Śrīmad Bhāgavatam

શ્રીકૃષ્ણ-બલરામનું યજ્ઞોપવીત અને ગુરુકુળમાં પ્રવેશ

ઉદ્ધવજીની દ્રજયાત્રા
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

પિસ્તાલીસમો અધ્યાય શ્રીકૃષ્ણ-બલરામનું યજ્ઞોપવીત અને ગુરુકુળમાં પ્રવેશ શરંઠુક 6૧૨૨ પિતરાવુપલબ્ધાર્થી વિદિત્વા પુરુષોત્તમઃ | માભૂદિતિ નિજાં માયાં તતાન જનમોહિનીમ્‌ ॥૧॥ ઉવાચ પિતરાવેત્ય સાગ્રજઃ સાત્વતર્ષભઃ । પ્રશ્રયાવનતઃ પ્રીણજ્ઞમ્બ તાતેતિ સાદરમ્‌ | ૨! નાસ્મત્તો યુવયોસ્તાત નિત્યોત્કણ્ઠિતયોરપિ । બાલ્યપૌગણ્ડકૈશોરાઃપુત્રાભ્યામભવન્‌ ક્વચિત્‌ | ૩॥ ન લબ્ધો દૈવહતયોર્વાસો નૌ ભવદત્તિકે | યાં બાલાઃ પિતૃગેહસ્થા વિન્દન્તે લાલિતા મુદમ્‌ ૪ સર્વા્થસમ્ભવો દેહો જનિતઃ પોષિતો યતઃ | ન તયોર્યાતિ નિર્વેશં પિત્રોર્મ્ત્યઃ શતાયુષા || પ!! ૫શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણે જોયું કે માતા-પિતાને મારા એશ્વર્યનું, મારા ભગવદ્દભાવનું જ્ઞાન થઈ ગયું છે, પરંતુ તેમને આવું જ્ઞાન થવું ન જોઈએ. (આનાથી તેઓ પુત્ર-સ્નેહનું સુખ નહીં પામી શકે.) એવું, વિચારીને તેમણે તેમના પર પોતાની તે યોગમાયાનો પડદો નાખી દીધો, જે તેમના સ્વજનોને મુગ્ધ કરીને તેમની લીલામાં સહાયક થાય છે. 1૧ || મદુવંશશિરોમણિ’ ભગવાન શ્રીકૃષ્ટ્ મોટાભાઈ બલરામજીની સાથે પોતાના મા-બાપ પાસે જઈને આદર અને વિનયપૂર્વક નમીને ‘હે માતા! હે પિતા!’ આ સંબોધનથી તેમને પ્રસન્‍ન કરતાં કહેવા લાગ્યા- ॥ ર ॥/‘હે પિતા! હે માતા! અમે તમારા પુત્ર છીએ અને તમે અમારા માટે હંમેશાં આતુર રહ્યા છો, તેમ છતાં અમારી બાલ્યાવસ્થાનું, પોગંડ અવસ્થાનું અને કિશોર અવસ્થાનું સુખ તમને મળ્યું નથી. 1૩ ॥ કમનસીબે અમને આપની પાસે રહેવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત ન થયું/ તેથી બાળકોને માતા-પિતાના ધરમાં રહીને જે લાડ-પ્યારનું સુખ મળે છે તે અમને પણ ન મળી શક્યું. 1૪ ॥ પિતા અને માતા જ આ શરીરને જન્મ આપે છે અને આનું લાલન-પાલન કરે છે. ત્યારે ક્યાંક ૧. અશકિતૌ | ર. દશમસ્કન્યે કંસવધો ! ૩. બાદરાયદ્િરુવાચ ! ક 344 શ્રીમદભાગવત, [અ૦૪૫ યસ્તયોરાત્મજઃ કલ્પ આત્મના ચ ધનેન ચ ! વૃત્તિં ન દદયાત્ત પ્રેત્ય સ્વમાંસં ખાદયન્તિ હિ || ૬।! માતરં પિતરં વૃદ્ધ ભાર્યા સાધ્વી સુત શિશુમ્‌ | ગુરું વિપ્ર પ્રપશ્નં ચ કલ્યોડબિભ્રચ્છવસન્‌ મૃતઃ | ૭॥ તજ્ઞાવકલ્પયોઃ કંસાજ્ઞિત્યમુદ્ધિગ્નચેતસોઃ | મોઘમેતે વ્યતિક્રાન્તા દિવસા વામનર્ચતોઃ | ૮।। તત્‌ ક્ષન્તુમર્હથસ્તાત માતની પરતત્ત્રયોઃ | અકુર્વતોર્વા શુશ્રૂષાં ક્લિષ્ટયોદુર્હદા ભૃશમ્‌ || ૯! કશુક ઉવાચ ઇતિ માયામનુષ્યસ્ય હરેર્વિશ્વાત્મનો ગિરા | મોહિતાવક્રમારોપ્ય પરિષ્વજ્યાપતુર્મુદમ્‌ | ૧૦।। સિગ્ચન્તાવશ્રુધારાભિઃ સ્નેહપાશેન ચાવૃતો | ન કિગ્ચિદ્ચતૂ’ રાજન્‌ બાષ્પકછઠૌ વિમોહિતો ॥ ૧૧॥। એવમાશ્ચાસ્ય પિતરૌ ભગવાન્‌ દેવકીસુતઃ | માતામર્હે તૂગ્રસેનં યદૂનામકરોશૃપમ્‌ | ૧૨।। આહ ચાસ્માન્‌ મહારાજ પ્રજાશ્ચાશમુમર્હસિ । યથયાતિશાપાદ્દ યદુભિર્નાસિતવ્યં નૃપાસને । ૧૩॥। મથિ ભૃત્ય ઉપાસીને ભવતો વિબુધાદયઃ | બલિં હરન્ત્યવનતાઃ કિમુતાન્યે નરાધિપાઃ૨ ।। ૧૪॥ સર્વન્સ્વાઝ્શાતિસંબન્ધાન્‌ દિગ્ભ્યઃકંસભયાકુલાન્‌ર | થદુવૃષ્ણ્યન્ધકમધુદાશાર્હકુકુરાદિકાન્‌ 11૧૫॥ આ શરીર ધર્મ, અર્થ, કામ અથવા મોક્ષની પ્રાપ્તિનું સાધન બને છે. જો કોઈ મનુષ્ય સો વર્ષ સુધી જીવીને મા- બાપની સેવા કરતો રહે, તો પણ તે તેમના ઉપકારોથી કશમુક્ત થઈ શક્તો નથી. ॥ પ | જે પુત્ર સામર્થ્ય હોવા છતાં પણ પોતાના મા-બાપની શરીર અને ધનથી સેવા કરતો નથી, તેના મૃત્યુ પછી યમદ્તો તેને તેના શરીરનું. માંસ ખવડાવે છે. ॥ ૬ || જે પુરુષ સમર્થ હોવા છતાં પણ વૃદ્ધ માતા-પિતા, સતીપત્ની, બાળકો, ગુરુ, બ્રાહ્મણો અને શરશાગતનું ભરણ-પોષણ કરતો નથી, તે જીવતો હોવા છતાં પદ્મ મુડદા જેવો છે. 1૭ || હે પિતાજી! અમારા આટલા દિવસો વ્યર્થ ચાલ્યા ગયા. કારણ કે કંસના ભયથી હંમેશાં વ્યાકુળ રહેવાને કારણે અમે તમારી સેવા કરવામાં અસમર્થ રહ્યા, 1૮ | હે માતા! ઠે પિતા! આપ બન્ને અમને ક્ષમા કરો. અરે, દુષ્ટ કંસે તમને બહુ કષ્ટ આપ્યું, પરંતુ અમે પરતંત્ર હોવાને કારણે તમારી કોઈ સેવા-શુશ્રૂપા કરી ન શક્યા. 1૯ ॥ પ [શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! પોતાની લીલાથી કનુષ્ધ બનેલા વિશ્વાત્મા શ્રીહરિની આ વાણીથી મોરિત, થઈ દેવકી-વસુદેવે તેમને ખોળામાં બેસાડ્યા અને હદયે ચાંપીને પરમાનંદને પ્રાપ્ત થયાં. ! ૧૦ || રાજન્‌! તેઓ સ્નેહપાશમાં બંધાઈને પૂર્ણપણે મોહિત થઈ ગયાં અને અક્રુધારાથી તેમનો અભિષેક કરવા લાગ્યાં. ત્યાં સુધી કે આંસુઓને કારણે ગળું રંધાઈ જવાથી તેઓ કાંઈ બોલી શક્યાં નહીં. | ૧૧ || દેવક્રીનંદન ભગવાન શ્રીકૃષ્ણે આ પ્રમાણે પોતાના માતા-પિતાને સાન્ત્વના આપીને પોતાના માતામહ (નાના) ઉગ્રસેનને યાદવોના રાજા બનાવી દીધા. ૧૨ || અને તેમને કહ્યું - ‘મહારાજ! અમે આપની પ્રજા છીએ. આપ અમારા લોક્રો પર શાસન કરો, રાજા યયાતિનો શાપ હોવાથી યાદવો રાજ્ય્સિંહાસન પર બેસી શકતા નથી. (પરંતુ મારી એવી જ ઇચ્છા છે, તેથી તમને કોઈ દોષ નથી.) ॥ ૧૩ ॥ જ્યારે હું સેવકની જેમ તમારી સેવા કરતો રહીશ, ત્યારે મોટા-મોટા દેવતાઓ પણ મસ્તક નમાવીને તમને ભેટ આપશે. તો બીજા રાજાઓ આપશે તેમાં તો. નવાઈ જ શું!’॥ ૧૪ || પરીક્ષિત| ભગવાન શ્રીકૃષ્ણ જ સંપૂર્ણ વિશ્વના વિધાતા છે. તેમણે જે કંસના ભયથી વ્યાકુળ થઈને આમ-તેમ ભાગી ગયેલા યાદવ, વૃષ્ક્િ, અંધક, મધુ, દાશાર્ડ અને કુકુર વગેરે વંશોના સઘળા જ્ઞાતિજનો - ૧. કિગ્યનોચતુ | ૨. નૃપાદધઃ 1 ૩. ત્બયારદિતાન્‌! અ૦૪૫] દસમો સ્કન્ધ. 345 સભાજિતાન્‌ સમાશ્ચાસ્ય [વિદેશાવાસકર્શિતાન્‌ ! ન્યવાસયત્‌ સ્વગેહેષુ વિત્તેઃ સત્તર્પ્ય વિશ્વકૃત્‌ । ૧૬॥ કૃષ્ણસડકર્ષણભુજૈર્ગુમા લબ્ધમનોરથાઃ । ગૃહેષુ રેમિરે સિદ્ધાઃ કૃષ્ણરામગતજ્વરાઃ । ૧૭॥ વીક્ષન્તોડહરહઃ પ્રીતા મુકુન્દવદનામ્બુજમ્‌ | નિત્યંપ્રમુદિતં શ્રીમત્‌ સદયસ્મિતવીક્ષણમ્‌ ૧૮ તત્રપ્રવયસોડપ્યાસન્‌ યુવાનોડતિબલૌજસઃ । પિબત્તોડક્ષ્મુકુન્દસ્ય મુખામ્બુજસુધાં મુહુઃ || ૧૯॥ અથ નન્દં સમાસાદ્ય ભગવાન્‌ દેવકીસુતઃ । સક્કર્ષણશ્ચ રાજેન્દ્ર પરિષ્વજ્યેદમૂચતુઃ ॥ ૨૦॥ પિતર્યુવાભ્યાં સ્નિગ્ધાભ્યાં પોષિતૌલાલિતૌ ભૃશમ્‌ | પિત્રોરભ્યધિકાપ્રીતિરાત્મજેષ્વાત્મનોડપિ હિ || ૨૧।। સપિતા સા ચ જનની યૌ પુષ્ણીતાં સ્વપુત્રવત્‌ | શિશૂન્‌ બન્ધુભિરુત્સૃષ્ટાનકલ્પૈઃ પોષરક્ષણે || ૨૨ ॥ યાત યૂયં વ્રજં તાત વયં ચ સ્નેહદુઃખિતાન્‌ । જ્ઞાતીન્વોદ્રષટુમેષ્યામો વિધાય સુહૃદાં સુખમ્‌ || ૨૩॥। એવં સાન્ત્વય્ય ભગવાન્‌ નન્દં સવ્રજમચ્યુતઃ | વાસોડલકારકુપ્યાદ્વેર્હયામાસ સાદરમ્‌ || ર૪।। ઇત્યુક્તસ્તૌ પરિષ્વજ્ય નન્દઃ પ્રણયવિદ્લઃ | પૂરયન્નશ્રુભિર્નત્રે સહ ગોપૈ્દ્રજં યયૌ | રપ॥ અથ શૂરસુતો રાજન્‌ પુત્રયોઃ સમકારયત્‌ | પુરોધસા બ્રાહ્મણેશ્વ યથાવદ્‌ દિજસંસ્કૃતિમ્‌ ॥ ૨૬॥ સંબંધીઓને શોધી શોધીને બોલાવડાવ્યા. તેમને ઘર છોડીને બહાર રહેવામાં મોટું કષ્ટ ઉઠાવવું પડ્યું હતું. ભગવાને તેમનો સત્કાર કર્યો, સાન્ત્વના આપી અને તેમને બહુ જ ધન-સંપત્તિ આપીને તૃપ્ત કર્યા તથા પોત-પોતાનાં ઘરોમાં વસાવી દીધાં. 1 ૧૫-૧૬ | હવે તમામ યાદવો ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીના બાહુબળથી સુરક્ષિત હતા. તેમની કૃપાથી તેમને કોઈ પ્રકારનું દુઃખ ન હતું. તેમના બધા મનોરથો સફળ થઈ ગયા હતા. તેઓ કૂતાર્થ થઈ ગધા. હવે તેઓ પોતાનાં ઘરોમાં આનંદથી રહેવા લાગ્યા. |! ૧૭ |! ભગવાન શ્રીકૃષ્ણનું વદન આનંદનું સદન છે. તેઓ નિત્ય પ્રફુલ્લિત, ક્યારેય ન કરમાવાવાળા કમળ છે. તેનું સૌન્દર્ય અપાર છે. કરુણાર્ઠ અને મંદ સ્મિતવાળા શ્રીકૃષ્ણના