આડત્રીસમો અઘ્યાય કુ 7 અકૂરજીની દ્રજયાત્રા શુક 6રટચ અક્રૂરોડપિ ચ તાં રાત્રિ મધુપુર્યા મહામતિઃ ! ઉષિત્વા રથમાસ્થાય પ્રયયૌ નગ્દગોકુલમ્ !। 1 | ગચ્છન્ પથિ મહાભાગો ભગવત્યમ્બુજેક્ષણે | ભક્તિં પરામુપગત એવમેતદચિન્તયત્ ॥ ૨॥ કિં શયાડડચરિતં ભદ્રં કિં તસં પરમં તપઃ । કિં વાડથાપ્યર્હતે દત્ત યદ દ્રક્્યામ્યદ્ય કેશવમ્ | ૩॥। મમૈતદ્ દુર્લભં મન્ય ઉત્તમશ્લોકદર્શનમ્ । વિષયાત્મનો યથા બ્રહ્મકીર્તનં શૂદ્રજન્મનઃ || ૪1! શૈવ મમાધમસ્ઘાપિ સ્યાદેવાચ્યુતદર્શનમ્ | હિયમાણઃ કાલનદ્યા ક્વચિત્તરતિ કશ્ચન ।૫॥ મમાદયામક્ઞલં નષ્ટં ફ્લવાંશ્વેવ મે ભવઃ | યશમસ્યે ભગવતો યો.ગિધ્થેયાડધ્રિપકજમ્ ॥ ૬॥॥ શ્રી શુકદેવજી કહે છે - પરીક્ષિત! મહામતિ અફ્રજી પણ તે રાત્રિ મથુરામાં વિતાવી પ્રાતઃકાળ થતાં જ રથમાં બેસી તંદબાવાના ગોકુલ તરફ નીકળી ગયા. || ૧ || પરમ ભાગ્યશાર્ળા અકૂરજી વ્રજની યાત્રા દરમિયાન રસ્તામાં કમલનયન ભગવાન શ્રીકૃષ્ણની પરમ પ્રેમયુક્ત ભક્તિથી પરિપૂર્ણ થઈ ગયા. તેઓ આ પ્રમાશે વિચાર કરત! જઈ રહ્યા છે - 1 ર 1 “મેં એવું કયું સત્કર્મ કર્યું છે, એવી કઈ શ્રેષ્ઠ તપસ્યા કરી છે અથવા કોઈ સત્પાત્રને એવું કયું મહત્ત્વપૂર્ણ, દાન આપ્યું છે, જેતા ફળસ્વરૂપે આજે હું ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરીશ. ૩ || હું બહુ જ વિષયી જીવ છું, આવી સ્થિતિમાં પોટા-મોટા સાત્વિક પુરુષો પણ જેમના ગુશ્ઞોનું. ગાન કરતા રહેવા છતાં તેમનાં દર્શન કરી શકતા નથી - રિ ભગવાનનાં દર્શન મારા માટે (જેમ શૂદ્કુળના બાળક માટે વેદ્યેનું ગાન દુર્લભ છે તેમ) દુર્લભ છે. ॥ ૪ । પરંતુ ના, ના, મુજ અધમને પણ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન ઘશે જ. કેમકે, જેમ નદીમાં તશ્ાતું તણખલું પણ કયારેક આ કિનારેથી બીજા કિનારે પહોંચી જાય છે, તે જ પ્રમાણે સમયના પ્રવાહમાં પણ ક્યાંક કોઈ જીવ અ સંસારસાગર પાર થઈ શકે છે. ૫ ॥। ખરેખર, આજે મારાં બધાં અશુભ નષ્ટ થઈ ગયાં. આજે મારો જનમ્ સફળ થઈ ગ્યો. કેમકે, આજે હું ભગવાનનાં તે ચરણકમળોમાં સાક્ષાતૂ નમસ્કાર કરીશ, જે મોટા-મોટા યોગી-યતિઓ માટે ધ્યાન કરવા યોગ્ય છે. [૬ |! ૧. કેશિવ્યોમવધઃ સપ્તત્રૅશોડધ્યાયઃ | [ 1553 ] 12 8૦ ૦ ( જળ્ટ-2 ) શગતતતી ૩૦ 308 શ્રીમદભાગવત, [૦૩૮ કંસો બતાઘ્યાડકૃત મેડત્યનુગ્રહે દ્રક્ચેડડથ્રિપવ્મં પ્રહિતોડમુના હરેઃ । ટૃતાવતારસ્ય દુરત્યયોં તમઃ પૂર્વેડતરત્ યજન્નખમણડલત્વિષા ॥ ૭|। યદર્ચિતં બ્રહ્મભવાદિભિઃ સુરૈઃ શ્રિવા ચ દેવ્યા મુનિભિઃ સસાત્વતેઃ । ગોચારણાયાનુચરૈશ્વરદ્વને યદ્ ગોપિકાનાં કુચકુડકુમાફિતમ્ ॥ ૮॥ દ્રક્યામિ નૂનં સુકપોલનાસિકં સ્મિતાવલોકારુણકઞ્જઝલોચનમ્ | મુખં મુકુન્દસ્ય ગુડાલકાવૃતં પ્રદક્ષિણં મે પ્રચરન્તિ વૈ મૃગાઃ ૯॥ અપ્યધ વિષ્કોર્મનુજત્વમીયુષો ભારાવતારાય ભુવો નિજેચ્છયા | લાવણ્યધામ્નો ભવિતોપલમ્ભનં મહ્યં ન ન સ્યાત્ ફલમઝગ્જસા દેશઃ || ૧૦॥। ય ઈક્ષિતાડહેરહિતોડપ્યસત્સતોઃ સ્વતેજસાડપાસ્તતમોભિદાભ્રમઃ | સ્વમાયયાડડત્મન્ રચિતૈસ્તદીક્ષયા પ્રાણાક્ષધીભિઃ સદનેષ્વભીયતે* ॥ ૧૧ યસ્યાખિલામીવહભિઃ સુમડ્ઞલૈ- ર્વાચો વિમિશ્રા ગુણકર્મજન્મભિઃ | પ્રાણન્તિ શુમ્ભન્તિ પુનન્તિ વૈ જગદ યાસ્તદ્રિરક્તાઃ શવશોભના મતાઃ ૧૨ સ ચાવતીર્ણઃ કિલ સાત્વતાન્વયે સ્વસેતુપાલામરવર્યશર્મકૃત્ 1 યશો વિતન્વન્ વ્રજ આસ્ત ઈશ્વરો ગાયન્તિ દેવા યદશેષમક્રલમ્ 1૧૩॥ અહો! કંસે આજે મારા ઉપરબહુમોટી કૃપા કરી છે. તેજ કંસના મોક્લવાથી હું આ ભૂતળ પર પધારેલા સ્વયં ભગવાનનાં ચરભકમળોનાં દર્શન કરી શકીશ. જેમના નખમંડળની કાન્તિનું. ધ્યાન કરીને પૂર્વકાળમાં ત્રષિ-મહર્ષિઓ આ અજ્ઞાનરૂપી અપાર અંધકાર-સમૂહને પાર ઊતરી ગયા છે, સ્વયં તે જ ભગવાન અવતાર ગ્રહણ કરીને પ્રગટ થયા છે. || ૭ || ભગવાનનાં જે ચરણકમળની બ્રહ્માજી, શિવજી, ઇન્દ્ર વગેરે મોટા-મોટા દેવતાઓ ઉપાસના કરતા રહેછે,સ્વયં ભગવતી લક્ષ્મી એક ક્ષણ માટે પણ જે ચરણોની સેવા છોડતાં નથી, પ્રેમી ભક્તોની સાથે મોટા-મોટા જ્ઞાનીઓ પણ જેમની આરાધનામાં લાગ્યા રહે છે
- ભગવાનનાં તે જ ચરજ્ર-કમલ ગાયોને ચરાવવા માટે ગોપકુમાંરો સાથે વન-વન વિચરે છે, તે જ દેવતાઓ અને મુનિઓ દ્વારા વંદિત શ્રીચરણ ગોપીઓના વક્ષઃસ્થળ પર. લાગેલા કેસરના ચિહનોવાળા છે. ॥ ૮ |! આજે હું અવશ્ય- અવશ્ય તેમનું દર્શન કરોશ. મરક્તમશિ જેવા સુંદર કપોલ અને પોપટની ચાંચ જેવી સુંદર નાસિકા છે, હોઠો પર મન્દ-મન્દ સ્મિતહાસ્યભર્યા અવલોકનવાળા, લાલવર્ણના કમળ જેવા નેત્રવાળા,વાંકાડેયા વાળથી છવાયેલા મુખકમળવાળા, પ્રેમ અને મુક્તિના પરમ દાની એવા મુકુન્દ ભગવાનનાં હું આજે અવશ્ય દર્શન કરીશ. કેમકે, મારી જમણી બાજુથી હરણાં નીકળી રહ્યાં છે, તે શુભ શુકનનો સંકેત છે. || ૯ || ભગવાન વિષ્યુ પૃથ્વીનો ભાર ઉતારવા માટે સ્વેચ્છાએ મનુષ્ય જેવી લીલા કરી રહ્યા છે! તેઓ સંપૂર્ણ લાવશ્યના ધામ છે, સૌન્દર્યના નિધિ છે, આજે મને તેમનાં દર્શન થશે! અવશ્ય થશે | આજે સહજમાં જ મને મારી આંખોનુંફળપ્રાપ્ત થશે. || ૧૦ !