Śrīmad Bhāgavatam

કુક ઉશાચ' એકદા તુ સભામધ્યે આસ્થિતો મુનિભિર્વૃતઃ । બ્રાહ્મણૈઃ ક્ષત્રિવેવૈશ્ેભ્રાૃભિશ્ યુધિષ્ઠિરઃ || ૧॥ આચાર્વઃ કુલવૃટ્ધેક્ જ્ઞાતિસમ્બન્ધિબાન્ધવૈઃ | શ્ર

જરાસંધના કારાવાસમાંથી છૂટેલા રાજાઓની વિદાય અને ભગવાનનું ઇન્દ્રપ્રસ્થ પાછા આવવું
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

જ બોતેરમો અધ્યાય કુક ઉશાચ’ એકદા તુ સભામધ્યે આસ્થિતો મુનિભિર્વૃતઃ । બ્રાહ્મણૈઃ ક્ષત્રિવેવૈશ્ેભ્રાૃભિશ્ યુધિષ્ઠિરઃ || ૧॥ આચાર્વઃ કુલવૃટ્ધેક્ જ્ઞાતિસમ્બન્ધિબાન્ધવૈઃ | શ્રૃણ્વતામેવ ચૈતેષામાભાષ્વેદમુવાચ હ ||૨॥ કુશિષેર ઉજાશ ક્રતુરાજેત ગોવિન્દ રાજસૂયેન પાવનીઃ | યક્ષ્યે વિભૂતીર્ભવતસ્તત્‌ સમ્પાદય નઃ પ્રભો 1 ૩॥ ત્વત્પાદુકે અવિરતં પરિ યે ચરન્તિ ધ્યાયન્ત્યભદ્રનશને શુચયો ગૃણન્તિ | વિન્દન્તિ તે કમલનાભ ભવાપવર્ગ- માશાસતે યદિ ત આશિષ ઈશ નાન્યે ॥૪॥ તદ્‌ દેવદેવ ભવતશ્ચરણારવિન્દ- સેવાનુભાવમિહ પશ્યતુ લોક એષઃ | યે ત્વાં ભજન્તિ ન ભજન્ત્યુત વોભયેષાં નિષ્ઠાં પ્રદર્શય વિભો કુરુસૃગ્જયાનામ્‌ ॥૫॥ ન બ્રહ્મણઃ સ્વપરભેદમતિસ્તવ સ્યાત્‌ સર્વાત્મનઃ સમદંશઃ સ્વસુખાનુભૂતેઃ | સંસેવતાં૨ સુરતરોરિવ તે પ્રસાદઃ શેવાડનુરૂપમુદયો ત વિષપર્યયોડત્ર | ૬॥ કભગવઃનુવાચ સમ્યગ્‌ વ્યવસિતં રાજન્‌ ભવતા શત્રુકર્શન | કલ્યાણી વેન તે કીતિલોકાનનુ ભવિષ્યતિ” ॥ ૭1 વૈશ્યો, ભીમસેન વગેરે ભાઈઓ, આચાર્યો, કુળના વડીલ- વૃદ્ધો, જ્ઞાતિબંધુઓ, સંબંધીઓ અને કુટુંબીઓની સાથે ચજુસભામાં બેઠા હતા. તેમણે બધાની સામે ભગવાન શ્રીકૃષ્દાને સંબોધન કરીને આ વાત ક્હી - ||૧-૨ || ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું - ગોવિન્દ! હું સર્વશ્રેષ્ઠ રાજસૂષધજ્ઞ દ્વારા આપનું અને આપના પરમપવિત્ર વિભૂતિસ્વરૂપ દેવતાઓનું યજન કરવા ઇચ્છું છું. પ્રભુ! આપ કૃપા કરીને મારો આ સંકલ્પ સિદ્ધ કરો એવી પ્રાર્થના છે. ॥૩ || કમળનાભ! આપના ચરણની પાદુકાઓ સમસ્ત અમંગળોનો નાશ કરનારી છે. જે લોકો નિરંતર તેમની સેવા કરે છે, ધ્યાન અને સ્તુત્તિ કરે છે, ખરેખર તેઓ જ પવિત્રાત્મા છે. તેઓ જન્મ-મૃત્યુના ચકરાવામાંથી છૂટી જાય છે. અને જો તેઓ સાંસારિક વિષયોની અભિલાષા કરે, તો તેમને તેમની પન પ્રાપ્તિ થઈ જાય છે, પરંતુ જે આપનાં ચરણ- કરમળોનું શરબ્ન લેતા નથી, તેમને મુક્તિ તો મળતી જ નથી, સંસારના ભોગ પણ મળતા નથી. || ૪ |! દેવતાઓના પણ આરાધ્યદેવ! હું ઇચ્છું છું કે સંસારી લોકો આપનાં ચરબ્રકમળોની સેવાનો પ્રભાવ જુએ. પ્રભુ! કુરુવંશી અને સૃગ્જયવંશી રાજાઓમાં જે લોકો આપની ભક્તિ કરે છે, અને જે નથી કરતા તેમનામાં શો કરક છે તે સામાન્ય જનતાને. દેખાડી દો. ॥ ૫ ॥ પ્રભુ! આપ બધાના આત્મા, સમદર્શી અને સ્વયં સ્વરૂપસુખનો અનુભવ કરનારા સ્વયં બ્રહ્મ છો. આપનામાં “આ’હું છું અને આ બીજો’ એવો આપણા- પરાયાનો ભેદભાવ નથી. તેમ છતાં જે આપની સેવા કરે. છે, તેમને તેમની ભાવના પ્રમાણે ફળ મળે જ છે, બરાબર તે જ પ્રમાણે જેમ કલ્પવૃક્ષની સેવા કરનારને મળે છે. તે ફળમાં જે ન્યૂનાધિકતા હોય છે, તે તો ન્યૂનાધિક સેવાને અનુરૂપ જ હોય છે. એનાથી આપનામાં વિષમતા અથવા નિર્દયતા વગેરે દોષ આવતા નથી. || ૬ ॥ ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું - શત્રુવિજથી ધર્મરાજ! આપનો નિશ્ચય બહુ જ ઉત્તમ છે. રાજસૂય યજ કરવાથી તમારી કલ્યાજ્નકારી કોર્તિ સર્વલોકમાં ફેલાશે. ॥ ૭ ॥ ૧. બાકરાષશિરુવાથ | ર. સંમેવયા | ૩. ચરિષ્યતિ ! અ૦૭૨] દસમો સ્કન્ધ 591 ગ્રષીણાં પિતૃદેવાનાં સુહૃદામપિ નઃ પ્રભો | સર્વેષામપિ ભૂતાનામીપ્સિતઃ ક્રતુરાડયમ્‌ || ૮॥ વિજિત્ય નૃપતીન્‌ સર્વાન્‌ કૃત્વા ચ જગતી વશે । સમ્ભૃત્ય સર્વસમ્ભારાનાહરસ્વ. મહાકતુમ્‌ ॥૯॥ એતે તે ભ્રાતરો રાજન્‌ લોકપાલાંશસમ્ભવાઃ | જિતોડસ્મ્યાત્મવતા તેડહં દુર્જયો યોડકૃતાત્મભિઃ ॥ ૧૦॥ ન કશ્ચિન્મત્પરં લોકે તેજસા યશસા શ્રિયા ! વિભૂતિભિર્વાભિભવેદ્‌ દેવોડપિ કિમુ પાર્થિવઃ ॥ ૧૧॥ શછુક ઉવાચ નિશમ્ય ભગવદ્દગીતં પ્રીતઃ ફુલ્લમુખામ્બુજઃ | ભ્રાતૃન્‌દિગ્વિજયેડયુડક્ત વિષ્ણુતેજોપબૃંહિતાન્‌ ॥ ૧૨॥ સહદેવં દક્ષિણસ્યામાદિશત્‌ સહ સૃગ્જધૈઃ । દિશિ પ્રતીચ્યાં નકુલમુદીચ્યાં સવ્યસાચિનમ્‌ ! પ્રાચ્યાં વૃકોદરં મત્સ્વૈઃ કેકવૈઃ સહ મદ્રકેઃ 1 ૧૩॥ તે વિજિત્ય નૃપાન્‌ વીરા આજહુર્દિગ્ભ્ ઓજસા । અજાતશત્રવે ભૂરિ દ્રવિણં નૃપ યક્ષયતે | ૧૪॥ શ્રુત્વાડજિતં જરાસ્ધ નૃપતેર્ધ્યાયતો હરિઃ | આહોપાયં તમેવાદ્ય ઉદ્ધવો યમુવાચ હ ||૧૫॥ ભીમસેનોડર્જુનઃ કૃષ્ણો બ્રહ્મલિડાધરાસ્્રયઃ | જુગ્મુર્ગિરિવ્રજં તાત બૃહદ્રથસુતો યતઃ ૧૬॥ તે ગત્વાડડતિથ્યવેલાયાં ગૃહેષુ ગૃહમેધિનમ્‌ । બ્રહ્માણ્યં સમયાચેરન્‌ રાજન્યા બ્રહ્મલિઝિનઃ ॥ ૧૭॥ રાજન્‌! તમારો આ મહાયજ્ઞ ત્રદ્ષિઓ, પિતૃઓ, દેવતાઓ, સગાસંબંધીઓ, અમને અને ક્યાં સુધી ગણાવું, સમસ્ત પ્રાણીઓને અભીષ્ટ છે. || ૮ ॥ મહારાજ! પૃથ્વીના સમસ્ત નરપતિઓને જીતીને, સંપૂર્છ પૃથ્વીને પોતાના વશમાં કરીને અને યજ્ઞોચિત સંપૂર્ણ સામગ્રી એકત્રિત કરીને પછી આ મહાયશનું અનુષ્ઠાન કરો. ॥ ૯ || મહારાજ! તમારા ચારે ભાઈઓ ઇન્દ્ર વગેરે લોકપાલોના અંશથી પેદા થયા છે. તે બધા જ અત્યંત બળવાન છે. તમે તો પરમ મનસ્વી અને સંયમી છો જ. તમે લોકોએ પોતાના સદ્ગુશ્ઞોથી મને તમારા વશમાં કરી લીધો છે, જે લોકોએ પોતાની ઇન્દ્રિયો અને મનને વશમાં કર્યું નથી, તેઓ મને પોતાને વશ કરી શક્તા નથી. ।। ૧૦ ॥| સંસારમાં કોઈ મોટામાં મોટો દેવતા પણ તેજ, યશ, લક્ષ્મી, સૌન્દર્ય અને એશ્વર્ય વગેરે દ્વારા મારા ભક્તનો તિરસ્કાર કરી શકતો નથી. પછી કોઈ રાજા તેનો તિરસ્કાર કરે, તે તો સંભવી જ કઈ રીતે શકે? ॥ ૧૧ || શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! ભગવાનની વાત સાંભળીને મહારાજ યુધિષ્ઠિરનું #દય આનંદથી ભરાઈ ગયું. તેમનું મુખકમલ પ્રફુલ્લિત થઈ ગયું. હવે તેમણે પોતાના ભાઈઓને દિગ્વિજય કરવાનો આદેશ આપ્યો. ભગવાન શ્રીકૃષ્ણે પાંડવોમાં પોતાની શક્તિનો સંચાર કરીને તેમને અત્મંત પ્રભાવશાળી બનાવી દીધા હતા. || ૧૨ | ધર્મરાજ યુધિષ્ઠિરે સૃગ્જયવંશી વીરો સાથે સહદેવજીને દક્ષિ્ દિશામાં દિગ્વિજય કરવા માટે મોકલ્યા. નકુલને મત્સ્ઘદેશીય વીરોની સાથે પશ્ચિમમાં, અર્જુનને કેકય દેશના વીરો સાથે ઉત્તરમાં અને ભીમસેનને મદ્ર દેશના વીરો સાથે પૂર્વ દિશામાં દિગ્વિજય કરવાનો આદેશ આપ્યો. || ૧૩ | પરીક્ષિત! તે , ભીમસેન વગેરે વીરોએ પોતાના બળ-પરાક્રમથી બધી બાજુથી રાજાઓને જીતી લીધા અને યજ્ઞ કરવા માટે પ્રયત્નશીલ મહારાજ યુધિષ્ઠિરને બહુ જ ધન લાવીને આપ્યું. ॥ ૧૪ ॥ જ્યારે મહારાજ યુધિષ્ઠિરે એવું સાંભળ્યું કે. હજી સુધી જરાસંધને જીતી શકાયો નથી, ત્યારે તે ચિંતા કરવા લાગ્યા. તે વખતે ભગવાન શ્રીકૃષ્દે તેમને તે જ ઉપાય કહ્યો જે ઉદ્વવજીએ બતાવ્યો હતો. || ૧૫ ॥। પરીક્ષિત! ત્યાર પછી ભીમસેન, અર્જુન અને ભગવાન શ્રીકૃષ્ણ એ ત્રણે બ્રાહ્મણવેશમાં ગિરિવ્રજ ગયા. ત્યાં જ જરાસંધની રાજધાની હતી. 11૧૬ || રાજા જરાસંધ બ્રાહ્મણોનો ભક્ત અને ગૃહસ્થોચિત ધર્મોનું પાલન કરવાવાળો હતો. ઉપર જણાવ્યું તેમ આ ક્ષત્રિયો બ્રાહ્મણના વેશમાં અતિથિ-અભ્યાગતોના સત્કાર સમયે જરાસંધ પાસે ગયા અને તેની પાસે આ પ્રમાણે યાચના કરી- ૧૭ ॥ 