેમણે વ્રજસુંદરીઓ સાથે કીડા કરી, વિહાર ક્યો. ॥ ૧૭-॥પરીકષિત! ભગવાનનાં શ્રીઅંગોનો સંસ્પર્શ પ્રાપ્ત કરીને ગોપીઓની ઈન્દ્રિયો પ્રેમ અને આનંદથી વિહ્વળ થઈ ગઈ.નૃત્ય કરતાં કરતાં તેમના કેશ વિખેરાઈ ગયા. તેઓ પોતાનાં કેશ, વસ્ત્ર અને ચોળી વગેરેને પૂરી રીતે સાચવવામાં અસમર્થબની ગઈ. ।। ૧૮ | ભગવાન શ્રીકૃષ્ણની આ રાસક્રીડા જોઈને સ્વર્ગની અપ્સરાઓ પલ મળવાની કામનાથી મોહિત થઈ ગઈ અને બધા જ તારાઓ અને નકત્રો સાથે ચન્દ્રમા પણ શકિત થઈ ગયા. । ૧૯ !!પૂરીક્ષિત !જોકેભગવાન આત્મારામ છે.તેમને પોતાના સિવાય બીજા કોઈની આવશ્યકતા નથી. છતાં તેમણે જેટલી ગોપીઓ હતી, તેટલાં જ રૂપ ધારણ કર્યા અને સહજતાથી તેમની સાથે આ પ્રમાણે વિહાર કર્યો. || ૨૦ || (જ્યારે ઘણા સમય સુધી નૃ અને વિહાર કરવાને કારણે. ચોપીઓ થાકી ગઈ ત્યારે કરુ્ાશીલ ભગવાન શ્રીકૃષ્તે બહુ પ્રેમથી સ્વષં પોતાના સુખદ કરકમળ દ્વારા તેમનાં મુખ લૂછયાં. ॥ ૨૧ |ધિરીક્ષિત! ભગવાનનાં કરકમળના સ્પર્શથી ગોપીઓનેબહુઆનંદ થયો. તેમલે તેમનાતે કપોલોનું સૌન્દર્ય, જેમના પર સોનાનાં કુંડળો ઝગમગી રહ્યાં હતાં અને સુંદર વાંકડિયા કેશની લટો લટકી રહી હતી, તથા તે પ્રેમયુક્ત દષ્ટિથી જે અમૃત કરતાં પણ મધુર હાસ્યથી ઉજ્જ્વળ બની રહી હતી તેનાષ્ટી ભગવાન શ્રીકૃષ્ણનું સન્માન કર્યું અને ભગવાનની પરમ પવિત્ર લીલાઓનું ગાન કરવા લાગી. || ૨ર ।! પછી જેમ થાકેલો ગજરાજ નદીઓના કિનાર તોડતો હ!થણીઓ સાથે. જળમાં પ્રવેશ કરે તેમ ભગવાને પોતાનો શ્રમ દૂર કરવા માટે ગોપીઓ સાથે જલક્રીડા કરવાના ઉદેશથી યમુનાજીના જળમાં પ્રવેશ કર્યો.પ્ે વખતે ભગવાનની વનમાળા ગોપીઓના અંગ- સ્પર્શથી મસળાઈ ગઈ હતી અને ગોપીઓના વક્ષઃ્થળના કેસરથી તે પ રંગાઈ ગઈ હતી.તેની ચારે બાજુ ગુંજન કર્તા ભમરાઓ તેમની પાછળ-પાછળ એ રીતે ચાલી રહ્યા હતા જાણે. શન્ધર્વરાજ તેમનો યશોગાન ગાતા-ગાતા તેમની પાછળ ચાલી ૧. કામાર્દિતઃ ! ૨. તાસામિતિવિહારેશ | અ૦ ૩૩] દસમો સ્કન્ધ 281 સોડમ્ભસ્યલં યુવતિભિઃ પરિષિચ્યમાનઃ પ્રેમ્ણેક્ષિતઃ પ્રહસતીભિરિતસ્તતોડ્ઞ । વૈમાનિકૈઃ કુસુમવર્ષિભિરીડ્યમાનો રેમે સ્વયં સ્વરતિરત્ર ગજેન્દ્રલીલઃ | ર૪॥ તતશ્ચ કુૃષ્ણોપવને જલસ્થલ- પ્રસૂનગન્ધાનિલજુષ્ટદિક્તટે 1 ચચાર ભૃક્પ્રમદાગણાવૃતો યથા મદચ્યુદ દવિરદઃ કરેણુભિઃ | ૨૫॥ એવં શશાફાંશુવિરાજિતા નિશાઃ સ સત્યકામોડનુરતાબલાગણઃ | આત્મન્યવરુદ્ધસૌરતઃ શરત્કાવ્યકથારસાશ્રયાઃ ॥ ર૬॥| સિષેવ સર્વાઃ ચજોવચ! સંસ્થાપનાય ધર્મસ્ય પ્રશમાયેતરસ્ય ચ | અવતીર્ણો હિ ભગવાનંશેન જગદીશ્વરઃ || ર૭! સ કથં ધર્મસેતૂનાં વક્તા કર્તાભિરક્ષિતા | પ્રતીપમાચરદ્‌ બ્રહ્મન્‌ પરદારાભિમર્શનમ્‌ ॥ ૨૮ આપ્તકામો યદુપતિઃ કૃતવાન્‌ વૈ જુગુપ્સિતમ્‌ | કિમભિપ્રાય એતં નઃ સંશયં છિન્ધિ સુવ્રત ॥ ૨૯।। કીંશુક ઉવાચ ધર્મવ્યતિક્રમો દંષ્ટ ઈશ્વરાણાં ચ સાહસમ્‌ | તેજીયસાં ન દોષાય વહ્નેઃ સર્વભુજો યથા || ૩૦॥ નૈતત્‌ સમાચરેજ્જાતુ મનસાપિ હ્યનીશ્વરઃ | વિનશ્યત્યાચરત્‌* મૌઢ્યાદયા રદ્રોડબ્ધિજ વિષમ્‌ | ૩૧॥ રહ્યા હોય. | ૨૩ ॥/પરીક્ષિત! યમુનાજલમાં ગોપીઓ પ્રેમભરી દૃષ્ટિથી ભગવાન તરફ જોઈ-જોઈને હસી-હસીને તેમના પર ખૂબ જળ છાંટતી હતી. જળ ઉલેચી-ઉલેચીને તેમને ખૂબ નવડાવ્યા. વિમાનોમાં બેઠેલા દેવતાઓ પુષ્પોની વૃષ્ટિ કરીને તેમની સ્તુતિ કરવા લાગ્યા. આ પ્રમાશે યમુનાજલમાં સ્વયં આત્મારામ ભગવાન શ્રીકૃષ્ણે ગજરાજની જેમ જલવિહાર કર્યો. ॥ ૨૪ ॥ ત્યાર પછી ભગવાન શ્રીકૃષ્ણ વ્રજ-્યુવતીઓ અને બ્રમરવૃંદથી ઘેરાયેલા યમુના તટના ઉપવનમાં ગયા. તે અત્યંત રમણીય ઉપવન હતું. તેની ચારે બાજુ જલ અને સ્થળમાં અતિસુંદર સુગન્ધિત પુષ્યો ખીલેલાં હતાં. તેમની સુગન્ધલઈને મંદ-મંદ વાયુ વહી રહ્યો હતો. જેમ મદમસ્ત ગજરાજ હાથણીઓના ટોળા સાથે ધૂસી રહ્યો હોય તેમ ભગવાન તેમાં વિચરવા લાગ્યા. || ર૫ ॥ પરીક્ષિત! શરદઝતુની તે રાત્રિ, જેમાં અનેક રાત્રિઓ એકાંત્રેત થઈ ગઈ હતી,બહુજ રળિયામણી હતી. ચારે બાજુ ચન્દ્રમાની સુંદર ચાંદની પ્રસરી રહી હતી. કાવ્યોમાં શરદત્દતુની જે રસાળ-સામગ્રીઓનું વર્ણન મળે છે, તે બધા જ પદાર્થોથી તે યુક્ત હતી. તેમાં ભગવાન શ્રીકૃષ્ણે પોતાની પ્રેયસી ગોપીઓની સાથે યમુનાતટ, યમુનાજી અને ઉપવનમાં વિહાર કર્યો. એ વાતનું સ્મરણ રહે કે, ભગવાન સત્યસંક્લ્પ છે. આ બધી તેમના ચિન્મય સંકલ્પની ચિન્મયી લીલા છે.અને તેમણે આ લીલામાં કામભાવને, તેની ચેષ્ટાઓને તથા તેની ક્રિયાને બધી રીતે પોતાને આધીન કરી રાખી હતી, તેમને પોતાનામાં કેદ કરી રાખી હતી. ॥ ૨૬ || £૪6 રાજા પરીક્ષિતે પૂછ્યું - ભગવન! ભગવાન શ્રીકૃષ્ણ સંપૂર્ણ જગતના એકમાત્ર સ્વામી છે. તેમણે પોતાના અંશ બલરામજી સાથે પૂર્ણરૂપે અવતાર ગ્રહણ કર્યો છે. તેમના અવતારનો ઉદેશ હતો ધર્મની સ્થાપના અને અધર્મનો, નાશ. || ૨૭ |! બ્રહ્મન્‌! તેઓ ધર્મની મર્યાદાના સ્થાપક, ઉપદેશક અને રક્ષક હતા. તો પછી તેમણે પોતે ધર્મથી વિપરીત પરસ્ત્રીઓનો સ્પર્શ કેમ કર્યો? ॥ ૨૮ ॥ હું માનું. છું કે, ભગવાન શ્રીકૃષ્ણ પૂર્ણકામ હતા, તેમને કોઈ વસ્તુની કામના ન હતી, તેમ છતાં તેમણે શા અભિપ્રાયથી આવું નિન્દનીય કર્મ કર્યું? પરમ બ્રહ્મચારી મુનીશ્વર! આપ કૃપા કરીને મારો સંશય દૂર કરો. || ૨૯ || શ્રીશુકદેવજી કહે છે - સૂર્ય, અગ્નિ વગેરે ઈશ્વર ક્યારેક ક્યારેક ધર્મનું ઉલ્લંઘન અને સાહસનું કાર્ય કરતા જોવામાં આવે છે, પરંતુ તે કર્મોથી તે તેજસ્વી પુરુષોને કોઈ દોષ લાગતો નથી. જુઓ, અગ્નિ બધું ભક્ષણ કરે છે, પરંતુ તે પદાર્થોના દોષોથી તે લિપ્ત થતો નથી. ।। ૩૦ ॥ જે લોકોમાં એવું સામર્થ્ય નથી, તેમણે મનથી પણ આવી વાત ક્યારેય ૧. પરીશિદુવાચ ! ર. નસયત્યાશ્રાચરન્‌ । થ્કટ શ્રીમદભાગવત [અ૦૩૩ ઈશ્વરાણાં વચઃ સત્યં તથૈવાચરિતં ક્વચિત્‌ તેષાં યત્‌ સ્વવચોયુક્તં બુદ્ધિમાંસ્તત્‌ સમાચરેત્‌ | ૩૨॥ કુંશલાચરિતેનૈષામિહ સ્વાર્થો ન વિદ્યતે | વિપર્યયેણ વાડનર્થો નિરહડ્કારિણાં પ્રભો || ૩૩॥ કિમુતાખિલસત્તાનાં તિર્યડ્મર્ત્યદિવૌકસામ્‌ ! ઈશિતુશ્રેશિતવ્યાનાં કુશલાકુશલાન્વયઃ | ૩૪॥ યત્પાદપટ્ટજપરાગનિષેવતૃમા યોગપ્રભાવવિધુતાખિલકર્મબન્ધાઃ | સ્વૈરં ચરન્તિ મુનયોડપિ ન નહ્યમાના- સ્તસ્યેચ્છયાડડત્તવપુષઃ કુત એવ બન્ધઃ ॥ ૩૫॥। ગોપીનાં તત્પતીનાં ચ સર્વેષામેવ દેહિનામ્‌ ! યોડન્તશ્ચરતિ સોડધ્યક્ષઃ ક્રીડનેનેહ દેહભાક્‌ || ૩૬॥। અનુગ્રહાય ભૂતાનાં માનુષં દેહમાસ્થિતઃ | ભજતે તાદંશીઃક્રીડા યાઃશ્રુત્વા તત્પરો ભવેત્‌ | ૩૭॥ નાસૂયન્‌ખલુ મા મોહિતાસ્તસ્ય માયયા ! મન્યમાનાઃ સ્વપાર્યસ્થાન્‌ સ્વાન્‌ સ્વાત્‌ દારાત્‌વ્રજક્સઃ | ૩૮॥ બ્રહ્મરાત્ર ઉપાવૃત્તે વાસુદેવાનુમોદિતાઃ । અનિચ્છન્યો યયુગોપ્યઃ સ્વંગૃહાન્‌ ભગવભ્ધિયાઃ૨ ॥ ૩૯ વિચારવી જોઈએ નહીં, શરીરથી કરવાની વાત તો બાજુ પર રહી. જો મૂર્ખતાવશ કોઈ આવું કામ કરી બેસે, તો તેનો નાશ થઈ જાય છે. ભગવાન શંકરે હળાહળ વિષ પી લીધું હતું, બીજો કોઈ પીએ તો તે બળીને ભસ્મ થઈ જશે. 1૩૧ || સમર્થ પુરુષોનાં વચન સત્ય હોય છે, (તેથી તેમનાં વચન પ્રમાણે વર્તવું) અને પોતાના અધિકાર પ્રમાણે આચરણ કરવું જોઈએ. તેમના આચરણનું અનુકરણ તો ક્વચિત કરવામાં આવે છે. તેથી બુદ્ધિમાન મનુષ્યે તેમનું જે આચરણ તેમના ઉપદેશને અનુકૂળ હોય, તેને જીવનમાં ઉતારવું જોઈએ. || ૩ર ॥ પરીક્ષિત! તે સામર્થ્યવાન પુરુષો અહંકાર- રહિત હોય છે, શુભ કર્મ કરવામાં તેમનો કોઈ સાંસારિક સ્વાર્થ હોતો નથી અને અશુભ કર્મ કરવામાં તેમને કોઈ અનર્થ (નુક્સાન) થતો નથી, તેઓ સ્વાર્થ અને અનર્થથી પર હોય છે. 1૩૩ ॥ જ્યારે આવા સમર્થોના માટે આવી વાત છે તો જે પશુ-પક્ષી, મનુષ્ય, દેવતા વગેરે સમસ્ત ચરાચર જીવોના એકમાત્ર પ્રભુ સર્વેશ્વર ભગવાન છે, તેમની સાથે પુશ્ય- પાપનો સંબંધ કઈ રીતે કલ્પી શકાય? !!૩૪ || જેમનાં ચરણકમળોની રજનું સેવન કરીને ભક્તજન તૃપ્ત થઈ જાય છે, જેમની સાથે યોગ પ્રાપ્ત કરીને યોગીઓ પોતાનાં તમામ કર્મબંધનો કાપી નાખે છે અને વિચારશીલ જ્ઞાનીઓ જેમના તત્ત્તનો વિચાર કરીને તત્સ્વરૂપ થઈ જાય છે તથા સમસ્ત કર્મબંધનોથી મુક્ત થઈને સ્વચ્છાએ વિચરે છે, તે જ ભગવાન પોતાના ભક્તોની ઇચ્છાથી પોતાનો