ઓગણ્યાએસીમો અધ્યાય 4 કીંછુક ઉવાચ તતઃ પર્વણ્યુપાવૃત્તે પ્રચણ્ડઃ પાંસુવર્ષણઃ ભીમો વાયુરભૂદ્ રાજન્ પૂયગન્ધસ્તુ૨ સર્વશઃ ।। ૧ તતોડમેધ્યમયં વર્ષ બલ્વલેન વિનિર્મિતમ્ | અભવદ્ યજ્ઞશાલાયાં સોડન્વદેશ્યત શૂલધૃક્ ॥ ૨॥ તં વિલોક્ય બૃહત્કાર્ય ભિન્ઞાગ્જનચયોપમમ્ | તમ્તામ્રશિખાશ્મશ્રું દં્ટ્રોગ્રભ્રુકુટીમુખમ્ ॥ ૩॥ સસ્માર મુસલં રામઃ પરસૈન્યવિદારણમ્ | હલં ચ દૈત્યદમનં તે તૂર્ણમુપતસ્થતુઃ | ૪॥ બલ્વલનો ઉદ્ધાર અને બલરામજીની તીર્થયાત્રા શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! પર્વનો દિવસ આવ્યો. તે દિવસે ભયંકર મોટી આંધીનું તોફાન શરૂ થયું. મૂળની વર્ષા થવા લાગી અને ચારે બાજુથી પરૂની દુર્ગન્ય આવવા લાગી. ||૧ ॥ ત્યાર પછી યશશાળામાં બલ્વલ દાનવે મલ-મૂત્ર વગેરે અપવિત્ર પદાર્થોની વર્ષા કરી. ત્મૉર પછી હાથમાં ત્રિશૂળ લઈને તે પોતે દેખાયો, ।। ૨ ।। તે શરીરે બહુ શ્યામ કાજળના ઢગલા જેવો હતો. તેનાં કેશ-દાઢી- મૂછ તપાવેલા તાંબા જેવાં લાલ-લાલ હતાં. મોટી-મોટી દાઢો અને ભ્રકુટિને કારણે તેનું મોઢું અતિ ભયંકર લાગતું હતું. તેને જોઈને ભગવાન બલરામજીએ શત્નુસેનાનો નાશ કરનારું મુશળ અને દૈત્યને ચીરી-કાડી નાખનારા હળનું સ્મરણ કર્યું. તેમનું સ્મરણ કરતાં જ તે બન્ને શસ્ત્રો તુરત ત્યાં આવી પહોંચ્યાં. ॥ ૩-૪ || ૧. દશમસ્કન્ધે બલદેવતીર્થયાત્રાયાં પગ્યસપ્તતિતમોડથ્યાયઃ ! ર. પૂયગન્યથ ! અ૦ ૭૯] દસમો સ્કન્ધ ક્યા તમાકૃષ્ય હલાગ્રેણ બલ્વલં ગગનેચરમ્ | મુસલેનાહનત્ કુદ્ધો મૂર્ધ્નિ બ્રહ્મદુહૈં બલઃ ॥૫॥ સોડપતદ્ ભુવિ નિર્ભિન્ષલલાટોડસૂક્ સમુત્સજન્ । મુગ્યન્નાર્તસ્વરં શૈલો યથા વ્રજહતોડરુણઃ | ૬॥ સંસ્તુત્ત મુનયો રામં પ્રયુજ્યાવિતથાશિષઃ । અભ્યપિગ્ચન્ મહાભાગા વૃત્રથ્નં વિબુધા યથા | ૭॥ વૈજયત્તીં દદુર્માલાં શ્રીધામામ્લાનપડજામ્ | રામાય વાસસી દિવ્યે દિવ્યાન્યાભરણાનિ ચ | ૮॥ અથ તૈરભ્યનુજ્ઞાતઃ કૌશિકીમેત્ય બ્રાહ્મણૈઃ । સ્નાત્વા સરોવરમગાદ્ યતઃ સરયુરાસવત્ ॥૯॥ અનુસ્રોતેન સરયૂંધ પ્રયાગમુપગમ્ય સઃ | સ્નાત્વા સન્તર્પ્ય દેવાદીન્ જગામ પુલહાશ્રમમ્ ॥ ૧૦॥ શોમતીં ગણડકીં સ્નાત્વા વિપાશાં શોણ આપ્લુતઃ | ગયાં ગત્વા પિતૃનિષ્વા ગદ્નાસાગરસક્રમે ॥ ૧૧॥ ઉપસ્પૃશ્ય મહેન્દ્રાદ્રી રામં દષ્ટ્વાડભિવાધ ચ | સમગોદાવરીં વેણાં પમ્પાં ભીમરથીં તતઃ ॥૧૨॥ સ્કન્દે દેષ્ટવા યયૌ રામઃ શ્રીશૈલં ગિરિશાલયમ્ ! દ્રવિડેષુ મહાપુણ્યં દંષ્ટ્વાડદ્રિ વેકટં પ્રભુઃ ॥ ૧૩॥ કામકોષ્ણી પુરી કાગ્ચીં કાવેરી ચ સરિદ્રરામ્ | શ્રીરક્રાખ્યં મહાપુણ્યં યત્ર સજ્નિહિતો હરિઃ || ૧૪॥ શ્રષભાદ્રિં હરેઃ ક્ષેત્રં દક્ષિણાં મથુરાં તથા | સામુર્દ્ર સેતુમગમન્મહાપાતકનાશનમ્ | ૧૫॥ બલરામજીએ આકાશમાં વિચરનારા બૂહ્વલ, દૈત્યને પોતાના હળના અગ્રભાગથી ખેંચીને તે બ્રહ્મદ્રોહીના માથા પર બહુ જ કોધ કરીને જોરથી મુસળ ફટકાર્યું, જેથી તેનું. લલાટ ફાટી ગયું અને તે લોહી ઓક્તો રહીને આર્તનાદે પોકાર કરતો બરાબર વજથી તોડી પાડેલા પર્વતની જેમ ધરતી પર પડી ગયો. ૫-૬ |! નૈમિષારણ્યવાસી મહાભાગ્યવાન મુનિઓએ બલરામજીની સ્તુતિ કરી, ક્યારેય વ્યર્થ ન જનારા આશીર્વાદ આપ્યા. અને દેવતાઓ જેમ ઇન્દ્રનો અભિષેક કરે છે તેમ ત્રષિઓએ તેમનો અભિષેક કર્યો. ॥। ૭ ॥ ત્યાર પછી ્દષિઓએ બલરામજીને દિવ્ય વસ્ત્ર, આભૂષણો તથા એક એવી વૈજયન્તી માળા પણ આપી, જે સૌન્દર્યનો આશ્રય અને ક્યારેય મૂરઝાઈ જાય નહીં તેવાં કમળપુષ્પોની હતી. || ૮ | ત્યારબાદ નૈમિષારશ્યવાસી ત્દષિઓની વિદાય લઈને બલરામજી બ્રાહ્મણો સાથે કૌશિકી નદીના તટ પર આવ્યા. ત્યાં સ્નાન કરીને તેઓ, જ્યાંથી સરપૂ નદી નીકળી છે તે સરોવર પર ગયા. || ૯ । ત્યાંથી સરયૂના કિનારે-કિનારે ચાલવા લાગ્યા પછી ત્યાંથી પ્રયાગ આવ્યા અને ત્યાં સ્નાન તથા દેવતાઓ, :્૧ષિઓ અને પિતૃઓનું તર્પણ વગેરે કરીને પુલહાશ્રમ ગયા. 