અધ્યાય રાજસુય યશ સમ્પન્ન અને દુર્યોધનનું અપમાન ચજોવચ અજાતશત્રોસ્તં દંષ્ટ્વા રાજસૂયમહોદયમ્ | સર્વે મુમુદિરે બ્રહન્ નૃદેવા યે સમાગતાઃ ॥૧॥ દુર્યોધન વર્જયિત્વા રાજાનઃ સર્ષયઃ સુરાઃ। ઇતિ શ્રુતં નો ભગવંસ્તત્ર કારણમુચ્યતામ્ | ૨॥ કષિસ્વાર? પિતામહસ્ય તે યજ્ે રાજસૂયે મહાત્મનઃ | બાન્ધવાઃ પરિચર્યાયાં તસ્યાસન્ પ્રેમબન્ધનાઃ ॥ ૩।। રાજા પરીક્ષિતે પૂછ્યું - ભગવન્| અજાતશત્રુ ધર્મરાજ યુધિષ્ઠિરના રાજસૂય યશમહોત્સવને જોઈને જેટલા મનુષ્યો, રાજાઓ, ત્રષિઓ, મુનિઓ અને દેવતાઓ આવ્યા હતા, તે બધાને ખૂબ આનંદ થયો. પરંતુ દુર્યોધનને બંહુ દુઃખ, સંતાપ થયો; એવું મેં આપના મુખેથી સાંભળ્યું. ભગવન્! આપ કૃપા કરીને એનું કારણ જણાવો. || ૧-૨ ॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! તમારા દાદા ધુષિષ્ઠિર મોટા મહાત્મા હતા. તેમના પ્રેમ-પાશથી બંધાઈને બધા ભાઈ-બંધુઓએ રાજસુય-ધશમાં જુદું જુદું સેવાકાર્ય સ્વીકારી લીધું હતું. ॥ ૩ ॥ ૧. મુદા થવુ | ૨. ન્વપશ્તુસપ્તતિ- ! ૩. બાદરાયકિર્વાચ ! અ૦૭૫] દસમો સ્કન્ધ 505 ભીમો મહાનસાધ્યક્ષો ધનાધ્યક્ષઃ સુંયોધનઃ | સહંદેવસ્તુ પૂજાયાં નકુલો દ્રવ્યસાધને ॥૪॥ ગુરુશુશ્રૂષણે* જિષ્ણુઃ કૃષ્ણઃ પાદાવનેજને | પરિવેષણે કુપદજા કણો દાને મહામનાઃ ॥૫॥ યુયુધાનો વિકર્ણશ્ચ હાર્દિક્યો વિદુરાદયઃ | બાહ્ીકપુત્રા ભૂર્યાધા યે ચ સત્તર્દનાદયઃ ॥ ૬।| નિરૂપિતા મહાયશે નાનાકર્મસુ તે તદા| પ્રવર્તન્તે સ્મ રાજેન્દ્ર રાજ્ઞઃ પ્રિયચિકીર્ષવઃ | ૭॥ ગ્રત્વિક્સદસ્યબહુવિત્સુ સુહત્તમેષુ સ્વિષ્ટેષુ સુનૃતસમર્હણદક્ષિણાભિઃ | ચૈદ્યે ચ સાત્વતપતેશ્વરણં પ્રવિષ્ટે ચકુસ્તતસ્ત્વવભૃથસ્નપનં ધુનદ્યામ્ ॥ ૮॥। મૃદક્રશટ્વપણવધુન્ધુર્યાનકગોમુખાઃ 1 વાદિત્રાણિ વિચિત્રાણિ નેદુરાવભૃથોત્સવે | ૯| નર્તક્યો નનૃતુર્ટટા ગાયકા યૂથશો જગુઃ । વીણાવેણુતલોન્ઞાદસ્તેષાં સ દિવમસ્પૃશત્ | ૧૦॥ ચિત્રધ્વજપતાકાગૈરિભેન્દ્રસ્યન્દનાર્વભિઃ ! સ્વલડડુતેર્ભટેર્ભ્પા નિર્યયૂ રુક્મમાલિનઃ ॥ ૧૧॥। યદુસુગ્જયકામ્બોજકુરુકેકયકોસલાઃ 1 કમ્પયન્તો ભુવં સૈન્યેર્યજમાનપુરઃસરાઃ ॥ ૧૨ ॥ સદસ્યર્ત્વિગ્રિજશ્રેષ્ઠા બ્રહ્મયોષેણ ભૂયસા । દેવર્ષિપિતૃગન્ધર્વાસ્તુષ્ટુવુઃ પુષ્પવર્ષિણઃ ॥ ૧૩॥ સ્વલડકૃતા નરા નાર્યો ગન્ધસગ્ભૂષણામ્બરૈઃ૨ । વિલિમ્યન્યોડભિષિગ્યન્ત્યો વિજહુર્વિવિધે રસૈઃ ॥ ૧૪॥। ભીમસેન ભોજનાલયની દેખ-રેખ કરતા હતા. દુર્યોધન કોષાધ્યક્ષ હતા. સહદેવને અભ્યાગતોના સ્વાગત-સત્કાર માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને નકુલ વિવિધ પ્રકારની સામગ્રી એકત્ર કરવાનું કામ કરતા હતા. || ૪ || અર્જુન ગુરુજનોની સેવા-શુશ્રૂષા કરતા હતા અને સ્વયં ભગવાન ’ શ્રીકૃષ્ણ આવેલા અતિથિઓના ચરણ પખાળતા હતા. દેવી દ્રૌપદી ભોજન પીરસતાં હતાં અને ઉદારશિરોમણિ કર્ણ ખુલ્લા હાથે દાન આપતા હતા. || ૫ | પરીક્ષિત! આ જ પ્રમાણે સાત્યકિ, વિકર્લ, હાર્દિક્ય, વિદુર, ભૂરિશ્રવા વગેરે બાહ્લીકના પુત્રો અને સન્તર્દન વગેરે રાજસૂય યજ્ઞમાં જુદા જુદા કામોમાં નિયુક્ત હતા. તે બધા જ યુધિષ્ઠિરજીનું પ્રિય થાય તેવું કામ કરતા હતા. | ૬-૭ ॥ પરીક્ષિત! જ્યારે ત્રત્વિજો, સદસ્યો અને વિદ્ધાનોનું, તથા પોતાના ઇષ્ટ-મિત્રો અને ભાઈ-બાંધવોનો સુમધુર વાણી, વિવિધ પ્રકારની પૂજા સામગ્રી અને દક્ષિણા વગેરેથી સારી રીતે સત્કાર થઈ ચૂક્યો તથા શિશુપાલ ભક્તવત્સલ ભગવાનના ચરણોમાં સમાઈ ગયો, ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર ગંગાજીમાં યજ્ઞાંત-સ્નાન કરવા ગયા, | ૮ !! જે વખતે તેઓ અવભૃથ-સ્નાન કરવા લાગ્યા, ત્યારે મૃદંગ, શંખ, ભેરી, ઢોલ, નગારાં અને શૃંગવાઘો વગેરે વિવિધ પ્રકારનાં વાજિત્રો વાગવાં લાગ્યાં. |! ૯ ॥ નર્તકીઓ હર્ષભેર નાચી રહી હતી. ગવૈયાઓના વૃન્્દ ગાવા લાગ્યા અને વીણા, વાંસળી તથા ઝાંઝ-મંજીરા વગેરે વાધોનો ધ્વનિ આકાશ સુધી ગૂંજી રહ્યો હતો. 1! ૧૦ ॥ સોનાના હાર પહેરેલા યાદવ, સૃગ્જય, કુરુ, કેકય અને કોસલ દેશના રાજાઓ રંગ-બે-રંગી ધજા- , પતાકાઓ સાથેના ખૂબ સજાવેલા ગજરાજો, રથો, ઘોડાઓ તથા સુસજ્જ વીર સૈનિકો સાથે મહારાજ યુધિષ્ઠિરની આગળ પૃથ્વીને કંપાવતા ચાલી રહ્યા હતા. ॥ ૧૧-૧૨ || યજ્ઞના સદસ્યો, ત્રદત્વિજો અને અનેક શ્રેષ્ઠ બ્રાહ્મણો વેદમંત્રોનો ઊંચા સ્વરથી પાઠ કરી રહ્યા હતા. દેવતાઓ, કપષિઓ, પિતૃઓ, ગન્ધર્વો, આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ કરતા હતા. 1૧૩ | ઇન્દ્રપ્રસ્થના સ્ત્રી-પુરુષો સુગન્વિત દ્રવ્યો, પુષ્યના હાર, રંગ-બેરંગી વસ્ત્રો અને કીમતી આભૂષણોથી સજી-ધજીને એક-બીજા પર જળ, તેલ, દૂધ, માખણ વગેરે નાખીને ભીંજવતા હતા અને એક-બીજાના શરીરે ચોપડતા હતા. આ પ્રમાણે ક્રીડા કરતા ધર્મરાજાની સાથે ચાલી રહ્યા હતા. 1૧૪ | ૧. સતાં શુશ્રૂષણે | ૨. ત્ભૂષણાદિલિઃ ! 506 શ્રીમદભાગવત [અ૦૭૫ તૈલગોરસગન્ધોદહરિદ્રાસાન્દ્રકુડકુમૈઃ 1 પુમ્ભિર્લિપ્રાઃ પ્રલિમ્પન્ત્યો વિજહુર્વારયોષિતઃ ॥ ૧૫॥ ગુમ્ઠા નૃભિર્નિરગમન્નુપલબ્ધુમેતદ્ દેવ્યો યથા દિવિ વિમાનવરેર્દેવ્યઃ | તા માતુલેયસખિભિઃ પરિપિચ્યમાનાઃ સદ્રીડહાસવિકસદ્રદના વિરેજુઃ 1૧૬॥ તા દેવરાનુત સખીન્ સિપિચુર્દતીભિઃ ક્લિન્નામ્બરા વિવૃતગાત્રકુચોરુમધ્યાઃ । ઔત્સુક્યમુક્તકબરાચ્ચ્યવમાનમાલ્યાઃ ક્ષોભં દધુર્મલધિયાં રુચિરેર્વિહારેઃ । ૧૭॥ સ સમ્રાડૂ રથમારૂઢઃ સદશ્ચં રુકમમાલિનમ્ ! વ્યરોચત સ્વપત્નીભિઃ ક્રિયાભિઃ કતુરાડિવ ॥ ૧૮॥ પત્નીસંયાજાવભૃરથ્વૈશ્વરિત્વા તે તમૃત્વિજઃ | આચાત્તં સ્નાપયાગ્ચકુર્ગદ્રાયાં સહ કૃષ્ણયા | ૧૯॥ દેવદુન્દુભયો નેદુર્નરદુન્દુભિભિઃ સમમ્ | મુમુચુઃ પુષ્પવર્ષાણિ દેવર્ષિપિતૃમાનવાઃ | ૨૦॥ સસ્નુસ્તત્ર તતઃ સર્વે વર્ણાશ્રમયુતા નરાઃ । મહાપાતક્યપિ યતઃ સધો મુચ્ચેત કિલ્બિષાત્ | ૨૧॥। અથ રાજાડહતે ક્ષૌમે પરિધાય સ્વલડકુતઃ | ત્રત્વિક્સદસ્યવિપ્રાદીનાનર્ચાભરણામ્બરેઃ ॥ ૨૨॥ બન્ધુજ્ઞાતિનૃપાન્ મિત્રસુહદોડન્યાંશ્ચ સર્વશઃ । અભીક્ષ્ણં પૂજયામાસ નારાયણપરો નૃપઃ | ૨૩॥ વારાંગનાઓ પુરુષોને તેલ, ગોરસ, સુગન્ધિત જલ, હળદર અને કેસરનો લેપ કરતી હતી અને પુરુષો પણ તેમને તૈ જ વસ્તુઓથી તરબોળ કરી દેતા હતા. || ૧૫ || તે સમયે આ ઉત્સવને જોવા માટે જેમ ઉત્તમ-ઉત્તમ વિમાનોમાં બેસીને આકાશમાં અનેક દેવીઓ આવી હતી, તે જ પ્રમાલે સૈનિકો દ્વારા સુરક્ષિત ઇન્દ્રપ્રસ્થની અનેક રાજ- મહિલાઓ પદ્ય સુંદર-સુંદર પાલખીઓમાં બેસીને આવી હતી. પાંડવોના મામાના દીકરા-ભાઈ શ્રીકૃષ્ણ અને તેમના મિત્રો તે રાણીઓ ઉપર વિવિધ પ્રકારના રંગ વગેરે નાખી રક્ષા હતા. તેથી રાણીઓનાં મુખ લજામણા હાસ્યથી ખીલી ઊઠતાં હતાં અને તેઓ ત્યારે બહુ સુંદર લાગતી હતી. ॥ ૧૬ ॥ તે લોકોના રંગ વગેરે નાખવાથી રાજ્નીઓનાં વસ્ત્રો ભીંજાઈ ગયાં હોવાથી તેઓ સંકોચ અનુભવતાં હતાં. તેઓ પણ પિચકારીઓ અને પાત્રોમાં રંગ ભરી ભરીને પોતાના દિયરો અને તેમના મિત્રો પર છાંટતાં હતાં. પ્રેમભરી ઉત્સુક્તાને કારણે તેમના ગૂંથેલા કેશ અને વસ્ત્ર-બંધન ઢીલાં થઈ ગયાં હતાં. તથા વેણીમાં ગૂંથેલાં પુપ્યો ખરી પડતાં હતાં. પરીક્ષિત! તેમનો આ રુચિકર અને પવિત્ર વિહાર જોઈને મલિન અંતઃકરણવાળા પુરપોનું ચિત્ત ચંચળ થઈ ઊઠતું હતું. કામથી મોહિત થઈ જતું હતું. ॥ ૧૭ ॥ ચક્રવર્તી રાજા યુષિષ્ઠિર દ્રૌપદી વગેરે રાણીઓની સાથે. સુંદર ઘોડાઓ જોતરેલા અને સોનાના હારોથી સજાવેલા રથ પર બેસીને અત્યંત શોભી રહ્યા હતા. જાણે સ્વયં રાજસૂય-યજ્ઞ પ્રયાજ વગેરે ક્રિયાઓ સહિત મૂર્તિમાન થઈને પ્રગટ થઈ ગયો હોય. ૧૮ || તદત્વિજોએ પત્ની-સંધાજ (એક પ્રકારનું યજ્ઞકર્મ) તથા યજ્ઞાન્ત-સ્નાન સંબંધી કર્મ કરાવીને દ્રૌપદીની સાથે સમ્રાટ યુધિષ્ઠિરને આચમન કરાવ્યું અને ત્યાર પછી ગંગાસ્નાન કરાવ્યું. | ૧૯ 1! તે સમયે મનુષ્યોનાં વાજિત્રોની સાથે દેવતાઓનાં પણ દુન્દુભિ વગેરે પણ વાગવા લાગ્યાં. મોટા-મોટા દેવતાઓ, ત્રષિ-મુનિઓ, પિતૃઓ અને મનુષ્યો પુષ્યની વૃષ્ટિ કરવા લાગ્યા, || ૨૦ || મહારાજ યુધિષ્ઠિરે સ્નાન કર્યા પછી બધા વર્ણાશ્રમના લોકોએ ગંગાજીમાં સ્નાન કર્યું. કેમકે, આ સ્નાનથી મોટા-મોટા મહાપાપી પણ પોતાના પાપ-સમૂહોથી તુરત મુક્ત થઈ જાય છે. ॥ ૨૧ | ત્યાર પછી ધર્મરાજ યુધિષ્ઠિરે નવું રેશમી વસ્ત્ર અને ઉપવસ્ત્ર ધારણ કર્યું તથા વિવિધ પ્રકારનાં આભૂષણોથી પોતે સજ્જ થયા, પછી ગ્ઘત્વિજ, સદસ્ય, બ્રાહ્મણ વગેરેને વસ્્રાભૂષણ આપીને તેમની પૂજા કરી. | ૨ ૨ ॥ મહારાજ યુધિષ્ઠિર ભગવત્પરાયણ હતા. તેમને બધામાં ભગવાન જ દેખાતા હતા. તેથી તેઓ ભાઈ-બાંધવો, કુટુંબીઓ, રાજાઓ, ઇષ્ટ-મિત્રો, હિતૈષી, અને બધા લોકોની વારંવાર પૂજા કરતા હતા. 1૨૩ ॥ ૧. જનાઃ! અ૦ ૭૫] દસમો સ્કન્ધ 507 સર્વે જનાઃ સુરરુચો મણિકુણ્ડલસ્ર- ગુષ્ણીષકઞ્યુકદુકૂલમહાર્ઘ્યહારાઃ 1 નાર્યશ્ર કુણ્ડલયુગાલકવૃન્દજુષ્ટ- વકત્રશ્રિયઃ કનકમેખલયા વિરેજુઃ | ૨૪॥ અથર્ત્વિજો મહાશીલાઃ સદસ્યા બ્રહ્મવાદિનઃ । બ્રહ્મક્ષત્રિયવિટ્શૂદ્રા રાજાનો યે સમાગતાઃ || ર૫॥ દેવર્ષિપિતૃભૂતાનિ લોકપાલાઃ સહાનુગાઃ | _ પૂજિતાસ્તમનુજ્ઞાપ્ય સ્વધામાનિ યયુર્નપ | ર૬॥ હરિદાસસ્ય રાજર્ષે રાજસૂયમહોદયમ્ | સૈવાતૃપ્યન્ પ્રશંસન્તઃ પિબન્ મર્ત્યોડમૃતં યથા ॥ ૨૭॥ તતો યુધિષ્ઠિરો રાજા સુહત્સમ્બન્ધિબાન્ધવાન્ । પ્રેમ્ણા નિવાસયામાસ કૃષ્ણં ચ ત્યાગકાતરઃ || ૨૮॥ ભગવાનપિ તત્રાદ્ર ત્યવાત્સીત્તત્પરિયક્ર૨ઃ | પ્રસ્્થાપ્ય યદુવીરાંશ્ચ સામ્બાદીશ્વ કુશસ્થલીમ્ ॥ ૨૯॥ ઇત્થં શજા ધર્મસુતો મનોરથમહાર્ણવમ્ | સુદુસ્તરં સમુત્તીર્ય કૃષ્ણોનાસીદ્ ગતજ્વરઃ ॥ ૩૦॥ એકદાડન્તઃપુરે તસ્ય વીક્ષય દુર્યોધનઃ શ્રિયમ્ । અતપ્યદ્ રાજસૂયસ્ય મહિત્વં ચાચ્યુતાત્મનઃ || ૩૧॥। યસ્મિન્ નરેન્દ્રદિતિજેન્દ્રસુરેન્દ્રલક્ષ્મી- ર્નાના વિભાન્તિ કિલ વિશ્વસજોપક્લુસાઃ | તાભિઃ પતીન્ ઠુપદરાજસુતોપતસ્થે યસ્યાં વિષક્તહૃદયઃ કુરુરાડતપ્યત્ | ૩૨॥ યસ્મિંસ્તદા મધુપતેર્મહિષીસહસ્ત શ્રોણીભરેણ શનકેઃ ક્વણદડથ્રિશોભમ્ 1 તે સમયે બધા લોકોએ મનોહર કુંડળો, પુષ્પોની માળાઓ, પાઘડીઓ,લાંબા જામા, ઉપવસ્ત્ર તથા મણિઓના કીમતી હાર પહેર્યા હોવાથી દેવતાઓ જેવા શોભી રહ્યા હતા, સ્ત્રીઓ પણ બન્ને કાનોમાં કર્ણફ્લ અને વાંકડિયા કેશની લટોથી બહુ જ સુંદર લાગતી હતી. તેમણે કટિપ્રદેશમાં સોનાના કન્દોરા (મેખલા) પહેર્યા હતા. ॥ ૨૪ ॥ પરીક્ષિત! રાજસૂય-યજ્ઞમાં જેટલા લોકો આવ્યા હતા- શ્રત્વિજો, બ્ર્મવાદી સદસ્યો, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, શૂદ્રો, રાજાઓ, દેવતાઓ, ત્દષિ-મુનિઓ, પિતૃઓ તથા અન્ય પોતાના અનુયાયીઓની સાથે લોકપાલો - તે બધાની મહારાજ યુધિષ્ઠિરે પૂજા કરી. ત્યાર પછી તે લોકો ધર્મરાજાની અનુમતિ લઈને પોતાને વતન જવા વિદાય થઈ ગયા. ॥ ૨૫-૨૬ ॥ પરીક્ષિત! જેમ મનુષ્ય અમૃતપાન કરતાં-કરતાં તૃપ્ત થતો નથી તે જ પ્રમાણે બધા’ લોકો ભગવદ્ભક્ત રાજર્ષિ યુષિષ્ઠિરના રાજસૂય મહાયક્ઞની પ્રશંસા કરતાં તૃપ્ત થતા ન હતા. || ૨૭ ॥| પછી ધર્મરાજ યુધિષ્ઠિરે બહુ જ પ્રેમપૂર્વક પોતાના હિતૈષી, મિત્રો-સંબંધીઓ, ભાઈ-બંધુઓ અને ભગવાન શ્રીકૃષ્હાતે પણ રોકી લીધા, કેમકે, તેમના વિયોગની કલ્પનાથી જ બહુ દુઃખ થતું હતું. ॥ ૨૮ | પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્જ્ યાદવવીર સામ્બ વગેરેને દ્વારકા મોકલી દીધા અને પોતે રાજા યુધિષ્ઠિરની અભિલાષા પૂરી કરવા માટે, તેમને આનંદ આપવા માટે ત્યાં રોકાઈ ગયા. ॥ ૨૯ ।। આ પ્રમાણે ધર્મનંદન મહારાજ યુષિષ્ઠિર મનોરથોના મહાન સમુદ્રને, જેને પાર કરવો બહુ મુશ્કેલ છે, ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી અનાયાસે જ પાર કરી ગયા અને તેમની તમામ ચિંતા દૂર થઈ ગઈ. 1૩૦ ॥ એક દિવસની વાત છે, ભગવાનના પરમ પ્રિય મહારાજ યુધિષ્ઠિરના અંતઃપુરની સૌન્દર્ય-સંપત્તિ અને* રાજસૂય-યજ્ઞ દ્વારા પ્રાપ્ત થયેલા મહત્ત્વને જોઈને દુર્યોધનનું. હૃદય ઈર્પષ્યાથી બળવા લાગ્યું. |! ૩૧ || પરીક્ષિત! પાંડવો માટે મયદાનવે જે મહેલ બનાવ્યો હતો તેમાં રાજાઓની સંપત્તિ દૈત્યેનદ્રોની સંપત્તિ, દેવેન્દ્રોની સંપત્તિ તથા વિવિધ પ્રકારની સંપત્તિઓ પ્રકાશતી હતી. તમામ શ્રેષ્ઠ સૌન્દર્ય સર્વત્ર શોભી રહ્યું હતું. આ સંપત્તિઓ દ્વારા અંતઃપુરમાં રહેતાં રાજરાણી દ્રૌપદી પોતાના પતિઓની સેવા કરતાં હતાં. તે. રાજભવનમાં તે દિવસોમાં