Śrīmad Bhāgavatam

ભગવાનનું કુબ્જા અને અકૂરજીને ઘેર પધારવું

% અફ્રરજીનું હસ્તિનાપુર જવું
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

અડતાલીસમો અધ્યાય ભગવાનનું કુબ્જા અને અકૂરજીને ઘેર પધારવું કંછુક ઉશચ: અથ વિજ્ઞાય ભગવાન્‌ સર્વાત્મા સર્વદર્શનઃ । સૈરન્કયાઃ કામતપ્તાયાઃ પ્રિયમિચ્છન્‌ ગૃહં યયૌ ॥ ૧।। મહાર્હોપસ્કરૈરાઢ્યં કામોપાયોપબૃંહિતમ્‌ | મુક્તાદામપતાકાભિર્વિતાનશયનાસનેઃ । ધૂપૈઃ સુરભિભિર્દપિઃ સગ્ગન્ધૈરપિ* મહ્ડિતમ્‌ ॥ ૨॥ ગૃહ તમાયાન્તમવેક્ય સાડડસનાત્‌ સધઃ સમુત્થાય હિ* જાતસમ્ભ્રમા | યથોપસક્ઞમ્ય સખીભિરચ્યુતં સભાજયામાસ સદાસનાદિભિઃ ॥૩॥ તથોદ્વરવઃ સાધુ તયાડભિપૂજિતો ન્યષીદદુર્વ્યામભિમૃશ્ય ચાસનમ્‌ | કૃષ્ણોડપિ તર્ણ શયતં મહાધનં વિવેશ લોકાચરિતાન્યનુવ્રતઃ ॥ ૪॥। સા મજ્જનાલેપદુકૂલભૂષણ- સગ્ગન્ધતામ્બૂલસુધાસવાદિભિઃ || પ્રસાધિતાત્મોપસસાર માધવં સદ્રીડલીલોત્સ્મિતવિભ્રમેક્ષિતૈઃ ॥૫॥ આહૂય કાત્તાં નવસક્ઞમહિયા વિશકરિતાં કદ્ષ્ભૂષિતે પ્રગૃહ્યા શય્યામધિવેશ્ય રામયા રેમેડનુલેપાર્પણપુણ્યલેશયા કરે। 1૬1 સાનદ્નતમકુચયોરુરસસ્તથાક્ષ્ણો- જિંધ્રન્યનત્તચરણેન રુજો મૃજન્તી | દોર્ભ્યા સ્તનાન્તરગતં પરિરભ્ય કાન્ત- માનન્દમૂર્તિમજહાદતિદીર્ઘતાપમ્્‌ 1|૭1| શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! ત્યાર પછી સર્વાત્મા તથા સર્વના સાક્ષી ભગવાન શ્રીકૃષ્ણ પોતાને મળવાની આકાંક્ષા રાખીને વ્યાકુળ થઈ ગયેલી કુળ્જાનું પ્રિય કરવા - તેને સુખ આપવાની ઇચ્છાથી તેના ઘેર ગયા. |1૧ || કુબ્જાનું ઘર બહુ કીમતી વસ્તુઓથી સમ્પન્ન હતું. તેમાં શુંગાર-રસને વધારનારી અનેક સાધન- સામગ્રીઓ પણ ભરપૂર હતી. મોતીનાં તોરણો, પતાકાઓ, ચન્દરવા, શય્યાઓ અને બેઠકોથી સુશોભિત અને સુગંધી ધુપ-દીપ તથા પુષ્પમાળાઓથી તે મહેકી રહ્યું હતું. || ર ॥ ભગવાનને પોતાને ઘેર આવતા જોઈને કુબ્જા તુરત એકદમ ઊભી થઈ ગઈ અને સખીઓની સાથે આગળ આવીને તેશે વિધિપૂર્વક ભગવાનનો સ્વાગત-સત્કાર કર્યો, પછી શ્રેષ્ઠ આસન વગેરે આપીને વિવિધ ઉપચારોથી તેમની વિધિપૂર્વક પુજા કરી. ૩ | કુબ્જાએ ભગવાનના પરમભક્ત ઉદ્ધવજીનું પણ યથોચિત પૂજન કર્યુ; પરંતુ તેઓ કુબ્જા દ્વારા