દસમો અધ્યાય ભાગવતનાં દસ લક્ષણો કછુક ઉશચ! અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનં પોષણમૂતયઃ । મન્વન્તરેશાનુકથા નિરોધો મુક્તિરાશ્રયઃ | ૧॥। દશમસ્ય વિશુદ્ધચર્થ નવાનામિહ લક્ષણમ્ ! વર્ણયન્તિ મહાત્માનઃ શ્રુતેનાર્થન ચાગ્જસા ॥ ૨॥। ભૂતમાત્રેન્દ્રિયધિયાં જન્મ સર્ગ ઉદાહૃતઃ | બ્રહ્મણો ગુણવૈષપ્યાદ્ વિસર્ગઃ પૌરુષઃ સ્મૃતઃ ॥ ૩॥ સ્મિતિર્વૈકુષ્ઠવિજયઃ પોષણં તઇનુગ્રહઃ | મન્વન્તરાણિ સદ્ધર્મ ઊતયઃ કર્મવાસનાઃ || ૪! અવતારાનુચરિતં હરેશ્ચાસ્યાનુવર્તિનામ્* | સતામીશકથાઃ પ્રોક્તા નાનાખ્યાનોપબૃંહિતાઃ | ૫॥। નિરોધોડસ્યાનુશયનમાત્મનઃ સહ શક્તિભિઃ । મુક્તિર્હિત્વાડન્યથારૂપંસ્વરૂપેણ વ્યવસ્થિતિઃ || ૬॥। આભાસશ્ચ નિરોધશ્વ યતશ્ચાધ્યવસીયતે” । સ આશ્રયઃ પરં બ્રહ્મ પરમાત્મે[તિ શબ્દતે” || ૭॥ યોડધ્યાત્મિકોડયં પુરુષઃ સોડસાવેવાધિદૈવિકઃ ! યસ્તત્રોભયવિચ્છેદઃ પુરુષો” હ્યાધિભૌતિકઃ ॥ ૮॥ એકમેકતરાભાવે યદા નોપલભામહે | ત્રિતયં તત્ર યો વેદ સ આત્મા સ્વાશ્રયાશ્રયઃ ॥ ૯ શ્રીશુકદેવજી કહે છે - હે પરીક્ષિત! આ ભાગવત- પુરાણમાં દસ વિષયોનું વર્ણન છે - સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઊતિ, મન્વંતર, ઈશાનુક્વા, નિરોધ, મુક્તિ અને આશ્રય - (૧) આમાંનું જે દસમું “આશ્રય’-તત્ત્વ છે તેનું. પૂર્ણ જ્ઞાન થાય તે માટે ક્યાંક શ્રુતિથી, ક્યાંક તાત્પર્યથી અને ક્યાંક બંનેના અનુકૂળ અનુભવથી મહાત્માઓએ અન્ય નવ વિષયોનું ઘણરી સુગમ રીતે વર્જન કર્યું છે, (૨) ઈશ્વરની પ્રેરજાથી ગુજ્ઞોમાં ક્ષોભ થતાં રૂપાંતરો થવાથી જે આકાશ વગેરે પાંચ મહાભૂતો, શબ્દ વગેરે તન્માત્રાઓ, ઇન્દ્રિયો, અહંકાર અને મહત્ત્વની ઉત્પત્તિ થાય છે તેને ‘સર્ગ’ કહે. છે. તે વિરાટ પુરુષથી ઉત્પન્ન બ્રહ્માજી વડે જે વિભિન્ન જડ- ચેતન સૃષિઓનું નિર્મા્ન થાય છે તેનું નામ છે “વિસર્ગ’. (૩) પ્રત્યેક પગલે નાશ તરફ આગળ વધતી સૃષ્ટિને એક મર્યાદામાં સ્થિર રાખવાથી ભગવાન વિષ્ણુની જે શ્રેષ્ઠતા સિદ્ધ થાય છે તેનું નામ સ્થિતિ છે. ભગવાન વડે સુરક્ષિત સૃષ્ટિમાં ભક્તો ઉપર તેમની જે કૃપા થાય છે તેનું નામ છે ‘પોષણ’. મન્વંતરોના અધિપતિ ભગવદદભક્તિ અને પ્રજાપાલનરૂપી શુદ્ધ ધર્મનું જે અનુષ્ઠાન કરે છે તેને “મન્વંતર’ કહે છે. જીવોની તેવી વાસનાઓ કે જે કર્મો દ્વારા તેમને બંધનમાં નાખે