Śrīmad Bhāgavatam

શાળ્વ-વધ

દન્તવક્ત્ર અને વિદૂરથ ઉદ્ધાર તથા બલરામજીના તીર્થયાત્રા-પ્રસંગ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

સિત્યોતેરમો અધ્યાય તપ શંશુક 6૧/૧2 સ તૃપસ્પૃશ્ય સલિલં દંશિતો ધૃતકાર્મુકઃ । નય માં ઘુમતઃ પાર્શ્વ વીરસ્પેત્યાહ સારથિમ્‌ || ૧॥ વિધમન્તં સ્વસૈન્યાનિ ધુમન્તં રુક્મિણીસુતઃ | પ્રતિહત્ય પ્રત્યવિધ્યન્ારાચૈરષ્ટભિઃ સ્મયન્‌ | ૨॥ ચતુર્ભિશ્રતુરો વાહાન્‌ સૂતમેકેન ચાહનત્‌ | દ્વાભ્યાં ધનુશ્ચ કેતું ચ શરેણાન્યેન વૈ શિરઃ 1 ૩॥ ગદસાત્યકિસામ્બાધા જઘ્નુઃ સૌભપતેર્બલમ્‌ | પેતુઃ સમુદ્રે સૌભેયાઃ સવે સગ્છિન્નકન્ધરાઃ ॥ ૪॥ એવં યદૂનાં શાલ્વાનાં નિઘ્તતામિતરેતરમ્‌ | યુદ્ધં ત્રિણવરાત્રં તદભૂત્તુમુલમુલ્બણમ્‌ | ૫॥ શાલ્વનો ઉદ્ધાર શ્રીશુકદેવજી કહે છે — પરીક્ષિત! હવે પ્રદુમ્નજીએ હાથ-મોહું ધોઈ, કવચ પહેરીને ધનુષ્ધ ધારણ કર્યું અને સારથિને કહ્યું, “મને વીર લુમાનની પાસે લઈ ચાલો.’ || ૧ |! તૈ સમયે લુમાન યાદવસેનાને છિન્ન-ભિન્ન કરી રહ્યો હતો. પ્રલુમ્નજીએ તેની પાસે પહોંચીને તેને આમ કરતાં અટકાવી, દીધો અને હસીને તેને આઠ બાણ માર્યા. | ૨ || ચાર બાણોથી તેના ચાર ઘોડા અને એક-એક બાણથી સારથિ, ધનુષ્ય, ધજા અને તેનું માથું કાપી નાખ્યું. 1૩ | આ બાજુ ગદ, સાત્યાકિ, સામ્બ અને યાદવવીરો પણ શાલ્વની સેનાનો સંહાર કરવા લાગ્યા. સૌભ વિમાનમાં બેઠેલા સૈનિકોનાં મસ્તકો કપાઈ-કપાઈને સમુદ્રમાં પડવા લાગ્યાં. 1૪ ॥ આ રીતે યાદવો અને શાલ્વના સૈનિકો એક-બીજા પર પ્રહાર કરતા રહ્યા. બહુ ભયંકર યુદ્ધ થયું અને તે સતત સત્તાવીસ દિવસ સુધી ચાલતું રહ્યું. | ૫ ॥. ૧. સૂત ઉવાગ ! ર. દશમસન્વે સોભવધે પટ્સપ્તતિતમોડધ્યાયઃ ! ૩. બાદરાયશ્વાચ ! યા દસમો સ્કન્ધ કા3 ઇેન્રમરસ્થં ગતઃ કૃષ્ણ આહૂતો ધર્થસૂનુના | રજેસૂયેડથ નિર્વૃત્તે શિશુપાલે ચ સંસ્થિતે | ૬॥ ડુરૃહોનનુશાપ્ય મુનીશ્ચ સસુતાં પૃથામ્‌ | નિમિત્તાન્યતિઘોરાણિ પશ્યન્‌ દ્રારવતીં યયૌ ॥ ૭॥ આહ ચાહમિહાયાત આર્યમિશ્રાભિસડતઃ | રાજન્યાશ્ચેધરપક્ષીયા નૂનં હન્યુઃ પુરી મમ |! ૮॥ વીક્ષ્ય તત્‌ કદનં સ્વાનાં નિરૂપ્ય પુરરક્ષણમ્‌ ! સૌભં ચ શાલ્વરાજં ચ દારુકં પ્રાહ કેશવઃ ॥ ૯॥ રથં પ્રાપય મે સૂત શાલ્વસ્યાન્તિકમાશુ વૈ | સમ્ભ્રમસ્તે ન કતવ્યો માયાવી સૌભરાડયમ્‌ | ૧૦॥ ઇંત્યુક્તશ્ોદયામાસ રથમાસ્થાય દારુકઃ | વિશન્તં દદશુઃ સર્વે સવે પરે ચારુણાનુજમ્‌ 1 ૧૨॥ શાલ્વશ્ચ કૃષ્ણમાલોક્ય’ હતપ્રાયબલેશ્વરઃ પ્રાહરત્‌ કૃષ્ણસૂતાય શક્તિ ભીમરવાં મૃધે 1૧૨ તામાપતન્તી નભસિ મહોલ્કામિવ રંહંસા | ભાસયત્તી દિશઃ શૌરિઃ સાયકૈઃ શતધાડચ્છિનત્‌ ॥ ૧૩॥ તંચ ષોડશભિર્વિદ્રવાર બાણૈઃ સૌભં ચ ખે ભ્રમત્‌ | અવિષ્યચ્છરસન્દોહેઃ ખં સૂર્ય ઇવ રશ્મિભિઃ | ૧૪॥ શાલ્વઃ શૌરેસ્તુ દોઃ સવ્યં સશાર્ડ શાર્ડધ-વનઃ | બિભેદ ન્યપતદ્વસ્તાત્‌ શાર્ઝામાસીત્તદહુતમ્‌ || ૧૫॥ હાહાકારો મહાનાસીદ્‌ ભૂતાનાં તત્ર પશ્યતામ્‌ । વિતઘ સૌભરાહુચ્ચૈરિદમાહ જનાર્દનમ્‌ | ૧૬।! તૈ દિવસોમાં ભગવાન શ્રીકૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરના બોલાવવાથી ઇન્દ્રપ્રસ્થ ગયેલા હતા. રાજસૂય-યશ સંપન્ન થઈ ચૂક્યો હતો અને શિશુપાલ પણ મરાઈ ગયો હતો. || ૬ || ત્યાં ભગવાન શ્રીકૃષ્ણે જોયું કે બહુ ભયંકર અપશુક્નો થઈ રહ્યાં છે. ત્યારે તેમણે કુરુવંશના વડીલ- કૃદ્ધો, %પિ-મુનિઓ, કુન્તી અને પાંડવોની અનુર્માતે લઈને દ્વારકા માટે પ્રસ્‍થાન કર્યું. 1 ૭ ॥/તેઓ મનમાં વિચારવા લાગ્યા કે “હું પૂજય બલરામભાઈ સાથે અહીં ચાલ્યો આવ્યો, પરંતુ શિશુપાલના પક્ષપાતી ક્ષત્રિયોએ અવશ્ય દ્વારકા પર આક્રમણ કર્યું હશે.’ | ૮ || ભગવાન શ્રીકૃષો દ્વારકા પહોંચીને જોયું કે ખરેખર યાદવો પર બહુ યોટી આપત્તિ આવી છે, ત્યારે તેમણે બલલરામજીને નગરની રક્ષામાં નિયુક્ત કરી દીધા અને સૌભપતિ થાલ્વને જોઈને પોતાના સારથિ દ્ાસુકને કહ્યું - ॥૯ |! “દારુક! તું બહુ જ જલ્દી મારો રથ શાલ્વ પાસે લઈ ચાલ, આ શાલ્વ મોટો માયાવી છે, તો પણ તું સ્હેજ પણ ભય રાખીશ નહીં.’ !! ૧૦ ॥ ભગવાનની આવી આશા મેળવીને દારુક રથ પર ચઢી ગયો અને તેને શાલ્વ પાસે ૯ઈ ગયો. ભગવાનના રથની ધજ ગરુડજીના ચિહ્તવાળી હતી. તે જોઈને યાદવો તથા શાલ્વસેનાના લોકોએ યુદ્ધભૂમિમાં પ્રવેશ કરતાં જ ભગવાનને ઓબખી લીધા. 1૧૬૧ || પરીક્ષિત! અત્યાર સુધીમાં શાલ્વની મોટાભાગની સેના નષ્ટ થઈ ચૂકી હતી. ભગવાન શ્રીકૃષ્ણને જોતાં જ શાલ્વે ભગવાનના સારથિ ઉપર બહુ ખતરનાક શક્તિ ચલાવી. તે શક્તિ ભયંકર અવાજ કરતી આકાશમાં બહુ વેગથી દોડી રહી હતી અને મહાન ઉલ્કા જેવી દેખાતી હતી. તેના પ્રકાશથી દિશાઓ પ્રકાશિત થઈ ઊઠી હતી. |તેને સારથિ તરફ આવતી જોઈને ભગવાન શ્રીકૃષ્દ પોતાનાં બાણોથી તેના સેંકડો ટુકડા કરી દીધા. || ૧૨-૧૩ ।| ત્યાર પછી તેમણે શાલ્વને સોળ બાણ મામાં અને તેના વિમાનને પણ, જે આકાશમાં ફરી રહ્યું હતું, અસંખ્ય બાણોથી ચાળણી જેવું કરી નાંખ્યું - બરાબર એ જ રીતે,]જેમ સૂર્ય પોતાનાં કિરણોથી આકાશને ભરી દે છે. ।। ૧૪ ।। ત્યાર પછી શાલ્વે ભગવાન શ્રીકૃષ્ણની ડાબી ભુજામાં, જેમાં શાર્કધનુષ્ય શોભી રહ્યું હતું, બાણ માર્યું, જેના કારણે ભગવાનના હાથમાંથી દિવ્ય ધનુષ્ય નીચે પડી ગયું. આ એક અદ્દભુત ઘટના બની ગઈ. । ૧૫ |! જે લોકો આકાશ અથવા પૃથ્વી પરથી આ યુદ્ધ જોઈ રહ્યા હતા, તેઓ,બહુ જોરથી હાહાકાર પોકારી ઊઠ્ર. ત્યારે શાલ્વે ગર્જના કરીને ભગવાન શ્રીકૃષ્ણને આ પ્રમાણે કહ્યું - 11૧૬ || ૧. રથમાલોક્ય ! ૨. પોડશબિર્જાશર્વિદ્યા | કા4 શ્રીમદભાગવત [અ૦ ૭૭ યત્ત્વયા મૂઢ નઃ સખ્યુર્ભ્ાતુર્ભાર્યા * હતેક્ષતામ્‌ પ્રમત્તઃ સ સભામધ્યે ત્વયા વ્યાપાદિતઃ સખા | ૧૭॥ તં ત્વાડદ્ય નિશિતેર્બાણૈરપરાજિતમાનિનમ્‌ ! નયામ્યપુતરાવૃત્તિ યદિ તિષ્ઠેર્મમાગ્રતઃ | ૧૮॥ કીંભગવાનુવાચ વૃથા ત્વં કત્થસે મન્દ ન પશ્યસ્યન્તિકેડન્તકમ્‌ | પૌરુષં દર્શયન્તિ સ્મ શૂરા ન બહુભાષિણઃ ॥ ૧૯॥ ઇત્યુક્ત્વા ભગવાગ્છાલ્વં ગદયા ભીમવેગયા | તતાડ જત્રૌ સંરબ્ધઃ સ ચકમ્પે વમન્ઞસૂક્‌ | ૨૦॥ ગદાયાં સક્ઞિવૃત્તાયાં શાલ્વસ્ત્વન્તરધીયત | તતો મુહૂર્ત આગત્ય પુરુષઃ શિરસાચ્યુતમ્‌ | દેવક્યા પ્રહિતોડસ્મીતિ નત્વા પ્રાહ વચો રુદન્‌ ॥ ર૧ કૃષ્ણ કૃષ્ણ મહાબાહો પિતા તે પિતૃવત્સલ | બદ્ધવાડપનીતઃ શાલ્વેન સૌનિકેન યથા પશુઃ || ર૨॥ નિશમ્ય વિપ્રિયં કૃષ્ણો માનુષી પ્રકૃતિ ગતઃ । વિમનસ્કો ઘૃણી સ્નેહાદ્‌ બભાષે પ્રાકૃતો યથા ॥ ૨૩॥ કથં રામમસમ્બ્રાન્તં જિત્વાડજેયં સુરાસુરૈઃ | શાલ્વેનાલ્પીયસા નીતઃ પિતા મે બલવાન્‌ વિધિઃ || ર૪॥ ઇતિબ્રુવાણે ગોવિન્દે સૌભરાટ્‌ પ્રત્યુપસ્થિતઃ | વસુદેવમિવાનીય કૃષ્ણં ચેદમુવાચ સઃ* | ર૫॥ એષ તે જનિતા તાતો યદર્થમિહ જીવસિ | વધિષ્યે વીક્ષતસ્તેડમુમીશશ્ચેત્‌ પાહિ બાલિશ || ર૬॥ “મૂર્ખ! તે અમારા લોકોની નજર સામે અમારા ભાઈ અને મિત્ર શિશુપાલની પત્નીનું હરણ કર્યું અને ભરી સભામાં જ્યારે અમારો મિત્ર શિશુપાલ અસાવધ હતો, તેં તેને મારી નાખ્યો. 1૧૭ ॥ હું જાણું છું કે તું પોતાને અજેય માને છે. જો મારી સામે ઊભો રહી જાય તો હું આજે તને મારાં તીક્કા બાણોથી ત્યાં પહોંચાડી દઈશ, જ્યાંથી કોઈ પાછું આવતું નથી. 1૧૮ ॥ ભગવાન શ્રીકૃષ્ણે કલ્યું - “અરે મૂર્ખ! તું મિથ્યા બકે છે, તને ખબર નથી કે તારા માથા પર મોત સવાર છે. શૂરવીરો વ્યર્થ બક્વાટ નથી કરતા, તે તો પોતાની વીરતા જ દેખાડે છે.’ ॥ ૧૯ ॥ આ પ્રમાણે કહીને ભગવાન શ્રીકૃષ્ણે કોષપૂર્વક પોતાની અત્યંત વેગવાળી એક ભયંકર ગદાથી શાલ્વની હાંસડી પર પ્રહાર કર્યો. એનાથી તે લોહી ઓકતો ક્રૂજવા લાગ્યો. !| ૨૦ !| અહીં જ્યારે ગદા ભગવાન પાસે પાછી આવી ત્યારે શાલ્વ અંતર્ધાન થઈ ગયો. ત્યાર પછી બે ઘડી વીતતાં-વીતતાં એક મનુષ્ય ભગવાન પાસે આવીને તેમને મસ્તક નમાવી પ્રણામ કરી રડતો રડતો કહેવા લાગ્યો - “મને આપના માતા દેવકીજીએ મોકલ્યો છે. ॥ ર૧ ॥ તેમણે કહ્યું છે કે, પોતાના પિતા પર અત્યંત પ્રેમ રાખનારા મહાબાહુ કૃષ્ણ! શાલ્વ તમારા પિતાને જેમ કસાઈ પશુને બાંધીને લઈ જાય તેમ બાંધીને લઈ ગયો છે!” || રર ॥