Śrīmad Bhāgavatam

બ્રહ્માજીએ કરેલું ભગવાનના ધામનું દર્શન અને ભગવાને તેમને કરેલો ચતુઃથ્લોકી ભાગવતનો ઉપદેશ

ભાગવતનાં દસ લક્ષણો
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

નવમો અધ્યાય બ્રહ્માજીએ કરેલું ભગવાનના ધામનું દર્શન અને ભગવાને તેમને કરેલો ચતુઃથ્લોકી ભાગવતનો ઉપદેશ કીછુક ઉવાચ આત્મમાયામૃતે રાજન્‌ પરસ્યાનુભવાત્મનઃ | ન ઘટેતાર્થસમ્બન્ધઃ સ્વપ્નદ્રષ્ટુરિવાગ્જસા ।। ૧।॥। બહુરૂપ ઇવાભાતિ માયયા બહુરૂપયા | રમમાણો ગુણેષ્વસ્યા મમાહમિતિ મન્યતે || ર॥ યર્હિવાવ મહિમ્નિ સ્વે પરસ્મિન્‌ કાલમાયયોઃ | રમેત ગતસમ્મોહસ્ત્યક્ત્વોદાસ્તે તદોભયમ્‌ || ૩।। આત્મતત્ત્વવિશુદ્ધચર્થ યદાહ ભગવાનૃતમ્‌ | બ્રહ્મણે દર્શયન્‌ રૂપમવ્યલીકવ્રતાદંતઃ || ૪।! સ આદિદેવો જગતાં૨ પરો ગુરુઃ સ્વધિષ્ણ્યમાસ્થાય સિસક્ષયૈક્ષત | તાં નાધ્યગચ્છદ્‌ દેશમત્ર સમ્મતાં પ્રપગ્ચનિર્માણવિધિર્યયા ભવેત્‌ ॥૫॥ સ ચિન્તયન્‌ દ્વયક્ષરમેકદામ્ભ- સ્યુપાશ્રણોદ્‌ દ્વિર્ગદિતં વચો વિભુઃ | સ્પર્શષુ યત્યોડશમેકર્વિશં નિષ્કિઞ્યનાનાં નૃપ યદ્‌ ધનં વિદુઃ || ૬॥। નિશમ્ય તદઠ્ઠક્તૃદિદક્ષયા દિશો વિલોક્ય તત્રાન્યદદપશ્યમાનઃ | સ્વધિષ્ક્યમાસ્થાય વિમૃશ્ય તદ્ધિતં તપસ્યુપાદિષ્ટ ઇવાદધે મનઃ11૭॥ શ્રીશુકદેવજીએ કહ્યું - હે પરીક્ષિત! જેમ સ્વખમાં જોવામાં આવતા પદાર્થો સાથે સ્વખ્તદ્રષટાનો કોઈ સંબંધ હોતો નથી, તેવી જ રીતે શરીર વગેરેથી અતીત એવા અનુભવસ્વરૂપ આત્માનો માયા વિના દશ્ય પદાર્થો સાથે કોઈ સંબંધ હોઈ શક્તો નથી. (૧) વિવિધરૂપા માયાને કારણે આત્મા વિવિધ રૂપવાળો પ્રતીત થાય છે અને જયારે જીવ તેના ગુશ્ોમાં રમમાણ થાય છે ત્યારે “આ હું છું, આ મારું છે’ એ પ્રમાણે માનવા લાગે છે.* (૨) પરંતુ, જ્યારે આ આત્મા ગુશોને ક્ષુબ્ધ કરનારો કાળ અને મોહ ઉત્પન્ન કરનારી માયા - આ બંનેથી પર થઈને પોતાના અનંત સ્વરૂપમાં નિર્મોહી થઈને રમણ કરવા લાગે છે, આત્મારામ થઈ જાય છે ત્યારે એ ‘હું, મારું’નો ભાવ છોડીને પૂર્ણ ઉદાસીન - ગુણાતીત થઈ જાય છે. (૩) બ્રહ્માજીના નિષ્કપટ તપથી પ્રસન્‍ન થઈને ભગવાને તેમને પોતાના રૂપનું દર્શન કરાવ્યું અને આત્મતત્ત્વના જ્ઞાન માટે તેમને પરમ સત્ય પરમાર્થ વસ્તુનો ઉપદેશ કર્યો (એ જ વાત હું તમને કહી સંભળાવું છું). (૪) ત્રણે લોકોના પરમ ગુરુ આદિદેવ બ્રહ્માજી પોતાના ઉત્પત્તિસ્થાન કમળ પર બેસીને સર્જનની ઇચ્છાથી વિચારવા લાગ્યા; પરંતુ જે જ્ઞાનદષ્ટિથી સૃષ્ટિનું નિર્માણ થઈ શકે એમ હતું, અને જે સર્જનવ્યાપાર માટે ઇષ્ટ છે તે દષ્ટિ તેમને પ્રાપ્ત ન થઈ. (૫) એક દિવસે તેઓ એવું જ ચિંતન કરી રહ્યા હતા કે પ્રલયના સમુદ્રમાં તેમણે વ્યંજનોમાંના સોળમો અને એકવીસમો એ વર્ણો