1૧૦ || ત્યાંથી ગણ્ડકી, ગોમતી તથા વિપાશા નદીઓમાં સ્નાન કરીને શોણનદના કિનારે જઈ સ્નાન કર્યું. ત્યાંથી ગયા ક્ષેત્રમાં જઈને પિતૃઓનું વસુદેવજીની આજ્ઞા અનુસાર પૂજન-યજન કર્યું, પછી ગંગાસાગર-સંગમ પર ગયા, ત્યાં પણ સ્નાન કર્યું. પછી તીર્થાદિ કૃત્યોથી નિવૃત્ત થઈને મહેન્દ્ર પર્વત પર ગયા., ત્યાં પરશુરામજીનાં દર્શન અને અભિવાદન કર્યા, ત્યારબાદ સપ્તગોદાવરી, વેણા, પમ્પા અને ભીમરથી વગેરેમાં સ્નાન કરીને સ્વામી કાર્તિકેયજીનાં દર્શન કરવા માટે ગયા તથા ત્યાંથી મહાદેવજીના નિવાસસ્થાન શ્રીશૈલં તીર્થ પર પહોંચ્યા. ત્યાર પછી બલરામજીએ દ્રવિડ દેશના પરમ પુજ્યમય સ્થાન વેંકટાચલ (બાલાજી)નાં દર્શન કર્યા. અને ત્યાંથી તેઓ કામાક્ષી — શિવકાગ્ચી, વિષ્ણુકાગ્યી થઈને તથા શ્રેષ્ઠ નદી કાવેરીમાં સ્નાન કરીને પુશ્યમય શ્રીરંગ ક્ષેત્રમાં પહોંચ્યા. શ્રીરંગમાં ભગવાન વિષ્ણુ સદા બિરાજે છે. ૧૧-૧૪ ॥ ત્યાંથી તેમણે વિષ્ણુભગવાનના ક્ષેત્ર ત્કષભ-પર્વત, દક્ષિણ મથુરા વગેરે તથા મોટા-મોટા પાપોનો નાશ કરત્તાર સેતુબંધની યાત્રા કરી. | ૧૫ ॥| ૧. રમયન્! ક્ટ્ટ શ્રીમદભાગવત _ [અ૦૭૯ તત્રાયુતમદાદ્ ધેનૂર્ષાહમણેભ્યો હલાયુધઃ | કૃતમાલાં તાપ્રપણી મલયં ચ કુલાચલમ્ | ૧૬॥ તત્રાગસ્ત્યં સમાસીનં નમસ્કૃત્યાભિવાધ ચ | યોજિતસ્તેન ચાશીર્ભિસ્નુજ્ઞાતો ગતોડર્દાવમ્ | દક્ષિણં તત્ર કન્યાખ્યાં દુર્ગા દેવી દદર્શ સઃ ॥૧૭॥ તતઃ ફાલ્ગુનમાસાધ પગ્ચાપ્સરસમુત્તમમ્ | વિષ્ણુઃ સજ્નિહિતો યત્ર સ્નાત્વાડસ્પર્શદ્ ગવાયુતમ્ | ૧૮| તતોડભિત્રજ્ય ભગવાન્ કેરલાંસ્તુ ત્રિગર્તકાન્ | શ્રોકર્ણાખ્યં શિવક્ષેત્રં સાજ્ઞિધ્યં યત્ર ધૂર્જટેઃ ॥ ૧૯॥ આર્યા દ્વૈપાયની દૃષ્ટ્વા શૂર્પારકમગાદ્ બલઃ |! તાપી પયોષ્ણી નિર્વિન્ધ્યામુપસ્પૃશ્યાથ દણ્ડકમ્ | ૨૦॥ પ્રવિશ્ય રેવામગમદ્ યત્ર માહિષ્મતી પુરી । મનુતીર્થમુપસ્પૃશ્ય પ્રભાસં પુનરાગમત્ | ર૧॥ શ્રુત્વા દ્રિજૈઃ કથ્યમાનં કુરુપાણ્ડવસંયુગે | સર્વરાજન્યનિધનં ભારં મેને હૃતં ભુવઃ | ર૨॥ સ ભીમદુર્યોધનયોર્ગદાભ્યાં યુધ્યતોર્મુધે | વારથિષ્યન્ વિનશનં જગામ યદુનન્દનઃ | ર૩॥ યુધિષ્ઠિરસ્તુ તં દષ્ટ્વા યમૌ કૃષ્ણાર્જુનાવપિ ! અભિવાઘાભવંસ્તૂષ્ણી ક્વિવક્ષુરિહાગતઃ ॥ ર૪! ગદાપાણી ઉભૌ દંષ્ટ્વા સંરબ્ધો વિજયૈષિણૌ | મણ્ડલાનિ વિચિત્રાણિ ચરન્તાવિદમબ્રવીત્ | ર૫॥ યુવાં તુલ્યબલૌ વીરૈ હે રાજન્ હે વૃકોદર ! એકં પ્રાણાધિ્ક મન્યે ઉતેકં શિક્ષયાધિકમ્ || ર૬ ત્યાં બલરામજીએ બ્રાહ્મણોને દશ હજાર ગાયોનું દાન આપયું. પછી ત્યાંથી કૃતમાલા અને તામ્રપર્ણ નદીઓમાં સ્નાન કરીને મલયપર્વત પર ગયા, તે પર્વત સાત કુલપર્વતોમાંનો એક છે. ॥૧૬ || ત્યાં બિરાજી રહેલા અગસ્ત્ય મુનિને તેમણે નમસ્કાર અને અભિવાદન કર્યું. અગસ્ત્યજી પાસેથી આશીર્વાદ અને અનુમતિ લઈને બલરામજીએ દક્ષિજ્ સમુદ્રની પાત્રા કરી. ત્યાં તેમશે દુર્ગાદેવીનાં કન્યાકુમારીના રૂપમાં દર્શન કર્યાં. 1 ૧૭ | ત્યાર પછી તેઓ ફાલ્ગુન-તીર્થ - અનંત- શયન ક્ષેત્રમાં ગયા અને ત્યાંના સર્વશ્રેષ્ઠ પગ્યાપ્સરસ તીર્થમાં સ્નાન કર્યું. તે તીર્થમાં હંમેશાં ભગવાન વિષ્ણુ સાક્ષાત્ બિરાજે છે. બલરામજીએ આ ક્ષેત્રમાં પણ દશહજાર ગાયોનું દાન આપું. 1૧૮ ॥ હવે ભગવાન બલરામજી ત્યાંથી કેરળ અને ત્રિગર્ત પ્રદેશોમાં થઈને ભગવાન શંકરજીના ક્ષેત્ર ગોકર્ણતીર્થમાં આવ્યા. ભગવાન શંકર અહીં સર્વકાળ બિરાજે છે. | ૧૯ || ત્યાંથી જળથી ઘેરાયેલાં દ્રીપનિવાસી આર્યા દેવીનાં દર્શન કરવા ગયા અને પછી ત્યાંથી શૂર્ષારક - ક્ષેત્રની યાત્રા કરી, ત્યાંથી તાપી, પયોષ્ણી અને નિર્વિન્ધ્યા નદીઓમાં સ્નાન કરી તેઓ દશ્ડકારક્યમાં આવ્યા. | ર૦ ॥ ત્યાંથી નર્મદાકિનારે આવ્યા. પરીક્ષિત! આ પવિત્ર નદીના તટે જ માહિષ્મતીપુરી છે, ત્યાં મનુતીર્થમાં સ્નાન કરીને તેઓ પાછા પ્રભાસ-શેત્રમાં આવી ગયા. !! ૨૧ ॥ ત્યાં તેમણે બ્રાહ્મણો પાસેથી સાંભળ્યું કે, કૌરવ-પાંડવોના યુદ્ધમાં મોટાભાગના ક્ષત્રિયોનો સંહાર થઈ ગયો. તેમણે એવો અનુભવ કર્યો કે, હવે પૃથ્વીનો બહુ મોટો ભાર ઊતરી ગયો. | ૨૨ || જે દિવસે રણભૂપિમાં ભીમસેન અને દુર્યોધન ગદાયુદ્ધ કરી રહ્યા હતા, તે દિવસે બલરામજી તેમને રોકવા માટે કુરુક્ષેત્ર જઈ પહોંચ્યા. ॥ ૨૩ || મહારાજ યુધિષ્ઠિર, નકુલ, સહદેવ, ભગવાન શ્રીકૃષ્ત્ અને અર્જુને બલરામજીને જોઈને પ્રણામ કર્યા અને મૌન, રહ્યા. તેઓને ડર હતો કે, ખબર નહીં, થું કહેવા માટે અહીં પધાર્યા છે? ॥ ૨૪ ॥ તે વખતે ભીમસેન અને દુર્યોધન બન્ને હાથમાં ગદા લઈને એક-બીજાને જીતવા માટે ક્રોધપૂર્વક જાતજાતના દાવપેચ બદલી રહ્યા હતા. તેમને જોઈને બલરામજીએ કહ્યું - || ર૫ ॥ “રજા દુર્યોધન અને ભીમસેન! તમે બન્ને વીર છો, તમારા બન્નેમાં બળ-પરાક્રમ પણ સમાન છે. હું એવું સમજું છું કે, ભીમસેનમાં બળ વધારે છે અને દુર્યોધને ગદાયુદ્ધનું જ્ઞાન વધારે પ્રાપ્ત કર્યું છે. ! ૨૬ ॥ અ૦ ૭૯] દસમો સ્કન્ધ 523 તસ્માદેકતરસ્યેહ યુવયોઃ સમરવીર્યયોઃ | ન લક્ષ્યતે જયોડન્યો વા વિરમત્વફલો રણઃ | ર૭॥ ન તહાક્યં જગૃહતુર્બદ્વેરૌ નૃપાર્થવત્ | અનુસ્મરત્તાવન્યોન્યં દુરુક્તં દુંષ્કૃતાનિ ચ ॥ ર૮ દિષ્ટં તદનુમન્વાનો રામો દ્વારવતીં યયૌ | ઉગ્રસેનાદિભિઃ પ્રીતેર્શાતિભિઃ સમુપાગતઃ | ર૯॥ તં પુનર્નેમિષં પ્રામમૃષયોડયાજયન્ મુદા | ક્રત્વર્ડ ક્રતુભિઃ સર્વેર્નિવૃત્તાખિલવિગ્રહમ્ | ૩૦॥ તેભ્યો વિશુદ્ધવિજ્ઞાનં ભગવાન્ વ્યતરદ્ વિભુઃ | યેનૈવાત્મન્યદો વિશ્વમાત્માનં વિશ્વગં વિદુઃ | ૩૧॥॥ સ્વપત્યાવભૃથસ્નાતો જ્ઞાતિબન્ધુસુહૃદ્વૃતઃ | રેજે સ્વજ્યોત્સ્નયેવેન્દુઃ સુવાસાઃ સુષ્ઠ્વલડકૃતઃ ॥ ૩૨॥ ઈદૃગ્વિધાન્યસડખ્યાનિ બલસ્ય બલશાલિનઃ | અનત્તસ્યાપ્રમેયસ્ય માયામર્ત્યસ્ય સન્તિ હિ | ૩૩॥ યોડનુસ્મરેત રામસ્ય કર્માણ્યતુતકર્મણઃ । સાયં પ્રાતરનન્તસ્ય વિષ્ણોઃ સ દથિતો ભવેત્ | ૩૪॥ તેથી તમારા જેવા સમાન બળ ધરાવનારાઓમાંથી કોઈનો જય-પરાજય થાય એવું દેખાતું નથી. તેથી તમે લોકો વ્યર્થ યુદ્ધ ન કરો, હવે આ યુદ્ધ બંધ કરી દો.’ | ૨૭ ॥ પરીક્ષિત! બલરામજીની વાત બન્ને માટે હિતકર હતી. પરંતુ તે બન્ને વચ્ચે વેરભાવ એટલો સુદઢ થઈ ગયો હતો કે તેમણે બલરામજીની વાત ન માની. તેઓ એક-બીજાનાં કટુ-વચનો અને દુર્વ્યવહારોનું સ્મરણ કરીને ઉત્મત્ત જેવા થઈ ગયા હતા. || ર૮ | ભગવાન બલરામજીએ નિશ્ચય કર્યો કે એમનું પ્રારબ્ધ જ આવું છે, તેથી તેના વિશે વિશેષ આગ્રહ ન કરીને તેઓ પાછા દ્વારકા