તોતેરમો અધ્યાય જરાસંધના કારાવાસમાંથી છૂટેલા રાજાઓની વિદાય અને ભગવાનનું ઇન્દ્રપ્રસ્થ પાછા આવવું શંજ્ુક ઉવાચ અયુતે દ્રે શતાન્યષ્ટ લીલયા યુધિ નિર્જિતાઃ તે નિર્ગતા ગિરિદ્રોણ્યાં મલિના મલવાસસઃ || ૧।। ક્ષુક્ષામાઃ શુષ્કવદનાઃ સંરોધપરિકર્શિતાઃ | દદશુસ્તે ઘનશ્યામં પીતકૌશેયવાસસમ્ | ૨॥ શ્રીવત્સાકં ચતુર્બાહું પદ્મગર્ભારણેક્ષણમ્ | ચાસપ્રસશ્વદનં . સ્ફુરન્મકરકુણ્ડલમ્ ॥ ૩॥ પદ્મહસ્તં ગદાશદ્રરથાગૈરુપલક્ષિતમ્ | કિરીટહારકટકકટિસૂત્રાત્રદાચિતમ્ ॥૪॥ ભ્રાજદરમણિગ્રીવ નિવીતં વનમાલયા | પિબત્ત ઇવ ચક્ુર્ભ્યા લિહન્ત ઇવ જિહ્યા ॥૫॥ જિદ્રન્ત ઇવ નાસાભ્યાં રમ્ભન્ત ઇવ બાહુભિઃ | પ્રણેમુર્હતપાપ્માનો મૂર્ધભિઃ પાદ્યોર્હરેઃ | ૬॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! જરાસંધે અનાયાસે જ વીસ હજાર આઠસો રાજાઓને જીતીને પર્વતોની તળેટીમાં એક કિલ્લામાં કેદ કરી રાખ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણના છોડી દેવાથી જ્યારે તેઓ ત્યાંથી નીકળ્યા, ત્યારે તેમનાં શરીર અને વસ્ત્રો મેલાં થઈ ગયાં હતાં. ।। ૧ | ભૂખથી દુર્બળ થઈ ગયા હતા અને તેમનાં મોઢાં સુકાઈ ગયાં હતાં. જેલમાં બંધ રહેવાને. કારણે તેમનાં શરીરનું એક-એક અંગ ઢીલું પડી ગયું હતું. ત્યાંથી નીકળતાં જ તે રાજાઓએ જોયું કે, સામે ભગવાન શ્રીકૃષ્ણ ઊભા છે. વર્ષાકાળના મેઘ જેવું તેમનું શ્યામસુંદર શરીર છે અને તેના પર પીળા રંગનું રેશમી વસ્ત્ર ધારણ કરેલું” છે. ॥ ર ચાર ભુજાઓ છે - જેમાં ગદા, શંખ, ચક અને કમળ શોભી રહ્યાં છે, વક્ષસ્થળ પર સોનેરી રેખા - શ્રીવત્સનું ચિહ્ન છે અને કમળના ગર્ભ જેવાં લાલ નેત્રો છે. સુંદર પ્રસન્ન મુખારવિન્દ અને કાનોમાં મકરાકૃત કુંડળો ઝગમગી રહ્યાં છે. સુંદર મુગટ, મોતીઓના હાર, કંકણ, મેખલા અને બાજુબંધ પોત-પોતાના સ્થાને શોભી રહ્યાં છે. ૩-૪ ॥ કંઠમાં કૌસ્તુભમણિ ધારણ કરેલા અને ઘૂંટણ સુધી લટકતી વનમાળા ધારણ કરેલા ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરીને તે રાજાઓ જાણે તેમનાં નેત્રોથી ભગવાનને પી રહ્યા છે, જીભથી ચાટી રહ્યા છે, નાસિકાથી સૂંઘી રહ્યા છે અને બાહુઓથી આલિંગન કરી રહ્યા છે. તેમનાં બધા પાપ તો ભગવાનનાં દર્શનથી જ ધોવાઈ ગયાં હતાં. તેમણે ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં પોતાનાં મસ્તક મૂકીને પ્ર્ઞામ કર્યા. | ૫-૬ || ૧. સ્વધે દ્વિસપ્તતિન ! ૬૭6 શ્રીમદભાગવત [અ૦૭૩ કૃષ્ણસન્દર્શનાહાદધ્વસ્તસંરોધનક્લમાઃ । પ્રશશંસુર્હષીકેશં ગીર્ભિઃ પ્રાગ્જલયો નૃપાઃ || ૭॥ ચમન ઊગુઃ નમસ્તે દેવદેવેશ પ્રપજન્ઞાર્તિહરાવ્યય પ્રપન્ઞાન્ પાહિ નઃ કૃષ્ણ નિર્વિણ્ણાન્ ઘોરસંસૃતેઃ ॥ ૮॥ નૈનં નાથાન્વસૂયામો માગધં મધુસૂદન | અનુગ્રહો યદ્ ભવતો રાશાં રાજ્યચ્યુતિવિભો ॥ ૯॥ રાજ્યૈશ્રર્યમદોશ્ષદ્ધો ન શ્રેયો વિન્દતે નૃપઃ | ત્વત્માયામોહિતોડનિત્યા મન્યતે સમ્પદોડચલાઃ ॥ ૧૦॥ મૃગતૃષ્ણાં યથા બાલા મન્યન્ત ઉદકાશયમ્ | એવં વૈકારિકીં માયામયુક્તા વસ્તુ ચક્ષતે 1 ૧૧॥ વયં પુરા શ્રીમદનષ્ટદંષ્ટયો* જિગીષયાડસ્યા ઇતરેતરસ્પૃધઃ | ઇનન્તઃ પ્રજાઃ સ્વા અતિનિર્યણાઃ પ્રભો મૃત્યું પરસ્ત્વાડવિગણય્ય દુર્મદાઃ ॥ ૧૨॥ ત એવ કૃષ્ણાધ ગભીરરંહસા દુરન્તવીર્યેણ વિચાલિતાઃ શ્રિયઃ । કાલેન તન્વા ભવતોડનુકમ્પયા વિનષ્ટદર્પાશ્રણો સ્મરામચ તે ॥1૩॥ અથો ન રાજ્યં મૃગતૃષ્થિરૂપિતં દેહેન શશ્ચત્ પતતા રજાં ભુવા | ઉપાસિતવ્યં સ્ૃહયામહે વિભો ક્િયાફલં પ્રેત્ય ચ કર્ણરોચનમ્ 1૧૪॥ તં તઃ સમાદિશોપાયં યેન તે ચરણાબ્જયોઃ | સ્મૃતિર્યથા ન વિરમેદપિ સંસરતામિહ || ૧૫॥ લ્ગવાન શ્રીકૃષ્ટરનાં દર્શનથી તે રાજાઓને એટલો અધિક આનંદ થયો કે કેદમાં રહેવાનું દુઃખ ભુલાઈ ગયું. તેઓ હાથ જોડીને વિનમ્રતાથી ભગવાન શ્રીકૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા. 1૭ ॥ રાજાઓએ કહ્યું - શરણાગતોનાં તમામ દુઃખ અને ભય હરી લેનારા દેવેશ્વર! સચ્ચિદાનંદસ્વરૂપ અવિનાશી શ્રીકૃષ્ણ! અમે આપને નમસ્કાર કરીએ છીએ. આપે જરાસંધના કારાગારમાંથી તો અમને છોડાવી જ દીધા, હવે આ જન્મ્- મૃત્પુરૂપ ઘોર સંસારચક્રથી પણ છોડાવો; કેમકે, સંસારનાં દુઃખોનો કડવો અનુભવ કરીને તેનાથી અમને વૈરાગ્ય થઈ ગયો છેઅને આપના શરણમાં આવ્યા છીએ. પ્રભુ! હવે આપ અમારી જરાસંધનો કોઈ દોષ જોતા નથી. ભગવન્!એ તો આપનો બહુ મોટો અનુગ્રહ છે કે અમે રાજા કહેવાતા લોકોને રાજ્યલક્ષ્મીથી ચ્યુત કરી દેવામાં આવ્યા. અર્થાત્ રાજાઓનું રાજ્યબ્રષ્ટ થવું તે આપની કૃપા છે. || ૯ || કેમકે, જે રાજા પોતાના રાજ્ય- એશ્ચર્યના મદથી છકી જાય છે તેને સાચા સુખની, કલ્યાણની પ્રાપ્તિ ક્યારેય થઈ શકતી નથી. તે આપની માયાથી મોહિત થઈને અનિત્ય સંપત્તિઓને જ અચલ માની બેસે છે. ॥ ૧૧૦ ॥ જેમમૂર્ખ લોકો ઝાંઝવાના જળને જળાશય માને છે, તેવી જ રીતે ઇન્દ્રિયલોલુપ અને અજ્ઞાની પુરુષો પણ આ પરિવર્તનશીલ માયાનેસત્ય વસ્તુ માની લે છે. ॥ ૧૧ ॥ભગવન્! પહેલાં અમે લોકો ધન-સંપત્તિના નશામાં ચૂર થઈને આંધળા બની ગયા હતા. આ પૃથ્વીને જીતી લેવા માટે એક-બીજાની હરિફાઈ કરતા હતા અને પોતાની પ્રજાનો નાશ કરતા હતા. ખરેખર અમારું જીવન અત્યંત ફરતાથી ભરેલું હતું. અને અમે લોકો એટલા વધારે ઉદ્ધત બની ગયા હતા કે આપ મૃત્યુરૂપે અમારી સામે ઊભા છો, એ વાતની અમે સહેજ પણ પરવા કરતા ન હતા. 1 ૧૨ ॥સચ્ચિદાનંદસ્વરૂપ શ્રીકૃષ્ણ ! કાળ બહુ બળવાન છે, તે કોઈને છોડતો નથી. કેમ ન હોય, કારજ કે તે પણ આપનું સ્વરૂપ જ તો છે. અત્યારે તેણે અમને બધાને શ્રીહીન, નિર્ધન બનાવી દીધા છે.આપની અહેતુ કૃપાથી અમારું અભિમાન નટ થઈ ગયું છે. હવે અમે આપનાં ચરણકમળોનું સ્મરણ કરીએ છીએ. ॥ ૧૩ વિભો! આ શરીર દિવસે-દિવસે ક્ષીર થતું જાય છે. સૈગોનું તો આ નિવાસસ્થાન છે. હવે અમારે આ શરીરથી ચજ્યભૌગની અભિલાષા નથી. કેમકે, અમે સમજી ગયા છીએ કે,તે મૃગહૃષ્કાના જલ જેવું સર્વથા મિથ્યા છે. એટલું જ નહીં, અમને સ્વર્ગાદિ લોકોની પણ, કે જે મર્યા પછી મળે છે, ઇચ્છા નથી. કેમકે, અમે જાણીએ છીએ કે તેમાં કાંઈ સાર નથી, માત્ર સાંભળવામાં જ આકર્ષક લાગે છે. |! ૧૪ ॥ હવે અમને કૃપા કરીને આપ એ ઉપાય બતાવો, જેનાથી આપનાં ચરણકમળોની ૧. ત્તર્બુકયો | ર. નયાય | અ૦૭૩] દસમો સ્કન્ધ 497 કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને | પ્રણતક્લેશનાશાય ગોવિન્દાય નમો નમઃ ॥૧૬॥ શજુક ઉવાચ સંસ્તૂયમાનો ભગવાન્ રાજભિર્મુક્તબન્ધનૈઃ । તાનાહ કરુણસ્તાત શરણ્યઃ શ્લક્ષ્ણયા ગિરા ॥ ૧૭॥ ક!ભગવ#નુવ(૨ અદપ્રભૃતિ વો ભૂપા મય્યાત્મન્યખિલેશ્વરે । સુદ્ઢા જાયતે ભક્તિર્બાઢમાશંસિતં તથા 1 ૧૮॥ દિષ્ટ્યા વ્યવસિતં ભૂપા ભવન્ત ત્રદતભાષિણઃ શ્રિષૈશ્વર્યમદોજ્ઞાહૈ પશ્ય ઉન્માદકં નૃણામ્ | ૧૯ હૈહયો નહુષો વેનો રાવણો નરકોડપરે 1 શ્રીમદાદ્ ભ્રંશિતાઃ સ્થાનાદ્ દેવદૈત્યનરેશ્વરાઃ || ૨૦॥ ભવન્ત એતદ્ વિજ્ઞાય દેહાઘુત્પાઘમન્તવત્ । માં યજન્તોડધ્વરેર્યુક્તાઃ પ્રજા ધર્મેણ રક્ષથ ॥ ૨૧॥ સત્તન્વન્તઃ પ્રજાતન્તૂન્ સુખં દુઃખં ભવાભવૌ । પ્રામ પ્રામં ચ સેવન્તો મચ્ચિત્તા વિચરિષ્યથ || ર૨ | ઉદાસીનાશ્ચ દેહાદાવાત્મારામા ધૃતવ્રતાઃ ! મય્યાવેશ્ય મનઃ સમ્યફ્મામત્તે બ્રહ્મ યાસ્યથ | ૨૩॥ શ્રીશુક ઉવાચ ઇત્યાદિશ્ય નૃપાન્ કૃષ્ણો ભગવાન્ ભુવનેશ્રઃ | તેષાં ન્યયુડ્ક્ત પુરુષાન્ સ્ત્રિયો મજ્જનકર્મણિ | ૨૪॥ વિસ્મૃતિ ક્યારેય ન થાય અર્થાત્ સર્વદા સ્મૃતિ રહે, ભલે અમારે સંસારની કોઈ પ્ન યોનિમાં જન્મ કેમ ન લેવો પડે. || ૧૫ ॥ પ્રણામ કરવાવાળાના ક્લેશનો નાશ કરવાવાળા શ્રીકૃષ્ણ, વાસુદેવ, હરિં, પરમાત્મા અને ગોવિન્દને અમારા વારંવાર નમસ્કાર. 1૧૬ || શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! કારાગારમાંથી મુક્ત રાજાઓએ જ્યારે આ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણની સ્તુતિ કરી ત્યારે શરણાગતરક્ષક પ્રભુએ અત્યંત મધુરવાણીમાં કહ્યું- 1૧૭ | ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું - રાજાઓ! તમે લોકોએ જેવી ઇચ્છા વ્યક્ત કરી છે, તે પ્રમાણે આજથી મારામાં તમારી અવશ્ય સુદઢ ભક્તિ થશે. એવું જાણી લો કે હું સર્વનો આત્મા અને સર્વનો સ્વામી છું. || ૧૮ ।। રાજાઓ! તમે લોકોએ જે નિશ્ચય કર્યો છે તે ખરેખર તમારા માટે બહુ મોટા સૌભાગ્ય અને આનંદની વાત છે. તમે લોકોએ મને જે કાંઈ કહ્યું છે તે તદન બરાબર છે. કેમકે, હું જોઉં છું કે, ધન-સંપત્તિ અને એશ્વર્યના મદથી છકી જઈને ઘણા લોકો સ્વેચ્છાચારી અને પાગલ જેવા થઈ જાય છે. ૧૯ || હૈહય, નહુષ, વેન, રાવા, નરકાસુર વગેરે અનેક દેવતાઓ, દૈત્યો અને રાજાઓ શ્રીમદને કારણે પોતાના સ્થાનેથી ભ્રષ્ટ થઈ ચૂક્યા છે.11૨૦ ॥ તમે લોકો સમજી લો કે શરીર અને તેના સંબંધીઓ પેદા થાય છે, તેથી તેમનો નાશ પણ નિશ્ચિત છે. તેથી તેમનામાં આસક્તિ ન રાખો. ખૂબ સાવધાનીથી મન અને ઇન્દ્રિયોને વશમાં રાખીને યજ્ઞો દ્વારા મારું જજન કરો અને ધર્મપૂર્વક પ્રજાની રક્ષા કરો. || ૨૧ || તમે લોકો તમારી વંશપરંપરાની રક્ષા માટે (ભોગ માટે નહીં), સંતાન ઉત્પન્ન કરો. અને પ્રારબ્ધ પ્રમાણે જન્મ-મૃત્યુ, સુખ-દુઃખ,* લાભ-હાનિ - જે કાંઈ પણ પ્રાપ્ત થાય તેનું સમાનભાવે મારો પ્રસાદ સમજીને સેવન કરો અને પોતાનું ચિત્ત મારામાં ચાખીને રહો. ॥ ૨૨ ।। શરીર અને શરીરના સંબંધીઓ સાથે કોઈ પ્રકારની આસક્તિ ન રાખીને ઉદાસીન રહો; નિજાનંદમાં જ મસ્ત રહો તથા ભક્તિ તેમજ આશ્રમધર્મ અનુસાર દ્રતોનું પાલન કરો. પોતાનું મન સારી રીતે મારામાં પરોવીને છેવટે તમે લોકો મુજ બ્રહ્મસ્વરૂપને જ પ્રાપ્ત થઈ જશો. ર૩ || શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! ભુવનેશ્વર ભગવાન શ્રીકૃષ્ણે રાજાઓને આવો આદેશ આપીને તેમને સ્નાન વગેરે કરાવવા માટે ઘણા બધા સ્ત્રી-પુરુષો (સેવામાં) નિયુક્ત કરી દીધાં. ॥૨૪ ॥ ૧. તેપામયુડ્ક્ત ! [અ૦ ૭૩ 498 શ્રીમદભાગવત સપર્યા કારયામાસ સહદેવેન ભારત | નરદેવોચિતૈર્વસૈર્ભ્ષણૈઃ સ્ગ્વિલેપનૈઃ | રપ॥ ભોજઘિત્વા વરાન્નેન સુસ્નાતાન્ સમલડ્કુતાન્ | ભોૈશ્ચ વિવિધૈર્યુક્તાસ્તામ્બૂલાધયર્નૂપોચિતેઃ ॥ ર ૬॥ તે પૂજિતા મુકુન્દેન રાજાનો મૃષ્ટકુણ્ડલાઃ | વિરેજુર્મોચિતાઃ ક્લેશાત્ પ્રાવૃડન્તે યથા ગ્રહાઃ | ૨૭॥॥ રથાન્ સદશ્ચાનારોપ્ય મણિકાગ્યનભૂપિતાન્ | પ્રીણય્ય સુનૃતેર્વાક્યૈઃ સ્વદેશાન્ પ્રત્યયાપયત્ || ર૮।| ત એવં મોચિતાઃ કૃચ્છાત્ કૃષ્ણેન સુમહાત્મના | યયુસ્તમેવ ધ્યાયન્તઃ કૃતાનિ ચ જગત્પતેઃ ॥ ર૯॥ જગદુઃ પ્રકૃતિભ્યસ્તે મહાપુરુષચેષ્ટિતમ્ | યથાડન્વશાસદ ભગવાંસ્તથા ચક્રુરતન્દ્રિતાઃ ॥ ૩૦॥ જરાસન્ધં ઘાતથિત્વા ભીમસેનેન કેશવઃ | પાર્થાભ્યાં સંયુતઃ પ્રાયાત્ સહદેવેન પૂજિતઃ ॥ ૩૧॥ ગત્વા તે ખાણવપ્રસ્થ શહ્ધાન પ દધ્મુર્જિતારયઃ । હર્ષયન્તઃ સ્વસુહૃદો દુહંદાં ચાસુખાવહાઃ | ૩ર॥ તચ્છુત્વા પ્રીતમનસ ઇન્દ્રપ્રસ્થનિવાસિનઃ ! મેનિરે માગધં શાન્ત રાજા ચાસમનોરથઃ | ૩૩॥ અભિવન્દાથ રાજાનં ભીમાર્જુનજનાર્દનાઃ | સર્વમાશ્રાવયાગ્ચક્રુરાત્મના યદનુષ્ઠિતમ્ | ૩૪॥ પરીક્ષિત! જરાસંધના પુત્ર સહદેવ પાસે તેમને. યથોચિત વસ્ર, આભૂષણ, માળા-ચંદન વગેરે અપાવીને બહુ સન્માન કરાવ્યું. | રપ || જ્યારે તેઓ સ્નાન કરીને વસાભૂષશ્નથી સુસજ્જ થઈ ચૂક્યા, ત્યારે ભગવાને તેમને ઉત્તમ-ઉત્તમ પદાર્થોનું ભોજન કરાવ્યું અને તાંબૂલ વગેરે વિવિધ પ્રકારના રાજોચિત ભોગ અપાવ્યા, ॥૨૬ | ભગવાન શ્રીકૃષ્ટ્ે આ પ્રમાણે તે બંદી રાજાઓને સન્માનિત કર્યા. હવે તેઓ બધાં દુઃખોથી મુક્ત થઈ તથા કાનોમાં, ચળકતાં કુંડળો પહેરીને (વર્ષાત્દતુ સમાપ્ત થતાં) તારાઓની જેમ શોભવા લાગ્યા. !| ૨૭ || પછી ભગવાન શ્રીકૃષ્ણ તેમને સુવર્ણ અને મણિઓથી ભૂપિત અને શ્રેષ્ઠ ધોડા જોડેલા રથો પર બેસાડ્યા, મધુરવાણીથી તેમને તૃપ્ત કર્યા અને પછી તેમને તેમના દેશ જવા માટે રવાના કર્યા. ॥ ૨૮ ॥ આ પ્રમાણે ઉદાર-શિરોમણિ ભગવાન શ્રીકૃષ્ણે તે રાજાઓને મહાન કરી મુક્ત કર્યા. હવે તેઓ જગત્પતિ ભગવાન શ્રીકૃષ્દનાં રૂપ, ગુભ્ર અને લીલાઓનું ચિંતન કરતાં-કરતાં પોત-પોતાની સજધાની જવા માટે નીકળ્યા. ॥ ૨૯ || ત્યાં જઈને તે લોકોએ પોતાની પ્રજાને પરમપુરુષ ભગવાન શ્રીકૃષ્ણની અદ્ભુત કૃપા અને લીલા કહી સંભળાવી અને પછી ખૂબ સાવધાનીથી ભગવાનની આજ્ઞા અનુસાર તેઓ પોતાનું, જીવન વ્યતીત કરવા લાગ્યા. | ૩૦ || પરીક્ષિત! આ પ્રમાણે ભગવાન શ્રીકૃખ્ા ભીમસેન પાસે જરાસંધનો વધ કરાવીને ભીમસેન અને અર્જુનની સાથે જરાસંધનંદન સહદેવ દ્વારા સમ્માનિત થઈને ઇન્દ્રપ્રસ્થ આવ્યા. તે વિજયી થઈને આવેલા ત્રણે વીરોએ ઇન્દ્રપ્રસ્થ પાસે પહોંચીને પોત-પોતાના શંખ વગાડ્યા, જેનાથી તેમના સ્વજન-મિત્રોને સુખ અને શત્રુઓને બહુ દુઃખ થયું. ॥ ૩૧- ૩ર ॥ ઇન્દ્રપ્ર્થવાસીઓનું મન તે શંખધ્વતિને સાંભળીને પ્રસન્ન થઈ ગયું. તેઓ સમજી ગયા કે જરાસંધ મરાઈ ગયો છે અને હવે રાજા યુધિષ્ઠિરનો રાજસૃથયજ્ઞ કરવાનો સંકલ્પ એક રીતે પૂરો થઈ ગયો. ।। ૩૩ || ભીમસેન, અર્જુન અને. ભગવાન શ્રીકૃષ્ણે રાજા યુધિષ્ઠિરને વંદન કર્યા અને જરાસંધના વધ દરમિયાન ત્યાં જે જે બન્યું હતું તે બધું કહી સંભળાવ્યું. 1 ૩૪ ॥ ૧. શટ! અ૦ ૭૪] દસમો સ્કન્ધ 499 નિશમ્ય ધર્મરાજસ્તત્ કેશવેનાનુકમ્પિતમ્ | આનન્ાશ્રુકલાં મુગ્ચન્ પ્રેમ્ણા નોવાચ કિઞ્ચન || ૩૫॥ ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રીકૃષ્ણના આ પરમ અનુગ્રહની વાત સાંભળીને પ્રેમવિહ્વળ થઈ ગયા, તેમનાં નેત્રોમાંથી આનંદનાં અશ્ચુ ટપકવા લાગ્યાં અને તેઓ તેમને. કશું કડી ન શક્યા. 1૩૫ || ઇતિ શ્રીમદ્વાગવતે મંહાપુરાણે પારમહહેસ્યાં સંહિતાયાં દશમસ્કન્વેપ ઉત્તરાર્થે કૃષ્ણાધાગમને ત્રિસપ્તતિતમોડધ્યાયઃ ૭૩ ॥ દસમા સ્કંધના ઉત્તરાર્ધ-અંતર્ગત કૃષ્ણ વગેરેના આગમનમાંનો તોંતેરમો અધ્યાય સમાપ્ત.
જરાસંધના કારાવાસમાંથી છૂટેલા રાજાઓની વિદાય અને ભગવાનનું ઇન્દ્રપ્રસ્થ પાછા આવવું
ભગવાનની અગ્રપૂજા અને શિશુપાલનો ઉદ્ધાર શીશુક 6વ/ચર એવં યુધિષ્ઠિરો રાજા જરાસન્ધવધં વિભોઃ” । કૃષ્ણસ્ય ચાનુભાવં તં શ્રુત્વા પ્રીતસ્તમબ્રવીત્ ॥ ૧॥ Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.