Śrīmad Bhāgavatam

કૌરવો પર બલરામજીનો કોપ અને સામ્બનો વિવાહ શીછુક ઉજાશ દુર્યોધનસુતાં રાજન્‌ લક્ષ્મણાં સમિતિગ્જયઃ | * સ્વયંવરસ્થામહરત્‌ સામ્બો જામ્બવતીસુતઃ || ૧| કૌરવાઃ ક

દેવર્ષિ નારદજીએ જોયેલી ભગવાનની ગૃહચર્યા
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

8 અડસઠમો અધ્યાય કૌરવો પર બલરામજીનો કોપ અને સામ્બનો વિવાહ શીછુક ઉજાશ દુર્યોધનસુતાં રાજન્‌ લક્ષ્મણાં સમિતિગ્જયઃ | * સ્વયંવરસ્થામહરત્‌ સામ્બો જામ્બવતીસુતઃ || ૧| કૌરવાઃ કુપિતા* ઊચુર્દુર્વિનીતોડયમર્ભકઃ ! કદર્થીકૃત્ત નઃ કન્યામકામામહરદ્‌ બલાત્‌ | ૨॥ બખ્નીતેમં દુર્વિનીતં કિં કરિષ્યન્તિ વૃષ્છ્ાયઃ । યેડસ્મત્મસાદોપચિતાં દત્તાં નો ભુગ્જતે મહીમ્‌ ॥ ૩॥ નિગૃહીતં સુતં શ્રુત્વા યઘ્યેષ્યન્તીહ વૃષ્ણયઃ | ભગદર્પાઃ શમં યાન્તિ પ્રાણના ઇવ સુસંયતાઃ ॥ ૪॥ ઇતિ કર્ણ: શલો ભરિર્યશકેતુઃ સુયોધનઃ | સામ્બમારેભિરે બદ્ધું કુરુવૃદ્ધાનુમોદિતાઃ ॥ ૫॥ દંષ્ટ્વાનુધાવતઃ સામ્બો ધાર્તરાષ્ટ્રાન્‌ મહારથઃ 1 પ્રગૃહ્ય રુચિર ચાપં તસ્થૌ સિહ ઇવૈકલઃ | ૬।| ર્ત તે જિઘૃક્ષવઃ ક્રદ્ધાસ્તિષ્ઠ તિષ્ઠેતિ ભાપિણઃ ! આસાઘ ધત્વિનો બાણૈઃ કર્ણાગ્રણ્યઃ સમાકિરન્‌ || ૭॥ સૌફપવિદ્રઃ૨ કુરુથ્રેષ્ઠ કુરુંભિર્યદુનન્દનઃ | નામૃષ્વત્તદથિન્ત્યાર્ભ: સિંહઃ કદ્રમૃડીરિવ ॥ ૮॥ વિસ્કૃજર્ય રુચિરં ચાપં સર્વાન્‌ વિવ્યાધ સાયકૈઃ | કર્ણાદીન્‌ પડ્રથાન્‌ વીરાંસ્તાવદ્ધિર્યુગપત્‌ પૃથક્‌ ॥ ૯॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! જાષ્બવતીનંદન સામ્બ એક્લા જ બહુ મોટા-મોટા વીરો પર વિજય પ્રાપ્ત કરવાવાળા હતદ. તેઓ સ્વયંવરમાં રહેલી દુર્યોધનની કન્યા લક્ષણાનું હરણ કરી લાવ્યા. ૧ || તેથી કૌરવો ભારે ક્રોધિત થઈ કહેવા લાગ્યા - ‘આ છોકરો બહુ ઉદ્ધત છે. જુઓ તો ખરા, આણે અમને બધાને નીચું જોવડાવી બળપૂર્વક અમારી કન્યાનું અપહરણ કરી લીધું. આ કન્યા તો તેને ઇચ્છતી પલ્ર ન હતી. ||૨ || તેથી આ ઉદ્ધત છોકરાને. પકડીને બાંધી દો. જો યાદવો આપણ! પર નારાજ પણ થઈ જશે તો આપણું શું બગાડી લેશે? તેઓ તો આપણી જ કૃપાથી આપણી જ આપેલી ધન-ધાન્યથી પરિપૂર્ણ પૃથ્વીને ભોગવી રહ્યા છે. 1૩ ॥ જો તે લોકો આ છોકરાને કેદ કર્યો છે એવું. સાંભળીને અહીં આવશે, તો આપણે તેમનું બધું અભિમાન ઉતારી ઠંડા કરી દઈશું. તેમને આપણે (સંયમી પુરુષો ્રાણાયામ વગેરે ઉપાયોથી ઇન્દ્રિયો વશમાં કરી લે છે તેમ) વશમાં કરી લઈશું. ॥ ૪ ॥ આ વખતે સભામાં કર્ણ, શલ, ભૂરિશ્રવા, યશકેતુ અને દુર્યોધન વગેરે વીરોએ કુરુવંશના વડીલ-કૃદ્ધોની અનુમતિ લીધી અને સામ્બને પકડી લેવાની તૈયારી કરી. 1૫ ॥ જ્યારે મહારથી સામ્બે જોયું કે, ધૃતરાષ્ટ્રના પુત્રો મારો પીછો કરી રહ્યા છે, ત્યારે તેઓ એક સુંદર ધનુષ્ય લઈને તેમની સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. |! ૬ ॥ આ બાજુ કર્બાને સેનાપતિ બનાવીને કૌરવો ધનુષ્ય ચડાવીને સામ્બ પાસે આવી પહોંચ્યા અને કોધપૂર્વક તેને પકડી લેવાના ઇરાદાથી “ઊભો રહે! ઊભો રહે!’ આ પ્રમાણે તેને લલકારતા રહીને બાણોની વર્ષા કરવા લાગ્યા. ॥ ૭ ॥ પરીક્ષિત! યદુનંદન સામ્બ અંચિન્ત્ય ઔશ્ચર્યવાળા ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર હતા. તેઓ કૌરવોના આક્રમણથી હરણાઓના ટોળા પર સિંહની જેમ તૂટી પડ્યા. ૮ [| સામ્બે પોતાના દિવ્ય ધનુષ્યનો ટંકાર કર્યો અને કર્ણ વગેરે છ-છ મહારથીઓને એક સાથે અને પ્રત્યેકને અલગ-અલગ વીંધવા લાગ્યા. ॥ ૯ |! 1, ફૃપિતા’ પ્રોયુન । ૨. સોડતિવિદ્ઃ ! [15531] અદે ૮] દસમો સ્કન્ધ 469 ચતુર્ભિશ્વતુરો વાહાનેકૈકેત ચ સારંથીન્‌ | રથિનશ્ મહેષ્વાસાંસ્તસ્ય તત્તેડભ્યપૂજયન્‌ || ૧૦॥ તં તુ તે વિરથં ચક્રુશ્રત્વારશ્તુરો હયાન્‌ | એકસ્તુ સારથિ જને ચિચ્છેદાન્યઃ શરાસનમ્‌ ॥ ૧૧॥ તં બદ્ધવા વિરથીકૃત્ય કૃચ્છ્ેણ કુરવો યુધિ | ડુંમારં સ્વસ્ય કન્યાં ચ સ્વપુરં જવિનોડવિશન્‌ ॥ ૧૨ તચ્છુત્વા નારદોક્તેન રાજન્‌ સગ્જાતમન્યવઃ | કુરૂન્‌ પ્રત્યુઘામં ચકુરુગ્રસેનપ્રચોદિતાઃ |! ૧૩॥ સાન્ત્વયિત્વા તુ તાન્‌ રામઃ સન્ષદ્ધાન્‌ વૃષ્ણિપુડ્વાન્‌ | નૈચ્છત્‌ કુરૂણાં વૃષ્ણીનાં કલિ કલિમલાપહઃ || ૧૪।! જગામ હાસ્તિનપુરં રથેનાદિત્યવર્ચસા । બ્રાહ્મણૈઃ કુલવૃદ્ધેશ્વ વૃતશ્ચન્દ્ર ઇવ ગ્રહેઃ । ૧૫॥। ગત્વા ગજાદ્ધયં રામો બાહ્યોપવનમાસ્થિતઃ | ઉદ્ધવં પ્રેષષામાસ ધૃતરાષ્ટ્રં₹ બુભુત્સયા 1 ૧૬|| સોડભિવત્દ્યાષ્ખિકાપુત્રં ભીષ્મંદ્રોણં ચ બાહ્િકમ્‌ દુર્યોધન ચ વિધિવદ્‌ રામમાગતમબ્રવોત્‌ | 1૭॥ તેડતિપ્રીતાસ્તમાકર્ણ્ય પ્રામ રામં સુકત્તમમ્‌ । તમર્ચયિત્વાર્ડભિયયુઃ સર્વે મન્રલપાણયઃ ॥૧૮॥ તં સક્નમ્ય યથાન્યાયં ગામર્ઘ્ય ચ ન્યવેદયન્‌ | તેષાં વે તત્પ્રભાવશ્ાઃ પ્રણેમુઃ શિરસા બલમ્‌ ॥ ૧૯]| બન્ધૂન્‌ કુશલિનઃ શ્રુત્વા પૃષ્ટ્વા શિવમનામયમ્‌ | પ્રસ્પરમથો રામો બભાષેડવિક્લવં વચઃ ૨૦॥ તેમાંથી ચાર-ચાર બાષ્ન તેમના ઘોડાઓને, એક-એક તેમના સારાથૅઓ પર અને એક-એક બાણ તે મહારથી વીરોને લગાવી દીધાં, સામ્બની આ અદ્દભુત વીરતાની અ! છયે મહારથીઓ પ્રશંસા કરવા લાગ્યા. || ૧૦ | ત્યારબાદ તે છષે વીરોએ એક્સાથે મળીને સામ્બને રથહીન કરી દીધો. ચાર વીરોએ એક-એક બાણથી તેમના ચાર ઘોડાને માર્યા, એકે સારથિને અને એકે સામ્બનું ધનુષ્ય કાપી નાખ્યું. |! ૧૧ ॥ આ પ્રમાણે કૌરવોએ યુદ્ધમાં બહુ જ મુશ્કેલી અને કષ્ટપૂર્વક રથહીન સામ્બને બંદી બનાવી દીધો. પછી તેઓ તેને અને કન્યાને લઈને વિજય મનાવતા પસ્તિનાપુર આવી ગયા. ૧૨ ।। પરીક્ષિત! નારદજી પાસેથી આ સમાચાર સાંભળીને યાદવો બહુ ક્રોધિત થઈ ગયા. તેઓ મહારાજ ઉગ્રસેનની આજ્ઞાથી કૌરવો પર ચઢાઈ કરવાની તૈયારી કરવા લાગ્યા. ૧૩ |! કલિ-કલહ નામના મલર્ને દૂર કરવાની ખૂબી બલરામજમાં હોવાથી તેમણે યાદવો અને કૌરવો. વચ્ચેના યુદ્ધને યોગ્ય ત માન્યું, જોકે યાદવો લડાઈની પૂરી તૈયારી કરી ચૂક્યા હતા, છતાં તેમને બલરામજીએ શાંત કરી દીધા અને તે સ્વયં સૂર્ય જેવા તેજસ્વી રથ પર બેસીને હસ્તિનાપુર ગયા. તેમની સાથે થોડા બ્રાહ્મણો અને યાદવકુળના થોડા વડીલ-વૃદ્ધો પણ હતા. તે બધાની મધ્યમાં બ્લરામજી ગ્રહો સાથે ભગવાન ચંદ્રની જેમ શોભતા હતા. | ૧૪-૧૫ | હસ્તિનાપુર પહોંચીને બલરામજી નગરની બહાર એક ઉપવનમાં ઊતર્યા અને કૌરવો શું કરવા ઇચ્છે છે, એ વાતનો પત્તો મેબવવા માટે તેમધે શ્રીઉદ્રવજીને ધૃત્રાષ્ટ્ર પાસે મોકલ્યા. 1૧૬ || ઉદ્ધવજીએ કૌરવોની સભામાં જઈને ધૃતરાષ્ટ્ર, ભીષ્માપિતામહ, દ્રોલ્ઞાચાર્ય, બાહ્લીક અને દુર્યોધન વગેરેનું « વિષિપૂર્કક અભિવાદન કરીને બલરામજી જે કારણ માટે અહીં પધાર્યા છે, તે જણાવ્યું. !! ૧૭ [| પોતાના પરમ હિતૈષી અને. પ્રિયતમ બલરામજીના આગમનના સમાચાર સાંભળીને કૌરવો બહુ પ્રસન્ન થયા. તેમણે ઉદ્વજીનું વિધિપૂર્વક અર્ચન કર્યું અને માંગલિક સામગ્રીઓ લઈ બલદેવજીનાં દર્શન કરવા ચાલ્યા. ॥ ૧૮ || પછી પોતાની અવસ્થા અને સંબંધ પ્રમાણે બધા લોકો બલરામજીને મળ્યા તેમજ ગાય તથા અર્થ અર્પણ કરીને તેમનો સત્કાર કર્યો. તેમાંથી જે લોકો ભગવાન્‌ બલરામજીનો પ્રભાવ જાણતા હતા, તેમણે મસ્તક નમાવી તેમને પ્રણામ કર્યા. ॥ ૧૯ ॥ ત્યાર બાદ તેમણે પરસ્પર એક- બીજાન! કુશળ-મંગળ પૂછ્યા અને બધા કુશળ છે એવું સાંભળીને, બલરામજીએ અત્યંત ધૈર્ય અને ગંભીરતાપૂર્વક આ પ્રમાણે કહ્યું - 1 ર૦ । ૧, રજંસષાં । [ 135૩1 470 શ્રીમદભાગવત [અ૦ ફટ ઉગ્રસેનઃ ક્ષિતીશેશો યદ્‌ વ આજ્ઞાપયત્‌ પ્રભુઃ તદવ્યગ્રધિયઃ શ્રુત્વા કુરુધ્વં મા વિલમ્બિતમ્‌ ॥ ૨૧॥ યદ્‌યૂયં બહવસ્ત્વેકં જિત્વાડધર્મેણ ધાર્મિકમ્‌ । અબબીતાથ તન્મૃષ્ષે બન્ધૂનામૈક્યકામ્યયા ॥ ર૨॥ વીર્યશૌર્યબલોન્નદ્ધમાત્મશક્તિસમં વચઃ1 કુંરવો બલદેવસ્ય નિશમ્યોચુઃ પ્રકોપિતાઃ ॥ ર૩॥ અહો મહચ્ચિત્રમિદં કાલગત્યા દુરત્યયા | આસરુરક્ષત્યુપાનદ્‌ વૈ શિરો મુકુટસેવિતમ્‌ ॥ ૨૪॥ એતે યૌનેન સમ્બદ્ધાઃ સહશય્યાસનાશનાઃ | વૃષ્ણયસ્તુલ્યતાં નીતા અસ્મદત્તનૃપાસનાઃ | ર૫॥ ચામરવ્યજને શક્ષમાતપત્રં ચ પાણ્ડુરમ્‌ | કિરીટમાસતં શય્યાં ભુગ્જન્ત્યસ્મદુપેક્ષયા ॥ ર૬॥ અલં મદૂતાં નરદેવલાગ્છને- ર્દાતુઃ પ્રતીપૈ: ફણિનામિવામૃતમ્‌ | યેડસ્મત્મસાદોપચિતા હિ યાદવા આજ્ઞાપયન્ત્યધધ ગતત્રપા બત |૨૭॥ કથમિન્દ્રોડપિ કુરુભિર્ભીષ્મદ્રોણાર્જુનાદિભિઃ । અદત્તમવરુન્ધીત સિંહગ્રસ્તમિવોરણઃ | ર૮॥ ડી જત્મબન્ધુશ્રિયોન્નદ્મઠાસ્તે ભરતર્ષભ । આથ્યાવ્ય રામં દુર્વાચ્યમસભ્યાઃ પુરમાવિશન્‌ ॥ ર૯ દૃષ્ટ્વા કુરૂણાં દીઃશીલ્યંશ્રુત્વાડવાચ્યાનિ ચાચ્યુતઃ | અવોચત્‌ કોપસંરબ્ધો દુષ્પરેક્યઃ પ્રહસન્‌ મુહુઃ | ૩૦॥ “સર્વસમર્થ રાજાધિરાજ મહારાજ ઉગ્રસેનજીએ તમને લોકોને એક આજ્ઞા કરી છે, તેને તમે લોકો એકાગ્રતાથી અને સાવધાની સાથે સાંભળો અને વિના વિલમ્બે તેનું પાલન કરો. ॥ ૨૧ ।। ઉગ્રસેનજીએ કહ્યું છે - અમે જાણીએ છીએ કે. તમે લોકોએ (ઘણા લોકોએ) ભેગા થઈને અધર્મપૂર્વક એકલા ધર્માત્મા સામ્બને હરાવ્યો અને બંદી બનાવી દીધો છે. આ બધું અમે એટલે સહી લઈએ છીએ કે, આપણા સંબંધીઓમાં ફૂટ ન પડે,એક્તા જળવાઈ રહે. (તેથી હવે ઝઘડો વધારો નહીં,સામ્બને. તેની નવવધૂ સાથે અમારી પાસે મોકલી આપો.) ॥ ૨૨ ॥ પરીક્ષિત! બલરામજીની વાણી વીરતા, શૂરતા અને બળ-પરાક્રમને છાજે તેવી તથા તેમની શક્તિને અનુરૂપ હતી. આ સાંભળીને કૌરવો કોપી ઊઠ્યા. તેઓ કહેવા લાગ્યા - ॥ ૨૩ | ‘અરે આ તો ઘણા જ આશ્ચર્યની વાત છે! ખરેખર કાલની ગતિઃકેવી વિચિત્ર છે! તેથી જ તો આજે તે પગનું ખાસહું પણ શ્રેષ્ઠ મુકુટથી શોભતા મસ્તક પર ચડવા ઇચ્છે છે. ॥ ૨૪ ॥ આ યાદવો સાથે કોઈ રીતે આપણે વિવાહ-સંબંધ બાંધ્યો, આ લોકો આપલી સાથે બેસવા, ઊઠવા અને એક પંગતમાં ખાવા- પીવા લાગ્યા. આપજે જ તેમને રાજ્ય-સિંહાસન આપીને રાજા બનાવ્યા અને આપણા સમકક્ષ બનાવી દીધા. ॥ ર૫ ॥ મહારાજાના મહત્ત્વને દર્શાવતા પંખા, શંખ, શ્વેત ઇત્ર, મુકુટ, રાજ્યસિંહાસન અને રાજોચિત શય્યાનો ઉપયોગ-ઉપભોગ યાદવો એટલા માટે કરી રહ્યા છે કે, આપણે જાણી જોઈને આ બાબતમાં ઉપેક્ષા કરી છે. ॥ ર૬ ॥