Śrīmad Bhāgavatam

ભગવાનના અવતારોનું વર્ણન ચજોવાર યાનિ યાનીહ કર્માણિ યૈર્યેઃ સ્વચ્છન્દજન્મભિઃ । ચક્રે કરોતિ કર્તા વા હરિસ્તાનિ બ્રુવન્તુ નઃ !૧॥

ભક્તિહીન મનુષ્યોની ગતિ અને ભગવાનની પૂજાવિધિનું વર્ણન ચજ્નેશચ ભગવત્તં હરિં પ્રાયો ન ભજન્ત્યાત્મવિત્તમાઃ | તેષામશાન્તકામાનાં કા નિષ્ઠાડવિજિતાત્મનામ્‌ ॥
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

ઠઠ _ચોયો અધ્યાય ભગવાનના અવતારોનું વર્ણન ચજોવાર યાનિ યાનીહ કર્માણિ યૈર્યેઃ સ્વચ્છન્દજન્મભિઃ । ચક્રે કરોતિ કર્તા વા હરિસ્તાનિ બ્રુવન્તુ નઃ !૧॥ કુમિલ ઉવાચ! યો વા અનત્તસ્ય ગુણાનનન્તા- નનુક્રમિષ્યન્‌ સ તુ બાલબુદ્વિઃ | રજાંસિ ભૂમેર્ગણયેત્‌ કથગ્ચિત્‌ કાલેન નૈવાખિલશક્તિધામ્નઃ૨ ॥ ર॥ ભૂતેર્યદા પગ્ચભિરાત્મસૃષૈઃ પુરં વિરાજ વિરચચ્ય તસ્મિન્‌ | સ્વાંશેન વિષ્ટઃ પુરુષાભિધાન- મવાપ નારાયણ આરદિદેવઃ 1૩) યત્કાય એષ ભુવનત્રયસસ્િવેશો”* યસ્થેન્દ્રિયેસ્તનુભૃતામુભયેન્દ્રિયાણિ |! જ્ઞાનં સ્વતઃ શ્રસતતો બલમોજ ઈહા સત્તવાદિ[ભિઃ સ્થિતિલયોદ્વવ આદિકર્તા ॥ ૪॥ આદાવભૂચ્છતધૃતી રજસાડસ્ય સર્ગે વિષ્ણુઃ સ્થિતૌ કતુપતિર્હિજધર્મસેતુઃ | સુદ્રોડપ્યયાય તમસા પુરુષઃ સ આધ ઇંત્યુદ્વસ્થિતિલયાઃ સતતં પ્રજાસુ ॥૫॥ નિમિરાજાએ પૂછ્યું - હે યોગીશ્વરો! ભગવાન પોતાના ભક્તોની ભક્તિને વશ થઈને પોતાની ઇચ્છા પ્રમાણે અનેક પ્રકારના અવતાર લઈને અનેક પ્રકારની લીલા કરે છે. કૃષા કરીને આપ ભગવાનની તે લીલાઓનું વર્ણન કરો જે તેઓ અત્યાર સુધીમાં કરી ચૂક્યા છે, કરી રહ્યા છે અને ભવિષ્યમાં કરવાના છે. |!૧ ॥ સાતમા યોગીશ્વર શ્રી કુમિલજીએ કહ્યું - રાજન્‌! ભગવાન અનંત છે, તેમના ગુણ પણ અનંત છે. આવા તે અનંત ભગવાનના ગુણોનું કરમશઃ સંપૂર્ણયણે વર્ણન કોઈ કરી શકે એમ નથી. જો કોઈ એવું વિચારે કે “હું ભગવાનના ગુણોનું ક્રમશઃ પૂરેપૂરું વર્જન કરી શકું છું’ તો ખરેખર તે મંદબુદ્ધિ છે. પૃથ્વી પ્રના રજકણોને ગણી શકવા બિલકુલ ખસંભવ છે, પરંતુ કદાચ તે પણ કોઈ ભલે ગણી લે, પરંતુ સમસ્ત શક્તિઓના આશ્રયે’એવા ભગવાનના અનંત ગુબ્રોનો પાર કોઈ પામી શકતું નથી. ર 1 ભગવાને પોતે સર્જેલાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ - વગેરે પાંચ ભૂતોથી સૃષ્ટિની રચના કરી. તેમણે જ વિસટ બ્રહ્માંડનું નિર્માણ કરીને લીલામાત્રથી પોતાના અંશરૂપે અંતર્યામી થઈ તેમાં પ્રવેશ કર્યો. તે આદિદેવ નારાયણને જ “પુરુષ’ નામે કહેવામાં આવ્યા છે. ૩ ॥ આ સમગ્ર ત્રિભુવન ભગવાનનું જ રૃપ છે. તેમની જ શક્તિર્થી સમસ્ત દેહધારી પ્રાણીઓની જ્ઞાનેન્દ્રિયો અને કર્મન્દ્રિયો બની છે. તે જ બધાં પ્રાણીઓમાં અંતર્યામી રૂપે રહેલા છે[તેમની ઉપસ્થિતિથી જ બધાંમાં જ્ઞાનશક્તિનો સંચાર થાય છે, તેઓ જ પ્રાથરૂપે બધાંમાં રહેલા છે. તેમની જ શક્તિથી * બધાંને શારીરિક અને માનસિક બળ મળે છે અને ક્રિયા કરવાની શક્તિ પણ પ્રાપ્ત થાય છે. તેઓ જ આદ્િકર્તા ભગવાન નારાયણ સત્ત્વાદે ત્રણે ગુણો દ્વારા સંસારની ઉત્પતિ, સ્થિતિ અને પ્રલય કરે છે. આ બધો તેમનો લીલા-વિલાસ જ છે.1૪॥ તેજ આદિપુરુષ ભગવાન ન્સરાયણ સર્વપ્રથમ વિશ્વની રચના માટે રજોગુણ દ્વારા બ્રહ્માના રૂપમાં પ્રગટ થયા તથા તે જ યજ્ઞોના અધિપાતે ભગવાન નારાયણ સત્ત્વગુણનો સ્વીકાર, કરીને બ્રાહ્મણો અને ધર્મની મર્યાદા રાખવા માટે તથા વિશ્વના ભરણ-પોષણ માટે વિષ્ણુરૂપ બન્યા. તે જ આદિપુરુષ નારાયણ તમોગુણ દ્વારા રુદ્રૂપે આ સૃષ્ટિનો સંહાર કરે છે. આ પ્રમાણે. આ પ્રપંચની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય ત્રણેય તેમના દ્વારા નિરંતર થતાં રહે છે. 1૫ ॥ ૧. હીવિડ ઉવાચ 1 ર. વ્સત્વધામ્નઃ 1 ૩, ન્સમિવિષ્ટઃ 1 820 શ્રીમદભાગવત [અબજ ધર્મસ્ય દક્ષદુહિતર્યજનિષ્ટ મૂર્ત્યાં” નતારાયણો નર ક્ષિપ્રવરઃ પ્રશાન્તઃ | નૈષ્કર્મ્લલક્ષણમુવાચ ચચાર કર્મ યોડઘાપિ ચાસ્ત ્દષિવર્યનિપેવિતાડ્રિઃ ॥ ૬! ઇન્દ્રો વિશફક્ય મમ ધામ જિથઘૃક્ષતીતિ કામં ન્યયુફ્ક્ત સગણં સ બદર્યુપાખ્યમ્‌ । ગત્વાડપ્સરોગણવસત્તસુમન્દવાતેઃ સ્ત્રીપ્રેક્ષણેષુભિરવિધ્યદતન્મહિજઞઃ ॥૭॥ વિશ્ઞાય શક્રકૃતમકમમાદિદેવઃ પ્રાહ પ્રહસ્ય ગતવિસ્મય એજમાનાન્‌ | માચ ભૈષ્ટ ભો મદન મારુત દેવવધ્વો ગૃદ્ીત નો બલિમશુત્યમિમં કુરુધ્વમ્‌ ॥ ૮॥ ઇત્થં બ્રુવત્મભયદે નરદેવ દેવાઃ સદ્રીડનપ્રશિરસઃ સધઘૃણં તમૃચુઃ। નૈતદૂ વિભો ત્વષિ પરેડવિકૃતે વિચિત્ર સ્વારમધીરનિકરાનતપાદપવ્યો ॥૯॥ ત્વાં સેવતાં સુરકૃતા બહવોડન્તરાયાઃ સ્વૌકો વિલડધ્ય પરમં વ્રજતાં પદં તે | નાન્યસ્ય બર્હિષિ બલીન્‌ દદતઃ સ્વભાગાન્‌ ધત્તે પદ ત્વમાવિતા યદિ વિખમૂર્ધધિ ॥ ૧૦॥ 