બાવીસમો અધ્યાય 2 તત્ત્વોની સંખ્યા અને પુરુષ-પ્રકૃતિ-વિવેક ઉદ્ધત 4૧૧ ઉદ્ધવજીએ કહ્યું - હે પ્રભુ! હે વિશ્વેશ્વર! દષિઓએ. તત્ત્વોની સંખ્યા કેટલી બતાવી છે? આપે તો (ઓગણીસમા કતિ તત્ત્વાનિ વિશ્વેશ સડ્ખ્યાતાન્યૃષિભિઃ પ્રભો । અધ્યાયમાં) નવ, અગિયાર, પાંચ અને ત્રણ એમ કુલ નવૈકાદશ પગ્ય ત્રીણ્યાત્થ ત્વમિહ* શુશ્રુમ ॥ ૧॥ કેચિત્ ષડ્વિંશતિં પ્રાહુરપરે પગ્ચવિંશતિમ્ । સપૈકે નવ ષટ્ કેચિચ્ચત્વાર્યેકાદશાપરે | ૨॥ / અક્ાવીસ તત્ત્વો બતાવ્યાં છે; તે તો બરાબર છે, પરંતુ કેટલાક લોકો તત્ત્વોની સંખ્યા ઇવ્વીસ કહે છે, તો કોઈ પચીસ, કોઈ સાત, નવ અથવા છ માને છે, કોઈ ચાર કહે છે, તો કોઈ અગિયાર. ॥૧-૨ || ૧. દેવેશ ! ર. ત્વમિતિ | 716__.-. શ્રીમદભાગવત [અ૦ ૨૨ કેચિત્ સમદશ પ્રાહુઃ ષોડશૈકે ત્રયોદશ । , એતાવત્ત્વં હિ સડખ્યાનામૃષયો યહદ્રિવક્ષયા | ગાયત્તિ પૃથગાયુષ્મક્ષિદં નો વક્તુમર્હસિ ॥ ૩।। કીવગશગુજય યુક્ત ચ સન્તિ સર્વત્ર ભાષન્તે બ્રાહ્મણા યથા | માયાં મદીયામુદ્દગૃહ્ય વદતાં કિં નુ દુર્ઘટમ્ 1 ૪॥ નૈતદેવં યથાડડત્થ ત્વં યદહેં વચ્મિ તત્તથા 1 એવં વિવદતાં હેતું શક્તયો મે દુરત્યયાઃ | ૫॥। યાસાં વ્યતિકરાદાસીદ વિકલ્યો વદતાં પદમ્ । પ્રાપ્તે શમદમેડપ્યેતિ વાદસ્તમનુશામ્યતિ | ૬॥ પરસ્પરાનુપ્રવેશાત્ તત્ત્વાનાં પુરુષર્ષભ । પૌર્વાપર્યપ્રસફખ્યાનં યથા વક્તુર્વિવક્ષિતમ્ર ॥ ૭॥ એકસ્મિન્પિ દેશ્યન્તે પ્રવિષ્ટાનીતરાણિ ચ | પૂર્વસ્મિન્વા પરસ્મિન્ વા તત્ત્વે તત્ત્વાનિ સર્વશઃ ॥ ૮॥ પૌર્વાપર્યમતોડમીપાં પ્રસડ્ખ્યાનમભીપ્સતામ્ ! યથા વિવિક્તં યદ્રકત્ં ગૃદ્ધીમો યુક્તિસમ્ભવાત્ ॥ ૯॥ અનાદ્યવિદાયુક્તરય પુરુષસ્યાત્મવેદનમ્ | સ્વતો ન સમ્ભવાદન્યસ્તત્વવજ્ઞો જ્ાનદો ભવેત્ || ૧૦॥ આ પ્રમાણે કોઈ કોઈ ક#ષિઓન! મત પ્રમાણે તત્વોની સંખ્યા સત્તર છે, કોઈ સોળ અને કોઈ તેર કહે છે, હે સનાતન. શ્રીકૃષ્ણ! કપિઓ આટલી ભિન્ન-ભિન્ન સંખ્યાઓ ક્યા અભિપ્રાયથી બતાવે છે? કૃપા કરીને આપ મને કહો. 1૩ ॥ ભગવાન શ્રીકૃષ્ણે કહયું - ઉદ્વવજી! વેદ બ્રાહ્મણો આ સંબંધમાં જે કાંઈ કહે છે તે બધું બરાબર છે, કારણ કે, કમાં તત્ત્વો બધામાં અંતર્ભૂત છે. મારી માયાનો સ્વીકાર કરીને શું કહેવું અસંભવ છે? | ૪ ॥| “જેમ તમે કહો છો તે બરાબર નથી, જે હું કહું છું તે જ યથાર્થ છે’ - આ રીતે જગતના કારણની બાબતમાં એટલા માટે વિવાદ પાય છે કે, મારી શક્તિઓ સત્ત્વ, ૨% વગેરે ગુણો અને તેમની વૃત્તિઓનું રહસ્ય લોકો સમજી શક્તા નથી; તેથી તેઓ તેમના પોતપોતાના ભાવ પ્રમાલે વાદ- વિવાદ કરતા રહે છે. ॥૫ ॥ સત્તાદિ ગુબ્રોના ક્ષોભથી જ આ [વિવિધ કલ્પનારૂપ પ્રપંચ - જે વસ્તુ નથી, માત્ર નામ છે - ઊભો થયો છે. વાદ- વિવાદ કરવાવાળાઓના વિવાદનો આ જ વિષય છે. જ્યારે ઇન્દ્રિયો પોતાના વશમાં થઈ જાપ છે તથા ચિત્ત શાંત થઈ જ્ય છે, ત્યારે તેમની બેદબુદ્ધિ પણ દૂર થઈ જાય છે અને વિવાદ પણ રહેતો નથી. ॥ ૬ ॥ હે પુશ્પશ્રેષ્ઠ! તત્વોનો એક-બીજામાં પ્રવેશ થયો છે, તેથી વક્તાની જેમ કહેવાની ઇચ્છા હોય તે પ્રમાણે (કારણને કાર્યમાં અથવા કાર્યને કારણમાં ભેળવીને) તત્વોની સંખ્યા સિદ્ધ કરી દે છે. 1૭ ॥ એક જ કારણરૂપ તત્ત્વમાં અથવા કાર્યરૂપ તત્વમાં પુરેપૂરાં બીજાં તત્વો મળેલાં હોય - એવું દેખાય છે. ॥ ૮ ॥ આ તત્ત્વોની જે ગશના કરવા ઇચ્છે છે તેમણે જે કાર્યને જે કારણમાં અથવા જે કારજને જે કાર્યમાં અંતર્ભત કરીને તત્ત્વોની જેટલી સંખ્યાનો સ્વીકાર કર્યો છે તેમનું પ્રતિપાદન થુક્તિસંગત હોવાથી તે જે કહે છે, બધા તેનો સ્વીકાર કરે. છે. યુર્ક્તિથી બધી વાતો સિદ્ર થાય છે. તેથી બધું જ સાચું છે.1૯॥ / ઉદ્રવજી! જે લોકોએ તત્વોની સંપ્યા છવ્વીસ છે એવું સ્વીકાર્યું છે તેઓ એવું કહે છે કે જીવ અનાદિકાળથી અવિદાથી ગ્રસ્ત થઈ સ્હ્યો છે, તે સ્વયં પોતાને જાણી શક્તો નથી. [તેને આત્મજ્ઞાન કરાવવા માટે બીજા કોઈ સર્વની અદવશ્થકતા છે. (તેથી પ્રકૃતિના કાર્યકારણરૂપ ચોવીસ તતો, પચીસમો પુરુષ અને છવ્વીસમો ઈશ્વર - આ પ્રમાણે કુલ છવ્વીસ તત્ત્વોનો સ્વીકાર કરવો જોઈએ.) | ૧૦ ॥| ૧, પરમ્ ૨. આ શ્લોકાર્ પ્રાચીન પ્રતમાં નથી. | અવ રર] અવિયારમો સ્કંધ 717 પુરુષેશ્વરયોરત્ર ન વૈલક્ષષ્યમણ્વપિ ! તદ્યકલ્યનાડપાર્થા જ્ઞાનં ચ પ્રકૃતેર્ગુણઃ ॥ ૧૧॥॥ પ્રકૃતિર્ગુણસામ્યં? વૈ પ્રકૃતેર્નાત્મનો ગુણાઃ | સત્ત્વં રજસ્તમ ઈતિ સ્થિત્યુત્પત્યન્તહેતવઃ | ૧ ૨॥ સત્ત્વ જ્ઞાનં રજઃ કર્થ તમોડજ્ઞાનમિહોચ્યતે | ” ગુણવ્યતિકર: કાલઃ સ્વભાવઃ સૂત્રમેવચ ચ ॥ ૧૩॥ પુરુષઃ પ્રકૃતિર્વ્યક્તમહક્ારો નભોડનિલઃ | જ્યોતિરાપઃ ક્ષિતિરિતિ તત્તવાન્યુક્તાનિ મે નવ |! ૧૪।! શ્રોત્રં ત્વગ્દર્શનં પ્રાણો જિદ્રેતિ જઞાનશક્તયઃ । વાક્યાણ્યુપસ્થપાય્વડદ્વિકર્માણ્યક્ઞોભયં મનઃ ॥ ૧૫॥। શબ્દઃ સ્પર્શો રસો ગન્ધો રૂપં ચેત્યર્થજાતયઃ | ગત્યુક્ત્યુત્સર્ગશિલ્પાનિ કર્માયતનસિદ્ધયઃ ॥ ૧૬॥ સર્ગાદ્ી પ્રકૃતિર્હ્સ્થ કાર્યકારણરૂપિણી | સત્વાદિભિર્ગુકૈર્ધત્તે પુરુષોડવ્યક્ત ઈક્ષતે ! ૧૭) વ્યક્તાદયો વિકુર્વાણા ધાતવઃ પુરુષેક્ષયા | લબ્ધવીર્યાઃ સૂજન્ત્યણ્ડ સંહતાઃ પ્રકૃતેર્બલાત્ ॥ ૧૮॥ પચીસ તત્ત્વ માનવાવાળા કહે છે - આ શરીરમાં જીવ અને ઈશ્વરમાં અણુમાત્રનો પણ ભેદ નથી, તેથી તેમાં ભેદન! કલ્પના વ્યર્થ છે. હવે રહી જ્ઞાનની વાત. તો તે જ્ઞાન પ્રકૃતિનો ગુણ છે, તેથી તેઓ જ્ઞાનનો અલગ સ્વીકાર કરતા નથી. આ પ્રમાણે ચોવીસ જડ તત્ત્વો અને એક ચેતન પુરુષ સાથે પચીશતત્ત્વો થયાં, |! ૧૧ | ત્રણે ગુણોની સામ્યાવસ્થા જ પ્રકૃતિનું સ્વરૂપ છે; તેથી સત્ત્વ, રજ આદિ ગુણો આત્યાના નહિ બ્રહ્કે પ્રકૃતિના જ છે. તેમના દ્વારા જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થયા કરે છે. તેથી જ્ઞાન આત્માનો ગુજ નથી, પ્રકૃતિનો જ ગુણ સિદ્ધ થાય છે. 1૧૨ ॥ આ સંદર્ભમાં સત્વગુણ જ જ્ઞાન છે, રજોગુણ જ કર્મ છે અને તમોગુણ જ અજ્ઞાન કહેવાય છે અને ગુણોમાં ક્ષોભ ઉત્પન્ન કરવાવાળો ઈશ્વરજ કાળ છે અને સૂત્ર અર્થાત્ મહત્તત્ત્વ % સ્વભાવ છે. તેથી તત્ત્વોની પચીસ અને છવ્વીસ બન્ને સંખ્યાઓ યુક્તિસંગત છે. 1૧૩ (| ઉદ્ધવજી! (જો ત્રણે ગુણોને પ્રકૃતિથી અલગ માનવામાં આવે જેમ કે તેમની ઉત્પત્તિ અને પ્રલયને જોતાં માનવું જોઈએ, તો તત્તોની સંખ્યા અ્ટાવીસ જ થઈ જાય છે. એ ત્રણ ઉપરાંત પચીસ તત્ત્વો આ પ્રમાણે છે-) પુરુષ, પ્રકૃતિ, મહત્ત્વ, અહંકાર, આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી આ નવ તત્વો હું પહેલાં જ ગણાવી ચૂકયો છું. શ્રોત્ર, ત્વચા, ચકુ, નાસિકા અને જીભ - અ પાંચ જ્ઞાનેન્દ્રિયો; વાણી, હાથ, પગ, પાયુ અને ઉપસ્થ-આ પાંચ કર્માન્દ્રિયો તથા મન, જે કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય બન્ને છે; આ પ્રમાણે ફુલ અગિયાર ઇત્દ્રિયો તથા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ - આ શાનેન્દ્રિયોના પાંચ વિષયો. આ પ્રમાણે ત્રણ, નવ, અગિયાર અને પાંચ - બધાં મળીને અદ્ટાવીસ તત્ત્વો થાય છે. કર્મેન્દ્રિયો દ્વારા થનારાં પાંચ કર્મ - ચાલવું, બોલવું, મળ-મૂત્રનો ત્યાર્ઝ અને કામ કરવું, આ પાંચ તત્તયોથી તેમની સંખ્યા વધતી નથી, (એક રીતે આ પાંચેય પષ કર્મેન્દ્રિયોનું જ રૂપ છે. ॥ ૧૪- ૧૬ || સૃષ્ટિના આરંભકાળમાં કાર્ય (અગિયાર ઇન્દ્રિયો અને. પાંચ ભૂત) અને કારણ (મહત્તત્વાદિ)ના રૂપમાં ત્રકાતિ જ રહે છે. તે જ સત્તગુણ, રજોગુણ અને તમોગુન્નની સહાયતાથી જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારસંબંધી અવસ્થાઓ ધારણ કરે છે. અવ્યક્ત પુરુષ તો પ્રફાતિ અને. તેની અવસ્થાઓનો કેવળ સાક્ષી જ છે. ॥ ૧૭ ।। મહત્તત્ત વગેરે જેટલા પણ પ્રકૃતિના વિકાર ઉત્પન્ન થયો તે પુરુષ તત્તતમાંથી બળ સંપાદન કરી સમૂહમાં મળીને પુરુષના ઈક્ણમાં (અવલોકનમાં) બ્રહ્માંડની રચના કરે છે. “મયાધ્યક્ષેણ પ્રકૃતિઃ સૂયતે સચરાચરમ્ - (ગીતા - ૯/૧૦) |૧૮ | ૬. પ્રકૂતેર્ગૂણ૦ | ૨. તત્ત્વમેવ વા ! 719 - શ્રીમદભાગવત [અબ્રર સસૈવ ધાતવ ઇતિ તત્રાર્થાઃ€ પગ્ય ખાદયઃ ! જ્ઞાનમાત્મોભપાધારસ્તતો દેહેન્દ્રિયાસવઃ ॥ ૧૯॥ પડિત્યત્રાપિ ભૂતાનિ પગ્ય ષષ્ઠઃ પરઃ પુમાન્ | _ તૈર્યુક્ત આત્મસમ્ભૂતેઃ સૃષ્ટવેદં સમુપાવિશત્ ॥ ૨૦॥ ચત્વાર્યેવેતિ તત્રાપિ તેજ આપોડન્ષમાત્મનઃ ! જાતાનિ તૈરિદં જાતં જન્માવર્યાવેનઃ ખલુ ॥ ર૧ સડખ્યાને સમદશકે ભૂતમાત્રેન્દ્રિયાણિ ચ | પઝ્ચ પગ્ચૈકમનસા આત્મા સપ્નદશઃ સ્મૃતઃ || ર ૨॥ તહત્ ષોડશસડ્ખ્યાને આત્મૈવ મન ઉચ્ચતે 1 ભૂતેન્દ્રિયાણિ પગ્શૈવ મન આત્મા ત્રયોદશ |! ર૩॥ એકાદશત્વ આત્માડસૌ મહાભૂતેન્દ્રિયાંણે ચ । અષ્ટ્રી પ્રકૃતયશ્રૈવ પુરુષશ્ચ નવેત્યથ | ર૪।! ઈતિ નખાપ્રસડુખ્યાનં તત્ત્વાનામૃષિભિઃ કૃતમ્ 1 સર્વ ન્યાય્યં યુક્તિમત્વાદ્ વિદુષાં કિમશોભનમ્ | ર૫॥ ઉદર 6૬૨ પ્રકૃતિઃ પુરુપશ્રોભો યધપ્યાત્મવિલક્ષણી ! અન્યોન્યાપાથ્યયાત્ કૃષ્ણ દેશ્યતે ન ભિદા તયોઃ ! પ્રકૃતૌ લક્ષ્યતે દ્યાત્મા પ્રકૃતિશ્ તમાડડત્મનિ | ર૬॥ ઉદ્વજી! જે લોકો તત્ત્વોની સંખ્યા સાત છે એવું માને. છે તેમના વિચારમાં આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી આ પાંચ ભૂતો, છઠ્ઠો જીવ અને સાતપો પરમાત્મા - જે સાથી જીવ અને સાક્ષ જગત બન્નેનું અધિષ્ઠાન છે - અઃ જ સાત તત્ત્વો છે. દેહ, ઇન્દ્રિયો અને પ્રાણાદિની ઉત્પત્તિ તો પંચભૂતોથી થઈ છે તેથી તેને તે અલગ માનતા નથી. !! ૧૯ ॥ જે માત્ર છ તત્વોનો સ્વીકાર કરે છે તે કહે છે કે પાંચ ભૂત અને છટો પરમપુરુષ પરમાત્મા. આ પરમાત્મા પોતાના બનાવેલા પંચ મહાભૂતોથી મળીને શરીર વગેરેની રચના કરે છે અને તેમાં જીવરૂપે પ્રવેશ કરે છે. (આ મત પમાણે જીવનો પરમાત્મામાં અને શરીર “વગેરેનો પંચમહાભૂતોમાં સમાવેશ થઈ જાય છે.) ૨૦ ॥ જે લોકો કારણના રૃપમાં ચાર જ તત્ત્વોનો સ્વીકાર કરે છે તે કહે છે કે આત્માથી તેજ, જળ અને પૃથ્વીની ઉત્પત્તિ થઈ છે અને જગતમાં જેટલા પદાર્થો છે, બધાં તેમાંથી જ ઉત્પન્ન થાય છે. તે બધાં કાર્યોનો તેમાં સમાવેશ કરી લે છે. ॥ ૨૧ !! જે લોકો તત્ત્વોની સંખ્યા સત્તર બતાવે છે તેઓ આ પ્રમાણે કહે છે - પાંચભૂત, પાંચ તન્માત્રાઓ, પાંચ જ્ઞાનેન્દ્રિયો, એક મન અને એક આત્મા. !! ૨૨ ॥ જે લોકો, આ તત્ત્વોની સંખ્યા સોળ કહે છે તેમની ગક્રતરી પણ આ જ ગ્રમાણે છે. ફર્ક મત્ર એટલો જ છે કે તેઓ આત્મામાં મનનો પણ સમાવેશ કરી લે છે અને અઃ પ્રમાણે તેમના અનુસાર તત્વોની સંખ્યા સોળ ધાય છે. જે લોકો તત્ત્વોની સંખ્યા તેર માનૈ છે તેઓ કહે છે કે, આકાશાદિ પાંચભૂત, શ્રોત્રાદિ પાંચ જ્ઞાનેન્દ્રિયો, એક મન, એક જીવાત્મા અને એક પરમાત્મા આ તેર તત્ત્વો છે. !! ર૩ 1! અગિયારની સંખ્યા માનવાવાળાઓ પાંચ ભૂત, પાંચ શાનેન્દ્રિવો અને આ સિવાય એક આત્માનું અસ્તિત્વ સ્વીકારે છે. જે લોકો નવ તત્ત્વો માને છે તેઓ આકાશાદે પાંચ ભૂત, અને તન, બુદ્ધિ, અહંકાર