ભગવાન આ કાર્ય-કારણરૂપ જગતના દ્રષ્ટા છે, અને તેમ છતાં દ્રષ્ટાપણાનો અહંકાર તેમને. સ્પર્શ કરી શકતો નથી તેમની ચિન્મયી શક્તિથી અજ્ઞાનને લીધે થનારાભેદ-બ્રમ,અજ્ઞાનસહિત દૂરથી જ નષ્ટથઈ જાય છે.તેઓ પોતાની યોગમાયાથી જ પોતાનામાં, ભૂકુટિના વિલાસમાત્રથી પ્રાણ, ઇન્દ્રિયો, બુદ્ધે વગેરે સહિત પોતાના સ્વરૂપભૂત જીવોની રચના કરે છે અને તેમની સાથે વૃન્દાવનની કુંજોમાં તથા ગોપીજનોના ઘરોમાં વિવિધલીલાઓ કરતા જણાયછે. ।। ૧૧ ॥| જ્યારે સમસ્ત પાપોને નષ્ટ કરનાર તેમના મંગલમય ગુણ, કર્મ, અને જન્મની લીલાઓથી યુક્ત થઈને વાણી તેમનું ગાન કરે. છે ત્યારે તે ગાનથી સંસારમાં જીવન પાંગરે છે, શોભાનો સંચાર થઈજાયછે,તમામ અપવિત્રતા ધોવાઈને પવિત્રતાનું સામ્રાજ્ય છવાઈ જાય છે. પરંતું જે વાણીથી તેમના ગુણ-લીલા અને જન્મની કથાઓ ગવાતી નથી, તે તો મુડદા જેવી વ્યર્થ છે. ॥૧૨ || જેમના ગુણ્ગાનનું જ આવું માહાત્મ્ય છે, તે જ ભગવાન સ્વયં યદુકુળમાં અવતર્યા છે. શા માટે? પોતાની સ્થાપેલી મર્યાદાનું પાલન કરનારા શ્રેષ્ઠ દેવતાઓનું કલ્યાણ ૧. બ્વધીયતે ! [15531 અ૦૩૮] દસમો સ્કન્ધ 309 તં ત્વધ નૂનં મહતાં ગતિં ગુરું શૈલોક્યકાન્તં ટશિમન્મહોત્સવમ્ | રૂપં દધાને શ્રિય ઈપ્સિતાસ્પદે દ્રક્ષો મમાસનુષસઃ સુદર્શનાઃ || ૧૪॥ અથાવરૂઢઃ સપદીશયો રથાત્ પ્રધાનપુંસોશ્રણં સ્વલબ્ધયે | ધિયા ધૃતં યોગિભિરપ્યહેં ધુવં નમસ્ય આભ્યાં ચ સખીન્વતોકસઃ 1 ૧૫॥। અપ્યડદ્રિમૂલે પતિતસ્ય મે વિભુઃ શિરસ્યધાસ્યક્તિજહસ્તપદ્ઠજમ્ | દત્તાભયં કાલભુજઝરંહસા પ્રોહ્ેજિતાનાં શરશૈષિણાં નૃણામ્ | ૧૬! સમર્હણં યત્ર નિધાય કૌ[શિક- સ્તથા બલિશ્ચાપ જગત્ત્રયેન્દ્રતામ્ ! યદ વા વિહારે વ્રજયોષિતાં શ્રમ સ્પર્શેન સૌગન્ધિકગન્ધ્યપાનુદત્ ॥ ૧૭! ન મય્યુપૈષ્યત્યારેબુદ્ધિમચ્યુતઃ કંસસ્ય દૂતઃ પ્રહિતોડપિ વિશ્વદેક ! યોડન્તર્બઢિશ્ચેતસ એતદીહિતં ક્ષેત્રશ ઈથત્યમલેન ચક્ષુષા | 1૮|: અપ્યડંપ્રેમૂલેડવહિતં કૃતાગ્જલિં મામીક્ષિતા સસ્મિતમાર્દયા દશા । સપધપધ્વસ્તસમસ્તકિલ્બિષો વોઢા મુદં વીતવિશ# ઊર્જિતામ્ | ૧૯।। સુહત્તમં જ્ઞાતિમતન્યદૈવતં દોર્ભ્યા બૃહદ્ધયાં પરિરપ્સ્યતેડથ મામ્ । 