492 શ્રીમદભાગવત [અ૦ ૭૨ રાજન્‌ વિદ્ધયતિથીન્‌’ પ્રામાનર્થિનો દૂરમાગતાન્‌ ! તન્ઞઃ પ્રયચ્છ ભદ્રં તે યદ્‌ વર્ય કામયામહે ॥ ૧૮॥ કિં દુર્મર્ષ તિતિક્ષૂણાં કિમકાર્યમસાધુભિઃ ! કિં ન દેયં વદાન્યાનાં કઃ પરઃ સમદર્શિનામ્‌ ।। ૧૯] યોડનિત્યેન શરીરેણ સતાં ગેયં યશો પ્રુવમ્‌ ! નાચિનોતિ સ્વયંકલ્પઃ સ વાચ્યઃ શોચ્ય એવ સઃ | ર૦॥ હરિશ્ચન્દ્રો રન્તિદેવ ઉગ્છવૃત્તિઃ શિબિર્બલિઃ । વ્યાધઃ કપોતો બહવો હ્યાધુવેણ ધ્રુવં ગતાઃ ॥ ર૧॥ શ્રીશુક 6૧૨ સ્વરેરાકૃતિભિસ્તાંસ્તુ પ્રકોષ્કેકર્યાહતેરપિ | રાજન્યબન્ધૂન્‌ વિજ્ઞાય દંષ્ટપૂર્વાનચિન્તયત્‌ | રર! રાજન્યબન્ધવો હ્વતે બ્રહ્મલિજ્ાનિ બિભ્રતિ | દદામિ ભિક્ષિતં તેભ્ય આત્માનમપિ દુર્યજમ્‌ | ર૩॥ બલેર્નુ શ્રૂયતે કીર્તિવિતતા દિક્વકલ્મષા | ઔૌશ્ચર્યાદ્‌ભ્રંશિતસ્યાપિ વિપ્રવ્યાજેન વિષ્ણુના ॥ ર૪॥ શ્રિયં જિહીર્ષતેન્દ્રસ્ય વિપ્ણવે દ્વિજ રૂપિણે ! જાનન્રપિ મહી પ્રાદાદ વાર્યમાણેડપિ દૈત્યરાટ્‌ ॥ ર૫॥ જીવતા બ્રાહ્મણાર્થાય કો ન્વર્થઃ ક્ષત્રબન્ધુના ! દેહેન પતમાનેનત નેહતા વિપુલં યશઃ | ર૬॥ “રાજન્‌! આપનું કલ્યાણ થાઓ. અમે ત્રણે આપના અતિથિ છીએ અને બહુ દૂરથી આવી રહ્યા છીએ. ચોક્કસ અમે અહીં કોઈ વિશેષ પ્રયોજનથી આવ્યા છીએ. તેથી અમે. આપની પાસેથી જે ઇચ્છીએ છીએ, તે આપ અમને અવશ્ય આપો. ॥ ૧૮ | સહનશીલને દુઃખ શું છે? દુષ્ટોને અકાર્ય, શું છે? દાતાઓને ન આપવા જેવું શું છે! અને સમદર્શી પુરુષને પારકું કોણ છે? !| ૧૯ || જે પુરુષ પોતે સમર્થ હોઈને પણ આ નાશવાન શરીરથી એવો અવિનાશી યશ નથી પ્રાપ્ત કરતો કે, જેને મોટા-મોટા સત્પુરુષો પણ ગાયા કરે; સાચું. પૂછો તો તેવા માણસની જેટલી નિંદા કરવામાં આવે, ઓછી છે. તેનું જીવન શોક કરવાને યોગ્ય છે. || ૨૦ || રાજન્‌! તમે તો જાણતા જ હશો - રાજા હરિશ્ચન્દ્ર, રન્તિદેવ, માત્ર અન્નના દાણા વીણી-વીણીને નિર્વાહ કરવાવાળા મહાત્મા મુદ્ગલ, શિબિ, બલિ, વ્યાધ અને કપોત વગેરે કેટલાય વ્યક્તિઓ અતિથિને પોતાનું સર્વસ્વ આપીને નાશવાન શરીર દ્વારા અવિનાશી પદને પ્રાપ્ત થઈ ચૂક્યા છે. તેથી તમે પણ અમને નિરાશ કરશો નહીં. !