છુ અઢારમો અધ્યાય વાનપ્રસ્થ અને સંન્યાસીના ધર્મ કીંભગશગુવાચ વનં વિવિક્ષુઃ પુત્રેષુ ભાર્યા ન્યસ્ય સહૈવ વા | વન એવ વસેચ્છાત્તસ્તૃતીયં ભાગમાયુષઃ | ૧॥ કન્દમૂલફલૈવન્યેમેધ્યેવૃત્તિ પ્રકલ્પયેત્ 1- વસીત વલ્કલં વાસસ્તૃણપર્ણાજિનાનિ ચ ॥૨॥ કેશરોમનખશ્મશ્ચુમલાનિ’ બિભૃયાદ્ દતઃ | ન ધાવેદપ્સુ મજ્જેત ત્રિકાલં સ્થક્ડિલેશયઃ ॥ ૩॥ ગ્રીષ્મે તપ્પેત પગ્યાગ્નીન્ વર્ષાસ્વાસારષાડ્ જલે | આકણ્ઠમગ્નઃ શિશિરે એવંવૃત્તસ્તપશ્ચરેત્ ॥ ૪॥। અગ્નિપકવં સમશ્નીયાત્ કાલપક્વમથાપિ વા | ઉલૂખલાશ્મકુટ્ટો વા દન્તોલૂખલ એવ વા ॥૫॥! સ્વયં સગ્ચિનુયાત્ સર્વમાત્મનો વૃત્તિકારણમ્ | દેશકાલબલાભિજ્ઞો નાદદીતાન્યદાડડહતમ્ ॥ ૬॥ વન્ધૈશ્ચરુપુરોડાશૈર્નિવપેત્ કાલચોદિતાન્ચ । ન તુ શ્રૌતેન પશુતા માં યજેત વનાશ્રમી || ૭।। અગ્તિહોત્રં ચ દર્શશ્ચ પૂર્ણમાસશ્ચ* પૂર્વવત્ । ચાતુર્માસ્યાનિ ચ મુનેરામ્નાતાનિ ચ નૈગમૈઃ ॥ ૮।। એવં ચીર્ણેન તપસા મુનિર્ધમનિસન્તતઃ । માં તપોમયમારાધ્ય ત્શપિલોકાદુપૈતિ મામ્ ॥૯॥ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે - પ્રિય ઉદ્વવ! જો ગૃહસ્થી મનુષ્ય વાનપ્રસ્થમાં જવા ઇચ્છે તો પોતાની પત્ની પુત્રોને સોંપી દે અથવા પોતાની સાથે જ રાખી શાંત અને જિતેન્દ્રિય થઈ આયુષ્યનો ત્રીજો ભાગ વનમાં જ રહી વ્યતીત કરે. ॥ ૧ || તેણે વનનાં પવિત્ર કંદ-મૂળ અને ફળોથી જ શરીર- નિર્વાહ કરવો જોઈએ. વસ્ત્રોને બદલે વૃક્ષોની છાલ પહેરે અને ઘાસ-પાંદડાં અને મૃગચર્મથી જ પોતાની જરૂરિયાત પૂરી કરી લે.॥૨॥ કેશ, રોમ, નખ અને મૂછ-દાઢી વગેરે શરીરના મળ દૂર ન કરે. દાતણ ન કરે. જળમાં પ્રવેશ કરીને ત્રિકાળ સ્નાન કરે અને પૃથ્વી પર જ સૂઈ જાય. 1૩ || ગ્રીષ્મત્દતુમાં પંચાગ્નિ તાપવો, વર્ષાત્હતુમાં વરસાદની ધારાઓ સહન કરવી, શિયાળામાં પાણીમાં કંઠ સુધી ડૂબ્યો રહે. આ પ્રમાણે કઠોર તપ કરે. | ૪ ॥ અગ્નિ દ્વારા રાંધેલું અન્ન અથવા કુદરતી રીતે પાકેલાં કંદ-મૂળ-ફળથી જ પોતાનો નિર્વાહ કરે.| કેટલાંક ધાન્યોને ખાંડવા-કૂટવાની જરૂર જણાય તો ખાંડણિયામાં ખાંડી અથવા પથ્થરથી ફૂટીને ખાવાં અથવા દાંતથી જ ચાવીને ખાઈ લેવાં. 1૫ ॥ દેશ, કાળ અને શારીરિક સામર્થ્યને જોતાં ઉદર-પૂર્તિની તમામ સામગ્રી પોતે જ લઈ આવે, બીજાનું લાવેલું કામમાં ન લે.” ॥