એકત્રીસમો અધ્યાય શ્રીભગવાનનું સ્વધામગમન “શુક ઉવાચ અથ તત્રાગમદ્ બ્રહ્મા ભવાન્યા ચ સમં ભવઃ | મહેન્દ્રપ્રમુખા દેવા મુનયઃ સપ્રજેશ્વરાઃ || ૧। પિતરઃ સિદ્ધગન્ધર્વાં વિધાધરમહોરગાઃ | ચારણા યક્ષરક્ષાંસિ કિન્નરાપ્સરસો દ્રિજાઃ ॥ ૨|| દ્રષ્ટુકામા ભગવતો નિર્યાણં પરમોત્સુકાઃ | ગાયત્તશ્ચ ગૃણન્તશ્ચ શૌરેઃ કર્માણિ જન્મ ચ ॥૩॥ વવૃષુઃ પુષ્યવર્ષાણિ વિમાનાવલિભિર્નભઃ | કુર્વન્તઃ સડકુલં રાજન્ ભક્ત્યા પરમયા યુતાઃ | ૪॥ ભગવાન્ પિતામહે વીક્ષ્ય વિભૂતીરાત્મનો વિભુઃ સંયોજ્યાત્મનિ ચાત્માનં પવ્મનેત્રે ન્યમીલયત્ ॥ ૫॥ લોકાભિરામાં સ્વતતું ધારણાધ્યાનમડ્રલમ્ | યોગધારણયાડડગ્નેય્યાડદગ્ધ્વા ધામાવિશત્ સ્વકમ્ || ૬|| દિવિ દુન્દુભયો નેદુઃ પેતુઃ સુમનસશ્ચ ખાત્ ! સત્યં ધર્મો ધૃતિર્ભમેઃ કીર્તિઃ શ્રીશ્ચાનુ તં યયુઃ ॥ ૭॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! દારુકના ગયા પછી બ્રહ્માજી, શિવ-પાર્વતી, ઇન્દ્રાદિ લોકપાલો, મરીચિ વગેરે પ્રજાપતિઓ, મોટા-મોટા ત્દષિ-મુનિ, પિતૃઓ, સિદ્ધો, નાગો, ગંધર્વો, વિદયાધરો, ચારણો, યક્ષ-રક્ષસો, કિન્નરો, અપ્સરાઓ, ગરુડલોકનાં વિવિધ પક્ષીઓ તથા મૈત્રેય વગેરે. બ્રાહ્મણો ભગવાનના પરમધામ-પ્રસ્થાનને જોવા માટે ભારે ઉત્સાહ સાથે ત્યાં આવ્યા. તે બધા ભગવાન શ્રીકૃષ્ણનાં જનમ્ અને લીલાઓનું ગાન અને વર્ણન કરી રહ્યા હતા. તેમનાં વિમાનોથી પૂરું આકાશ છવાઈ ગયું હતું. તેઓ ખૂબ ભક્તિથી ભગવાન પર પુષ્પોની વૃષ્ટિ કરી રહ્યા હતા, ॥ ૧-૪ ॥ સર્વવ્યાપક ભગવાન શ્રીકૃષ્ણે પોતાની જ વિભૂતિ- . સ્વરૂપ લોકપિતામહ બ્રહ્માજીને, અન્ય દેવતાઓને અતે શ્શષિ-મુનિઓને પોતાના આત્મસ્વરૂપમાં સ્થિત કરી કમળ જેવાં નેત્રો બંધ કર્યા. 1 ૫ || ભગવાનનો મંગળમય વિગ્રહ ઉપાસકો માટે ધારણા અને ધ્યાનનો પરમમંગળકારી આશ્રય છે, સમસ્ત લોકોનો પણ આશ્રય છે અને બધાંને આનંદ પ્રદાન કરનાર છે. હા માટે ભગવાન પોતાના મંગળમય વિગ્રહને યોગધારણાના અગ્નિથી દગ્ધ કર્યા વિના જ સશરીર પોતાના ધામમાં ચાલ્યા ગયા. ૬ || તે સમયે સ્વર્ગમાં નગારાં વાગવા લાગ્યાં અને આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી. પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણની પાછળ-પાછળ ભૂમિ પરથી સત્ય, ધર્ષ, ધૈર્ય, કીર્તિ અને શ્રીદેવી પણ ચાલ્યાં ગયાં. 