અપાયેલા આસનને સ્પર્શ કરીને જમીન પર બેસી ગયા. (પોતાના સ્વામીની સામે તેમણે આસન પર બેસવાનું ઉચેત ન માન્યું.) ભગવાન શ્રીકૃષ્ણ સચ્ચિદાનંદસ્વરૂપ હોવા છતાં પણ લોક-બવહારનું અનુકરણ કરતા રહીને તુરત જ તેના બહુ કીમતી પલંગ પર જઈને બિરાજ્યા. || ૪ |! કુબ્જા સ્નાન, અંગરાગ, વસ્ત્ર, આભૂષણ, હાર, ચંદન-અત્તર, પાન અને સુધાસવ વગેરેથી પોતાને બહુ જ શણગારી, /લીલાપૂર્વક હસતી તેમજ વિલાસપૂર્વક જોતી શ્રીકૃષ્ઠતી પાસે આવી. || ૫ || /કુબ્જા નવા સમાગમના સંકોચથી ખમચાતી હતી. ત્યારે શ્યામસુંદર શ્રીકૃષ્ણે તેને પોતાની પાસે બોલાવી લીધી અને તેનો કંકશથી શોભતો હાથ પકડીને પોતાની પાસે બેસાડી દીધી અને તેની સાથે ક્રીડા કરવા લાગ્યા. પરીક્ષિત! કુબ્જાએ આ જન્મમાં ભગવાનને માત્ર ચંદન આપ્યું હતું, તે જ એક શુભ કર્મના ફળસ્વરૂપ તેને આવો અનુપમ અવસર પ્રાપ્ત થયો. || ૬ || કુબ્જા ભગવાન શ્રીકૃષ્દ ના ચરણોને પોતાનાં કામ-સંતપ્ત હૃદય, વક્ષઃસ્થળ અને નેત્રો પર પધરાવીને તે ચરણોની દિવ્ય સુગંધ લેવા લાગી અને આ પ્રમાણે તેણે પોતાના હદયના લાંબા સમયના તાપને (તમામ આધિ-વ્યાધિને) શાંત કર્યો. આ પ્રમાણે ભગવાનનું સાન્નિધ્ય પ્રાપ્ત કરીને ૧. બાદરાયજ્િરુવાગ ! ૨. સુગન્પૈરપિ । ૩. સુજાતસમ્બ્રમા ! ઝી ૩46 શ્રીમદભાગવત, [અ૦૪૮ સૈવં કૈવલ્યનાથ તં પ્રાપ્ય દુષ્પ્રાપમીશ્વરમ્‌ | અદ્રરાગાર્પણેનાહો દુર્ભગેદમયાચત ।। ૮|! આહોષ્યતામિહ પ્રેષ્ઠ દિનાનિ કતિચિન્મયા । શ્મસ્વ નોત્સહે ત્યક્તું સર્જન તેડમ્બુરુહેક્ણ ।૯॥ તસ્ધૈ કામવરં દત્ત્વા માનયિત્વા ચ માનદઃ | સહોદ્ધવેન સર્વેશઃ સ્વધામાગમરદર્ચિતમ્‌’ || ૧૦॥ દુરારાધ્યં સમારાધ્ય વિષ્ણું સરવેશ્વરેશ્વરમ્‌ ! યો વૃણીતે મનોગ્રાહ્યમસત્ત્વાત્‌ કુમતીષ્યસૌ ॥ ૧૧॥ અકરભવનં કૃષ્ણઃ સહરામોદ્વવઃ પ્રભુઃ | કિગ્યિચ્ચિકીષયન્‌ પ્રાગાદફ્રપ્રિયકામ્યયા 1૧૨ | સતાત્‌ નરવરશ્રેષ્ઠાનારાદ્‌ વીક્ષ્ય સ્વબાન્ધવાન્‌ । પ્રત્યુત્યાય પ્રસુદિતઃ પરિષ્વજ્યાભ્યનન્દત૨ે 11 ૧૩॥ નનામ કૃષ્ણં રામં ચ સ તૈરપ્યભિવાદિતઃ | પૂજયામાસ વિધિવત્‌ કૃતાસનપરિગ્રહાન્‌ 1 ૧૪॥। પાદાવનેજનીરાપો ધારયગ્છિરસા નૃપ | અર્હણેનામ્બરેદિવ્ેર્ગન્ધસ્ગ્ભૂષણોત્તમૈઃ || ૧૫।। અરચિત્વા શિરસાડડનમ્ય”પાદાવક્ગતો મૃજન્‌ ! પ્રશ્રયાવનતોડક્રૂરઃ કૃષ્ણરામાવભાષત |1૧૬॥ દિષ્ટ્યાપાપો તઃ કંસઃ સાનુગોવામિદં કુલમ્‌ । ભવદ્‌ભ્યાપુદ્ધતં કૃચ્છાદ દુરન્તાચ્ય સમેધિતમ્‌ | ૧૭॥ આનંદમગ્ન થઈ ગઈ. ૭ || પરીક્ષિત! કુબ્જાએ માત્ર શ્રીકૃષ્ણને ચંદન આખું હતું. તેટલાથી જ તેને તે સર્વશક્તિમાન ભગવાનની પ્રાપ્તિ થઈ, જેઓ કૈવલ્ય- મોક્ષના અધીશ્વર છે અને જેમની પ્રાપ્તિ અત્યંત કઠણ છે. પરંતુ તે અભાગણીએ તેમને પ્રાપ્ત કરીને પણ ગોપીઓની જેમ સેવા ન માગતાં આ જ માગ્યું - 1૮ ॥ કુબ્જાએ કલ્યું, “પ્રિયતમ! આપ થોડો સમય અહીં સ્હીને મારી સાથે ક્રીડા કરો. કેમકે, હે કમલનથન! હું આપને છોડી શકું એમ નધી.’ 1૯ | પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ક બધાંનું માન રાખવાવાળા અને સર્વેશ્વર છે. તેમણે અભીષ્ટ વરદાન આપીને તેની પૂજાનો સ્વીકાર કર્યો અને પછી પોતાના પ્રિય ભક્ત ઉદ્વવજીની સાથે પોતાના સર્વસન્માનિત ઘરે પાછા આબા, || ૧૦ || પરીક્ષિત! ભગવાન બ્રહ્મા વગેરે સમસ્ત ઈશ્વરોના પબ્ર ઈશ્વર છે. તેમને પ્રસન્‍ન કરવા જીવને માટે બહુ કઠણ છે. જે કોઈ તેમને પ્રસન્‍ન કરીને તેમની પાસે વિષય- સુખ માગે છે, તે ખરેખર દુર્બુદ્ધિ છે; કેમકે વાસ્તવમાં ઉિષધ-સુખ અત્યંત ત્ચ્છ છે. || ૧૧ || ત્યાર પછી એક દિવસ સર્વશક્તિમાન ભગવાન શ્રીકૃષ્ઠ બલરામજી અને ઉદ્ધવજીની સાથે અકૃરજીની અભિલાષા પૂરી કરવા અને તેમની પાસે કંઈક સેવા લેવા માટે તેમને ધેર પધાર્યા. !! ૧૨ |! અક્રજીએ દૂરથી જ જોયું કે મારા પરમ બંધુ મનુષ્યલોકાશરોમાણિ ભગવાન શ્રૌકૃષ્ણ અને બલરામજી વગેરે પધારી રહ્યા છે. તેઓ તુર્ત ઊઠીને. સામે ચયા અને આનંદયેલા થઈને તેમનું અભિનંદન અને આલિંગન કર્યું. ॥ ૧૩ ॥ અકૂરજીએ ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીને નમસ્કાર કર્યા તથા ઉદ્વજીની સાથે તે બન્ને ભાઈઓએ પણ તેમને નમસ્કાર કર્યા, જવારે બધા આરામથી આસન પર બેસી ગયા, ત્યારે અકૂરજીએ તેમની વિધિવત્‌ પૂજા કરી. 1૧૪ || પરીક્ષિત! તેમણે પ્રમ ભગવાનના ચરણ પખાળીને ચરણોદક માથે ચઢાલ્યું અને પછી અનેક પ્રકારની પૂજા-સામગ્રી, દિવ્ય વસ્ત્રો, ગંધ, માળા અને શ્રેષ્ઠ આભૂષણોથી તેમનું પૂજન કર્યું, મસ્તક નમાવીને તેમને પ્ર્ઞામ કર્યા અને ભગવાનના ચરણ પોતાના ખોળામાં લઈને ચરણ-સૈવા કરવા લાગ્યા. તે વખતે તેમણે બહુ જ વિનપ્રતાથી ભગવાન શ્રીકૃષ્થ્ અને બલરામજીને કહ્યું- ॥