૬ ન વાનપ્રસ્થી પુરુષે વનમાં પાક્તાં ધાન્ય વગેરેથી ચરુ- પુરોડાશ વગેરે હવિષ્યાન્ન તૈયાર કરવાં]આ વન્ય સામગ્રીથી જ સમયાનુસાર આગ્રયણ ઈષ્ટ વગેરે વૈદિક કર્મ (યજ્ઞ) કરવાં. પશુબલિથી મારુ યજન ક્યારેય કરવું તહીં. 1૭ ॥ વાનપ્રસ્થી પુરુષ વેદવિહિત અગ્નિહોત્ર આદિ અમાસ, પૂર્ણિમા, અને ચતુર્માસ વગેરેમાં જે યજ્ઞ-યાગાદિનું શાસ્ત્રમાં વિધાન છે તેવું પૂર્વે ગૃહસ્થાવસ્થામાં કરતો હતો તે પ્રમાણે કરતો રહીને તે દ્વારા મારુ યજન કરે. ॥ ૮ ॥ આ પ્રમાણે તપનું આચરણ કરતાં-કરતાં મુનિનું શરીર જ્યારે કાષ્ઠવત્થઈ જાય છે ત્યારે તે તપોમૂર્તિ મારી આરાધનાના ૧. કેશલોમન ! ૨. કાલચોદિતમ્ । ૩. પોર્જ્ માસ !
- અર્થાત્ મુનિ એ વાતને જાશીને કે કવો પદાર્થ ક્યાંથી લાવવો જોઈએ, કલા સમવે લાવવો જોઈએ અને કયા કયા પદાર્થો પોતાને અનુકૂળ છે. પોતે જ તા્જાં-તાજાં કંદમૂળ-ફળ વગેરેનો સંગ્રહ કરે. દેશકાલને ન જાણનદરા અન્ય લોકો દ્વારા લાવેલા અથવા હતુ વિનાના સંગૃહીત, કરેલા પદાર્થોના સેવનથી વ્યાધિ-શારીરિક રોગ થાય છે અને તેથી તપમાં વિથ્ડ આવવાની આશંકા રહે છે. 696 શ્રીમદભાગવત [અ૦૧૮ યસ્ત્વેતત્ કૃચ્છૂતશ્રીર્ણ તપો નિઃશ્રેયસં મહત્ | કામાયાલ્પીયસે યુગ્જ્યાદ્બાલિશઃ કોડપરસ્તતઃ ॥ ૧૦॥ યદાસૌ નિયમેડકલ્યો જરયા જાતવેપથુઃ | * ” આત્મન્યગનીન્ સમારોપ્ય મચ્થિત્તોડગિં સમાવિશેત્ !૧૧॥ યદા કર્મવિપાકેષુ” લોકેષુ નિરયાત્મસુ | વિરાગો જાયતે સમ્યફ* ન્યસ્તાગ્નિઃપ્ર્રજેત્તતઃ ॥ ૧ ૨ ॥ ઇષ્ટ્વા યથોપદેશં માં દત્ત્વા સર્વસ્વમૃત્વિજે | અગ્નીન્ સ્વપ્રાણ આવેશ્ય નિરપેક્ષઃ પરિત્રજેત્ | ૧૩॥ વિપ્રસ્ય વૈ સંન્યસતો દેવા દારાદિરૃપિણઃ | વિધાન: કુર્વન્યયં હ્યસ્માનાક્રમ્ય સમિયાત્ પરમ્ ॥ ૧૪॥ બિભયાચ્ચેન્મુનિર્વાસઃ કૌપીનાચ્છાદનં પરમ્ । ત્યક્તં ન દણડપાત્રાભ્યામન્યત્ કિગ્ચિદનાપદિ !| ૧૫॥ દૃષ્ટિપૂતં ન્યસેત્ પાદે વસ્ત્રપૂતં પિબેજ્જલમ્? । સત્યપૂતાં વદેદ્ વાચં મતઃપૂતં સમાચરેત્ ॥ ૧૬॥ મૌતાનીહાનિલાયામાં દણડા વાગ્દેહચેતસામ્ | ન હોતે યસ્ય સન્ત્ય% વેણુભિર્ન ભવેદ્ યતિઃ ॥ ૧૭॥ ફળસ્વરૂપે %પિઓને પ્રાપ્ત થનારા લોકમાં જાય છે, અર્થાત્ મહર્લોકમાં થઈને પછી મારા લોકમાં જાય છે. | ૯ || પ્રિય ઉદ્ધવ! જે પુરુષ અપાર કષ્ટ સહીને મોક્ષદાયી આ મહાન તપ સ્વર્ગ, બ્રહ્મલોક વગેરે ક્ષુલ્લક ફળોની પ્રાપ્તિ માટે કરે છે તેનાથી વધીને મૂઢ બીજો કોણ હશે? તેથી તપનું, અનુષ્ઠાન નિષ્કામભાવે જ કરવું જોઈએ. | ૧૦ || 3 પ્રિય ઉદ્ધવ! વાનપ્રસ્થ પુરુષ જ્યારે પોતાના આશ્રમને અનુસાર નિયમોનું પાલન કરવામાં અસમર્થ બની જાય, વૃદ્ધાવસ્થાને લીધે તેનું શરીર કાંપવા લાગે ત્યારે યજ્ઞાગ્નિને ભાવના દ્વારા પોતાના અંતઃકરભ્રમાં આરોપિત કરી લે અને પોતાનું મન મારી સાથે જોડીને અગ્નિમાં પ્રવેશ કરી જાય. (આ વિધાન જે લોકો વિરક્ત નથી, તેમના માટે છે.) 1૧૧ | કર્મોના ફળસ્વરૂપ જે લોક પ્રાપ્ત થાય છે, તે બધા નરકો જેવા જ દુઃખદાયી છે, આવો જો પૂર્ણ વૈરાગ થઈ જાય તો વિધિપૂર્વક અગ્નિઓનો ત્યાગ કરીને સંન્યાસ ગ્રહણ કરી લે.॥૧૨ ॥ જો વાનપ્રસ્થ પુરુષ સંન્યાસ લેવા ઇચછે તો તેણે પ્રથમ વેદવિષિ પ્રમાણે આઠ પ્રકારનાં શ્રાદ્ધ અને પ્રાજાપત્ય યજ્થી મારું યજન કરવું. ત્યાર પછી પોતાનું સર્વસ્વ ક%ત્વિજને અર્પણ કરી દે. યગ્નાગ્નિઓને પોતાના પ્રાલ્ોમાં લીન કરી દે અને પછી કોઈ પણ સ્થાન, પદાર્થ અને વ્યક્તિઓની અપેક્ષા છોડીને સંન્યાસ ગ્રહણ કરે. 1૧૩ ॥ ઉદ્ધવજી! જ્યારે બ્રાહ્મણ સંન્યાસ લે છે ત્યારે દેવતાઓ, સૌ-પુત્રો, સગા-સંબંધીઓના રૂપમાં આવીને વિધ્ન ઊભું કરે. છે. દેવતાઓ એવું વિચારે છે કે, અરે! આ તો અમારા લોકોની અવગણના કરીને, અમને ઓળંગીને પરમાત્માને પ્રાપ્ત કરવા જઈ રહ્યો છે. 1૧૪ ॥ | પૂજો સંન્યાસી વસ્ત્ર ધારણ કરે તો માત્ર લંગોટી જ પહેરે. અને વધારેમાં વધારે તેની ઉપર એક નાનકડો કપડાનો કટકો વીંટાળી દે જેનાથી લંગોટી ઢંકાઈજાયડતેલે સર્વ કાંઈછોડી દીધું છે, તેથી કોઈ આપત્તિ ન આવે તો તે આશ્રમોચિત દંડ અને કમંડળ સિવાય બીજી કોઈ પણ વસ્તુ પોતાની પાસે ન : રખે. ॥૧૫ ॥ ચાલતી વેળા કોઈ જીવ પગ નીચે દબાઈ જાય નહિ તેનું , ધ્યાન રાખીને ચાલે, પાણીને કપડાથી ગાળીને પીએ, સત્યથી પવિત્ર થયેલી વાણી બોલે, મનને જે પવિત્ર લાગે તેવું આચરણ કરે.॥૧૬ ॥ વાશ્ઞી માટે મૌન, શરીર માટે નિશ્ચેષ્ટ સ્થિતિ અને મન માટે પ્રાજ્ઞાયામ દંડ છે. જેની પાસે આ ત્રણે દંડ નથી, તે માત્ર વાંસનો દંડ ધારણ કરવાથી દેડી સ્વામી થઈ જતો નથી. ॥૧૭ | ૧. પર્મવિપાડેપુ । ૨. હ્રસ્ય | ૩. વિધ્ન ! ૪. જલં પિબેત્ અ૦૧૮] અગિયાસ્મો સ્કંધ 897 ભિક્ષાં ચતુર્ષુ વર્ણેષુ વિગર્હયાન્ વર્જયંશ્ચરેત્ સમાગારાનસડક્લુપ્ાંસ્તુષ્યેલ્લબ્ધેન તાવતા | ૧૮॥ બહિર્જલાશયં ગત્વા તત્રોપસ્પૃશ્ય વાગ્યતઃ | વિભજ્ય પાવિતં શેષં ભુગ્જીતાશેષમાહતમ્ ॥ ૧૯॥ એકશ્ચરેન્મહીમેતાં નિઃસદ્નઃ સંયતેન્દ્રિયઃ 1 આત્મક્રીડ આત્મરત આત્મવાન્ સમદર્શનઃ ॥ ૨૦॥ વિવિક્તક્ષેમમરણો મહદ્ધાવવિમલાશયઃ | આત્માનં ચિન્તવેદેકમભેદેન મયા મુનિઃ | ૨૧॥ અત્વીક્ષેતાત્મનો બન્ધં મોક્ષ ચ જ્ઞાનનિષ્ઠયા । બન્ધ ઇત્દ્રિયવિક્ષેપો મોક્ષ એષાં ચ સંયમઃ । ર૨॥ તસ્મા્ઞિયમ્ય પડ્વર્ગ મદ્ધાવેન ચરેન્મુનિઃ | વિરક્તઃ્ષુલ્લકામેભ્યો લબ્ધ્યાડડત્મનિ સુખં મહત્ ॥ ૨૩॥ પુરગ્રામવ્રજાન્ સાર્થાન્’ ભિક્ષાર્થ પ્રવિશંશ્ચરેત્ | પુણ્યદેશસરિચ્છૈલવનાશ્રમવર્તી મહીમ્ |૨૪॥ વાનપ્રસ્થાશ્રમપદેષ્વભીક્ષ્ણ ભૈક્યમાચરેત્ | સંસિધ્યત્યાશ્ચસંમોહઃ શુદ્ધસત્ત્વઃ શિલાન્ધસા || ર૫।। નૈતદ્ વસ્તુતયા પશ્થેદ્ દેશ્યમાનં વિનશ્યતિ | અસક્તચિત્તો વિરમેદિહામુત્ર ચિકીર્ષિતાત્ ॥ ર૬॥ સંન્યાસીએ નિંદિત અથવા પતિતોને છોડીને ચારે વર્ણની ભિક્ષા લેવી. પૂર્વનિર્ધારિત કરેલાં ન હોય એવાં માત્ર સાત ઘરેથી ભિક્ષા લેવી. ભિક્ષામાં જે મળી જાય, તેટલાથી સંતોષ માનવો. 1૧૮ ॥ આ પ્રમાજ્ઞે ભિક્ષા લઈને વસ્તીની બહાર જળાશય પર જઈ, ત્યાં હાથ-પગ ધોઈને જળ દ્વારા ભિક્ષાનું પ્રોક્ષણ કરીને. પછી શાસ્ત્રોક્ત પદ્ધતિથી જેમને ભિક્ષાનો ભાગ આપવો જોઈએ તેમને આપીને જે કાંઈ શેષ રહે તે મૌન રહી ખાઈ લેવું. બીજા સમય માટે બચાવીને તેમાંથી કશું ન રાખવું અને ફેંકી પણ ન દેવું. 1૧૯ | સંન્યાસીએ પૃથ્વી પર એકલા જ વિચરવું જોઈએ, ક્યાંય પણ આસક્ત ન થવું. ઇન્દ્રિયોને વશમાં રાખવી. પોતાના આત્મભાવમાં જ મસ્ત રહેવું. અત્યધિક પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ધીરજ રાખવી અને સર્વત્ર સમાનરૂપે સ્થિત પરમાત્માનો અનુભવ કરતા રહેવું. | ૨૦ || 7 સંન્યાસીએ નિર્જન અને નિર્ભય એકાંત સ્થાનમાં રહેવું, જોઈએ. તેનું અંતઃકરણ નિરંતર મારા અનુસંધાનથી વિશુદ્ધ હોય છે, તે પોતાને મારાથી અભિન્ન, અદ્વિતીય અને અખંડરૂપે હોવાનું માને. ॥ ૨૧ ॥ તેપોતાની જ્ઞાનદષ્ટિથી બંધન-મોક્ષનો વિચાર કરે તથા નિશ્ચય કરે કે, ઇન્દ્રિયોનું વિષયો માટે ચંચળ થવું એ જ બંધન છે અને તેમનો સંયમ એ જ મોક્ષ છે. ॥ રર || તેથી સંન્યાસીએ મન અને બધી (પાંચ) ઇન્દ્રિયોને જીતી લેવી. ભોગોની તુચ્છતા સમજીને તેમના તરફથી સર્વથા મોઢું ફેરવી લેવું અને પોતાના અંતરાત્મામાં જ આનંદનો અનુભવ કરવો. આ પ્રમાણે તે મારા પ્રત્યેની ભાવનાથી ભરપૂર થઈને પૃથ્વી પર વિચરતો રહે. ૨૩ | હ પવિત્ર દેશ, નદી, પર્વતો, વન અને આશ્રમો - (સંપૂર્ણ જગતમાં) ક્યાંય મમતા જોડ્યા વિના ફરતો રહે. માત્ર ભિક્ષા માટેજ નગર, ગામ અને ગોપાલોની વસ્તીમાં જાય. !! ૨૪ |! પે્ભિક્ષા પણ ઘણું કરીને વાનપ્રસ્થ આશ્રમોમાંથી જ ગ્રહણ કરે, કારણ કે, વાનપ્રસ્થીઓનું અન્ન શિલોંછ પદ્ધતિથી આશેલું (ખેતરમાં પડી રહેલું હોય તે વીણીને લાવેલું) હોવાથી પવિત્ર હોય છે. આવું અન્ન ખાવાથી મોહ તુરત દૂર થઈ જાય છે - અને અંતઃકરણ પવિત્ર થઈ જાય છે. | રપ | વિચારક સંન્યાસી દશ્યમાન જગતને ક્યારેય સત્ય સમજતો નથી, કારણ કે, તે તો પ્રત્યક્ષ નાશવાન છે. ક્યાંય આસક્તિમાં ન ફસાય, કંઈ પણ કરવાની ઇચ્છાનો પણ ત્યાગ કરે.॥ર૬ ॥ ૧. સર્વાન્। શ્રીમદભાગવત, [અન ૫૮ યદેતદાત્મનિ જગન્મનોવાકપ્રાણસંહતમ્ ! સર્વ માયેતિ તર્કેણ સ્વસ્યસ્ત્યક્ત્વા ન તત્ સ્મરેત્ ॥ ૨૭! શાર્નનિષ્ઠો વિરકતો વા મદ્ધક્તો વાડનપેક્ષકઃ ! _ સલિક્રાનાશ્રમાંસ્ત્યક્ત્તા ચરેદવિધિગોચરઃ || ર૮॥ બુધો બાલકવત્ ક્ીડેત્ કુશલો જડવચ્ચરેત્ | વદેદુન્મત્તવદ્ વિદ્ધાન્ ગોચર્યા તૈગમશ્ચરેત્ ॥ ૨૯।। વેદવાદરતો ન સ્યાજ્ન પાખજ્ઠી ન હૈતુક: | શુષ્કવાદવિવાદે ન કગ્ચિદ્ પક્ષ સમાશ્રયેત્ | ૩૦) નોદ્ટિજેત જનાદ્ ધીરો જનં ચોહેજયેન્ન તુ ! અતિવાદાંસ્તિતિક્ષેત નાવમન્યેત કગ્ચન ! દેહમુદિશ્ય પશુવદ્ વૈરં કુર્યાન્ન કેનચિત્ 1૩૧॥ એક એવ પરો હ્યાત્મા ભૂતેષ્વાત્મન્યવસ્થિતઃ | યથેન્દુસદપાત્રેુ ભૂતાન્યેકાત્મકાનિ ચ | ૩૨॥ અલબ્ક્વા ન વેધીદેત કાલે કાલેડશર્ન ક્વચિત્ । લબ્ધ્વા ન હૃષ્વેદ ધૃતિમાનુભયં દૈવતાત્ત્રિતમ્ ॥ ૩૩ આહારાર્થ સમીહેત યુક્ત તત્ પ્રાણધારણમ્ ! તત્તવં વિમૃશ્યતે તેન તદ્ વિજ્ઞાય વિમુચ્યતે || ૩૪) યદેચ્છયોપપશામધાચ્છેષ્ઠમુતાપરમૂ 1 તથા વાસસ્તથા શય્યાં પ્રાપં પ્રામ ભજેગ્મુનિઃ 1 ૩૫।॥ સંન્યાસીએ વિચારવું જોઈએ કે, આત્મામાં જે મન, વાણી અને પ્રાણોના સંઘાતરૂષ આ જગત છે તે નિતાંત માયા [૪ છે. અઃ તર્ક દ્વારા તેનો ત્યાગ કરીને આત્યસ્વરૂપમાં સ્થિત થઈ જાય અને ક્યારેય તેનું સ્મરણ ન ડરે. ॥ ૨૭ ॥