ભગવાન શ્રીકૃષ્ણની હજારો રાણીઓ રહેતી હતી. ભારે નિતંબને કારણે તેઓ જ્યારે. રાજભવનમાં ધીરે - ધીરે ચાલતી ત્યારે તેમનાં ઝાંઝરોનો ઝશકાર ચારેબાજુ સંભળાતો હતો. સુંદર કટેપ્રદેશવાળી તે રાણીઓના વક્ષઃસ્થળ પર લાગેલા કેસરની લાલિમાથી મોતીઓના સુંદર શ્વેત હાર પણ લાલ-લાલ જણાતા હતા. કુંડળો તરફ વાંકડિયા કેશની અલકોની ચંચળતાથી તેમના 508 શ્રીમદભાગવત, [અ૦૭૫ઃ શ ધે સુચારુ કુચકુડકુમશોણહારં શ્રીમન્મુખ--- પ્રચલકુષ્ડલકુન્તલાઢ્યમ્ ॥ ૩૩॥ ભાયાં મયકલુપ્તાયાં કવાપિ ધર્મસુતોડધિરાટ્ | વૃતોડનુજૈર્બન્ધુભિશ્ચ કૃષ્ણેનાપિ સ્વચક્ષુષા || ૩૪॥। આસીનઃ કાગ્યને સાક્ષાદાસને મઘવાનિવ |! પારમેષ્ઠ્યશ્રિયા જુષ્ટઃ સ્તૂયમાનશ્ચ વન્દિભિઃ ॥ ૩૫॥ તત્ર દુર્યોધનો માની પરીતો ભ્રાતૃભિર્નુપ | કિરીટમાલી ન્યવિશદસિહસ્તઃ ક્ષિપન્ રુષા | ૩૬॥ સ્થલેડભ્યગૃહ્માદ્વસ્તરાન્તં જલં મત્વા સ્થલેડપતત્ ! જલે ચ સ્થલવદ્ ભ્રાન્યા મયમાયાવિમોહિતઃ ॥ ૩૭॥ જહાસ ભીમસ્તં દૃષ્ટ્વા સ્તરિયો નૃપતયોડપરે | નિવાર્યમાણા અપ્યદ્ર રાશા કૃષ્ણાનુમોદિતાઃ ॥ ૩૮॥ સ વ્રીડિતોડવાગ્વદનો રુષા જ્વલન્ નિષ્કમ્ય તૃષ્ણી પ્રયયૌ ગજા્યમ્ | હાહેતિ શબ્દઃ સુમહાનભૂત્ સતા- મજાતશત્રુર્વિમના ઇવાભવત્ | બભૂવ તૃષ્ણી ભગવાન્ ભુવો ભરં સમુજિજિહીર્પુર્બ્રમતિ સ્મ યદ્દંશા | ૩૯ એતત્તેડભિહિતં રાજન્ યત્ પૃષ્ટોડડમિહ ત્વયા ! સુયોધનસ્ય દૌરાત્મ્યું રાજસૂયે મહાકતો 1 ૪૦॥ મુખની શોભા વધારે વધી જતી હતી. આ બધું જોઈને દુર્યોધનના હદયમાં ભારે બળતરા થઈ. પરીક્ષિત! સાચું પૂછો તો દૂર્યાધનનું ચિત્ત દ્રોપદીમાં આસક્ત હતું અને તેની ઈર્ષયાનું. મુખ્ય કારણ પણ તે જ હતું. |! ૩૨-૩૩ || એક દિવસ રાજાધિરાજ મહારાજ યુષિષ્ઠિર દેવરાજ ઇન્દ્રની જેમ પોતાના ભાઈઓ, સંબંધીઓ અને પોતાના . નેત્રરૂપ પરમ હિતૈષી ભગવાન શ્રીકૃષ્ણ સાથે મયદાનવે બનાવેલી સભામાં સુવર્ણના સિંહાસન પર બિરાજી રહ્યા હતા. તેમની ભોગ-સામગ્રી, તેમની રાજ્યલક્ષમી બ્રબાજીના એશ્વર્ય જેવી હતી. બંદીજનો તેમની સ્તુતિ કરી રહ્યા હતા. ૩૪-૩૫ ॥ તે સમયે અભિમાની દુર્યોધન પોતાના દુઃશાસન વગેરે ભાઈઓની સાથે ત્યાં આબ્યો. તેના માથા પર મુગટ, ગળામાં માળા અને હાથમાં તલવાર હતી. પરીક્ષિત! તે કોધના આવેશમાં દ્વારપાલો અને સેવકોને ધમકાવી રહ્યો હતો. | ૩૬ | એ સભામાં મયદાનવે એવી માયામય રચના કરી રાખી હતી કે દુર્યોધને તેનાથી મોહિત થઈને સ્થળને જળ સમજીને પોતાનાં વસ્ત્ર ઊંચા કરી લીધાં અને જળને સ્થળ સમજીને તે તેમાં પડી ગયો, ॥ ૩૭ | તેને પાજ્નીમાં પડતો જોઈને ભીમસેન, રાજરાણીઓ તથા બીજા રજાઓ હસવા લાગ્યા. જોકે યુધિષ્ઠિર તેમને આમ કરતાં રોકી રહ્યા હતા, પરંતુ પ્રિય પરીક્ષિત! તે લોકોને ઇશારાથી શ્રીકૃષ્ણનું અનુમોદન પ્રાપ્ત થઈ ગયું હતું. 1૩૮ ॥ આનાથી દુર્યોધન શરમાઈને ક્રોધથી રાતો-્પીળો થઈને નીચું મોઢું કરી સભાભવનમાંથી નીકળીને ચુપચાપ હસ્તિનાપુર ચાલ્યો ગયો. આ ઘટનાને જોઈને સત્પુરુષોમાં હાહાકાર મચી ગયો અને મહારાજ યુધિષ્ઠિરનું મન પણ કંઈક ઉદાસ જેવું થઈ ગયું. પરીક્ષિત! આ બધું થયું છતાં ભગવાન શ્રીકૃષ્ણ ચુપ હતા, તેમની ઇચ્છા હતી કે કોઈ રીતે પૃથ્વીનો ભાર ઓછો થાય; અને સાચું પૂછો તો દુર્યોધનની બુદ્ધિમાં ભ્રમ પેદા કરનાર પણ ભગવાન જ છે. ॥૩૯ || પરીક્ષિત! તમે મને પૂછ્યું હતું કે તે મહાન રાજસુય-યજ્ઞમાં દુર્યોધનને ઈર્ષ્યા કેમ થઈ? બળતરા કેમ થઈ? તે બધું મેં તમને કહી દીધું. ! ૪૦ || કકક ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણ પારમર્હસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધેપ ઉત્તરાર્ધે દુર્યોધનમાનભક્રો નામ પગ્ચસપ્તતિતમોડધ્યાયઃ 1૭૫ ॥ __ દસમા રસ્કંધના ઉત્તરાર્ધ-અંતર્ગત દુર્યાધનનો માનભંગ નામનો પંચોતેરમો અધ્યાય સમાપ્ત.
રાજસુય યશ સમ્પન્ન અને દુર્યોધનનું અપમાન ચજોવચ અજાતશત્રોસ્તં દંષ્ટ્વા રાજસૂયમહોદયમ્ | સર્વે મુમુદિરે બ્રહન્ નૃદેવા યે સમાગતાઃ ॥૧॥ દુર્યોધન વર્જયિત્વા
શાલ્વની સાથે યાદવોનું યુદ્ધ Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.