૨૧ || « શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! જરાસંધે તે લોકોનો સ્વર, આકૃતિ અને ધનુષ્યની દોરીના ઘસારાના ચિહનવાળાં હાથનાં કાંડાં જોઈને ઓળખી લીધા કે આ તો બ્રાહ્મણ નથી પણ ક્ષત્રિય છે. હવે તે વિચારવા લાગ્યો કે, મેં ક્યાંક આ લોકોને જોયા પદ્ય છે. || ૨૨ |! પછી તેણે મનમાં વિચાર્યું કે, “આ ક્ષત્રિયો હોવા છતાં પણ બ્રાહ્મણનો વેશ બનાવીને આવ્યા છે. જ્યારે આ ભિક્ષા જ માગવા આવ્યા છે, ત્યારે તેમની ઇચ્છા હોય તે માગી લે, હું તેમને આપીશ. યાચના કરવાથી પોતાનું અત્યંત પ્રિય અને દુસ્ત્જજ શરીર આપવામાં પશ મને વાર નહીં લાગે.!!૨૩ || વિષ્ણુ ભગવાને બ્રાહ્મજ્નનો વેશ ધારણ કરીને બલિરાજાનું ધન, એશ્વર્ય - બધું જ છીનવી લીધું, છતાં બલિનો પવિત્ર યશ હજી પણ ફેલાયેલો છે અને આજે પણ લોકો બહુ જ આદરપૂર્વક તેનું, ગાન કરે છે, ।। ૨૪ ॥ એમાં સંદેહ નથી કે, વિષ્દ્ઠ ભગવાને દેવરાજ ઇન્દ્રની રાજલકમી બલિ પાસેથી છીનવીને તેને આપવા માટે જ બ્રાહ્મણનું રૂપ લીધું હતું. દૈત્પરાજ બલિને આ વાતની ખબર પડી ગઈ હતી અને શુક્ાચાર્યજીએ તેમને રોક્યા પણ હતા; પરંતુ તેમને પૃથ્વીનું દાન આપી જ દીધું. ॥ ૨૫ 1! મારો તો આ પાકો નિર્ણય છે કે, આ શરીર નાશવાન છે; આ શરીરથી જે વિપુલ યશ કમાતો નથી અને જે ક્ષત્રિય બ્રાહ્મણને માટે જ જીવન ધારણ નથી કરતો, તેનું જીવવું વ્યર્થ છે. 1૨૬ ॥ ૧. વિદ્ધતિધોનસ્માનર્ધિનો | અ૦૭૨] દસમો સ્કન્ધ 493 ઇંત્યુદારમતિઃ પ્રાહ કૃષ્ણાર્જુનવૃકોદરાન્‌ | હે વિપ્રા દ્રિયતાં કામો દદામ્યાત્મશિરોડપિ વઃ ॥ ૨૭॥ શભગજાનુવાચ યુદ્ધ નો દેહિ રાજેન્દ્ર દન્દ્શો યદિ મન્યસે | યુદ્ધાર્થિનો વયં પ્રાસ્સા રાજન્યા નાશકાડ્ક્ષિણઃ ॥ ૨૮॥ અસૌ વૃકોદરઃ પાર્થસ્તસ્ય ભ્રાતાડર્જુનો હ્યયમ્‌ । - - અનયોર્માતુલેયં માં કૃષ્ણ જાનીહિ તે રિપુમ્‌ ॥ ૨૯॥ એવમાવેદિતો રાજા જહાસોચ્ચૈઃ સ્મ માગધઃ | આહ ચામર્ષિતો મન્દા યુદ્ધ તર્હિ દદામિધ વઃ | ૩૦॥ ન ત્વયા ભીરુ યોત્સ્થે યુધિ વિક્લવચેતસા | ભથુરાં સ્વપુરીં ત્યક્ત્વા સમુદ્ર શરણં ગતઃ | ૩૧॥ અયં તુ વયસાડતુલ્યો નાતિસત્ત્વો ન મે સમઃ । અર્જુનો ન ભવેદ્્‌ યોદ્ધા ભીમસ્તુલ્યબલો મમ | ૩૨॥ ઇત્યુક્ત્વા ભીમસેનાય પ્રાદાય મહતીં ગદામ્‌ | દ્વિતીયાં સ્વયમાદાય નિર્જગામ પુરાદ્‌ બહિઃ ॥ ૩૩॥ તતઃ સમે ખલે વીરૈ સંયુક્તાવિતરેતરૌ | જબ્તુર્વજકલ્પાભ્યાં ગદાભ્યાં રણદુર્મદી ॥ ૩૪॥ મણ્ડલાનિ વિચિત્રાણિ સવ્યં દક્ષિણમેવ ચ | ચરતોઃ શુશુભે યુદ્ધ નટયોરિવ રહ્રિણોઃ ॥ ૩૫॥ તતશ્ચટચટાશબ્દો વજનિષ્પેષસન્તિભઃ૨ । ગદયોઃ ક્ષિ્યો રાજન્‌ દન્તયોરિવ દન્તિનોઃ ॥ ૩૬॥ પરીક્ષિત! ખરેખર જરાસંધની બુદ્ધે બહુ ઉદાર હતી. ઉપર્યુક્ત વિચાર કરીને તેણે બ્રાહ્મણ-વેશધારી શ્રીકૃષ્ણ, અર્જુન અને ભીમસેનને કહ્યું - ‘બ્રાહ્મણો! તમે ઇચ્છા હોય તે માગી લો, આપ ઇચ્છો તો તમને મારું મસ્તક પણ આપી શકું છું. ૨૭ ॥ ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું - “રાજેન્દ્ર! અમે લોકો અન્નની ઇચ્છાવાળા બ્રાહ્મણો નથી, ક્ષત્રિય છીએ; અમે તમારી પાસે યુદ્ધ માટે આવ્યા છીએ. જો તમારી ઇચ્છા હોય તો અમને દ્રદ્ર યુદ્ધની ભિક્ષા આપો. || ર૮ | જુઓ, આ પાંડુપુત્ર ભીમસેન છે અને આ તેમનો ભાઈ અર્જુન છે અને હું આ બન્નેના મામાનો પુત્ર તથા તમારો જૂનો શત્રુ કૃષ્ણ છું.’ ॥ ૨૯ ॥ જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ આ પ્રમાણે પોતાનો પરિચય આપ્યો, ત્યારે રાજા જરાસંધ ખૂબ મોટેથી હસવા લાગ્યો અને ચિઢાઈને બોલ્યો - ‘અરે મૂર્ખાઓ! જો તમારી યુદ્ધની જ ઇચ્છા છે તો ચાલો, હું તમારી પ્રાર્થનાનો સ્વીકાર કરું છું. ॥ ૩૦ ॥ પરંતુ કૃષ્ણ! તું તો બહુ બીકણ છે. યુદ્ધમાં તું ગભરાઈ જાય છે. તેં તો મારા ભયથી પોતાની નગરી મથુરાને પણ છોડી દીધી તથા સમુદ્રનું શરણ લીધું છે. તેથી હું તારી સાથે લડીશ નહીં. || ૩૧ || આ અર્જુન પણ કોઈ યોદ્ધો નથી. એક તો ઉમરમાં મારાથી નાનો છે અને બીજું તે કોઈ વિશેષ બળવાન પણ નથી. તેથી એ પણ મારી જોડીનો વીર નથી, હું તેની સાથે પણ લડીશ નહીં. રહ્યા માત્ર ભીમસેન, તેઓ અવશ્ય મારા જેવા બળવાન અને મારી જોડીના છે. 1! ૩૨ !! જરાસંધે આમ કહીને ભીમસેનને એક * બહુ મોટી ગદા આપી અને પોતે બીજી ગદા લઈને નગરની બહાર નીકળ્યો. 1૩૩ ॥ હવે બન્ને રણધેલા વીરો અખાડામાં આવીને એક બીજા સાથે લડવા લાગ્યા અને પોતાની વજ જેવી ગદાઓથી એક-બીજા પર પ્રહાર કરવા લાગ્યા. 1૩૪ । તેઓ ડાબા-જમણી જાત-જાતના દાવ બદલતા રહીને જાણે બે શ્રેષ્ઠ નટનાયકો રંગમંચ પર યુદ્ધનો અભિનય કરતા હોય એવા શોભવા લાગ્યા. || ૩૫ | પરીક્ષિત! જ્યારે એકની ગદા બીજાની ગદા સાથે ટકરાતી ત્યારે એવું લાગતું કે, જાણે યુદ્ધ કરતા બે હાથીઓના દાંત સામસામા અથડાવાથી કડાકા થાય છે અથવા જોરથી વીજળીના કડાકા થઈ રહ્યા છે. 1૩૬ ॥ ૧. દદાનિ | ર. વજનિર્ધોષસસ્ભિઃ | 494 શ્રીમદભાગવત [અ૦૭૨ તે વૈ ગદે ભુજજવેન નિપાત્યમાને અત્યોન્યતોંડસકટિપાદકરોરુજત્રૂન્‌ । ચૂર્ણબિભૂવતુરુપેત્ય યથાડર્કશાખે સંયુધ્યતો્ટિરદયોરિવ દીસમન્ય્વોઃ | ૩૭॥ ઇત્થં તયોઃ પ્રહતયોર્ગદયોર્નુવીરી કુદ્ધો સ્વમુષ્ટિભિરયઃસ્પર્શેરપિષ્ટામ્‌’ । શબ્દસ્તયોઃ પ્રહરતોરિભયોરિવાસી- જ્ઞિર્ધાતવજપરષસ્તલતાડનોત્થઃ 1૩૮ તયોરેવં પ્રહરતોઃ સમશિક્ષાબલૌજસોઃ | નિર્વિશેષમભૂદ્‌ યુદ્ધમક્ષીણજવયોર્નપ | ૩૯॥ એવં તયોર્મહારાજ યુધ્યતોઃ સપ્નર્વિશતિઃ | દિનાનિ નિરગંસ્તત્ર સુહૃદ્તિશિ તિષ્ઠતોઃ | ૪૦॥ એકદા માતુલેયં વૈ પ્રાહ રાજન્‌ વૃકોદરઃ | ન શક્તોડર્હ જરાસન્યં નિર્જેતું યુધિ માધવ ॥ ૪૧॥ શત્રોર્જન્મમૃતી વિદ્ધાન્‌ જીવિતં ચ જરાકૃતમ્‌ । પાર્થમાપ્યાયયન્‌ સ્વેન તેજસાડચિન્તયદ્વરિઃ | ૪૨॥ સગ્યિન્ત્યારિવધોપાયં ભીમસ્યામોઘદર્શનઃ । દર્શયામાસ વિટપં પાટયન્નિવ સઝગ્શયા |૪૩॥ તદ વિજ્ઞાય મહાસત્ત્વો ભીમઃ પ્રહરતાં વરઃ | ગૃહીત્વા પાદયોઃ શત્રુ પાતયામાસ ભૂતલે || ૪૪॥ એકક પાદ પદ્ાડકક્રમ્ય દોર્ભ્યામન્યં પ્રગૃહ્મય સઃ | ગુદતઃ પાટયામાસ શાખામિવ મહાગજઃ 1 ૪૫॥ એકપાદોરુવૃષણકટિપૃષ્ઠસ્તનાંસકે 1 એકબાહક્ષિભ્રૂકર્ણ શકલે દટશુઃ પ્રજાઃ ॥૪૬॥ જ્યારે બે હાથી ક્રોધ કરીને લડવા લાગે છે અને આકડાની ડાળીઓ તોડી-તોડીને એક-બીજા પર પ્રહાર કરે. છે ત્યારે એક-બીજાના પ્રહારથી તે ડાળીઓનો ભુક્કો થઈ જાય છે, તે જ રીતે જ્યારે જરાસંધ અને ભીમસેન ખૂબ વૈગપૂર્વક ગદાઓ ફેરવી-ફેરવીને એક-બીજાના ખભા, કમર, પગ, હાથ, સાથળ અને હાંસડીઓ પર પ્રહાર કરવા લાગ્યા; ત્યારે તેમની ગદાઓ તેમનાં શરીર સાથે ટકરાઈને ભાંગીને ભુક્કો થવા લાગી. || ૩૭ || આ પ્રમાણે જ્યારે ગદાઓ ભાંગી ગઈ ત્યારે બન્ને વીરો કોધપૂર્વક પોતાની મુક્ઠીઓથી એક બીજાને કચડી નાખવાની ચેષ્ટા કરવા લાગ્યા, તેમના મુક્કાના પ્રહારો લોઢાના ઘજ જેવા પડતા હતા. એક-બીજા પરના પ્રહારોનો ભારે કર્કશ અવાજ - વીજળીઓના કડાકા જેવો લાગતો હતો. 1૩૮ || પરીક્ષિત! જરાસંધ અને ભીમસેનની ગદાયુદ્ધમાં કુશળતા, બળ અને ઉત્સાહ સરખા હતા. બન્નેમાંથી કોઈ એક સ્હેજ પણ ક્ષીણ થતો હોય એવું લાગતું ન હતું. અમ સતત પ્રહારો કરતા રહેવા છતાં પણ બન્નેમાંથી કોઈની હાર-જીત ન થઈ. ॥ ૩૯ | બન્ને વીરો રાત્રિના સમયે મિત્રની જેમ રહેતા હતા અને દિવસે એક- બીજા પર પ્રહાર કરતા રહીને લડતા હતા. મહારાજ! આ પ્રમાણે તેમને લડતાં-લડતાં સત્તાવીસ દિવસ વીતી ગયા. 