- આ આઠ પ્રકૂતતિઓ અને નવમો પુરુષ એમ નવ તત્વો સ્વીકારે છે. || ૨૪ ॥ ઉદ્વવજી! આ પ્રમાણે તર#પિ-મૂનનિઓએ. ભિન્ન ભિન્ન પ્રકારે તત્તોની ગણના કરી છે, બધાંનું કહેવું, ઉચિત જ છે. કારણ કે, બધાની સંખ્યા તર્કયુકત છે. જે લોકો તત્ત્જ્ઞાની છે, તેમને કોઈ પદ્ન મતમાં બૂરાઈ દેખાતી નથી. તેમના માટે તો બધું બરાબર જ છે. |! ૨૫ ॥ ઉદ્ધવજીએ કહ્યું — શપામસુંદર! જોકે, સ્વરૂપતઃ પ્રકૃતિ. અને પુરુષ બન્ને એક-બીજાથી સર્વથા ભિન્ન છે, તથાપિ તે. પરસ્પર એટલા હળી-મળી ગયા છે કે સાધારણ રીતે તેમનો ભેદ દેખાતો નથી. ગ્રકૃત્તિમાં પુરુષ અને પુરુષમાં પ્રકૃત્તિ અભિન્ન હોવ એવાં દેખાય છે. એમની ભિન્નતા સ્પષ્ટ ક રીતે થાય? ॥ર૬ ॥ ૧. થત્રા ! ૨. આ ‘એકાદરત્વ… નવૈત્યથ |’ શ્લોક પ્રાચીન પ્રતમાં નથી. અ૦ રર] અગિયારમો. સ્કંધ 719 એવં મે પુણ્ડરીકાક્ષ મહાન્તં સંશયં હૃદિ ! છેત્તુમર્હસિ સર્વજ્ઞ! વચોભિર્નયનૈપુણૈઃ | ર૭॥ ત્વત્તો જ્ઞાનં હિ જીવાનાં પ્રમોષસ્તેડત્ર શક્તિતઃ | ત્વમેવ હ્યાત્મમાયાયા* ગતિં વેત્થં ન ચાપરઃ | ર૮॥ શાંભગશનુવાચ પ્રકૃતિઃ પુરુષશ્વેતિ વિકલ્પઃ પુરુષર્ષભ | એષ વૈકારિકઃ સર્ગો ગુષવ્યતિકરાત્મકઃ ॥ ૨૯॥ મમાજ્ઠ માયા ગુણમય્યનેકધા વિકલ્પબુદ્ધીશ્ ગુણેર્વિધત્તે । વૈકારિકસ્ત્રિવિધોડધ્યાત્મમેક- મથાધિદૈવમધિભૂતમન્યત્”ે ॥૩૦॥ દંગૂ રૂપમાર્ક વપુરત્ર ર્કે પરસ્પરં સિધ્યતિ યઃ સ્વતઃ? ખે | આત્મા યદેષામપરો ય આઘયઃ સ્વયાડનુભૂત્યાડખિલસિદ્રસિદ્રિઃ | એવં ત્વગાદિ શ્રવણાદિ ચક્ષુ- ર્જિહ્માદિ નાસાદિ ચ ચિત્તયુક્તમ્ | ૩૧॥ યોડસૌ ગુણક્ષોભકૃતો વિકારઃ પ્રધાનમૂલાન્મહતઃ પ્રસૂતઃ । અહં ત્રિવૃન્મોહવિકલ્પહેતુ- વૈકારિકસ્તામસ એન્દ્રિયશ્ચ ॥૩૨॥ હે કમળનયન શ્રીકૃષ્ણ! આ પ્રમાણે મારા હૃદયમાં પ્રકૃતિ અને પુરુષની ભિન્નતા અને અભિન્નતાના સંબંધમાં બહુ મોટો સંશય છે. આપ તો સર્વજ્ઞ છો. આપની તર્કયુક્ત વાણીથી મારા આ સંશયનું નિવારણ કરવાની કૃપા કરો. !૨૭ ॥ હે ભગવન્! આપની જ કૃપાથી આપની વિધાશક્તિ દ્વારા જીવને જ્ઞાન થાય છે અને આપની જ અવિદ્યા શક્તિથી તેમના જ્ઞાનનો નાશ થાય છે/ આપની આત્મસ્વરૂપ માયાની વિચિત્ર ગતિ આપ જ જાણો છો, બીજું કોઈ જાણી શક્તું નથી; તેથી આપ જ મારો સંશય દૂર કરવા સમર્થ છો. 1૨૮ ॥ #1 ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું - ઉદ્વવજી! પ્રકૃતિ અને પુરુષ અર્થાત્ શરીર અને આત્મા - આ બન્નેમાં બહુ જ ભેદ છે. આ સૃષ્ટિ જ વિકારોથી યુક્ત છે. ગુણોના ક્ષોભથી જ સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે. 1 ૨૯ | પ્રિય મિત્ર! મારી માયા ત્રણ ગુશ્નવાળી છે. તે જ પોતાના સત્ત્વ, રજ આદિ ગુણોથી અનેક પ્રકારની ભેદવૃત્તિઓ પ્રેદા કરી દે છે. જોકે તેનો વિસ્તાર અપાર છે, તેમ છતાં આ વિકારાત્મક સૃષ્ટિને ત્રણ ભાગોમાં વહેંચી શકાય. એ ત્રણ ભાગ છે - અધ્યાત્મ, અધિદૈવ અને અધિભૂત. | ૩૦ ॥ ઉદાહરણ તરીકે - નેત્રેન્દ્રિય અધ્યાત્મ છે, તેનો વિષય રૂપ અધિભૂત છે અને નેત્રગોલકમાં સ્થિત સૂર્યદેવતાનો અંશ અધિદૈવ છે. એ ત્રણે પરસ્પર એક-બીજાના આશ્રયથી સિદ્ધ થાય છે. તેથી અધ્યાત્મ, અધિદૈવ અને અધિભૂત એ ત્રણે પરસ્પર એક-બીજાની મદદ ઇચ્છે છે. પરંતુ આકાશમાં સ્થિત સૂર્ધમંડળ આ ત્રણેની અપેક્ષાએ મુક્ત છે, કારણ કે તે સ્વતઃ સિદ્ધ છે. તે જ પ્રમાણે આત્મા પણ ઉપર જણાવેલા ત્રણ ભેદોનું મૂળ કારણ છે, તેમનો સાક્ષી અને તેમનાથી પર છેતે જ પોતાના સ્વયંસિદ્ધ પ્રકાશથી સમસ્ત પદાર્થોને સિદ્ધ કરે છે. તેના દ્વારા બધું પ્રકાશિત થાય છે.’ તેના હોવાથી જ અન્ય પણ છે. જેમ ચક્ષુના ત્રણ ભેદ બતાવ્યા, તે જ પ્રમાણે ત્વચા, શ્રોત્ર (કાન), જિહવા નાસિકા અને ચિત્ત વગેરેના પણ ત્રણ-ત્રણ ભેદ છે. 1૩૧ || પ્રકૃતિથી મહત્તત્્ત બને છે અને મહત્તત્વથી અહંકાર, આ પ્રમાણે આ અહંકાર ગુભ્રોના ક્ષોભથી ઉત્પન્ન થયેલો પ્રકૃતિનો જ એક વિકાર છે. અહંકારના ત્રણ ભેદ છે- (૧) વૈકારિક - સત્ત્તગુણવિશિષ્ટ મન અને ઇન્દ્રિયોના દેવતા, (૨) દશે ઇન્દ્રિયો તથા (૩) તામસ - પંચમહાભૂત અને પાંચ તેમના વિષયો; આ પ્રમાણે આ અહંકાર અજ્ઞાન અને સૃષ્ટિની વિવિધતાનું મૂળ કારણ છે. 1૩૨ ॥ ૧. દેવેશ | ૨. હ્રાત્મનો યોગગતિં । ૩. યઘાદિભૂતમષિદેવગન્યત્ ! ૪. સ્વતોડસો !
- જેમ ત્વચા, સ્પર્શ અને વાયુ; શ્રવણ, શબ્દ અને દિશા; જિહ્વા, રસ અને વસ્ભ્ન; નાસિકા, ગંધ અને અશ્ચિનીકુમાર; ચિત્ત, ચેંતનનો વિષય અને વાસુદેવ; મન, મનનો વિષય અને ચન્દ્રમા; અહકાર, અહંકારનો વિષય અને સ્દ્ર; બુદ્ધિ, સમજવાનો વિષય અને બ્રહ્મા - આ બધાં ત્રિવિધ તત્ત્વો સાથે આત્માનો કોઈ સંબંધ નથો. 720 શ્રીમદ્બાગવત, [અગ ર૨ આત્મા પરિજ્ઞાનમયો વિવાદો હ્યસ્તીતિ નાસ્તીતિ ભિદાડર્થનિષ્ઠઃ | વ્યર્થોડપિ નૈવોપરમેત પુંસાં મત્તઃ પરાવૃત્તષિયાં સ્વલોકાત્ ! ૩૩॥ 4દ્વર 6વાચ ત્વત્તઃ પરાવૃત્તધિયઃ સ્વકૃતેઃ કર્મભિઃ પ્રભો | ઉચ્ચાવચાન્ યથા દેહાન્ ગૃદ્ધન્તિ વિસૂજન્તિ ચ || ૩૪॥ તન્મમાખ્યાહિ ગોવિન્દ દુર્વિભાવ્યમનાત્મભિઃ । નદ્યેતત્પ્રાયશો લોકે વિદ્ધાંસઃ સન્તિ વગ્ચિતાઃ ॥ ૩પ॥। #ભગશનુવય મનઃ કર્થમયંય નૃણામિત્દ્રિધૈઃ પગ્ચભિર્યુતમ્ ! લોકાલ્લોકં પ્રયાત્યન્ય આત્મા તદનુવર્તતે ॥ ૩૬॥। ધ્યાયન્મનોડનુ વિષયાન્દેષ્ટાન્વાડનુશ્રુતાનથ૨ । ઉદ્યત્ સીદત્ કર્મતન્તં સ્મૃતિસ્તદનુ શામ્યતિ ॥ ૩૭॥ વિષયાભિનિવેશેન નાત્માનં યત્ સ્મરેત્ પુનઃ | જન્તોર્વે કસ્યચિદ્ધતોરત્યુરત્યન્તવિસ્મૃતિઃ ॥૩૮॥ જન્મ ત્વાત્મતયા પુંસઃ સર્વભાવેન ભૂરિદ | વિષયસ્વીકૂંતિ પ્રાહુર્યથા સ્વપ્નમનોરથઃ | ૩૯! સ્વપ્ન મનોરથ ચેત્થ પ્રાક્તનં ન સ્મરત્યસૌ | તત્ર પૂર્વમિવાત્માનમપૂર્વ ચાનુપર્શ્યાતે !૪૦॥ «:_ આત્માશાનસ્વરૂપછે, તેનો તે પદાર્યોથી કોઈ પદ્મ સંબંધ નથી. આત્મા છે કે નહીં, આવો વિવાદ બેદ્બુદ્ધિને લીધે છે. જેટલા પણ વાદ-વિવાદ છે, બધાંનું મૂળ કારણ ભેદદષિ જ છે, જે સર્વથા બર્થ છે, છતાં પણ જ્ઞાનસ્વરૂપ મુજ પરમાત્માથી જે લોકો વિમુખ છે, તે આ વિવાદથી મુક્ત થઈ શક્તા નથી, ૩૩ || ઉદ્રવજીએ પૂછયું — ભગવન્! આપથી વિમુખ જીવ પૌતાન કરેલાં પુશ્વ-પાપોના ફળસ્વરૂપ ઊંચી-નીચી યોનિઓમાં જત-આવતા રહે છે. ત્પારે પ્રશ્ન એ થાય છે કે, વ્યાપક આત્માનું એક શરીરથી બીજા શરીરમાં જવું અર્થાત્ અર્ક્તાનું. કર્મ કરવું અને નિત્યવસ્હુનાં જન્મ-મરણ કઈ રીતે સંભવી શકે? | ૩૪-॥ હે ગોવિંદ! જે લોકો આત્મજ્ઞાનથી રહિત છે તે તો આ વિષયને બરાબર સમજી પણ શકતા તથી અને આ વિષયના વિદ્ધાનો સંસારમાં પ્રાયઃ જોવા મળતા નથી, કારલ કે, બધાલોકોઆપની માયાની ભુલ-ભુલામણીમાં પડેલા છે. તેથી આપ જ કૃપા કરીને મને આનું રહસ્ય સમજાવો. ॥ ૩૫ ॥ ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું - પ્રિપ ઉદ્ધવ! મનુષ્યનું મન. કર્મ-સંસ્કારોનો સમૂહ છે. તે સંસ્કારો પ્રમાણે ભેગ પ્રાપ્ત કરવા માટેતેની સાથે પાંચ ઇન્દ્રિયો પણ જોડાયેલી છે. આનું નામ છે. લિંગશરીર. તે જ કર્મો પ્રમાણે એક શરીરથી બીજા શરીરમાં, એક લોકથી બીજા લોકમાં આવતું-જતું રહે છે. આત્મા અ. લિંગશરીરથીસર્વથા ભિન્ન છે. આત્મા સર્વબમાપી છે,તેથી તેનું. આવાગમન થતું નથી, પરંતુ જ્યારે તે પોતાને લિંગશરીર જ સમજી બેસે છે, તેમાં અહકાર કરી લે છે, ત્યારે તેને પણ પોતાનું આવવું-જવું પ્રતીત થવા લાગે છે. !! ૩૬ || મન કર્મોને. આધીન છે. તે આ લોક અથવા પરલોકના વિષયોનું સતત ચિંતન કરતું રહે છે. જ્યારે નવો વિષય આવે છે, ત્યારે પહેલાંનું ભુલાતું જાય છે અગે; નવામાં મન પરોવાઈ જાય છે. આ રીતે પૂર્વકાળના વિષયોની સ્મૃતિ પણ વિસરાતી જાય છે. !! ૩૭ ॥ જીવને કર્મોને આધીન નવાં-નવાં શરીરો પ્રત્યે અત્યંત ખાસાંક્તે થતી જાય છે અને તેને લીધે હર્ષ અને તૃષ્ણા થાય છે. આ અને આવા બીજા કોઈ કારળ્થી તેને તેના પૂર્વ શરીરની ભેલકુલ સ્મૃતિ રહેતી નથી, સંપૂર્ણપણે વિસ્મૃતિ થઈ જાય છે, આ જ તેનું મૃત્યુ છે. પરંતુ જીવનો દેહની જેપ નાશ થતો. નથી. ॥ ૩૮ ॥હેઉદારદાની ઉદ્ધવ! મનુષ્ય “આ દેહ હું છું,આ દેહ મારો છે,’ આવું માનીને જ્યારે નવા શરીરનો સ્વીકાર કરે છે,એ જ તેનો જન્મ છે.આ નવા શરીરનો સ્વીકાર કરીને,જેમ સ્વપ્તમાં મનોરથ કરતાં કરતાં હર્ષ થાય છે, તો ક્યારેક દુઃખ થા્ય છેતે જુ પ્રમાણે આ શરીરમાં પણ તે સુખી-દુઃખી થતો રહે છે. ॥૩૯ ॥ જેમ સ્વપ્નમાં નવા નવા મનોરથો આવે છે, એ જપ્રમાશે જીવ પણ વારંવાર જન્મતો-મરવો રહે છે, આ જન્મ- મૃત્યુ પણ સ્વપ્નની જેમ મિથ્યા જ છે. તેમ છતાં નવા શરીરને 4, કર્મમવૈઃ | ર, વાડ્ય શ્રુતાસ્તથા 1 અ૦ ર૨] અગિયારમો સ્કંધ 721 ઇત્દ્રિયાયનસૃષ્ટયેદં ત્રૈવિધ્યં ભાતિ વસ્તુનિ । બહિરન્તર્ભિદાહેતુર્જનોડસજ્જનકૃદ્ યથા ॥૪૧॥ નિત્યદા હ્યડ્ટ ભૂતાનિ ભવન્તિ* ન ભવત્તિ ચ | કાલેનાલક્ષ્યેગેન સૂક્ષમત્વાત્તજ્નર દંશ્યતે 1૪૨॥ યથાડર્ચિષાં સ્ોતસાં ચ ફ્લાનાં વા વનસ્પતેઃ | તથૈવ સર્વભૂતાનાં વયોડવસ્થાદયઃ કૃતાઃ 1 ૪૩॥ સોહયં દીપોડર્ચિષાં યદ્રત્સોતસાં તદિદં જલમ્ | સોડયં પુમાનિતિ નૃણાં મૃષા ગીર્ધર્મિષાયુષામ્ || ૪૪।। મા સ્વસ્ય કર્મબીજેન જાયતે સોડપ્યયં પુમાન્ | પ્રિયતે વાડમરો ભ્રાન્ત્યા યથાગ્નિર્દારુસંયુતઃ ॥ ૪૫॥ નિષેકગર્ભજન્માનિ” બાલ્યકૌમારયૌવનમ્ | વયોમધ્યં જરા મૃત્યુરિત્યવસ્થાસ્તનોર્નવ | ૪૬॥ એતા મનોરથમયીલ્હાન્યસ્યોચ્ચાવચાસ્તનૂઃ | ગુણસદ્વાદુપાદત્તે ક્વચિત્ કશ્રિજ્જહાતિ ચ ॥૪૭॥ આત્મનઃ પિતૃપુત્રાભ્યામનુમેયૌ ભવાપ્યયૌ । ન ભવાપ્યયવસ્તૂનામભિજ્ઞો દ્રયલક્ષણઃ 1 ૪૮॥ તરોર્બજિવિપાકાભ્યાં યો વિદ્ધાગ્જન્મસંયમૌ | તરોર્વિલક્ષણો દ્રષ્ટા એવં દ્રષ્ટા તનોઃ પૃથક્ | ૪૯॥ પ્રકૃતેરેવમાત્માનમવિવિચ્યાબુધઃ પુમાન્ | તત્ત્વેન સ્પર્શસમ્મૂઢઃ સંસારં પ્રતિપઘતે | ૫૦॥ ધારણ કરવાથી જીવ એવું માને છે કે હું પહેલાં ન હતો. હમણાં નવો જ પેદા થયો છું. તે તેના પૂર્વ શરીરને તદન ભૂલી જાય છે. 1! ૪૦ ॥ આત્મા એક છે, અદ્ધિતીય અને અખંડ છે, એમાં કોઈ પ્રકારનો અંદર-બહારનો ભેદ નથી. આત્માનો જન્મ કે મૃત્યુ નથી, પરંતુ મન જ આ ભેદબુદ્ધિનું કારણ છે. મનના આશ્રયમાં ઇન્દ્રિયો રહે છે. મન જ અનેક પ્રકારની કલ્પનાઓ કરે છે. તેનાથી જન્મ, સ્થિતિ અને મૃત્યુનો આત્મામાં ભાસ થાય છેડ્જેમ કોઈ પરિવારમાં કુપુત્ર જન્મે છે અને પરિવારમાં વિખવાદ કરીને પૂરા પરિવારને વેર-વિખેર કરી નાખે છે, આવી જ મનની સ્થિતિ છે. આ મન જ સત્ત્વગુણવિશિષ્ટ હોવા છતાં અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પ કરીને ઇન્દ્રિયોને વિચલિત કરીને જીવને ભટકાવે છે. ।! ૪૧ ।