છે. તેઓ ‘ઊતિ’ નામે ઓળખાય છે. (૪) ભગવાનના વિભિન્ન અવતારોની અને તેમના પ્રેમી ભક્તોની,વિવિધ આખ્યાનોવાળી કથાઓ ‘ઈશકથા’ છે. (૫) ભગવાન જ્યારે યોગનિદ્રા અપનાવીને શયન કરે છે ત્યારે આ જીવનું પોતાની ઉપાધિઓ સહિત તેમનામાં લીન થવું એ ‘નિરોધ’ છે. અશ્ાન-કશ્પિત કર્તાપણું, ભોક્તાપજું વગેરે અનાત્મભાવનો પરિત્યાગ કરીને પોતાના વાસ્તવિક સ્વરૂપ પરમાત્મામાં સ્થિત પવું એ જ ‘મુક્તિ’ છે. (૬) હે પરીક્ષિત! આ ચરાચર જગતનો ઉત્પત્તિ અને પ્રલય જે તત્ત્વથી પ્રકાશિત થાય છે તે પરમ બ્રહ્મ જ “આશ્રય’ છે. શાસ્ત્રોમાં એને જ પરમાત્મા કહ્યા છે. (૭) નેત્ર વગેરે ઇન્દ્રયોનો અભિમાની દ્રષ્ટા જીવ છે, તે જ ઇન્દ્રિયોના અધિકારી દેવતા સૂર્ય વગેરેના રૂપમાં પબ્ર છે અને નેત્રગોલક વગેરેથી યુક્ત જે દશ્ય શરીર છે તે જ તે બંનેને અલગ પાડે છે. (૮) ખા ત્રણેમાંષી જો એકનો પણ અભાવ થઈ જાય તો બીજા બેની પ્રાપ્તિ થઈ શકતી નથી. તેથી, જે આ ત્રણેયને. જાણે છે તે પરપાત્મા જ બધાનું અધિષ્ઠાન “આશ્રય’ તત્ત્વ છે. તેનો આશ્રય તે પોતે જ છે, અન્ય કોઈ નહીં. (૯) ૨. પ્ર પા. - શરબાદપવશિસૂવાચ ૨. પ્રા. પા. - ન્નુવર્શિતપ્1 ૩, પ્રા. પા. - તપસ્તદ્ ત્ર ગીતે 1 ૪. પ્રા. પા. - જમતે। પ. પ્રા. પા. - સ સ્તો! અ૦૧૦] બીજો સ્કન્ધ 169 પુરુષોડણં વિનિર્ભિઘ યદાસૌ સ વિનિર્ગતઃ5 । આત્મનોડયનમન્વિચ્છત્પોડસાક્ષીચ્છુચિઃશુચીઃ ।। ૧૦॥ તાસ્વવાત્સીત્સ્વસૃષ્ટાસુ સહસ્રપરિવત્સરાન્ ! તેન નારાયણો નામ યદાપઃ પુરુષો-દ્રવાઃ ॥। ૧૧॥। દ્રવ્ય કર્મ ચ કાલશ્ચ સ્વભાવો જીવ એવ ચ | યદનુગ્રહતઃ સન્તિ ન સન્તિ યદુપેક્ષયા ॥૧૨॥ એકોનાનાત્વમન્વિચ્છન્યોગતલ્પાત્ સમુત્થિતઃ | વીર્ય હિરણ્મયં દેવો માયયા વ્યસૃજત્ ત્રિધા । ૧૩॥। અધિદૈવમથાધ્યાત્મમધિભૂતમિતિ પ્રભુઃ યથૈકં પૌરુષં વીર્ય ત્રિધાડભિદ્યત તચ્છુણુ । ૧૪॥। અત્તઃશરીર આકાશાત્ પુરુષસ્ય વિચેષ્ટતઃ ઓજઃસહોબલંજશે* તતઃપ્રાણો મહાનસુઃ ॥ ૧૫॥ અનુપ્રાણન્તિ યં પ્રાણાઃ પ્રાણન્તં સર્વજન્તુષુ | અપાનન્તમપાનન્તિ નરદેવમિવાનુગાઃ ૧૬ પ્રાણેન ક્ષિપતા ક્ષુત્ તૃડન્તરા જાયતે પ્રભોઃ* । પિપાસતો જક્ષતશ્ચ પ્રાડ્મુખં નિરભિધત ।। ૧૭।। મુખતસ્તાલુ નિર્ભિન્નં જિદ્ધા તત્રોપજાયતે ! તતો નાનારસો જજ્ઞે જિહ્મયા યોડધિગમ્યતે | ૧૮।। વિવક્ષોર્મુખતો ભૂમ્નો વહિર્વાગ્ વ્યાહતં તયોઃ જલે વૈ તસ્ય” સુચિરં નિરોધઃ સમજાયત | ૧૯! નાસિકે નિરભિદ્ેતાં દોધૂયતિ નભસ્વતિ | તત્ર વાયુર્ગન્ધવહો ઘ્રાણો નસિ જિઘૃક્ષતઃ ॥ ૨૦॥ યદાડડત્મનિનિરાલોકમાત્માનંચ દિદેક્ષતઃ | નિર્ભિન્ેહ્યક્ષિણી’ તસ્ય જ્યોતિશ્ચક્ષુ્ગુણગ્રહઃ ॥ ર ૧ પૂર્વોક્ત વિરાટ પુરુષ જ્યારે બ્રહ્માંડ કોડીને બહાર આવ્યો ત્યારે તે પોતાનું રહેવાનું સ્થાન ખોળવા લાગ્યો અને સ્થાન (મેળવવા)ની ઇચ્છાથી તે શુદ્ધ સકંલ્પવાળા પુરુષે અત્યંત પવિત્ર જળનું સર્જન કર્યું. (૧૦) વિરાટ પુરુષરૂપી “નર” થકી ઉત્પન્ન થવાને કારણે જ જળનું નામ “નાર’ પહ્યું અને તે પુરુષ પોતે ઉત્પન્ન કરેલા તે નારમાં એક હજાર વર્ષ, રહ્યા, તેથી તેમનું નામ ‘નારાયણ’ થયું. (૧૧) તે નારાયણ ભગવાનની કૃપાથી જ દ્રવ્ય, કર્મ, કાળ, સ્વભાવ, જીવ વગેરેની સત્તા (અસ્તિત્વ) છે. તેમની ઉપેક્ષા કરવાથી અન્ય કોઈનું અસ્તિત્વ રહેતું નથી. (૧૨) તે અદ્વિતીય ભગવાન નારાયજ્રે યોગનિદ્રામાંથી જાગીને (પોતે) અનેક થવા ઇચ્છવું, ત્યારે તેમણે પોતાની માયા વડે અખિલ બ્રહ્માંડના બીજસ્વરૂપ પોતાના સુવર્ણમય વીર્યનું ત્રણ ભાગોમાં વિભાજન કર્યું - અધિદૈવ, અધ્યાત્મ અને અધિભૂત. હે પરીક્ષિત! તે વિરાટ પુરુષના એક જ વીર્યનું ત્રણ ભાગોમાં વિભાજન કેવી રીતે થયું તે સાંભળો. (૧૩-૧૪) વિરાટ પુરુષના હલન-ચલનથી તેમના શરીરમાં રહેનારા આકાશમાંથી ઇન્દ્રિયબળ, મનોબળ અને શરીરબળની ઉત્પત્તિ થઈ અને એમનામાંથી એ બધાંનો રાજા પ્રાણ ઉત્પન્ન થયો. (૧૫) જેમ સેવક પોતાના સ્વામી રાજાની પાછળ- પાછળ ચાલે છે તેવી જ રીતે બધાંનાં શરીરોમાં પ્રાણનું. પ્રાબલ્ય રહેવાથી જ બધી ઇન્દ્રિયો પ્રબળ રહે છે અને જ્યારે તે પ્રાણ મંદ પડી જાય છે ત્યારે તે બધી ઇન્દ્રિયો પણ મંદ પડી જાય છે. (૧૬) જ્યારે પ્રાણ જોરથી આવવા-જવા લાગ્યો ત્યારે વિરાટ પુરુષને ભૂખ-તરસની અનુભૂતિ થઈ. ખાવા- પીવાની ઇચછા થતાં જ સૌપ્રથમ તેમના શરીરમાં મુખ પ્રગટ થયું. (૧૭) મુખથી તાળવું અને તાળવાથી રસનેન્દ્રિય (જિહ્વા) પ્રગટ થઈ. ત્યારબાદ અનેક પ્રકારના રસ ઉત્પન્ન થયા, કે જેમને રસના (જીભ) ગ્રહણ કરે છે. (૧૮) જયારે તેમને બોલવાની ઇચ્છા થઈ ત્યારે વાગ્-ઇન્દ્રિય, તેના અધિષ્ઠાતા દેવતા અગ્નિ અને તેમનો વિષય બોલવું - એ ત્રણે પ્રગટ થયાં. ત્યારબાદ ઘણા સમય સુધી તે જળમાં જ તેઓ રોકાઈ રહ્યા. (૧૯) શ્વાસના વેગથી