હે સાતમો અધ્યાય શકટ-ભંજન અને તૃણાવર્તનો ઉદ્ધાર જાનવર યેન યેનાવતારેણ ભગવાત્ હરિરીશ્રઃ । કરોતિ કર્ણરપ્યાણિ મતોજ્ઞાનિ ચ નઃ પ્રભો || ૧|! વચ્છૃણ્વતોડપૈત્યરતિર્વિતૃષ્ણા, સત્ત્તું ચ શુદ્ધચત્યચિરેણ પુંસઃ | રાજા પરીક્ષિતે પૂછ્યું - પ્રભુ! સર્વશક્તિમાન ભગવાન શ્રીઠરિ અનેક અવતાર ધારણ કરીને ઘજ્ની જ સુંદર અને સાંભળવામાં મધુર એવી લીલાઓ કરે છે, તે. બધી મારા હૃદયને અત્યંત પ્રિય લાગે છે. તે લીલાઓના શ્રવણમાત્રથી ભગવત્-સંબંધી કથાઓમાં અરુચિ અને વિવિધ વિપયોની તૃષ્દ્યા નષ્ટ થઈ જાય છે. મનુષ્યનું. અંતઃકરજ્ન તરત જ શુદ્ધ થઈ જાય છે. ભગવાનના ચરણોમાં ભક્તિ અ્તે તેમના ભક્તજનોમાં પ્રેમ પણ પ્રાપ્ત થઈ ૧. નિશમ્ય શહયા | ૨. પૂતનામોશઃ । અ૦૭] દસમો સ્કન્ધ 141 ભક્તિર્હસી તત્પુરુષે ચ સપખ્યં તદેવ હારં વદ મન્યસે ચેત્॥૨॥ અથાન્યદપિ કૃષ્ણસ્ય તોકાચરિતમહ્ુતમ્ | માનુષં લોકમાસાધ તજ્જાતિમનુરુનધતઃ || ૩।। શ્રીશુક ઉવાચ કદાચિદૌત્થાનિકકૌતુકાપ્લવે મે જન્મર્ક્ષયોગે સમવેતયોષિતામ્ | વાદિત્રગીતદ્વિજમન્ત્રવાચકે- શ્રકાર સૂનોરભિષેચને સતી |૪॥ નન્દસ્ય પત્ની કૃતમજ્જનાદિર્ક વિષ્રૈઃ કૃતસ્વસ્ત્યયનં સુપૂજિતેઃ । અન્ઞાઘવાસઃસ્રગભીષ્ટધેનુભિઃ સગ્જાતનિદ્રાક્ષમશીશયચ્છતૈેઃ: ॥૫॥ ઔત્થાનિકૌત્સુક્યમતા મનસ્વિતી સમાગતાન્ પૂજયતી વ્રજૌકસઃ | નૈવાશૃણોદ્ વૈ રુંદિતં સુતસ્ય સા રદન્ સ્તનાર્થી ચરણાવુદક્ષિપત્ ॥ ૬॥ અધઃશયાનસ્ય શિશોરનોડલ્યક- પ્રવાલમૃદ્ધડષ્રિહતં વ્યવર્તત । [વિધ્વસ્તનાનારસકુપ્યભાજનં વ્યત્યસ્તચક્રાક્ષવિભિન્તકૂબરમ્ !૭॥ જાય છે. જો તમે મને તેના શ્રવણનો અધિકારી સમજતા હો તો ભગવાનની તે જ મનોહર લીલાઓનું વર્ણન કરો. ॥ ર 1! ભગવાન શ્રીકૃષ્ણે મનુષ્યલોકમાં પ્રગટ થઈને મનુષ્યોના સ્વભાવનું અનુસરણ કરતા રહીને જે બાળલીલાઓ કરી છે તે ખરેખર અદ્ભુત છે, તેથી તમે તેમની બીજી બાળલીલાઓનું પણ વર્ણન કરો. |૩ || શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! એકવાર ભગવાન શ્રીકૃષ્ણનો પડખું બદલવા અંગેનો અભિષેક-ઉત્સવ મનાવવાની તૈયારીઓ થઈ રહી હતી. તે જ દિવસે શ્રીકૃષ્ણનું જન્મ- નક્ષત્ર પણ હતું. ઘરમાં ઘણી સ્રીઓની ભીડ જામી હતી. મંગળ ગીતો અને વાજિંત્રો અને વિપ્રોના મંત્રોચ્ચાર સાથે તે સ્ત્રીઓની વચ્ચે ઊભાં રહી યશોદાજીએ શ્રીકૃષ્ણનો અભિષેક કર્યો. 