ઇટ્ટોતેરમો અધ્યાય દન્તવક્ત્ર અને વિદૂરથનો ઉદ્ધાર તથા તીર્થયાત્રામાં બલરામજીના હાથે સૂતજીનો વધ શરંછુક ઉવાચ શિશુપાલસ્ય શાલ્વસ્ય પૌણ્ડૂકસ્યાપિ દુર્મતિઃ । પરલોકગતાનાં ચ કુર્વન્ પારોક્ષ્યસૌહદમ્ | ૧॥ એકઃ પદાતિઃ સડક્રુદ્ધો ગદાપાણિઃ પ્રકમ્પયન્ | પદ્ભ્યામિમાં મહારાજ મહાસત્તો વ્યદેશ્યત ॥ ૨॥ તં તથાડડયાન્તમાલોક્ય ગદામાદાય સત્વરઃ | અવપ્લુત્ય રથાત્ કૃષ્ણઃ સિન્ધું વેલેવ પ્રત્યધાત્ || ૩। ગદામુધમ્ય કારૂષો મુકુન્દં પ્રાહ દુર્મદઃ | દિષ્ટ્યા દિષ્ટ્યા ભવાનધ મમ દૅષ્ટિપથં ગતઃ ॥૪॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! શિશુપાલ, શાલ્વ અને પૌદ્ઠકના મરાઈ જવાથી તેમની મિત્રતાનું કણ ચૂકવવા માટે મૂર્ખ દન્તવક્ત્ર એકલો જ પગે ચાલીને યુદ્ભૂમિમાં આવી પહોંચ્યો. તે કોધથી લાલચોળ થઈ ગયો હતો. શસ્ત્રના નામે તેના હાથમાં માત્ર એક ગદા જ હતી. પરંતુ પરીક્ષિત! લોકોએ જોયું કે, તે એટલો શક્તિશાળી છે, કે તેના ચાલવાથી પૃથ્વી ડોલતી હતી. | ૧-૨ || ભગવાન શ્રીકૃષ્ણે જ્યારે તેને આ રીતે આવતો જોયો, ત્યારે તુરત જ હાથમાં ગદા લઈને તેઓ રથમાંથી કૂદી પડ્યા. પછી જેમ સમુદ્ર-કિનારાની ભૂમિ તેના તરંગોને આગળ જતાં રોકી લે છે તે જ પ્રમાણે તેમણે તેને રોકી લીધો. | ૩ ॥ ગર્વના નશામાં ચકચૂર કરૂપનરેશ દન્તવકત્રે ગદા ઉગામીને ભગવાન શ્રીકૃષ્ણને કહું - “મોટા સૌભાગ્ય અને હર્ષની વાત છે કે આજે તું મારી નજર સમક્ષ આવી ગયો. |1૪ || ૧. દશમસ્કન્યે સૌભશાલ્વવધો નામ ! પ અ૦ ૭૮] દસમો સ્કન્ધ 517 ત્વં માતુલેયો નઃ કૃષ્ણ મિત્રધ્રુડમાં જિથાંસસિ । આતસ્ત્વાં ગદયા મન્દ હનિષ્યે વજકલ્પયા | ૫।| તર્હાનૃણ્યમુપૈમ્યજ્ઞ મિત્રાણાં મિત્રવત્સલઃ | બન્ધુરૂપમરિં હત્વા વ્યાર્ધિ દેહચરં યથા ॥૬॥ એવં રૂક્ષસ્તુદન્ વાક્યૈઃ કૃષ્ણં તોત્ત્રેરિવ હ્િપમ્ ! ગદયાડતાડયન્મૂર્ધ્તિ સિંહવદ્ વ્યનદચ્ચ સઃ ॥૭॥ ગદયાડભિહતોડપ્યાજૌ ન ચચાલ યદૂદ્રહઃ | કૃષ્ણોડપિ તમહન્ ગુર્વ્યા કૌમોદક્યા સ્તનાન્તરે ॥ ૮॥ ગદાનિર્ભિન્નહૃદય ઉદ્રમન્ સુંધિરં મુખાત્ | પ્રસાર્ય કેશબાહ્ધડદ્રીન્ ધરણ્યાં ન્યપતદ્ વ્યસુઃ 1 ૯॥ તતઃ સૂક્ષ્મતરં જ્યોતિઃ કૃષ્ઠામાવિશદહ્ુતમ્ | પશ્યતાં સર્વભૂતાનાં યથા ચૈદવધે નૃપ ।૧૦॥ વિદૂરથસ્તુ તદભ્રાતા ભ્રાતૃશોકપરિપ્લુતઃ આગચ્છદસિચર્મભ્યામુચ્છવસંસ્તજ્જિઘાંસયા ॥ ૧૧॥ તસ્ય ચાપતતઃ કુંષ્ણશ્ચરક્રેણ ક્ષુરનેમિતા ! શિરો જહાર રાજેન્દ્ર સકિરીટં સકુણ્ડલમ્ ॥૧૨॥ એવં સૌભં ચ શાલ્વં ચ દન્તવકત્રં સહાનુજમ્ । હત્વા દુર્વિષહાનન્યૈરીડિતઃ સુરમાનવૈઃ ॥૧૩॥ મુનિભિઃ સિદ્ધગન્ધર્વે્વિઘાધરમહોરગૈઃ । અપ્સરોભિઃ પિતૃગણૈર્યક્ષૈઃ કિજ્નરચારશૈઃ ॥ ૧૪॥ ઉપગીયમાનવિજયઃ કુસુમૈરભિવર્ષિતઃ | વૃતશ્ચ વૃષ્્િપ્રવરેર્વિવેશાલડકુતાં પુરીમ્ | ૧૫॥॥ કૃષ્ણ! તું મારા મામાનો પુત્ર છે, તેથી તને મારવો તો ન જોઈએ, પરતુ એક તો તેં મારા મિત્રોને મારી નાખ્યા છે અને બીજું મને પણ મારવા ઇચ્છે છે. તેથી મૂર્ખ! આજે હું તને પોતાની વજ જેવી ગદાથી મારીશ. || પ | મૂર્ખ! આમ તો તું મારો સંબંધી છે છતાં છે તો શત્રુ જ, જેમ આપણા જ.શરીરમાં રહેવાવાળો કોઈ રોગ હોય! હું મારા મિત્રોને બહુ પ્રેમ કરું છું, તેમનું મારા ઉપર ત્દણ છે. હવે તને મારીને હું તેમના ણમાંથી મુક્ત થઈ શકું છું. ॥ ૬ 1(જેમ મહાવત અંકુશથી હાથીને ઘાયલ કરે છે, તે જ પ્રમાણે દંતવકત્રે પોતાની કડવી વાતોથી શ્રીકૃષ્ણને પ્રહાર કરવાની ચેષ્ટા કરી અને પછી તે તેમના મસ્તક ઉપર બહુ વેગપૂર્વક ગદા મારીને. સિંહની જેમ ગર્જી ઊઠયો. | ૭ ॥ રણભૂમિમાં ગદાનો પ્રહાર ખાઈને પણ ભગવાન શ્રીકૃષ્ણ સહેજ પણ ડગ્ધા નહીં. તેમણે પોતાની બહુ મોટી કૌમોદકી ગદાનો દન્્તવકત્રના વક્ષસ્થળ પર પ્રહાર કર્યો. ॥ ૮ । ગદાના પ્રહારથી દન્તવકત્રનું હૃદય ફાટી ગયું. તે મોઢેથી લોહી ઓકવા લાગ્યો. તેના વાળ વિખેરાઈ ગયા, ભુજાઓ અને પગ પહોળા કરી તે પ્રાણરહિત થઈ ધરતી પર પડી ગયો. 1૯! પરીક્ષિત! જેવું શિશુપાલના મૃત્યુ સમયે થયું હતું, બધા લોકોની સામે જ દંતવક્ત્રના મૃત શરીરમાંથી એક અત્યંત સૂક્મ જ્યોતિ નીકળી અને તે બહુ વિચિત્ર રીતે ભગવાન શ્રીકૃષ્ણમાં લીન થઈ ગઈ. ૧૦ ॥ દન્તવક્ત્રના ભાઈનું નામ હતું વિદૂરથ. તે પોતાના ભાઈના મૃત્યુથી અત્યંત શોકગ્રસ્ત થઈ ગયો. હવે તે કોધપૂર્વક લાંબા-લાંબા શ્વાસ લેતો હાથમાં ઢાલ-તલવાર લઈને ભગવાન શ્રીકૃષ્ણને મારવાની ઇચ્છાથી આવ્યો. ૧૧ ॥, [ાજેન્દ્ર! જ્યારે ભગવાન શ્રીકૃષ્દ જોયું કે, હવે તે પ્રહાર કરવા જ ઇચ્છે છે, ત્યારે તેમણે તેમના તીક્ણ ધારવાળા ચક્રથી કિરીટ, કુંડળ સાથે તેનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું.1૧૨ 1 આ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણે શાલ્વ, તેનું વિમાન સૌભ, દન્તવકત્ર અને વિદ્રથને, જેમને મારવા બીજાને માટે અશક્ય હતા, મારીને દ્વારકાપુરીમાં પ્રવેશ કર્યો. તે વખતે દેવતાઓ અને મનુષ્યો તેમની સ્તુતિ કરી રહ્યા હતા. મોટા-મોટા ત્દષિ-મુનિઓ, સિદ્ધો, ગન્ધર્વો, વિદ્યાધરો અને વાસુકિ વગેરે મહાનાગ, અપ્સરાઓ, પિતૃઓ, યક્ષો, કિન્નરો તથા ચારણો તેમના ’ ઉપર પુષ્પોની વૃષ્ટિ કરતાં વિજયગાન કરી રહ્યા હતા. ભગવાનના દ્વારકાગ્રવેશ સમયે નગરીને ખૂબ સજાવવામાં આવી હતી અને મોટા-મોટા વૃષ્સિવંશી યાદવવીરો તેમની પાછળ-પાછળ ચાલી રહ્યા હતા. 1૧૩-૧૫ || કાક શ્રીમદભાગવત [અ૦૭૮ એવં યોગેશ્વર: કૃષ્ણો ભગવાગ્જગદીશ્વરઃ | ઈયતે પશુદેષ્ટીનાં નિર્જિતો જયતીતિ સઃ |૧૬॥ શ્રુત્વા યુદ્ધોધમં રામઃ કુરૂણાં સહ પાણ્ડવૈઃ | તીર્થાભિષેકવ્યાજેન મધ્યસ્થઃ પ્રયયૌ કિલ । ૧૭॥ સ્નાત્વા પ્રભાસે સન્તર્પ્ય દેવર્ષિપિતૃમાનવાન્ | સરસ્વતી પ્રતિસ્રોતં યયૌ બ્રાહ્મણસંવૃતઃ | ૧૮॥ પૃથૂદર્ક બિન્દુસરસ્ત્રિતકૂપં સુદર્શનમ્ | વિશાલં બ્રહ્મતીર્થ ચ ચકર પ્રાચી સરસ્વતીમ્ | ૧૯ યમુનામનુ યાન્યેવ ગદ્નામનુ ચ ભારત | જગામ નૈમિષં યત્ર ત્દષયઃ સત્રમાસતે || ૨૦॥ તમાગતમભિપ્રેત્ય મુનયો દીર્ધસત્રિણઃ ! અભિનન્દ્ય યથાન્યાયં પ્રણમ્યોત્થાય ચાર્ચયન્ | ૨૧॥ સોડર્ચિતઃ સપરીવારઃ કૃતાસનપરિગ્રહઃ | રોમહર્ષણમાસીનં મહર્ષેઃ શિષ્યમૈક્ષત | ૨૨॥ અપ્રત્યુત્થાયિનં સૂતમકૃતપ્રહ્મણાગ્જલિમ્ ! અધ્યાસીનં ચ તાન્ વિપ્રાંશ્રુકોપોઠ્ઠીક્ષય માધવઃ ॥ ૨૩॥ યસ્માદસાવિમાન્ વિપ્રાનધ્યાસ્તે પ્રતિલોમજઃ । ધર્મપાલાંસ્તથૈવાસ્માન્ વધમર્હતિ દુર્મતિઃ | ૨૪॥ શ્રપેર્ભગવતો ભૂત્વા શિષ્યોડધીત્ય બહૂનિ ચ | સેતિહાસપુરાણાનિ ધર્મશાસ્ત્રાણિ સર્વશઃ | ૨૫॥ અદાન્તસ્યાવિનીતસ્ય વૃથાપશ્ડિતમાનિનઃ | ન ગુણાય ભવત્તિ સ્મ નટસ્યેવાજિતાત્મનઃ ॥ ર૬! યોગેશ્વર અને જગદીશ્વર ભગવાન શ્રીકૃષ્ણ આ જ પ્રમાણે અનેક લીલાઓ કરતા રહે છે. જે લોકો પશુઓ જેવા અવિવેકી છે, તેઓ તેમને ક્યારેક હારતા પણ જુએ છે, પરંતુ વાસ્તવમાં તો તેઓ સદા-સર્વદા વિજયી જ છે. ૧૬ | એકવારબલરામજીએ સાંભળ્યું કે, દુર્યોધન વગેરે કૌરવો પાંડવો સાથે યુદ્ધ કરવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ તટસ્થ હતા, તેમને કોઈનો પક્ષ લઈને લડવું પસંદ ન હતું. તેથી તેઓ તીર્થોમાં સ્નાન કરવાના બહાને દ્વારકાથી ચાલ્યા ગયા. ત્યાંથી નીકળીને તેમણે પ્રભાસક્ષેત્રમાં સ્નાન કર્યું અને તર્પણ તથા બ્રાહ્મણ-ભોજન દ્વારા દેવતાઓ, -્રદષિઓ, પિતૃઓ અને મનુષ્યોને તૃષ્ત કર્યા. ત્યાર પછી તેઓ થોડા બ્રાહ્મણો સાથે જ્યાંથી સરસ્વતી નદી આવી રહી હતી, તે મૂળસોત તરફ ચાલી નીકળ્યા. ॥ ૧૮ ।। તેઓ ક્રમશઃ પૃથૂદક, બિન્દ્સર, ત્રિતકૂપ, સુદર્શનતીર્થ, વિશાલતીર્થ, બ્રહ્મતીર્થ, ચક્રતીર્થ અને પૂર્વવાહિની સરસ્વતી વગેરે તીર્થોમાં ગયા. !! ૧૯ !! પરીક્ષિત! ત્યાર પછી થમુનાતટ અને ગંગાતટનાં મુખ્ય-મુખ્ય તીર્થોમાં થઈને પછી તેઓ નૈમિષારજ્યકષેત્રમાં આવ્યા. તે દિવસોમાં નૈમિપારણ્યક્ષેત્રમાં મોટા-મોટા ાષિઓએસત્સંગરૂપી મોટા જ્ઞાનસત્રનું આયોજન કર્યું હતું. !! ૨૦ !! લાંબા સમય સુધી સત્સંગ-સત્રનો નિયમ લઈને બેઠેલા ગ્દષિઓએ બલરામજીને આવેલા જોઈને પોત” પોતાનાં આસનો પરથી ઊઠીને તેમનું સ્વાગત કર્યું અને યથાયોગ્ય પ્રજ્નામ-આશીર્વાદ કરીને તેમની પૂજા કરી. || ર૧ |! તેઓ પોતાનાસાથીઓ સાથે આસન પર બેસી ગયા અને તેમનું પૂજન-અર્ચન થઈ ચૂકયાં પછી તેમણે જોયું કે ભગવાન વ્યાસના શિષ્ય રોમહર્ષલજી વ્યાસગાદી પર બેઠેલા છે. | રર ॥ બલરૉમજીએ જોયું કે રોમહર્ષણજી સૃત-જાતિમાં ઉત્પન્ન થયા હોવ! છતાં પભ તે શ્રેષ્ઠ બ્રાહ્મણોથી ઊંચા આસન ઉપર બેઠેલા છે. અને તેમના આવવા છતાં ન તો ઊભા થઈને સ્વાગત કરે છે અને ન હાથ જોડીને પ્રણામ પણ. તેથી બલરામજીને ક્રોધ આવી ગયો. || ૨૩ || તેઓ કહેવા લાગ્યા ‘આ રોમહર્ષણ પ્રતિલોમ જાતિનો હોવા છતાં પણ આ શ્રેષ્ઠ બ્રાહ્મણોથી તથા ધર્મના રક્ષક અમારાથી ઊંચે બેઠો છે, તો તે દુર્બદ્ધિ મૃત્યુદંડને પાત્ર છે. | ૨૪ ।। ભગવાન વ્યાસદેવનો શિષ્પ થઈને આણે ઇતિહાસ,પુરાણ,ધર્મશાસ્ત્ર, વગેરે ધાં શાસ્ત્રોનું અધ્યયન પણ કર્યું છે, પરંતુ હજી આનો પોતાના મન પર સંયમ નથી. આ વિનપ્ર નથી, ઉદંડ છે. આ અજિતાત્માએ ખોટે-ખોટો પોતાને બહુ મોટો પંડિત માની લીધો છે. જેમ નટની બધી ચેણાઓ અભિનયમાત્ર હોય છે, તે જ પ્રમાણે આનું બધું અધ્યયન અભિનયને (સ્વાંગને) માટેજ છે.આનાથી ન તો તેને કોઈલાભ છે, કે ન બીજા કોઈને. | ૨૫-૨૬ |! [અ૦૭૮] દસમો સ્કન્ધ 519 એતદર્થો હિ લોકેડસ્મિન્નવતારો મયાં કૃતઃ વધ્યા મે ધર્મધ્વજિનસ્તે હિ પાતકિનોડધિકાઃ ॥ ૨૭॥ એતાવદુક્ત્વા ભગવાન્ નિવૃત્તોડસદ્રધાદપિ । ભાવિત્વાત્તં કુશાગ્રેણ કરસ્થેનાહનત્ પ્રભુઃ ॥ ૨૮॥ હાહેતિ વાદિનઃ સર્વે મુનયઃ ખિશ્માનસાઃ । ઊચુઃ સફર્ષણં દેવમધર્મસ્તે કૃતઃ પ્રભો | ૨૯॥ અસ્ય બ્રહ્માસનં દત્તમસ્માભિર્યદુનન્દન । આયુક્ચાત્માક્લમં તાવદ્ યાવત્ સત્ર સમાપ્યતે ॥ ૩૦॥ અજાનતૈવાચરિતસ્ત્વયા બ્રહ્મવધો યથા | યોગેશ્વરસ્ય ભવતો નામ્નાયોડપિ નિયામકઃ ॥ ૩૧॥ યઘેતદ્ બ્રહ્મહત્યાયાઃ પાવનં લોકપાવન । ચરિષ્યતિ ભર્વાલ્લોકસડગ્રહોડનન્યચોદિતઃ ॥ ૩૨॥ કંભગવગુવાચ કરિષ્યેપ વધનિર્વેશં લોકાનુગ્રહકામ્યયા | નિયમઃ પ્રથમે કલ્પે યાવાન્ સ તુ વિધીયતામ્ || ૩૩॥ દીર્થમાયુર્બતેતસ્ય સત્ત્વમિન્દ્રિમમેવ ચ | આશાસિતં યત્તદ્ બ્રૂત સાધયે યોગમાયયા || ૩૪॥। ઝય ઊચુઃ અસ્ત્રસ્ય તવ વીર્યસ્ય મૃત્યોરસ્માકમેવ ચ | યથા ભવેદ્ વચઃ સત્યં તથા રામ વિધીયતામ્ | ૩૫॥ શંભગવાનુવાચ આત્મા વૈ પુત્ર ઉત્પન્ન ઈતિ વેદાનુશાસનમ્ | તસ્માદસ્ય ભવેદ્ વક્તા આયુરિન્દ્રિયસત્ત્વવાન્ | ૩૬॥ જે લોકો ધર્મનું ચિહ્ન ધારણ કરે છે, પરંતુ ધર્મનું પાલન નથી કરતા, તે વધારે પાપી છે અને તે મારા માટે વધ કરવા યોગ્ય છે. આ જગતમાં તે માટે જ મેં અવતાર ધારણ કર્યો છે. | ૨૭ || ભગવાન બલરામ જોકે, તીર્થયાત્રાને કારણે દુષ્ટ લોકોનો વધ કરવાથી પણ અટકી ગયા હતા, તેમ છતાં આટલું કહીને તેમણે પોતાના હાથમાં રાખેલા દર્ભની અણીથી તેમના પર પ્રહાર કરી દીધો અને સૂતજી તુરત મરણ પાધ્યા. ભાવિ જ આવું હતું. |! ૨૮ ॥ સૂતજીના મૃત્યુથી ત્રષિઓ હાહાકાર કરવા લાગ્યા. બધાનાં ચિત્ત ખિન્ન થઈ ગયાં. તેમણે દેવાધિદેવ બલરામજીને કહ્યું - “પ્રભુ! તમે આ બહુ મોટો અધર્મ કર્યો. ॥૨૯ ॥ યાદવશ્રેષ્! સૂતજીને અમે જ બ્રહ્માસન આપ્યું હતું અને જ્યાં સુધી અમારું આ સત્ર સમાપ્ત ન થાય ત્યાં સુધી તેમને શારીરિક કષ્ટથી રહિત આયુષ્ય પણ આપી દીધું હતું. 1૩૦ ॥ આપે જાશ્યા વિના આ કેવું કાર્ય કરી નાંખ્યું, જે બ્રહ્મહત્યા સમાન છે. અમે આપને યોગેશ્વર માનીએ છીએ, વેદવચન પણ આપના પર શાસન કરી શકતું નથી, તો પણ આપને પ્રાર્થના કરીએ છીએ કે, આપનો અવતાર લોકોને પવિત્ર કરવા માટે થયો છે. જો તમે કોઈની પ્રેરણા વિના સ્વયં પોતાની ઇચ્છાથી આ બ્રહ્મહત્યાનું પ્રાયશ્ચિત કરી લેશો તો લોકો પણ તે પ્રમાણે વર્તશે. 1૩૧-૩૨ ॥ ભગવાન બલશામે કહ્યું - હું લોકોને શિક્ષા (બોધ) દેવા માટે લોકો પર અનુગ્રહ કરવા માટે આ બ્રહ્મહત્યાનું. પ્રાયશ્ચિત્ત કરીશ. આના માટે મુખ્ય વિધિમાં નિયમ હોય તે મને જજ્ાવો. ૩૩ | તમે લોકો આ સૂતને લાંબું આયુષ્ય, બળ, ઇન્દ્રિશશક્તિ વગેરે જે કાંઈ પણ આપવા’ ઇચ્છતા હો, મને જણાવી દો, હું મારા યોગબળથી બધું સિદ્ધ કરીશ. 1૩૪ ॥| ક્ષિઓએ કહ્યું - બલરામજી! તમે એવો કોઈ ઉપાય કરો જેથી તમારું શસ્ત્ર, પરાક્રમ અને આમનું મૃત્યુ પણ વ્યર્થ ન થાય અને અમે આમને જે વરદાન આપ્યું હતું તે પણ સત્ય થઈ જાય. 1૩૫ ॥ ભગવાન બલરામજીએ કહ્યું - :દપિઓ! વેદોનું એવું. કહેવું છે કે, આત્મા જ પુત્રના રૂપે ઉત્પન્ન થાય છે. તેથી રોમહર્ષણના સ્થાને તેમનો પુત્ર તમને પુરાણોની કથાઓ સંભળાવશે. તેને હું મારી શક્તિથી દોર્ધાયુ, ઇન્દ્રિયશક્તિ અને બળ આપું છું. 1૩૬ || ૧. ચરિષ્યે । 520 શ્રીમદભાગવત [અ૦ ૭૯ કિં વઃ કામો મુનિશ્રેષ્ઠા બ્રૂતાહે કરવાણ્યથ | અજાનતસ્ત્વપચિતિં યથા મે ચિન્સ્યતાં બુધાઃ ॥ ૩૭॥ શશય ઊચુઃ ઇલ્વલસ્ય સુતો ઘોરો બલ્વલો નામ દાનવઃ | સ દૂષયતિ નઃ સત્રમેત્ય પર્વણિ પર્વણ્િ | ૩૮॥ તં પાપં જહિ દાશાર્હ તન્નઃ શૂશ્રૂષણં પરમ્ ! પૂયશોણિતવિષ્મૂત્રસુરામાંસાભિવર્ષિણમ્ | ૩૯॥ તતશ્ચ ભારતં વર્ષ પરીત્ય સુસમાહિતઃ | ચરિત્વા દ્વાદશ માસાંસ્તીર્થસ્નાયી વિશુદ્વયસે ॥ ૪૦॥ ગક ત્રષિઓ! આ સિવાય તમે લોકો જે કંઈ ઇચ્છા હોય, મારી પાસે માગી લો. હું તમારા લોકોની ઇચ્છા પૂરી કરીશ. અજાબ્રતાં મારાથી જે અપરાધ થઈ ગયો છે, તેનું પ્રાયશ્ચિત્ત પ્ર તમે વિચારીને કહો; કેમકે, તમે આ બાબતના વિદ્વાન છો. ૩૭ ॥ ગષિઓએ કલું — બલરામજી! ઇલ્વલનો પુત્ર બલ્વલ નામનો એક મહાભયંકર દાનવ છે. તે દરેક પર્વના દિવસે અહીં આવે છે અને અમારા આ સત્રને દૂષિત કરી જાય છે. || ૩૮ ॥યદુનન્દન! તે અહીં આવીને પરુ, લોહી, વિષ્ટા, મુત્ર અને માંસની વૃષ્ટિ કરે છે. તમે એ પાપીને મારી નાખો. અમારા લોકોની આ બહુ મોટી સેવા થશે. ॥ ૩૯ ॥ ત્યાર પછી તમે બાર મહિના સુધી એકાગ્રચિત્તે તીર્થોમાં સ્નાન કરતા રહીને ભારતવર્ષની પરિક્રમા કરો. આનાથી તમારી શુદ્ધિ થઈ જશે. 1૪૦ ॥ ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાખ્ધે પારમહેસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે5 ઉત્તરાર્ધ બલદેવચરિત્રે બલ્વલવધોપક્રમો નામાષ્ટસપ્તતિતમોડધ્યાયઃ ॥ ૭૮ || દસમા સ્કંધના ઉત્તરાર્ધ-અંતર્ગત બલદેવચરિત્રમાંનો બલ્વલવધની તૈયારી નામનો ઇઠ્ઠોતેરમો અધ્યાય સમાપ્ત.
દન્તવક્ત્ર અને વિદૂરથ ઉદ્ધાર તથા બલરામજીના તીર્થયાત્રા-પ્રસંગ
બળરામ-તીર્થ-યાત્રા Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.