1: ચોથો અધ્યાય ચાર પ્રકારના પ્રલય કશુક 6વા૨ શ્રીશુક્દેવજી કહે છે - પરીફ્િત! (ત્રીજા સંધમાં) પરમાણુથી માંડીને હ્િપરાર્થપર્યત કાળનું સ્વરૂપ અને દરેક કાલસ્તે પરમાણ્યાર્દિ્ટિપરાર્ધાવધિર્નૃુપ 1 કગ કેટલાં-કેટલાં વર્ષોનો થાય છે, એ હું તમને કહી ગૂક્યો કાથિતો યુગમાનં ચ શૃણુ કલ્પલયાવપિ ॥૧॥ ચતુર્યુગગહસં ચ* ખ્રહ્મણો દિનમુચ્યતે | સ કલ્પો યત્ર મનવશ્ચતુર્દશ વિશાંપતે | ૨ તદત્તે પ્રલયસ્તાવાન્ બ્રાહ્મી રાત્નિરદાહતા | ત્રયો લોકા ઇમે તત્ર કલ્પન્તે પ્રલયાય [હે 1 ૩॥ એષ નૈમિત્તિકઃ પ્રોક્તઃ પ્રલયો યત્ર વિશ્વસક્ | શેતેડનન્તાસનો વિશ્વમાત્મસાત્કૃત્ય ચાત્મભૂ:? ॥ ૪॥ હ્િપરાર્ધે ત્વાતિકાન્તે બ્રહ્મણઃ પરમેષ્ઠિનઃ | તદા પ્રકૃતયઃ સપ્ત કલ્પન્તે પ્રલયાય વૈ ॥૫॥ છું, હવે તમે કલ્પની સ્થિતિ અને તેના પ્રલષનું વર્ણન પણ સાંભળો. ॥ ૧ || રાજન્! એક હજાર ચતુર્યુંગીનો બ્રહ્માનો એક દિવસ થાય છે. બ્રહ્માના આ એક દિવસને કલ્પ પણ કહે છે. એક કલ્પમાં ચૌદ મનુ થાય છે. ।। ર ॥ કલ્પના અંતમાં એટલા જ સમય સુધી પ્રલય પણ રહે છે. પ્રલયને બ્રહ્માની ચત પણ કહે છે. તે સમયે આ ત્રણે લોક લીન થઈ જાય છે, તેમનો પ્રલય થઈ જાય છે. |! ૩ ॥। એનું નામ નૈમિત્તિક પ્રલવ છે. આ ગ્રલયના સમયે સંપૂર્ણ વિશ્વને પોતાની અંદર સમેટીને
- લીન કરીને બ્રહ્મા અને ત્યાર પછી શેષશાયી ભગવાન નારાયણ પજ્ઞ શયન કરી જાય છે. || ૪ ॥ આ પ્રમાણે રાત્રિ પછી દિવસ અને દિવસ પછી રાત્રિ થતાં-થતાં જ્યારે બ્રાજીનું આવુષ્ય તેમની ગણતરી પ્રમાજે સો વર્ષનું અને મનુષ્યોની દષ્ટિએ બે પરાર્ધનું સમાપ્ત થઈ જાય છે, ત્યારે. મહત્ત્વ, અહંકાર અને પંચતન્માત્રા - આ સાતેય પ્રકૃતિઓ. પોતાના કારણ, મૂળપ્રકૂતિમાં લીન થઈ જાય છે. ॥ ૫ || ૧, સર્વસમ્બવઃ ! ૨. ન્સ્કન્ે યુગાનુવર્ણનં તૃતીયો૦! ૩. તુ] ૪. વિશ્ૂઃ ! અ૦૪] બારમો સ્કંધ 785 એષ પ્રાકૃતિકો રાજન્ પ્રલયો યત્ર લીયતે | આણ્ડકોશસ્તુ સક્ધાતો વિઘાત ઉપસાદિતે | ૬॥ પર્જન્યઃ શતવર્ષાણિ ભૂમૌ રાજન્ ન વર્ષતિ | તદા નિરશ્ઞે હ્ન્યોન્યં ભક્ષમાણા: ક્ષુધાર્દિતાઃ | ૭॥ ક્ષયં યાસ્યન્તિ શનકૈઃ કાલેનોપઠ્ઠુતાઃ પ્રજાઃ | સામુદ્રં દૈહિકે ભૌમં રસં સાંવર્તકો રવિઃ | ૮॥ રશ્મિભિઃ પિબતે ઘોરૈઃ સર્વ નૈવ વિમુગ્ચતિ । તતઃ સંવર્તકો વદ્ધિઃ સફ્ર્ષણમુખોત્થિતઃ | ૯॥ દહત્યનિલવેગોત્થઃ શૂન્યાન્ ભૂવિવરાનથ | ઉપર્યધઃ સમત્તાચ્ચ શિખાભિર્વહિસૂર્યયોઃ ॥ ૧૦॥ દહ્યમાનં વિભાત્યણ્ડ દગ્ધગોમયપિણ્ડવત્ | તતઃ પ્રચણ્ડપવનો વર્ષાણામધિકં શતમ્ ॥૧૧॥। પરઃ સાંવર્તકો વાતિ ધૂમ્રં ખં રજસાડડવૃતમ્ 1 તતો મેઘકુલાન્યજ્ન ચિત્રવર્ણાન્યનેકશઃ | ૧૨॥ શતં વર્ષાણિ વર્ષન્તિ નદન્તિ રભસસ્વનૈઃ | તત એકોદકં વિશ્વં બ્રહ્માણડવિવરાન્તરમ્ | ૧૩॥ તદા ભૂમેર્ગન્ધગુણં ગ્રસન્ત્યાપ ઉદપ્લવે | ગ્રસ્તગન્ધા તુ પૃથિવી પ્રલયત્વાય કલ્પતે ॥ ૧૪॥ અપાં રસમથો તેજસ્તા લીયન્તેડથ નીરસાઃ । ગ્રસતે તેજસો રૂપં વાયુસ્તદ્રહિતં તદા | ૧૫॥ લીયતે ચાનિલે તેજો વાયોઃ ખં ગ્રસતે ગુણમ્ ! સ વૈ વિશતિ ખં રા્જસ્તતશ્ચ નભસો ગુણમ્ 1૧૬! રાજન્! આનું જ નામ પ્રાકૃતિક પ્રલલ છે. આ ગ્રલયમાં પ્રલયનું કારણ ઉપસ્થિત થતાં પંચભૂતોના મિશ્રણથી બનેલું બ્રહ્માંડ પોતાનું સ્થૂળરૂપ છોડીને કારશરૂપમાં સ્થિત થઈ જાય છે, અર્થાત્ પ્રકૃતિમાં મળી જાય છે, ત્યારે પ્રકૃત્તિ પણ પરમાત્મામાં લીન થઈ જાય છે. ૬ || પરીક્ષિત! પ્રલયનો સમય આવે છે ત્યારે મેઘ પૃથ્વી પર વૃષ્ટિ કરતા નથી. કોઈને અન્ન મળતું નથી. ત્યારે પ્રજા ભૂખ-તરસથી વ્યાકુળ થઈને એક-બીજાને ખાવા લાગે છે.॥૭ ॥ આ પ્રમાણે કાળના ઉપદ્રવથી પીડિત થઈને પીરે-ધીરે સંપૂર્ણ પ્રજા ક્ષીણ થઈ જાય છે. પ્રલયકાળનો સાંવર્તક સૂર્ય તેનાં પ્રચંડ કિરણોથી સમુદ્ર, પ્રાણીઓનાં શરીર અને પૃથ્વીનો તમામ રસ ખેંચી ખેંચીને ચૂસી લે છે અને તેને હંમેશની જેમ પાછો વરસાવતો નથી. તે સમયે સંકર્ષણ ભગવાનના મુખમાંથી પ્રલયકાળનો સંવર્તક અગ્નિ પ્રગટ થાય છે. |! ૮-૯ || વાયુના વેગથી તે વધારે. પ્રબળ બની જાય છે અને તલ-અતલ વગેરે નીચેના સાતેય લોકને ભસ્મ કરી નાંખે છે. ત્યાંના પ્રાણીઓ તો પહેલેથી જ મરી ગયા હોય છે, નીચેથી અગ્નિની પ્રચંડ જ્વાળાઓ અને ઉપરથી સુર્યની પ્રચંડ ગરમી! તે સમયે પૃથ્વીની ઉપર-નીચે ચારે બાજુ આ બ્રહ્માંડ બળી રહ્યું હોય છે, એવું લાગે છે જાશે છાણમાંથી બનાવેલું છાણું બળીને અંગારા જેવું લાલ થઈ રહ્યું હોય. ત્યાર પછી પ્રલયકાળનો અતિ-પ્રચંડ સાંવર્તક વાયુ સેંકડો વર્ષો સુધી હૂંકાતો રહે છે. ત્યારબાદ અસંખ્ય રંગ-બેરંગી વાદળો આકાશમાં ઊમટી આવે છે અને અત્યંત ભયંકર ગર્જના સાથે સેંકડો વર્ષો સુધી વૃષ્ટિ કરતાં રહે છે. તે સમયે બ્રહ્માંડની અંદરનું. પૂરું જગત એક સમુદ્ર બની જાય છે અર્થાત્ આખું બ્રહ્માંડ જળમગ્ન થઈ જાય છે. ૧૦-૧૩ ॥ આ પ્રમાણે જ્યારે જળ-પ્રલલ થઈ જાય છે, ત્યારે જળ પૃથ્વીના વિશેષગુણ-ગંધને શોષી લે છે - અર્થાત્ પોતાનામાં લીન કરી લે છે. ગન્ધગુણ જળમાં લીન થઈ જતાં પૃથ્વીનો પ્રલય થઈ જાય છે, તે જળમાં ભળી-મળીને જળરૂપ બની જાય છે. | ૧૪ 1! રાજન્! ત્યાર પછી જળના ગુણ રસને તેજતત્ત્વ શોષી લે છે અને જળ નીરસ થઈને તેજમાં સમાઈ જાય છે. ત્યાર પછી વાયુ તેજના ગુણ— રૂપને શોષી લે છે અને તેજ રૂપરહિત થઈને વાયુમાં લીન થઈ જાય છે. હવે આકાશ વાયુના ગુણ-સ્પર્શને પોતાનામાં સમાવી લે છે. અને વાયુ સ્પર્શહીન બનીને આકાશમાં શાંત થઈ જાય છે. ત્યારપછી તામસ અહંકાર આકાશના ગુણ-શબ્દને શોષી લે છે અને આકાશ શબ્દહીન થઈને તામસ અહંકારમાં લીન થઈ જાય છે. આ પ્રમાણે તૈજસ 796 શ્રીમદભાગવત [અ૦૪ શબ્દં ગ્રસતિ ભૂતાદિર્નભસ્તમનુલીયતે | તૈજસક્રેન્દ્રિયાણ્ય% દેવાન્ વૈકારિકો ગુશૈઃ || ૧૭॥ મહાન્ ગ્રસત્યહડ્ડારં ગુણાઃ સત્ત્વાદયશ્વ તમ્! _ ગ્રસતેડવ્યાકૃતં રાજન્ ગુણાન્ કાલેન ચોદિતમ્ ॥ ૧૮॥ ન તસ્ય કાલાવયવૈઃ પરિણામાદયો ગુણ્માઃ | અનાધનન્તમવ્યક્તં નિત્યં કારણમવ્યયમ્ | ૧૯॥ ન યત્ર વાચો ન મનો ન સત્ત્વ તમો રજો વા મહદાદયોડમી | ન પ્રાણબુદ્વીન્દ્રિદદેવતા વા ન સજ્ઞિવેશઃ ખલુ લોકકલ્પઃ | ર૦॥ ન સ્વપ્નજાગ્રન ચ તત્ સુષુમં ન ખં જલં ભૂરનિલોડગ્તિર્કઃ । સંસુપ્વચ્છૂન્યવદપ્રતર્ક્ય તન્મૂલભૂતં પદમામનત્તિ | ૨૧ લયઃ પ્રાકૃતિકો હ્ોષ પુરુષાવ્યક્તયોર્યદા | શક્તયઃ સમ્પ્રલીયન્તે વિવશાઃ કાલવિઠ્ઠુતાઃ | ર ૨| બુદ્ધીન્દ્રિયાર્થરૂપેણ જ્ઞાનં ભાતિ તદાશ્રયમ્ | દશ્યત્વાવ્યતિરેકાભ્યામાધન્તવદવસ્તુ યત્ | ૨૩॥ દીપશ્ચક્ષુશ્ષ રૂપં ચ જ્યોતિષો ન પૃથગ્ ભવેત્ | એવં ધીઃ ખાનિ માત્રાશ્ચ ન સ્યુરન્યતમાદેતાત્ | ર૪! અહંકાર ઇન્દ્રિયો અને વૈકારિક (સાત્તિક) અહંકાર ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓ તેમજ ઇન્દ્રિઓની વૃત્તિઓને પોતાનામાં લીન કરી લે છે. ૧૫-૧૭ || ત્યાર પછી મહત્તત્ત્ત અહંકારને અને સત્તાદિ ગુભ્રો મહત્ત્વને ગળી જાય છે. પરીક્ષિત! આ બધો કાળનો મહિમા છે. તેની જ પ્રેરજ્ઞાથી અબ્યક્ત પ્રકૃતિ ગુજ્નોને ગળી જાય છે અને ત્યારે માત્ર પ્રકૃતિ જ શેષ રહી જાય છે. ૧૮ ॥ તે જ ચરાચર જગતનું મૂળ કારણ છે. તે અવ્યક્ત, અનાદિ, અનંત, નિત્ય અને અવિનાશી છે. જ્યારે તે પોતાનાં કાર્યોને લીન કરીને પ્રલલના સમયે સામ્યાવસ્થાને પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે કાળના અવયવ-વર્ષો, મહિના, દિવસ અને રાત્રિ, ક્ષણ વગેરેને લીધે તેમાં થતા પરિણામ ક્ષય, વૃદ્ધિ વગેરે કોઈ પ્રકારના વિકાર થતા નથી. ॥ ૧૯ ।। તે સમયે પ્રકૃતિમાં સ્થૂળ અથવા સુઠક્ષ્મરૂપે વાણી, મન, સત્ત્ગગુશ્ર, રજોગુશ્ન, તમોગુણ, મહત્તત્ત્ત વગેરે વિકારો, માલ, બુદ્ધિ, ઇન્દ્રિયો અને તેમના દેવતાઓ વગેરે કશું રહેતું નથી. સૃષ્ટિ સમયે રહેનારા લોકોની કલ્પના અને તેમની સ્થિતિ પણ રહેતી નથી. || ૨૦ || તે સમયે સ્વપ્ન, જાગ્રત અને સુષુપ્તિ - આ ત્રણ અવસ્થાઓ પણ નથી રહેતી. આકાશ, જળ, પૃથ્વી, વાયુ, અગ્નિ, અને સૂર્ય પણ રહેતાં નથી. બધું જ સુષુપ્તિ જેવું શૂન્યવત્ બની જાય છે. તે અવસ્થાનું તર્ક દવારા અનુમાન કરવું પણ સંભવ નથી. તે અવ્યક્તને જ જગતનું મૂળ તત્ત્વ કહે છે, ॥ ૨૧ ॥ આ જ અવસ્થાનું નામ “પ્રાકૃત પ્રલય’ છે. તે સમયે પુરુષ અને પ્રકૃતિ બન્ને શક્તિઓ કાળના પ્રભાવથી ક્ષીણ થઈ જાય છે અને વિવશ થઈને પોતાના મૂળ સ્વરૂપમાં લીન થઈ જાય છે. રર ॥ પરીક્ષિત! (હવે આત્યંતિક પ્રલય અર્થાત્ મોક્ષનું સ્વરૂપ કહેવામાં આવે છે.) બુદ્ધિ, ઇન્દ્રિયો અને તેમના વિષ્યોના રૂપમાં તેમનું અધિષ્ઠાન, જ્ઞાનસ્વરૂપ વસ્તુ જ ભાસિત થઈ રહી છે. તે બધાં તો આદિ-અંતવાળાં છે તેથી તે બધાં સત્પ નથી. તે દશ્ય છે અને પોતાના અધિષ્ઠાનથી ભિન્ન તેમની સત્તા પણ નથી. તેથી તે સર્વથા મિથ્યા - માયા જ છે. ૨૩ || જેમ દીવો, નેત્ર અને રૂપ - આ ત્રજ્ને તેજથી ભિન્ન નથી, તે જ પ્રમાણે બુદ્ધિ, ઇન્દ્રિયો અને તેમના લિષય - તન્માત્રાઓ પણ પોતાના અધિષ્ઠાનસ્વરૂપ બ્રહ્મથી ભિન્ન નથી, જોકે તે (બ્રહ્મ) આમનાથી સર્વથા ભિન્ન છે; (જેમ કે, દોરડારૂપી અધિષ્ઠાનમાં આરોપિત સાપ પોતાના અધિષ્ઠાનથી (દોરડાથી) જુદો નથી, પરંતુ આરોપિત સાપની સાથે અષિષ્ઠાનને કોઈ સંબંધ નથી.) ॥ ૨૪ | અન્૪] બારમો સ્કંધ 7897 બુદ્વેજાગરણં સ્વપ્નઃ સુષુમિરિતિ ચોચ્યતે | માયામાત્રમિદં રાજન્ નાનાત્વં પ્રત્યગાત્મનિ | ર૫॥। યથા જલધરા વ્યોમ્નિ ભવત્તિ ન ભવન્તિ ચ । બ્રહ્મણીદં તથા વિશ્વમવયવ્યુદયાપ્યયાત્ધં || ર૬॥ સત્યં હ્યવયવઃ પ્રોક્તઃ સર્વાવયવિનામિહ | _ વિનાહર્થેન પ્રતીયેરન્ પટસ્યેવા% તન્તવઃ || ર૭॥ યત્ સામાન્યવિશેષાભ્યામુપલભ્યેત સ ભ્રમઃ | અન્યોન્યાપાશ્રયાત્ સર્વમાધત્તવદવસ્તુ યત્ ॥ ૨૮॥ વિકાર: ખ્યાયમાનોડપિ પ્રત્યગાત્માતમન્તરા | નનિરૂપ્યોડસ્ત્યણુરપિ સ્યાચ્ચેચ્ચિત્સમ આત્મવત્ચ || ર૯॥ નહિ સત્યસ્ય નાનાત્વમવિદ્વાન્ યદિ મન્યતે | નાનાત્વં છિદ્રયોર્યદ્રજજ્યોતિષોર્વાતયોરિવ* ॥ ૩૦॥ યથા હિરણ્યં બહુધા સમીયતે* નૃભિઃ ક્રિયાભિર્વ્યવહારવર્ત્મસુ । વચોભિર્ભગવાનધોક્ષજો લૌકિક્વૈદિકર્જનૈઃ ॥ ૩૧॥ એવં વ્યાખ્યાયતે પરીક્ષિત! જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ - આ ત્રણે અવસ્થાઓ બુદ્ધિની જ છે. આથી એમના કારણે અંતરાત્મામાં જે વિશ્વ, તૈજસ અને પ્રાજ્રૂપ નાનાત્વની પ્રતીતિ થાય છે તે. કેવળ માયા જ છે. બુદ્ધિમાં રહેલા નાનાત્વનો એકમાત્ર સત્ય એવા આત્મા સાથે કોઈ સંબંધ નથી. ।। ૨૫ | જેમ મેઘ કોઈ વાર આકાશમાં હોય છેઅને કોઈ વાર નથી હોતા, તેમ અનેક અવયવોવાળું અને આદિઅંતવાળું આ જગત સૃષ્ટિવેળા બ્રહ્મમાં જન્મે છે અને પ્રલયવેળા બ્રહ્મમાં લય પામે છે, અર્થાત્ જે વસ્તુ અવયવવાળી હોય તે આદિઅંતવાળી હોય છે. તેથી આદિ- અંતવાળું હોવાથી જગત કોઈ વસ્તુ જ નથી. ॥ ર૬ ॥પરીક્ષિત! જગતના વ્યવહારમાં જેટલા પણ અવયવી પદાર્થો હોય છે, તે ન હોવા છતાં પણ તેમના જુદા જુદા અવયવો સત્ય માનવામાં આવે છે. કેમકે, તે તેમનાં કારણ છે. જેમ વસ્રૂપી અવયવીના તમુ”: ક. ન હોવા છતાં પણ તેના કારણરૂપ સૂતરેનું અસ્તિત્વ હોય જ છે, તે જ પ્રમાણે કાર્યરૂપ જગતના અભાવમાં પણ આ જગતના કારણરૂપ અવયવની સ્થિતિ હોઈ શકે છે. ॥ ૨૭ ॥ પરંતુ બ્રહ્મમાં આ કાર્ય-કારણ ભાવ પણ વાસ્તવિક નથી. કેમકે જુઓ, કારણ સામાન્ય વસ્તુ છે અને કાર્ય વિશેષ વસ્તુ છે એવો જે ભેદ દેખાય છે, તે માત્ર ભ્રમ છે. તેનો હેતુ એ છે કે, સામાન્ય અને વિશેષભાવ આપેક્રિક છે, એક-બીજાને આશ્રિત છે. વિશેષ વિના સામાન્યનું અને સામાન્ય વિના વિશેષનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. કાર્ય અને કારણભાવનો આદિ અને અંત બન્ને દેખાય છે, તેથી પશ તે સ્વપ્નના ભેદ-ભાવ જેવી સર્વથા મિથ્યા વસ્તુ છે. ॥ ૨૮ || એમાં કોઈ સંદેહ નથી કે આ પ્રપંચરૂપ વિકાર સ્વપ્નના વિકાર જેવો જ પ્રતીત થઈ રહ્યો છે, તો પણ આ પોતાના અધિષ્ઠાન બ્રહ્મરૂપ આત્માથી ભિન્ન નથી. કોઈ ઇચ્છે તો પણ આત્માથી ભિન્નરૂપમાં અણુમાત્ર પણ એનું નિરૂપણ કરી શકાતું નથી. જો આત્માથી ભિન્ન આની સત્તા * માનવામાં આવે તો આ પણ ચિદ્રૂપ આત્મા જેવું સ્વયંપ્રકાશ હોત. અને એવી સ્થિતિમાં તે આત્માની જેમ જ એકરૂપ સિદ્ધ થાત. ॥| ૨૯ ।। પરંતુ એટલું જ સર્વથા નક્કી જ છે કે પરમાર્થ- સત્ય વસ્તુમાં નાનાત્વ નથી. જો કોઈ અજ્ઞાની પરમાર્થ-સત્ય વસ્તુમાં નાનાત્વ (વૈવિધ્ય)નો સ્વીકાર કરે છે, તો તેનું તે માનવું મહાકાશ અને ઘટાકાશ જેવું છે અર્થાત્ આકાશમાં રહેલા સૂર્ય અને જળમાં પ્રતિબિંબિત સૂર્યમાં તથા બાહ્ય વાયુ અને અંદરના વાયુમાં ભેદ માનવા જેવું છે. 1 ૩૦ || *.— જેમ વ્યવહારમાં મનુષ્ય એક જ સોનાને ગાળીને- ઘડીને અનેકરૂપમાં તૈયાર કરી લે છે અને તે કંકણ (બંગડી), કુંડળ, કડું વગેરે અનેક રૂપોમાં દેખાય છે; એ જ પ્રમાણે વ્યવહારમાં પ્રવીણ વિદ્વાનો લૌકિક અને વૈદિક વાણી દ્વારા ઇન્દ્રિયાતીત આત્મસ્વરૂપ ભગવાનનું પણ ૧. વિશ્વં સમ્ભવત્યુદયા૦ | ૨. આત્મવાન્ | ૩. રર્વાતયોરપિ ! ૪. પ્રતીયતે | [ 1553] મ૦ 4૦ 8૦ (સ્્રળ્ટ-2 ) ગુઝરાતી 54 788 શ્રીમદભાગવત [અન્ફ’ ઘનોડર્કપ્રભવોડર્કદર્શિતો હ્ર્કાશભૂતસ્ય ચ ચક્ષુષસ્તમઃ । ત્વડે બ્રહ્મગુણસ્તદીક્ષિતો બ્રહ્માંશકસ્યાત્મન આત્મબન્ધનઃ || ૩૨॥| યથા એવં ઘનો યદાડર્કપ્રભવો વિદીર્યતે ચક્ષુઃ સ્વરૂપં રવિમીક્ષતે તદા | યદા હ્યહક્ાર ઉપાધિરાત્મનો જિજ્ઞાસયા નશ્યતિ તર્લાનુસ્મરેત્ | ૩૩॥ યદૈવમેતેન વિવેકહેતિના માયામયાહફરણાત્મબન્ધનમ્ 1 છિત્તવાડચ્યુતાત્માનુભવોડવતિષ્ઠતે તમાહુરાત્યન્તિકમક્ર સમ્પ્લવમ્ | ૩૪॥ નિત્યદા સર્વભૂતાનાં બ્રહ્માદીનાં પરન્તપ | ઉત્પત્તિપ્રલયાવેકે સૂક્મજ્ઞાઃ સમ્પ્રચક્ષતે || ૩૫ કાલસ્રોતોજવેનાશુ હ્યમાણસ્ય નિત્યદા | પરિણામિનામવસ્થાસ્તા જન્મપ્રલયહેતવઃ | ૩૬॥ અનાધન્તવતાડનેન કાલેનેશ્વરમૂર્તિના | અવસ્થા નૈવ દૅશ્યત્તે વિયતિ જ્યોતિષામિવ | ૩૭॥ નિત્યો નૈમિત્તિકશ્ષૈવ તથા પ્રાકૃતિકો લયઃ | આત્યન્તિકશ્ચ કથિતઃ કાલસ્ય ગતિરીદશી | ૩૮॥ એતાઃ કુસુશ્રેષ્ઠ જગહ્દિધાતુ- ર્નારાયણસ્યાખિલસત્ત્ધામ્નઃ । લીલાકથાસ્તે કથિતાઃ સમાસતઃ કાત્સ્ન્યેન નાજોડપ્યભિધાતુમીશઃ | ૩૯॥ અનેક રૂપોમાં વર્લન કરે છે. 1૩૧ || જુઓ તો ખરા! વાદળાં સૂર્ય દ્વારા ઉત્પન્ન થાય છે અને સૂર્યથી જ પ્રકાશિત થાય છે. છતાં પણ તે સૂર્યના અંશ નેત્રો માટે સૂર્યનું દર્શન કરવામાં બાધક બની જાય છે. આ પ્રમાણે અહંકાર પણ બ્રહ્મથી જ ઉત્પન્ન થાય છે, બ્રહ્મથી જ પ્રકાશિત થાય છે અને બ્રહ્મના અંશ જીવ માટે બ્રહ્મસ્વરૂપના સાક્ષાત્કારમાં બાધક બની જાય છે. || ૩૨ ॥ જ્યારે સૂર્યથી ઉત્પન્ન થનારાં વાદળાં વિખેરાઈ જાય છે ત્યારે નેત્રો સૂર્યના દર્શન કરવા સમર્થ બને છે. બરાબર આ જ પ્રમાણે જયારે જીવના ફદયમાં જિજ્ઞાસા જાગે છે, ત્યારે આત્માની ઉપાધિ અહંકાર નષ્ટ થઇ જાય છે અને તેને પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર થઈ જાય છે. 1૩૩ || પ્રિય પરીક્ષિત! જ્યારે જીવ વિવેકરૂપી તલવારથી માયારૂપી અહંકારના બંધનને કાપી નાખે છે ત્યારે તે પોતાનાથી અભિન્ન આત્મસ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. આત્માની આ માયામુક્ત વાસ્તવિક, સ્થિતિ જ આત્યત્તિક પ્રલય કહેવાય છે. || ૩૪ || હે શત્રુદમન! તત્તદર્શી લોકો કહે છે કે બ્રહ્માથી લઈને તજ્નખલા સુધી જેટલા પ્રાણી અથવા પદાર્થો છે, બધાં જ નિરંતર પેદા થાય છે અને નાશ પામે છે. અર્થાત્ નિત્ય-નિરંતર ઉત્પત્તિ અને પ્રલય થતો રહે છે. 1૩૫ ॥ સંસારના પરિષ્રામી પદાર્થો, નદીઓનો પ્રવાહ અને દીપ- શિખા વગેરે ક્ષણે-ક્ષણે બદલાતાં રહે છે. તેમની બદલાતી અવસ્થાને જોઈને એ નિશ્ચય થાય છે કે શરીર વગેરે પણ કાળના પ્રવાહમાં વહી રહ્યાં છે - બદલાઈ રહ્યાં છે. આથી તેમનાં ક્ષણે-ક્ષણે ઉત્પત્તિ અને પ્રલય થઈ રહ્યાં છે. । ૩૬ ॥। જેમ આકાશમાં તારા નિરંતર ચાલતા રહે છે, પરંતુ તેમની ગતિ સ્પષ્ટરૂપે દેખાતી નથી, તે જ રીતે ભગવાનના સ્વરૂપ એવા અનાદિ-અનંતકાળને કારણે પ્રાણીઓનાં પ્રતિક્ષણે થતાં ઉત્પત્તિ અને પ્રલયને પણ જાણી શકાતાં નથી. | ૩૭ | પરીક્ષિત! મેં તમને ચાર પ્રકારના પ્રલયનું વર્ણન કરી સંભળાવ્યું; તેમનાં નામ છે - નિત્ય પ્રલય, નૈમિત્તિક પ્રલય, પ્રાકૃતિક પ્રલય અને આત્યંતિક પ્રલય. વાસ્તવમાં કાળની ગતિ આવી જ છે. 