નસકોરાં પ્રગટ થયાં. જ્યારે તેમને સૂંધવાની ઇચ્છા થઈ ત્યારે તેમની શ્રાશેન્દ્રિય-નાક આવી મળ્યું અને તેના અધિષ્ઠાતા દેવતા ગંધ ફેલાવનાર વાયુદેવ પ્રગટ થયા. (૨૦) પહેલાં તેમના શરીરમાં પ્રકાશ ન હતો; પણ પછી જ્યારે પોતાને તથા બીજી વસ્તુઓને જોવાની તેમને ઇચ્છા થઈ ત્યારે નેત્રછિદ્રો, તેમના અધિષ્ઠાતા દેવતા સૂર્ય અને નેત્રેન્દ્રિય પ્રગટ થયાં અને તેમના વડે રૂપનું ગ્રહણ થવા લાગ્યું. (૨૧) ૧. પ્રા. પા. - વિસર્ગેતઃ1 ૨. પ્રા. પા. -. તેજસ્તતઃ 1 ૩. પ્રા. પા. - વિભોઃ 1 ૪. પ્રા. પા. - સુચિ તસ્ય 1 પ. પ્રા. પા. - અકિણી ! 170 શ્રીમદભાગવત [અ૦૧૦ બોધ્યમાનસ્ય ત્રષિભિરાત્મનસ્તજ્જિયૃક્ષતઃ ! કણી ચ નિરભિઘેતાં દિશઃ શ્રોત્રં ગુણગ્રહઃ ॥ ર૨ ॥ વસ્તુનો મૃદુકાઠિન્યલઘુગુર્વોષ્ણશીતતામ્ | જિઘૃક્ષતસત્વડનિર્ભિન્ા તસ્યાં રોમમહીરુહાઃ । તત્ર ચાન્તર્બહિર્વાતસ્ત્વચા લબ્ધગુણો વૃતઃ ॥ ૨૩॥ હસતો રુરુહતુસ્તસ્ય નાનાકર્મચિકીર્ષયા | તયોસ્તુબલમિન્દ્રશ્ન’ આદાનમુભયાશ્રયમ્ | ર૪॥ ગતિંજિગીષતઃપાદૌ રુરુહાતેડભિકામિકામ્ ! પદ્ધયાંયશઃ સ્વયં હવ્યં કર્મભિઃક્રિયતે નૃભિઃ૨ ॥ ર૫॥ નિરભિદ્યત શિશ્રો વૈ પ્રજાનન્દામૃતાર્થિનઃ । ઉપસ્થ આસીત્ કામાનાં પ્રિયં તદુભયાશ્રયમ્ ॥ ર ૬।। ઉત્સિસક્ષોર્ધાતુમલં નિરભિધત વૈ ગુદમ્ । તતઃ પાયુસ્તતો મિત્ર ઉત્સર્ગ ઉભયાશ્રયઃ ॥ ૨૭॥ આસિસૃપ્સોઃ પુરઃ પુર્યા નાભિદ્વારમપાનતઃ । તત્રાપાનસ્તતો મૃત્યુઃ પૃથક્ત્વમુભયાશ્રયમ્ !। ર૮॥। આદિત્સોરશ્ષપાનાનામાસન્ કુક્યન્ત્રનાડયઃ । નધઃ સમુદ્રાશ્ચ તયોસ્તુષ્ટિઃ પુષ્ટિસ્તદાશ્રયે ॥ ૨૯॥ નિદિધ્યાસોરાત્મમાયાં હૃદયં નિરભિદ્યત । તતો મનસ્તતશ્ચન્દ્ર” સકલ્પઃ કામ એવ ચ || ૩૦॥ ત્વક્ચર્મમાંસરુધિરમેદોમજ્જાસ્થિધાતવઃ । ભૂમ્યમેજોમયાઃ સપર પ્રાણો વ્યોમામ્બુવાયુભિઃ ॥ ૩૧॥ જ્યારે વેદરૂપી કદષિઓ તે વિરાટ પુરુષને સ્તુતિઓ વડે જગાડવા લાગ્યા ત્યારે તેમને સાંભળવાની ઇચ્છા થઈ. તે. સમયે કાન, તેમના અધિષ્ઠાતા દેવતા દિશાઓ અને કર્ણેન્દ્રિ5 નાથી જ શબ્દ સંભળાય છે. (૨ ૨) જ્યારે તેમણે વસ્તુઓનું કોમળપણું, કઠણપણું, હલકાપણું, ભારેપણું, ગરમપણું, ઠંડાપણું વગેરે જાણવા ઇચ્છું ત્યારે તેમના શરીરમાં ત્વચા પ્રગટ થઈ. ધરતીમાંથી જેમ વૃક્ષો ઊગી નીકળે છે તેમ તે ત્વચામાંથી રુવાં પેદા થયાં અને તેની અંદર-બહાર રહેનારો વાયુ પણ પ્રગટ થયો. સ્પર્શનો અનુભવ કરનાર ત્વક્ઇન્દ્રિય પણ એ સાથે જ શરીરમાં ચારે તરફ લપેટાઈ ગઈ અને તેથી તેમને સ્પર્શની અનુભૂતિ થવા લાગી. (૨૩) જ્યારે તેમને અનેક પ્રકારનાં કર્મ કરવાની ઇચ્છા થઈ ત્યારે તેમને હાથ ઊગી આવ્યા. તે હાથોમાં ગ્રહણશક્તિ, હસ્તેન્દ્રિય તથા તેમના અધિદેવતા ઇન્દ્ર પ્રગટ થયા અને બંનેના આશ્રયે થનાર ગ્રહબ્નરૂપી કર્મ પબ્ પ્રગટ થયું. (૨૪) જ્યારે તેમને. અભીષટ સ્થાને જવાની ઇચછા થઈ ત્યારે તેમના શરીરમાં પગ ઊગી આવ્યા. પગોની સાથે જ ચરણેન્દ્રિયના અપિષ્ઠાતારૂપે. સ્વયં યશ્પુરુષ ભગવાન વિષ્યુ ત્યાં સ્થિત થયા અને એમનાથી ચાલવારૂપી કર્મ પ્રગટ થયું. મનુષ્યો આ જ ચરશેન્દ્રિયથી ચાલીને યજ્સામગ્રી એકઠી કરે છે. (૨૫) સંતાન, રતિ અને સ્વર્ગભોગની ઇચ્છા થતાં વિરાટ પુરુષના શરીરમાં લિંગની ઉત્પત્તિ થઈ. તેમાં ઉપસ્થેન્દ્રિય અને પ્રજાપતિ દેવતાનો તથા તે બંનેના આશ્રયે રહેનારા કામસુખનો પ્રાદુર્ભાવ થયો. (૨૬) જ્યારે તેમને મળત્ધાગની ઇચ્છા થઈ ત્યારે ગુદા પ્રગટ થઈ. ત્યારપછી તેમાં પાયુ-ઇન્દ્રિય અને મિત્રદેવતા ઉત્પન્ન થયા. એ બંને વડે મળત્યાગની ક્રિયા થાય છે. (૨૭) અપાન- માર્ગ દ્વારા એક શરીરમાંથી બીજા શરીરમાં જવાની ઇચ્છા થતાં નાભિદ્ધાર પ્રગટ થયું. તેનાથી અપાન અને મૃત્યુ- દેવતા પ્રગટ થયા. એ બંનેના આશ્રયે જ પ્રાણ અને અપાનનો વિષોગ અર્થાત્ મૃત્યુ થાય છે. (૨૮) જ્યારે વિરાટ પુરુષને અન્ન-જળ લેવાની ઇચછા થઈ ત્યારે ઉદર, આંતરડાં અને નાડીઓ ઉત્પન્ન થઈ. સાથે જ કુક્ષિના (ઉદરના) દેવતા સમુદ્ર, નાડીઓના દેવતા નદીઓ તથા તુષ્ટિ અને પુષ્ટિ એ બંને તેમના આશ્રિત વિષયો ઉત્પન્ન થયાં. (૨૯) જ્યારે. તેમણે પોતાની માયા વિશે વિચારવા ચાહ્યું ત્યારે હૃદયની ઉત્પત્તિ થઈ. તેમાંથી મનરૂપી ઇન્દ્રિય અને મનથી તેના દેવતા ચંદ્રમા તથા તેના વિષયો કામના અને સંકલ્પ પ્રગટ થયાં. (૩૦) વિરાટ પુરુષના શરીરમાં પૃથ્વી, જળ અને તેજથી ત્વચા, ચામડી, માંસ, રક્ત, મેદ, મજ્જા અને અસ્થિ એ સાત ધાતુઓ પ્રગટ થઈ. એજ પ્રમાણે આકાશ, જળ અને વાયુથી ૧. પ્રા. પા. - બલવાનિન્દ્ર આદાન! ૨. પ્રા. પા. - ત્રિભિઃ1 ૩. પ્રા. પા. - મનથન્દ્ર ઈતિ | અ૦૧૦] બીજો સ્કન્ધ 171 ગુષ્ાત્મકાનીન્દ્રિયાણિ પ ભૂતાદિપ્રભવા ગુણાઃ । મનઃ સર્વવિકારાત્મા બુદ્ધિર્વિજ્ઞાનરૂપિણી । ૩૨ એતદ્રગવતો રૂપં સ્થૂલં તે વ્યાહતં મયા । મહ્યાદિભિશ્ચાવરણૈરષ્ટભિર્બહિરાવૃતમ્ 11૩૩1! અતઃ પરં સૂક્્મતમમવ્યક્તં નિર્વિશેષણમ્ | અનાદિમધ્યનિધનં નિત્યં વાફ્મનસઃ પરમ્ ॥ ૩૪॥। અમુની ભગવદ્રૂપે મયા તે અનુવર્ણિતે | ઉભેઅપિ ન ગૃહ્મન્તિ માયાસૃષ્ટે વિપશ્ચિતઃ ॥ ૩૫॥ સ વાચ્યવાચકતયા ભગવાન્ બ્રહ્મરૂપધૃક્ | નામરૂપક્રિયા ધત્તે સકર્માકર્મકઃ પરઃ | ૩૬ પ્રજાધતીન્મનૂન્ દેવાનૃષીન્ પિતૃગણાન્ પૃથક્ । સિદ્ધચારણગત્ધર્વાન્ વિદ્યાધ્રાસુરગુહ્યકાન્ || ૩૭।! કિન્નરાપ્સરસો નાગાન્ સર્પાન્ કિમ્પુરુષોરગાન્ । માતૃચે રક્ષપિશાચાંશ્ર પ્રેતભૂતવિનાયકાન્ ॥ ૩૮॥ કૃષ્ાણોન્માદવેતાલાન્યાતુધાનાન્ ગ્રહાનપિ । ખગાન્મૃગાન્પશૂન્વૃક્ષાન્ગિરીકૃપ સરીસૃપાન્ | ૩૯॥। હિવિધાશ્ચતુર્વિધા યેડન્યે જલસ્થલનભૌકસઃ | કુંશલાકુશલા* મિશ્રાઃકર્મણાં ગતયસ્ત્વિમાઃ ॥ ૪૦॥ સત્ત્વ રજસ્તમ ઈતિ તિસ્તઃ સુરનૃનારકાઃ | તત્રાપ્પૈકૈકશો રાજન્ ભિધન્તે ગતયસ્તિધા । યદૈકૈકતરોડન્યાભ્યાં સ્વભાવ ઉપહન્યતે | ૪૧ સ એવેદં જગદ્ધાતા ભગવાન્ ધર્મરૂપધૃક્ ! પુષ્્ાતિસ્થાપયન્વિશ્વ તિર્યફ્નરસુરાત્મભિઃ? ॥ ૪૨॥ તતઃકાલાગ્નિરુદ્રાત્મા યત્સૃષ્ટમિદમાત્મનઃ । સંનિયચ્છતિ કાલેન” ઘનાનીકમિવાનિલઃ ॥૪૩॥ મ્રાણોની ઉત્પત્તિ થઈ. (૩૧) ઇન્દ્રિયો વિષયોને ગ્રહબ્ર કરનારી છે. તે વિષયો અહંકારથી ઉત્પન્ન થયેલા છે. મન બધા વિચારોનું ઉદભવસ્થાન છે અને બુદ્ધિ તમામ પદાર્થોનો બોધ કરાવનારી છે. (૩૨) મેં ભગવાનના આ સ્થૂળ રૂપનું વર્ધાન તમને સંભળાવ્યું છે, આ રૂપ બાહ્ય રીતે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્્વ અને પ્રકૃતિ - આ આઠ આવરણોથી ઘેરાયેલું છે. (૩૩) આનાથી પર એવું ભગવાનનું સૂક્ષ્મ રૂપ છે, તે અવ્યક્ત, નિર્ષિશેષ, આદિ-મધ્ય-અંતરહિત અને નિત્ય છે. ત્યાં પહોંચવાનું વાણી અને મનનું સામર્થ્ય નથી. (૩૪) મેં તમને ભગવાનનાં સ્થૂળ અને સૂક્ષ્મ - વ્યક્ત અને અવ્યક્ત - બે રૂપોનું વર્ણન સંભળાવ્યું, તે બંનેય ભગવાનની માયા વડે રચાયેલાં છે; તેથી આ બંનેયનો સ્વીકાર વિદ્વાન પુરુષો કરતા નથી. (૩૫) વાસ્તવમાં ભગવાન નિષ્કિય છે, પોતાની શક્તિથી જ તેઓ સક્રિય બને છે; અને પછી તો તેઓ બ્રહ્માનું અથવા વિરાટ રૂપ ધારણ કરીને વાચ્ય અને વાચકના — શબ્દ અને અર્થના રૂપમાં પ્રગટ થાય છે અને અનેક નામો, રૂપો અને ક્રિયાઓ અપનાવે