  • ‘ત’ અને “પ’ને, ‘તપ, તપ’ (‘તપ કરો’) એમ બે વાર સાંભળ્યા. હે પરીક્ષિત ! મહાત્માઓ આ તપને જ ત્યાગીઓનું પરમ ધન માને છે. (૬) આ સાંભળીને બ્રહ્માજીએ (તે વર્ણો) બોલનારને જોવાની ઇચ્છાથી ચારે તરફ જોયું, પણ ત્યાં બીજું કોઈ દેખાયું નહીં. તેઓ પોતાના કમળ પર બેસી ગયા અને “મને તપ કરવાની પ્રત્યક્ષ આજ્ઞા મળી છે’ એમ નિશ્ચયપૂર્વક ૨. પ્રા. પા. - વિવશિતાનુપ્રનનોડરમોટ | ૨. મા. પા. - ભજતા | ક જીવનું વાસ્તવિક સ્વરૂપ નિર્વિકાર છે. જે પ્રમાણે સ્હટિક શુબ્રલર્શનો હોવા છતાં પણ તેની પાસે રાખેલા ફૂલના રંગથી પ્રભાવિત થાય છે. બરાબર તે જ પ્રમાણે પ્રકૃતિના તાદાત્યને કારણે તે પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. 11552 ] મ1૦ ૫૦ સ૦ ( સળ્ટ-1 ) મુઝસતી 7 164 શ્રીમદભાગવત [અ૦૯ દિવ્યં સહસ્રાબ્દમમોઘદર્શનો જિતાનિલાત્મા વિજિતોભયેન્દ્રિયઃ | અતપ્યત સ્માખિલલોકતાપનં તપસ્તપીયાંસ્તપતાં સમાહિતઃ 1 ૮॥ તસ્મૈ સ્વલોકં ભગવાન્‌ સભાજિતઃ સન્દર્શયામાસ પરં ન યત્પરમ્‌। વ્યપેતસડક્લેર્શાવેમોહસાધ્વસં સ્વદષ્ટવદ્ધિર્વિબુધરભિષ્ટુતમ્‌ પ્રવર્તતે યત્ર રજસ્તમસ્તયોઃ સત્ત્વં ચ મિશ્ર ન ચ કાલવિક્રમઃ૧ । ન યત્ર માયા કિમુતાપરે હરે- સ્નુદ્રતા યત્ર સુરાસુરાર્ચિતાઃ | ૧૦॥। શ્યામાવદાતાઃ શતપત્રલોચનાઃ પિશક્વવસ્્રાઃ સુરુચઃ સુપેશસઃ | ચતુર્ાહહ ઉસન્મિષન્મણિ- પ્રવેકનિષ્કાભરણાઃ સુવર્ચસઃ । પ્રવાલવૈદૂર્યમૃણાલવર્ચસઃ પરિસ્ફરત્કુણ્ડલમૌલિમાલિનઃ ભ્રાજિષ્ણુભિર્યઃ પરિતો વિરાજતે લસદ્ધિમાનાવલિભિર્મહાત્મનામ્‌ | વિધોતમાનઃ પ્રમદોત્તમાધુભિઃ સવિધુદભ્રાવલિભિર્યથા નભઃ1૧૨॥ શ્રીર્યત્ર રૂપિણ્યુરુગાયપાદયોઃ કરોતિ માનં બહુધા વિભૂતિભિઃ ! પ્રે શ્રિતા યા કુસુમાકરાનુગૈ- ર્વિંગીયમાના પ્રિયકર્મ ગાયતી ૧૩] દદર્શ તત્રાખિલસાત્વતાં પતિં શ્રિયઃ પતિં યજ્ષપતિં જગત્પતિમ્‌ | સુનન્દનન્દપ્રબલાર્હણાદિભિઃ* સ્વપાર્ષદમુખ્યૈઃ* પરિસેવિતં વિભુમ્‌ ॥ ૧૪॥ ભૃત્યપ્રસાદાભિમુખં દંગાસવં પ્રસન્નહાસારુણલોચનાનનમ્‌ 1 કિરીટિનેં કુષ્ડલિનં ચતુર્ભુજ પીતામ્બરં* વક્ષસિ લક્ષિતં શ્રિયા । ૧૫॥। ॥૯॥ સર્વે ॥