1૪ || નંદરાણી યશોદાજીએ બ્રાહ્મણોનું પૂજન કરી ખૂબ સમ્માન કર્યું. તેમને અન્ન, વસ્ત્ર, માળા, ગાયો વગેરે મનવાંછિત પદાર્થો દાનમાં આપ્યા, જ્યારે યશોદાજીએ તે બ્રાહ્મણો દ્વારા સ્વસ્તિવાચન કરાવીને લાલાનું સ્નાનાદિ કાર્ય સંપન્ન કરી લીધું ત્યારે તેમણે જોયું કે લાલાને નિદ્રા આવી રહી છે, તેને ધીરેથી સુવાડી દીધો. । પ ॥ થોડી વારમાં શ્યામસુંદર આંખો ખોલી, ત્યારે તેઓ સ્તનપાન માટે રડવા લાગ્યા. તે સમયે મનસ્વિની યશોદાજી ઉત્સવમાં આવેલા વ્રજવાસીઓના સ્વાગત-સત્કારમાં વ્યસ્ત હતાં તેથી તેમણે શ્રીકૃષ્ણના રડવાનો અવાજ સાંભળ્યો નહીં. ત્યારે શ્રીકૃષ્ણ રડતાં-રડતાં પોતાના પગ ઉછાળવા લાગ્યા. | ૬ ॥। શ્રીકૃષ્ણને એક ગાડાની નીચે સુવડાવ્યા હતા. તેમના ચરણ હજી લાલ-લાલ કૂંપળો જેવા અત્યંત કોમળ અને નાના- નાના હતા. પરંતુ તે નાનકડો પગ લાગતાં જ વિશાળ છકડો (ગાડું) ઊંધો થઈ ગયો.* તે છકડા ઉપર દ્ધ, દહીં વગેરે અનેક રસોથી ભરેલી માટલીઓ અને બીજાં વાસણો સખેલાં હતાં. તે બધાં જ ફૂટી ગયાં અને ગાઠાનાં પૈડાં અને ધરી છૂટાં પડી ગયાં. તેની ધૂંસરી તૂટી ગઈ. 1૭ ॥।
- અહીં કદાચિત્ (એક્વાર)નું તાત્યર્ય ત્રીજા મહિનાના જન્મનક્ષત્ર-યુક્ત સમયથી છે. તે સમયે શ્રીકૃષ્ણની ઝાંખીનું આ પ્રમાણે વર્ન મળે છે. સ્તિગ્ધાઃ પશ્યાંતે સેષ્મથીતિ ભુજથોર્યુગ્મં મુહુશાલયન્નત્યલ્પં મધુરં ચ કૂજતિ પરિષ્વક્રાય ચાકાફક્ષતિ | લાભાલાભવશાદમુષ્ય લસતિ કન્દત્યપિ ક્વાપ્યસૌ પીતસ્તન્યતયા સ્વપિત્યપિ પુતર્જાગ્રન્મુદં યચ્છતિ || “સનેહી ઊભરાતી ગોપીઓને આંખ ઉઘાડીને જુએ છે અને હસે છે. બન્ને હાથ વારંવાર હલાવે છે. ખૂબ મધુર સ્વરથી યોડું- શોહું ગધુર ગજ્રગલે છે. ખોળામાં આવવા માટે લલગાય છે, કોઈ વસ્તુને લઈને રમવા લાગી જાય છે અને ન મળે તો રડે છે. ક્યારેક ૬૫ પીને સૂઈ જાય છે અને પછી જાગીને બધાંને આનંદિત કરે છે.‘