5) દક પ્રજાપતિની એક પુત્રીનું નામ હતું મૂર્તિ. તે ધર્મનાં પત્ની હતાં. તેમને ત્યાં ત્દયિશ્રેષ્ઠ, શાંતમૂર્તિ નર-નારાયણના રૂપમાં આપે અવતાર લીધો. આ અવતારમાં આપે આત્મતત્ત્તના સાક્ષાત્કાર કરાવનારા ‘ભગવદ્‌-આરાધનારૂપી’ કર્મનો ઉપદેશ આપ્યો, કે જે કર્મબંધનથી મુક્ત કરનારો અને નિષ્કામભાવને પ્રાપ્ત કરાવનારો છે. આપે પોતે તે વિધિથી કર્મોનું આચરણ કર્યું અને આજે પશ લોક-કલ્યાશ્ના હેતુથી આપ બદરિકાશ્રમમાં નર-નારાયલરૂપે બિરાજી રહ્યા છો. મોટા-મોટા જષિ-મુઃનનિઓ આપના ચરશ્કમળની સેવા કરે છે. || ૬ ॥ એક સમયની વાત છે - નર-નારાયણના ઉગ્ર તપને જોઈને ઇન્દ્રને શંકા થઈ કે, આ લોકો તપસ્યા કરીને મારા સ્વર્ગને છીનવી લેવા ઇચ્છે છે, ત્યારે તેણે તેમની તપસ્યામાં વિધ્ન નાખવા માટે કામદેવને તેના સૈન્ય સાથે બદરિક્ાશ્રમમાં મોકલ્યો. કામદેવ ભગવાન નર-નારાયણનો મહિમા જાણતો ન હતો, તેથી તે સૈન્ય સાથે અર્થાત્‌ અપ્સરાઓ, વસંતત્રતુ તથા મંદ સુગંધિત વાયુની સાથે ત્યાં જઈને સ્ત્રીઓનાં કટાક્ષબાણોથી તેમને ઘાયલ કરવા લાગ્યો. || ૭ 11 ભગવાન નારાયણ જાણી ગયા કે આ બધું ઇન્દ્રનું કરતૂત છે. કામદેવનું સૈન્થ ભગવાન નર-નારાયણના પ્રભાવને જાણીને ભયથી કાંપવા લાગ્યું. કોઈપણ પ્રકારના આશ્ચર્ય વિના આપે પ્રસન્નવદને અભયદાન આપતાં કામદેવને કહયું ક, “હે મદન! વાયુદેવ અને અપ્સરાઓ! અમે આપનું સ્વાગત કરીએ છીએ. તમો ગભરાયા વિના અમારા આશ્રમના અતિથિ તરીકે અમારા આતિથ્યનો સ્વીકાર કરો. આ આશ્રમને અતિથિ- રહિત ન કરો. ॥ ૮ ॥ રાજન્‌! જ્યારે નર-નારાયણ ત્દપિઓએ તેમને અભયદાન આપતાં આ પ્રમાણે કહ્યું ત્યારે કામદેવ વગેરેનાં મસ્તકો શરમથી ઝૂકી ગયાં. ક્ામદેવે દયાળુ ભગવાન નર- નારાયણને કહ્યું, ‘પ્રભુ! આ આપના માટે કોઈ આશ્ચર્યની વાત નથી, કેમકે, આપ પરબ્રહ્મસ્વરૂપ છો અને નિર્વિકાર છો. મોટા- મોટા આત્મજ્ઞાની અને વિવેકી મહાત્માઓ નિરંતર આપના ચરણકમળમાં પ્રણામ કરે છે. | ૯ ॥ જે લોકો દેવતાઓની આરાધના માટે યજ્ઞ વગેરેમાં દેવતાઓના નામે તેમને હવિર્ભાગ અર્પણ કરે છે તેમના અનુષ્ઠાનમાં તો દેવતાઓ [વિધ્ન નાખતા નથી, પરંતુ આપના ભકતો જઘારે આપની ભક્તિ કરે છે ત્યારે તેમાં દેવતાઓ અનેક વિધ્નો નાખે છે. તેઓ એવું વિચારે છે કે, આ ભક્ત અમારા સ્વર્ગને ઓળંગીને પરમપદને પ્રાપ્ત થઈ રહ્યો છે! પરંતુ પ્રભુ! આપના ભક્તોનું રક્ષણ આપ જ કરો છો. તેથી આપના ભક્તોનાં વિધ્નોના મસ્તક પર આપે પગ મૂકી દીધો છે તેવા આપના દ્વારા રક્ષિત ભક્તો આપના પરમપદને પ્રાપ્ત થાય છે. ૧૦ ॥ ૧. પૂર્યા | ૨. મા બેર્વિબો 1 અવ૪) અગિયારમો સ્કંધ 621 ક્ષુતુટત્રિકાલગુણમારુતજૈદ્ચશૈશ્ન્યા- નસ્માનપારજલધીનતિતીર્ય કેચિત્‌ | ક્રોધસ્ય યાન્તિ વિફલસ્ય વશં પદે ગો- ર્મજ્જન્તિ દુશ્ચરતપશ્ચ વૃથોત્સુજન્તિ || ૧૧1! ઇતિ પ્રગૃણતાં તેષાં સ્ત્રિયોડત્યહુતદર્શનાઃ । દર્શયામાસ શુશ્રૂષાં સ્વર્ચિતાઃ કુર્વતીર્વિભુઃ ॥ ૧૨॥ તે દેવાનુચરા દંષ્ટ્વા સ્ત્રિયઃ શ્રીરિવ રૂપિણીઃ । ગન્ધેન મુમુહુસ્તાસાં રૂપૌદાર્યહ્તાક્રેયઃ ॥ ૧૩॥ તાનાહ દેવદેવેશઃ પ્રણતાન્‌ પ્રહસજ્ઞિવ | આસામેકતમાં વૃડધ્વં સવર્ણા સ્વર્ગભૂષણામ્‌ ॥ ૧૪॥ ઓપિત્યાદેશમાદાય નત્વા તં સુરવન્દિનઃ | ઉર્વશીમપ્સરશશ્રેષ્ઠાં પુરસ્કૃત્ય દિવં યયુઃ ॥૧૫॥ ઇન્દ્રાયાનમ્ય સદસિ કહ્વતાં ત્રિદિવૌકસામ્‌ । ઊચુર્નારાયણબલં શકસ્તત્રાસ વિસ્મિતઃ ||૧૬॥ હૈસસ્વરૂપ્યવદદચ્યુત આત્મયોગં દત્તઃ કુમાર કધભો ભગવાન્‌ પિતા નઃ | વિષ્ણુઃ શિવાય જગતાં કલયાવતીર્ણ- સ્તેનાકૃતા મધુભિદા શ્રુતયો હઘાસ્વે 1૧૭॥ ગુપ્તોકપ્યયે મનુરિલૌષધયશ્ચ માત્સ્થે કૌડે હતો દિતિજ ઉદ્ધરતામ્ભસ: ક્ષમામ્‌ | કૌર્મે ધૃતોડદ્રિમૃતોન્મથને સ્વપૃષ્ઠે ગ્રાહાત્‌ પ્રપન્નમિભરાજમમુઝ્યદાર્તમ્‌ || ૧૮॥ કેટલાક લોકો એવા છે કે જે થુધા, તૃષા, ઠંડી, ગરમી, વરસાદ અને પવનની આંધી, જિહ્વાના સ્વાદ અને સંસારના ભોગોને પણ સહી લે છે, જે સહન કરવું ખૂબ કઠણ છે. આ પ્રમાણે તે અપાર મહાસાગર જેવા વેગોને તો પાર કરી લે છે, પરંતુ નિષ્ફળ એવા ક્રોધ તામના તદન નાના ખાબોચિયામાં ડૂબી જાય છે. અને આ રીતે પોતાની કઠોર તપસ્યાને વ્યર્થ ગુમાવી દે છે.’ ॥ ૧૬ ॥ જ્યારે કામદેવ, વસંત વગેરેએ ભગવાનનો સ્તુતિ કરી ત્યારે સર્વશક્તિમાન ભગવાને પોતાના યોગબળથી તેમની સામે જ કેટલીયે અનેક પ્રકારના આભૂપ્રણોથી વિભૂષિત ઉત્તમ પ્રકારની દિવ્ય અંગનાઓને પ્રગટ કરી. તે બધી જ ભગવાનની સેવા કરી રહી હતી. 1૧૨ ॥ જ્યારે દેવરાજ ઇન્દ્રના સેવકોએ લક્ષ્મી જેવી સ્વરૂપવાન સ્ત્રીઓને જોઈ ત્યારે આ સ્ત્રીઓના અત્યધિક સૌન્દર્યની સામે આ બધાં ઝાંખાં પડી ગયાં અને પ્રગટ થયેલી સ્ત્રીઓના શરીરમાંથી પ્રસરતી દિવ્ય ગંધથી મોહિત થઈ ગયાં. !! ૧૩ |! તેમનાં મસ્તક વિનમ્રતાથી ઝૂકી ગયાં ત્યારે દેવાધિદેવ ભગવાને હસતાં-હસતાં તેમને કહ્યું કે “તમે લોકો આ બધી સ્ત્રીઓમાંથી કોઈ એકને, જે તમને યોગ્ય લાગે, લઈ લો. તે તમારા સ્વર્ગની શોભામાં અભિવૂંહ્ે કરનારી હશે. ॥ ૨૪ ॥ દેવરાજ ઇન્દ્રના અનુચરોએ “જેવી આજ્ઞા’ એમ કહીને ભગવાનના આદેશનો સ્વીકાર કર્યો અને તેમને પ્રજ્ઞામ કરીને સ્ત્રીઓમાં શ્રેષ્ઠ અપ્સરા ઉર્વશીને લઈને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. ૧૫ ॥ ત્યાં જઈને કામદેવે સ્વર્ગના બધા દેવોની સામે ભરી સભામાં ભગવાન નર-નારાયણના બળ-પ્રભાવનું વર્ણન કર્યું. ઇન્દ્ર પોતાના કરતૂતને યાદ કરીને ભયભીત બત્તી ગયો તથા . ભગવાનના પ્રભાવનેજોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. 1૧૬ ॥ ભગવાન નારાયણે જ હંસરૂપમાં પ્રગટ થઈને આત્મયોગના વિષયમાં ઉપદેશ આપ્યો તથા તેમણે જ દત્તાત્રેય, સનત્કુમારો તથા અમારા પિતા ત્કષભદેવના રૂપમાં આત્મયોગના સંબંધમાં ઉપદેશ આપ્યો. તે જ ભગવાન જગતના કલ્યાણ માટે પોતાના અંશથી અવતાર લે છે, તેમણે જ હયગ્રીવ અવતાર લઈને મધુકૈટભ નામના અસુરોનો સંહાર કરીને તેમના દ્વારા ચોરાયેલા વેદોનો ઉદ્ધાર કર્યો. ॥ ૧૭ ॥ પ્રલયના સમથે મત્સ્યાવતાર ધારણ કરીને તેમણે જ સત્યવ્રત મનુની, પૃથ્વીની અને ઔષધિઓની રક્ષા કરી. વરાહ અવતાર ધારણ કરીને હિરણ્યાક્ષનો સંહાર કરીને રસાતળમાં ડૂબેલી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. ફર્માવતારમાં સમુદ્રમંથનના સમયે પોતાની પીઠ પર મંદરાચળને ધારણ કર્યો. આર્ત બનેલા શરણાગત ગજેન્દ્રને ગ્રાહની ચુંગાલમાંથી છોડાવ્યો. | ૧૮ || 622 શ્રીમદભાગવત [અ૦૪ સંસ્તુન્વતોડબ્ધિપતિતાગ્છ્મણાનૃષીશ્વ શક્ક ચ વૃત્રવધતસ્તમસિ પ્રવિષ્ટમ્‌ | દેવસ્ત્રિયોડસુરગૃહે પિહિતા અનાથા જબેડસુરેન્દ્રમભયાય સતાં નૃસિંહે 1૧૯1 ઠેવાસુરે યુધિ ચ દૈત્યપતીન્‌ સુરાર્થે હત્વાડન્તરેષુ ભુવનાન્યદધાત્‌ કલાભિઃ । ભૂત્વાડથ વામત ઇમામહરદ્‌ બલેઃ ક્ષમાં યાચ્ગાચ્છલેન સમદાદદિતેઃ સુતેભ્યઃ | ર૦॥ નિઃ્ષત્રિયામકૃત ગાં ચ ત્રિઃસમકૃત્વો રામસ્તુ ઉૈહયકુલાપ્યયભાર્ગવાગ્નિઃ | સોડબ્ધિં બબન્ધ દશવકત્રમહન્‌ સલકું સીતાપતિર્જયતિ લોકમલઇકીર્તિઃ | ૨૧। ભૂમેર્ભરાવતરણાય યદુષ્વજન્મા જાતઃ કરિષ્યતિ સુરેરપિ દુષ્કરાણિ । વાદૈર્વિમોહયતિ યશકૃતોડતદર્હાન્‌ શૂદ્રાન્‌ કલૌ ક્ષિતિભુજો ન્યહનિષ્યદન્તે ॥ ર૨॥! એવંવિધાનિ કર્માણિ જન્માનિ ચ જગત્પતેઃ ! ભૂરીણિ ભૂરિયશસો વર્ણિતાનિ મહાભુજ ॥ ર૩॥