1 શાનનિષ્ઠ વિરક્ત સંન્યાસી અથવા મારો ભક્ત અધવા જેને મોક્ષસહિત કશી જ અપેક્ષા નથી, એવ! શાનીએ આશ્રમોને ઓળખાવનારાં શિખા-સૂત્ર-દંડ-કમંડળ-ઉપવીત વગેરે કોઈ પણ [ચિહૂનોવાળા આશ્રમોને ત્યજી દઈ, વિધિ નિષેધ્થી પર થઈ યથાયોગ્ય ધર્યનું પાયન કરી સ્વચ્છન્દ વિચરણ કરવું. 1 ૨૮ || તે જ્ઞાની હોવા છતાં બાળક જેવો રહે, વિવેકી હોવા છતાં જડવત્ રહે, વિદ્માન હોવ છતાં ઉન્પત્તની જેમ બોલે, અને સમસ્ત વેદ-શિધાનોનો જ્ઞાતા હોજા છતાં પણર પશુવૃત્તિથી અર્થાત્ અચોક્કસ આચાર કરવાવાળાઓની જેમ વર્તન કરે. | ૨૯ ॥ તે વેદોના કર્મકાંડ, વ્થાષ્યાન વગેરે પર પ્રીતિ ન રાખે. પાખંડથી દૂર રહે, તર્ક-વિતર્કશી અબગો રહે અને જવાં શુષ્ક વાદ-વિવાદ થતો હોય ત્યાં કોઈનો પક્ષ ન લે. | ૩૦ || તે એટલો વૈર્યવાન હોય કે તેના ચિત્તમાં કોઈ પણ ત્રાણીથી ઉદ્રેગ ન થાય અને તે પોતે પશ્ન કોઈ ત્રાણીને ઉદ્િગ્ન ન કરે. તેની કોઈ નિંદા કરે તો ગ્રકષન્નતાથી સહી લે; કોઈનું, અષયમાન ન કરે. ત્રિય ઉદ્ધવ] આ શરીર મટે, પશુની જેમ્ કોઈનાથી વેર ત કરે. 11૩૧ || 8 (શેમ એક જ ચન્દ્રમા જળથી ભરેલાં વિભિન્ન પાત્રોમાં અલગ-અલગ દેખાય છે, એ જ પ્રમાણે એક જ પરમાત્મા સમસ્ત પ્રાણીઓમાં અને આયલામાં પણ સ્થિત છે. બધાનો આત્મા તો એક જ છે, બધાં પ્રાણીઓનાં શરીર પણ એક સમાન પંચમહાભૂતોથી બનેલાં છે, તેથી તેમાં પંચભૂત પજ્ન એક જ છે, (આવી સ્થિતિમાં કોઈની સાથે વેર-વિરોધ કરવો એ પોતાની સાથે જ કરવા બરાબર છે.) ॥ ૩ર |! પ્રિય ઉદ્ધવ! સંનયાસીને જો કોઈ દિવસ ભોજન ન મળે. તો તેણે દુઃખી થવું ન જોઈએ અને જો મળી જાય તો રાજી પણ થવું ન જોઈએ. તેણે ધેર્ય રાખવું જોઈએ. ભોજન મળવું કે ન મળવું બન્ને ત્રારબ્ધનો ખેલ છે. 1૩૩ | ભિક્ષા અવશ્ય માંગવી જોઈએ, અને તે ઉચિત પણ છે; કારણ કે ભિક્ાયી જ પ્રાણોની રક્ષ: થાય છે. પ્રાણ હશે તો જ તત્ત્વનો વિચર થાય છે અને તત્તતવિચારથી તત્વજ્ઞાન થાય છે અને તેનાથી મુક્તિ મળે છે. |! ૩૪ [1 સૅન્યારીએ પ્રારબ્ધ પ્રમાણે સરી અથવા નરસી - જેવી પણ ભિક્ષા મળે, તેનાથી ઉદરપોષશર કરી લેવું. વસ્ત્ર અને પથારી પદન જેવી મળે, તેનાથી કામ ચલાવી લેવું. તેમાં સારા-. ખોટાનો ભાવ ન લાવવો. |! ૩૫ ॥ અ૦૧૮] અગિયારમો સ્કંધ 699 શૌચમાચમનં સ્નાનં ત તુ ચોદનયા ચરેત્ | અન્યાંશ્ચ નિયમાઝ્જ્ઞાની યથાડહં લીલયેશ્વરઃ | ૩૬! ન હિ તસ્ય વિકલ્પાખ્યા યા ચ મહીક્ષયા હતા | આદેહાત્તાત્ ક્વચિત્ ખ્યાતિસ્તતઃ સમ્પદ્યતે મયા || ૩૭॥ દુઃખોદર્કેષુ કામેષુ જાતનિર્વેદ આત્મવાન્ | અજિજ્ઞાસિતમદ્રર્મો ગુરું મુનિમુપાવ્રજેત્પ !। ૩૮॥ તાવત્ પરિચરેદ્ ભક્તઃ શ્રદ્ધાવાનનસૂયકઃ । યાવદ્ બ્રહ્મ વિજાનીયાન્મામેવ ગુરુમાદંતઃ | ૩૯॥ યસ્ત્વસંયતષડ્વર્ગઃ પ્રચષ્ડેન્દ્રિયસારથિઃ | જ્ઞાનવૈરાગ્યરહિતસ્ત્રિદણ્ડમુપજીવતિ ॥૪૦॥ સુરાનાત્માનમાત્મસ્થ નિહુતે માં ચ ધર્મહા અવિપક્વકષાયોડસ્માદમુષ્માચ્ચ વિહીયતે | ૪૧॥॥ ભિક્ષોર્ધ્મઃ શમોડહિંસા તપ ઈક્ષા વનૌકસઃ૨ | ગૃહિણો ભૂતરક્ષેજ્યા દ્વિજસ્યાચાર્યસેવનમ્ 1 ૪૨॥ બ્રહ્મચર્ય તપઃ શૌચં સન્તોષો ભૂતસૌહૃદમ્ | ગૃહસ્થસ્યાપ્યૃતો ગન્તુઃ સર્વેષાં મદુપાસનમ્ 1૪૩॥ ઇતિ માં યઃ સ્વધર્મેણ ભજન્ નિત્યમનન્યભાક્ | સર્વભૂતેષુ મદ્ધાવો મદ્ધક્તિં વિન્દતે દેઢામ્ ॥૪૪॥ શૌચ, આચમન, અતે સ્નાન ‘આ.કરવાં જોઈએ’ એવા વિધિવાક્યનો આધાર જ્ઞાની પુરુષ ન લે. એ જ પ્રમાણે અન્ય” નિયમોને પણ વિધિવાક્ય સમજીને ન કરે, બલ્કે લીલાની જેમ કરે, જેમ હું ઈશ્વર બધાં કર્મો લીલાની જેમ કરું છું, 1૩૬ ॥ શાની એકમાત્ર ભગવાનને જ સર્વત્ર જુએ છે, તેથી ભગવાન છે કે નહીં તેવા ભેદની પ્રતીતિ જ તેને થતી નથી. શરીર છૂટે તે પહેલાં જો ક્યારેક શારીરિક પીડાને કારણે તેને ભેદની પ્રતીતિ થઈ પણ જાય તો પણ તે કાયમ રહેતી નથી અને તે શાની મૃત્યુ પછી મારી સાથે એકરૂપ થઈ જાય છે. ॥૩૭ || ઉદ્ધવજી! જિતેન્દ્રિય પુરુષને જ્યારે એવો નિશ્ચય થઈ જાય કે સંસારના વિષયભોગોનું ફળ દુઃખ જ દુઃખ છે ત્યારે. તે તેમાંથી વિરક્ત થઈ જાય છે. પણ જો તે મારી પ્રાપ્તિના સાધન ન જાણતો હોય તો ભગવચ્ચિન્તનમાં તન્મય રહેવાવાળા બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુનું શરણ ગ્રહણ કરે. || ૩૮ || તેજે ગુરુની દૃઢ ભક્તિ કરવી, શ્રદ્ધા રાખવી અને તેમનામાં દોષબુદ્ધિ ન કરવી. જયાં સુધી બ્રહ્મશાન ન થઈ જાય ત્યાં સુધી અત્યંત આદર સાથે ગુરુને પરમાત્મારૂપ માની તેમની સેવા કરવી. ૩૯ || પરંતુ જેણે પાંચ ઇન્દ્રિયો અને મન - આ છ ઉપર વિજય મેળવ્યો નથી, જેના ઇન્દ્રિયરૂપી ઘોડા અને બુદ્ધિરૂપી સારથિ ભટકી ગયેલા છે, જેના અંતરમાં ન તો જ્ઞાન છે કે ન વૈરાગ્ય, તે ભલેને ત્રિદંડી સંન્યાસીનો વેશ ધારણ કરીને પેટ ભરે, તો પલ તે સંન્યાસધર્મનો નાશ કરી રહ્યો છે. અને પોતાના દૃદયમાં રહેલા મને છેતરવાની કોશિષ કરે છે. કારણ કે, હજી તે માત્ર વેશધારી સંન્યાસીની વાસનાઓ ક્ષીણ થઈ નથી. તેથી તે આ લોક અને પરલોક બન્નેથી ભ્રષ્ટ થઈ જાય ’ છે. ॥