નવમો અધ્યાય અવધૂત-ઉપાખ્યાન - ટિટોડીથી માંડીને ભમરી સુધીના સાત ગુરુઓની કથા ત્રાહ્્ર ઉવાચ અવધૂત દત્તાત્રેયજી કહે છે — રાજન્! માણસોને જે વસ્તુપદાર્થ પ્રિય લાગે છે, તેનો તે સંગ્રહ કરે છે અને તે જ તેના દુઃખનું કારણ પણ બની જાય છે, પરંતુ જે અકિંચન છે, પરિગ્રહો હિ દુઃખાય યદ યત્મિયતમં નૃણામ્ ! અપરિગ્રહી છે, એવો વિદ્ધાન આનંદનો અનુભવ કરે છે. તેથી અનત્તં સુખમાપ્તોતિ તદ્ વિદ્ધાન્ યસ્ત્વકિગ્યનઃ ॥ ૧ સામિષં કુરરં જબુર્બલિનો વે નિરામિષાઃ | તદામિષં પરિત્યજ્ય સ સુખં સમવિન્દત | ૨॥ નમે માતાવમાતી* સ્તો ત ચિત્તા ગેહપુત્રિણામ્ | આત્મક્રીડ આત્મરતિવિંચરામીહ” બાલવત્ 1૩॥ દ્વાવેવ ચિન્તા મુક્તો પરમાનન્દ આપ્લુતો | યો વિમુગ્ધો જડો બાલો યો ગુણેભ્યઃ પરં ગતઃ ॥૪॥ ક્વચિત્ કુમારી ત્વાત્માનં વૃણાનાન્ ગૃહમાગતાન્ | સ્વયં તાનર્હયામાસ ક્વાપિ યાતેષુ બન્ધુષુ | ૫॥॥ કલ્યાણની કામનાવાળા માણસોએ સંગ્રહથી દૂર રહેવું. || ૧ | (ટિટોડીનું દષ્ટાંત આપતાં કહે છે કે -) એક ટિટોડીને. ક્યાંકથી માંસનો ટુક્ડો મળ્યો. તેને જોઈને બીજાં માંસલોભી પક્ષીઓ તેના પર તૂટી પડ્યાં. ટિટોડીએ આ મુસીબતમાંથી બચવા માટે માંસનો ટુકડો ફેંકી દીધો ત્યારે તે બચી ગઈ અને સુખી ઘઈ. આનાથી સાર એ લેવો જોઈએ કે સંગ્રહ કરવો એ જ આપત્તિને આમંત્રણ છે. || ર || (બાળકનું દાંત આપી ભગવાન દત્તાત્રેય સમજાવે છે કે-) જે રીતે બાળક પોતાનામાં જ રમે છે, તેને કોઈ ચિંતા થતી નથી, એમ હું પણ મારા આત્માનંદમાં મગ્ન રહું છું. માન કે અપમાનનો મારા ઉપર કોઈ પ્રભાવ પડતો નથી અને ન કોઈ ઘર-પરિવારની મને ચિંતા થાય છે. સંસારમાં બે ક્તિ જ ચિંતા-મુક્ત છે; એક તો જે અણસમજુ બાળક છે તે અને બીજો જે ગુશ્નતીત છે તે. આ બન્નેય પરમાનંદમાં મગ્ન રહે છે. 1૩-૪ || (હવે કુંવારી કન્યાના ઉદાહરણથી સમજાવે છે-) એક વાર કોઈ કુંવારી કન્યાને ઘેર તેની સગાઈ કરવા માટે કેટલાય લોકો આવ્યા હતા. તે દિવસે તેના ઘરના લોકો ક્યાંક બહાર ગયેલા હતા. તેથી તે કન્યાએ પોતે તેમનો આતિથ્ય-સત્કાર કર્યો. ॥૫ ॥ ૨, પ્રાથીન પ્રતમાં નથી | ૨. માનાપમાનો | ૩. આત્મરતો વિચરામિ ! અનલ] અગિયારમો સ્કંધ કક તેષામભ્યવહારાર્થ શાલીન્ રહસિ પાર્થિવ | અવઇત્ત્યાઃપ્રકોષ્ઠસ્થાશ્ચક્રુઃ શ્ધાઃ સ્વનં મહત્ ॥ ૬॥ સા પતજ્જુગુપ્સિતં મત્વા મહતી વ્રીડિતા તતઃ | બભગ્જૈકૈકશઃ શદ્વાન્ હ હૌ પાણ્યોરશેષયત્ ॥ ૭॥ ઉભયોરપ્યભૂદ ઘોષો હ્યવઘ્નન્્ત્યાઃ સ્મ શદ્ધયોઃ | તત્રાપ્ષેંકે નિરભિદદેકસ્માન્ઞાભવદ્ ધ્વનિઃ | ૮॥ અન્વશિક્ષમિમં તસ્યા ઉપદેશમરિન્દમ રી લોકાનનુચરક્ઞેર્તાલ્લોકતત્ત્વવિવિત્સયા ॥૯॥ વાસે બહૂનાં કલહો ભવેદ્ વાર્તા દ્વયોરપિ | એક એવ ચરેત્તસ્માત્ કુમાર્યા ઇવ કક્ણઃ ॥ ૧૦॥ મન એકત્ર સંયુજ્યાજ્જિતશ્વાસો જિતાસનઃ | વૈરાગ્યાભ્યાસયોગેન ધ્રિયમાણમતત્દ્રિતઃ || ૧૧ યસ્મિન્ મનો લબ્ધપદં યદેત- ચ્છનૈઃ શનૈર્મુઞ્ચતિ કર્મરેણૂન્ | વૃદ્ધેન રજસ્તમશ્ર વિધૂય નિર્વાણમુપૈત્યનિન્ધનમ્ | ૧૨ સત્તેન તદૈવમાત્મન્યવરુદ્ધચિત્તો ન વેદ કિગ્ચિદ્ બહિરન્તરં વા | યથેષુકારો નૃપર્તિ વ્રજન્ત- મિપૌ ગતાત્મા ન દદર્શ પાર્શ્વ 1૧૩॥ એકચાર્યનિકેતઃ સ્યાદપ્રમત્તો ગુહાશયઃ | અલક્ષ્યમાણ આચારેર્મુનિરેકોડલ્પભાષણઃ || ૧૪॥ ગૃહારમ્ભોડતિદુઃખાય 1વિફલશ્ચાધુવાત્મનઃ । સર્પ: પરકૃતં વેશ્મ પ્રવિશ્ય સુખમેધતે ॥ ૧૫॥ રાજન્! ભોજન કરાવવા માટે તે ઘરમાં એકાંતમાં ડાંગર ખાંડવા લાગી. તે વખતે તેના હાથમાં પહેરેલાં કંકણનો ખૂબ, અવાજ આવવા લાગ્યો. કન્યાએ વિચાર્યું કે આ અવાજથી મહેમાનોને લાગશે કે “આ ઘર ગરીબ છે, અન્યથા કન્યા અત્યારે શા માટે ડાંગર ખાંડવા બેસે?’ અને તેણે માત્ર બે-બે કંક્ણ રાખી, વધારાનાં કંકણ કાઢી નાંખ્યાં. || ૬-૭ ॥ કંક્ણ ઉતારીને તે ફરી ડાંગર ખાંડવા લાગી. ત્યારે તે બે- બે કંક્ણ પણ ખખડવા લાગ્યાં, ત્યારે તેણે એક-એક કંકણ ફરી કાઢી નાખ્યું. જ્યારે બન્ને હાથમાં માત્ર એક-એક કંક્ણ રહયું, ત્યારે કોઈ પ્રકારનો અવાજ થયો નહિ. || ૮ |! શત્રુદમન! તે સમયે લોકોનો વ્યવહાર જાણવાની ઇચ્છાથી હું પણ ત્યાં પહોંચી ગયો, મેં તે કન્યા પાસેથી એ બોધ લીધો કે જ્યારે ઘણા લોકો એક સાથે રહે છે, ત્યારે કલહ થાય છે અને બે માણસ સાથે રહે છે ત્યારે પણ વ્યર્થ વાતો થાય છે, તેથી કુંવારી કન્યાની ચૂડીની જેમ એકલા જ વિચરવું જોઈએ. 1૯-૧૦ ॥ રાજન્ મેં બાર બનાવનાર પાસેથી એ બોધ લીધો કે, આસન અને શ્વાસને જીતીને વૈરાગ્ય અને અભ્યાસ દ્વારા પોતાના મનને વશમાં રાખવું અને પછી ખૂબ સાવધાની સાથે તેને એક લક્ષ્યમાં પરોવવું. || ૧૧ ॥ જ્યારે પરમાનંદસ્વરૂપ પરમાત્મામાં મન સ્થિર થઈ જાય છે ત્યારે તે ધીરે-ધીરે કર્મવાસનાઓની ધૂળને ધોઈ નાખે છે, સત્ત્વગુણની વૃદ્ધે થાય છે અને તે રજોગુણ, તમોગુશ્ની વૃત્તિઓને છોડીને એવું શાંત થઈ જાય છે, જેમ લાકડાં વિનાનો અગ્નિ. ॥૧૨ || આ ગ્રમાણે જેનું ચિત્ત પોતાના આત્મામાં જ સ્થિર થઈ પરોવાઈ જાય છે ત્યારે તેને અંદર-બહાર ક્યાંય કોઈ પદાર્થનું ભાન રહેતું નથી. મેં જોયું હતું કે, એક બાણ બનાવનારો ’ કારીગર, બાણ બનાવવામાં એટલો તન્મય થઈ ગયો હતો કે તેની પાસેથી ડૅકાનિશાન, વાજિન્ત્રોના નાદ સાથે રાજાની સવારી નીકળી ગઈ પણ તેને કંઈ ખબર સુધ્ધાં ન પડી.॥૧૩ ॥ સર્પથી મેં એ બોધ લીધો કે, મુનિએ સર્પની જેમ એકલા જ રહેવું જોઈએ. (મંડળ ન બનાવવું.) રહેવાના સ્થાનમાં મમતા ન રાખવી, હંમેશાં સાવધાન રહેવું, એકાંતમાં અથવા ગુફામાં રહેવું, પોતાના આચાર-વ્યવહારથી પોતાને કોઈની સામે પ્રગટ ન કરવો. મિતભાષી રહેવું. ! ૧૪ ॥ હવે આ અનિત્ય શરીર માટે આટલાં કષ્ટ વેઠીને ઘર બનાવવું વ્યર્થ છે. ઉંદરે બનાવેલા ઘરમાં સાપ આરામથી રહે છે, તે જ પ્રમાણે યોગી ક્યાંય પણ રહીને પોતાનો નિર્વાહ કરી લે.॥૧૫ ॥ ૧.તં! 652 શ્રીમદભાગવત [અબ૯ એકો નારાયણો દેવઃ પૂર્વસૃષ્ટં સ્વમાયયા | સંહૃત્ય કાલકલયા કલ્પાન્ત ઇદમીશ્વરઃ | ૧૬॥ એક એવાદ્ધિતીયોડભૂદાત્માધારોડખિલાશ્રયઃ । કાલેનાત્માનુભાવેન સામ્યં નીતાસુ શક્તિષુ | સત્તાદિષ્વાદિપુરુષઃ પ્રધાનપુરુપેશ્વરઃ ।૧૭॥ પરાવરાણાં પરમ આસ્તે કૈવલ્યસઝ્શિતઃ | કેવલાનુભવાનન્દસન્દોહો નિરુપાધિકઃ | ૧૮॥ કેવલાત્માનુભાવેન સ્વમાયાં ત્રિગુણાત્મિકામ્ । સડક્ષોભયન્ સુજત્યાદૌ તયા સૂત્રમરિન્દમ | ૧૯॥ તામાહુસ્ત્રિગુણવ્યક્તિંચ સૃજન્તી વિશ્વતોમુખમ્ ! ચસ્મિન્ પ્રોતમિદં વિશ્વં યેન સંસરતે પુમાન્ | ૨૦॥ યથોર્ણનાભિર્હદયાદૂર્ણાં સન્તત્ય વકત્રતઃ | તથા વિહૃત્ય ભ્યસ્તાં ગ્રસત્પેવં મહેશ્વરઃ | ૨૧॥ યત્ર યત્ર મનો દેહી ધારયેત્ સકલં ધિયા । એહાદ્ દેષાદ ભઘાદ્ વાપિ યાતિ તત્તત્સરૂપતામ્ || ર૨॥ કીટઃ પેશરકૃતં ધ્યાયત્ કુડથાં તેત પ્રવેશિતઃ । યાતિ તત્સાત્મતાં રાજન્ પૂર્વરૂપમસન્ત્યજન્ ॥ ૨૩॥ 8 (હવે કરોળિયાના દષ્ટાંતથી સમજાવે છે કે-) એક નારાયણ દેવે જ પોતાની માયાથી આ વિશ્ચનું નિર્માણ કર્યુ છે, તે જ પ્રભુ, કલ્યના અંતમાં પોતાની કાળશક્તિ દ્વારા તેનો ઉપસંહાર પણ કરે છે.॥૧૬॥ તે પરમાત્મા એક છે (તેમનામાં સજાતીય જીવ વગેરેનો ભેદ નથી), અહિતીય છે (તેમના જેવા બીજા નથી), વિજાતીય પ્રધાન વગેરે ભેદોથી રહિત છે, તે જ તે છે, તેથી સ્વગતભેદથી પણ રહિત છે. આમ તે પરમાત્મા અખંડરૂપે એક જ છે. તેઓ બધાના આશ્ચયસ્વરૂપ છે. પોતાનો આધાર તે સ્વર્ય છે. તે જ આદિ નારાયણ ભગવાનપ્રકૃતિ અનેપુરુષ બન્નેના નિયામક છે,તેઓ જ્યારે પોતાની કાળશક્તિ દ્વારા સત્વાદિ ત્રણે ગુજ્યોની શક્તિઓને સામ્યાવસ્થામાં લાવે છે ત્યારે-એકમાત્ર પરમાત્મા જ શેષ રહી જાય છે. || ૧૭ ॥ તેઓ પરમ શ્રેષ્ઠ છે, પરા અને અપરા આ બન્ને પ્રકૃતિઓથી પરછે,જેને કૈવલ્ય નામથી કહેવામાં આવે છે. (કૈવલ્યસંશિતઃ એટલે કેવળ એક્લા અથવા મોલ એવી સંજ્ઞા થાય છે.) અનુભવસ્વરૂપ છે, આનંદના સાગર છે. ત્યાં પ્રકૃતિની કોઈ પણ ઉપાધિ નથી. ॥ ૧૮ ॥ તેઓ પણ કેવળ પોતાના સામમર્ઘ્યથી જ પોતાની ત્રિગુણાત્મિકા માયામાં લોભ ઉત્પન્ન કરે છે. તે માથા દ્વારા હે શત્રુસૂદન! સર્વપ્રથમ સુત્રાત્મા કિયાશક્તિ-પ્રધાન (મહત્તત્વ)ની રચના કરે છે. ॥ ૧૯ ॥ આ સૂત્રરૂપ મહત્તત્વ જ (કિયાશક્તિ-પ્રધાન સૂત્ર) ત્રિગુશ્ાત્મક શક્તિને અર્થાત્ત્રહે ગુલોને અભિવ્યક્ત કરે છે. તે જ બધા પ્રકારની સૃષ્ટિનું મૂળ કારણ છે, તેમાં જ આ સઘળું વિશ્વ સૂતરમાં તાણાવાણાની જેમ ઓતપ્રોત છે અને તેને કારણે જ જીવને જન્મ-મૃત્યુના ચક્કરમાં ભમવું પડે છે. ।। ર૦ | જેમ કરોળિયો પોતાના હૃદયમાંથી મુખ દ્વારા જાળ બનાવે છે, તેમાં જ વિહાર કરે છે અને છેવટે તેને ગળી જાય છે; તે જ પ્રમાણે. પરમેશ્વર પણ અ જગતને પોતાનામાંથી ઉત્પન્ન કરે છે, તેમાં જીવરૂપે વિહાર કરે છે અને પછી તેને પોતાનામાં લીન કરી દે છે, આનોસાર એ લેવો જોઈએ કે, આ વિશ્વ પરમાત્માનું જ સ્વરૂપ છે. તેજ આનું નિર્માણ કરે છે અને અંતમાં પોતાનામાં લીન કરી દે છે. અને છેલ્લે જે શેષ રહે છે તે પણ તે જ છે. તેથી સર્વત્ર બ્રહ્દષ્ટિ શખવી જોઈએ. |૨૧ || રાજન્! મેં ભમરી (કીટ) પાસેથી એ બોધ ગ્રહણ કર્યો કે,જો. ત્રાણી સ્નેહથી, હેપથી અથવા ભયથી પણ જાણી જોઈને એકાગ્રતાથી પોતાનું મન જે જે વસ્તુમાં સંપૂર્શ પ્રકારે પરોવી દે છે, તે તે સ્વરૂપવાલો તે થઈ જાય છે. ॥ ૨૨ ॥ ભમરી કોઈ કૌડાને લઈ જઈને દીવાલ પર બંધ કરી દે છે અને બહારથી જ વારંવાર આવીને તેને ડરાવતી રહે છે. તે કીડો ભધથી જ ભમરીનું ધ્યાન કરતો પોતાનું શરીર તજ્યા વિના જ ભમરીરૂપ થઈ જાય છે.’ તે જ પ્રમાણન ચાહે પ્રેમથી અથવા ભયથી, ભગવાનનું સતત ચિંતન કરવાથી મનુષ્ય પણ પરમાત્માને અવશ્ય પ્રાપ્ત કરી. લેછે.॥૨૩॥ ૧, પ્રયાનઃ પૃસ્પેશ્રઃ । ૨. વસ્ત્ગ્લાં વક્તિ । ૩. પૂર્વરૂપમષિ ત્યજન્ 1
- કયારે તે જ શરીરથી ચિંતન કરેલા રૂપની પ્રાપ્તિ થઈ જાય છે, ત્યારે બૌજા શરીરથી તો કહેલું જ શું? તેથી મનુષ્યે અન્ય વસ્તુનું (શન ન કરતાં ભગવસપાષિના ઉદેશ્ય માત્ર પરમાત્માનું જ ચિતન કરવું જોઈએ. અલ] અગિયારમો સ્કંધ 853 એવં ગુરુભ્ય એતેભ્ય એષા મે શિક્ષિતા મતિઃ | સ્વાત્મોપશિક્ષિતાં બુદ્ધિ કૃણુ મે વદતઃ પ્રભો || ર૪॥ દેહો ગુરુર્મમ વિરક્તિવિયેકહેતુ- ર્બિભ્રત્ સ્મ સત્ત્વનિધનં સતતાર્ત્યુદર્કમ્ । તત્ત્વાન્યનેન વિમૃશામિ યથા તથાપિ પારક્યમિત્યવસિતો વિચરામ્યસજ્નઃ | ૨૫॥। જાયાત્મજાર્થપશુભૃત્યગૃહામવર્ગાન્ પુષ્ણાતિ યત્પ્રિયચિકીર્પૃતયા વિતન્વન્ | સ્વાન્તે સકૃચ્છૂમવરુદ્ધધનઃ સ દેહઃ સૃષ્ટ્વાડસ્ય બીજમવસીદતિ વૃક્ષધર્મા | ૨૬॥ જિહ્ધૈકતોડમુમપકર્ષતિ કર્હિ તર્ષા શિશ્નોડન્યતસ્ત્વગુદરં શ્રવણં કુતશ્ચિત્ | ધ્રાણોડન્યતશ્ચપલદંક્ ક્વ ચ કર્મશક્તિ- ર્બદ્ચઃ સપત્ન્ય ઇવ ગેહપર્તિ લુનન્તિ ॥ ૨૭॥ સૃષ્ટ્વા પુરાણિ વિવિધાન્યજયાડડત્મશક્ત્યા વૃક્ષાન્ સરીસૃપપશૂન્ ખગદંશમત્સ્યાન્પ ! તૈસ્તૈરતુષ્હૃદયઃ પુરુષં વિધાય બ્રહ્માવલોકધિષણં મુદમાપ દેવઃ|ર૮॥ લબ્ધ્વા સુદુર્લભમિદં બહુસમ્ભવાન્તે માનુષ્યમર્થદમનિત્યમપીહ ધીરઃ। તૂર્ણ યતેત ન પતેદનુમૃત્યુચ યાવ- જ્ઞિઃશ્રેયસાય વિષયઃ ખલુ સર્વતઃ સ્યાત્ ॥ ર૯॥ રાજન્! આ પ્રમાણે મેં આટલા ગુરુઓ પાસેથી બોધ ગ્રહણ કર્યો. હવે હું મારા શરીર પાસેથી જે કાંઈ શીખ્યો છું તે તમને જણાવું છું, સાવધાન થઈ સાંભળો. || ર૪ || મારો આ દેહ પણ મારો ગુરુ જ છે. તે મને વૈરાગ્ય અને વિવેકનો ઉપદેશ આપે છે. દેહના વિશે એ તો જાણીએ જ છીએ કે, તે જન્મે અને મરે છે. પરિણામે તેની સાથે સદા દુઃખ જ. વળગેલું છે. પરંતુ સહુથી મોટો લાભ તેનાથી એ જ છે કે આ દેહથી જ હું પરમાત્માનું ચિંતન કરું છું. એ તો નિશ્વિત જ છે કે આ શરીર એક દિવસ માટીમાં મળી જશે, તેથી તે આપણું નથી, પ્રકૃતિનું જ છે. તેથી હું આ દેહથી પણ અસંગ થઈને વિચરણ ક્રુ છું. 1 ૨૫ ॥ જેમનુષ્ય પત્ની-પુત્ર, ધન-સંપત્તિ, પશુ, સેવક, ધર અને સંબંધીઓને વધારીને તેમાંથી સુખ પ્રાપ્ત કરવાની ઇચ્છાથી તેમનું પાલન-પોષણ કરે છે અને ભારે કષ્ટ ઉઠાવી ધનસંચય કરે. છે તે અંતમાં પોતાના આગલા જન્મ માટે, જે રીતે બીજનું નિર્માણ કરીને વૃક્ષ નષ્ટ થઈ જાય છે, તે જ પ્રમાણે આગળની યોનિનું બીજ નિર્માણ કરીને તે મૃત્યુ પામે છે. આ પ્રમાણે શરીર નાશ થવા છતાં તેનાં દુઃખોનો અંત આવતો નથી અને તે જન્મ- મરણના ચક્કરમાં ભટકયા કરે છે. ॥ ૨૬ ॥। અનેક સ્ત્રીઓવાળા પતિને તેની સ્ત્રીઓ સ્વસુખ માટે ચારે બાજુએ ખેંચીને સતાવે છે, તે જ પ્રમાણે દેહાભિમાની જીવને એકબાજુ તેની રસનેન્દ્રિય ખેંચે છે, ક્યારેક તરસ સતાવે છે,ક્યારેકજનનેન્દ્રિય સંભોગ માટે વ્યાકુળ કરે છે. તે જ પ્રમાણે ત્વચા, ઉદર, કાન આ બધાં પોતપોતાના વિષયો તરફ ખેંચે છે. ક્યારેક સુગંધની લાલસા માટે ધ્રાણેન્દ્રિય તો ક્યારેક સુંદર રૂપ માટે નેત્રો લાલાયિત રહે છે. આ પ્રમાણે કર્મેન્દ્રિપો અને જ્ઞાનેન્દ્રિયો બન્નેય આ દેહાભિમાની જીવને પોતપોતાના વિષયો તરફ ખેંચીને તેને થમરોળી નાખે છે. | ૨૭ |! ભગવાને પોતાની અચિન્ત્ય શક્તિ એવી માયાથી વૃક્ષો, સર્પો, પશુઓ, પક્ષીઓ, મચ્છરો અને માછલાં એમ અનેક” જાતનાં શરીરો ઉત્પન્ન કર્યાં, પરંતુ તેનાથી ભગવાનને સંતોષ ન થયો. ત્યારે તેમણે મનુષ્યશરીરની રચના કરી. આ શરીર એવી બુદ્ધિથી યુક્ત છે જે બ્રહ્મનો સાક્ષાત્કાર કરી શકે છે. આની રચના કરીને ભગવાનને ખૂબ આનંદ થયો. || ૨૮ || જ્ઞાનીએ પોતાના વિવેક દ્વારા જાણી લેવું જોઈએ કે, આ મનુષ્ય શરીર કે જે અત્યંત દુર્લભ છે, ધણા જન્મો બાદ ભગવાનની અપાર કૃપાથી મળ્યું છે, તેના દ્વારા જ પરમ પુરુષાર્થસ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે. પરંતુ આ શરીર અનિત્ય પણ છે. તેથી આ અમૂલ્ય મનુષ્યજીવનને પ્રાપ્ત કર્યા પછી મનુષ્યતા એમાં જ છે કે મૃત્યુ આવીને તેને ભરખી જાય, તે પહેલાં જ ભગવત્પ્રાપ્તિરૂપી પોતાનું પરમ કલ્યાણ કરી લે. કારણ કે, જે વિષયભોગો છે તે તો બધી યોનિઓમાં મળે છે, તેથી તેની પાછળ પોતાનો અમૂલ્ય સમય બરબાદ ન કરે. ॥ ૨૯ ॥ ૧. ખગદન્દશુકાન્ । ૨. ન્યૃત્યુયોગાત્ ! 654 શ્રીમદભાગવત [અ૦૧૦ એવં સગ્જાતવૈરાગ્યો વિજ્ઞાનાલોક આત્મનિ |! વિચરામિ મહીમેતાં મુક્તસડ્રોડનહડકુતિઃ ॥। ૩૦॥ નહ્યેકસ્માદ્ ગુરોર્શાનં સુસ્થિરં૨ સ્યાત્ સુપુષ્કલઃમ્ | . બ્રહૈતદદ્વિતીય વૈ ગીયતે બહુધર્ષિભિઃ | ૩૧॥ કંભગશગુશય ઇત્યુક્ત્વા સ યદું વિપ્રસ્તમામન્ત્ય ગભીરધીઃ । વન્દિતોડભ્યર્ધિતો રા્ઞા યયૌ પ્રીતો યથાગતમ્ | ૩૨॥ અવધૂતવચઃ શ્રુત્વા પૂર્વેષાં નઃ સ પૂર્વજઃ । સર્વસક્રવિનિર્મુક્તઃ સમચિત્તો બભૂવ હ | ૩૩॥ હે રાજન્! આ રીતે મને વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો. અંતઃકરણમાં વિજ્ઞાનનો પ્રકાશ ઝળહળવા લાગ્યો. હવે હું. અહંકારથી મુક્ત થઈને આ ભૂતળ પર મારી ઇચ્છા પ્રમાણે ભ્રમણ કરું છું. 1૩૦ ॥ આ પ્રમાણેનું વિવિધ પ્રકારનું જ્ઞાન એક જ ગુરુથી મ્રાપ્ત થતું નથી. આ બધું મેં તમને કહ્યું. એક અને અદ્વિતીય બ્રહ્મના સંબંધમાં ક્રપિઓએ અનેક પ્રકારે વર્ણન કર્યું છે.[૩૧॥ ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું - પ્રિય ઉદ્વવ! દઢબુદ્ધિવાળા ભગવાન ઘદત્તાત્રેજજીએ યદુરાજાને આ પ્રમાણે ઉપદેશ આપ્યો. યદુરાજાએ તેમની પૂજા કરી પ્રદ્નામ કર્યા. દત્તાત્રેજજી તેમની અનુમતિ લઈને ખૂબ પ્રસન્નવદને પોતાની ઇચ્છાનુસાર સિધાવી ગયા. અમારા પૂર્વજોના પણ પૂર્વજ યદુરાજા અવધૂત દત્તાત્રેયની આ જ્ઞાનવિવેકયુંક્ત વાતો સાંભળીને સઘળી આસક્તિઓથી નિવૃત્ત થઈને સમદર્શી થઈ ગયા. (આ પ્રમાણે હે ઉદ્વવ! તમારે પણ સમગ્ર આસક્તિઓનો પરિત્યાગ કરીને સમદર્શી થઈ જવું જોઈએ.) ॥ ૩૨-૩૩ || ન—ક્— ઈતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં એકાદશસ્કન્ધે નવમોડધ્યાયઃ ॥૯ ॥ અગિયારમા સ્કંધ-અંતર્ગત નવમો અધ્યાય સમાપ્ત.