Śrīmad Bhāgavatam

સ્યમન્તક-ઠરણ, શતધન્વાનો ઉદ્ધાર અને અકૂરજીને ફરીથી દ્વારકા બોલાવવા

ભગવાન શ્રીકૃષ્ણના બીજાં લગ્નોની કથા કંયુકઉવ/ચ' એકદા પાણ્ડવાન્‌ દ્રષટું પ્રતીતાન્‌ પુરુપોત્તમઃ 1 ઇન્દ્રપ્રસ્થ ગતઃ શ્રીમાન્‌ યુયુધાનાદિભિર્વૃતઃ ॥ ૧॥ દંષ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

સત્તાવનમો અધ્યાય સ્યમન્તક-ઠરણ, શતધન્વાનો ઉદ્ધાર અને અકૂરજીને ફરીથી દ્વારકા બોલાવવા _ુક ઉવાચ વિજ્ઞાતાર્થોડપિ ગોવિન્દો દગ્ધાનાકર્ણ્ય પાછ્ડવાન્‌ । કુંત્તી ચ કુલ્યકરણે સહરામો યયૌ કુરૂન્‌ || ૧॥ શ્રીશુક્દેવજી કહે છે - પરીક્ષિત! જોકે ભગવાન શ્રીકૃષ્ણને એ વાતની જાણ હતી કે લાક્ષાગૃહના અગ્નિમાં પાંડવોનો વાળ પણ વાંકો થયો નથી, તેમ છતાં જ્યારે તેમે સાંભળ્યું કે કુન્તી અને પાંડવો બળી ગયાં, ત્યારે સમથની કુલ-પરંપરાને યોગ્ય વ્યવહાર કરવા માટે તેઓ બલરામજીની સાથે હસ્તિનાપુર ગયા. ||૧ || ૧. ગ્રસીદેદગ્યુતઃ | ૨. સઃ ! ૩. તવ 1 ૪. ભવાંસ્તુ દેવભક્તશ ! પ. દશમસ્કન્યે સ્યમન્તકાહરભં પટ્પગ્યા- | અ૦ ૫૭] દસમો સ્કન્ધ 413 ભીષ્મ કૃપં સવિદુરં ગાન્ધારીં દ્રોણમેવ ચ | તુલ્યદુઃખો ચ સજ્ઞમ્ય હા કષ્ટમિતિ હોચતુઃ ॥ ૨॥। લબ્ધ્વૈતદન્તરં રાજન્‌ શતધન્વાનમૂચતુઃ | અક્રૂરકૃતવર્માણૌ મણિઃ કસ્માન્ન ગૃહ્યતે 1૩॥ યોડસ્મભ્યં સમ્પ્રતિશ્રુત્ય કન્યારત્નં વિગર્દ્ય નઃ । કૃષ્ણાયાદાન્ન સત્રાજિત્‌ કસ્માદ્‌ ભ્રાતરમન્વિયાત્‌ ॥૪॥ એવં ભિન્નમતિસ્તાભ્યાં સત્રાજિતમસત્તમઃ । શયાનમવધીલ્લોભાત્‌ સ પાપઃ ક્ષીણજીવિતઃ 1૫! સ્ત્રીણાં વિક્રોશમાનાનાં કન્દન્તીનામનાથવત્‌ | હત્વાપશૂન્‌ સૈનિકવન્મણિમાદાય જગ્મિવાન્‌ || ૬॥ સત્યભામા ચ પિતરં હતં વીક્ષ્ય શુચાર્પિતા । વ્યલપત્તાત તાતેતિ હા હતાસ્મીતિ મુદ્યતી || ૭|। તૈલદ્રોણ્યાં મૃત પ્રાસ્ય જગામ ગજસાદ્ધયમ્‌ ! કૃષ્ણાય વિદિતાર્થાય તત્તાડડચખ્યો પિતુર્વધમ્‌ ॥ ૮॥। તદાકર્ણ્વેશ્વરો રાજજ્નનુસૃત્ય નૃલોકતામ્‌ | અહો નઃ પરમં કષ્ટમિત્યસ્રારક્ષી વિલેપતુઃ | ૯।। આશત્યભગવાંસ્તસ્માત્સભાર્યઃસાગ્રજઃ પુરમ્‌ । શતધન્વાનમારેભે હત્તું હર્તું મણિં તતઃ || ૧૦॥ શોડપિકૃષ્ણોદ્યમં જ્ઞાત્વા ભીતઃપ્રાણપરીપ્સયા | સાહાય્યે કૃતવર્માણમયાચત સ ચાબ્રવીત્‌ | ૧૧।। નાહમીશ્ચરયોઃ કુર્યા હેલન રામકૃષ્ણયોઃ । કો નુ ક્ષેમાય કલ્પેત તયોર્વુજિનમાચરન્‌ | ૧૨॥ ત્યાં જઈને ભીષ્મપિતામહ, કૃપાચાર્ય, વિદુર, ગાન્ધારી અને દ્રોણાચાર્યને મળીને તેમની સાથે સમવેદના — સહાનુભૂતિ પ્રકટ કરી અને તે લોકોને કહ્યું - “અરે, રે… આ તો અત્યંત દુઃખદ ઘટના બની ગઈ.’ ર ॥ ૭ ભગવાન શ્રીકૃષ્ણના હસ્તિનાપુર જવાથી દ્વારકામાં અકર, અને કૃતવર્માને અવસર મળી ગયો. તેમણે શતધન્વાને જઈને કહ્યું - “તમે સત્રાજિત પાસેથી મણિ કેમ છીનવી લેતા નથી? 1૩ || સત્રાજિતે પોતાની શ્રેષ્ઠ કન્યા સત્યભામા આપણને આપવાનું વચન આપ્યું હતું. અને હવે તેણે આપણું, અપમાન કરીને તેને શ્રીકૃષ્ણ સાથે પરણાવી દીધી છે. હવે સત્રાજિત પણ તેના ભાઈ પ્રસેનની જેમ યમપુરીમાં કેમ ન જવો જોઈએ?’ || ૪ 1! શતધન્વા પાપી હતો અને હવે તો તેનું મૃત્યુ પણ તેના માથા પર નાચી રહ્યું હતું. અકર અને કૃતવર્માના આ પ્રમાણે બહેકાવવાથી શતધન્વા તેમની વાતોમાં આવી ગયો અને તે મહાદુષ્ટે લોભવશ સૂતેલા સત્રાજિતને મારી નાખ્યો. ॥ ૫ ॥ તે સમયે સ્રીઓ અનાથની જેમ રડવા લાગી, પરંતુ શતધન્વાએ તે તરફ બિલકુલ ધ્યાન ન આપ્યું; જેમ કસાઈ પશુઓની હત્યા કરી નાખે છે, તે જ પ્રમાણે તે સત્રાજિતને મારીને, મણિ લઈને ત્યાંથી ભાગી ગયો. ॥ ૬ || હ પોતાના પિતાને મારી નાખવામાં આવ્યો છે તે જાણીને સત્યભામાજી અત્યંત શોકમગ્ન થઈ ગયાં અને તેઓ “ઓ પિતાજી! ઓ પિતાજી! હું મરાઈ ગઈ’ - આ પ્રમાણે વિલાપ કરવા લાગ્યાં. વચ્ચે-વચ્ચે તેઓ બેહોશ થઈ જતાં હતાં અને હોશ આવવાથી ફરી વિલાપ કરતાં હતાં. | ૭ ॥ ત્યાર પછી તેઓ પિતાના મૃતદેહને તેલ ભરેલા પાત્રમાં રખાવીને સ્વયં હસ્તિનાપુર ગયાં. તેમણે અત્યત દુઃખ સાથે ભગવાન શ્રીકૃષ્ણને. પોતાના પિતાની હત્યાની વાત કરી — જોકે આ બધું ભગવાન* શ્રીકૃષ્ણ પહેલેથી જાણતા હતા. ॥ ૮ |પરીક્ષિત! સર્વશક્તિમાન ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીએ આ બધું સાંભળીને મનુષ્યોના જેવી લીલા કરતા રહીને પોતાની આંખોમાંથી આંસુ સાર્યા અને વિલાપ કરવા લાગ્યા, “અહો! આપણા ઉપર તો આ બહુ મોટી વિપત્તિ આવી પડી!’ !! ૯ ॥ત્યારપછી ભગવાન શ્રીકૃષ્ણ સત્યભામાજી અને બલરામજીની સાથે હસ્તિનાપુરથી દ્વારકા આવ્યા અને શતધન્વાને મારવા અને તેની પાસેથી મણિ છીનવી લેવાનો પ્રયત્ન કરવા લાગ્યા. 1૧૦ ॥ જ્યારે શતધન્વાને ખબર પડી કે ભગવાન થીકૃષ્ણ મને મારવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે તે બહુ ગભરાઈ ગયો અને પોતાના પ્રાણ બચાવવા માટે તેણે કૃતવર્માની મદદ માગી; ત્યારે કૃતવર્માએ કહ્યું - ॥ ૧૧ ॥ “ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજી સર્વશક્તિમાન ઈશ્વર છે. હું 414 શ્રીમદભાગવત _ [અ૦૫૭, કંસઃ સહાનુગોડપીતો યદ્દ્ેષાત્્યાજિતઃ શ્રિયા | જરાસન્ધઃ સપ્તદશ સંયુગાન્‌ વિરથો ગતઃ ॥ ૧૩॥ પ્રત્યાખ્યાતઃ સ ચાકૂરં પાર્ષ્તિગ્રાહમયાચત 1! _ શોડપ્યાહ કો વિરુધ્યેત વિદ્ધાનીશ્વરયોર્બલમ્‌ | ૧૪॥ ય ઇદં લીલયા વિશ્વં સૂજત્યવતિ હન્તિ ચ | ચેષ્ટાંવિશ્ચસજો યસ્ય ત વિદુર્મોહિતાડજયા ॥ ૧૫॥ યઃ સપ્તહાયનઃ શૈલમુત્પાટથેકેન પાણિના | દધાર લીલયા બાલ ઉચ્છિલીન્ધ્રમિવાર્ભકઃ | ૧૬॥ તમસ્તસ્મૈ ભગવતે કૃષ્ણાયાકૃતકર્મણે | અનત્તાયાદિભૂતાય ફૂટસ્થાયાત્મને નમઃ ॥ ૧૭॥ પ્રત્યાખ્યાતઃ સ તેનાપિ શતધન્વા મહામણિમ્‌ | તસ્મિન્‌ ન્યસ્યાશ્વમારુહ્મ શતયોજનગં યયૌ ।। ૧૮॥॥ ગરુડધ્વજમારુહ્ય રથં રામજનાર્દનો | અન્વયાતાં મહાવેગૈરશ્વે રાજન્‌ ગુરુઠુહમ્‌ । ૧૯॥ (મિધિલાયામુપવને વિસુજ્ય પતિતં હયમ્‌ | પદ્ભ્યામધાવત્‌ સન્ત્રસ્તઃ કૃષ્શોડપ્યન્વદ્રવદ્‌ રુષા ॥ ૨૦॥ પદાતેર્ભગવાંસ્તસ્ય પદાતિસ્તિગ્મનેમિના । શક્ેણ શિર ઉતૃત્ય વાસસો વ્યચિનોન્મણિમ્‌ ॥ ૨૧॥ અલબ્ધમણિરાગત્ય કૃષ્ણ આહાગ્રજાન્તિકમ્‌ | વૃથા હતઃ શતધનુર્મણિસ્તત્ર ન વિદ્યતે | ૨૨! તેમની સામે કાંઈ કરી શકું તેમ નથી, ભલા, એવું કોણ છે જે તેમની સાથે વેર બાંધીને આ લોક કે પરલોકમાં, સકુશળ રહી શકે? | ૧૨ ॥ તમે જાણો છો કે, કંસ આમની સાથે દ્રેષ કરવાને લીધે રાજ્યલક્ષમી ગુમાવી બેઠો અને પોતાના અનુયાયીઓ સાથે મરાઈ ગયો. જરાસંધ જેવા બળવાનને પણ તેમની સામે સત્તર વખત મેદાનમાંથી પરાજિત થઈને રથ વિના જ પોતાની રાજધાનીમાં ચાલ્યા જવું પડ્યું.’ ૧૩ | જ્યારે કૃતવર્માએ તેને આ પ્રમાણે સ્પષ્ટ જવાબ આપી દીધો ત્યારે શતધન્વાએ મદદ માટે અફરજીને પ્રાર્થના કરી. તેમણે કહ્યું, ‘ભાઈ! એવું કોણ છે જે સર્વશક્તિમાન ભગવાનનું બળ-પરાક્રમ જાણીને પણ તેમની સાથે વેર-વિરોધ કરે. જે ભગવાન ક્રીડામાત્રથી આ સંપૂર્ણ વિશ્વની રચના, રક્ષા અને સંહાર કરે છે તથા તેઓ ક્યારે શું કરવા ઇચ્છે છે તેને બ્રહ્મા વગેરે વિશ્વ-વિધાતા પ્ર સમજી શક્તા નથી; જેમજ્રે માત્ર સાત વર્ષની અવસ્થામાં - જ્યારે તે તદન બાળક હતા, એક હાથે જ [ગિરિરાજ ગોવર્ધનને ઉપાડી લીધો અને જેમ નાના-નાના બાળકો બિલાડીના ટોપ ઉપાડીને હાથમાં રાખે તે જ પ્રમાણે રમત-રમતમાં જ સાત દિવસ સુધી તેને હાથ પર ધારણ કરી રાખ્યો; હું તો તે ભગવાન શ્રીકૃષ્ણને નમસ્કાર કરું છું. તેમનાં કર્મો અદ્દભુત છે. તેઓ અનંત, અનાદિ, એકરસ અને સર્વાત્માસ્વરૂપ છે. હું તેમને નમસ્કાર કરું છું.’ || ૧૪- ૧૭ | જ્યારે અકરજીએ પણ ચોખ્ખો જવાબ આપી દીધો, ત્યારે શતધન્વા સ્યમન્તકમણિ અકરજી પાસે થાપણ તરીકે મૂકીને પોતે ચારસો કોસ સતત દોડવાવાળા ઘોડા પર બેસીને ત્યાંથી શીદ્રતાપૂર્વક ભાગી ગયો. ૧૮ ॥ પ/પરકિત! ભગવાન શ્રીકૃષ્ા અને બલરામ બન્ને ભાઈ પોતાના ગરુડધ્વજ રથ પર બેઠા, જેમાં અત્યંત વેગવાળા ઘોડા જોડેલા હતા. હવે તેમણે પોતાના સસરા સત્રાજિતને મારનારા શતધન્વાનો પીછો કર્યો. ॥ ૧૯ ॥ મિથિલાપુરી પાસે એક ઉપવનમાં શતધન્વાનો ઘોડો પડી ગયો. હવે તે તેને છોડીને પગપાળા ભાગવા લાગ્યો. તે ખૂબ જ ભયભીત હતો. ભગવાન શ્રીકૃષ્ણ પણ ક્રોધિત થઈને તેની પાછળ દોડયા. | ૨૦ || શતધન્વા પગપાળા ભાગી રહ્યો હતો, તેથી ભગવાને પણ પગપાળા દોડીને પોતાના તીક્ફા ષારવાળા ચકથી તેનું માથું ઉતારી લીધું અને તેનાં કપડાંમાં સ્યમંતક મણિને શોધ્યો. || ૨૧ ॥ પરંતુ જ્યારે મણિ મળ્યો નહીં ત્યારે ભગવાન શ્રીકૃષો મોટાભાઈ બલરામજીને આવીને કહ્યું - ‘મેં શતધન્વાને વ્યર્થ જ માર્યો. અ૦પફ] દસમો સ્કન્ધ 415 તત આહ બલો નૂનં સ મણિઃ શતધન્વના | કસ્મિંશ્ચિત્‌ પુરુષે ન્યસ્તસ્તમન્વેષ’ પુરં વ્રજ ॥ ૨૩॥ અહં વિદેહમિચ્છામિ દ્રષ્ટું પ્રિયતમં મમ | ઇત્યુકત્વા મિથિલાં રાજન્‌ વિવેશ યદુનન્દનઃ ॥ ૨૪॥ તં દેષ્ટ્વા સહસોત્થાય મૈથિલઃ પ્રીતમાનસઃ | અર્હયામાસ વિધિવદર્હણીયંચ સમર્હ! રપ॥ ઉવાસ તસ્યાં કતિચિન્મિથિલાયાં સમા વિભુઃ। _ માનિતઃ પ્રીતિયુક્તેન જનકેન મહાત્મના | તતોડશિક્ષદ્‌ ગદાં કાલે ધાર્તરાષ્ટ્ર સુયોધનઃ !। ર૬॥ કેશવો દ્વારકામેત્ય નિધન શતધન્વનઃ | અપ્રામિંચ મણેઃપ્રાહ પ્રિયાયાઃ પ્રિયકૃદ્વિભુઃ | ૨૭॥। તતઃ સ કારયામાસ ક્રિયા બન્ધોર્હતસ્ય વૈ | સાકંગ્સુહદ્ધિર્ભગવાન્‌યાયાઃસ્યુસામ્પરાથિકાઃ ॥ ૨૮।॥ અક્રરઃ કૃતવર્મા ચ શ્રુત્વા શતધનોર્વધમ્‌ । વ્યૂષતુર્ભયવિત્રસતો દ્વારકાયાઃ પ્રયોજકૌ ।। ૨૯॥ અકૃરે પ્રોષિતેડરિષ્ટાન્યાસન્‌ વૈ દ્વારકૌકસામ્‌ | શારીરા માનસાસ્તાપા મુહુર્દેવિકભૌતિકાઃ ।। ૩૦।। ઇત્યજ્ઞોપદિશન્ત્યેકે વિસ્મૃત્ય પ્રાગુદાહતમ્‌ | મુનિવાસનિવાસે કિં થટેતારિષ્ટદર્શનમ્‌ ॥ ૩૧॥ દેવેડવર્ષતિ કાશીશઃ શ્વફલ્કાયાગતાય વૈ | સ્વસુતાં ગાન્દિનીપ્રાદાત્‌ તતોડવર્ષત્‌સ્મ કાશિયુ ॥ ૩૨॥॥ તત્સુતસ્તત્રભાવોડસાવફૂરો યત્ર યત્ર હ” । દેવોડભિવર્ષતે તત્ર નોપતાપા ન મારિંકાઃ | ૩૩॥ કેમકે, તેની પાસે સ્યમન્તકમણિ તો છે જ નહીં.’ ॥ ૨ર || બલરામજીએ કહ્યું - “એમાં સંદેહ નથી કે, શતધન્વાએ સ્થમન્તકમણિને કોઈની પાસે રાખી દીધો છે. હવે તમે દ્વારકા જાઓ અને તેનો પત્તો મેળવો. । ૨૩ !! હું વિદેહરાજને મળવા ઇચ્છું છું, કેમકે, તેઓ મારા અત્યંત પ્રિય મિત્ર છે.’ પરીક્ષિત! આમ કહીને યાદવશ્રેષ્ઠ બલરામજી મિથિલાનગરીમાં ચાલ્યા ગયા. ॥ ૨૪ ।જ્યારે મિથિલાનરેશે જોયું કે પૂજનીય બલરામજી મહારાજ પધાર્યા છે, ત્યારે તેમને અતિશય આનંદ થયો. તેમણે તુરત જ પોતાના આસન પરથી ઊભા થઈને અનેક પ્રકારની સામગ્રીઓથી તેમની પૂજા કરી. ૨૫ | ત્યાર પછી ભગવાન બલરામજી કેટલાંય વર્ષો સુધી મિથિલાપુરીમાં જ રહ્યા. મહાત્મા જનક્જીએ બહુ જ પ્રેમ અને સન્માનપૂર્વક તેમનું આતિથ્ય કર્યું, તે વખતે ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધને તેમની પાસે ગદાયુદ્ધનું શિક્ષણ પ્રાપ્ત કર્યુ. 1 ૨૬ ॥ પોતાનાં પ્રિયા સત્યભામાનું પ્રિય કાર્ય કરીને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકા પાછા આવ્યા. અને સત્યભામાને જણાવી - દીધું કે શતધન્વાને મારી નાખ્યો છે, પરંતુ સ્યમન્તકમણિ તેની પાસેથી મળ્યો નહીં. ॥ ૨૭ || ત્યાર બાદ તેમણે ભાઈ-બંધુઓની સાથે પોતાના સસરા સત્રાજિતની પરલોક માટે જે જે ક્રિયાઓ કરવી જોઈએ તે કરાવી, જેનાથી મરનાર પ્રાણીનો પરલોક સુધરે છે. || ૨૮ || હ અફર અને કૃતવર્માએ શતધન્વાને સત્રાજિતનો વધ કરવા ઉત્તેજિત કર્યો હતો. તેથી હવે તેમણે સાંભળ્યું કે ભગવાન શ્રીકૃષ્ણે શતધન્વાને મારી નાખ્યો છે. ત્યારે તેઓ અત્યંત ભયભીત થઈને દ્વારકા છોડીને ભાગી ગયા. | ૨૯ || પરીક્ષિત! કેટલાક લોકો એવું માને છે કે, અક્રૂરજીના દ્વારકાથી ચાલ્યા જવાથી દ્વારકાવાસીઓમાં અનેક પ્રકારના વારંવાર દક, દૈહિક અને ભૌતિક સંતાપો થવા લાગ્યા. પરંતુ જે લોકો આવું કહે છે તેઓ પહેલાં કહેલી વાતોને ભૂલી જાય જ છે. ભલા, એવું ક્યારેય સંભવી શકે કે, જે ભગવાન શ્રીકૃષ્ણમાં સમસ્ત ત્કષિ-મુનિ નિવાસ કરે છે, તેમના નિવાસસ્થાન દ્વારકામાં તેમની હયાતીમાં કોઈ ઉપદ્રવ થાય! ।। ૩૦-૩૧ ॥ પરંતુ તે સમયે નગરના વડીલ-વૃદ્ધોએ કહ્યું, “એકવાર કાશીનરેશના રાજ્યમાં વરસાદ થયો ન હતો, દુકાળ પડ્યો હતો. ત્યારે તેમણે પોતાના રાજ્યમાં આવેલા /અકૂરજીના પિતા શ્વફલ્કને પોતાની પુત્રી ગાન્દિની પરણાવી દીધી. ત્યારે તે પ્રદેશમાં વૃષ્ટિ થઈ. અક્રજી પણ શ્રફલ્કના જ પુત્ર છે અને એમનો પ્રભાવ પણ તેમના જેવો જ છે, તેથી જ્યાં- જ્યાં અકૂરજી રહે છે, ત્યાં-ત્યાં બહુ વરસાદ પડે છે, તથા કોઈ પ્રકારનું દુઃખ કે મહામારી જેવા ઉપદ્રવો થતા નથી.’ પરીક્ષિત! તે લોકોની વાત સાંભળીને ભગવાને વિચાર્યું કે. “આ ઉપદ્રવનું આ જ કારણ નથી’ આવું જાણવા છતાં પણ ૧. ને। ર. વિધિવદર્હલ્યં વૈ તમર્હશ- | ૩, સાર્ટ | ૪. સંઃ। 16 શ્રીમદભાગવત, [અ૦પં૭ ઈતિ વૃદ્ધવચઃ શ્રુત્વા નૈતાવદિહ કારણમ્‌ । ઇતિ મત્વા* સમાનાય્યપ્રાહાફરં જનાર્દનઃ ।। ૩૪॥ પૂજયિત્વાડભિભાખ્યૈનં કથયિત્વા પ્રિયાઃ કથાઃ ! વિજ્ઞાતાખિલચિત્તજ્ઞઃ સ્મયમાન ઉવાચ હ || ૩૫॥ નનુ દાનપતે ન્યસ્તસ્ત્વય્યાસ્તે શતધન્વના ! સ્યમન્તકો મણિઃશ્રીમાન્‌ વિદિતઃ પૂર્વમેવ નઃ ॥ ૩૬ સત્રાજિતોડનપત્યત્વાદ ગૃદ્ધીયુર્દુહિતુઃ સુતાઃ ! દાયંનિનીયાપઃ પિણ્ડાન્‌ વિમુચ્ચર્ણ ચ શેષિતમ્‌ ॥ ૩૭॥ તથાપિ દુર્ધરસ્તવન્ધૈસ્ત્વય્યાસ્તાં સુવ્રતે મણિઃ । કિન્તુ મામગ્રજઃ સમ્યફ્‌ ન પ્રત્વેતિ મલિં પ્રતિ ! ૩૮॥। દર્શયસ્વ મહાભાગ બન્ધૂનાં શાન્તિમાવહ | અવ્યુચ્છિજ્ઞા મખાસ્તેડધ વર્તન્તે રુકમવેદયઃ || ૩૯ એવં સાર્માભરાલબ્ધઃશ્વફ્લ્કતનયો મજઞિમ્‌ ! આદાય વાસસાચ્છન્નં દદૌ સૂર્યસમપ્રભમ્‌ | ૪૦।॥। સ્યમત્તકં દર્શયિત્વા જ્ઞાતિભ્યો રજ આત્મનઃ । વિમૃજ્ય મણિના ભૂયસ્તસ્મૈપ્રત્યર્ષયત્‌પ્રભુઃ | ૪૧॥। યસ્તવેતદ્‌ ભગવત ઈશ્રરસ્ય વિષ્ણો- વીર્યાઢ્યં વૃજિનહરં સુમક્નલ ચ | આખ્યાનં પઠતિ શૃણોત્યનુસ્મરેદ્‌ વા દુષ્કીર્તિ દુરિતમપોહ્ય યાતિ શાન્તિમ્‌ 1 ૪૨ ભગવાને દૂત મોક્લીને અકરરજીને દ્વારકા તેડાવ્યા. તેમના આવ્યા પછી તેમની સાથે વાતચીત કરી. || ૩૨-૩૪ || ભગવાને તેમનું બહુ સ્વાગત કર્યું અને મીઠી-મીઠી પ્રેમની વાતો કહીને તેમની સાથે ચર્ચા કરી. પરીક્ષિત! ભગવાન બધાના ચિત્તમાં રહેલા એકે-એક સંકલ્પને જાલે છે, તેથી તેમણે હસીને અક્રરજીને કહ્યું- ॥ ૩૫ | “કાક્શ્રી! આપ મહાદાની છો, અમને આ વાતની પહેલેથી જ ખબર છે કે, શતધન્વા તમારી પાસે સ્યમન્તકમણિ મૂકી ગયો છે, જે અત્યંત પ્રકાશમાન અને ધન આપનારે છે. || ૩૬ [તમે જશો જ છો કે, સત્રાજિતને. કોઈ પુત્ર નથી, તેથી તેની પુત્રીના પુત્રો - તેમના દોહિત્રો જ તેમને તિલાંજલિ અને પિંડદાન કરશે, તેમનું ત્ર ચૂકવશે અને જે કંઈ સંપત્તિ શેષ રહેશે તેના તે ઉત્તરાધિકારી થશે. || ૩૭ || આપ્રમાશે શાસ્ત્રીય દષ્ટિથી જોકે સ્યમન્તકમલ્િ અમારા પુત્રોને. જ મળવોજોઈએ, તેમ છતાં તે મણિ ભલે તમારી પાસે રહે, કેમકે, તમે ઘણા વ્રતધારી અને પવિત્રાત્મા છો તથા બીજાઓ માટે આ મશ રાખવો એ બહુ મુશ્કેલ પણ છે. પરંતુ મારી સામે એક બહુ મોટી સમસ્યા આવી પડી છે કે, મારા મોટા ભાઈ બલરામજી મળિનીબાબતમાં મારા ઉપર પૂરો વિશ્વાસ રાખતા નથી. | ૩૮ || તૈથી હે ભાગ્યશાળી અક્રજી! તમે તે મણિ દેખાડીને અમારા ઇષ્ટ-મિત્રો -બલરામજી, સૃત્યભામા અને જામ્બવતીનો સંદેહ દુર કરો અને તેમના હૃદયમાં શાંતિ પહોંચાડો. મને ખબર છે કે તે જ મજ્િના પ્રતાપે આજકાલ તમે સતત એવા યજ્ઞો કરી રહ્યાછો, જેમાં સોનાની વેદીઓ બનાવવામાં આવેછે, ॥ ૩૯ ॥ પરીક્ષિત! જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે આ પ્રમાણે સાન્ત્વના આપીને તેમને સમજાવ્યા/ત્યારે અડ્રજીએ પોતાના વસ્ત્રમાં બાંધેલો સૂર્ય જેવો પ્રકાશમાન તે મણિ કાઢીને ભગવાન શ્રીકૃષ્ણને આપી દીધો. | ૪૦ ॥ ભગવાન શ્રીકૃષ્ણે તે. સ્થમન્તકમણિ પોતાના જ્ઞાતિભાઈઓન બતાવીને પોતાનું કલંક દૂર કર્યું અને તેને પોતાની પાસે રાખવા સમર્થ હોવા છતાં પણ તે ફરીથી અફરજીને આપી દીધો. ॥ ૪૧ || સર્વશક્તિમાન, સર્વવ્યાપક ભગવાન શ્રીકૃષ્ણના પરાક્રમોથી પરિપૂર્ણ આ આખ્યાન તમામ પાપો, અપરાધો અને ક્લંકોનો નાશ કરનારું તથા પરમમંગલકારી છે.જે આ આખ્યાનને વાંચે, સાંભળે અથવા સ્મરણ કરે છે, તે બધા પ્રકારની અપકકીર્તિ અને પાપોથી મુક્ત થઈને શાંતિનો અનુભવ કરે છે, ॥ ૪ર ॥ કઝિન ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે૨ ઉત્તરાર્ધ સ્યમન્તકોપાખ્યાને સપ્તપગ્યાશત્તમોડધ્યાયઃ | પ૭ ॥ દસમા સ્કંધના ઉત્તરાર્ધ-અંતર્ગત સ્યમન્તકના ઉપાખ્યાનમાંનો સત્તાવનમો અધ્યાય સમાપ્ત.