/પ્રિય ઉદ્ધવ! કાળની ગતિ એટલી સુક્ષ્મ છે કે તે જોઈ શકાતી નથી. તેના દ્વારા પ્રતિક્ષણ શરીરોની ઉત્પત્તિ અને નાશ થતાં રહે છે. સુક્ષ્મ હોવાને કારણે જ પ્રતિક્ષણ થતાં જન્મ-મૃત્યુ દેખાતાં નથી. || ૪૨ ।। જેમ કાળના પ્રભાવથી દીવાની જ્યોત, નદીઓનો પ્રવાહ અને વૃક્ષનાં પાન-ફળ વગેરેની સ્થિતિ ક્ષણે-ક્ષણે બદલાતી હોય છે, તેવી જ રીતે દરેક પ્રાણીઓના દેહની સ્થિતિ પણ બદલાયા કરે. છે. ॥ ૪૩ 1પ્જેમ આ એ જ દીપકની જ્યોતિ છે, આ એ જ જળનો પ્રવાહછે -એમ કહેવું કે સમજવું મિથ્યા છે,તેજપ્રમાણે/ વિષયોના ચિંતનમાં વ્યર્થ આયુષ્ય ગુમાવનારા અવિવેકી પુરુષો દ્વારા એવું સમજવું, કે ‘આ એ જ દેહ છે, આ એ જ પુરુષ છે’ એ પણ અવિવેક જ છે. |! ૪૪ । તે જ આત્મા વાસ્તવમાં તો પોતાનાં કર્મબીજથી ન તો પેદા થાય છે કે ન મરે પણ છે, પરંતુ જન્મવું અને મરવું એ બન્નેને ભ્રાન્તિ જ માનવામાં આવે છે, આત્મા તો અમર છે; બસ એ જ રીતે જેમ લાકડાંના સંયોગથી અગ્નિ સળગતો અર્ને બુઝાતો દેખાય છે, પરંતુ અગ્નિ તો વ્યાપક જ છે. લાકડાના સળગવા અને બુઝાવાથી અગ્નિમાં કોઈ ફરક પડતો નથી. ॥ ૪૫ || ર ઉદ્ધવજી| ગર્ભાધાન, ગર્ભવૃદ્ધિ, જન્મ, બાળપણ, કુમારાવસ્થા, જુવાની, મધ્યાવસ્થા, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ-આ નવ અવસ્થાઓ શરીરની છે. | ૪૬ || આ શરીર જીવથી ભિન્ન છે અને તે નાની-મોટી અવસ્થાઓને ગુણોના સંગથી પોતાની માનીને ભટકે છે, પરંતુ વિવેક જાગૃત થતાં આ માન્યતાનો તે ત્યાગ પણ કરે છે. ॥ ૪૭ | પિતાએ પુત્રના જન્મથી અને પુત્રે પિતાના મૃત્યુથી પોતપોતાના મૃત્યુનું, અનુમાન કરી લેવું જોઈએ.જન્મ અને મૃત્યુ જેનું થાય છે તેને જાણવાવાળો જે આત્મા છે, તે જન્મ કે મૃત્યુ એ બન્ને લક્ષણોથી પર છે. ॥ ૪૮ 1! વૃક્ષના બીજથી જન્મને અને પાકી જવાથી મરણને જાણનારો દ્રષ્ટ એ વૃક્ષથી અલગ છે. એ જ પ્રમાણે શરીરનાં પણ જન્મ અને મૃત્યુ જોનારો શરીરથી ભિન્ન છે - તે જઆત્મા છે. તેનો જન્મ કે નાશ થતો નથી. || ૪૯ અજ્ઞાની પુરુષોઆ પ્રકારનું - પ્રકૂતે અને આત્માનું તાત્વિકરૂપે વિવેચન ૧. ન ભવત્તિ ભવત્તિ ચ | ૨. સુક્ત્વ તત્ર | ૩. તજન્માદિ 722 શ્રીમદ્ભાગરત [અ૦૨૨ સત્ત્વસક્રાદંષીન્ દેવાન્ રજસાડસુરમાનુષાન્ | તમસા ભૂતતિર્ષક્ત્વં ભ્રામિતો યાતિ કર્મભિઃ 1૫૧૨! નૃત્યતો ગાયતઃ પશ્યન્ યથૈવાનુકરોતિ તાન્ । એવં બુદ્ધિગુણાન્ પશ્યજ્ઞનીહોડપ્યનુકાર્યતે ॥ પર॥ યથાડમ્ભસા પ્રચલતા તરવોડપિ ચલા ઇવ | ચક્ષુષા ભ્રામ્યમાણેન દશ્યતે ભ્રમતીવ ભૂર 1૫૩॥ યથા મનોરથધિયો વિષયાનુભવો મૃષા | સ્વપ્નદેષ્ટાશ્ દાશાર્હ તથા સંસાર આત્મનઃ || ૫૪॥ અર્ષે દ્રવિદ્યમાનેડપિ સંસૂતિર્ન નિવર્તતે | પ્યાયતો [વિષયાનસ્ય સ્વપ્નેડનર્થાગમો યથા [| ૫૫! તસ્માદુદ્વવ મા ભુડક્ષ્વ વિષયાનસદિ્દ્રિયૈઃ । આત્માગ્રહણનિર્ભાતંપ પશ્ય વૈકલ્પિક ભ્રમમ્ ॥ પ૬ ક્ષિપોડ્વર્માનિતોડસદ્રિઃ પ્રલબ્ધોડસૂયિતોડયવા । તાડિતઃ સભ્િબદ્ધો* વા વૃત્યા” વા પરિહાપિતઃ || ૫૭॥ નિષ્ઠિતો મૃત્રિતો વાડશૈર્બહુરધવં પ્રકષ્પિતઃપં । શ્રેયસ્કામ: કૃચ્છગત આત્મતાડડત્માતમુદ્ધરેત્ |! ૫૮॥। 6#૦ 6૧૨ થથૈવમનુબુધ્યેય વદ નોર્ર વદતાં વર | સુદુ:સર્હામેમં મન્યે આત્મન્યસદતિક્રમમ્ ॥ ૫૯! કરતા નથી.