1૭ | 766 શ્રીમદભાગવત, [અ૦ ૩૧ દેવાદયો બ્રહ્મમુખ્યા ન૧ વિશન્તં સ્વધામનિ ! અવિજ્ઞાતગતિં કૃષ્ણં દદંશુશ્વાતિવિસ્મિતાઃ ॥ ૮॥ સૌદામન્યા* યથાડડકાશે યાન્ત્યા” હિત્વાડભ્રમણ્ડલમ્ | . ગતિર્ન લક્ષ્તે મર્ત્યસ્તથા કૃષ્ણસ્ય દૈવતૈઃ 1 ૯॥ બ્રહ્મરદ્રાદયસ્તે તુ દૅષ્ટ્વા યોગગતિં હરેઃ । વિસ્મિતાસ્તાં પ્રશંસન્તઃ સ્વં સ્વં લોકં યયુસ્તદા ॥ ૧૦॥ રાજન્ પરસ્ય તનુભૃજ્જનનાપ્યયેહા માયાવિડમ્બનમવેહિ યથા નટસ્ય | સૃષ્ટ્વાડડત્મનેદમનુવિશ્ય વિહત્ય ચાત્તે સંહત્ય ચાત્મમહિમોપરતઃ સ આસ્તે 1૧૧ મર્ત્ત્ત યો ગુરુસુતં યમલોકનીતં ત્વાં ચાનયચ્છરણદઃ પરમાસ્ત્રદગ્ધમ્ | જિગ્યેડન્તકાન્તકમપીશમસાવનીશઃ કિં સ્વાવને સ્વરનયન્મૃગયું સદેહમ્ ॥૧૨॥ તથાપ્યશેષસ્થિતિસમ્ભવાપ્યયે- ષ્વનન્યહેતુર્યદશેષશક્તિધૃક્ 1 તૈચ્છત્ પ્રણેતું વપુરત્ર શેષિતં મર્ત્યન કિં સ્વસ્થગતિં પ્રદર્શયન્ | ૧૩॥ ય એતાં પ્રાતરુત્થાય કૃષ્ણસ્ય પદવી પરામ્ | પ્રયતઃ કીર્તવેદ્ ભક્ત્યા તામેવાખોત્યનુત્તમામ્ ॥ ૧૪॥ ભગવાન શ્રીકૃષ્ણની ગતિ મન અને વાણીથી પર છે. તેથી તો ભગવાન જ્યારે પોતાના ધામમાં પ્રવેશ કરવા લાગ્યા ત્યારે બ્રહાદિ દેવતાઓ પણ તેમને જોઈ શક્યા નહીં. આ ઘટનાથી તેમને ભારે આશ્ચર્ય થયું. | ૮ ।। જે પ્રમાણે વીજળી આકાશમાં વાદળોમાંથી નીકળે છે અને તુરંત આકાશમાં વિલીન થઈ જાય છે, તેને કોઈ માણસ જોઈ શકતો નથી; તે જ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણની નિજધામમાં પ્રવેશ કરવાની લીલાને જોવા માટે ત્યાં જેટલા પણ મોટા-મોટા દેવતાઓ, ત્રષિ-મુનિ આવ્યા હતા, કોઈ પણ જોઈ શક્યા નહીં. || ૯ ॥ બ્રહ્માજી અને ભગવાન શંકર આદિ દેવતાઓ ભગવાનની આ પરમયોગમયો ગતિ જોઈને ભારે આશ્ચર્ય સાથે તેમની સ્તુતિ કરતા-કરતા પોતપોતાના લોકમાં ચાલ્યા ગયા. || ૧૦ ॥ “-7 પરીક્ષિત! જેમ નટ અનેક પ્રકારના સ્વાંગ (વેશ) લે છે, પરંતુ તે બધાથી નિર્લેપ રહે છે; તે જ પ્રમાણે ભગવાનનો મનુષ્યોની જેમ જન્મ લેવો અને પછી તેમનું અંતર્ધાન થઈ જવું, અનેક પ્રકારની લીલાઓ કરવી, આ બધું તેમની માયાનો વિલાસ જ છે - અભિનય જ છે.તેઓસ્વયં આ જગતની રચના કરીને એમાં પ્રવેશ કરીને વિહાર કરે છે અને અંતમાં સંહાર- લીલા કરીને બધાંથી ઉપરત થઈને પોતાના અનંત મહિમામય સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. 