  • «:એક સમયની વાત છે - વાલખિલ્ય ગ્દષિઓ તપસ્યા કરતાં-કરતાં અત્યંત દુર્બળ થઈ ગયા. તેઓ જ્યારે કશ્યપમુનિ માટે સમિધા લાવી રહ્યા હતા ત્યારે ગાયની ખરી જેટલા ખાડામાં પડી ગયા, જાશે-કે-ેઓ સમુદ્રમાં જ પડી ગયા હોય! તેમલ્લે ભગવાનની સ્તુતિ કરી, તો ભગવાને જ તેમનો ઉદ્ધાર કર્યો. વૃત્રાસુરનો વધ કરવાથી ઇન્દ્રને બ્રહ્મહત્યા લાગી હતી અને તે તેના ભયથી ભાગીને છુપાઈ ગયા ત્યારે ભગવાને ઈન્દ્રની તે હત્માથી રક્ષા કરી. દેવતાઓની સ્ત્રીઓને હિરલ્યકશિપુએ પોતાના મહેલમાં કેદ કરી રાખી હતી ત્યારે નરસિંહરૂપથી તેને મારીને તે સ્ત્રીઓને અસુરની ચુંગાલમાંથી છોડાવી અને પ્રહલાદ વગેરે સંતોને નિર્ભય કર્યા, ॥ ૧૯ ॥ ભગવાને જ દેવતાઓની રક્ષા માટે દેવાસુર-સંગ્રામમાં દૈત્ધપતિઓનો નાશ કર્યો અને જુદા-જુદા મન્વન્તરોમાં પોતાની શક્તિથી અનેક અંશાવતાર ધારણ કરીને ત્રિભુવનની રક્ષા કરી. ત્યાર પછી વામન અવતાર દ્વારા યાચનાના બહાને આ પૃદ્વીને દૈત્મરાજ બલિ પાસેથી લઈને અદિતિના પુત્રો ઉવતાઓ)ને આપી. | ૨૦ || પરશુરામ અવતાર ધારણ કરીને તેમણે પૃથ્વીને એકવીસ વાર ક્ષત્રિયો વિનાની કરી દીધી. આવા ભાર્ગવ રામ તો હૈહયવંશનો પ્રલય કરવા માટે જાણે ભૃગુવંશમાં અગ્નિરૂપે, મગટથયા હતા. તેમણે જ રામાવતારમાં સમુદ્ર પર સેતુ બાંધીને દશમુખ રાવણને તેના સૈન્ય સહિત માર્યો. શોક અને ભયનો નાશ કરનારી જેમની કૉર્તિ છે એવા સીતાપતિ શ્રીરામનો સદા જય થાઓ. ૨૧ ॥ હે રાજન્‌! અજન્મા હોવા છતાં પણ ભગવાન ભૂમિનો ભાર ઉતારવા માટે યદુવંશમાં જન્મ લેશે તથા મોટા-મોટા દેવતાઓ પલ્ણ જે કામ કરવા અસમર્થ છે, એવી અલૌકિક લીલા કરશે. આગળ જતાં બુદ્ધરૂપે અવતાર લેશે. યશના અનધિકારીઓ દ્વારા યજ્કાર્ય થતાં જોઈને તેમને અનેક ગ્રકારના તર્ક-વિતર્કથી મોહિત કરશે અને કલિયુગના અંતમાં કલ્કિ અવતાર લઈને શુદ્ર રાજાઓનો વધ કરશે. ।। ૨૨ ॥। મહાબાહુ વિદેઠરાજ! ભગવાનની કીર્તિ અનંત છે, મહાત્માઓએ જગત્પતિ ભગવાનનાં એવાં-એવાં અનેક જન્મ અને કર્મોનું વિપુલમાત્રામાં ગાન કર્યું છે. આ પ્રમાણે મેં ખૂબ જ સંક્ષેપમાં ભગવાનની દિવ્ય લીલાઓનું વર્ણન કર્યું, છે. (ભગવાન અનંત છે, તેમનાં જન્મ-કર્મ પણ અનંત છે.) ર૩॥ ક્ક્ક્ન- ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહસ્યાં સંહિતાયાં એકાદશસ્કન્ધે ચતુર્ધોડધ્યાયઃ ॥ ૪ ॥ અગિયારમાં સ્કંધ-અંતર્ગત ચોથો અધ્યાય સમાપ્ત.