1૪૦ || પ્રિય પરીક્ષિત! અક્રાવીસમા દિવસે ભીમસેને પોતાના મામાના દીકરા-ભાઈ શ્રીકૃષ્ટને કહ્યું — “શ્રીકૃષ્ણ! હું યુદ્ધમાં જરાસંધને જીતી શકતો નથી.’ || ૪૧ | ભગવાન શ્રીકૃષ્ણ જરાસંધના જન્મ અને મૃત્યુનું-રહસ્ય જાણતા હતા કે જરા નામની રાક્ષસીએ જરાસંધના શરીરના બે ટુકડાઓને જોડીને તેને જીવનદાન આપ્યું હતું. તેથી ભગવાને ભીમના શરીરમાં પોતાની શક્તિનો સંચાર કર્યો અને જરાસંધના વધનો ઉપાય વિચાર્યો. || ૪૨ ॥ પરીક્ષિત! ભગવાનનું જ્ઞાન અમોઘ છે. હવે તેમણે જરાસંધના મૃત્યુનો ઉપાય જાણીને ભીમને કહયું, એક વૃક્ષની ડાળને ‘જે રીતે હું ચીરું, તેમ તું શત્રુને ચીરી નાખ.’ ॥ ૪૩ | વીરશ્રેષ્ઠ અને પરમ શક્તિશાળી ભીમસેને ભગવાનનો અભિપ્રાય સમજી લીધો અને જરાસંધના પગ પકડીને તેને ધરતી પર. પછાડ્યો. || ૪૪ |! પછી તેના એક પગને પોતાના પગ નીચે દબાવ્યો અને બીજા પગને બે હાથથી પકડી લીધો. પછી ભીમસેને તેને ગુદા તરફથી એ રીતે ચીરી નાખ્યો, જેમ ગજરાજ વૃક્ષની ડાળને ચીરી નાખે. | ૪૫ ॥ લોકોએ જોયું કે જરાસંધના શરીરના બે ટુકડા થઈ ગયા છે, અને તેના આ રીતે એક-એક પગ, સાથળ, અ્ડકોશ, કમર, પીઠ, સ્તન, ખભો, ભુજા, નેત્ર, બ્રુકુટિ અને ક્રાન અલગ-અલગ થઈ ગયા છે. || ૪૬ ॥ ૧, ગ્ર્યવ્સદશૈરપિષામ્‌ । અ૦૭૩] દસમો સ્કન્ધ 495 હાહાકારો મહાનાસીન્નિહતે મગધેશ્વરે | પૂજયામાસતુર્ભીમં પરિરભ્ય જયાચ્યુતૌ | ૪૭॥ સહદેવ તત્તનયં ભગવાન્‌ ભૂતભાવનઃ | અભ્યષિગ્ચદમેયાત્મા મગધાર્નાં પતિં પ્રભુઃ | મોચયામાસ રાજન્યાન્‌ સંરુદ્ધા માગધેન યે 1 ૪૮॥ મગધરાજ જરાસંધનું મૃત્યુ થઈ જવાથી ત્યાંની પ્રજા જોર-જોરથી રડવા લાગી. ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુને ભીમસેનને ભેટીને તેમને અભિનંદન આપ્યાં. | ૪૭ | પ્રાજ્નીમાત્રનું રક્ષણ કરનારા અને દુર્શય સ્વરૂપવાળા સમર્થ ભગવાન શ્રીકૃષ્ણ સમસ્ત પ્રાણીઓના જીવનદાતા છે. તેમણે જરાસંધના રાજ્યસિંહાસન પર તેના પુત્ર સહદેવનો અભિષેક કરી દીધો અને જરાસંધે જે રાજાઓને કેદી બનાવી રાખ્યા હતા તેમને કારાગારમાંથી મુક્ત કરી દીધા. | ૪૮ ॥ ક્ત ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમરહેસ્પાં સંહિતાયાં દશમસ્કન્ધે ઉત્તરાર્ધ જરાસન્ધવધો નામ દ્વિસપ્તંતિતમોડધ્યાયઃ ॥ ૭૨ ॥ દસમા ર્સ્કંધના ઉત્તરાર્ધ-અંતર્ગત જરાસંધવધ નામનો બોતેરમો અધ્યાય સમાપ્ત.