૧૧।। માનીને અને તેમ કરવામાં જ પોતાનું હિત છે એમ સમજીને તેમણે પોતાનું મન તપમાં પરોવ્યું. (૭) બ્રહ્માજી તપસ્વીઓમાં સૌથી મહાન તપસ્વી છે. તેમનું જ્ઞાન અમોઘ છે. તેમણે તે સમયે એક હજાર દદેવ્ય વર્ષો સુધી એકાગ્ર ચિત્તે પોતાનાં પ્રાણ, મન, કર્મેન્દ્રિવો અને જ્ઞાનેન્દ્રિયોને વશ કરીને એવું તપ કર્યું કૈ જેથી તેઓ સમસ્ત લોકોને પ્રકાશિત કરવાને સમર્થ થઈ શક્યા. (૮) ૫€ તેમના તપથી પ્રસન્‍ન થઈને ભગવાને તેમને તે લોક બતાવ્યો, કે જે સર્વશ્રેષ્ઠ છે અને જેનાથી પર અન્ય કોઈ લોક નથી. તે લોકમાં કોઈ પણ પ્રકારના ક્લેશ, મોહ અને ભય નથી. જેમને ક્યારેય,એક વાર પણ તેના દર્શનનું સૌભાગ્ય મળ્યુંછે તે દેવતાઓ તેની વારંવાર સ્તુતિ કરતા રહે છે. (૯) તેમાં રજોગુશ,, તમોગુણ અને એમનાથી મિશ્રિત સત્ત્વગુણ પણ નથી. તેમાં કાળનો અને માયાનો પ્રભાવ નથી તોપછી માયાજન્પ પદાર્થોનો પ્રભાવ તો કઈ રીતે હોઈ શકે? તેમાં ભગવાનના તે પાર્ષદો વસે છે કે જેમનું પૂજન દેવતાઓ અને દૈત્યો - બંનેય કરે છે. ભગવાનના તે પાર્ષદો ભગવાનના જ વર્ણના છે. (૧૦) તેમનું શામળું શરીર છે, કમળ જેવાં કોમળ નેત્રો છે અને પીતાંબરથી શોભે છે; તેઓ અત્યંત કાંતિમાન અને કોમળ છે.બધાયને ચાર- ચારભુજાઓ છે. તેઓ સ્વયં તો અત્યંત તેજસવી છે જ, (વધુમાં) મણિજડિત સૂવર્ણનાં તેજોમય આભૂષણો પણ ધારણ કરતા રહે છે. તેમની છબિ પ્રવાલ (રત્ન), વૈદ્ર્યમશિ અને ઉજ્જ્વળ કમળતંતુ જેવી છે. તેમના કાનોમાં કુંડળ, માથા પર મુગટ અને ગળામાં માળાઓ શોભે છે. (૧૧)જે રીતે આકાશ વીજળીસહિત વાદળોથી શોભે છે તેવી જ રીતે તે લોક મનોહર કામિનીઓની કાન્તિથી યુક્ત, મહાત્માઓનાં દિવ્ય તેજોમય વિમાનો થકી ઠેર- ઠેર સુશોભિત થતું રહે છે. (૧૨ ) તે વૈકુંઠલોકમાં લક્ષ્મીજી સુંદર રૂપ ધારણ કરીને પોતાની વિવિધ વિભૂતિઓ વડે ભગવાનનાં ચરણકમળોની અનેક પ્રકારે સેવા કરતાં રહે છે. ક્યારેક ક્યારેક તેઓ હીંડોળા પર બેસીને જ્યારે પોતાના પ્રિયતમ ભગવાનની લીલાઓનું ગાન કરવા લાગે છે ત્યારે તેમના સૌંદર્ય અને સૌરભથી ઉન્મત્ત થઈને સ્વયંબ્રમરો પણ તે લક્ષ્મીજીનું ગુણગાન કરવા લાગે છે. (૧૩) બ્રહ્માજીએ જોયું કે તે દિભ લોકમાં સમસ્ત ભક્તોના રક્ષક, લક્ષ્મીપતિ, યશ્પતિ અને વિશ્વપતિ ભગવાન વિરાજેલા છે; સુનંદ, નંદ, પ્રબલ, અર્શ વગેરે મુખ્ય-મુખ્ય પાર્ષદો તે પ્રભુની સેવા કરી રહ્યા છે. (૧૪) તેમનું મુખકમળ પ્રસાદયુક્ત મધુર સ્મિતવાળું છે; આંખોમાં લાલ-લાલ રેખાઓ છે; ઘણી મોહક અને મધુર દષ્ટિ છે. એવું જજ્ાય છે કે હમણાં જ પોતાના પ્રેમી ભક્તને સર્વસ્વનું દાન કરી દેશે. મસ્તક પર મુગટ, કાનોમાં કુંડળ અને ખભા પર પીતાંબર ઝગમગી રહ્યાં છે. વકસ્થળ પર ૧. પ્રા. પા. - જલવિબ્રમઃ | ૨. પ્રા. પા. - ત્મમુખાન 3. પ્રાચીન પ્રતમાં “સવ પદ નથી. 