છે. (૩૬) હે. પરીક્ષિત! પ્રજાષતિ, મનુ, દેવતા, ત્દષિ, પિતૃ, સિદ્ધ, ચારણ, ગંધર્વ, વિધાધર, અસુર, યક્ષ, કિન્નર, અપ્સરા, તાગ, સર્પ, કિંપુરુષ, ઉરગ, માતૃકા, રાક્ષસ, પિશાચ, પ્રેત, ભૂત, વિનાયક, કૃષ્માંડ ઉન્માદ, વેતાલ, યાતુધાન, ગ્રહ, પક્ષી, મૃગ, પશુ, વૃક્ષ, પર્વત, સરીસૃષ ઇત્યઃદિ જેટલાં પણ નામરૂપો સંસારમાં છે તે બધાં ભગવાનનાં જ સ્વરૂપ છે. (૩૭-૩૯) સંસારમાં ચર અને અયરના ભેદને લીધે બે પ્રકારનાં તથા જરાયુજ, અંડજ, સ્વેદજ અને ઉદદભિજ્જના ભેદને લીધે ચાર પ્રકારનાં જેટલાં પણ જળચર, થળચર અને ખેચર પ્રાણીઓ છે તે તમામે તમામ શુભ, અશુભ અને શુભાશુભષિશ્ર કર્મોનું ફળ છે. (૪૦) સત્વગુણના પ્રાધાન્યથી દેવતા, રજોગુણના પ્રાધાન્યથી મનુષ્ય અને તમોગુણના પ્રાધાન્યથી નારકીય યોનિઓ મળે છે. આ ગુજ્ઞોમાં પણ જ્યારે એક ગુણ બીજા બે ગુણોથી અભિભૂત થાય છે ત્યારે તે પ્રત્પેક ગતિના પણ વળી ત્રણ-ત્રણ પ્રકારો પડે છે. (૪૧) તે ભગવાન જગતના ધારણ-પોષણ માટે ધર્મમય વિષ્ણુરૂપે દેવતા, મનુષ્ય, પશુ-પક્ષી વગેરે રૂપોમાં અવતાર લે છે તથા વિશ્વનું પાલન-પોષજ્ન કરે છે. (૪ર) પ્રલથનો સમય આવતાં તે જ ભગવાન કાલાગ્નિસ્વરૂપ રૃદ્રનું રૂપ લઈને, પોતે જ બનાવેલા આ વિશ્વને પોતાનામાં લીન કરી દે છે, જેમ વાયુ મેઘમાળાને લીન કરે છે તેમ. (૪૩) ૧. પ્રા. પા. — ભૂતાત્મત | ર. પ્રા. પા. - માતૃરેશઝ | ૩. પ્રા. પ. પ્રા. પા. - તત્કાલે . - ફઘલાકુશલમિશાા | ૪. પર. પા. - ન્યુરાદિભિઃ | 172 શ્રીમદભાગવત [૦૧૦ ઇત્થંભાવેન કાથિતો ભગવાન્ ભગવત્તમઃ । નેત્થંભાવેન હિ પરં દ્રષ્ટુમર્હન્તિ સૂરયઃ ॥ ૪૪॥ નાસ્ય કર્મણિ જન્માદૌ પરસ્યાતુવિધીયતે | કર્તૃત્વપ્રતિપેધાર્થ માયયારોપિ્ત હિ તત્ ॥1૪૫॥ અયં તુ બ્રહ્મણઃ કલ્પઃ સવિકલ્પ ઉદાહૃતઃ 1 વિધિઃ સાધારણો યત્ર સર્ગાઃ પ્રાકૃતવૈકૃતાઃ ॥ ૪૬।। પરિમાણં ચ કાલસ્ય કલ્પલક્ષણવિગ્રહમ્ | યથાપુરસ્તાદવ્યાખ્યાસ્યે પાવ્મં કલ્પમથો’ શૃણુ ।। ૪૭॥। થૌન્ક ઉવ(ચ યદાહ નો ભવાન્ સૂત ક્ષત્તા ભાગવતોત્તમઃ | ચચારતીર્થાને ભુવસ્યક્ત્વાબન્ધૂન્ર સુદુસ્યજાન્ | ૪૮॥। કુત્રકૌષારવેસ્તસ્ય સંવાદોડધ્યાત્મસંશ્રિતઃર । યદ્ધા સ ભગવાંસ્તસ્મૈ પૃષ્ટસ્તત્ત્વમુવાચ હ | ૪૯॥ બ્રૂહિ નસ્તદિદં સૌમ્ય વિદુરસ્ય વિચેષ્ટિતમ્ 1 બન્ધુત્યાગનિમિત્તં ચ તથૈવાગતવાન્ પુનઃ | ૫૦॥। સૂત ઉશાચ રાજ્ઞા પરીક્ષિતા પૃષ્ટો યદવોચન્મહામુનિઃ 1 તહોડભિધાસ્યે શૃણુત રાજ્ઞઃ પ્રશ્નાનુસારતઃ ।। ૫૧ હે પરીશ્ચિત! મહાત્માઓએ અચિંત્ય એશ્વર્યવાન ભગવાનનું આ રીતે વર્શન કર્યું છે; પરંતુ તત્વજ્ઞાની મનુષ્યોએ માત્ર સર્જન, પાલન અને પ્રલય કરનાર તરીકે જ તેમનું દર્શન ન કરવું જોઈએ; કારણ કે તેઓ તો એનાથી પ્ર પણ છે. (૪૪) સૃષટિ-સ્થના વગેરે કર્મોનું નિરૂપણ કરીને પરમાત્મા સાથે કર્ષનો કે કર્તૃત્વનો સંબંધ જોડ્યો નથી. એ તો માષાથી આરોપિત હોવાને કારણે કર્તૃત્વનો નિષેધ કરવા માટે જ છે. (૪૫) આ પેં બ્રહાજીના મહાકલ્યના અવાન્તર કલ્પો સાથે વર્શન કર્યું છે, સૃષ્ટિનો કમ બધા કલ્પોમાં એક્સરખો છે. જુદાપણું છે તો માત્ર એટલું જ કે મહાકલ્પના પ્રારંભમાં પ્રકૃતિમાંથી ક્રમશઃ મહત્ત્વ વગેરેની ઉત્પત્તિ થાય છે અને કલ્પોના પ્રારંભમાં પ્રાકૃત સૃષ્ટિ તો જેમની તેમ જ સહે છે, યરાચર પ્રાણીઓની વૈકૃત સૃષ્ટિ નવા રૂપે થાય છે. (૪૬) હે પરીક્ષિત! કાળના પરિમાણનું તથા કલ્પ અને તેની અંતર્ગત મન્વંતરોનું વર્ણન આગળ ઉપર કરીશું. હવે તમે પાલ્ર કલ્યનું વર્જન સાવધાન થઈને સાંભળો. (૪૭) શૌનકજીએ પૂછયું - હે સૂતજી! તમે અમને કહ્યું હતું. કે ભગવાનના પરમ ભક્ત વિદુરજીએ પોતાનાં ત્યજવાં આંતેદુષ્કર એવાં કુટુંબીજનોને ત્યજીને પૃથ્વીનાં વિભિન્ન તીર્થમાં વિચરણ કર્યું હતું. (૪૮) તે યાત્રામાં મૈત્રેય કષિ. શાથે તેમની અધ્યાત્મવિષયક વાતચીત ક્યાં થઈ અને તેમના પૂછવાથી મૈત્રેયજીએ કયા તત્ત્વનો ઉપદેશ કર્યો? (૪૯) હે સૂતજી! તમારો સ્વભાવ ઘણો જ સૌમ્ય છે. તમે અમને વિદુરજીનું તે ચરિત્ર સંભળાવો. તેમલ્ે પોતાના ભાઈમભાંડુઓનો ત્યાગ શા માટે કર્વા અને પછી તેઓ પાછા શા માટે આવ્ય!? (૫૦) સૂતજીએ ક્લું - હે શૌનકાદિ ત4પિઓ! રાજા પરીક્ષિતે પણ્ન આ જ પ્રશ્ન કર્યો હતો. તેમના પ્રશ્નના ઉત્તરમાં શ્રીશુકદેવજી મહારાજે જે કંઈ કયું હતું તે જ હું તમને કહું છું. સાવધાન થઈને સાંભળો. (૫૧) —ક-ઃ ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાશે વૈયાસિક્યામષ્ટાદશસાહસ્તયાં” પારમહંસ્યાં સંહિતાયાં દ્વિતીયસ્કન્ધે પુરુષસંસ્થાનુવર્ણનં નાથ દશમોડધ્યાયઃ ॥ ૧૦॥ બીજા સ્કંધ-અંતર્ગત પુરુષસંસ્થાનુવર્ણન નાથનો દસમો અધ્યાય સમાપ્ત.
ભાગવતનાં દસ લક્ષણો
ઉદ્ધવ અને વિદુરજીનો મેળાપ Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.