1 1553 ] કરવા માટે. તે જ પરમ એશ્ર્યશાળી ભગવાન આજે દ્રજમાં નિવાસ કરે છે અને ત્યાંથી જ પોતાના યશનો વિસ્તાર કરી રહ્યા છે, તેમનો યશ કેટલો પવિત્ર છે! અહો, દેવતાઓ પણ તે સંપૂર્ણ મંગલમય યશનું ગાન કર્યા કરે છે. ।। ૧૩ 1! એમાં શંકા નથી કે, આજે હું તેમનાં અવશ્ય દર્શન કરીશ. તેઓ મોટા-મોટા સંતો અને લોકપાલોના યણ આશ્રય છે. બધાના પરમ ગુરુ છે અને તેમનું રૂપ-સૌન્દર્ય ત્રહો લોક્ને મોહિત કરે છે. જે નેત્રવાળા છે, (તેમના યાટે શ્રીકૃષ્ણ આનંદ અને રસની ચરમસીમા છે. તેથી જ સ્વયં લક્મીજી પદ્ય, જે સ્વયં સૌન્દર્યનાં અધીશ્વરી છે, તેમતે પ્રાપ્ત કરવ! માટે લાલાયિત રહે છે. હા, તો હું તેમને અવશ્ય આજેજોઈશ. કારણ કે આજે મને ત્રભાતમાં થયેલાં સુંદર શુકનો આ શુભ દર્શનના સૂચક છે. !! ૧૪ | જ્યારે હું તેમને જોઈશ ત્યારે સર્વશ્રેષ્ઠ પુરુષ બલરામ તથા શ્રીકૃષ્ણના ચરણોમાં તમસ્કાર કરવ માટે હું તુરત સ્થમાંથી કૂદી પડીશ, તેમના ચરણ પકડી લઈશ. અહો! તેમના ચરણ ક્રેટલા દૂર્લભ છે! ત્રોટા-મોય યોગી-થાતિ આત્મ- શાકષાત્કાર કરવા માટે મનમાં યોતાના હૃદયમાં તેમના થરણોનું ધ્ય કરે છે અને હું તો તે ચરથોને પ્રત્યક્ષ પ્રાપ્ત કરી લઈશ અને આળોટીશ તે ચરણોમાં. તે બન્નેની સાથે તેમન; વનવાસી મિત્રો એવા એકે-એક ગોપકુમારની પણ ચરણ-વદના કરીશ. 1! ૧૫ ॥ મારા અહોભાગ્ય! જ્યારે હૂં તેમના ચરણોમાં પડી જઈશ, ત્યારે શું તેઓ તેમનો શ્રીહસ્ત મારા માથા પર પધરાવશે? તેમનાં તે કરકમળ તે લોકોને સદ!ને માટે અભયદાન આપી ચૂક્યા છે. જે કાલરૂપી સર્ષના ભયથી ભયભીત થઈને તેમનું શરણ ઇંચ્છે છે અને શરણમાં આવી જાય છે. 1૧૬ ઇન્દ્ર અને દૈત્યરાજ બલિએ ભગવાનનાં તે જ કરકમળોમાં પૂજાની ભેટ સમર્પિત કરીને ત્રણે લોકનું પ્રભુત્વ - ઇન્દ્રપદ પ્રાપ્ત કરી લીધું. ભગવાનનાં તે જ કરકમલોએ (જેમાંથી દિવ્ય કમળના જેવી સુગંધ આદ્યા કરે છે) પોતાના સ્પર્શથી રાસલીલા વખતે દ્રજયુવતીઓનો બધો શ્રમ હરી લીધો હતો. ।। ૧૭ | હું કંસનો દૂત છું. તેનો મોક્લેલો તેમની પાસે જઈ રહ્યો છું. ક્યાંક તેઓ મને પોતાનો શત્રુ તો સમજી નહીં લે ને? રામ, રમ! તેઓ આવું કયારેય નહીં સમજે. કારણ કે તેઓ નિર્વિકાર છે, સમ છે, અચ્યુત છે, બધા વિશ્વના સાક્ષી છે, સર્વ છે, તેઓ ચિત્તની અંદર પણ છે અને બહાર પણ, તેઓ ક્ષેત્રજ્રૂપે સ્થિત રહીને અંત:કરણની એક-એક ચેષ્ટાને પોતાની નિર્મળ જ્ઞાનટષિ દ્વારા જોતા રહે છે. ! ૧૮ ॥ તો પછી મારી શંકા વ્યર્થ છે. જરૂર હું તેમના ચરણોમાં હાથ જોડીને વિનીત ભાવે ઊભો રહી જઈશ. તેઓ સ્મિતહાસ્ય અને કરુણાભરી દથી મારી સામું જોશે. તે વખતે યારા જન્મો-જન્મના બધા અશુભ સંસ્કારો 310 શ્રીમદભાગવત [અ૦૩૮ આત્મા હિ તીર્થીક્રિયતતે તદૈવ મે બન્ધશ્ચ કર્માત્મક ઉચ્છવસિત્યતઃ || ૨૦॥ લબ્ધાડ્ાસર્ડ પ્રણતં કૃતાગ્જલિં માં વક્ષતેડફ્રર તતેત્યુરુશ્રવાઃ | તદા વયં જન્મભૃતો મહીયસા નૈવાદંતો યો ધિગમુષ્ય જન્મ તત્ ૨૧! ન તસ્ય કશ્ચિદ્ દથિતઃ સુહત્તમો ન ચાપ્રિયો દ્વેષ્ય ઉપેક્ય એવ વા | તથાપિ ભક્તાન્ ભજતે યથા તથા સુરઠુમો યદ્દુપાશ્રિતોડર્થદઃ | ૨૨ કિંગ્યાગ્રજો માડવનતં યદ્ત્તમઃ સ્મયન્ પરિષ્વજ્ય ગૃહીતમગ્જલૌ । ગૃહ પ્રવેશ્યાસ્સસમસ્તસત્કૃતં સમ્પ્રક્યતે કંસકૃતં સ્વબન્ધુષુ ॥ ૨૩॥ કશુક ઉવાચ ઇતિ સગ્િન્તયન્ કૃષ્ણં શ્રફલ્કતનયોડધ્વનિ । રથેન ગોકુલ પ્રામઃ સૂર્યક્ચાસ્તગિરિં નૃપ ॥ ૨૪॥ પદાનિ તસ્યાખિલલોકપાલ- કિરીટજુષ્ટામલપાદરેણોઃ* 1 ગોષ્ઠે ક્ષિતિકૌતુકાનિ વિલક્ષિતાન્યબ્જયવાડકુશાધૌઃ દદર્શ ॥ર૨પ૫॥ તદ્શનાહ્ધાદવિવૃદ્ધસમ્ભ્રમઃ પ્રેમ્ણોર્ધ્વરોમાડશ્રુકલાકુલેક્ષણઃ |! રથાદવસ્કન્ધ સ તેષ્વચેષ્ટત પ્રભોરમૂન્યડધ્રિરજાંસ્યડકો ઇતિ | ર૬|| તે જ વખતે નષ્ટ થઈ જશે અને હું નિઃશંક થઈને સદાને માટે પરમાનંદમાં મગ્ન થઈ જઈશ. ॥૧૯ || હું તેમના પરિવારનો છું અને તેમનો હિતૈષી છું. તેમના સિવાય બીજા કોઈ મારા આરાધ્ય દેવ નથી. એવી સ્થિતિમાં તેઓ પોતાના આજાનબાહુથી મને પકડીને અવશ્ય પોતાના હદયે લગાડી લેશે. અહો! તે વખતે મારો દેહ પવિત્ર થઈ જશે, એટલું, જ નહિ તે બીજાઓને પણ્ન પવિત્ર કરનારો બની જશે અને તે જ સમયે - તેમનું આલિંગન પ્રાપ્ત થતાં જ - મારાં બધાં કર્મરૂપી બંધનો, જેના કારણે હું અનાદિકાળથી ભટકી રહ્યો છું, નટ થઈ જશે. ।। ૨૦ || જ્યારે તેઓ મારું આદિંગન કરી ચૂક્યા હશે ત્યારે હું હાથ જોડીને, મસ્તક નમાવીને તેમની સામે ઊભો રહી જઈશ. ત્યારે તેઓ ‘કાકા અકૃર’! સંબોધન કરીને મને બોલાવશે! કેમ ન બોલાવે? આ જ પવિત્ર અને મધુર યશનો વિસ્તાર કરવા માટે જ તો તે લીલા કરી રહ્યા છે. ત્યારે મારું જીવન સફળ થઈ જશે. ભગવાન શ્રીકૃષ્ણે જેને અપનાવ્યો નથી, જેને આદર આપ્યો નથી - તેના તે જન્મને, જીવનને ધિક્કાર છે. ॥ ૨૧ ॥ ન તો તેમને કોઈ પ્રિય છે કે ન અપ્રિય. ન તો તેમનો કોઈ આત્મીય મિત્ર છે કે ન શત્રુ. તેમનું ઉપેક્ષાપાત્ર પણ કોઈ નથી. તેમ છતાં જેમ કલ્પવૃક્ષ પોતાની પાસે આવીને યાચના કરવાવાળાને તેની ઇચ્છિત વસ્તુ આપે છે, તે જ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણ પણ જે તેમને જે રીતે ભજે છે, તેને તે જ રૂપે ભજે છે
