તન પંચ્યાસીમો અધ્યાય શ્રીભગવાન દ્વારા વસુદેવજીને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ તથા દેવકીજીના છ પુત્રોને પાછા લાવવા કીંબદર/યશિરુૂવાક અધૈકદાડડત્મજૌ પ્રાત્સૌ કૃતપાદાભિવન્દનૌ | વસુદેવોડભિનન્દાહ પ્રીત્યા સડર્ષણાચ્યુતૌ ॥ ૧॥ મુતીનાં સ વચઃ શ્રુત્વા પુત્રયોર્ધામસૂચકમ્ । તદ્ીર્થે્જાતવિશ્રમ્મઃ૨ પરિભાષ્યાભ્યભાષત | ૨ કંખ્ણ કૃષ્ણ મહાયોગિન્ સફર્ષણ સનાતન | જાને વામસ્ય યત? સાક્ષાત્ પ્રધાનપુરુષૌ પરૌ । ૩॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! આ પછી એક દિવસ, ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજી પ્રાતઃકાળના પ્રણામ કરવા માટે માતા-પિતાની પાસે આવ્યા. પ્રણામ કર્યા પછી વસુદેવજી બહુ પ્રેમથી બન્ને ભાઈઓને અભિનંદન આપીને કહેવા લાગ્યા. ॥ ૧ || વસુદેવજીએ મોટા-મોટા શ્પિઓના મુખેથી ભગવાનનો મહિમા સાંભળ્યો હતો તથા તેમનાં એશ્ચર્યપૂર્ ચરિત્રો પણ જોયાં હતાં. તેથી તેમને એ વાતનો દઢ વિશ્વાસ થઈ ગયો હતો કે, આ સાધારણ મનુષ્ય નથી, સ્વયં ભગવાન છે. એટલા માટે તેમણે પોતાના પુત્રોને પ્રેમપૂર્વક સંબોધીને આ પ્રમાણે કહ્યું - 1૨ || ‘સચ્ચિદાનંદસ્વરૂપ શ્રીકૃષ્દ! મહાયોગીશ્વર સંકર્ષણ! તમે બન્ને સનાતન છો. હું જાણું છું કે, તમે બન્ને સમસ્ત જગતના સાક્ષાત્ કારણસ્વરૂપ પ્રકૃતિ અને પુરુષના પણ નિયામક પરમેશ્વર છો. 1૩ ॥ ૧. સ્મશકતાઃ સ્વાક્રમાન્ થયુઃ ! ૨. દમસ્કન્ધે તીર્થવાત્રા ! ૩. તદવાકશેર્જતન ! ૪. જગતઃ પ્રધાન ! અ૦ ૮૫] દસમો સ્કન્ધ ક્ક્3 યત્ર યેન યતો યસ્ય યસ્મૈ યદ યદ્ યથા યદા | સ્યાદિદં ભગવાન્ સાક્ષાત્ પ્રધાનપુરુષેશ્વરઃ | ૪॥। એતતજ્ઞાનાવિધં વિશ્વમાત્મસૃષ્ટમધોક્ષજ । આત્મનાનુપ્રવિશ્યાત્મન્પ્રાણો જીવો બિભર્ષ્યજઃ ॥ ૫॥ પ્રાણાદીનાં વિશ્વસૃજાં શક્તયો યાઃ પરસ્ય તાઃ | પારતન્ત્યાદ્ વૈસાટેશ્યાદ્ દયોશ્ેષટૈવ ચેષ્ટતામ્ ॥ ૬॥| કાન્તિસ્તેજઃ પ્રભા સત્તા ચન્દ્રાઝન્યર્કર્થવિદ્ુતામ્ | યત્ સ્થૈર્ય ભૂભૃતાં ભૂમે્વૃત્તિર્ગન્ધોડર્થતો ભવાન્ ॥ ૭॥ તર્પણં પ્રાણનમપાં દેવ ત્વં તાશ્ચ તદ્રસઃ | ઓજઃ સહો બલં ચેષ્ટા ગતિર્વાયોસ્તવેશ્વર’ || ૮॥ દિશાં ત્વમવકાશોડસિ દિશઃ ખં સ્ફોટ આશ્રયઃ | નાદો વર્ણસ્ત્વમોકાર આકૃતીનાં પૃથકકૃતિઃ ॥ ૯॥ ઇન્દ્રિયંચ ત્વિન્દ્રિયાણાં ત્વં દેવાશ્ચ તદનુગ્રહઃ | અવબોધો ભવાન બુદ્રે્જીવસ્યાનુસ્મૃતિઃ સતી | ૧૦॥ ભૂતાનામાસિ ભૂતાદિરિન્દ્રિયાણાં ચ તૈજસઃ | વૈકારિકો વિકલ્યાનાં પ્રધાનમનુશાયિનામ્ 1 ૧૧॥ નશ્ચરેપ્વિહ ભાવેષુ તદસિ ત્વમનશ્ચરમ્ | યથા દ્રવ્યવિકારેષુ દ્રવ્યમાત્રં નિરૂપિતમ્ ॥ ૧૨॥। આ જગતના આધાર, નિર્માતા અને નિર્માણસામગ્રી પણ તમે જ છો. આ સમસ્ત જગતના સ્વામી તમે બન્ને છો અને તમારી જ ક્રીડા માટે આ જગતનું નિર્માણ થયું છે. આ જગત જે સમયે, જે રૂપમાં, જે કાંઈ રહે છે, થાય છે - તે બધું તમે જ છો. આ જગતમાં પ્રકૃતિરૂપે ભોગ્ય અને પુરુષરૂપે ભોક્તા તથા બન્નેથી પર,બન્નેના નિયામકસાક્ષાત્ ભગવાન પણ તમેજ છો. | ૪ ॥ ઇન્દ્રિયાતીત! જન્મ, અસ્તિત્વ વગેરે ભાવવિકારોથી રહિત પરમાત્મન! આ ચિત્ર-વિચિત્ર જગતનું તમે જ નિર્માણ કર્યું છે અને આમાં સ્વયં તમે જ આત્મારૂપે પ્રવેશ પણ કર્યો છે. તમે પ્રાણ (ક્રિયા શક્તિ) અને જીવ (શાન શક્તિ)ના રૂપે આનું પાલન-પોષણ કરી રહ્યા છો. || પ ।। ક્રિયાશક્તિપ્રધાન પ્રાણ વગેરેમાં જગતના પદાર્થોનું સર્જન કરવાનું જે સામર્થ્ય છે, તે તેમનું પોતાનું નથી, તમારું જ છે. કેમકે, તે તમારી જેમ ચેતન નથી, અચેતન છે; સ્વતંત્ર નહીં, પરતંત્ર છે. તેથી તે ક્રિયાશક્તિરૂપી પ્રાણ વગેરેમાં માત્ર ચેષ્ટામાત્ર હોય છે, શક્તિ નથી હોતી. શક્તિ તો તમારી જ છે. ॥ ૬ ॥ પ્રભુ! ચન્દ્રમાની કાંતિ, અગ્નિનું તેજ, સૂર્યની પ્રભા, નક્ષત્રો તથા વીજળીના ઝબકારા, પર્વતોની સ્થિરતા તથા પૃથ્વીનું સર્વના આધારરૂપે, સ્થિર રહેવું અને તેનો ગુણ ગંધ, ખરેખર આપ જ છો. ૭ ॥। પરમેશ્વર! જળમાં તૃપ્ત કરવાની, જીવન આપવાની અને શુદ્ધ કરવાની જે શક્તિઓ છે, તે બધું તમે જ છો. જળ અને તેનો રસ પણ તમે જ છો. પ્રભુ! ઇન્દ્રિયશક્તિ, અંતઃકરણની શક્તિ, શરીરની શક્તિ, તેનું હાલવું - ડોલવું, ચાલવું-ફરવું — આબધી વાયુની શક્તિઓ તમારી જ છે. |! ૮ ॥ દિશાઓ, દિશાઓનો અવકાશ — (ખાલી જગ્યા, આકાશ) પણ તમે જ છો. આકાશ અને તેનો સ્ફોટ — શબ્દતન્માત્ર અથવા પરા વાણી, નાદ- પશ્યન્તી, ઓંકાર-મધ્યમા તથા વર્ણ (અક્ષર) અને પદાર્થોનો અલગ-અલગ નિર્દેશ કરવાવાળી પદરૂપ,વૈખરી વાણી પણ તમે જ છો. ! ૯ ॥ ઇન્દ્રિયો અને તેની વિપયપ્રકાશનશક્તિ, અને તેના અધિષ્ઠાતા દેવો પણ તમે જ છો. બુદ્ધિની નિશ્ચય કરવાની શક્તિ અને જીવની વિશુદ્ધ સ્મૃતિ પણ તમે જ છો. || ૧૦ || ભૂતોમાં તેમનું કારણ તામસ અહંકાર, ઇન્દ્રિયોમાં તેમનું કારણ તતૈજસ અહંકાર અને ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓમાં તેમનું. કારણ સાત્વિક અહંકાર તથા જીવોના આવાચમનનું કારણ માયા પણ તમે જ છો. || ૧૧ ।। ભગવન્! જેમ માટી વગેરે .. પદાર્થોના વિકાર ઘડો, વૃક્ષ વગેરેમાં માટી નિરંતર રહે છે અને. વાસ્તવમાં તે કારણ (માટી) રૂપ જ છે - તે જ પ્રમાણે જેટલા પણ નાશવાન પદાર્થો છે, તેમનામાં તમે કારણરૂપે આંવેનાશી તત્ત્વ છો. વાસ્તવમાં તે બધાં તમારાં જ સ્વરૂપ છે. ।। ૧૨ ॥ ૧. ત્સ્તથેશ્રર | ૨. ઇન્દ્રિયાજાન્દ્રિયાબ્રાં ચ દેવાશ્ય ત્વદનુગ્રહઃ ! કક શ્રીમદભાગવત [અ૦૮૫ સત્ત્વ રજસ્તમ ઇતિ ગુણાસ્તદ્વૃત્તયશ્ચ યાઃ ! ત્વય્યદ્ધા બ્રહ્મણિ પરે કલ્પિતા યોગમાયયા || ૧૩॥ તસ્માજ્ઞ સન્યમી ભાવા યર્હિપ ત્વિ વિકલ્પિતાઃ | ત્વં ચામીષુ વિકારેષુ દ્રન્યદા વ્યાવહારિક: | ૧૪॥, ગુણપ્રવાહ એતસ્મિન્નબુધાસ્ત્વખિલાત્મનઃ | ગતિં સૂક્મામબોધેન સંસરન્તીહ કર્મભિઃ ॥ ૧૫। યદેચ્છયા નૃતાં પ્રાપ્ય સુકલ્પામિહ દુર્લભામ્ | સ્વાર્થે પ્રમત્તસ્પ વયો ગતં ત્વન્માયયેશ્વર || ૧૬। અસાવહં મધૈવૈતે દેહે ચાસ્યાન્વયાદિષુ ! સ્નેહપાશૈર્નિબધ્નાતે ભવાન્ સર્વમિદં જગત્ | ૧૭ યુવાં ન નઃ સુતૌ સાક્ષાત્ પ્રધાનપુરપેશ્વરો | ભૂભારક્ષત્રક્ષપણચ અવતીણો તથાડડત્ય હ 1 ૧૮॥ તત્તે ગતોડસ્મ્યરણમદ્ય*પદારવિન્દ- માપન્ઞસંસૃતિભયાપહમાર્તબન્ધો | એતાવતાડલપલમિન્દ્રિયલાલસેન મર્ત્યાત્મદેક્ ત્વિ પરે યદપત્યબુદ્ધિઃ ॥ ૧૯॥ સૂતીગૃહે નનુ જગાદ ભવાનજો નૌ સઝગ્જજ્ઞ ઇત્યનુયુગં નિજધર્મગુપ્ત્યે | નાનાતનૂર્ગગનવદ્ વિદધજ્જહાસિ કો વેદ ભુમ્ન ઉરુગાય વિભૂતિમાયામ્ | ૨૦॥ કીંયુ# ઉપ્ચ આકર્શ્વેત્થં પિતુર્વાક્યં ભગવાન્ સાત્વતર્ષભઃ । પ્રત્યાહ પ્રશ્રયાનમ્નઃ પ્રહસગ્શ્લશ્ણયા ગિરા ।। ૨૧॥। પ્રભુ! સત્ત, રજ, તમ - આ ત્રહે ગુણો અને તેમની વૃત્તિઓ (પરિણામ) મહત્તત્તતાદિ પરબ્રહ્મ પરમાત્મામાં, તમારામાં યોગમાયા દ્વારા કલ્પિત છે. ।। ૧૩ ॥ તેથી આ જેટલા પસ જન્મ, અસ્તિ, વૃદ્ધિ, પરિજ્ઞામ વગેરે ભાવવિકાર છેં, તે. તમારામાં છે જ નહીં. જ્યારે તમારામાં આમનો કલ્પના કરવામાં આવે છે, ત્યારે તમે તે વિકારોમાં અનુગત જણાઓ છો. કલ્પનાની નિવૃત્તિ થઈ જતાં તો નિર્વિકલ્પ પરમાર્થ સ્વરૂપ તમે જ રહી જાઓ છો. |! ૧૪ || આ જગત સત્ત્વ, રજ, તમ - એ ત્રણે ગુણોનો પ્રવાહ છે; દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, સુખ-દુઃખ અને રાગ-લોભ વગેરે તેમનાં કાર્ય છે. એમાં જે અજ્ઞાનીઓ તમારુ સર્વાત્મા, સૂક્મસ્વરૂપ જાશ્ઞતા નથી, તેઓ પોતાના દેહાભિમાનરૂપ અજ્ઞાનને કારણે જ કર્મોમાં ફસાઈને વારંવાર જન્મ-મૃત્યુના ચકરાવામાં ભટકતા રહે છે. 1૧૫ || પરમેશ્વર! મને શુભ પ્રારબ્ધ પ્રમાણે ઇન્દ્રિયો વગેરેનાં સામર્થ્યથી યુક્ત અત્યંત દુર્લભ મનુષ્ય- શરીર પ્રાપ્ત થયું. પરંતુ તમારી માથાને વશ થઈને હું મારા સાચા સ્વાર્થ - પરમાર્થથી જ અસાવધાન થઈ ગયો અને મારું આખું આયુષ્ય એળે ગયું. || ૧૬ || પ્રભુ! આ શરીર હું છું અને આ શરીરના સંબંધીઓ મારા પોતાના છે, આ અહેતા અને મમતારૂપી સ્નેહપાશથી તમે આ પૂરા સંસારને બાંધી રાખ્યો છે. | ૧૭ |! હું જાણું છું કે, તમે બન્ને માર પુત્ર નથી, સંપૂર્ણ પ્રકૂંતે અને જીવોના સ્વામી છો. પૃથ્વીના ભારરૂપ રાજાઓનો નાશ કરવા માટે જ તમે અવતાર લીધો છે, આ વાત તમે મને કહી હતી. ॥ ૧૮ ॥ તેથી દીનજનોના હિતૈષી, શરણાગતવત્સલ! હું હવે તમારાં ચરણકમળોના શરણમાં છું, કારણ કે, તે જ શરણાગતોના સંસારભવનો નાશ કરવાવાળા છે, હે નાથ! હવે ઇન્દ્રિયોની લોલુપતાથી પરાઈ ગયો છું, આના કારણે જ મેં મૃત્યુનો કોળિયો એવા આ શરીરમાં આત્મબુદ્ધિ કરી લીધી અને તમે જે પરમાત્મા છો, તેમાં પુત્રબુદ્ધિ 1 ૧૯ ॥ પ્રભુ! તમે પ્રસૂતિગૃહમાં જ મને કહ્યું હતું કે “જોકે હું અજન્મા છું, તેમ છતાં હું મારી જ બનાવેલી ધર્મ-મર્યાદાના રક્ષણ માટે ગ્રત્યેક યુગમાં તમારા બન્ને દ્વારા અવતાર ગ્રહણ કરુ છું.’ ભગવન્! તમે આકાશની જેમ અસંગ રહીને અનેક શરીરો ધારજ કરો છો અને ત્યજો છો. વાસ્તવમાં તમે અનંત એકરસ સત્તા છો. તમારી આશ્ર્યમયી શક્તિ યોગમાયાના રહસ્યને કોણ જલી શકે છે? બધ લોકો તમારી કીર્તિનું જ ગન કરે છે.’ ૨૦ ॥ શ્રીશુકદેવજી કહે છે - પરીકિત! વસુદેવજીનાં વચન. સાંભળીને યાદવશ્ચેષ્ઠ ભક્તવત્સલ ભગવાન શ્રીકૃષ્ણ હસવા લાચ્યા. તેમણે વિનયપૂર્વક નમીને મધુરવાણીમાં કહ્યું- ૨5 ।! ૧, યે હિ| ર. ભૂભારકપણાર્થાય | ૩. ગતોડસ્મિ શરણમલ ! ૪. બાદરાયણિરુવાચ | અ૦૮૫] દસમો સ્કન્ધ ક્ક્ક શ્રભગવ/નુવચ વચો વઃ સમવેતાર્થ તાતૈતદુપમન્મહે | યજ્ઞઃ પુત્રાન્ સમુદિશ્યિ તત્ત્વગ્રામ ઉદાહતઃ || રર અહં યૂયમસાવાર્ય ઇમે ચ દ્વારકૌકસઃ | સર્વેડપ્વેવં યદુશ્રેષ્ઠ વિમૃશ્યાઃ સચરાચરમ્ | ર૩॥ આત્મા હોકઃ સ્વરયંજયોતિર્નિત્યોડન્યો નિર્ગુણો ગુણૈઃ ! આત્મસૃષૈસ્તતૃતેષુ ભૂતેષુ બહુંધેયતે || ર૪॥ ખં વાયુજર્યોતિરાપો ભૂસ્તત્કૃતેષુ યથાશયમ્ | આવિસ્તિરોડલ્પભૂર્યેકો નાનાત્વં યાત્યસાવપિ | ૨૫॥। કશુક ઉરાચ એવં ભગવતા રાજન્ વસુદેવ ઉદાહતમ્ | શ્રુત્વા વિનષ્ટતાનાધીસ્તૃષ્ણી પ્રીતમના અભૂત્ | ૨૬॥ અથ તત્ર કુસ્્રેષ્ઠ દેવકી સર્વદેવતા | શ્રુત્વાડડનીતં ગુરોઃપુત્રમાત્મજાભ્યાં સુવિસ્મિતા ॥ ૨૭॥ કૃષ્ણરામૌ સમાશ્રાવ્ય પુત્રાન્ કંસવિહિસિતાન્ ! સ્મરત્તી કૃપણં પ્રાહ વૈક્લવ્યાદશ્રુલોચના ॥ ૨૮॥ દેવકયુવ/ચ રામ રામાપ્રમેયાત્મન્ કૃષ્ણ યોગેશ્વરેશ્વર | વેદાહં વાં વિશ્વસજામીશ્ચરાવાદિપૂરુષૌ | ૨૯1 કાલવિધ્વસ્તસત્તવાનાં રાજ્ઞાસુચ્છાસ્ત્રવર્તિનામ્ | ભૂમેર્ભારાયમાણાનામવતીણી કિલાધ મે ૩૦॥ ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું - પિતાજી! અમે તો તમારા પુત્ર જ છીએ. અમને ઉદેશીને તમે આ બ્રહ્મશ્ઞાનનો ઉપદેશ કર્યો છે. અમે તમારી એક-એક વાત યોગ્ય અને અર્થસભર માનીએ છીએ. ॥ રર ॥ પિતાજી! હું, તમે, આ મોટાભાઈ, આ દ્વારકાવાસીઓ તથા સ્થાવરજંગમ જગત — તે બધા જ આપે જેવું કહ્યું છે તેવા જ છે અર્થાત્ બધાંને બ્રહ્મરૂપ જ સમજવા જોઈએ. ।। ૨૩ ॥ પિતાજી! આત્મા તો એક જ છે. પરંતુ તે પોતાનામાં જ ગુલોની સૃષ્ટિ કરી લે છે અને ગુણો દ્વારા બનાવેલા પંચભૂતોમાં એક હોવા છતાં અનેક, સ્વયં- પ્રકાશ હોવા છતાં દૃશ્ય, પોતાનું સ્વરૂપ હોવા છતાં પણ પોતાનાથી ભિન્ન, નિત્ય હોવા છતાં અનિત્ય અને નિર્ગુણ હોવા છતાં સગુણરૂપે પ્રતીત થાય છે. 1! ર૪ ॥ જેમ આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી — આ પાંચ મહાભૂતો પોતાના કાર્ય ઘડો, કુંડળ વગેરેમાં પ્રગટ-અમ્રગટ, નાના-મોટા, ઓછા- વધારે, એક અને અનેક જેવા પ્રતીત થાય છે - પરંતુ વાસ્તવમાં સત્તારૂપથી તે એક જ રહે છે, તે જ પ્રમાણે આત્મામાં પણ ઉપાધિઓના ભેદથી નાનાત્વની પ્રતીતિ થાય છે. તેથી જે હું છું, તે જ બધા છે - આ દષ્ટિએ આપનું કહેવું બરાબર છે. | ૨૫ | શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણના આ વચન સાંભળીને વસુદેવજીની ભેદબુદ્ધે નાશ પામી, તેઓ આનંદમગ્ન થઈને વાણીથી મૌન અને મનથી નિઃસંકલ્પ થઈ ગયા. ૨૬ || કુરુશ્રેષ્ઠ! તે સમયે ત્યાં રહેલાં સર્વદેવમયી દેવકીજી પણ બેઠાં હતાં. આ બધું સાંભળીને તેઓ પહેલેથી જ આશ્ચર્યમાં ડૂબી ગયાં હતાં કે શ્રીકૃષ્ણ અને. બળદેવજી મરી ગયેલા ગુસુપુત્રને યમલોકમાંથી પાછો લઈ આવ્યા. || ૨૭ !! હવે તેમને તેમના તે પુત્રનું સ્મરણ થઈ, આવ્યું, જેમને કંસે મારી નાખ્યા હતા. તેમના સ્મરણથી દેવકીજીનાં નેત્રોમાંથી આંસુ વહેવા લાગ્યાં, તેઓ અધીરાં બની ગયાં. તેમણે ખૂબ જ દીનતાપૂર્વક શ્રીકૃષ્ણ અને બલરામજીને કહ્યું - 1૨૮ ॥ ભ દેવકીજીએ કહ્યું - હે અમાપસ્વરૂપવાળા શ્રીરામ! મારી શક્તિ મન અને વાણીથી પર છે. શ્રીકૃષ્ા! તમે યોગેશ્વરોના પણ ઈશ્વર છો. હું જાણું છું કે, તમે બન્ને પ્રજાપતિઓના પણ ઈશ્વર, આદિપુરુષ નારાયણ છો. || ર૯ ॥ એ પણ હું અવશ્ય જાણું છું કે, જે લોકો કાલક્રમથી પોતાનું. ધૈર્ય, સંયમ અને સત્ત્વગુણ ખોઈ બેઠા છે તથા શાસ્ત્રની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરીને જે સ્વેચ્છાચારી થઈ ગયા છે, એવા ભૂમિના ભારરૂપ તે રાજાઓનો નાશ કરવા માટે જ તમે બન્નેએ અમારે ઘેર અવતાર લીધો છે. || ૩૦ ॥ ૧. અહં મ્રિયો મમાચાર્ય | 556 શ્રીમદભાગવત [અ૦૮૫ થસ્યાંશાંશાંશભાગેન વિશ્વોત્પત્તિલયોદયાઃ । ભવત્તિ કિલ વિશ્વાત્મંસ્તં ત્વાડદ્યાહં ગતિં ગતા ॥ ૩૧॥ ચિરાન્મૃતસુતાદાને ગુરુજ્ઞા કાલચોદિતૌ । આનિન્યથુઃ પિતૃસ્થાનાદ્ ગુરવે ગુરુદક્ષિણામ્ । ૩૨॥. તથા મે કુરુતં કામં યુવાં યોગેશ્વરેશ્વરૌ | ભોજશજહતાન્ પુત્રાન્ કામવે દ્રષ્ટુમાહતાન્ | ૩૩॥ ઝ/પેરુવજ એવં સગ્ચોદિતૌ માત્રા રામઃ કૃષ્ણશ્ચ ભારત | સુતલં સંવિવિશતુર્યોગમાયામુપાશ્રિતો | ૩૪॥ તસ્મિન્ પ્રવિષ્ટાવુપલભ્ય દૈત્યરાડ્ વિશ્વાત્મદૈવં સુતરાં તથાડડત્મનઃ | તદ્દર્શનાહ્વાદપરિપ્લુતાશયઃ સધઃ સમુત્થાય નનામ સાન્વયઃ | ૩૫॥ તયોઃ સમાનીય વરાસનં મુદા નિવિષ્ટયોસ્તત્ર મહાત્મનોસ્તયોઃ । પાદાવવનિજ્ય તજ્જલં સવૃન્દ આબ્રહ્મ પુનદ્ યદમ્બુ હ 1૩૬॥ દધાર સમર્હયામાસ સ તૌ વિભૂતિભિ- ર્મહાર્હવસ્ત્રાભરણાનુલેપનૈઃ 1 તામ્બૂલદીપામૃતભક્ષણાદિભિઃ૨ શ્વગોત્રવિત્તાત્મસમર્પણેન ચ 1॥૩૭॥ સ ઇન્દ્રસેોનો ભગવત્પદામ્બુજં બિભ્રન્મુહુઃ પ્રેમવિભિન્નયા ધિયા | હાનન્દજલાકુલેક્ષણઃ પ્રહૃષ્રોમા નૃપ ગદગદાક્ષરમ્ડ | ૩૮॥ ઉવાચ વિશ્વાત્મન્! તમારા પુરુષોત્તમરૂપ અંશથી ઉત્પન્ન થયેલી માથાથી ગુણોની ઉત્પત્તિ થાય છે, તેમના લેશમાત્રથી જગતની ઉત્પત્તિ, વિકાસ તથા પ્રલય થાય છે. આજે હું. માસ અંતઃકરણથી તમારી શરણાગત છું, ૩૧ ॥ મેં સાંભળ્યું છે કે તમારા ગુરુ સાન્દીપનિજીના પુત્રને મરીને પજ્ઞા દિવસ થઈ ગયા હતા. તેમને ગુરુદક્ષિણા આપવા માટે તેમની આશા તથા કાળની પ્રેરણાથી તમે બન્નેએ તેમના પુત્રને થમપુરીથી પાછો લાવી આપ્યો. 1૩૨ ॥ તમે બન્ને યોગેશ્વરોના પણ ઈશ્વર છો. તેથી આજે મારી પણ અભિલાષા પૂરી કરો. હું ઇચ્છું છું કે મારા તે પુત્રોને (જેમને કંસે મારી નાખ્યા હતા) લાવી આપો જેથી તેમને હું આંખ ભરીને જોઈ લઉં. | ૩૩ ||
શ્રીશુકદેવજી કહે છે - પ્રિય પરીક્ષિત! માતા
દેવકીજીની આ વાત સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામ બન્નેએ યોગમાયાનો આશ્રય લઈને સુતલ લોકમાં પ્રવેશ કર્યો. 