1 ૧૧ 11 પ્રિય પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણ યમપુરીમાં ગયેલા ગુરુપુત્રને તેના તે જ મનુષ્ય શરીર સાથે પાછો લઈ આવ્યા. હે પરીક્ષિત! તમારું શરીર જે બ્રહ્માસ્ત્રથી બળી ચૂક્યું હતું તેને તેમણે જીવતું કરી દીધું; તેમણે કાલના પલ્ર મહાકાલ શંકરને પણ યુદ્ધમાં જીતી લીધા.જરા વ્યાધ કે જેણે કેટલો ભયંકર અપરાધ કર્યો, તેમ છતાં તેના અપરાધને ક્ષમા કરીને તેને સદેહે સ્વર્ગમાં મોકલી આપ્યો; તો શું સર્વસમર્થ પ્રભુ શ્રીકૃષ્ણ પોતાના શરીરને અહીં રાખી નહોતા શક્તા? અવશ્ય રાખી શકતા હતા, તેમાં આશ્ચર્ય જ શું. છે?॥૧૨ ॥ ભગવાન શ્રીકૃષ્ણ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારના નિરપેક્ષ કારણ છે, સંપૂર્ણ શક્તિઓને ધારણ કરવાવાળા છે. તો પછી પોતાના શરીરને રાખવું તેમના માટેકઈ મોટી વાત હતી? ભગવાને સંપૂર્ણ યાદવોનો સંહાર થઈ ગયા પછી પોતાના શરીરને પલ્ બચાવી લેવાની ઇચ્છા ન કરી, (આટલી વિશાળ દ્વારકાનગરીનું એશ્વર્ય અને પોતાના કુટુંબ પ્રત્યે પૂર્ણ અનાસક્ત થઈને પોતાના દિવ્ય ધામમાં ગયા.) “મનુષ્ય શરીર દ્વારા યોગીએ કઈ રીતે પોતાના દિવ્ય ધામની યાત્રા કરવી જોઈએ,’ શું આ જ આચરણ શીખવવા માટે ભગવાને આવી લીલા કરી છે? અર્થાત્યોગીઓ સિદ્ધિઓ દ્વારા પોતાના શરીરને બચાવી રાખવાની અને સંસાર, ઘર, પરિવાર વગેરેમાં રમણ કરવાની ઇચ ન કરે; પૂર્ણરૂપે અનાસક્ત થઈને પોતાના દિવ્યધામ (પરમપદ)ની યાત્રા કરે. 1૧૩ | જે મનુષ્ય પ્રાતઃકાળે ઊઠીને ભગવાન શ્રીકૃષ્ણના પરમધામ- ૧. નિવિશન્ત ! ૨. સૌદામની । ૩. યાતિ ! અ૦૩૧] અગિયારમો સ્કંધ 767 દારુકો દ્વારકામેત્ય વસુદેવોગ્રસેનયોઃ । પતિત્વા ચરણાવસૈર્ન્યષિઞ્યત્ કૃષ્ણવિચ્યુતઃ | ૧૫॥ કથયામાસ નિધનં વૃષ્ણીનાં કૃત્સ્નશો નૃપ । તચ્છુત્વોદ્રિગ્નહદયા જનાઃ શોકવિમૂ્ચ્છિતાઃ ॥ ૧૬॥ તત્ર સ્મ ત્વરિતા જગ્મુઃ કૃષ્ણવિશ્લેષવિહલાઃ5 । વ્યસવઃ શેરતે યત્ર જ્ઞાતયો ઘ્નન્્ત આનનમ્ । ૧૭॥ દેવકી રોહિણી ચૈવ વસુદેવસ્તથા સુતૌ કૃષ્ણરામાવપશ્યન્તઃ શોકાર્તા વિજહુઃ સ્મૃતિમ્ ॥ ૧૮॥ પ્રાણાંશ્ચ વિજહુસ્તત્ર ભગવદ્રિરહાતુરાઃ | ઉપગુદ્ય પતીસ્તાત ૨ ચિતામારુરુહુઃ સ્ત્રિયઃ || ૧૯॥ શમપત્યશ્ષ તહદેહમુપગુદ્યાગ્નિમાવિશન્ | વસુદેવપત્ન્યસ્તદગાત્રં પ્રધુમ્નાદીન્ હરેઃ સ્નુષાઃ । કૃષ્ણપત્યોડવિશજ્ઞગ્નિં રુક્મિણ્યાદ્યાસ્તદાત્મિકાઃ ॥ ૨૦॥ અર્જુનઃ પ્રેયસઃ સખ્યુઃ કૃષ્કાસ્ય વિરહાતુરઃ | આત્માનં સાન્ત્વયામાસ કૃષ્ટાગીતેઃ સદુક્તિભિઃ ॥ ૨૧॥ બન્ધૂનાં નષ્ટગોત્રાણામર્જુનઃ સામ્પરાયિકમ્ । હતાનાં કારયામાસ યથાવદનુપૂર્વશઃ ॥ ૨૨॥ દ્વારકાં હરિણા ત્યક્તાં સમુદ્રોડપ્લાવયત્ ક્ષણાત્ ! વર્જવિત્વા મહારાજ” શ્રીમદ્ધગવદાલયમ્ ॥ ૨૩॥ નિત્યં સજ્ઞિહિતસ્તત્ર ભગવાન્ મધુસૂદનઃ । સ્મૃત્યાડશેષાશુભઠરં સર્વમક્ાલમડ્લમ્ || ર૪॥ સ્ત્રીબાલવૃદ્ધાનાદાય હતશેષાન્ ધનગ્જયઃ | ઇન્દ્રપ્રસ્થં સમાવેશ્યર્જ વ્જં તત્રાભ્યયેચયત્ || રપ॥ ગમનની આ કથાનું એકાગ્રતા અને ભક્તિ સાથે કીર્તન કરશે, તેને ભગવાનનું તે જ સર્વશ્રેષ્ઠ પરમપદ પ્રાપ્ત થશે. !! ૧૪ || આ બાજુ દારુક ભગવાન શ્રીકૃષ્ણના વિરહમાં વ્યાકુળ થઈને દ્વારકા આવ્યા અને વસુદેવજી તથા ઉગ્રસેનના ચરણોમાં પડીને આંસુ વહાવવા લાગ્યા. ॥ ૧૫ ॥ પરીક્ષિત! પછી તેમણે પોતે સ્વસ્થ થઈને યાદવોના વિનાશનું પૂરેપૂરું વર્ણન કહી સંભળાવ્યું. તે સાંભળીને લોકો અત્યંત દુઃખી થયા અને શોકની પ્રબળતાથી મૂર્છિત થઈ ગયા. ॥।૧૬ || ભગવાન શ્રીકૃષ્ણના વિયોગથી વિહ્વળ થઈને તે લોકો માથાં ફૂટતાં ત્યાં ગયા, જ્યાં તેમના ભાઈ-બાંધવો નિષ્પ્રાણ થઈને પડેલા હતા. ॥ ૧૭ ॥ દેવકી, રોહિણી અને વસુદેવજી પોતાના પ્રિય પુત્ર શ્રીકૃષ્ણ અને બલરામને ન જોઈ શોકાકુળ થઈ બેહોશ થઈ ગયાં. 1૧૮ || તેમણે ભગવાનના વિરહથી વ્યાકુળ થઈને પોતાના પ્રાણ છોડી દીધા. અન્ય સ્ત્રીઓએ પોતપોતાના પતિઓનાં શબ ઓળખીને તેમને ફૃદયે લગાડી દીધાં અને તેમની સાથે ચિતા પર બેસીને ભસ્મ થઈ ગઈ, ॥ ૧૯ ॥ બલરામજીની પત્તીઓ તેમના શરીરને, વસુદેવજીની પત્નીઓ તેમના શબને અને ભગવાનની પુત્રવધૂઓ પોતાના પતિઓનાં શબ લઈને અગ્નિમાં પ્રવેશી ગઈ. ભગવાન શ્રીકૃષ્ણની રુક્મિણી આદિ પટરાણીઓ ભગવાનના ધ્યાનમાં મગ્ન થઈને અગ્નિમાં પ્રવેશી ગઈ. || ૨૦ |! ર પરીક્ષિત! અર્જુન પોતાના પ્રિયતમ અને મિત્ર એવા ભગવાન શ્રીકૃષ્ણના વિરહથી અત્યંત વ્યાકુળ થઈ ગયા, પછી તેમણે ભગવાનના ગીતા-ઉપદેશનું સ્મરણ કરીને પોતાના મનને સંભાળી લીધું. ॥ ૨૧ ।। ન્ યદુવંશના મૃત્યુ પામેલા વ્યક્તિઓને પિંડ આપનાર કોઈ ન હતું. તેથી તેમનાં શ્રાદ્ધ અર્જુને ક્રમશઃ કરાવ્યાં. |! ૨૨ || મહારાજ! ભગવાનના ન રહેવાથી સમુદ્રે એકમાત્ર ભગવાન શ્રીકૃષ્ણના નિવાસસ્થાનને છોડીને એક જ ક્ષણમાં સંપૂર્ણ દ્વારકા નગરીને ડુબાડી દીધી, || ૨૩ ॥ ભગવાન શ્રીકૃષ્ણનો ત્યાં સદા-સર્વદા નિવાસ છે. તે. સ્થાન સ્મરણમાત્રથી જ સઘળાં પાપ-તાપનો નાશ કરવાવાળું અને સર્વ મંગળોનું મંગળ છે. | ૨૪ ॥ પ્રિય પરીક્ષિત! પિંડદાન પછી ત્યાં જે સ્ત્રીઓ અને વૃદ્ધ વગેરે બચી ગયાં હતાં તેમને લઈને અર્જુન ઇન્દ્રપ્રસ્થ આવ્યા. ત્યાં બધાંને યથાયોગ્ય વસાવીને અનિસુદ્ધના પુત્ર વજનો મથુરામંડળનો રાજ્યાભિષેક કરી દીધો. 1 રપ ॥ ૧. કૃષ્ણ કૃષ્ણૅતિ વિક્લા: ! ર. પર્તીસ્તા વૈ | ૩. મહાભાગ ! ૪. સમાવિશ્ય | 768 શ્રીમદભાગવત [૦૩૧ શ્રુત્વા સુહદ્રધં રાજન્રર્જુનાત્તે પિતામહાઃ । ત્વાં તુ વંશધરં કૃત્વા જગ્મુઃ સર્વે મહાપથમ્ ॥ ૨૬॥ ય એતદ્ દેવદેવસ્ય વિષ્જ્ોઃ કર્માણિ જન્મ ચ | કીર્તયેચ્છૂદ્યા મર્ત્યઃ સર્વપાપૈઃ પ્રમુચ્યતે || ૨૭॥। ઇત્થં હરેર્ભગવતો રુચિરાવતાર- વીર્યાણિ બાલચરિતાનિ ચ શન્તમાનિ । અન્યત્ર ચેહ ચ શ્રુતાનિ ગૃણન્ મનુષ્યો ભક્તિ પરાં પરમહંસગતૌ લભેત || ર૮॥ રાજન્! તમારા પિતામહ યુધિષ્ઠિર વગેરે પાંડવોને અર્જુન દ્વારા એ વાત જા્રવા મળી કે યદુવંશીઓનો સંહાર થઈ ગયો છે. ત્યારે તેઓ પોતાના પૌત્ર એવા તમને રાજ્યપદ પર બેસાડી હિમાલયની યાત્રા માટે તીકળી ગયા.॥૨૬ ॥ | મેં તમને દેવતાઓના પણ આરાધ્ય દેવ ભગવાન શ્રીકૃષ્ણની જન્મલીલા અને કર્મલીલા સંભળાવી. જે મનુષ્ય શ્રદ્ધા સાથે આનું સંકીર્તન કરે છે તે સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે. ર૭ ॥ પરીક્ષિત! આ શ્રીમદ્ભાગવતજીમાં અને અન્ય પુરાણ્ોમાં ગાયેલી કલ્યાણકારી અને મનોહર એવા શ્રીકૃષ્ણ પ્રભુની બાળલીલા અને દિવ્ય લીલાઓ તેમજ અવતાર- લીલાઓનું સંકીર્તન વગેરે જે કરે છે, તે પરમહંસ મુનિઓ જેને પામી શકે તેવી ભગવાન શ્રીકૃષ્ણની પરાભક્તિ પામે છે.1૨૮॥ ક્ક્કકનક ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં એકાદશસ્કન્ધે એકત્રિંશોડધ્યાયઃ ॥ ૩૧ || અગિયારમા સ્કંધનો એકત્રીસમો અધ્યાય સમાપ્ત.
શ્રીભગવાનનું સ્વધામગમન
કળિયુગના રાજવંશોનું વર્ણન ચજોશચ - સ્વધામાનુગતે કૃષ્ણે યદુવંશવિભૂષણે ! કસ્ય વંશોડભવત્ પૃથ્્યામેતદાચક્ષ્વ મે મુને ॥ ૧॥ Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.