Śrīmad Bhāgavatam

ઉદ્ધવજીની દ્રજયાત્રા

ઉદ્વવ તથા ગોપીઓનો સંવાદ અને ભ્રમરગીત કડુક ઉવજ તં વીક્ષ્ય કૃષ્ણાનુચરં વ્રજસ્ત્રિયઃ પ્રલમ્બબાહું નવકગ્જલોચનમ્‌ | પીતામ્બરં પુષ્કરમાલિનું લસ- ન્મુખારવિન્
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

છેતાલીસમો અધ્યાય ઉદ્ધવજીની દ્રજયાત્રા શ્રીડુક ઉવાચ વૃષ્ણીનાં પ્રવરો મત્તરી કૃષ્ણસ્ય દયિતઃ સખા । શિષ્યો બૃહસ્પતેઃ સાક્ષાદુદ્વવો બુદ્ધિસત્તમઃ |! ૧।। તમાહ ભગવાન્‌ પ્રેષ્ઠં ભક્તમેકાન્તિનં ક્વચિત્‌ | _ ગૃહીત્વા પાણિના પાણિં પ્રપન્નાર્તિહરો હરિઃ ॥ ૨॥ ગચ્છોદ્વવ વ્રજં સૌમ્ય પિત્રોર્નો પ્રીતિમાવહ ! ગોપીનાં મદ્ધિયોગાર્ધિ મત્સન્દેશૈ્વિમોચય | ૩॥ તા મત્મનસ્ક્રા મત્પ્રાણા મદર્થે ત્યક્તદૈહિકાઃ । મામેવ દઘિતં પ્રેષ્ઠમાત્માનં મનસા ગતાઃ | યે ત્યક્તલોકધર્માશ્ચ મદર્થે તાન્‌ બિભર્મ્યહમ્‌ ॥ ૪॥। મિ તાઃ પ્રેયસાં પ્રેષ્ઠે દૂરસ્થે ગોકુલસ્િયઃ | સ્યરન્ત્યોડક્ઞ વિમુહ્મન્તિ વિરહોત્કણ્ઠયવિહલાઃ ॥ ૫? ધારયન્ત્યતિકૃચ્દ્રેણ પ્રાયઃ પ્રાણાન્‌ કથઞ્ચન ! પ્રત્યાગમનસન્ટેશૈર્બલ્લવ્યો મે મદાત્મિકાઃ || ૬॥। કંરુક ઉવાચ ઈત્યુક્ત ઉદ્ધવો રાજન્‌ સન્દેશં ભર્તુરાદૅતઃ | આદાય રથમારુહ્ય પ્રયયૌ નન્દગોકુલમ્‌ ॥ ૭॥ પ્રાપ્તો નન્દદ્ર્જ શ્રીમાન્‌ નિમ્લોચતિ વિભાવસૌ । છ્યાનઃ પ્રવિશતાં પશૂનાં ખુરરેણુભિઃ ॥ ૮॥ શ્રીશુક્દેવજી કહે છે — પરીક્ષિત! ઉદ્વવજી વૃષ્શિઓમાં એક પ્રધાનપુરુષ હતા. તેઓ સાક્ષાત્‌ બૃહસ્પતિના શિષ્ય, અત્યંત શ્રેષ્ઠ બુદ્ધિમાન હતા. શ્રીઉદ્વવજીના માહેમા વિશે આથી વિશેષ બીજી કઈ વાત કરી શકાય કે તેઓ શ્રીકૃષ્કના પ્રિય સખા તથા મંત્રી પણ હતા. ૧ || એક દિવસ શરણાગતોનાં બધા દુઃખો હરતારા ભગવાન શ્રીકૃષ્ણે પોતાના પ્રિય ભક્ત અને એકાંતપ્રેમી ઉદ્વવજીનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું - || ૨ ॥ હે સૌમ્ય સખા ઉદ્ધવ! તમે વ્રજમાં જાઓ. ત્યાં મારા માતા-પિતા નંદબાવા અને થશોદ્મૈયા છે, તેમને પ્રસન્‍ન કરો અને ગોપીઓ મારા વિરહ-વ્યાધિથી બહુ દુઃખી થઈ રહી છે. તેમને મારો સંદેશો કહીને તેમને મનોવ્યથાથી મુકત કરો. || ૩ | પ્રિય ઉદ્ધવ! ગોપીઓનું મન નિત્ય-નિરંતર મારામાં લાગેલું રહે છે. તેમના પ્રાણ, તેમનું જીવન, તેમનું સર્વસ્વ હું જ છું. મારા માટે તેમણે. તેમના પતિ પુત્ર વગેરે, બધા સગા-સંબંધીઓને છોડી દીધા છે. હું તેમના પ્રિયતમોમાં અત્યંત પ્રિયતમ છું, ના, ના, તેમનો આત્મા જ છું, મારો એ સંકલ્પ છે કે જે લોકો મારા માટે આ લોક અને પરલોકના ધર્મોને છોડી દે છે, તેમનું યોગ- ક્ષેમ (ભરણ-પોષણ) હું વહન કરું છું. |! ૪ ॥ પ્રિય ઉદ્ધવ! તે ગોપીઓ મારા અહીં આવી જવાથી મને દૂર રહેલો માને છે અને મારું સ્મરણ કરીને અત્યંત વિહ્વળ થઈ રહી છે, પ્રતિક્ષણ મારા માટે આતુર રહે છે. ॥ પ ॥ મારી ગોપીઓ અત્યારે બહુ જ પ્રયત્નપૂર્વક કષ્ટ સાથે પોતાના પ્રાણને ટકાવી રાખી રહી છે. મેં તેમને કહ્યું હતું કે, “હું આવીશ.’ આ મારું વચન જ તેમના જીવનનો આધાર છે. ઉદ્ધવ! વધારે શું કહું, હું જ તેમનો આત્મા છું. તેઓ નિત્ય-નિરંતર મારામાં તન્મય રહે છે, ॥૬ | શ્રીશુકદેવજી કહે છે — પરીક્ષિત! જ્યારે ભગવાન શ્રીકૃષ્્ને આ વાત કહી, ત્યારે ઉદ્વવજી બહુ જ આદરથી પોતાના સ્વામીનો સંદેશો લઈને રથમાં બેસી નંદગાંવ જવા નીકળ્યા, 1૭ |! પરમ સુંદર ઉદ્ધવજી સુર્યાસ્તના સમયે નંદબાવાના દ્રજમાં પહોંચ્યા. તે સમયે જંગલમાંથી ગાયો આવી રહી હતી. તેમની ખરીઓની એટલી ધૂળ ઊડી રહી હતી કે તેમનો રથ ઢંકાઈ ગયો. 1૮ ॥ ૧, બાદરાયશ્િરુવાચ | 350 શ્રીમદભાગવત, (ગ૦૪૬ વાસિતાર્થેડભિયુધ્યદ્રિર્નાદિતં શુપ્મિભિર્વૃપૈઃ । ધાવન્તીભિશ્વ વાસ્રાભિરૃધોભારૈઃ સ્વવત્સકાન્‌ || ૯! ઇતસ્તતો વિલદ્યદ્ધિર્ગોવત્સૈર્મણ્ડિતં સિતૈઃ । ગોદોહશબ્દાભિરવં વેણૂનાં નિઃસ્વનેન ચ ॥ ૧૦।! ગાયત્તીભિશ્ચ કર્માણિ શુભાનિ બલકૃષ્ણયોઃ ! સ્વલફકૃતાભિર્ગોપીભિર્ગોપૈશ્ચ સુવિરાજિતમ્‌ ॥ ૧૧॥ અગ્યર્કાતિથિગોવિપ્રપિતૃદેવાર્ચનાન્વિતૈઃ । ધૂપદીપૈશ્વ માલ્યૈશ્વ ગોપાવાસૈર્મનોરમમ્‌ | ૧૨॥। સર્વતઃ પુષ્વિતવનં દિજાલિકુલનાદિતમ્‌ । રહેસકારણ્ડવાકીણેઃ પદ્મષણૈશ્વ મહ્ડિતમ્‌ || ૧૩॥ તમાગતં સમાગમ્ય કૃષ્ણસ્યાનુચરં પ્રિયમ્‌ | નન્દઃપ્રીતઃ પરિષ્વજ્ય વાસુદેવધિયાડડર્ચયત્‌ | ૧૪।। ભોજિતં પરમાશ્નેન સંવિષ્ટં કશિપૌ સુખમ્‌ | ગતશ્રમં પર્યપ્રચ્છત્‌ પાદસંવાહનાદિભિઃ ॥ ૧૫॥ કચ્ચિદજ્ન મહાભાગ સખા નઃ શૂરનન્દનઃ ! આસ્તે કુશલ્યપત્યાધૈર્યુક્તો મુક્તઃ સુહદ્વૃતઃ ॥ ૧ ૬॥। દિષ્ટ્યાકંસો હતઃપાપઃસાનુગઃ સ્વેન પાપ્મના । સાધૂનાં ધર્મશીલાનાં યદ્‌નાં દ્ષ્ટિ યઃ સદા || ૧૭॥ અપિ સ્મરતિ નઃ કૃષ્ણો માતરં સુહદઃ સખીન્‌ | ગોપાન્‌ત્રજંચાત્મનાથં ગાવો વૃન્દાવન ગિરિમ્‌ ॥ ૧૮।। દ્રજભૂમિમાં ત્હતુમતી ગાયો માટે મદોન્મત્ત આખલાઓ લડી રહ્યા હતા. તેમની ગર્જનાથી વ્રજ ગુંજી રહ્યું હતું. થોડા દિવસની વિયાયેલી મોટા અડડલ્રવાળી ગાયો પોતાનાં વાછડાંઓ તરફ દોડી રહી હતી. ॥ ૯ || સહેદ રંગનાં વાછડાં આમ-તેમ ઊછળતાં-કૃદતાં સુંદર લાગી રહ્યાં હતાં, ધેર-વેર ગાયો દોહવાના ધ્વનિથી અને મધુર વાંસળીઓના સૂરોથી હજી પણ વ્રજની અપૂર્વ શોભા જણાતી હતી. | ૧૦ || ગોપીઓ અને ગોપો સુંદર પરિધાન અને આભૂષણોથી સજી- ધજીને શ્રીકૃષ્ણ તથા બલરામજીનાં મંગલમય ચરિત્રોનું ગાન કરી રહ્યાં હતાં, આ પ્રમાણે વ્રજ વિશેષ રળિયામણું લાગતું. હતું. 1 ૧૧ ॥ ગોપોના ઘરોમાં અગ્નિ, સૂર્ય, અતિથિ, ગાય, બ્રાહ્મણ, દેવતાઓ અને પિતૃઓની પૂજા કરેલી હતી. ધૂપની સુગન્થ ચારે બાજુ પ્રસરી રહી હતી. અને દીપક ઝગમગી રહ્યા હતા. દરેક ઘર પુષ્યોથી સુશોભિત હતાં. આવા સુંદર ઘરોથી સંપૂર્ણ વ્રજ વિશેષ મનોહર બની રહ્યું હતું. 1 ૧૨ | ચારે બાજુ વનરાજી ફૂલોથી ભરચક હતી. પક્ષીઓ ટહુકા કરી રહ્યાં હતાં અને ભમરાઓ ગુંજાર કરી રહ્યા હતા. ત્યાં જલ અને જમીન બન્ને સ્થળો કમળોના વનથી શોભી રહ્યાં હતાં અને હંસ, બતક વગેરે પક્ષીઓ વનમાં વિહાર કરી રહ્યાં હતાં, 1૧૩ ॥ જ્યારે ભગવાન શ્રીકૃષ્ણના પ્રિય અનુચર ઉદ્વવજી ત્રજમાં આવ્યા, ત્યારે તેમને મળીને નંદબાવા બહુ પ્રસન્ન થયા. તેમણે ઉદ્ધવજીને ભેટીને તેમનું ભગવાન શ્રીકૃષ્ણના જેવું સન્માન કર્યું. ॥। ૧૪ || યથાસમય ઉત્તમ અન્નનું ભોજન કરાવ્યું અને જ્યારે તેઓ આરામથી પલંગ પર બેસી ગયા ત્યારે સેવકોએ ચરણસેવા કરીને, પંખો ઢોળીને તેમનો શ્રમ દૂર કર્યો. 1૧૫ || ત્યારે નંદબાવાએ પૂછયું - ‘પરમ ભાગ્યશાળી ઉદ્ધવજી! હવે અમારા મિત્ર વસુદેવજી જેલમાંથી છૂટી ગયા. તેમના આત્મીય સ્વજન તથા પુત્ર વગેરે તેમની સાથે છે. અત્યારે તે બધા કુશળ તો છે તે? 1૧૬ ॥ એ મોટા સૌભાગ્યની વાત છે કે પોતાનાં પાપોનાં ફળસ્વરૂપ પાપી કંસ તેના અનુયાયીઓ સાથે મરાઈ ગયો. કેમ કે, સ્વભાવથી જ ધાર્મિક અને ઉત્તમ યાદવોનો તે દ્વેષ કરતો હતો, ૧૭ |! ઉદ્વવજી! શ્રીકૃષ્ણ ક્યારેય અમને લોકોને થાદ કરે છે? આ તેમની મા છે, સ્વજન-સંબંધીઓ છે, મિત્રો છે. ગોવાળો છે અને તેમને જ પોતાના સ્વામી અને સર્વસ્વ માનવવાળું વ્રજ છે, તેમની જ ગાયો અને વૃન્દાવન અને ચિરિરાજ છે, શું તેઓ તેમને યાદ કરે છે? 1૧૮ ॥ અએ૦ ૪૬] દસમો સ્કન્ધ 351 અપ્યાયાસ્યતિગોવિન્દઃસ્વજનાન્‌’ સકૃદીક્ષિતુમ્‌ | તર્હિ દ્રક્યામ તદકત્રં સુનસં સુસ્મિતેક્ષણમ્‌ || ૧૯॥ દાવાગ્નેર્વાતવર્ષાચ્ચ વૃષસર્પાચ્ચ રક્ષિતાઃ | દુરત્યયેભ્યો મૃત્યુભ્યઃ કૃષ્ણેન સુંમહાત્મના | ૨૦॥ સ્મરતાં કૃષ્ણવીર્યાણિ લીલાપાકનિરીક્ષિતમ્‌ | હસિત ભાપિતં ચાજ સર્વા નઃ શિથિલાઃ ક્રિયાઃ ।। ૨૧।। સરિચ્છૈલવનોદેશાન્‌ મુકુન્દપદભૂષિતાન્‌ | આક્રીડાનીક્ષમાણાનાં મનો યાતિ તદાત્મતામ્‌ | ૨૨ | મન્યે કૃષ્ણં ચ રામં ચ પ્રાપ્તાવિહ સુરોત્તમૌ । સુરાણાં મહદર્થાય ગર્ગસ્ય વચનં યથા | ૨૩॥ કંસં તાગાયુતપ્રાણં મલ્લૌ ગજપતિં તથા | અવધિષ્ટાં લીલૈવ પશૂનિવ મૃગાધિપઃ ॥ ૨૪॥। તાલત્રયં મહાસારં ધતુર્યષ્ટિમિવેભરાટ્‌ | બભગ્જૈકેન હસ્તેન સપ્તાહમદધાદ્‌ ગિરિમ્‌ || રપ પ્રલમ્બો ધેનુકોડરિષ્ટસ્તૃણાવર્તો બકાદયઃ । દૈત્યાઃ સુરાસુરજિતો હતા યેનેહ લીલયા | ૨૬॥ શ્રંથુક ઉવચ ઇતિસંસ્મૃત્ય સંસ્મૃત્ય નન્દઃ કૃષ્ણાનુરક્તધીઃ । અત્યુત્કણ્ઠોડભવત્તૂષ્ણી પ્રેમપ્રસરવિહ્લઃ | ૨૭॥ તમે એ તો જણાવો કે અમારા ગોવિંદ પોતાના સુહૃદ- ધંધવોને મળવા માટે એક વાર પણ અહીં આવશે ખરા? જો તેઓ અહીં આવી જાય તો અમે તેમની સુંદર નાસિકા, તેમનું મધુર હાસ્ય અને મનોહર ચિતવનથી યુક્ત મુખકમલ જોઈ તો લઈએ. 1! ૧૯ || ઉદ્વવજી! શ્રીકૃષ્ણનું હૃદય બહુ ઉદાર છે, તેમની શક્તિ અનંત છે. તેમણે દાવાનળથી, આંધી- વર્ષાથી, વૃષાસુર અને અજગર વગેરે અનેક મૃત્યુના અવસરોમાં - કે જેમાંથી બચવાનો કોઈ ઉપાય જ ન હતો

  • એક વાર નહીં, અનેકવાર અમારી રક્ષા કરી છે. || ૨૦ |! ઉદ્ધવજી! શ્રીકૃષ્ટનાં અદ્ભુત ચરિત્રો, તેમનું વિલાસપૂર્ણ ક્ટાકષદર્શન, ઉદાર હાસ્ય અને મધુર ભાષણ વગેરેનું અમે સ્મરણ કરતા રહીએ છીએ અને તેમાં એવા ડૂબી જઈએ છીએ કે હવે અમારાથી કોઈ કામકાજ થઈ શકતું, નથી. ॥ ૨૧ ॥ જ્યારે અમે જોઈએ છીએ કે આ તે જ નદી છે, જેમાં શ્રીકૃષ્ઠ જલક્ટીડા કરતા હતા, આ તે જ ગિરિરાજ છે, જેને તેમણે પોતાના એક હાથ પર ધારણ કરી લીધો હતો, આ તે જ વનપ્રદેશો છે, જ્યાં શ્રીકૃષ્ણ ગાયો ચરાવતા, વાંસળી વગાડતા હતા અને આ તે જ સ્થાન છે, જ્યાં તેઓ પોતાના મિત્રો સાથે અનેક પ્રકારની ક્રીડા કરતા હતા; અને સાથે-સાથે એ પણ જોઈએ છીએ કે, તેમનાં ચરણચિહૂનો હજી ભૂંસાયા નથી. ત્યારે તે જોઈને અમારું મન શ્રીકૃષ્થ્રમય બની જાય છે. 1૨૨ || એમાં શંકા નથી કે, હું બલરામ અને શ્રીકૃષ્ણને શ્રેષ્ઠ દેવતાઓ માનું છું અને એ પણ માનું છું કે, તેઓ દેવતાઓનું કોઈ મોટું કાર્ય સાધવા માટે અહીં આવ્યા છે. સ્વયં ભગવાન ગર્ગાચાર્યજીએ મને આ પ્રમાણે જ કહ્યું હતું. | ૨૩ || જેમ સિંહ કોઈ પણ પરિશ્રમ વિના પશુઓને મારી નાખે છે, તે જ પ્રમાણે તેમણે રમતાં-રમતાં દશ હજાર હાથીઓનું બળ ધરાવતા કંસ, તેના બન્ને