હિરણ્યાનો પુત્ર હતો ઉત્કચ. તે બહુ બળવાન અને તગડો હતો. એકવાર યાત્રા કરતી વેળાએ તેણે લોમશ ઝપિના આશ્રમનાં
વૃક્રોને ચગદી નાષ્યાં. લોમશ ગ્ષિએ કોપિત થઈને તેને શાપ આપી દીધો કે - “અરે દુર! જા, તું દેહરહિત થઈ જા.’ તેની સાથે 142 શ્રીમદભાગવત [અ૦૭ દંષ્ટ્વા યશોદાપ્રમુખા વ્રજસ્ત્રિય પડખું બદલવાના ઉત્સવમાં જેટલી પણ સ્ત્રીઓ આવી હતી ઔત્થાનિકે કર્મણિ યાઃ સમાગતાઃ | તે બધી અને યશોદાજી અને રોહિણીજી, નંદબાવા અને નન્દાદયશ્ચાહુતદર્શનાકુલાઃ ગોપજનો આ વિચિત્ર ઘટનાને જોઈને વ્યાકુળ થઈ ગયાં. કથં સ્વયં વૈ શકટં વિપર્યગાત્ | ૮॥ ઊંચુરવ્યવસિતમતીન્ગોપાન્ ગોપીશ્ચબાલકાઃ | રુદતાનેન પાદેન ક્ષિસમેત્ત સંશયઃ ॥૯॥ ન તે શ્રદ્ધિરે ગોપા બાલભાપિતમિત્યુત | અપ્રમેયં બલં તસ્ય બાલકસ્ય ત તે વિદુઃ | ૧૦॥ રદન્તં સુતમાદાય યશોદા ગ્રહશકિતા । કૃતસ્વસ્ત્યયનં વિપ્ર: સૂક્તેઃ સ્તનમપાયયત્ | ૧૧।। પૂર્વવત સ્થાપિતંગોપેર્બલિભિઃસપરિચ્છદમ્ | વિપ્રાહુત્વાફર્ચયાઝ્ચફર્દધ્યક્ષતકુશામ્બુભિઃ ॥ ૧૨॥ મેડસૂયાનૃતદમ્ભેર્ષ્યાહિસામાતવિવર્જિતાઃ । ન તેષાં સત્યશીલાનામાંશિષો વિફલાઃ કૃતાઃ 1! ૧૩॥ ઈતિ બાલકમાદાય સામર્ગ્યજુરુપાકૃતૈઃ | જહીઃ પવિત્રોષધિભિરભિષિચ્ય દિજોત્તમૈઃ ॥ ૧૪॥। વાચવિત્વા સ્વસ્ત્યયનં નન્દગોપઃ સમાહિતઃ | યુંત્વાચાગ્નિંદ્રિજાતિભ્યઃપ્રાદાદસ મહાગુણમ્ ॥ ૧૫॥ ગાવઃ સર્વગુણ્યોપેતા વાસઃસ્રગ્સકમમાલિતીઃ । આત્મજાભ્યુદયાર્થાય પ્રાદાત્તે ચાન્વયુગ્જત ॥ ૧૬॥ તેઓ પરસ્પર કહેવા લાગ્યાં — ‘અરે, આ શું થઈ ગયું? આ ગાડું પોતાની મેળે કઈ રીતે ઊંધું થઈ ગયું?’ ॥ ૮ ॥ તેઓ આનું કોઈ કારણ નક્કી ન કરી શક્યાં. ત્યાં રમતાં બાળકોએ ગોપ-ગોપીઓને કહ્યું આ કૃષ્ણે રડતાં-રડતાં પોતાના પગની લાતથી તેને ઉલટાવી નાંખ્યું છે, એમાં કોઈ સંદેહ નથી. ॥ ૯ |! પરંતુ ગોપજનોએ તેને ‘બાળકૉની વાત’ માનીને તેના પર વિશ્વાસ ન કર્યો. બરાબર જ છે, તે ગોપજનો આ બાળકના અનંત બળને જાણતા ન હતા. 1૧૦ ॥ યશોદાજીએ માન્યું કે આ કોઈ ગ્રહ વગેરેનો ઉત્પાત છે. તેમણે પોતાના રડી રહેલા લાડલા લાલને ખોળામાં લઈને બ્રાહ્મણો પાસે વેદમંત્રો દ્વારા શાંતિપાઠ કરાવ્યો અને પછી તેઓ શ્રીકૃષ્ણને સ્તનપાન કરાવવા લાગ્યાં. || ૧૧ [| ગોષજનોએ પછી ગાડાને સીધું કરી દીધું અને પહેલાંની જેમ તેના ઉપર બધી સામગ્રી મૂકી દીધી. બ્રાહ્મણોએ હવન કર્યો, અને દહીં, અક્ષત, કુશ અને જળથી ભગવાન અને તે ગાડાનું પૂજન કર્યું. 1૧૨ | જે કોઈના ગુણ-દોષમાં દોષ કાઢતા નથી, જૂકું બોલતા નથી, દંભ, ઈર્ષ્યા અને હિંસા કરતા નથી. તથા અભિમાન- રહિત છે - તેવા સત્યશીલ બ્રાહ્મણોના આશીર્વાદ ક્યારેય વિકળ જતા નથી. ||૧૩ || આવું વિચારીને નંદબાવાએ લાલાને ખોળામાં ઉઠાવી લીધો અને બ્રાહ્મણો પાસે સામવેદ, ્દગ્વેદ અને યજુર્વેદના મંત્રો દ્વારા સંસ્કૃત અને પવિત્ર ઔષધિઓથી યુક્ત જળથી અભિપેક કરાવ્યો, 1૧૪ || તેમણે ખૂબ જ એકાગ્રતાથી સ્વસ્ત્પયન પાઠ વંચાવી અગ્નિમાં હોમ કરી બ્રાહ્મણોને ઉત્તમ ગુણવાળા અન્નનું ભોજન કરાવ્યું. । ૧૫ || ત્યાર પછી નંદબાવાએ પોતાના પુત્રની ઉન્નતિ અને અભિવૃદ્ધેની કામનાથી બ્રાહ્જ્ોને સર્વગુજ્સમ્પન્ન ધણી-બધી ગાયો આપી. તે ગાયો વસ્ત્ર, પુષ્પમાળા અને સોનાના હારથી શણગારેલી હતી. બ્રાહ્મણોએ તેમને આશીર્વાદ આપ્યા. 1૧૬ || સાપની કાંચબીની જેમ તેનું સરીર પડવા લાવ્યું. તે એકાએક હોમશ ત્હપિના ચરણોમાં પર્ડ ગયો અને પ્રાર્થના કરવા લાગ્યો - ‘હૃપાસિધુ! મારા પર કષા કરો. મને આપના પ્રભાવનું શાન ન હતું. મારું શરીર પાછું આપો.’ લોમશજી પ્રસન્ન થઈ ગવા. મહાત્માઓનો શાપ પશ વરદાન બની જાથ છે. તેમકો કલુ - ‘વેવસ્જત મન્વન્તરમાં શરકૃષ્ણનના ચરજઞસ્પર્શથી તારી મુક્તિ થઈ જશે.’ તે જ અસુર ગાડામાં આવીને બેસી ગયો હતો અને ભગવાન શ્રૌકૃષ્ણના ચરણસ્પર્શથી મુક્ત થઈ ગયો. અ૦ ૭] દસમો સ્કન્ધ, 143 વિપ્રામન્ત્રવિદોયુક્તાસ્તેર્યાઃપ્રોક્તાસ્તથાડડશિષઃ । તા નિષ્ફલા ભવિષ્યન્તિ ન કદાચિદપિ સ્કુટમ્ । ૧૭॥ એકદાડડરોહમારૂઢં લાલયન્તી સુતં સતી । ગરિમાણં શિશોર્વાટું ન સેહે ગિરિકૂટવત્ | ૧૮॥ ભૂમૌ નિધાય તં ગોપી વિસ્મિતા ભારપીડિતા | મહાપુરુષમાદધ્યૌ જગતામાસ કર્મસુ | ૧૯॥ દૈત્યો નામ્ના તૃણાવર્તઃ કંસભૃત્યઃ પ્રણોદિતઃ ૧ । ચક્રવાતસ્વરૂપેણ જહારાસીનમર્ભકમ્ | ૨૦ ગોકુલ સર્વમાવૃણ્વન્ મુષ્યંશ્ક્ૂંષિ રેણુભિઃ । ઈરયન્ સુમહાઘોરશબ્દેન પ્રદિશો દિશઃ૨ ॥ ૨૧॥। મુહૂર્તમભવદ્ ગોષ્ઠં રજસા તમસાડડવૃતમ્ | સુતં યશોદા નાપશ્યત્તસ્મિન્ ન્યસ્તવતી યતઃ ।। ર૨ નાપશ્યત્ કશ્ચનાત્માનં પરં ચાપિ વિમોહિતઃ | તૃણાવર્તનિસૃષ્ટાભિઃ શર્કરાભિરુપઠ્ઠુતઃ || ૨૩॥। ઇતિ ખરપવનચકપાંસુવર્ષે સુતપદવીમબલાડવિલક્ષ્ય માતા | આંતિકરુણમનુસ્મરન્ત્યશોચદ્ ભુવિ પતિતા મ્ૃતવત્સકા યથા ગૌઃ || ૨૪।। સુદિતમનુનિશમ્ય તત્ર ગોપ્યો ભ્રશમનુતપ્ધિયોડશ્રુપૂર્ણમુખ્યઃ ! રુરુદુરનુપલભ્ય નન્દસૂનું પવન ઉપારતપાંસુવર્ષવેગે || ર૫॥ તૃણાવર્તઃ શાન્તરયો વાત્યારૂપધરો હરન્ | કૃખા નભોગતો ગત્તું નાશક્તોદ્ ભૂરિભારભૃત્ ॥ ૨૬॥ એ વાત સ્પષ્ટ છે કે, જે વેદવેત્તા અને સદાચારી બ્રાહ્મણ હોય છે તેમના આશીર્વાદ ક્યારેય નિષ્ફળ જતા નથી. 1૧૭ ॥ પ્રક દિવસની વાત છે, સતી યશોદાજી પોતાના પ્રિય લાલને ખોળામાં લઈને રમાડતાં હતાં. તેવામાં એકાએક પુત્રનું વજન પર્વતના શિખર જેટલું ભારે થઈ જવાથી તેઓ લાલાનો ભાર સહન ન કરી શક્યાં. || ૧૮ ॥ તેમણે ભારથી પીડાઈને શ્રીકૃષ્ણને જમીન પર મૂકી દીધા. આ નવી ઘટનાથી તેઓ ખૂબ વિસ્મિત થઈ ગયાં. ત્યાર પછી તેમજ્ઞે ભગવાન પુરુષોત્તમનું સ્મરણ કર્યું અને ઘરના કામમાં લાગી ગયાં. ૧૯ | તૃણાવર્ત નામનો એક દૈત્ય હતો. તે કંસનો અંગત સેવક હતો. કંસની પ્રેરણાથી જ તે વંટોળિયાનું રૂપ લઈને ત્યાં આવ્યો અને બાળક શ્રીકૃષ્ણને ઉડાડીને આકાશમાં લઈ ગયો. ૨૦ || તેણે ધૂળ (તવ્રજરજ)થી આખા ગોકુલને ઢાંકી દીધું અને લોકોની જોવાની શક્તિ હરી લીધી. તેના અત્યંત ભયંકર ધ્વાનિથી દશે દિશાઓ ગાજી ઊઠી. | ૨૧ ॥। આખું વ્રજ લગભગ બે થડી ધૂળના અંધારાથી છવાઈ ગયું. યશોદાજીએ પોતાના પુત્રને જ્યાં મૂક્યો હતો ત્યાં જઈને જોયું તો શ્રીકૃષ્ણ ત્યાં ન હતા.॥