1૩૮ ॥ હે કુરુત્રેષ્! વિશ્વવેધાતા ભગવાન નારાયણ જ સમસ્ત પ્રાણીઓ અને શક્તિઓના આશ્રય છે. જે કાંઈ મેં સંક્ષેપમાં કહ્યું, તે બધી તેમની લીલા-કથા છે. ભગવાનની લીલાઓનું પૂરેપૂરું વર્ણન તો સ્વયં બ્રહ્માજી પણ કરી શકતા નથી. 1૩૯ ॥ ૧. ચાશુષ તમઃ! [15531 અ૦પ] બારમો સ્કંધ- 789 સંસારસિન્ધુમતિદુસ્તરમુત્તિતીર્ષા- ર્નાન્યઃ પ્લવો ભગવત: પુરુષોત્તમસ્ય | લીલાકથારસનિષેવણમન્તરેણ પુંસો ભવેદ વિવિધદુઃખદવાર્દિતસ્ય ॥ ૪૦॥ પુરાણસંહિતામેતામૃષિર્નારાયણોડવ્યયઃ ।| નારદાય પુરા પ્રાહ કૃષ્ણદ્વેપાયતાય સઃ ૪૧॥ સ વૈ મહ્યં મહારાજ ભગવાન્ બાદરાયણઃ | ઇમાં ભાગવતી પ્રીતઃ સંહિતાં વેદસમ્મિતામ્ | ૪૨ એતાં વક્ષ્યત્યસૌ સૂત શ્ષિભ્યો નૈમિષાલયે | દીર્થસત્રે કુરુશ્રેષ્ઠ -સમ્પૃષ્ટઃ શૌનકાદિભિઃ ॥૪૩॥ જે લોકો અત્યંત દુસ્તર સંસાર-સાગરને તરી જવાની ઇચ્છા રાખે છે અથવા જે લોકો અનેક પ્રકારનાં દુઃખોના દાવાનળથી બળી રહ્યા છે, તેમના માટે પુરુષોત્તમ ભગવાનની લીલા-કથારૂપ રસન! સેવન સિવાય બીજું કોઈ સાધન, બીજી કોઈ નૌકા નથી. તેઓ માત્ર ભગવાનના લીલા-રસાયણનું સેવન કરીને જ પોતાનો મનોરથ પૂર્ણ કરી શકે છે. ॥ ૪૦ ॥ જે કાંઈ મેં તમને કહ્યું તે જ શ્રીમદ્ભાગવતપુરાણ છે. એને સનાતન કષિઓ—નર-નારાયણે પહેલાં દેવર્ષિ નારદને કહ્યું હતું અને નારદજીએ મારા પિતા મહર્ષિ કૃષ્ણદેપાયનને કહ્યું હતું. 1 ૪૧ ॥ મહારાજ! તે જ બદરીવનવિહારી ભગવાન શ્રીકૃષ્ટદ્ેપાયને પ્રસન્ન થઈને મને આ વેદ્તુલ્ય શ્રીમદૂભાગવતસંહિતાનો ઉપદેશ કર્યો, | ૪૨ | કુસ્ુશ્રેષ્ઠ! ભવિષ્યમાં જ્યારે શૌનકાદિ ત્કષિઓ નૈમિષારણ્યમાં બહુ મોટું યશ-સત્ર કરશે, ત્યારે તેમના પૂછવાથી પુરાણોના વક્તા શ્રીસૂતજી તે લોકોને આ સંહિતાનું શ્રવણ કરાવશે. ॥ ૪૩ ॥ ત્ક્્કિત્ત્ક ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહેતાયાં દ્વાદશસ્કન્ધે” ચતુર્થોડધ્યાયઃ ॥ ૪ |! બારમા સ્કંધ-અંતર્ગત ચોથો અધ્યાય સમાપ્ત.