| આવા અપ્રિય સમાચાર સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ જાણે મનુષ્ય જેવા બની ગયા, તેમના મુખ પર ઉદાસી છવાઈ ગઈ. તેઓ સાધારણ મનુષ્યની જેમ અત્યંત કરુજ્ા અને સ્નેહથી કહેવા લાગ્યા - ॥ ૨૩ | અહો! મારા ભાઈ બલરામજીને તો દેવતા કે અસુર કોઈ જીતી શકતું નથી. તેઓ હંમેશાં સાવધાન રહે છે. શાલ્વનું બળ-પરાક્રમ તો તદન અલ્પ છે, છતાં તેણે તેમને કઈ રીતે જીતી લીધા અને કઈ રીતે મારા પિતાજીને બાંધીને લઈ ગયો? ખરેખર, પ્રારબ્ધ બહુ બળવાન છે.’ ॥ ર૪ ॥ ભગવાન શ્રીકૃષ્ણ આ પ્રમાણે કહી જ રહ્યા હતા કે શાલ્વ વસુદેવજી જેવો એક માયા-રચિત મનુષ્ય લઈને ત્યાં આવી પહોંચ્યો અને શ્રીકૃષ્ણને કહેવા લાગ્યો - || ર૫ || “મૂર્ખ! જો આ જ તને પેદા કરવાવાળો તારો બાપ છે, જેના માટે તું જીવી રહ્યો છે. તારી સામે જ હું આનો વધ કરું છું. કાંઈ બળ-પરાક્રમ હોષ તો આને બચાવ.’ || ૨૬ || ૧. બર્ભાતૃભાર્યા | ૨. હ! ના દસમો સ્કન્ધ કાક એવં નિર્ભતસ્ય માયાવી ખડ્ગેનાનકદુન્દુભેઃ । ઉભય શિર આદાય ખસ્થં સૌભં સમાવિશત્‌ । ૨૭ તતો ળી મુહૂર્ત પ્રકૃતાવુપપ્લુતઃ સ્વબોધ આસ્તે સ્વજનાનુષજ્ઞતઃ | મહાનુભાવસ્તદબુધ્યદાસુરી માથાં સ શાલ્વપ્રસૃતાં મયોદિતામ્‌ ॥ ૨૮ ન તત્ર દૂતં ત પિતુઃ કલેવરં પ્રબુદ્ધ આજૌ સમપશ્યદચ્યુતઃ | * સ્વાપ્નપ યથા ચામ્બરચારિણં રિપું સૌભસ્થમાલોક્ય નિષહત્તુમુઘતઃ || ર૯॥ એવં વદત્તિ રાજર્ષે ત્દષયઃ કેચનાન્વિતાઃ યત્‌ સ્વવાચો વિરુધ્યેત નૂનં તે ન સ્મરન્ત્યુત | ૩૦॥ ક્વશોકમોહી સ્નેહો વા ભયં વાર યેડશસમ્ભવાઃ ! ક્વ ચાખણિડિતવિશાનજઞાનેશ્ચર્યસ્ત્વખશ્ડિતઃ || ૩૧॥ યત્પાદસેવોર્જિતયાડડત્મવિઘયા હિન્વન્ત્યનાઘાત્મવિપર્યયગ્રહમૂ્‌ !| લભન્ત આત્મીયમનન્તમૈશ્ચરં કુતો નુ મોહઃ પરમસ્ય સદ્ગતેઃ | ૩૨॥ તં શસપૂડઃ પ્રહરન્તમોજસા શાલ્વં શરૈઃ શૌરિરમોઘવિક્રમઃ | વિદ્વવાડચ્છિનદ્‌ વર્મ ધનુઃ શિરોમણિ સૌભં ચ શત્રોર્ગદયા રુરોજ હ ।૩૩॥ તત્‌ કૃષ્ણહસ્તેરિતયા વિચૂર્ણિતં પપાત તોયે ગદયા સહસ્ધા | વિસુજ્ય તદ્‌ ભૂતલમાસ્થિતો ગદા- મુદ્યમ્ય શાલ્વોડચ્યુતમભ્યગાદ્‌ ઠુતમ્‌ ॥ ૩૪॥ માયાવી શાલ્વે આ પ્રમાણે ભગવાનનો આવો તિરસ્કાર કરીને માયારચિત વસુદેવનું માથું તલવારથી કાપી નાખ્યું અને તેને લઈને આકાશમાં સ્થિત વિમાન પર જઈને બેસી ગયો. ૨૭ || પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણ સ્વયંસિદ્ધ જ્ઞાનસ્વરૂપ અને મહાત્મા છે, તેઓ આ ઘટના જોઈને બે. ઘડી માટે પોતાના સ્વજન વસુદેવજી પર પ્રેમ હોવાને લીધે સાધારણ મનુષ્યની જેમ શોકમાં ડૂબી ગયા. પરંતુ પછી તે જાણી ગયા કે આ તો શાલ્વની રચેલી આસુરી માયા જ છે. અને તે મય દાનવે તેને આપી છે, || ૨૮ ॥ ભગવાન શ્રીકૃષ્ણે યુદ્ધભૂમિમાં સચેત થઈને જોયું તો ન ત્યાં કોઈ દૂત છે કે ન તેમના પિતાનું શરીર; જાણે, સ્વપ્નમાં એક દશ્ય દેખાઈને લુપ્ત થઈ ગયું! ત્યાં જોયું તો શાલ્વ વિમાનમાં બેસીને આકાશમાં વિચરી રહ્યો છે. ત્યારે તેઓ તેનો વધ કરવા તૈયાર થઈ ગયા. |! ૨૯ |! પ્રિય પરીક્ષિત! પૂર્વાપરની વાતને ન જાણનારા લોકો વિશે કોઈ-કોઈ શ્દષિઓ આ પ્રકારની વાત કહે છે, પણ રાજર્ષિ! તેઓ ખરેખર ભૂલી જાય છે કે શ્રીકૃષ્ણ વિશે આવું કહેવાથી તેમની પોતાની વાણીમાં વિરોધ આવે છે. || ૩૦ || ક્યાં અજ્ઞાનીઓમાં રહેવાવાળા શોક, મોહ, સ્નેહ અને ભય, તથા ક્યાં તે પરિપૂર્ણ ભગવાન શ્રીકૃષ્ણ - જેમનું જ્ઞાન, વિજ્ઞાન અને ઔશ્વર્ય અખંડિત છે, એકરસ છે. ભલા, તેમનામાં આવા ભાવોની સંભાવના જ ક્યાં છે? ॥ ૩૧ ॥ મોટા-મોટા શ્દષિ-મુનિઓ ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણકમળોની સેવા કરીને મળેલી આત્મવિદ્યાનું સારી રીતે સંપાદન કરે છે અને તેના દ્વારા શરીર વગેરેમાં આત્મબુદ્ધિરૂપી અનાદિ અજ્ઞાનને નષ્ટ કરી દે છે તથા આત્મસંબંધી અનંત એશ્વર્યને પ્રાપ્ત , કરે છે. તે સંતોના પરમ ગાતિસ્વરૂપ ભગવાન શ્રીકૃષ્કમાં ભલા, મોહ કઈ રીતે થઈ શકે? 1૩૨ || હવે શાલ્વ ભગવાન શ્રીકૃષ્ણ ઉપર ખૂબ ઉત્સાહ અને વેગપૂર્વક શસ્ત્રોની વૃષ્ટિ કરવા લાગ્યો, અમોધશક્તિ ભગવાન શ્રીકૃષ્ણે પણ પોતાના બાણોથી શાલ્વને ઘાયલ કરી દીધો અને તેનાં કવચ, ધનુષ્ય તથા મસ્તકના મણિને છિન્ન- ભિન્ન કરી દીધાં. આ ઉપરાંત ગદાના પ્રહારથી તેના વિમાનને પણ ખોખરું કરી નાખ્યું. 