અજેય પહેલવાનો અને અત્યંત બળવાન કુવલયાપીડ હાથીને મારી* નાખ્યો. !! ૨૪ | તેમણે ત્રણ તાડ જેટલા લાંબા અને અત્યંત મજબૂત ધનુષ્યને એ રીતે તોડી નાખ્યું, જેમ કોઈ હાથી કોઈ લાકડીને ભાંગી નાખે. અમારા પ્રિય શ્રીકૃષ્ણે એક હાથે સાત દિવસ સુધી ગિરિરાજને ધારણ કરી રાખ્યો હતો. || ૨૫ || અહીં બધાંની નજર સામે તે પ્રલમ્બ, ધેનુક, અરિષટ, તૃણાવર્ત અને બક વગેરે મોટા-મોટા દૈત્યોને મારી નાખ્યા જેમણે દેવતાઓ અને અસુરો પર વિજય પ્રાપ્ત કર્યો હતો. || ૨૬ || શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! નંદબાવાનું હદય 2; ઔમ પણ ભગવાન શ્રીકૃષ્ણના અનુરાગથી રંગાયેલું હતું. જ્યારે આ પ્રમાણે તેઓ તેમની લીલાઓનું એક-એક કરીને સ્મરણ કરવા લાગ્યા, ત્યારે તો તેમનામાં ંપ્રેમની|ભરતી આવી ગઈ, તેઓ વિહ્વળ થઈ ગયા અને મળવાની બહુ આતુરતાથી તેમનું ગળું રુંધાઈ ગયું. અને તે મૌન થઈ ગયા. ॥૨૭ ॥ ૧. સ્વજનં ચાત્ર વીકષિતુમ્‌ ! 352 શ્રીમદભાગવત [અ૦ ૪૬ યશોદા વર્ણ્યમાનાનિ પુત્રસ્ય ચરિતાનિ ચ ! શ્રૂણ્વન્યશ્રૂણ્યવાસાક્ષીત્‌ સ્નેહસ્નુતપયોધરા । ૨૮॥ તયોરિત્થં ભગવતિ કૃષ્ણે નન્દયશોદયોઃ । વીક્યાનુરાગં પરમં નન્દમાહોદ્વવો મુદા ॥ ર૯॥ ઉદ્વવ 6રાજ યુવાં શ્લાઘ્યતમૌ નૂનં દેહિનામિહ માનદ | નારાયણેડખિલગુરી યત્‌ કૃતા મતિરીદશી || ૩૦॥ એતૌ હિ વિશ્વસ્ય ચ બીજયોની રામો મુકુન્દઃ પુરુષઃ પ્રધાનમ્‌ | અન્વીય ભૂતેષુ વિલક્ષણસ્ય જ્ઞાન-સ્ય ચેશાત ઇમૌ પુરાણો | ૩૧॥ યસ્મિગ્જનઃ પ્રાણવિયોગકાલે ક્ષણ સમાવેશ્ય મનો વિશુદ્ધમ્‌ | કર્માશયમાશુ યાતિ ગતિં બ્રહ્મમયો્ડર્કવર્ણઃ || ૩૨॥ નિર્હૃત્ય પરાં ભવન્તાવખિલાત્મહેતો નારાયણે કારણમર્ત્યમૂર્તો | ભાવં વિધત્તાં નિતરાં મહાત્મન્‌ કિં વાડવશિષ્ટં યુવયોઃ સુકૃત્યમ્‌ । ૩૩।। તસ્મિન્‌ આગષમિષ્યત્યદીર્થેણ કાલેન વ્રજમચ્યુતઃ । પ્રિયં વિધાસ્યતે પિત્રોર્ભગવાન્‌ સાત્વતાં પતિઃ ॥ ૩૪।। હત્વા કંસં રક્રમધ્ે પ્રતીપં સર્વસાત્વતામ્‌ । યદાહ વઃ સમાગત્ય કૃષ્ણઃ સત્યં કરોતિ તત્‌ || ૩૫॥। મા ખિદ્યતં મહાભાગૌ દ્રક્્યથઃ કૃષ્ણમન્તિકે । અત્તર્હદિ સ ભૂતાનામાસ્તે જ્યોતિરિવૈધસિ । ૩૬! થશોદાજી પણ ત્યાં જ બેસીને નંદબાવાની વાતો સાંભળી રહ્યાં હતાં. શ્રીકૃષ્ણની એક-એક લીલા સાંભળીને તેમનાં નેત્રોમાંથી આંસુની ધારા વહી રહી હતી અને પુત્રસ્નેહની વૃદ્ધિ થતાં તેમનાં સ્તનોમાંથી દૂધની પણ ધારા વહી રહી હતી. || ૨૮ ॥