તેઓ તેનાથી પોતાને તત્ત્વતઃ ભિન્નતાનો અનુભવ કરતા નથી અને વિષયભોગોમાં જ સાચું સુખ માનીને તેમાં મોહિત થઈ જાય છે. તે કારણે જ તેમને જન્મ-મૃત્યુરૂપો સંસારમાં ભટકવું પડે છે. !!૫૦ 1! જ્યારે અવિવેકી જીવ પોતાનાં કર્મો અનુસાર જન્મ-મૃત્યુના ચક્કરમાં ભટકે છે ત્યારે. તે સાત્વિક કર્મોની ખાસક્તિથી ઝર્દષલોક અને દેવલોકમાં, રાજસિક કર્મોની આસક્તિથી મનુષ્ય અને અસુર યોનિઓમાં તથા તામસિક કર્માની આસક્તિથી ભ્ત-પ્રેત અને પશુ-પક્ષી વગેરે યોનિઓમાં જાય છે. ॥ ૫૧ |! જ્યારે મનુષ્ય કોઈને નાચ-ગાન કરતાં જુએ છે, ત્યારે તે પોતે વભર તેનું અનુકરલ કરવા લાગે છે. એવી જ રીતે જ્યારે જીવ બુદ્ધિના ગુણોને જુએ છે, ત્યારે સ્વયં નિષ્કિય હોવા છતાં પણ વિવશ થઈ તેનું. અનુકરણ કરતો હોય છે. !! પ૨ #જેમ નદી, તળાવ વગેરેનાં પાણીના હિલોળાથી તેમાં દેખાતાં કિનારે ઊભેલાં વૃક્ષો પણ્ન હાલતાં-ડોલતાં લાગે છે, જેમ ફદડી કરનારને ઘરત્તી પણ ફસ્તી લાગે છે, જેમ મનમાં ચિંતવેલા અને સ્વપ્નમાં જોયેલા ભોગપદાર્થો સર્વથા મિથ્યા છે, એ જ રીતે હે ઉદ્વવ! વિષયોના અનુભવરૂપ સંસાર પણ ખરી રીતે નથી, છતાં તેનું ચિંતન કરનારને તે પ્રાપ્ત થાખ છે; પરંતુ આત્મા તો નિત્ય શુદ્ધબુદ્ધ- મુક્તસ્વરૂપ જ છે. ॥ પ૩-પ૪ || વિષયો સત્ય ન હોવા છતાં પણ જો જીવ વિષયોનું ચિંતન કરતો રહે છે, તો તેનો આ જન્મ- મૃત્યુરૂપી સંસાચ ક્યારેય નિવૃત્ત થતો નથી; જેમ સ્વખ્નમાં સર્પનું ડસવું, જાનહાનિ થવી વગેરે અનથપરંપરા જાગ્યા વિના નિવૃત્ત થતીનથી. |। પપ ॥પ્રિય ઉદ્વવ! આથી આ દુષ્ટ (ક્યારેય તૃપ્ત ન થવાવાળી) ઇન્દ્રિયોથી વિષયોનો ભોગ છોડી દો. અજ્ઞાનને કારણે જ આત્મામાં ભ્રમથી ભેદબુદ્ધિ ઉત્પન્ન થઈ છે, તેને સમજપૂર્વક દૂર કરો. !! પ૬ ॥ જેમ દુષ્ટ મનુષ્યો તિરસ્કાર કરે. મારપીટ કરે, મશ્કરી કરે, અથવા કોઈ દોષારોપણ કરે, નિંદા કરે, આજીવિકા છીનવી લે, આપણા ઉપર થૂંકે, અશુદ્ધ પદાર્થ નાંખે ખથવા કોઈ પણ રીતે આપણને આપણી નિષ્ઠાથી ચ્યુત કરવા ઇચ્છે, પરંતુ દુષ્ટ મતતુષ્ષના અવા ઉપદ્રવથી વ્યથિત ન થવું જોઈએ, કારજ કે, તે તો બિચારો અજ્ઞાની છે, તેને પરમાર્થનું તો ભાન નથી. તેથી પોતાનું કલ્યાણ ઇચ્છનારે કોઈ પજ મુલ પરિસ્થિતિમાં પોતાની વિવેક-બુદ્િ દ્રાર જ (કોઈ બાહ્ય સાધનથી નહીં) પોતાને બચાવી લેવો જોઈએ. વસ્તુતઃ આત્મર્દાટુ જ તમામ વિપાત્તિઓમાંથી બચવાનું એકમાત્ર સાધન છે. || પફ-૫૮ ॥ ઉદ્ધવજીએ કહ્યું - ભગવન્! આપ સમસ્ત વક્તાઓના શિરોમણિ છે. હું દુ્જનો દ્વારા કશયેલા તિરસ્કારને અત્યંત અસહ્ય સમજું છું, તેથી, આવી પરિસ્થિતિને હું વશ ન થાઉ, ઉદાસીન રહું તેવો ઉપદેશ મને આપવાની કૃપા કરો, જેથી હું, તે ઉપદેશને જીવનમાં ધારણ કરી શકું. |! ૫૯ ।! ૨. આત્માગ્રહણનિષ્વન્ન પણ્ વૈકલ્િ્ક બ્રમમ્ । ૨. ત્ડપિ વા ! ૩. સન્નિરુદ્ર | ૪, ભૃત્મા । પ. પ્રકલિતઃ | ૬. ભો! અ૦ ૨૩] અગિયારમો સ્કંધ 723 વિદુષામપિ વિશ્વાત્મન્ પ્રકૃતિર્ડિ બલીયસી | ત્ર્તે ત્વદ્ધર્મનિરતાન્ શાન્તાસ્તે ચરણાલયાન્ || ૬૦॥ હે વિશ્વના આત્મા! પ્રકૃતિ તો અત્યંત બળવાન છે. તે વિદ્વાનોને પણ ચંચળ કરી દે છે. ફક્ત તે લોકો જ આ પ્રકૃતિથી છૂટી શકે છે, જે આપના શરણમાં આવ્યા છે. જે હંમેશાં આપના જ ભાગવતધર્મમાં લાગેલા છે, શાંત છે, ખરેખર આપના એ શરજ્ઞાગત ભક્તો જ આ પ્રપંચથી વ્યથિત થતા નથી. || ૬૦ |! ડ્્ક્— ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમર્હસ્યાં સંહિતાયાં એકાદશસ્કન્ધે દ્વાવિંશોડધ્યાયઃ ॥ ૨૨ ॥ અગિયારમા સ્કંધ-અંતર્ગત બાવીસમો અધ્યાય સમાપ્ત.