1 ૪. પ્રા. પા. - પીતાશુક | 115521 અ૦૯] બીજો સ્કન્ધ 165 અધ્યર્હણીયાસનમાસ્થિતં પર્‌ વૃત ચતુઃષોડશપગ્યશક્તિભિઃ । યુક્ત ભગૈઃ સ્વૈરિતરત્ર ચાધુવૈઃ સ્વ એવ ધામન્‌ રમમાણમીશ્વરમ્‌ ।૧૬॥ તદદ્શનાહ્ધાદપરિપ્લુતાન્તરો હૃષ્યત્તનુઃ પ્રેમભરાશ્રુલોચ” નનામ પાદામ્બુજમસ્ય વિશ્વસૃગ્‌ યત્‌ પારમહંસ્યેન પથાડધિગમ્યતે |! ૧૭॥। તં પ્રીયમાણં સમુપસ્થિતં તદા પ્રજાવિસર્ગે નિજશાસનાર્હણમ્‌ । બભાષ ઈષત્સ્મિતશોચિષા ગિરા પ્રિયઃ પ્રિયં પ્રીતમનાઃ કરે સ્પૃશન્‌ 1૧૮॥ કંભગવાુવાચ ત્વયાહં તોષિતઃ સમ્યગ્‌ વેદગર્ભ સિસૃક્ષયા | ચિરં ભૃતેન તપસા દુસ્તોષઃ કૂટયોગિનામ્‌ |! ૧૯॥॥ વરં વરય ભદ્રં તે વરેશં માડભિવાગ્છિતમ્‌ । બ્રહ્મગ્છ્‌ેયઃપરિશ્રામઃ પુંસો મદદર્શનાવધિઃ । ૨૦॥। મનીષિતાનુભાવોડયં મમ લોકાવલોકનમ્‌ । યદુપશ્રુત્ય રહસિ ચકર્થ પરમં તપઃ ॥૨૧॥ પ્રત્યાદિષ્ટં મયા તત્ર ત્વિ કર્મવિમોહિતે । તપો મે હૃદયં સાક્ષાદાત્માહં તપસોડનઘ ।। રર સૃુજામિ તપસૈવેદં ગ્રસામિ તપસા પુનઃ । બિભર્મિ તપસા વિશ્વ વીર્ય મે દુશ્વરં તપઃ ।। ર૩॥ ત્રહ્મવ(ચ ભગવન્સર્વભૂતાનામધ્યક્ષોડવસ્થિતો ગુહામ્‌ । વેદ હ્યાપ્રતિરુદ્ધેન પ્રજ્ઞાનેન ચિકીર્ષિતમ્‌ ॥ ર૪1! એક સોનેરી રેખારૂપે શ્રીલક્ષ્મીજી વિરાજમાન છે અને સુંદર ચાર ભુજાઓ છે. (૧૫) તેઓ એક સર્વાત્તમ અને બહુમૂલ્ય આસન પર વિરાજેલા છે. પુરુષ, પ્રકૃતિ, મહત્ત્વ, અહંકાર, મન, દસ ઇન્દ્રિયો, શબ્દ આદિ પાંચ તન્માત્રાઓ અને પંચભૂતો
  • આ પચ્ચીસ શક્તિઓ મૂર્તિમંત થઈને તેમની ચારે બાજુએ ઊભી છે. સમગ્ર એશ્ચર્ય, ધર્મ, કીર્તિ, શ્રી, શાન અને વૈરાગ્ય - આઇછનિત્યસિદ્ધસ્વરૂપભૂત શક્તિઓથી તેઓ સર્વદા યુક્ત રહે છે. એ સિવાય, અન્યત્ર ક્યાંય પબ્ર આ (શક્તિઓ) નિત્યપણે નિવાસ કરતી નથી. તે સર્વેશ્વર પ્રભુ પોતાના નિત્યાનંદી સ્વરૂપમાં જ નિત્ય નિરંતર [નિમગ્ન રહે છે. (આવા પોતાના ધામમાં રમમાણ ભગવાનની બ્રહ્માજીએ ઝાંખી કરી.) (૧૬) તેમનું દર્શન કરતાં જ બ્રહ્માજીનું અંતઃકરણ આનંદના અતિરેકથી છલોછલ ભરાઈ ગયું; શરીર પુલકિત થઈ ગયું; આંખોમાં પ્રેમાશ્રુ છલકાઈ આવ્યાં. બ્રહ્માજીએ ભગવાનનાં