૨૨ || તે સમયે તૃશ્ચાવર્તે વંટોળિયાના વેશમાં એટલી ધૂળ ઉડાડી મૂકી હતી કે બધાં લોકો અત્યંત ઉઢિગ્ન અને બેસુધ થઈ ગયા હતા. તેમને કશું દેખાતું ન હતું. 11૨૩ | જોરદાર આંધી અને ધૂળની વૃષ્ટિમાં પોતાના પુત્રનો પત્તો ન લાગવાથી યશોદાજીને બહુ દુઃખ થયું. તેઓ લાલાને યાદ કરીને બહુ શોક કરવા લાગ્યાં અને વાછડાના મરી જવાથી ગાયની જે દશા થાય છે તેવી દશા યશોદાજીની થઈ ગઈ. તેઓ જમીન પર પડી ગયાં.!1૨૪ || વંટોળિયો શાંત થતાં જયારે. આંધીનો વેગ ઓછો થઈ ગયો ત્યારે યશોદાજીના રડવાનો અવાજ સાંભળીને બીજી ગોપીઓ ત્યાં દોડી આવી. નન્દનન્દન શ્યામસુંદર શ્રીકૃષ્ણને ન જોઈને તેમના હૃદયમાં પણ ભારે સંતાપ થયો. આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. 1૨૫ || આ બાજુ તૃણાવર્ત વંટોળિયાના રૂપમાં જ્યારે ભગવાન શ્રીકૃષ્ણને આકાશમાં ઉઠાવી ગયો, ત્યારે ભગવાનના ભારે વજનને તે ઊંચકી ન શકવાને કારણે તેનો વેગ શાંત પડી ગયો. તે વધારે દૂર જઈ ન શક્યો. 1 ર૬ ॥ ૬. પ્રથોદિતઃ | ૨. દશ ! 144 શ્રીમદભાગવત [અ૦૭, તમશ્માનં મન્યમાત આત્મનો ગુરુમત્તયા | ગલે ગૃહીત ઉત્સષ્ટું નાશક્નોદડુતાર્ભકમ્ | ૨૭॥ ગલગ્રહણનિશ્ચેષ્ટો દૈત્યો નિર્ગતલોચનઃ । અવ્યક્તરાવો ન્યપતત્ સહબાલો વ્યસુર્દ્રજે ॥ ૨૮! તમન્તરિક્ષાત્ પતિતં શિલાયાં વિશીર્ણસર્વાવયવં કરાલમ્ ! પુરું પથા સુદ્રશરેણ વિદ્ધ જ્યો અદત્યો દદંશુઃ સમેતાઃ ॥ ૨૯॥ માદાય માત્રે પ્રતિહૃત્ય વિસ્મિતાઃ કષ્ટ ચ તસ્યોરાસિ લમ્બમાતમ્ | તં સ્વસ્તિમન્તં પુરુષાદનીતં વિહાયસા પૃત્યુમુખાત્ પ્રમુકતમ્ । મોપ્યશ્ર ગોપા: કિલ નતન્દમુખ્યા લબ્ધ્વા પુતઃ* પ્રાપુરતીવ મોદમ્ | ૩૦॥ અહો બતાત્યહુતમેષ રક્ષસા બાલોનિવૃત્તિ ગમિતોફભ્યગાત્પુનઃ | તિંસઃ સ્વપાપેન વિઠિંસિતઃ ખલઃ સાધુઃ સમત્વેન ભયાદ્ વિમુચ્યતે ! ૩૧॥। કિં નસ્તપશ્ચીર્ણમધોક્ષજાર્ચનં પૂર્તહટદત્તમુત. ભૂતસૌહદમ્ | યતસમ્પરેતઃ પુનરેવ બાલકો દિષ્ટયા સ્વબન્ધૃન્ પ્રણયન્નુપસ્થિતઃ ।| ૩૨॥ દંષ્ટ્વાડહ્ુતાનિ બહુશો નન્દગોપો બૃહદ્ને । વસુદેવવચો ભૂયો માનયામાસ વિસ્મિતઃ || ૩૩।। પોતાનાથી પણ ભારે હોવાને લીધે તૃણાવર્ત શ્રીકૃષ્ણને. નીલગિરિનું શિખર સમજવા લાગ્યો. શ્રીકૃષ્ણે તેનું ગળું એટલું જોરથી પકડી રાખ્યું હતું કે, તે અદ્ભુત બાળકથી પોતાને છોડાવી ન શક્યો. ।। ર૭ | ભગવાને એટલા જોરથી તેનું ગળું પકડ્યું હતું કે તે બેસૂધ થઈ ગયો, તેની આંખો બહાર નીકળી ગઈ, બોલતો બંધ થઈ ગયો અને પ્રાણરહિત થઈ બાળક શ્રીકૃષ્જ્નની સાથે તે ગોકુલની પાસે પડ્યો.* | ૨૮ |! ત્યારે આકાશમાંથી શિલા પર પડેલા અને શંકરના બાણથી વીધાયેલા ત્રિપુરાસુરની પેઠે જેના સર્વ અવયવો છિન્નભિન્ન થઈ ગયા હતા, ત્માં એકઠી થઈને રડતી સ્ત્રીઓએ તે વિકરાળ દૈત્પને જોયો. || ૨૯ || ભગવાન શ્રીકૃષ્ણ તેની છાતી ઉપર લટકી રહ્યા હતા. એ જોઈને ગોપીઓ વિસ્મિત થઈ ગઈ. તેમણે તરત જ ત્યાં જઈને શ્રીકૃષ્ણને ખોળામાં લઈ લીધા અને લાવીને જશોદાજીને આપી દીધા. બાળક મૃત્યુના મુખમાંથી સકુશળ પાછો આવ્યો. જોકે તેને રાક્ષસ આકાશમાં ઉઠાવી લઈ ગયો હતો છતાં તે બચી ગયો. આ પ્રમાજે બાળક શ્રીકૃષ્ણને સકુશળ મેળવીને યશોદાજી, ગોપીઓ તથા નંદજી વગેરે ગોપજનોને બહુ આનંદ થયો. ૩૦ ॥ તેઓ કહેવા લાગ્યા - ‘અહો! આ તો ઘણા આશ્ચર્યની વાત છે. જુઓ તો ખરા, આ કેટલી અદ્ભુત થટના બની ગઈ. આ બાળક રાક્ષસ દ્વારા મૃત્યુના મુખમાં ધકેલી દેવામાં આવ્યો હતો, પરંતુ જીવતો-જાગતો પાછો આવી ગયો અને તે હિંસક દુષ્ટ રાક્ષસને તેનું પાપ જ ખાઈ ગયું. સાચું જ છે કે સાધુ પુરુષ પોતાના સદ્દભાવને લીધે ભયમાંથી બચી જાય છે, 1૩૧ |! અમે એવું કયું, તપ કર્યું હશે, ભગવાનની કેવી પૂજા કરી હશે, કયાં જળાશયો બંધાવ્યાં હશે? કયા યજ્ઞો કર્યા હશે? અથવા કમાં દાન આપ્યાં હશે કૈ કયાં પ્રાજ્નીઓનું હિત કર્યું હશે? જેના પુણ્યના પ્રભાવથી અમારો આ બાળક મરીને પણ પોતાના સ્વજનોને આનંદ ઉપજાવતો પાછો આવ્યો? ખરેખર! આ બહુ જ મોટા સૌભાગ્યની વાત છે.’ 1૩૨ ॥ જ્યારે નંદબાવાએ જોયું કે, મહાવનમાં ઘણી-બધી અદ્દભુત ઘટનાઓ બની રહી છે ત્યારે આશ્ચર્યચકિત થઈને તેમણે વસુદેવજીની વાતનું વારંવાર સમર્થન કર્યું. ॥ ૩૩ || ૧, પ્રતિમૃબ | ૨. સૂત! % પાંડ્દેશમાં સહસાશ નામના એક રાજા હતા. તેઓ નર્મદાકિનારે પોતાની સાલ્રીઓ સાથે વિહાર કરી રહ્યા હતા. ત્યાંથી દુર્વાસા પિ નૌકા, પરંતુ રાજાએ તેમને પ્રણ્ઞામ ન કર્યા. ઝહપિએ શાપ આપ્યો - ‘તું રાશ્સ થઈ જા.’ જ્યારે તે તેમના ચરણોમાં પડી થઘો. અને પ્રા્મના કરી, ત્યારે દુર્વાસાજીએ કહી દીધું - ભગવાન શ્રીકૃષ્ણના વિગ્રહનો સ્પર્શ થતાં જ તું મુક્ત થઈ જઈશ.’ તે રાજા તૂણરર્ત વઈને આવ્યો હતો અને મીકૃષ્ણનો સ્પર્શ પ્રાપ્ત કરરીને મુક્ત થઈ ગયો. અ૦૮] દસમો’.સ્કન્ધ 45 એકદાફર્ભકમાદાય સ્વાડ્મારોપ્ય ભામિની । પ્રસ્્નુતં પાયયામાસ સ્તનં સ્નેહપરિપ્લુતા ॥ ૩૪॥। પીતપ્રાયસ્ય જનની સા તસ્ય રુચિરસ્મિતમ્ | મુખં લાલયતી રાજગ્જૃમ્ભતો દદશે ઇદમ્ | ૩૫॥ ખં રોદસી જ્યોતિરનીકમાશાઃ સૂર્યન્દુવદ્ધિશ્સનામ્બુધીશ્વ 1 દ્વીપાન્ નગાંસ્તદદુહિતર્વનાનિ ભૂતાનિ યાનિ સ્થિરજડ્ઞમાનિ || ૩૬॥| સાવીક્ષ્ય વિશ્વં સહસા રાજન્ સગ્જાતવેપથુઃ | સમ્મીલ્ય મૃગશાવાક્ષી નેત્રે આસીત્ સુવિસ્મિતા || ૩૭॥ એક દિવસની વાત છે, યશોદાજી પોતાના પ્યારા બાળકને ખોળામાં લઈને ખૂબ પ્રેમથી સ્તન-પાન કરાવી રહ્યાં હતાં. તેઓ વાત્સલ્યપ્રેમથી એ રીતે તરબોળ થઈ ગયાં હતાં કે તેમનાં સ્તનમાંથી દૂધ આપમેળે સવતું હતું. |! ૩૪ ॥ જ્યારે શ્રીકૃષ્ણ લગભગ દૂધ પી ચૂક્યા અંને માતા યશોદા તેમના સુંદર હાસ્યથી યુક્ત મુખને’ ચૂમી રહ્યાં હતાં તે જ સમયે શ્રીકૃષ્ણે બગાસું ખાતાં માતાએ તેમના મુખમાં આ બધું જોયું.” | ૩૫ || તેમાં આકાશ, અંતરિક્ષ, જ્યોતિર્મડળ, દિશાઓ, સૂર્ય, ચંદ્રમા, અગ્નિ, વાયુ, સમુદ્ર, દ્વીપો, પર્વતો, નદીઓ, વનો અને સ્થાવર- જંગમ સર્વ પ્રાણીઓ જોયાં. ॥ ૩૬ || પરીક્ષિત! પોતાના પુત્રના મુખમાં આ પ્રમાણે આખા જગતને જોઈને હરણી જેવાં નેત્રવાળાં યશોદાજી એકદમ ધ્રૂજી ગયાં અને નેત્રો બંધ કરી અત્યંત વિસ્મય પામ્યાં. | ૩૭ || ક્ક્્ક્ન્- ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે પૂર્વા્ધે તૃણાવર્તમોક્ષો ૨ નામ સપ્તમોડધ્યાયઃ ॥ ૭ || દસમા સ્કંધના પૂર્વા્ધ-અંતર્ગત તૃણાવર્તમોક્ષ નામનો સાતમો અધ્યાય સમાપ્ત.