1૩૩ || પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણના હાથની ગદાથી વિમાનના ટુકડે-ટુકડા થઈને તે સમુદ્રમાં પડી ગયું. તે વિમાન નીચે પડતાં પહેલાં જ શાલ્વ ગદા લઈને ધરતી પર કુદી પડ્યો અને સાવધાન થઈને બહુ વેગપૂર્વક શ્રીકૃષ્ણ તરફ દોડ્યો. | ૩૪ || ૧. સ્વપ્ન | ૨. વાડશાનસમ્ભવમ્‌ ! ક16 શ્રીમદભાગવત [અ૦ ૭૮ આધાવતઃ સગદં તસ્ય બાહું ભલ્લેન છિત્ત્વાડથ રથાડ્રમદુતમ્‌ | શાલ્વસ્ય લ્યાર્કસન્નિભં બિભ્રદૂ બભૌ સાર્ક ઇવોદયાચલઃ || ૩૫॥ વધાય જહાર તેતૈવ શિરઃ સકુણ્ડલં કિરીટયુક્તં પુરુમાયિનો હરિઃ। વજેણ વૃત્રસ્ય યથા પુરન્દરો બભૂવ હાહેતિ વચસ્તદા નૃણામ્‌ | ૩૬॥ તસ્મિન્‌ નિપતિતે પાપે સૌભે ચ ગદયા હતે | નેદુરદુન્દુભયો રાજન્‌ દિવિ દેવગણેરિતાઃ | સખીનામપચિતિંકુર્વન્‌ દન્તવકત્રો રુષાડભ્યગાત્‌ || ૩૭॥ શાલ્વને આકમણ કરતો જોઈને ભગવાને ભાલાથી ગદા સહિત તેનો હાથ કાપી નાખ્યો. પછી તેને મારી નાખવા માટે તેમણે પ્રલયકાળના સૂર્ય જેવું તેજસ્વી અને અત્યંત, અદ્દભુત સુદર્શન ચક ધારણ કરી લીધું. તે સમયે તેઓ સૂર્યદેવની સાથે ઉદયાચલ જેવા શોભતા હતા, || ૩૫ || ભગવાન શ્રીકૃષ્ણે તે ચક્રથી પરમ માયાવી શાલ્વનું કિરીટ- કુંડળો સહિત, ઇન્દ્રે વત્રાસુરનું મસ્તક છેદી નાખ્યું હતું. તેમ, મસ્તક છેદી નાખ્યું. તે સમયે શાલ્વના સૈનિકો અત્યંત દુઃખથી હાહાકાર પોકારી ઊઠયા. 1૩૬ || પરીક્ષિત! જ્યારે પાપી શાલ્વ મરી ગયો અને તેનું વિમાન પણ ગદાથી ભુક્કો થઈ ગયું ત્યારે દેવતાઓ આકાશમાં વાજિત્રો વગાડવા લાગ્યા. બરાબર એ જ વખતે દંતવક્ત્ર પોતાના મિત્ર શિશુપાલ વગેરેનો બદલો લેવા માટે અતિ કોધપૂર્વક આવી પહોંચ. 1 ૩૭ ॥ ક્ક્ક્— ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે૧ ઉત્તરાર્ધ સૌભવધો નામ સપ્તતિતમોડધ્યાયઃ ॥ ૭૭ ॥ દસમા સ્કંધના ઉત્તરાર્ધ-અંતર્ગત સૌભવધ નામનો સિત્યોતેરમો અધ્યાય સમાપ્ત.