નંદબાવા અને યશોદાજીના હૃદયમાં શ્રીકૃષ્ાના પ્રતિ કેવો અગાધ અનુરાગ છે - એ જોઈને ઉદ્વવજી આનંદમગ્ન થઈ ગયા અને તેમને કહેવા લાગ્યા, | ૨૯ || ઉદ્ધવજીએ કહ્યું - હે માન દેનારા નંદરાય! એમાં શંકા નથી કે તમે બન્ને સમસ્ત દેહધારીઓમાં અતિ ભાગ્યશાળી છો, વખાણવા યોગ્ય છો. કેમકે, સંપૂર્ણ ચરાચર જગતને ઉત્પન્ન કરનાર અને તેને જ્ઞાન આપવાવાળા નારાયણ છે, તેમના પ્રતિ તમારા હૃદયમાં આવો વાત્સલ્યભર્યો સહ - પુત્રભાવ છે. 1૩૦ || બલરામ અને શ્રીકૃષ્ણ પુરાણપુરુષ છે; તેઓ સમસ્ત સંસારના ઉપાદાન અને [નિમિત્ત કારણ પણ છે. ભગવાન શ્રીકૃષ્ણ પુરુષ છે અને બલરામજી પ્રધાન પ્રકૃતિ. આ જ બન્ને બધાં શરીરોમાં પ્રવિષ્ટ થઈને તેમને જીવનદાન આપે છે અને તેમનામાં શરીરો કરતાં અત્યંત વિલક્ષણ જ્ઞાનસ્વરૂપ જે જીવ છે, તેનું નિયમન કરે છે. ॥ ૩૧ || જે જીવ મૃત્યુ સમયે પોતાના શુદ્ધ મનને એક ક્ષણ માટે પણ તેમનામાં સ્થાપે છે તે સમસ્ત કર્મ-વાસનાઓને બાળી નાંખે છે અને તરત જ સૂર્ય જેવો તેજસ્વી તથા બ્રહ્મસ્વરૂપ બનીને પરમગતિને પ્રાપ્ત થાય છે. !1 ૩૨ ॥ તે ભગવાન, જે બધાના આત્મા અને પરમ કારણ છે, ભક્તોની અભિલાષા પૂરી કરવા અને પૃથ્વીનો ભાર ઉતારવા માટે મનુષ્ય જેવું શરીર ધારણ કરીને પ્રગટ થયા છે. તેમના પ્રતિ તમારા બન્નેનો આવો સુદઢ વાત્સલ્યભાવ છે, પછી હે મહાત્માઓ! તમારા બન્ને માટે હવે ક્યું શુભ કર્મ કરવું બાકી રહી જાય છે? | ૩૩ | ભક્તવત્સલ યાદવશ્રેષ્ઠ ભગવાન શ્રીકૃષ્ણ થોડા જ દિવસમાં વ્રજમાં આવશે અને તમને બન્નેને - અર્થાત્‌ પોતાના માતા-પિતાને આનંદિત કરશે. || ૩૪ ॥ જયારે તેમણે સમસ્ત યાદવોના દ્રોહી કંસને રંગભૂમિમાં મારી નાખ્યો અને તમારી પાસે આવીને કહ્યું કે, “હું વ્રજમાં આવીશ.’ આ વચનને તેઓ સત્ય કરશે. !! ૩૫ ॥ નંદબાવા અને માતા યશોદાજી! તમે બન્ને બહુ જ ભાગ્યશાળી છો. દુઃખી ન થાઓ. તમે શ્રીકૃષ્ણને તમારી પાસે જ જોશો, કેમકે, જેમ કાષ્ઠમાં અગ્નિ હંમેશાં વ્યાપકરૂપે રહે છે, તે જ પ્રમાણે તેઓ સમસ્ત. ગ્રાણીઓના હૃદયમાં સર્વદા બિરાજમાન રહે છે. ॥ ૩૬ || અ૦ ૪૬] દસમો સ્કન્ધ. 353 નહ્સ્યાસ્તિપ્રિયઃકશ્ચિન્નાપ્રિયોવાડસ્તયમાનતિનઃ । નોત્તમોનાધમો નાપિ સમાનસ્યાસમોડપિ વ! || ૩૭॥ તમાતા ન પિતા તસ્ય ન ભાર્યા ન સુતાદયઃ | નાત્મીયો ન પરશ્ચાપિ ન દેહો જન્મ એવ ચ 11૩૮! ન ચાસ્ય કર્મ વા લોકે સદસન્મિશ્રયોનિષુ ! ક્રીડાર્થઃ સોડપિ સાધૂનાં પરિત્રાણાય કલ્પતે ॥ ૩૯॥। સત્ત્વરજસ્તમ ઈતિ ભજતે નિર્ગુણો ગુણાન્‌ । ક્રીડન્નતીતોડત્ર ગુણૈઃ સૃજત્યવતિ હન્ત્યજઃ || ૪૦॥ યથા ભ્રમરિકાદંષ્ટ્યા ભ્રામ્યતીવ મહીયતે | ચિત્તે કર્તરિ તત્રાત્મા કર્તેવાહંધિયા સ્મૃતઃ ॥ ૪૧।। યુવયોરેવ નૈવાયમાત્મજો ભગવાન્‌ હરિઃ | સર્વેષામાત્મજો હ્યાત્મા પિતા માતા સ ઈશ્વરઃ | ૪૨॥। દ્ટટ શ્રુતં ભૂતભવદ્‌ ભવિષ્યત્‌ સ્થાસ્નુશ્રિષ્ણુર્મહદલ્પક ચ। વિનાહચ્યુતાદ્‌ વસ્તુ તરાં ત વાચ્યં સ એવ સર્વ પરમાર્થભૂતઃ 1૪૩॥ એવં નિશા સા બ્રૃવતોર્વ્યતીતા નન્દસ્ય કૃષ્ણાનુચરસ્ય રાજન્‌ | શોપ્યઃ સમુત્થાય નિરૂપ્ય દીપાન્‌ વાસ્તૂન્‌ સમભ્યર્ચ્ય દધીન્યમન્થન્‌ ॥ ૪૪॥ તા દીપદીૈર્મણિભિર્વિરેજૂ રજ્જૂર્વિકર્ષહુજકકણસ્રજઃ 1 ચલત્તિતમ્બસ્તનહારકુણ્ડલ- ત્વિષત્કપોલારુણ્કુડકુમાનનાઃ 11૪૫॥ બાવા! શ્રીકૃષ્ણને કોઈ પ્રિય નથી કે કોઈ અપ્રિય નથી. તેઓ સ્વયં અમાની છે. વળી, બધા પ્રત્યે સમાન ભાવવાળ છે. તેમને તન કોઈ ઉત્તમ નથી કે કોઈ અધમ નથી. એટલું જ નહીં, વિષમતાનો ભાવ રાખનારાઓ માટે પણ તેઓ વિષમ્‌ નથી. !! ૩૭ || ન તેમની કોઈ માતા છે અને ન પિતા, ન પત્ની છે કે ન પુત્ર વગેરે, ન પોતાનું છે કે ન પરાયું, ન દેહ છે અને ન જન્મ છે. 1૩૮ ॥ આ લોકમાં તેમને માટે કોઈ કર્મ નથી, છતાં તેઓ સાધુઓની રક્ષા માટે, લીલા કરવા માટે દેવો વગેરે સાત્તિક, મત્સ્યાદિ તામસ, અને મનુષ્ય વગેરે મિશ્ર યોનિઓમાં શરીર ધારણ કરે છે. 1 ૩૯ [ભગવાન અજન્મા છે. તેમનામાં પ્રાકૃત સત્ત્,, રજ વગેરેમાંથી એક પણ ગુણ નથી. એ પ્રમાણે આ ગુણોથી અતીત હોવા છતાં પણ લીલાને માટે ક્રીડા કરતા સત્ત્વ, રજ અને તમ આ ત્રણે ગુજ્ઞોનો સ્વીકાર કરે છે અને તેમના દ્વારા જગતની રચના, પાલન અને સંહાર કરે. છે. 1૪૦ || જેમ ગોળ-ગોળ ફદડી ફરવાથી, દષ્ટિ ભ્રમિત થવાથી પૃથ્દ્રી પણ ફરતી જણાય છે. તે જ પ્રમાશે વાસ્તવમાં બધું કરવાવાળું ચિત્ત જ છે. પરંતુ તે ચિત્તમાં કર્તુત્વબુદ્ધિ થઈ જવાથી ભ્રમવશ આત્મા પણ પોતાને કર્તા સમજવા લાગે છે. ॥ ૪૧ ॥। ભગવાન શ્રીકૃષ્ણ માત્ર તમાર! બન્નેના જ પુત્ર નથી, તેઓ સમસ્ત પ્રાણીઓના આત્મા, પુત્ર, માતા-પિતા અને સ્વામી પણ છે. / ૪ર [| બાવા! જે કાંઈ જોવા કે સાંભળવામાં આવે છે - તે બધું ચાહે ભૂતકાલ, વર્તમાન કે ભવિષ્યનું હોય, સ્થાવર હોય કે જંગમ, મહાન હોય કે અલ્ય - એવી કોઈ વસ્તુ નથી જે ભગવાન શ્રીકૃષ્ણથી ભિન્ન હોય. બાવા! શ્રીકૃષ્થ્ સિવાય એવી કોઈ વસ્તુ નથી, જેને વસ્તુ કહી શકાય, વાસ્તવમાં પરમકારણ પરમાત્મ! જ સર્વ, વસ્તુરૂપ છે. | ૪૩ | પરીક્ષિત| ભગવાન શ્રીકૃષ્ણના સખા ઉદ્વવજી અને નંદબાજા આ પ્રમાણે આપસમાં વાતો કરી રહ્યા હતા ત્યાં રાત્રિ પસાર થઈ ગઈ. થોડી રાત બાકી રહી ત્યારે ગોપીઓ ઊઠી, દીવા પ્રગટાવીને તેમણે યરની અટારીઓ ૫૨ વાસ્તુદેવનું પૂજન કર્યું. પોતાનાં ઘરોને વાળી-ઝૂડીને સાફ કર્યાં અને પછી દહી મથવા લાગી. ।। ૪૪ ॥