ચાલ્યા ગયા. દ્વારકામાં ઉગ્રસૅન વગેરે ગુરુજનો તથા અન્ય સંબંધીઓએ બહુ પ્રેમથી આગળ આવીને તેમનું સ્વાગત-કર્યું. | ૨૯ | ત્યાંથી બલરામજી ફરી નૈમિષારણ્ય ગયા, ત્યાં ત્રરપિઓએ. વિરોધભાવથી - અર્થાત્ યુદ્ધ વગેરેથી નિવૃત્ત બલરામજી દ્વારા બહુ પ્રેમથી બધા પ્રકારના યજ્ઞો કરાવ્યા. પરીક્ષિત! સાચું પૂછો તો જેટલા પણ યજ્ઞો છે, તે બધા બલરામજીનાં અંગ જ છે, તેથી તેમનું આ યજ્ઞોનું અનુષ્ઠાન લોકસંગ્રહ માટે જ હતું. | ૩૦ ॥ સર્વસમર્થ ભગવાન બલરામજીએ તે ત્રિઓને વિશુદ્ધ તત્ત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો, તેથી તે લોકો આ સંપૂર્ણ વિશ્ચને પોતાનામાં અને પોતાને સમસ્ત વિશ્વમાં અનુભવ કરવા લાગ્યા. 1૩૧ || ત્યાર પછી બલરામજીએ પોતાનાં પત્ની રેવતીજી સાથે યજ્ઞાન્ત-સ્નાન કર્યું અને સુંદર-સુંદર વસ્ત્ર તથા આભૂષણો પહેરીને પોતાના સ્વજનો-સંબંધીઓની સાથે - ચત્દ્રિકા અને નકત્રોની સાથે. ચન્દ્રમાની જેમ - શોભવા લાગ્યા. | ૩૨ || પરીક્ષિત! ભગવાન બલરામજી સ્વયં અનંત છે. તેમનું સ્વરૂપ મન અને વાણીથી પર છે. તેમણે લીલા માટે જ આ મનુષ્યના જેવું શરીર ગ્રહણ કર્યું છે. તે બળશાળી બલરામજીના આવાં- આવાં અપાર ચરિત્રો છે. 1૩૩ || જે મનુષ્ય અનત્ત, સર્વવ્યાપક, અદ્દભુત કર્મ કરનારા ભગવાન બલરામજીનાં ચરિત્રોનું સવાર-સાંજ સ્મરણ કરશે, તે ભગવાનનો અત્યંત પ્રિય બની જશે. 1૩૪ ॥ —ક— ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમર્હસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે ઉત્તરાર્ધ બલદેવતીર્થયાત્રાનિરૂપણં પ નામૈકોનાશીતિતમોડધ્યાયઃ ॥ ૭૯ ॥ દસમા સ્કંધના ઉત્તરાર્ધ-અંતર્ગત બલદેવજીની તીર્થયાત્રાનું નિરૂપણ નામનો ઓગજ્યાએંસીમો અધ્યાય સમાપ્ત.
બળરામ-તીર્થ-યાત્રા
ી શ્રીકૃષ્ણ દ્વારા સુદામાજીનું સ્વાગત ચજોવચ ભગવન્ યાનિ ચાન્યાનિ મુકુન્દસ્ય મહાત્મનઃ | વીર્યાણ્યનન્તવીર્યસ્ય શ્રોતુમિચ્છામિ હે પ્રભો ॥ ૧॥ કો નુ શ્રુત્ Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.