તે ચરણકમળોમાં, કે જેમને પરમહંસોના નિવૃત્તિમાર્ગે પ્રાપ્ત કરી શકાયછે - શિર નમાવીને પ્રણામ કર્યા. (૧૭) બ્રહ્માજીના પ્રિય ભગવાન પોતાના પ્રિય બ્રહ્માને પ્રેમ અને દર્શનના આનંદમાં નિમગ્ન થયેલા, શરણે આવેલા અને પ્રજાના સર્જન સારુ આદેશ આપવા-પાત્ર જોઈને ઘણા પ્રસન્ન થયા. તેમલે બ્રહ્માજી સાથે હાથ મેળવ્યા અને મંદ સ્મિતપૂર્વક અલંકૃત વાણીમાં કહ્યું - (૧૮) શ્રીભગવાને કહ્યું — હે બ્રહ્માજી! તમારા હૃદયમાં તો સમસ્ત વેદોનું જ્ઞાન વિધમાન છે. તમે સૃષ્ટિની રચના કરવાની ઇચ્છાથી દીર્ધકાળ સુધી તપ કરીને મને સમ્યક્પણે સંતુષ્ટ કરી દીધો છે. મનમાં કપટ રાખીને યોગ-સાધન કરનારાઓ મને ક્યારેય પ્રસન્ન કરી શકતા નથી. (૧૯) તમારું કલ્યાણ થાઓ. તમારી જે અભિલાષા હોય, તે વરદાન માચ પાસેથી માગી લો; કારણ કે હું ઇચ્છિત વસ્તુ આપવાને સમર્થ છું. હે બ્રહ્માજી! જીવનું કલ્યાણ કરનારાં સમસ્ત સાધનોનું અંતિમ ફળ મારા દર્શનમાં જ છે. (૨૦) તમે મને જોયા વિના જ, મારી વાણી સાંભળીને જ આટલું ઘોર તપ કર્યું છે, એથી મારી ઇંચથી તમને મારા લોકનું દર્શન થયું છે. (૨૧) તમે તે સમયે સૃષિ રચનાનું કાર્ય કરવા બાબતે કિંકર્તવ્યમૂઢ બની રહ્યા હતા; મૅંતમને તપ કરવાની આજ્ઞા આપી હતી; કારણ કે, હે નિષ્પાપ! તપ મારું હૃદય છે અને સ્વયં હું તપનો આત્મા છું. (રર) હું તપથી જ આ સંસારનું સર્જન કરું છું, તપથી જ તેનું ધારણ- પોષણ કરું છું અને પછી તપથી જ તેને પોતાનામાં લીન કરી દઉં છું, તપ મારી એક દુર્લધ્ય (ઓળંગવી-અતિક્રમી દુષ્કર) શક્તિ છે. (૨૩) બ્રહ્માજીએ કહ્યું - હેભગવન્‌!આપ સમસ્ત પ્રાણીઓના અંતઃકરણમાં સાક્ષીરૂપે વિરાજમાન રહો છો. આપે એ અકુંઠિત ૧. પ્રાચીન પ્રતમાં ‘પત્પાદિરટે મવા તત્ર’થી માંડીને ‘વોર્ષે મે દુલર તપ: ? સુધીના બે શ્લોક નથી

166 શ્રીમદભાગવત [અ૦૯ તથાપિ નાથમાનસ્ય નાથ ૨ નાથય નાથિતમ્‌ ! પરાવરે યથા રૂપે જાનીયાં તે ત્વરૂપિણઃ | ર૫॥। યથાડડત્મમાયાયોગેન નાનાશક્ત્યુપબૃંહિતમ્‌ । વિલુમ્પન્વિસજન્‌ગૃહ્ધન્‌બિભ્રદાત્માનમાત્મના || ર ૬॥ ક્રીડસ્થમોઘસકલ્પ ઊર્ણનાભિર્યથોર્ણુતે ! તથા તદ્વિષયાં ધેહિ મનીષાં મયિ* માધવ | ર૭! ભગવચિછેક્ષિતમહં કરવાણિ હ્યતન્દ્રિતઃ । નેહમાનઃ પ્રજાસર્ગ બધ્ષેયં યદનુગ્રહાત્‌ ॥ ૨૮॥ યાવત્‌ સખા સખ્યુરિવેશ તે કૃતઃ પ્રજાવિસર્ગ વિભજામિ ભો જનમ્‌ | અવિક્લવસ્તે પરિકર્મણિ સ્થિતો મા મે સમુન્નદ્મદોડજમાનિનઃ || ર૯॥ શ્રીભગવાનુવાચ જ્ઞાનં પરમગુહ્યં મે યદ્‌ વિજ્ઞાનસમન્વિતમ્‌ ! સરહસ્યં તદદ્ડં ચ ગૃહાણ ગદિતં મયા 1 ૩૦॥ યાવાનહેં યથાભાવો યદ્રપગુણકર્મકઃ । તથૈવ તત્ત્વવિજ્ઞાનમસ્તુ તે મદનુગ્રહાત્‌ । ૩૧।। અષમેવાસમેવાગ્રે નાન્યદ્‌ યત્‌ સદસત્પરમ્‌ | પશ્ચાદહં યદેતચ્ચયોડવશિષ્વેત સોડસ્મ્યહમ્‌ | ૩૨ ॥ ત્રતતેડર્થ યત્‌ પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મનિ | તદરિધાદાત્મનો માયાં યથાડડભાસોયથા તમઃ || ૩૩॥ યથા મહાન્તિ ભૂતાનિ ભૂતેષૃચ્ચાવચેષ્વનુ* ! જ્ઞાન થકી ‘હું શું કરવા ઇચ્છું છું’ તે આપે જાણી લીધું. (૨૪) હેનાથ! આપ કૃપા કરીને મુજ યાચકની એ માગણી પૂર્ણ કરો કે હું રૂપરહિત એવા તમારાં સગુણ અને નિર્ગુણ - એ બંનેય રૂપોને જાલ્રી શકું. (૨૫) આપ માયાપતિ છો, આપનો સંકલ્પ ક્યારેય વ્યર્થ થતો નથી. જેમ કરોળિયો પોતાના મોંમાંથી જાળ કાઢીને તેમાં કીડા કરે છે અને પછી તેને પોતાનામાં લીન કરી દેછે તેવી જ રીતે આપ પોતાની માયાનો આશ્રય લઈને વિવિધ શક્તિસંપન્ન એવા આ જગતની ઉત્પત્તિ, તેનું પાલન અને તેનો સંહાર કરવા માટે સ્વયં પોતાને જ અનેક રૂપોમાં સર્જા છો અને ક્રીડા કરો છો. આમ આપ કઈ રીતે કરો છો, તે મર્મ હું જાણી શકું એવું જ્ઞાન મને આપો. (૨૬-૨૭) આપ મારા પર એવી કૃપા કરો કે હું સજાગ રહીને આપની આજ્ઞાનું પાલન કરી શકું અને સૃષ્ટિની રચના કરતી વખતે પણ કર્તાપણાના અભિમાનથી બંધાઈ ન જાઉં. (૨૮) હે ભગવન્‌! આપે મારો મિત્ર તરીકે સ્વીકાર કર્યો છે તે આપની કેટલી કૃપા છે? આપે મને પ્રજાની સૃષ્ટિ કરવા માટે અને જે તે લોકોના ગુશ-કર્મ અનુસાર વિભાગ કરવા માટે નિયુક્ત કર્યો છે તો હું ખૂબ જ સાવધાનીપૂર્વક તે કાર્ય કરીશ. મારી એટલી જ માગજ્રી છે કે, સૃષ્ટિ કરતી વખતે હું અજન્મા છું અને “સર્વોપરિ છું’ એવો ગર્વ ન કરી બેસું. (૨૯) શ્રી ભગવાને કહ્યું - મારું જે પરમ ગોપનીય વિજ્ઞાન સહિત જ્ઞાન છે,તેનું તથા રહસ્ય સહિત તેનાં અંગોનું મારાદ્ધારા વર્ણન કરવામાં આવે છે, તેને તમે ગ્રહણ કરો. (૩૦) હું જેટલો છું. જે ભાવોથી યુક્ત છું, જે રૂપ, ગુણ અને લીલાઓથી સમન્વિત છું તે બધાના તત્ત્વનું વિશાન તમને મારી કૃપાથી જેમનું તેમ પ્રાપ્ત થઈ જાઓ. (૩૧) સૃષ્ટિના પૂર્વ પણ હું જ હતો, મારાથી ભિન્ન કશું પણ ન હતું અને (સૃષ્ટિના ઉત્પન્ન થયા પછી) જે કંઈ પલ્ર આ દશ્ય થનારાં પદાર્થો છે, (તિ હું જ છું.) જે સત્‌ (અક્ષર), અસત્‌ (ક્ષર) અને તેનાથી