મુખકમળનું હંમેશાં દર્શન કરી યાદવો પ્રસન્ન થતા. [1૧૮ || મથુરાના વૃદ્ધ પુરુષો પણ યુવકો જેવા બળવાન અને ઉત્સાહી થઈ ગયા હતા, કેમકે, તેઓ પોતાનાં નેત્રોના પડિયા વડે વારંવાર ભગવાનના મુખારવિંદના અમૃતનું પાન કરતા હતા. ૧૯ || પ્રિય પરીક્ષિત! ત્યાર પછી દેવકીનંદન ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજી બન્ને નંદબાવા પાસે આવ્યા, તેમને ભેટી પડ્યા અને કહેવા લાગ્યા - ॥ ૨૦ | ‘બાબા! તમે અને કરા યશોદાએ ખૂબ સ્નેહ અને લાડથી અમારું પાલન-પોષણ ક્યું છે. એમાં કોઈ શંકા નથી કે, મા-બાપ પોતાના સંતાનને પોતાના શરીરથી અધિક સ્નેહ કરે છે. || ૨૧ | જેમને પાલન- પોષણ ન કરી શકવાને કારણે સ્વજન-સંબંધીઓએ છોડી દીધાં છે, તે બાળકોને જે લોકો પોતાના પુત્ર જેવા લાડ-પ્યારથી ઉછેરે છે તૈ જ વાસ્તવમાં તેમના મા-બાપ છે. || ૨૨ ॥ બાબા! હવે તમે લોકો વ્રજમાં જાઓ. એમાં શંકા નથી કે અમારા વિના વાત્સલ્ય-સ્નેહને કારણે તમને બધાંને બહુ દુઃખ થશે. અહીંના સુક્રદ-સંબંધીઓને સુખી કરીને અમે તમને મળવા આવીશું. !! ૨૩ ।। ભગવાન શ્રીકૃષ્ણે નંદબાવા અને બીજા વ્રજવાસીઓને આ પ્રમાણે સાન્ત્વના આપી બહુ જ આદરપૂર્વક વસ્ર-આભૂષણો અને અનેક ધાતુઓનાં વાસણો વગેરે આપી તેમનું સન્માન કર્યું. ॥ ૨૪ || ભગવાનની વાત સાંભળીને નંદબાવા પ્રેમ-અધીરા થઈને બન્ને ભાઈઓને ભેટી પડ્યા અને નેત્રોથી આંસુ સારતા ગોપોની સાથે વ્રજ જવા માટે વિદાય થઈ ગયા. રપ ॥ હે રાજન્‌! ત્યાર પછી વસુદેવજીએ પોતાના પુરોહિત ગર્ગાચાર્યજી તથા બીજા બ્રાહ્મણો પાસે બન્ને પુત્રોના [વિધિપૂર્વક દિજ સંસ્કાર (યજ્ઞોપવીત-સંસ્કાર) કરાવ્યા. | ર૬ || 346 શ્રીમદભાગવત, [અ૦૪૫ તેભ્યોડદાદ્‌દક્ષિણા ગાવો રુકમમાલાઃસ્વલડકુતાઃ | સ્વલફ્કૃતેભ્યઃ સમ્પૂજ્ય સવત્સાઃષૌમમાલિનીઃ । ર૭1! યાઃ કૃષ્ણરામજન્મર્કે મનોદત્તા મહામતિઃ ! તાશ્ચાદદાદનુસ્મૃત્ય કંસેનાધર્મતો હતાઃ || ર૮॥ તતશ્ચ લબ્ધસંસ્કારી દ્રિજત્વં પ્રાપ્ય સુત્રતો । ગર્ગાદ્‌ યદુકુલાચાર્યાદ્‌ ગાયત્રં વ્રતમાસ્થિતો || ૨૯॥ પ્રભવૌ સર્વવિદ્યાનાં સર્વજૌ જગદીશ્વરૌ । નાન્યસિદ્ધામલશાનં ગૂહમાનૌ નરેહિતેઃ || ૩૦॥ અથો ગુરુકુલે વાસમિચ્છન્તાવુપજગ્મતુઃ | કાશ્યં સાન્દીપર્નિ નામ હ્યવત્તીપુરવાસિનમ્‌ | ૩૧॥। યથોપસાદ્ય તૌ દાન્તૌ ગુરૌ વૃત્તિમનિન્દિતામ્‌ । ગ્રાહયન્તાવુપેતૌ સ્મ ભકત્યા દેવમિવાટતૌ | ૩૨ તયોર્દિજવરસ્તુષ્ટઃ શુદ્ધભાવાનુવૃત્તિભિઃ પ્રોવાચ વેદાનખિલાન્‌ સાદ્નોપનિષદો ગુરુઃ || ૩૩॥। સરહસ્યં ધનુર્વેદં ધર્માન્‌ ન્યાયપથાંસ્તથા ! તથાચાન્વીક્ષિકી વિદ્યાં રાજનીતિંચ ષડ્વિધામ્‌ ॥ ૩૪॥। સર્વ નરવરશ્રેષ્ઠી સર્વવિદ્યાપ્રવર્તકૌ । સકૃ્નિગદમાત્રેણ તૌ સઝ્જગૃહતુર્નપ | ૩૫॥। અહોરાત્રૈશ્ચતુ:ષષ્ટ્યા સંયત્તો તાવતીઃ કલાઃ । ગુરુદક્ષિણયાડડચાર્ય છનદયામાસતુર્જુપ । ૩૬॥ તેમણે વિવિધ પ્રકારનાં વસ્ત્રો અને આભૂષણોથી બ્રાહ્મણોનો સત્કાર કરી ઘશ્રી જ દક્ષિણા તથા વાછરડાંવાળી ગાયો દાનમાં આપી. બધી ગાયોના ગળામાં સોનાની માળા પહેરાવી હતી તથા બીજાં પણ ઘણાં આભૂષણો અને રેશમી વસ્ત્રોથી શણગારી હતી. || ૨૭ 1! મહામતિ વસુદેવજીએ ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીના જન્મ-નક્ષત્રમાં જેટલી ગાયો આપવાનો સંકલ્પ કર્યો હતો તે ગાયો બ્રાહ્મણોને દાનમાં આપી. જોકે વસુદેવજી પાસેથી બધી ગાયો કંસે છીનવી લીધી હતી. તે હવે છોડાવીને સંકલ્પ પ્રમાણે દાનમાં આપી. | ૨૮ ॥ આ પ્રમાણે યાદવોના આચાર્ય ગર્ગાચાર્યજી પાસે સંસ્કાર કરાવીને બલરામજી અને ભગવાન શ્રીકૃષ્ણ બન્ને ઉપનયન સંસ્કાર દ્વારા ગાયત્રીવ્રતમાં નિષ્ઠાવાળા થઈ દ્વિજ બન્યા. 1૨૯ | રાજન્‌! શ્રીબલરામજી અને ભગવાન શ્રીકૃષ્ણ સર્વ વિધાઓનું ઉત્પત્તિસ્થાન, સર્વજ્ઞ તથા જગતના ઈશ્વર હોવા છતાં તેમણે પોતાના સ્વતઃ સિદ્ધ નિર્મળ જ્ઞાનને મનુષ્ય-લીલાથી છુપાવી રાખ્યું હતું. | ૩૦ || પડહવે તે બન્ને ગુરુકુળમાં નિવાસ કરવાની ઇચ્છાથી ઉજ્જયિનીમાં કશ્યપગોત્રી સાન્દીપનિ મુનિ પાસે ગયા. ॥ ૩૧ !। તે બન્ને ભાઈ વિધિપૂર્વક ગુરુજી પાસે રહેવા લાગ્યા. તે વખતે તેઓ જિતેન્દ્રિય બની ગુરુસમીપે નિર્દોષપણે કેવી રીતે રહેવું તે પોતાની સાથે અભ્યાસ કરતા બીજા વિદ્યાર્થીઓને શિખવાડતા હતા. તેઓ ગુરુવરની શુદ્ધભાવે ઈષ્ટદેવ જેવી સેવા કરવા લાગ્યા. | ૩ર || તેમની સેવાથી ગુસ્જી તે બન્ને ભાઈઓ પર બહુ પ્રસન્ન થયા અને તેમશે તેમને છયે શાસ્ત્રો અને ઉપનિષદો સહિત સંપૂર્ણ વેદો ભણાવ્યા. ! ૩૩ [એ સિવાય મંત્રો અને દેવતાઓના જ્ઞાન સાથે ધનુર્વેદ, મનુસ્મૃતિ વગેરે ધર્મશાસ્ત્રો, મીમાંસા વગેરે વૈદોનું તાત્પર્ય બતાવનારાં શાસ્તો, તર્કવિધા (ન્યાયશાસ્ત્ર) વગેરે પણ ભણાવ્યાં. સાથે-સાથે સન્િ, વિગ્રહ, યાન, આસન, ક્ેષ અને આશ્રય - આ છ ભેદોથી યુક્ત રાજનીતિનો પણ અભ્યાસ કરાવ્યો. !| ૩૪ |! પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામ બધી વિધાઓના પ્રવર્તક છે, અત્યારે માત્ર શ્રેષ્ઠ મનુષ્ય જેવો વ્યવહાર કરતા રહીને તેઓ અધ્યધન કરી રહ્યા હતા. તેમણે માત્ર ગુરુજીના એક જ વાર કહેવાથી બધી વિધાઓ શીખી લીધી. | ૩૫ [માત્ર ચોસઠ દિવસમાં જ સંયમશિરોમણ્વિ બન્ને ભાઈઓએ ચોસઠ કળાઓનું* જ્ઞાન મ્રાપ્ત કરી લીધું. આ પ્રમાણે અધ્યયન સમાપ્ત થઈ જવાથી