તે વેળ! નેતરાંને ખેંચતાં તેમણે હાથમાં પહેરેલા કંક્ણો, તેમનાં નિતંબો, વક્ષઃસ્થળ અને ગળાના હાર ડોલતાં હતાં. કુંડળોની કાંતિથી ગાલ શોભતા હતા. તેમનાં મુખ લાલ કેસરવાળાં હતાં અને કટિ-મેખલામાં જડેલા અનેક લાલમણિઓ ઝળક્તા હોવાથી તે શોભાયમાન બનીને દષિમંઘન કરી રહી હતી. | ૪૫ ॥ ૨. પરમાત્મભૂતઃ 354 શ્રીમદભાગવત, [અ૦૪૭, ઉદ્ગાયતીનામરવિન્દલોચનં દ્રજાજ્નનાનાં દિવમસ્પૃશદ્‌ ધ્વનિઃ | નિર્મન્થનશબ્દમિશ્રિતો નિરસ્યતે યેન દિશામમડ્લમ્‌ | ૪૬॥ દધ્શ્ચ ભગવત્યુદિતે સૂર્યે નન્દદ્વારિ વ્રજૌકસઃ । દંષ્ટ્વા રથં શાતકૌમ્ભં કસ્યાયમિતિ ચાબ્રુવન્‌ | ૪૭।। અક્રર આગતઃ કિં વા યઃ કંસસ્યાર્થસાધકઃ | યેન નીતો મધુપુરીં કૃષ્ણઃ કમલલોચનઃ | ૪૮॥ કિં સાધયિષ્યત્યસ્માભિર્ભતુંઃ પ્રેતસ્ય નિષ્કૃતિમ્‌ | ઇતિ સ્રીણાં વદન્તીનામુદ્વવોડગાત્‌ કૃતાહ્ધિકઃ ॥ ૪૯॥ તેસમયે ગોષીઓ કમલનયન શ્રીકૃષ્ણના મંગલ ચરિત્રોનું ગાન કરતીવ્રજાંગનાઓના કંઠનો મધુર ધ્વાનિસ્વર્ગલોકને સ્પર્શી રહ્યો હતો. ત્યાં વળી દષિમંથનના ધ્વનિનું તેમાં મિશ્રણ થયું. આ બન્નેનો મિશ્રિત મંગલ ધ્વનિ દિશાઓનાં અમંગળો દૂર કરી દે છે.॥૪૬॥ જ્યારે ભગવાન ભુવનભાસ્કરનો ઉદય થયો, ત્યારે. ત્રજાંગનાઓએ જોયું કે, નંદબાવાના દરવાજા પર એકસોનાનો રથ ઊભો છે. તેઓ એક-બીજાને પૂછવા લાગી, આ કોનો રથ છે? ॥ ૪૭ ॥ ફોઈ ગોપીએ કહયું — ‘કંસનો મનસૂબો સિદ્ધ કરનારો અકૂર જ તો ક્યાંક પાછો આવ્યો નથી ને? જે કમલનયન ‘ારા શ્યામસુંદરને અહીંથી મથુરા લઈ ગયો હતો. || ૪૮ |!કોઈબીજી ગોપીએ કહ્યું - ‘શું તે હવે આપણને લઈજઈને તેના મરી ગયેલા સ્વામી કંસનું પિંડદાન કરશે? હવે તેનું અહીં આવવાનું બીજું શું પ્રયોજન હોઈ શકે?’ વ્રજની સ્રીઓ આ પ્રમાણે આપસમાં વાતચીત કરી રહી હતી તે જ સમયે. નિત્મકર્મથી નિવૃત્ત થઈને ઉદ્વવજી આવી ગયા. | ૪૯ ॥ રાઇસ ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે પૂર્વાધે નન્દશોકાપનયનં૨ નામ ષટ્ચત્વારિશોડધ્યાયઃ ॥ ૪૬ ॥ દશમા સ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત નન્દના શોકને દૂર કરવો એ નામનો છેતાલીસમો અધ્યાય સમાપ્ત.