1૩૪ || જ્યારે દૈત્યરાજ બલિએ જોયું કે, જગતના આત્મા અને ઇષ્ટદેવ તથા મારા પરમ સ્વામી ભગવાન શ્રીકૃષ્ત અને બલરામજી સુતલલોકમાં પધાર્યા છે, ત્યારે તેમનું હદય તેમનાં દર્શન કરીને આનંદમાં ડૂબી ગયું. તેમણે તુસ્ત જ પોતાના કુટુંબ સાથે આસન પરથી ઊભા થઈને ભગવાનના ચરફમાં પ્રજ્નામ કર્યા, | ૩૫ || અત્યંત આનંદિત થઈને દૈત્યરાજ બલિએ ભગવાન શ્રીકૃષ્ક અને બલરામજીને શ્રેષ્ઠ આસન આપ્યું અને જયારે તે બન્ને મહાપુરુષો તેના પર બેઠા, ત્યારે તેમણે તેમના ચરણ પખાળીને તેમનું ચરણોદક પરિવારસહિત પોતાના મસ્તક પર ધારણ કર્યું. પરીક્ષિત! ભગવાનના ચરણોનું જલ બ્રહ્મા સુધીના તમામ જગતને પવિત્ર કરે છે. ।। ૩૬ | ત્યાર પછી દૈત્પરાજ બલિએ બહુમૂલ્ય વસ્ત્રો, આભૂષણ, ચંદન, તાંબુલ, દીપક, અમૃત જેવું ભોજન અને અન્ય વિવિધ સામગ્રીઓથી તેમની પૂજા કરી અને પોતાના સમસ્ત પરિવાર, ધન તથા શરીર વગેરેને તેમના ચરણોમાં સમર્પિત કર્યા. || ૩૭ |! પરીક્ષિત! દૈત્યરાજ બલિ વારંવાર ભગવાનનાં ચરણકમળોમાં મસ્તક નમાવતા પ્રેમવિહૂવળ થઈ ગયા. નેત્રોમાંથી આનંદનાં આંસુ વહેવા લાગ્યાં. રોમે-રોમ ખીલી ઊઠ્યું. હવે તેઓ ગદગદ સ્વરથી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. 1૩૮ ॥ ૧, સ ઉત્યાય | ૨. સચ્યૂપદીપામૃતન | ૩. ગદ્ગદાશર: | અ૦૮૫] દસમો સ્કન્ધ 557 જ/વિરુર/૪ નમોડનન્તાય બૃહતે૧ નમઃ કૃષ્ણાય વેધસે । સાફ્ખ્યયોગવિતાનાય બ્રહ્મણે પરમાત્મને | ૩૯॥ દર્શનં વાં હિ ભૂતાનાં દુષ્પ્રાપ ચાપ્યદુર્લભમ્રે । રજસ્તમઃસ્વભાવાનાં યજ્ઞઃ પ્રાત યદેચ્છયા ॥ ૪૦॥ સિદ્ધવિદ્યાધ્રચારણાઃ |_ ભૂતપ્રમથનાયકાઃ ॥૪૧॥ દૈત્યદદાનવગન્ધર્વાઃ યક્ષરક્ષઃપિશાચાશ્ વિશુદ્ધસત્ત્વધામ્ન્યદ્ધા ત્વથિ શાસ્ત્રશરીરિણિ | નિત્યં નિબદ્ધવૈરાસ્તે વયં ચાન્યે ચ તાદેશાઃ ॥૪૨॥ કેચનોદ્બદ્ધવૈરેણ ભક્ત્યા કેચન કામતઃ | ત તથા સત્ત્વસંરબ્ધાઃ સન્સિકૃષ્ટાઃ સુરાદયઃ ॥૪૩॥। ઈઠ્/ફિથમિતિ પ્રાયસ્તવ યોગેશ્ચરેશ્વર | ન વિદન્ત્યપિ યોગેશા યોગમાયાં કુતો વયમ્ ॥૪૪॥ તન્ઞઃ પ્રસીદ નિરપેક્ષવિમૃગ્યયુષ્મત્- પાદારવિન્દધિષણાન્યગૃહાન્ધકૂપાત્ । નિષ્કમ્ય વિશ્વશરણાકદ્રયુપલબ્ધવૃત્તિઃ શાત્તો યથૈક ઉત સર્વસખૈશ્વરામિ | ૪૫॥ શાધ્યસ્માનીશિતવ્યેશ નિષ્પાપાન્ કુરુ નઃ પ્રભો | પુમાન્ યચ્છૂદ્રયાડડતિષ્ઠંશ્રોદનાયા વિમુચ્ચતે | ૪૬॥ કભગવાનુવાચ આસત્્ મરીચેઃ ષટ પુત્રા ઊર્ણાયાં પ્રથમેડન્તરે | દેવાઃ કં જહસુર્વીક્ય સુતાં યભિતુમુધતમ્ | ૪૭॥ દૈત્યરાજ બલિએ કહ્યું - બલરામજી! આપ અનંત છો. આપ એટલા મહાન છો કે શેષ વગેરે બધા વિગ્રહો આપના અંતર્ભ્ત છે. સચ્ચિદાનંદસ્વરૂપ શ્રીકૃષ્ણ! આપ સમસ્ત જગતના નિર્માતા છો. જ્ઞાનયોગ અને ભક્તિયોગ બન્નેના પ્રવર્તક આપ જ છો. આપ સ્વર્ય પરબ્રહ્મ પરમાત્મા છો. હું આપ બન્નેને વારંવાર નમસ્કાર કરું છું. || ૩૯ || ભગવન્! આપ બન્નેનાં દર્શન પ્રાણીઓને માટે અત્યંત દુર્લભ છે. છતાં આપની કૃપાથી તે સુલભ થઈ જાય છે. કેમકે, આજે આપે કૃપા કરીને રજોગુણી એવા અમને અને તમોગુણી સ્વભાવવાળા દૈત્યોને પણ દર્શન આપ્યાં છે. !। ૪૦ ॥ પ્રભુ! અમે અતે અમારા જેવા બીજા દૈત્યો, દાનવો, ગન્ધર્વો, સિદ્ધો, વિદ્યાધરો, ચારણો, યક્ષો, રાક્ષસો, પિશાચો, ભૂતો અને પ્રમથનાયકો વગેરે પ્રેમથી આપનું ભજન કરવું તો દૂર રહ્યું, આપનાથી હંમેશાં દઢ વેરભાવ રાખીએ છીએ. પરંતુ આપનો શ્રીવિગ્રહ સાક્ષાત્ વેદમષ અને વિશુદ્ધ સત્વમય છે. તેથી અમારા લોકોમાંથી ઘણા-ખરાએ તો દઢ વેરભાવથી, થોડાએ ભક્તિથી અને થોડાએ કામનાથી આપનું સમજ કરીને તે પદને પ્રાપ્ત કર્યું છે, જેને આપના સમીપમાં રહેવાવાળા સત્તવપ્રધાન દેવતાઓ વગેરે પણ પ્રાપ્ત કરી શકતા નથી. || ૪૧-૪૩ ।। યોગેશ્વરોના અધીશ્વર! મોટા-મોટા યોગેશ્વરો પણ મોટે ભાગે એ વાત નથી જાલ્રતા કે આપની યોગમાયા આ છે અને આવી છે, પછી અમારી તો વાત જ ક્યાં છે? | ૪૪ ॥ તેથી હે સ્વામી! મારા પર એવી કૃપા કરો કે, મારી ચિત્તવૃત્તિ આપનાં તે ચરણકમળોમાં જોડાઈ જાય, જેને કોઈની પણ અપેક્ષા ન રાખવાવાળા પરમહંસો શોધ્યા કરે છે અને તેમનો આશ્રય લઈને હું તેનાથી ભિન્ન આ ઘર-ગૃહસ્થીના અંધારા* કૂવામાંથી નીકળી જાઉં. પ્રભુ! આ પ્રમાણે આપનાં ચરણ- કમળો જે સંપૂર્ણ સંસારનો એકમાત્ર આશ્રય છે તેમનું શરણ લઈને શાંત થઈ જાઉં અને એકલો જ વિચરણ કરું. જો કોઈનો સંગ કરવો જ પડે તો બધાના પરમ હિતેષી સંતોનો જ સંગ કરું. | ૪૫ ॥ પ્રભુ! આપ સમસ્ત જગતના તિયન્તા અને સ્વામી છો. આપ અમને આજ્ઞા આપીને નિષ્પાપ બનાવો, અમારા પાપોનો નાશ કરી દો, કેમકે, જે પુરુષ શ્રદ્ધા સાથે. આપની આજ્ઞાનું પાલન કરે છે તે વિધિ-નિષેધના બંધનથી મુક્ત થુઈ-જાય છે. | ૪૬ || ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું - ‘દેત્યરાજ? સ્વાયંભુવ મન્વન્તરમાં પ્રજાપતિ મરીચિનાં પત્ની ઊર્ણાના ગર્ભથી છ પુત્ર ઉત્પન્ન થયા હતા. તે બધા દેવતા હતા. તેઓ બ્રહ્માજીને ૧. મહતે । ૨. ચાતિદુર્લભમ્ । 558 શ્રીમદભાગવત [૦૮૫ તેનાસુરીમગન્ યોનિમધુનાડવધ્યકર્મણા | હિરણ્યકશિપોર્જાતા નીતાસ્તે યોગમાયયા 1૪૮॥ દેવક્યા ઉદરે જાતા રાજન્ કંસવિહિંસિતાઃ | સાતાગ્છોચત્યાત્મજાન્ સ્વાંસ્ત ઇમેડધ્યાસતેડન્તિકે ॥ ૪૯॥ ઉત એતાન્ પ્રશેષ્યામો માતૃશોકાપનુત્તયે ! તતઃ શાપાદ્ વિનિર્મુકતા લોકં યાસ્યન્તિ વિજ્વરાઃ || ૫૦॥ સ્મરોદ્ગીથઃ પરિષ્વદ્વઃ પતડ્રઃ ક્ષુદ્રભૃદ ઘૃણી ! ષડિમે મત્યસાદેન પુતર્યાસ્યન્તિ સદ્ગતિમ્ ॥૫૧॥ ઇત્યુક્ત્વા તાન્ સમાદાય ઇન્દ્રસેનેન પૂજિતૌ । પુનર્હારવતીમેત્ય માતુઃ પુત્રાનયચ્છતામ્ | પર તાન્ દેષ્ટ્વા બાલકાન્ દેવી પુત્રસ્નેહસ્નુતસ્તની । પરિષ્વજ્યાકરમારોપ્ય મૂર્ધ્યજિદ્રદભીક્ણશઃ || ૫૩॥ અપાયયત્ સ્તન પ્રીતા સુતસ્પર્શપરિપ્લુતા | મોહિતા માયયા વિષ્ણોર્યયા સૃષ્ટિ: પ્રવર્તે ॥ પ૪॥ પીત્વાડમૃતં* પયસ્તસ્યાઃ પીતશેષં ગદાભૃતઃ । નારાયણાડ્સંસ્પર્શપ્રતિલબ્ધાત્મદર્શનાઃ ॥૫પ॥ તે નમસ્કૃત્ય ગોવિન્દ દેવકી પિતરં બલમ્ | મિષતાં સર્વભૂતાનાં યયુર્ધામ દિવૌકસામ્ !૫૬॥ તં દૅષ્ટ્વા દેવકી દેવી મૃતાગમનનિર્ગમમ્ | મેને સુવિસ્મિતા માથાં કૃષ્ણસ્ય રચિતાં નૃપ | ૫૭॥। એવંવિધાન્યહ્ુતાનિ કૃષ્ણસ્ય પરમાત્મનઃ | વીર્યાણ્યનન્તવીર્યસ્ય સન્ત્યનન્તાનિ ભારત ॥ ૫૮॥ તેમની પુત્રી સાથે સમાગમ માટે ઉધત જોઈને હસવા લાગ્યા. 1૪૭ ॥ આ મશ્કરીરૂપ અપરાધને કારણે તેમને બ્રહ્માજીએ શાપ આપી દીધો અતે તેઓ અસુરયોનિમાં હિરલ્યકરશિપુના પુત્રરૂપે જન્મ્યા. યોગમાયાએ તેમને ત્યાંથી લાવીને દેવકીના ગર્ભમાં મૂકી દીધા અને તેમને જન્મતાં જ કંસે મારી નાંખ્યા. દૈત્યરાજ! માતા દેવકીજી તે પુત્રો માટે અત્યંત શોક કરી રહ્યાં છે અને તે તમારી પાસે છે. | ૪૮- ૪૯ 1પૃતેથી અમે અમારી માતાનો શોક દૂર કરવા માટે તેમને અહીંથી લઈ જઈશું. ત્યાર પછી આ બધા શાપમુક્ત થઈ જશે અને આનંદપૂર્વક પોતાના લોકમાં ચાલ્યા જશે. || ૫૦ || તેમનાં નામ આ પ્રમાણે છે - સમર, ઉદ્દગીથ, પરિષ્વંગ, પતંગ, કુદ્રભૃત્ અને ધૃણી-તેમને મારી કૃપાથી ફરી સદગતિ પ્રાપ્ત થશે.’ [૫૧ || પરીક્ષિત! આટલું કહીને ભગવાન શ્રીકૃષ્ણ મૌન થઈ ગયા. દૈત્યરાજ બલિએ તેમની પૂજા કરી, ત્યાર પછી શ્રીકૃષ્ણ અને બલરામજી બાળકોને લઈને દ્વારકા આવી ગયા તથા માતા દેવકીજીને તેમના પુત્રો સોંપી દીધા. ॥ પર | તે બાળકોને જોઈને દેવી દેવકીજીના કદયમાં વાત્સલ્યની ભરતી આવી ગઈ. તેમનાં સ્તનોમાંથી દૂધ વહેવા લાગ્યું. તેઓ વારંવાર તેમને ખોળામાં લઈને છાતીથી લગાડતાં અને તેમનું મસ્તક સુંઘતાં હતાં. !! ૫૩ |! પુકોના સ્પર્શસુખથી તરબોળ અને આનંદિત દેવકીજીએ’ રેખને સ્તનપાન કરાવ્યું. તેઓ વિષ્ણુ ભગવાનની તે માયાથી મોહિત થઈ રહ્યાં હતાં જેનાથી આ સૃષ્ટિચક્ર ચાલે છે. || ૫૪ | પરીક્ષિત! દેવકીજીના સ્તનોનું દ્ધ સાક્ષાત્ અમૃત હતું, કેમ ન હોય, ભગવાન શ્રીકૃષ્ણ તે પી ચૂક્યા હતા! તે બાળકોએ તે જ અમૃતમય દ્ધ પીધું. તે પીવાથી અને ભગવાન શ્રીકૃષ્ણનો અંગસ્પર્શ થવાથી તેમને આત્મસાક્ષાત્કાર થઈ ગયો. 11૫૫ | ત્યાર પછી તે લોકોએ ભગવાન શ્રીકૃષ્ણ, માતા દેવકી, પિતા વસુદેવ અને બલરામજીને નમસ્કાર કર્યાં. ત્યાર પછી બધાની સામે જ તેઓ દેવલોકમાં ચાલ્યા ગયા. ।। ૫૬ || પરીક્ષિત! દેવી દેવકીજી એ જોઈને અત્યંત વિસ્મિત થઈ ગયાં કે મરેલા બાળકો પાછા આવ્યા અને પાછા ચાલ્યા ગયા. તેમણે એવો નિશ્ચય કર્યો કે આ શ્રીકૃષ્ણનું જ કોઈ લીલા-કૌશલ્ય છે. | ૫૭ ।। પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં પરમાત્મા છે, તેમની શક્તિ અનંત છે. તેમના આવાં- આવાં અદ્દભુત ચરિત્રો એટલાં છે કે જેનું કોઈ રીતે વર્ણન થઈ શકે એમ નથી. ॥ ૫૮ || ૧. પીત્તાફમૃતોપમ તનુ પીત! અ૦ ૮૬] દસમો સ્કન્ધ 559 સૂત 6૧૨ ય ઇદમનુક્રૃણોતિ શ્રાવયેદ્ વા મુરારે- શ્વરિતમમૃતકીર્તે્વર્ણિતં વ્યાસપુત્રેઃ । જગદઘભિદલં તતદ્ધક્તસત્કર્ણપૂરં ભગવતિ કૃતચિત્તો યાતિ તત્ક્ષેમધામ | ૫૯॥ સૂતજી કહે છે - શૌનકાદિ ક્દષેઓ| ભગવાન શ્રીકૃષ્ટની કીર્તિ અમર છે, અમૃતમયી છે. તેમનું ચરિત્ર જગતનાં સમસ્ત પાપ-તાપોને દૂર કરવાવાળું છે તથા ભક્તજનોના કાનોમાં આનંદસુધા પ્રવાહિત કરનારું છે. આનું વર્ણન સ્વયં વ્યાસપુત્ર ભગવાન શ્રીશુકદેવજીએ કર્યું છે. જે આનું શ્રવણ કરે છે અને બીજાઓને સંભળાવે છે, તેની સંપૂર્ણ ચિત્તવૃત્તિ ભગવાન સાથે જોડાઈ જાય છે અને તે તેમના કલ્યાણસ્વરૂપ ધામને પ્રાપ્ત થાય છે. ॥ ૫૯ ||! -્ક્ક્- ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે* ઉત્તરાર્ધ મૃતાગ્રજાનયનં નામ પઝ્યાશીતિતમોડધ્યાયઃ ॥ ૮૫ ॥ દસમા સ્કંધના ઉત્તરાર્ધ-અંતર્ગત મૃત મોટાભાઈને લાવવા એ નામનો પંચ્યાસીમો અધ્યાય સમાપ્ત.