- તેઓ પોતાના પ્રેમી ભક્તોને પૂર્ણ પ્રેમ કરે છે. રર ॥ હું તેમની સામે વિનયપૂર્વક મસ્તક નમાવીને ઊભો થઈ જઈશ. અને બલરામજી હસતા વદને મને પોતાના હૃદયે લગાડશે. અને પછી મારા બન્ને હાથ પકડીને ઘરમાં લઈ જશે. ત્યાં બધી રીતે મારો સત્કાર કરશે, ત્યાર પછી મને પૂછશે કે “કંસઅમારા થરવાળાઓ સાથે કેવો વ્યવહાર કરે છે? ॥ ર૩ ॥ દ્ર શ્રીશુકદેવજી કહે છે — પરીક્વિત ! શ્રક્લ્કનન્દન અડૂરજી રસ્તામાં આ પ્રકારના ચિંતનમાં મગ્ન થઈને રથ દ્વારા નન્દગામ પહોંઆ ત્યારે સૂર્યદેવ અસ્તાચલ પર ચાલ્યા ગયા હતા. |! ૨૪ |! જેમના ચરણકમળની રજ બધા લોકપાલોએ પોતાના મુકુટ પર ધારણ કરી છે તેવા શ્રીકૃષ્ટનાં પગલાં તેમણે દ્રજમાં જોયાં કેજે પગલાં પૃથ્વીના આભૂષણરૂપ અને કમળ, જવ, ધજા તથા અંકુશનાં ચિહ્નોથી યુક્ત હતાં. || ૨૫ || તે ચરણચિહ્નોનાં દર્શન કરતાં જ અકૃરજીના કદયમાં એટલો આનંદ થયો કે તેઓ પોતાને સંભાળી ન શકયા, વિહ્વળ થઈ ગયા. પ્રેમના આવેગથી તેમનું રોમેરોમ પુલક્તિ થઈ ગયું. નૈત્રોમાંથી આંસુ ટપકવા લાગ્યાં. તેઓ રથમાંથી કૂદીને શ્રીકૃષ્સનાં પદચિહ્નોથી અંકિત રજમાં - આ મારા પ્રભુની ચરણ-રજ છે - એમ કહીને આળોટવા લાગ્યા. ॥ ર૬ | ૬. કિરીટસડ્સકિતપાદરેશોઃ ! 115531 અં૦ ૩૮] દસમો સ્કન્ધ. 311 દેહમ્મૃતામિયાનર્થો* હિત્વા દમ્ભં ભિર્યશુચમ્ | સન્દેશાદ્ યો હરેર્લિત્રદર્શનશ્રવણાદિભિઃ ॥ ૨૭ દદર્શ કૃષ્ણં રામં ચ વ્રજે ગોદોહનં ગતૌ । પીતનીલામ્બરધરૌ શરદમ્બુરુહેક્ષણો | ૨૮! કિશોસૈ શ્યામલશ્ેતો શ્રીનિકેતૌ બૃહતકુજો ! સુમુખૌ સુન્દરવરૌ બાલહિરદવિક્રમૌ ॥ ર૯॥ ધ્વજવજાડકુશામ્ભોજૈશ્ચિદ્ધિતેરડધ્તિભિર્દ્રજમ્ । શોભવન્તૌ મહાત્માનાવનુકોશસ્મિતેક્ષણો |! ૩૦। ઉદારરુંચિરક્ીડૌ સગ્વિણો વતમાલિનો । પુણ્યગન્ધાનુલિમાક્ષી સ્નાતૌ વિરજવાસસૌ ।। ૩૧॥ પ્રધાનપુરુષાવાધૌચ જગદ્વેતૂ જગત્પતી | અવતીલ્વો જગત્યર્થ સ્વાંશેન બલકેશવો ॥ ૩૨ દિશોવિતિમિરા રાજન્ કુર્વાણો પ્રભયા સ્વયા । યથા મારકતઃ રૈલો રૌપ્યશ્ચ કનકાચિતૌ ॥ ૩૩॥ રથાત્તર્ણમવપ્લુત્ય સોડક્રર: સ્નેહવિદ્લઃ | પપાત ચરણોપાન્તે દણ્ડવદ્ રામકૃષ્ણયોઃ ॥ ૩૪|। ભગવદર્શનાહ્ાદબાપ્પપર્યાકુલેક્ષણર ! પુલકાચિતાડ્ન ઔત્કજઠ્યાત્ સ્વાખ્યાને નાશકન્ નૃપ || ૩૫।! ભગવાંસ્તર્માભિપ્રેત્ય રથાદ્રાફિતપાણિના | પરિરેભેડભ્યુપાકૃષ્ય પ્રીતઃ પ્રણતવત્સલઃ ॥ ૩૬।। સફકર્ષણશ્વ પ્રણતમુપગુહ્ય મહામનાઃ | ગૃહીત્વાપાણિનાપાણી અનયત્સાનુજો ગ્રહમ્ | ૩૭॥ પરીક્ષિત! કંસે સંદેશો આપ્યો ત્યારથી અહીં સુધી અક્રૂરજીના ચિત્તની જેવી સ્થિતિ રહી છે, તે જ જીવોએ દેડ ધારણ કર્યાનો પરમ લાભ છે. તેથી જીવમાત્રનું એ જ પરમ કર્તવ્ય છે કે, દંભ, ભય અને શોક છોડીને શ્રીઠરિનાં સ્વરૂપદર્શન તથા શ્રવણ વગેરેથી તેણે એ લાભ મેળવવો જોઈએ. ।। ર૭ |! દ્રજમાં પહોંચીને અક્રજીએ શ્રીકૃષ્ણ અને બલરામ બન્ને ભાઈઓને ગાય દોહવાના સ્થાનમાં જોયા. શ્યામસુંદર શ્રીકૃષ્ણે પીતામ્બર ધારજ્ કરેલું હતું અને ગૌરસુંદર ક્લરામજીએ નીલામ્બર. તેમનાં નેત્ર શરદગતુનાં કમળ જેવાં જણાતાં હતાં. 1૨૮ | તેઓ હમશ્ાં જ કિદ્ોર- અવસ્થામાં પ્રવેશ્યા હતા. તે બન્ને ગૌર-શ્યામ સમસ્ત સૌંદર્યની ખાણ હતા. ઘૂંટણોને સ્પર્શ કરતી લાંબી ભુજાઓ, સુંદર મુખ, પરમ મનોહર અને બાળહાથી જેવી તેમની લલિત ચાલ હતી. 11૨૯ || ધજા, વજ, અંકુશ અને કમલનાં [ચિહ્નોવાળા ચરબ્રોથી તે ચાલતા હતા ત્યારે પૃથ્વી શોભાયમાન બની જતી હતી. તેમનું મંદ હાસ્ય અને ચિતવન (અવલોકન) એવી હતી, જાણે કૃપાની વૃષ્ટિ થઈ રહી છે. તેઓ ઉદારતાની તો જાલે મૂર્તિ હતા. |! ૩૦ |! તેમની એક- એક લીલા ઉદારતા અને સુંદર લાલિત્યથી પૂર્ણ હતી. ગળામાં વનમાળા અને મફિઓના હાર ઝગમગી રહ્યા હતા. તેમણે હમણાં જ સ્નાન કરીને નિર્મળ વસ્ત્રો ધારણ કર્યા હતાં અને બન્નેનાં અંગ પવિત્ર ચન્દનથી ચર્ચિત હતાં. 1૩૧ !( પરીક્ષિત! અક્રજીએ જોયું કે, જગતના આદિકારણ, જગતના પરમપતિ પુરુષોત્તમ જ સંસારની રક્ષા કાજે પોતાના સંપૂર્ણ અંશોથી બલરામજી અને શ્રીકૃષ્ણના રૂપમાં અવતીર્ણ થઈને પોતાની અંગકન્તિથી દિશાઓના અંધકારને દૂર કરી રહ્યા છે.(તેઓ બન્ને જાણે મરકતમણિ અને રજતગિરિ સમા પોતાની કાંતિથી પ્રકાશિત થઈ રહ્યા હોય. || ૩૨-૩૩ ॥ તેમને જોતાં જ અકરજી પ્રેમના આવેગમાં અધીર થઈને રથમાંથી કૂદી પડ્યા અને ભગ્વાન શ્રીકૃષ્ણ તથા બલરામજીના ચરણ પાસે સાષ્ટાંગ પ્રશ્ઞામ કરતા પડી ગયા. | ૩૪ |! પરીક્ષિત! ભગવાનનાં દર્શનથી તેમને એટલો આનંદ થયો કે તેમનાં નેત્રો આંસુથી છલકાઈ ગયાં. સંપૂર્ણ શરીર રોમાંચિત બન્યું, ઉત્કંઠાવશ ગળું ભરાઈ ગયું અને તેઓ પોતાનું નામ પણ બોલી શક્યા નહીં. ॥ ૩૫ !! શરજ્ઞાગતવત્સલ ભગવાન શ્રીકૃષ્ણ તેમના મનનો ભાવ જાણી ગયા. તેમે ખૂબ જ પ્રસન્નતાથી ચકના ચિહનવાળા હાથથી તેમને ખેંચીને ઉઠાવી લીધા અને ૯દયે ચાંપી દીધા. ॥ ૩૬ || ત્યાર પછી જ્યારે તેઓ પરમ મનસ્વી બલરામજીની સામે વિનીત ભાવે ઊભા રહ્યા ત્યારે તેઓ તેમને ભેટી પડ્યા અને તેમનો એક હાથ શ્રીકૃષ્ણે પકડ્યો અને બીજો બલરામજીએ, એ રીતે બન્ને ભાઈ તેમને ઘરમાં લઈ ગયા. 1૩૭ ॥ ૧. પ્રથીન પ્રતમાં આ શ્લોક મૂળમાં નથી. | ૨. વ્યુરુપવાદ્રો ! 312 શ્રીમદભાગવત, [અ૦૩૯ પૃષ્ટ્વાથ સ્વાગતં તસ્મૈ નિવેધ ચ વરાસનમ્ ! પ્રક્ષાલ્ય વિધિવત્ પાદૌ મધુપર્કાહણમાહરત્પ ।। ૩૮॥| નિવેદ્ય ગાં ચાતિથયે સંવાદ્ય શ્રાન્તમાટંતઃ । અન્ન બહુગુણં મેધ્યં શ્રદ્ધદોપાહરદ્ વિભુઃ | ૩૯॥ તસ્મૈ ભુક્તવતે પ્રીત્યા રામઃ પરમધર્મવિત્ ! મુખવાસૈર્ગન્ધમાલ્ધૈઃ પરાં પ્રીતિ વ્યધાત્ પુનઃ । ૪૦॥ પપ્રચ્છ સતકૃતં નન્દઃ કથ સ્થ નિરનુગ્રહે | કંસે જીવતિ દાશાર્હ સૌનપાલા ઇવાવયઃ ॥૪૧॥ યોડવધીત્સ્વસ્વસુસ્તોકાન્કોશન્યા અસુતૃપ્ખલઃ | કિં નુ સ્વિત્તત્પ્રજાનાં વઃ કુશલ વિમૃશામહે | ૪૨।। ઇત્થં સૂનૃતયા વાચા નન્દેન સુસભાજિતઃ । અક્રરઃ પરિપૃષ્ટેન જહાવધ્વપરિશ્રમમ્ | ૪૩॥ ઘરમાં લઈ જઈને ભગવાને તેમનો બહુ આદર-સત્કાર, કર્યો. કુશબ-મંગળ પૂછીને શ્રેષ્ઠ આસન પર બેસાડ્યા અને વિધિપૂર્વક તેમના ચરણ ધોઈ મધુપર્ક (મધ મિશ્રિત દહીં) વગેરે પૂજાની સામગ્રીથી તેમની પૂજા કરી. !! ૩૮ || ત્યાર પછી ભગવાને અતિથિ અક્ૂરજીને એક ગાય આપી અને ચરણસેવા કરીને તેમનો શ્રમ દૂર કર્યો તથા બહુ જ આદર અને શ્રદ્ધાથી પવિત્ર અને તેમને અનુકૂળ ભોજન કરાવ્યું. || ૩૯ ।। જ્યારે. તેમણે ભોજન કરી લીધું ત્યારે ધર્મના પરમ મર્મશ ભગવાન બલરામજીએ બહુ જ પ્રેમથી મુખવાસ (પાન-ઇંલાયચી વગેરે) અને સુગન્ધિત માળા વગેરે આપીને તેમને બહુ જ પ્રસન્ન કર્યા. । ૪૦-॥આ પ્રમાણે સત્કારવિધિ થયા પછી નંદરાયજીએ તેમની પાસે આવીને પૂછયું - ‘અકૂરજી! તમે લોકો નિર્દયી કંસની હયાતીમાં કઈ રીતે દિવસો પસાર કરો છો? અરે, તે છે ત્યાં સુધી આપની એવી દશા છે, જેવી કસાઈ દ્વારા પાળેલા ધેટાંની હોય છે. ॥ ૪૧ || જે ઇન્દ્રિયોના ગુલામ પાપીએ પોતાની કલ્પાંત કરતી બહેનનાં નાનાં-નાનાં બાળકોને મારી નાખ્યાં, તમે લોકો તેની પ્રજા છો. પછી તમે સુખી છો, એવું અનુમાન તો અમે કઈ રીતે કરી શકીએ? ।। ૪૨ | (અક્રરજીએ નંદબાવાને પહેલાં જ કુશળ-મંગળ પૂછી લીધું હતું.) જ્યારે આ ત્રમાણે નંદબાવાએ મધુર વાણીથી અરજીને કુશળ-મંગળ. પૂછ્યું અને તેમનું સન્માન કર્યું ત્યારે અકરજીના શરીરમાંથી રસ્તાની થકાવટ દૂર થઈ ગઈ. | ૪૩ || ક્કક— ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમર્હેસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે પૂર્વાધ ચ્ડફૂરાગમનં નામાષ્ટારત્રિંશોડધ્યાયઃ || ૩૮ | દસમાસ્કંધના પૂર્વા્ધ-અંતર્ગત અકૂરજીનું આગમન નામનો આડત્રીસમો અધ્યાય સમાપ્ત.