બસ-બસ, હવે પૂરું થઈ ગયું. હવેથી યાદવોની પાસે રાજચિહ્નો રહે એવી કોઈ આવશ્યકતા નથી,તેમને તેમની પાસેથી છીનવી લેવાં જોઈએ. આપણે સાપને દૂધપાઈને ઉછેરવા જેવું કર્યું, કારણ કે સાપ ઉછેરનારને કરડતાં ખચકાતો નથી. એ જ પ્રમાણે આપણાં જ આપેલાં રાજચિહ્નો લઈને આ યાદવો આપજ્માથી વિરોધ કરી રહ્યા છે. જુઓ તો ખરા! અમારી જ કૃપાથી આ લોકોની ચઢતી થઈ છે અને હવે આ નિર્લજ્જ થઈ આપણા ઉપર આજ્ઞા કરવા નીકળી પડ્યા છે.ખેદછે, ખેદછે. || ૨૭ ।જેમ સિંહનો ભાગ ક્યારેય શિયાળ છીનવી શકતું નથી. તે જ પ્રમાણે જો ભીષ્મ, દ્રોણ, અર્જુન વગેરે કૌરવવીરો જાણી-જોઈને છોડી ન દે તો, આપી ન દે ત્યાં સુધી સ્વયં દેવરાજ ઇન્દ્ર પણ કોઈ વસ્તુનો ઉપભોગ કઈ રીતે કરી શકે? ૨૮ ॥|/ શ્રીશુકદેવજી કહે છે -પરીક્ષિત ! કરુવંશીઓમાં પોતાની કુલીનતા, વિશાળ સંખ્યામાં બંધુજનો (ભીષ્મ વગેરે)ના બળ અને ધન-સંપત્તિ તેમજ રાજ્યલક્ષ્મીના અભિમાનથી તે છકી ગયા હતા. તેમશે સામાન્ય શિષ્ટાચારની પણ પરવા ન કરી અને તેઓ ભગવાન બલરામજીને આ પ્રમાણે દુર્વચન કહીને. હસ્તિનાપુર પાછા આવ્યા, | ૨૯ || બલરામજીએ કૌરવોની દુષ્ટતા, અશિષ્ટતા જોઈ અને તેમનાં દુર્વચન પણ સાંભળ્યાં. હવે 1, લાદરાયજિરુવાય ! [15531 અ૦૬૮] દસમો સ્કન્ય 471 નૂનં નાનામદોશ્નદ્ધાઃ શાન્તિ નેચ્છન્ત્યસાધવઃ | તેષાં હિ પ્રશમો દણ્ડ: પશૂનાં લગુડો યથા | ૩૧।! અહો યદ્‌ન્‌ સુસંરબ્ધાન્‌ કૃષ્ણં ચ કુપિત શનૈઃ । સાન્ત્વયિત્વાડહમેતેષાં શમમિચ્છજ્નિહાગતઃ ॥ ૩૨ ॥ ત ઇમે મન્દમતયઃ કલહાભિરતાઃ ખલાઃ | તં મામવશાય મુઠુર્દુર્ભાષાન્‌ માનિનોડબ્રુવન્‌ ॥ ૩૩॥ નોગ્રસેનઃ કિલ વિભુર્ભોજવૃષ્ણ્યન્ધકેશ્વરઃ | શક્રાદઘો લોકપાલા યસ્યાદેશાનુવર્તિનઃ | ૩૪॥ સુધર્માડડક્રમ્યતે યેન પારિજાતોડમરાડ્વિપઃ | આનીય ભુજ્યતે સોડ્સૌ ન કિલાધ્યાસનાર્હણઃ || ૩૫॥ યસ્ય પાદયુગં સાક્ષાત્‌ શ્રીરપાસ્તેડખિલેશ્વરી । સ નાર્હતિ કિલ શ્રીચો નરદેવપરિચ્છદાન્‌ ।૩૬॥ યસ્યાડાધ્િપકજરજોડખિલલોકપાલૈ- મોલ્યુત્તમેઈતસુપાસિતતીર્થતીર્થમ્‌ ! બ્રહ્મા ભવોડહમષિ યસ્ય કલાઃ કલાયાઃ શ્રીશ્રોદ્રહેમ ચિરમસ્ય નૃપાસનં ક્વ || ૩૭॥ ભુગ્જતે કુર્સભરદત્તં ભૂખણ્ડ વૃષ્ણયઃ કિલ । ઉપાતહઃ કિલ વયં સ્વયં તુ કુરવઃ શિરઃ ૩૮॥! અદો ઔશ્ચર્યમત્તાનાં મત્તાનામિવ માનિતામ્‌ ! અસમ્બદ્ધા ગિરો રૂક્ષાઃ કઃ સહેતાનુશાસિતા ॥ ૩૯॥ અદ્ય નિષ્કૌરવી પૃથ્વી કરિષ્યામીત્યમર્ષિતઃ । ગૃહ્ીત્વા હલમુત્તસ્થૌ દહશિવ જગત્ત્રયમ્‌ 1૪૦૫ તેમનું મુખ ક્રોધથી લાલચોળ થઈ ગયું. તે વખતે બલદેવજી સામે જોઈ પણ શકાતું ન હતું. તેઓ વારંવાર જોરથી હસી-હસીને. કહેવા લાગ્યા - ॥ ૩૦ ॥ ‘સાચું જ છે કે, જે દુષ્ટોને પોતાની કુલીનતા,બળ-પરાક્રમ અને રાજ્યલક્ષ્મીનું અભિમાન થઈ જાય છે,તેઓ શાંતિ ઇચ્છતા નથી. તેમનું દમન કરવાનો, તેમને રસ્તે લાવવાનો ઉથાય સમજાવવાનો નથી, બલકે પશુઓની જેમ દંડાના જોરે જ સીધા કરવા એ જ ઉપાય છે. || ૩૧ ॥ ભલા, જુઓ તો ખરા—બધાયાદવો અનેશ્રીકૃષ્ણ પણ કોધપૂર્વક લડાઈ, માટે તૈયાર થઈ રહ્યા હતા. હું તેમને ધીરે ધીરે શાંત કરીને સમાધાન કરવા માટે અહીં આવ્યો છું. 1૩૨ |! છતાં આ મૂર્ખાઓ આવી દુષ્તા કરી રહ્યા છે! આ લોકોને શાંતિ પ્રિય નથી, ક્લેશ પ્રિય છે /બા લોકો એટલા બધા અભિમાની થઈ રહ્યા છે કે વારંવાર મારો તિરસ્કાર કરીને અપશબ્દો કહી ગયા! ॥ ૩૩ ॥ ઠીક છે, ઠીક છે. પૃથ્વીના રાજાઓ માટે તો શું કહેવું, ત્રિલોકના સ્વામી ઇન્દ્ર વગેરે લોકપાલો જેમની આશાનું. પાલન કરે છે તેવા મહારાજ ઉગ્રસેન માત્ર ભોજ, વૃષ્છિ અને અંધકોના જ રાજા નથી. તેઓ સર્વસમર્થ છે. |! ૩૪ ॥શ્રીકૃષ્ણ, જે સૂધર્મા સભામાં બિરાજે છે, જ્યાં ઇન્દ્ર વગેરે આવે ત્યારે તે સભાને દેવત્વભાવથી પ્રણામ કરીને પછી અંદર પ્રવેશે છે, અને જે દેવતાઓના વૃક્ષ પારિજાતને ઉપાડી લાવીને તેનો ઉપભોગ કરે છે, તે ભગવાન શ્રીકૃષ્ણ પણ રાજ્યસિંહાસનના અધિકારી નથી! સારી વાત છે! ! ૩૫ [1 સંપૂર્ણ જગતના સ્વામિની ભગવતી લક્ષ્મી સ્વયં જેમનાં ચરણ્રકમળોની ઉપાસના કરે છે. તે લક્ષ્મીપતિ ભગવાન શ્રીકૃષ્ણચન્દ્ર છત્ર, ચામર આદિ ચજોચિત સામગ્રીઓ રાખી શકતા નયી! ॥ ૩૬ 1! બરાબર છે. ભાઈ! જેમનાં ચરણકમળોની રજ સંતપુરુષો દ્વારા સેવાયેલાં ગંગા આદિ તીર્થોને પણ તીર્થ બનાવનારી છે, બધા લોકપાલોઃ પોતાના શ્રેષ્ઠ મુગટો પર જેમના ચરણોની રજ ધારણ કરે છે, બ્રહ્મા,શંકર, હું અને લક્ષ્મી જેમના અંસન! પણ અંશ છીએ અને જેમના ચરણોની રજ હંમેશાં ધારણ કરીએ છીએ તે ભગવાન શ્રીકૃષ્તને માટે ભલા, રાજ્યસિંહાસન ક્યાં છે? ૩૭ ॥ બિચારા યાદવો તોકૌરવોએ આપેલો પૃથ્વીનો ટુકડો ભોગવે છે. વાહ, કહેવું પડે! અમે લોકો પગના ખાસડાં છીએ અને તે કુરુવંશીઓ મસ્તક છે! !!૩૮ ॥ કૌરવો એશ્ચર્યથી છકીને અભિમાનથી પાગલ થઈ રહ્યા છે. તેમની એક-એક વાત કઠોર અને ધડ-માથ! વિનાની છે. મારા જેવો પુરુષ કે જે તેમના ઉપર શાસન કરી શકે છે, એમને દંડ આપીને તેમને હોશમાં લાવી શકેછે-ખરેખર,આમની વાતોને કઈ રીતેસહી શકે? ।| ૩૯ || આજે હું આ પૃથ્વીને કૌરવો વિનાની કરી દઈશ, આ ત્રમાણે કહીને બલરમજી કોધિત થઈ ગયા, જાણે ત્રિલોકને ભસ્મ કરી દેશે. તેઓ પોતાનું હળ લઈને ઊભા થઈ ગયા. ॥૪૦ ॥ 472 શ્રીમદભાગવત [અળશ૮ લાક્લાગ્રેણ નગરમુદ્રિદાર્ય ગજાદ્ધયમ્‌ | વિચકર્ષ સ ગજ્ઞાયાં પ્રહરિષ્યન્નમર્પિતઃ । ૪૧॥ જલયાનમિવાઘૂર્ણ ગદ્નાયાં નગરં પતત્‌ | આકૃષ્યમાણમાલોક્ય કૌરવા જાતસમ્ભ્રમાઃ | ૪૨॥ તમેવ શરણં જગ્મુઃ સકુટુમ્બા જિજીવિષવઃ | સલક્ષ્મણં પુરસ્કૃત્ય સામ્બં પ્રાગ્જલયઃ પ્રભુમ્‌ 1 ૪૩॥ રામ રામાખિલાધાર પ્રભાવં ન વિદામ તે | મૂઢાનાં નઃ કુબુદ્ધીનાં ક્ષન્તુમર્હસ્યતિક્રમમ્‌ । ૪૪।। સ્થિત્યુત્પત્ત્યપ્યયાનાં ત્વમેકો હેતુર્નિરાશ્રયઃ । લોકાન્‌ ક્રીડનકાનીશ ક્રીડતસ્તે વદન્તિ હિ ॥ ૪૫॥ ત્વમેવ મૂર્ધીદમનન્ત લીલયા ભૂમણ્ડલં બિભર્ષિ સહસમૂર્ધન્‌ | અન્તે ચ યઃ સ્વાત્મનિ રુદ્ધવિશ્વઃ શેષેડટ્રિતીયઃ પરિશિષ્યમાણઃ ૪૬॥ કોપસ્તેડખિલરિક્ષાર્થ સ દેષાન્ન ચ મત્સરાત્‌ | બિભ્રતો ભગવન સત્ત્વ સ્થિતિપાલનતત્પરઃ | ૪૭॥ નમસ્તે સર્વભૂતાત્મન્‌ સર્વશક્તિધરાવ્યય ! વિશ્વકર્મન્‌ નમસ્તેડસ્તુ ત્વાં વયં શરણં ગતાઃ | ૪૮॥ હૂક ઉશચ? એવં પ્રપકૈઃ સંવિગ્વેર્વપમાનાયનૈર્બલઃ । પ્રસાદિતઃ સુપ્રસન્નો મા ઊૈષ્ટેત્યભયં દદી | ૪૯॥ દુર્યોધન: પારિબર્હ કુગ્જરાન્‌ ષષ્ટિહાયનાન્‌ | દદો ચ” દ્વાદશશતાન્યયુતાનિ તુરજમાન્‌ ॥ ૫૦॥ તૈઓ હળની અલીથી વારંવાર પ્રહાર કરીને હસ્તિનાપુરને. જમીનમાંથી ઉખાડીને ગંગાજીના પ્રવાહમાં ફેંકી દેવા માટે ખેંચવા લાગ્યા. !૪૧ ॥ હળ ખેંચવાથી હસ્તિનાપુર એ રીતે કંપવા લાગ્યું, જાણે પાણીમાં નાવ ડોલતી હોય; જ્યારે કૌરવો સમગ્ર નગરને ગંગાજીમાં ઘસી રહેલું જોઈને ગભરાઈ ગયા. || ૪૨ || પછી તે લોકોએ લક્ષ્મજ્ઞાની સાથે સામ્બને આગળ કરી અને પોતાના પ્રાણોની રક્ષા માટે તેઓ પરિવાર સાથે હાથ જોડીને સર્વશક્તિમાન ભગવાન બલરામજીના શરણમાં આવી ગયા. ॥ ૪૩ || અને કહેવા લાગ્યા - ‘લોકાભિરામ! અમે આપનો પ્રભાવ જાજ્તા નથી. પ્રભુ! અમે લોકો તદન બાલિશ છીએ, [ળી કુબુદ્ધિ છીએ; તેથી આપ અમારો અપરાધ ક્ષમા કરો. | ૪૪ ॥ આપ જગતની સ્થિતિ, ઉત્પત્તિ અને પ્રલયના એકમાત્ર કારણ છો અને સ્વયં નિરાધાર સ્થિત છો. સર્વશક્તિમાન પ્રભુ! મોટા-મોટા ક્દપમુનિઓ કહે છે કે, આપ ખેલાડી છો અને આ બધા જ લોકો રમવાનાં સાધન (રમકડાં) છે. ॥ ૪૫ ॥ અનંત! આપનાં હજાર-હજાર મસ્તક છે અને આપ અનાયાસે જ આ સમસ્ત ભૂમંડળને આપના મસ્તક ઉપર ધારણ કરી રહ્યા છો. જ્યારે પ્રલયનો સમય આવે છે, ત્યારે આપ સમગ્ર જગતને પોતાનામાં લીન કરી લો છો. અને માત્ર આપ જ ‘શેપ’ રહીને અદ્ધિતીયરૂપે શયન કરો છો. ૪૬ | ભગવન્‌! આપ જગતની સ્થિતિ અને પાલન માટે વિશુદ્ધ સત્વમય શરીર ધારણ કરી રહ્યા છો. (આપનો આ કોધ હ્વેષ અથવા મત્સરને લીધે નથી, પરંતુ આ તો સમસ્ત પ્રાણીઓને ઉપદેશ આપવા માટે છે. || ૪૭ || સમસ્ત શક્તિઓને ધારણ કરવાવાળા સર્વપ્રાણીસ્વરૂપ અવિનાશી ભગવન્‌! આપને અમે નમસ્કાર કરીએ છીએ. સમસ્ત વિશ્વના રચયિતા દેવ! અમે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ. અમે આપના શરણે છીએ, આપ કૃપા કરીને અમારું રક્ષણ કરો.’ || ૪૮ |! શુકદેવજી કહે છે - પરીક્ષિત! કૌરવોનું તગર ડગમગી રહ્યું હતું અને તેઓ અત્યંત ગભરાઈ ગયા હતા. જ્યારે બધા જ કુરુવંશીઓ આ પ્રમાણે ભગવાન બલરામજીના શરણમાં આવ્યા અને તેમની સ્તુતિ પ્રાર્થના કરી ત્યારે તેઓ પ્રસન્ન થઈ ગયા અને “ડરશો નહીં’ એમ કહીએ અભયદાન આપ્યું. !। ૪૯ |! પરીક્ષિત! દુર્યોધન તેની પુત્રી લક્ષ્મણાને બહુ પ્રેમ કરતો હતો. તેણે દહેજમાં સાઠ-સાઠ વર્ષના બારસો હાથી, દશ હજાર ઘોડા, સૂર્ય જેવા ક કોપરતે ખલુ શિકષર્ષ | ર. બાદરાથણિરુવાચ | ૩. દદો દ્વિશતસાહસં હથાનામયુતાનિ ચ | “અ૦ ૬૯] દસમો સ્કન્ધ 473 રથાનાં ષટ્સહસ્રાણિ સૈક્માણાં સૂર્યવર્ચસામ્‌ ! દાસીનાં નિષ્કકણ્ઠીનાં સહસ દુહિતૃવત્સલઃ | ૫૧॥। પ્રતિગૃહ્ય તુ તત્‌ સર્વ ભગવાન્‌ સાત્વતર્ષભઃ | સસુતઃ સસ્નુષઃ પ્રાગાત્‌ સુહદ્રિરભિનન્દિતઃ | પર ॥ તતઃ પ્રવિષ્ટઃ સ્વપુરંં હલાંયુધઃ સમેત્ય બન્ધૂનનુરક્તચેતસઃ | શશંસ સર્વ યદુપુદ્વવાનાં મધ્ઘેસભાયાં કુરુષુ સ્વચેષ્ટિતમ્‌ । ૫૩॥। અદાપિ ચ પુર હ્ોતત્‌ સૂચયદ્‌ રામવિકમમ્‌ ।_ સમુન્નતં દક્ષિણતો ગડ્ઞાયામનુદંશ્યતે || પ૪॥ પ્રકાશમાન સોનાના છ હજાર રથ, સોનાના હાર પહેરેલી એક હજાર દાસીઓ આપી. | ૫૦-૫૧ ॥| યાદવશ્રેષ્ઠ ભગવાન બલરામજીએ દહેજનો સ્વીકાર કર્યો અને નવ- દંપતી લક્ષ્મણા તથા સામ્બને સાથે લઈ કૌરવોનું અભિનંદન સ્વીકારીને દ્વારકા જવા પ્રયાણ કર્યું, । પર | બલરામજી દ્વારકાપુરીમાં પહોંચ્યા અને પોતાના પ્રિયજનો તથા સમાચાર જાણવા ઉત્સુક ભાઈ-બાંધવોને મળ્યા, તેમણે યાદવોની ભરેલી સભામાં હસ્તિનાપુરની પૂરી કથાનું વર્ણન કર્યું. ॥ ૫૩ |! પરીક્ષિત! આ હસ્તિનાપુર આજે પણ દક્ષિણ તરફ ઊંચુ અને ગંગાજી તરફ કંઈક નમેલું છે અને આ પ્રમાણે તે ભગવાન બલરામજીના પરાક્રમનો પરિચય આપી રહ્યું છે. 1૫૪ ॥ -્ક્ક્— ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાજ્ે પારમહેસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે૧ ઉત્તરાર્ધ હાસ્તિનપુરકર્પણરૂપસફર્ષણવિજયો, નામાષ્ટષષ્ટિતમોડધ્યાયઃ || ૬૮ ॥ દસમાં સસ્કંધના ઉત્તરાર્ધ-અંતર્ગત હાસ્તિનપુરકર્ષણરૂપસંકર્પણવિજય નામનો અડસઠમો અધ્યાય સમાપ્ત.