ચોસઠ કળાઓ આ મુજબ છે -

૧, સંગીતકલા, ૨. વાલ - જાત-જાતનાં વાજાં વગાડવાં, ૩. નૃત્ય, ૪. નાટય, પ. ચિત્રકામ, ૬. ઉત્તમ આકૃતિઓ બનાવવી, ૭. થોખાના કે પુષ્યના સાથિયા વગેરે પૂજાના ઉપહારની રચના કરવી, ૮. પુષ્યોની શય્યા બનાવવો, ૯.. દાંત, વસ્ત્ર અને શરીરનાં અંગોને રંગવાં, ૧૦. લાદી ઉપર મણિ જડવા, ૧૧. શથ્યા-સ્ચના, ૧૨. જળ પર બંધ બાંધવો, ૧૩. જાત-જાતની સિદ્ધિઓ દેખાડવી, ૧૪. હાર, માળા વગેરે બનાવવાં, અ૦૪૫] દસમો સ્કન્ધ 347 દિજસ્તયોસ્તં મહિમાનમહુતં તેમણે સાન્દીપનિ મુનિને પ્રાર્થના કરી કે ‘આપની ઇચ્છા સંલક્ષ્ય રાજન્નતિમાનુરષી મતિમ્‌ | હોય તે ગુરુદક્ષિણા માંગો.’ ॥ ૩૬ ॥। મહારાજ! સાન્દીપનિ સમ્મન્ત્ય પત્ન્યા સ મહાર્ણવે મૃત મુનિએ તેમનો અદ્ભુત મહિમા અને અલૌકિક બુદ્ધિનો બાલં પ્રભાસે વરયામ્બભૂવ હ |1૩૭॥ | અનુભવ કરી લીધો હતો. તેથી તેમણે તેમનાં પત્નીને પૂછીને દક્ષિણા માગી કે “પ્રભાસ ક્ષેત્રમાં અમારો પુત્ર તથેત્યથારુહ્ય મહારથો રથ સમુદ્રમાં ડૂબીને મરી ગયો હતો, તેને તમે લાવી પ્રભાસમાસાધ દુરન્તવિકમૌ । આપો.’ | ૩૭ !! બલરામજી અને શ્રીકૃષ્ણ અનંત પરાક્રમી વેલામુપદવ્રજય નિષીદતુઃ ક્ષણ હતા. બન્નેય મહારથી હતા. તેમણે ‘બહુ સારું’ કહીને સિન્ધુર્વિદિત્વાડર્હણમાહરત્તયોઃ 11૩૮! | ગુરુજીની આજ્ઞા સ્વીકારી લીધી અને રથમાં બેસી પ્રભાસક્ષેત્રમાં ગયા. તેઓ ક્ષણભર સમુદ્ર-કિનારે બેઠા, તે સમયે તેમને સાક્ષાત્‌ ઈશ્વર જાણીને સમુદ્ર અનેક પ્રકારની પૂજાસામગ્રી લઈને ત્યાં આવ્યો. ।। ૩૮ | ભગવાને સમુદ્રને કહ્યું, “સમુદ્ર! તમે અહીં તમારા મોટા-મોટા તરંગોથી અમારા જે ગુસુપુત્રને ખેંચી ગયા છો, તેને તુરત જ લાવી સમુ# ઉવાચ આપો.’ ॥ ૩૯ ॥ તમાહ ભગવાનાશુ ગુસપુત્રઃ પ્રદીયતામ્‌ । યોડસાવિહ ત્વયા ગ્રસ્તોબાલકો મહતોર્મિણા ॥ ૩૯॥ મનુષ્યવેશધારી સમુદ્રે કહ્યું - ‘દેવાધિદેવ શ્રીકૃષ્દ!! મેં તે બાળકને લીધો નથી. મારા જલમાં પંચજન નામનો એક મોટો દૈત્યજાતિનો અસુર શંખના રૂપમાં રહે છે. તેણે જ તે બાળકનું હરણ કર્યું હશે.’ ॥ ૪૦ |! સમુદ્રની વાત સાંભળીને આસ્તે તેનાહતો નૂનં તચ્છુત્વા સત્વર પ્રભુઃ! ભગવાને તુરત જ જલમાં પ્રવેશ કર્યો અને શંખાસુરને મારી જલમાવિશ્ય તં હત્વા નાપશ્યદુદરેડર્ભકમ્‌ ॥ ૪૧। | નાખ્યો. પરંતુ તે બાળક તેના ઉદરમાં ન હતો. ॥ ૪૧ ॥| સૈવાહાર્ષમરહે દેવ દૈત્યઃ પગ્યજનો મહાન્‌ | અત્તર્જલચરઃ કૃષ્ણ શદ્નરૂપધરોડસુરઃ ॥ ૪૦॥ ૧૫. ફૂલોનાં આભૂષજ્ઞો બનાવવાં - કાન અને અંબોડા માટે. ૧૬. કપડાં અને આભૂષણો બનાવવાં, ૧૭. ફૂલના આભૂપણોનો શશગાર કરવો, ૧૮. પુષ્પો કે કમળપત્રના કાનમાં પહેરવાનાં આભૂષણો બનાવવાં, ૧૯. સુગન્ધિત તેલ, અત્તર વગેરે બનાવવાં, ૨૦. ઇન્દરજાલ, જાદૂકલા, ૨૧. અનેક પ્રકારની વેષભ્ષા ધારણ કરવી, ૨૨, ફૂર્તિથી હસ્તકલા દેખાડવી, ૨૩, જાતજાતનાં ભોજન બનાવવાં, ૨૪ જાત-જાતની પીવાની વસ્તુઓ બનાવવી, રપ. સીવણડલા, ૨૬. કઠપૂતળીઓ બનાવવી અને તેમને નચાવી, ૨૭. ઉખાશાં-મરહેલિકા, ૨૮ મૂર્તિઓ બનાવવી, ૨૯. ફૂટનીતિ, ૩૦. ગ્રંથોના અધ્યાપનમાં દકતા, ૩૧. નાટક, આખ્યાનોની રચના કરવી, ઝર. સમસ્યાઓની પૂર્તિ કરવી, ૩૩. ખુરશી, ખાટલો ભરવાની તથા સોટી, બાણ બનાવવાની કલા, ૩૪. ગાલીચા, દરી, ચઢાઈ વગેરે બનાવવાં, ૩૫. સુથારીકામ, ૩૬. ગ્ૃહકલોગ, ૩૭. સોના-ચાંદી-ધાતુ તથા હીરા, પન્ના, રત્નોની પરીક્ષા, ૩૮. સોના, ચાંદી, તાંબાના શુદ્ધ ધાતુ બનાવવાની કળા, ૩૯ મસ્િઓના રંગ ઓળખવા, ૪૦. ખાણ્રોની ઓળખ, ૪૧. વૃશોની માવજત, ૪૨. ષેટોં, મરથાં લડાવવાની કળા, ૪૩, પોપટ-મેનાની ભાષા બોલવી, ૪૪. મારશવિઘા, ૪૫. કેશ-વેણી ગૂંઘણ, ૪૬. મુક્રીની વસ્તુ અને મનની વાત જાશી લેવી, ૪૭. મ્લેછ-કા્યોને સમજવાં, ૪૮. વિભિન્ન દેશોની ભાષાનું જ્ઞાન, ૪૯. શુકન-અપશુકન પારખવાં, પ્રબોના ઉત્તરમાં શુભ-અશુભ સમજવું અને કહેવું, ૫૦. અનેક પ્રકારના યંત્રો બનાવવા, ૫૧. રત્નોને અનેક પ્રકારના આકારમાં કાપવા, પ૨. સાંકેતિક ભાષા બનાવવી, પ૩. મનોવિશ્ઞાનકલા, પ૪. નવા-નવા શબ્દોના અર્થ શોધવા તથા શબ્દો શોધવા, ૫૫. છલવિધાથી કામ બનાવી લેવું, પ૬. સથળા કોશોનું શાન, પક સમસ્ત છન્દોનું શાન, ૫૮. વસ્ગોપનકલા, ૫૯. ઘૂતકીડા, ૬૦. દૂર રહેલા મનુષ્યનું અથવા વસ્તુનું આકર્ષન્ર કરવું, ૬૧. બાળકોની રમતો, ૬૨. મંત્રવિઘા, ૬૩. વિજય પ્રાપ્ત કરાવનાર વિદ્યા, ૬૪ વેતાલ વગેરેને વશ કરવાની વિઘા. 348 શ્રીમદભાગવત [અ૦૪૫ તદક્વપ્રભવં શદ્ધમાદાય રથમાગમત્‌ | તતઃ સંયમનીં તામ યમસ્ય દઘિતાં પુરીમ્‌ । ૪૨।। ગત્વા જનાર્દનઃ શહ્ધ પ્રદધ્મૌ સહલાયુધઃ । શક્ષનિર્કાદમાકણ્ય પ્રજાસંયમનો યમઃ ૪૩॥ તયોઃ સપર્યા મહતીં ચક્રે ભક્ત્યુપબૃંહિતામ્‌ | “ક ઉવાચાવનતઃ કૃષ્ણં સર્વભૂતાશયાલયમ્‌ | લૌલામનુષ્ય હે વિષ્ણો યુવયોઃ કરવામ કિમ્‌ । ૪૪॥ #&/ભગવાનુશ ગુસપુત્રમિહાનીતં નિજકર્મનિબન્ધનમ્‌ | આનયસ્વ મહારાજ મચ્છાસનપુરસ્કૃતઃ | ૪૫॥। તથેતિ તેનોપાનીતં ગુરુપુત્રં યદ્ત્તમૌ | દત્ત્વા સ્વગુરવે ભૂયો વૃણીષ્વેતિ તમૂચતુઃ ॥ ૪૬॥ ગુરુરુવચ સમ્યક્સમ્પાદિતો વત્સ ભવદ્ભ્યાં ગુરુનિષ્કરયઃ કો નુ યુષ્મદ્વિધગુરોઃ કામાનામવશિષ્યતે || ૪૭।। ગચ્છતં સ્વગૃહં વીરૌ કીર્તિર્વામસ્તુ પાવની । છન્દાંરયયાતયામાનિ ભવન્ત્વિહ પરત્ર ચ | ૪૮॥ ગુરુણૈવમનુજ્ઞાતૌ રથેનાનિલરંહસા | આયાતૌ સ્વપુરં તાત પર્જન્યનિનદેન વૈ | ૪૯॥ સમનત્દન્‌ પ્રજાઃ સર્વા દષ્ટ્વા રામજનાર્દનૌ । અપશ્યત્ત્યો બહ્હાનિ નષ્ટલબ્ધધના ઇવ | ૫૦॥ ત્યારે તેના શરીરનો શંખ લઈને ભગવાન રથમાં બેસી પાછા આવ્યા? ત્યાંથી બલરામજી સાથે શ્રીકૃષ્ણે યમરાજની પ્રિય નગરી સંયમનીમાં જઈને શંખનાદ કર્યો. શંખનો ઘોષ સાંભળીને તમામ પ્રજાનું શાસન કરવાવાળા યમરાજે તેમનું. સ્વ્રાગત કર્યું અને ભક્તિભાવપૂર્વક વિષિ અનુસાર તેમની પુજા કરી. તેમલે વિનયપૂર્વક નમીને સઘળાં પ્રાણીઓના ફદયમાં બિરાજેલા સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાનને કહયું - ‘લીલાથી જ મનુષ્ય બનેલા હે સર્વવ્યાપક પરમેશ્વર! હું આપ બન્નેની શું સેવા કરું?’ !! ૪૨-૪૪ |! શ્રીભગવાને કહ્યું - યમરાજ ! અહીં પોતાના કર્મબંધન. અનુસાર મારા ગુસ્પુત્રને લાવવામાં આવ્યો છે. તમે મારી આજ્ઞા સ્વીકારીને તેનાં કર્મો પર ધ્યાન ન આપી તેને મારી પાસે લઈ આવો. || ૪૫ || યમરાજે “જેવી આશ્ઞા’ કહીને ભગવાનની આજ્ઞાનો સ્વીકાર કર્યો અને તેમનો ગુસપુત્ર લાવી આપ્યો. ત્યારે ષદુશ્રેષ્ઠ ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજી તે બાળકને લઈને ઉજ્જયિની પાછા આવ્યા અને તેને ગુરુદેવને સોંપતાં કહ્યું કે, ‘તમે બીજું જે કંઈ જોઈએ તે માંગી લો.’ 1૪૬ ॥ ગુરુદેવે કહ્યું — “બેટા! તમે મને બહુ ગુરુદક્ષિણા આપી દીધી. હવે બીજું શું જોઈએ? જે તમારા જેવા પુરુષોત્તમોના ગુરુ છે, તેના કયા મનોરથો અપૂર્ણ કરી શકે છે? ॥। ૪૭ ॥ વીર શિષ્યો! હવેતમે બન્ને તમાર! ઘેર સિધાવો! તમારી પવિત્ર કીર્તિ થાઓ. તમારી ભલ્લેલી વિધ્યા આ લોક અને પરલોકમાં સદા તાજી જ રહો, તેની વિસ્મૃતિ ન થાઓ.’ !। ૪૮ | પરીક્ષિત! પછી ગુરુજીની આજ્ઞા લઈને વાયુ સમાન વેગવાળા અને મેધ જેવી ગર્જના કરતા રથમાં બેસી બન્ને ભાઈ મધુરા પધાર્યા ! ૪૯ 1! મઘુરાનાં પ્રજાજનો ઘણા દિવસ સુધી શ્રીકૃષ્ણ અનેબલરામજીને ન જોઈબહુદુઃખી થઈ રહ્યાં હતાં. હવે તેમને. આવેલા જોઈને બધાં જ પરમાનંદમાં મગ્ન થઈ ગયાં, જાણે ખોવાઈ ગયેલું ધન પાછું મળી ગયું હોય! || ૫૦ ॥ ક્્કન્- ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે પૂર્વાધે ગુરુપુત્રાનયનં* નામ / પસ્યચત્વારિશોડધ્યાયઃ | ૪૫ ॥ દસમા સ્કંધના પૂર્વા્ષ-અંતર્ગત ગુરુપુત્રાનયન નામનો પિસ્તાલીસમો અધ્યાય સમાપ્ત.