૧૫-૧૬ ।। ‘ભગવન્‌! એ અત્યંત આનંદ અને સૌભાગ્યની વાત છે કે પાપી કંસ પોતાના અનુયાયીઓ સાથે મરાઈ ગયો. તેને મારીને તમે બન્નેએ યદુવંશને હુ મોટા સંકટમાંથી ૧, સ્વધામાગમદદ્વિમત્‌ ! ૨. પરિષ્વજ્યાભિવાધ ચ ! ૩. શિરસા તસ્ય ! અ૦ ૪૮) દક્ષમો સન. 367 યુવાં પ્રધાનપુરુષો જગદ્વેતૂ જગન્મયૌ । ભવદ્ભ્યાંતવિતાકિગ્ચિત્પરમસ્તિનચાપરમ્‌ | ૧૮॥। આત્મસૃષ્ટમિદંવિશ્વમન્વાવિશ્ય સ્વશક્તિભિઃ5 । ઈયતે બહુધા બ્રહ્મન્‌ શ્રુતપ્રત્યક્ષગોચરમ્‌ ॥ ૧૯! યથા હિ ભૂતેષુ ચરાચરેષુ મહ્યાદયો યોનિષુ ભાન્તિ નાના એવં ભવાન્‌ કેવલ આત્મયોનિ- ષ્વાત્માડડત્મતન્ત્રો બહુધા વિભાતિ || ૨૦॥ સૃજસ્યથો લુમ્પસિ પાસિ વિશ્વં રજસ્તમઃસત્ત્વગુયીઃ સ્વશક્તિભિઃ ! ન બધ્યસે તદગુણકર્મભિર્વા જ્ઞાનાત્મનસ્તે ક્વ ચ બત્ધહેતુઃ ॥ ૨૧।। દેહાદ્યુપાધેરનિરૂપિતત્વાદ્‌ ભવોનસાક્ષાન્ન ભિદાડડત્મનઃ સ્યાત્‌ | અતો ન બતન્ધસ્તવ નૈવ મોક્ષઃ સ્યાતાં નિકામસ્ત્વયિ નોડવિવેકઃ | રર॥| ત્વયોદિતોડયું જગતો હિતાય યદા યદા વેદપથઃ પુરાણઃ| બાધ્યેત પાખફ્ડપથૈરસદ્વિ- સ્તદા ભવાન્‌ સત્ત્વગુણં બિભર્તિ | ૨૩॥ સ ત્વં પ્રભોડધ વસુદેવગૃહેડવતીર્ણઃ સ્વાંશેન ભારમપનેતુમિહા(સિ ભૂમેઃ ! અક્ષૌહિણીશતવધેન સુરેતરાંશ- શજ્ઞામમુષ્ય ચ કુલસ્ય યશો વિતન્વન્‌ 1| ૨૪॥ અદ્યેશ નો વસતયઃ ખલુ ભૂરિભાગા યઃ સર્વદેવપિતૃભૂતનૃદેવમૂર્તિઃ | બચાવી લીધો તથા તેને ઉન્નત અને સમૃદ્ધ કર્યો. || ૧૭ ॥ તમે બન્ને જગતના કારણ અને જગદ્રૂપ આદિપુરુષ છો. આપના સિવાય બીજી કોઈ વસ્તુ નથી, ન કારણ છે કે ન કાર્ય. [૧૮ ॥ પરમાત્મન્‌! આપે જ આપની શક્તિથો આ સંસારની રચના કરી છે અને આપની કાળ, માયા વગેરે શક્તિઓથી એમાં પ્રવિષ્ટ થઈને જેટલા પણ સાંભળેલા દેખાતા પદાર્થો છે તેમાં આપ જ પ્રતીત થઈ રહા! છો. ॥ ૧૯ ।! જેમ પૃથ્વી વગેરે કારબ્રતત્ત્વોથી જ તેમનાં કાર્ય સ્થાવર-જંગમ શરીરો બને છે, તે (પંચમહાભૂતો) તેમનામાં અનુપ્રવિષ્ જેવા થઈને અનેક રૂપોમાં પ્રતીત થાય છે, પરંતુ વાસ્તવમાં તે કારણરૂપે જ છે. “એ જ પ્રમાણે છો તો માત્ર આપ જ, પરંતુ પોતાના કાર્યરૂધ જગતમાં સ્વેચ્છાથી અનેક રૂપોમાં પ્રતીત થાઓ છો. ઓ પણ આપની એક લીલા જ છે. |! ૨૦ !