પર (પુરુષોત્તમ) છે, (તે બધું હું જ છું.) (તથા) સૃષ્ટિની સીમા પછી પણ હું જ છું. (અને આ બધાનો નાશ થઈ ગયા પછી) જે કંઈ રહે છે તે (બધું પણ) હું (જ) છું. (૩૨) જેમ આભાસ અર્થાત્‌ કોઈ વસ્તુનું પ્રતિબિંબ ખરેખર કોઈ વસ્તુ નથી, પ્રતીતિમાત્ર જ છે (તે જ પ્રમાણે) (મારા) પરમાર્થ વસ્તુરૂપ પરમાત્મા સિવાય પરમાત્મામાં જે કંઈ પ્રતીત થાય છે (તે વાસ્તવમાં કશું નથી.) તથા જેમ (વિમાન હોવા છતાં પણ) તમ અર્થાત્‌ રાહુ ગ્રહની પ્રતીતિ થતી નથી (એ જ પ્રમાણે વાસ્તવમાં સત્‌ હોવા છતાં પણ જે મુજ પરમાત્માની પ્રતીતિ થતી નથી). આ બંને પ્રકારની મારી માથા છે - એ સમજવું જોઈએ. (૩૩) જેમ પ્રાણીઓનાં પ્રવિષ્ટાન્યપ્રવિષ્ટાનિ તથા તેષુ ન તેષ્વહમ્‌ | ૩૪! | નાનાં-મોટાં શરીરોમાં (આકાશાદિ) પાંચ મહાભૂત પ્રવિષ્ટ પણ ૧. પ્રા. પા. - અથાપિ ૨. મરા. પા. - નાથનાથ જનાર્ચિત 1 ૩. મર. પા. - મમ | ૪. પ્રા. પા. - ત્વવેપુ ય! 1 15521 અ૦૯] બીજો સ્કન્ધ 167 એતાવદેવ જિજ્ઞાસ્યં તત્ત્વજિશાસુનાડડત્મનઃ । અન્વયવ્યતિરેકાભ્યાં યત્‌ સ્યાત્‌ સર્વત્ર સર્વદા ॥ ૩૫॥ એતન્મતં સમાતિષ્ઠ પરમેણ સમાધિના | ભવાન્‌ કલ્પવિકલ્પેષુ ન વિમુહ્યતિ કર્હિચિત્‌ ॥ ૩૬॥ શરશુક ઉવાચ! સમ્પ્રદિશ્ધૈવમજનો જનાનાં પરમેષ્ઠિનમ્‌ ! પશ્યતસ્તસ્ય તદ્‌ રૂપમાત્મનો ન્યરુણદ્ધરિઃ | ૩૭॥। અન્તર્હિતેન્દ્રિયાર્થાય હરયે વિહિતાગ્જલિઃ | સર્વભૂતમયો વિશ્વં સસર્જેદં સ પૂર્વવત્‌ | ૩૮॥। પ્રજાપતિર્ધર્મપતિરેકદા નિયમાન્‌ યમાન્‌ | ભદ્રંપ્રજાનામન્વિચ્છજ્ઞાતિષ્ઠત્‌ સ્વાર્થકામ્યયા | ૩૯ તં નારદઃ પ્રિયતમો રિક્થાદાનામનુવ્રતઃ શુશ્રૂષમાણઃ શીલેન પ્રશ્રયેણ દમેન ચ ॥૪૦॥ માયાંવિવિદિષન્‌ વિષ્ણોર્માયેશસ્ય મહામુનિઃ । મહાભાગવતો રાજન્‌ પિતરં પર્યતોષયત્‌ ૪૧ તુષ્ટં નિશામ્ય પિતરં લોકાનાં પ્રપિતામહમ્‌ | દેવર્ષિઃપરિપપ્રચ્છ ભવાન્‌યન્માડનુપૃચ્છતિચે ॥૪૨॥। તસ્મા ઇદં ભાગવતં પુરાણં દશલક્ષણમ્‌ | પ્રોક્તં ભગવતા પ્રાહ પ્રીતઃ પુત્રાય ભૂતકૃત્‌ ! ૪૩।॥। નારદઃ પ્રાહ મુનયે સરસ્વત્યાસ્તટે નૃપ | ધ્યાયતે બ્રહ્મ પરમં વ્યાસાયામિતતેજસે || ૪૪।। યદુતાહે ત્વયા પૃષ્ટો વૈરાજાત્‌ પુરુષાદિદમ્‌ । યથાડડસીત્તદુપાખ્યાસ્યે પ્રશ્રાનન્યાંશ્ચ કૃત્સ્સનશઃ ॥ ૪૫॥ છે (અને) પ્રવિષ્ટ નથી પણ, એ જ પ્રમાણે તેમનામાં (હું પ્રવિષ્ટ પણ છું) (અને વાસ્તવમાં) હું પ્રવિષ્ટ નથી પણ. (૩૪) પરમાત્માના તત્ત્વને જાલ્રવાની ઇચ્છાવાળા મનુષ્યે વિધિરૂપે અર્થાત્‌ ‘પરમાત્મા આવા છે,’ “પરમાત્મા આવા છે,’ - એવા ભાવથી તથા નિષેધરૂપે અર્થાત્‌ ‘પરમાત્મા આવા પણ નથી,’ “પરમાત્મા આવા પણ નથી’ - એવા ભાવથી એટલું જ જાણવું જરૂરી છે કે (પરમાત્મા જ) સર્વદેશ અને સર્વકાળમાં વિઘમાન છે. (૩૫) તમે ઉત્કૃષ્ટ સમાધિ દ્વારા મારા આ સિદ્ધાંતમાં સારી રીતે સ્થિત થઈ જાઓ. (એનાથી તમે) કલ્પકલ્પાન્તરોમાં પણ ક્યારેય અને ક્યાંય પણ મોહિત થશો નહીં. (૩૬) શ્રીશુકદેવજી કહે છે - લોકપિતામહ બ્રહ્માજીને આ રીતે ઉપદેશ આપીને અજન્મા ભગવાને તેમના જોત-જોતામાં જ પોતાના તે રૂપને અદશ્ય કરી લીધું. (૩૭) સર્વભૂતસ્વરૂપ બ્રહ્માજીએ જ્યારે જોયું કે ભગવાને પોતાના દૃષ્ટિગોચર સ્વરૂપને મારાં નેત્રો આગળથી દર કર્યું છે ત્યારે તેમણે અંજલિ બાંધીને (હાથ જોડીને) તેમને પ્રણામ કર્યા અને પહેલાં કલ્પમાં જેવી સૃષ્ટિ હતી તે જ રૂપમાં આ વિશ્વની રચના કરી. (૩૮) એક વાર ધર્મપતિ, પ્રજાપતિ બ્રહ્માજીએ સમસ્ત પ્રજાનું કલ્યાણ થાય એવા પોતાના સ્વાર્થની પૂર્તિ કરવા વિધિપૂર્વક યમ- નિયમો ધારણ કર્યા. (૩૯) તે સમયે તેમના પુત્રોમાં સર્વાધિક પ્રિય પરમ ભક્ત નારદજીએ માયાપતિ ભગવાનની માયાનું તત્ત્વ જાણવાની ઇચ્છાથી ધણા સંયમ, વિનય અને સૌમ્યતાથી અનુગત (લાયક) થઈને તેમની સેવા કરી અને તેમણે સેવાથી બ્રહ્માજીને અત્યંત સંતુષ્ટ કર્યા. (૪૦-૪૧) હે પરીક્ષિત! જ્યારે દેવર્ષિ નારદે જોયું કે મારા લોકપિતામહ પિતાજી મારા પર પ્રસન્ન છે ત્યારે તેમણે તેમને આ જ પ્રશ્ન કર્યો, કે જે તમે મને કરી રહ્યા છો. (૪૨) તેમના પ્રશ્નથી બ્રહ્માજી વિશેષ પ્રસન્‍ન થયા. પછી તેમણે આ દસ લકષણોવાળું ભાગવતપુરાળ્ર પોતાના પુત્ર નારદને કહી સંભળાવ્યું, કે જેનો સ્વયં ભગવાને તેમને ઉપદેશ કર્યો હતો. (૪૩) હે પરીક્ષિત! જે સમયે મારા પરમ તેજસ્વી પિતા વ્યાસજી સરસ્વતીતટે બેસીને પરમાત્માના ધ્યાનમાં મગ્ન હતા તે સમયે દેવર્ષિ નારદજીએ તે જ ભાગવત તેમને કહી સંભળાવ્યું હતું. (૪૪) તમે મને એવો જ પ્રશ્ન કર્યો છે કે વિરાટ પુરુષ વડે આ જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તથા અન્ય પણ જે ઘણા બધા પ્રશ્નો કર્યા છે તે બધાનો ઉત્તર હું તે જ ભાગવતપુરાલ્રના રૂપમાં આપું છું. (૪૫) ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દ્વિતીયસ્કન્ધે૨ૈ નવમોડધ્યાયઃ 1 ૯॥ બીજા સ્કંધ-અંતર્ગત (પુરુષસંસ્થાનુવર્ણન નામનો) નવમો અધ્યાય સમાપ્ત.