૪૦-૪૧ ॥ સંન્યાસીનો મુખ્ય ધર્મ છે - શાંતિ અને અહિંસા. વાનગ્રસ્થનો મુખ્ય ધર્મ છે - તપ અને ભગવદ્દભાવ. ગૃહસ્થનો મુખ્ય ધર્મ છે - પ્રાણીઓની રક્ષા અને યજ્ઞ-યાગ તથા બ્રહ્મચારીનો મુખ્ય ધર્મ છે - ગુરુસેવા. || ૪૨ || ગૃહસ્થ પણ માત્ર ક્દતુકાળમાં જ પોતાની સ્ત્રીનો સહવાસ કરે. તેના માટે પણ બ્રહ્મચર્ય, તપ, શૌચ, સંતોષ અને સમસ્ત પ્રાણીઓ પ્રત્યે પ્રેમભાવ — એ મુખ્ય ધર્મ છે. મારી ઉપાસના તો બધાએ કરવી જોઈએ. || ૪૩ | જે પુરુષ આ પ્રમાણે અનન્ય ભાવથી પોતાના વર્શાશ્રમધર્મ દ્વારા મારી સેવામાં લાગેલો રહે છે અને જે સઘળાં પ્રાણીઓમાં મને જુએ છે તેને મારી અવિચળ ભક્તિ પ્રાપ્ત થાય છે. 1૪૪ ॥ ૧. નયુપદ્રજેત્ । ૨. વનૌકસામ્ ! 700 શ્રીમદભાગવત _ [અ૦ ૧૯ ભક્ત્યોદ્વવાનપાથિન્યા સર્વલોકમહેશ્વરમ્ | સર્વોત્પત્તયપ્યય બ્રહ્મ કારણં મોપયાતિ સઃ | ૪૫॥ ઇતિ સ્વધર્મનિર્ણિક્તસત્ત્વો નિર્શાતમદ્ગતિઃ । જ્ઞાનવિજ્ઞાનસમ્પન્નો નચિરાત્ સમુધૈતિ મામ્ । ૪૬॥ વર્ણાશ્રમવતાં ધર્મ એષ આચારલક્ષણઃ | સ એવ મદ્ધક્તિયુતો નિઃશ્રેયસકરઃ પરઃ | ૪૭॥ એતત્તેડભિહિતં સાધો ભવાન્ પૃચ્છતિ યચ્ચ મામ્ | યથા સ્વધર્મસંયુક્તો ભક્તો માં સમિયાત્ પરમ્ | ૪૮॥ ઉદ્ધવજી! હું સંપૂર્ણ લોકોનો એકમાત્ર સ્વામી, બધાની ઉત્પત્તિ અને પ્રલયનું પરમ કારણ બ્રહ્મ છું. નિત્ય-નિરંતર અખંડ ભક્તિ દ્વારા ભક્ત મને પ્રાપ્ત કરી લે છે. | ૪૫ ॥ આ પ્રમાણે ગૃહસ્થ પોતાના ધર્મપાલન દ્વારા અંતઃકરણને સારી પેઠે શુદ્ધ કરીને મારા એશ્ચર્યને, મારા સ્વરૂપને જાણી લે છે અને જ્ઞાન-વિજ્ઞાનથી સંપન્ન થઈને શીધ્ર મને પ્રાપ્ત કરી લે છે. ૪૬1 આ સદાચારરૂપી વર્ણાશ્રમીઓનો આચારરૂપ ધર્મ મેં તમને કહ્યો. જો આ ધર્મ મારી ભક્તિથી યુક્ત થઈ મને જ અર્પણ કરીને પાળવામાં આવે તો તે મોક્ષદાથી બને છે. ॥ ૪૭ || હે મહાત્મા ઉદ્વવજી! તમે જે પ્રશ્ન મને પૂછ્યો હતો તેનો ઉત્તર મેં આપી દીધો. અને એ જણાવી દીધું કે, પોતાના ધર્મનું પાલન કરનાર ભક્ત મારા પરબ્રહ્મસ્વરૂપને કઈ રીતે પ્રાપ્ત થાય છે. || ૪૮ || મ્્- ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહસ્યાં સંહિતાયાં એકાદશસ્કન્ધે અષ્ટાદશોડધ્યાયઃ ॥ ૧૮ ॥ અગિયારમા સ્કંધ-અંતર્ગત અઢારમો અધ્યાય સમાપ્ત.