/પ્રભુ! આપ રજોગુણ, સત્ત્વગુન્ન અને તમોગુણરૂપી પોતાની શક્તિઓથી કમશઃ જગતની રચના, પ્લન અને સંહાર કરો છો, પરંતુ આપ તે ગુભ્રોથી અથવા તેમના દ્વારા થનારાં કર્મોમાં લેપાતા નથી, કેમકે, આપ શુદ્ધ જ્ઞાનસ્વરૂષ છો. આવી સ્થિતિમાં આપના માટે બંધનનું શું કારણ હોઈ શકે? ॥ ૨૧ ॥ પ્રભુ! સ્કવં આત્મવસ્તુમાં સ્થૂળદેહ, સૂક્મદેડ વગેરે ઉપાધિઓ ન હોવાને કારણે ન તો તેમાં જન્મ-મૃત્યુ છે અને ન કોઈ પ્રકારનો ભેદભાવ. આ જ કારણ છે કે ન આપનામાં બંધન છે, ન મોક્ષ! આપનામાં પોત-પોતાના અભિષ્રાય પ્રમાણે બંધન અથવા મોક્ષની જે કલ્યના થાય છે તેનું કારણ માત્ર અમારો અવિવેક જ છે. | રર ॥ આપે જગતના કલ્યાણ માટે આ સનાતન વેદમાર્ગ પ્રગટ કર્યો છે. જ્યારે-જ્યારે આને પાખંડી-મત અનુસાર ચાલનારા દુષ્ટ, લોકો દ્વારા ક્ષતિ પહોંથે છે, ત્યારે-ત્યારે આપ શુદ્ધ-સત્તતતમય શરીર ધારણ કરો છો. || ૨૩ |! પ્રભુ! તે જ આપ અત્યારે આપના અંશ શ્રીબલરામજીની સાથે પૃથ્વીનો ભાર ઉતારવા પાટે અહીં વસુદેવજીને ઘેર અવતર્યા છો. આપ અસુરોના અંશથી ઉત્પન્ન થયેલા નામમાત્રના શાસકોની સો-સો અક્ષૌહિણી સેનાનો નાશ કરશો અને યદુવંશના યશનો વિસ્તાર કરશો. | ૨૪ | ઇન્દ્રિયાતીત પરમાત્મન્‌! બધા દેવતાઓ, પિતૃઓ, ભૂતગણ અને રાજાઓ આપની જ મૂર્તિઓ છે. આપન ચરણોદકરૂપ ગંગાજી ત્રણે લોકને પવિત્ર કરે છે. આપ સંપૂર્ણ જગતના એકમત્ર પિતા અને ગુરુ છો. તે જ આપ આજે અમારે ઘેર પધાર્યા છો. એમાં શંકા નથી કે, આજે મારું ઘર ધન્ય-ધન્ય થઈ ગયું અને અમારા ૧. સ્વશક્તિતઃ । શ્રીમદભાગવત, [અ૦૪૮ યત્યાદશૌચસલિલં ત્રિજગત્‌ પુનાતિ સ ત્વં જગદ્ગુરુરધોક્ષજ યાઃ પ્રવિષ્ટઃ ॥ ૨૫॥ કઃ પફ્ડિતસ્ત્વદપરં શરણં સમીયાદ્‌ ભક્તપ્રિયાદંતગિરઃ સુહૃદઃ કૃતજ્ઞાત્‌ | સર્વાન્‌ દદાતિ સુહદો ભજતોડભિકામા- નાત્માનમપ્યુપચયાપચરયૌ ન યસ્ય | ૨૬॥ દિષ્ટ્યા જનાર્દન ભવાનિહ નઃ પ્રતીતો યોગેશ્વરેરપિ દુરાપગતિઃ સુરેશૈઃ । છિન્ધ્યાશુ નઃ સુતકલત્રધનામગેહ- દેહાદિમોહરશનાં ભવદીયમાયામ્‌ | ૨૭॥ કીક કરચ ઇત્યર્ચિતઃ સંસ્તુતશ્વ ભક્તેન ભગવાન્‌ હરિઃ । અફ્રરં સસ્મિત પ્રાહ ગીર્ભિઃ સમ્મોહયન્તિવ || ર૮॥। શકીભગવાનુવચ ત્વંતોગુરુઃપિતૃવ્યશ્ શ્લાઘ્યોબન્ધુશ્ચ નિત્યદા ! વ્યંતુરક્ષયાઃપોષ્યાશ્ચ અનુકમ્પ્યાઃપ્રજાહિવઃ | ૨૯।॥ ભવદિધા મહાભાગા નિષેવ્યા અર્હસત્તમાઃ | શ્રેયસ્કામૈર્નભિર્નિત્યં દેવાઃ સ્વાર્થા ન સાધવઃ |! ૩૦ નહ્યમ્મયાનિતીર્થાનિ ન દેવા મૃચ્છિલામયાઃ | તે પુનન્ત્યુરુકાલેન દર્શનાદેવ સાધવઃ || ૩૧॥ સભવાન્્‌ સુહદાં વૈનઃશ્રેયાગ્છ્રેયશ્ચિકીર્ષયા ! જિજ્ઞાસાર્થ પાણ્ડવાનાં ગચ્છસ્વત્વં ગજાહ્યમ્‌ || ૩ર॥ સૌભાગ્યની કોઈ સીમા નથી. ॥ રપ || પ્રભુ! આપ પ્રેમીભક્તોના પરમ પ્રિયતમ, સત્યવક્તા, અકારણ હિતૈપી અને કૃતશ છો - જીવની થોડી સેવાને પણ વિશેષ માનો છો. ભલા, એવો કોશ બુદ્ધિમાન પુરુષ છે જે આપને છોડીને કોઈ અન્યના શરણમાં જશે? આપ આપની ભક્તિ કરનાર પ્રેમી ભક્તોની અભિલાષા પુરી કરો છો. ત્યાં સુધી કે. પોતાના આત્માનું પણ દાન કરી દો છો, છતાં આપનામાં કોઈ વધધટ થતી નથી, આપ એકરસ છો. ॥૨૬ | પ્ભકતોનાં દુઃખ દૂર કરવાવાળા અને જન્મ-મૃત્યુના કરમાંથી, છોડાવનારા પ્રભુ! મોટા-મોટા યોગીઓ અને દેવરાજ પણ આપના સ્વરૂપને જાણી શકતા નથી. પરંતુ મને આપનાં સાક્ષાત્‌ દર્શન થઈ ગયાં, એ કેટલા સૌભાગ્યની વાત છે? પ્રભુ! અમે પત્ની, પુત્ર, ધન, સ્વજન, ઘર અને શરીર વગેરે પદાર્થોના મોહ-બંધનથી બંધાયેલા છીએ. ખરેખર, આ બધો આપની માથાનો ખેલ છે. આપ કૃપા કરીને આ માયારૂપી મજબૂત બંધનમાંથી અમને તુરત જ છોડાવો, !! ૨૭ | શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! આ પ્રમાણે ભક્ત અકૂરજીએ ભગવાન શ્રીકૃષ્ણની પૂજા અને સ્તુતિ કરી. ત્યાર પછી ભગવાન શ્રીકૃષ્ઠ્રે મોઠ પમાડતા હોય એમ સ્મિતહાસ્યપૂર્વક મધુરવાણીમાં કહ્યું- ॥ ર૮ ॥| ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું - કાકાશ્રી! તમે તો અમારા ગુરુ - હિત-ઉપદેશક અને કાકા છો. અમારા વંશમાં અત્યંત પ્રશંસનીય તથા અમારા સદા હિતૈપી છો. અમે તો આપના સંતાન છીએ. અમે સદા તમારા દ્વારા રક્ષણ, પાલન અને કૃપાને પાત્ર છીએ. । ૨૯ ॥