ચિન્મય વિગ્રહ પ્રગટ કરે છે; ત્યારે ભલા, તેમનામાં કર્મબંધનની કલ્પના જ કઈ રીતે કરી શકાય? ॥। ૩૫ |! ગોપીઓના, તેમના પતિદેવોમાં અને સંપૂર્ટ શરીરધારીઓના અંતઃકરણમાં જે આત્મારૂપે બિરાજમાન છે, જે સર્વના સાક્ષી અને પરમપતિ છે, તે જ તો પોતાનો ચિન્મય વિગ્રહ પ્રગટ કરીને આ લીલા કરી રહ્યા છે. |! ૩૬ ॥ ભગવાન જીવો પર કૃપા કરવા માટે જ પોતાને મનુષ્યરૂપે પ્રગટ કરે છે અને આવી લીલાઓ કરે છે, જેને સાંભળીને જીવો ભગવત્પરાંયણ થઈ જાય છે. ૩૭ | દ્રજવાસી ગોપોએ ભગવાન શ્રીકૃષ્ણમાં સ્હેજ પણ દોપબુદ્ધિ કરી નથી. તેઓ ભગવાનની યોગમાયાથી મોહિત થઈને એવું સમજી રહ્યા હતા કે અમારી પત્નીઓ અમારી પાસે જ છે. ॥૩૮ ॥ બ્રહ્માની રાત્રિના જેવડી તે રાત્રિ વીતી ગઈ. બે થડી રાત્રિ બાકી રહી ત્યારે (બ્રહ્મમૂહુર્તમાં) પણ ગોપીઓની ઇચ્છા પોતાને ઘેર જવાની ન હતી, છતાં ભગવાન શ્રીકૃષ્ણની આશાથી તે પોતપોતાને ઘેર ચાલી ગઈ. કેમકે, તેઓ પોતાની ગ્રત્યેક ક્રિયા, પ્રત્યેક સંક્લ્યથી માત્ર ભગવાનને જ પ્રસન્‍ન કરવા ઇચ્છતી હતી. ॥ ૩૯ ॥ ૧. સર્વેષામપિ | ૨. ભગવત્સિવઃ ! અ૦૩૩] દસમો સ્કન્ધ 283 વિક્રીડિતં વ્રજવધૂભિરિદં ચ વિષ્ણોઃ પરીક્ષિત! જે ધીર પુરુષ વ્રજયુવતીઓની સાથે ર ભગવાન શ્રીકૃષ્ણના આ ચિન્મય રાસ-વિલાસનું શ્રદ્ધા સાથે શ્રદ્ધાન્વિતોડનુશ્રણુયાદથ વર્થયેદ્યઃ વારંવાર શ્રવણ અને વર્ણન કરે છે, તેને ભગવાનના ચરણોમાં ભક્તિં પરાં ભગવતિ પ્રતિલભ્ય કામં પરાભક્તિ પ્રાપ્ત થાય છે. અને તે બહુ જલદી પોતાના પું ફૃદયરોગ - કામવિકારથી છુટકારો મેળવે છે. તેનો કામભાવ હદ્રોગમાશ્ચર્પહિનોત્યચિરેણ ધીરઃ | ૪૦॥ | હંમેશને માટે નટ થઈ જાય છે.* 1૪૦ ॥ ગ્ક્ક્— ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણ પારમહેસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે પૂર્વાર્ધ રાસક્રીડાવર્ણનં નામ ત્રયસ્તિંશોડધ્યાયઃ 1૩૩ ૦ દસમા સ્કંધના પૂર્વાર્ધ-અંતર્ગત રાસક્રીડાવર્ણન નામનો તેત્રીસમો અધ્યાય સમાપ્ત.