પોતાનું પરમ કલ્યાજ્ ઇચ્છનાર મનુષ્યએ તમારા જેવા પરમ પૂજનીય અને ભાગ્યશાળી સંતોની હંમેશાં સેવા કરવી જોઈએ. તમારા જેવા સંત-પુરુષ તો દેવતાઓથી પણ ચઢિયાતા છે. કેમકે, દેવતાઓ તો સ્વાર્થી છે, પરંતુ સંતો નિર્સવાર્થ! હોય છે. ॥ ૩૦ | માત્ર જળપ્રધાન તીર્થો (નદી, સરોવરો વગેરે) જ તીર્થ નથી, માત્ર માટી અને પથ્થર વગેરેની મૂર્તિઓ જ દેવતા નથી. કાકાશ્રી! તેમની તો લાંબા સમય સુધી સેવા કરવામાં આવે, ત્યારે તે પવિત્ર કરે છે. પરંતુ સંતપુરુષો તો પોતાના દર્શનમાત્રથી પવિત્ર કરી દે છે. | ૩૧ ।। કાકાશ્રી! તમે અમારા હિતૈપી સુકદોમાં સર્વશ્રેષ્ઠ છો. તેથી તમે પાંડવોનું હિત કરવા માટે તથા તેમનું, કુંશળ-મંગળ જાણવા માટે હસ્તિનાપુર જાઓ. !| ૩૨ || અ૦૪૯] દસમો સ્કન્ધ 369 પિતર્યુપરતે બાલાઃ સહ માત્રા સુદુર્ગખિતાઃ । આનીતાઃ સ્વપુરં રાજ્ઞા વસનત ઇતિ શુશ્રુમ | ૩૩॥ તેષુ રાજામ્ખિકાપુત્રો ભ્રાતૃપુત્રેષુ દીનધીઃ । સમો ન વર્તતે નૂન દુષ્પુત્રવશગોડન્ધટક્‌ ॥ ૩૪॥ ગચ્છ જાનીહિ તદ્વૃત્તમધુના સાધ્વસાધુ વા | વિજ્ઞાય તદ્‌ વિધાસ્યામોયથાશં સુહદાં ભવેત્‌ । ૩૫।। ઇત્યક્રરં સમાદિશ્ય ભગવાન્‌ હરિરીશ્વરઃ | સકર્ષણોદ્ધવાભ્યાં વૈ તતઃ સ્વભવનં યયૌ । ૩૬॥ અમેએવું સાંભળ્યું છે કે, પાંડુરાજાના મૃત્યુ પછી યુધિષ્ઠિર વગેરે પાંડવો પોતાના માતા કુંતી સાથે બહુ જ કષ્ટ ભોગવી રહ્યા છે./હવે રાજા ધૃતરાષ્ટ્ર તેમને પોતાની રાજધાની હસ્તિનાપુરમાં લઈ આવ્યા છે અને તેઓ ત્યાં જ રહેછે. ॥ ૩૩ ॥ તમે જાણો જ છો કે, રાજા ધૃતરાષ્ટ્ર એક તો નેત્રહીન છે અને બીજું તેમનામાં મનોબળની પણ કમી છે. તેમનો પુત્ર દુર્યોધન બહુ દુષ્ટ છે અને ધૃતરાષ્ટ્ર તેને આધીન હોવાને કારણે તેઓ પાંડવો સાથે તેમના પુત્રો જેવો-સમાન વ્યવહાર કરી શકતા નથી. ॥ ૩૪ ॥ તેથી તમે ત્યાં જાઓ અને જાણકારી મેળવો કે તેમની સ્થિતિ સારી છે કે નહીં, તમારા દ્વારા સમાચાર મળ્યા પછી હું તેનો ઉપાય કરીશ,જેથી તે સુક્રદો (પાંડવો)ને સુખ, મળે. ।। ૩પ ॥સર્વશક્તિમાન ભગવાન શ્રીકૃષ્ણ અફૂરજીને આ પ્રમાણે આદેશ આપીને બલરામજી અને ઉદ્ધવજીની સાથે ત્યાંથી પોતાને ઘેર ગયા. 1૩૬ ॥। ક ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે 5 પૂર્વાધેડષ્ટચત્વારિશોડધ્યાયઃ ॥ ૪૮ ॥ દસમા સ્કંધના પૂર્વા્ધ-અંતર્ગત અડતાલીસમો અધ્યાય સમાપ્ત.