Śrīmad Bhāgavatam

કદંમજીની તપસ્યા અને ભગવાનનું વરદાન

દેવહૂતિ સાથે કર્દમ પ્રજાપતિનું લગ્ન
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

એકવીસમો અધ્યાય કદંમજીની તપસ્યા અને ભગવાનનું વરદાન દુર ઉવાચ સ્વાયમ્ભુવસ્ય ચ મનોર્વશઃ પરમસમ્મતઃ | કથ્યતાં ભગવન્‌ યત્ર મૈથુનેનૈધિરે પ્રજાઃ ॥ ૧।॥। પ્રિયવ્રતોત્તાનપાદૌ સુતો સ્વાયમ્ભુવસ્ય વૈ | યથાધર્મ જુગુપતુઃ સમ્તદ્રીપવતી મહીમ્‌ |૨॥ તસ્ય વૈ દુહિતા બ્રહ્મન્‌ દેવહૂતીતિ વિશ્રુતા ! પત્ની પ્રજાપતેરુક્તા કર્દમસ્ય ત્વયાનઘ 11 ૩॥। તસ્યાં સ વૈ મહાયોગી યુક્તાયાં યોગલક્ષણૈઃ । સસર્જ કતિધા વીર્ય તન્મે શુશ્રૂષવે વદ ।૪॥। રચિર્યો ભગવાનબ્રહ્મન્દક્ષોવાબ્રહ્મણઃસુતઃ | યથાસસર્જભૂતાનિલબ્ધ્વાભાર્યા ચ માનવીમ્‌ ॥૫॥। મૈત્રક ઉવચ પ્રજાઃ સૃજેતિ ભગવાન્‌ કર્દમો બ્રહ્મણોદિતઃ ! સરસ્વત્યાં તપસ્તેપે સહસ્રાણાં સમા દશ || ૬|| તતઃ સમાધિયુક્તેન ક્રિયાયોગેન કર્દમઃ । સમ્પ્રપેદે હરિં ભક્ત્યા પ્રપ્ષવરદાશુષમ્‌’ ॥ ૭॥ તાવત્પ્રસન્ઞો ભગવાન્‌ પુષ્કરાક્ષઃ કૃતે યુગે | દર્શયામાસ તં ક્ષત્તઃ શાબ્દ બ્રહ્મ દધદ્રપુઃ | ૮॥ સ તં વિરજમર્કાભં સિતપવ્યોત્પલસ્રજમ્‌ ! સ્નિગ્ધનીલાલકવ્રાતવકત્રાબ્જં વિરજોડમ્બરમ્‌ | ૯ કિરીટિનં કુણ્ડલિનં શદ્યચક્રગદાધરમ્‌ | શ્વેતોત્પલક્રીડનકે મનઃસ્પર્શસ્મિતેક્ષણમ્‌ | ૧૦॥। વિન્યસ્તચરણામ્ભોજમંસદેશે ગરુત્મતઃ ! દષ્વાખેડવસ્થિતંવક્ષઃશ્રિય કૌસ્તુભકન્ધરમ્‌ ॥ ૧૧॥। વિદુરજીએ પૂછયું - હે ભગવાન! સ્વાયંભ્વ મનુનો વંશ ઘણો આદરણીય માનવામાં આવ્યો છે. તેમાં મૈથુન- ધર્મ દ્વારા પ્રજાની વૃદ્ધિ થઈ હતી, હવે તમે મને તેની કથા સંભળાવો. (૧) હે બ્રહ્મન! તમે ક્યું હતું કે સ્વાયંભુવ મનુના પુત્રો પ્રિયત્રત અને ઉત્તાનપાદે સાતે ઠ્વીપોવાળી પૃથ્વીનું ધર્મપૂર્વક પાલનપોષણ કર્યું હતું તથ! તેમની પુત્રી, કે જે દેવહૂતિ નામે વિખ્યાત હતી - તેને કર્દમ-પ્રજાપતિ સાથે પરણાવવામાં આવી હતી. (૨-૩) દેવહૂતિ યોગનાં મમ વગેરે લક્ષથોથી સંપન્ન હતી; તેનાથી મહાયોગી કર્દમજીએ કેટલાં સંતાન ઉત્પન્ન કર્યા? તે સઘળો પ્રસંગ તમે મને કહી સંભળાવો, તે સાંભળવાની મારી ઘણી ઇચ્છા છે. (૪) આ પ્રમાણે ભગવાન સંચિ અને બ્રહ્માજીના પુત્ર દક્ષ-પ્રજાપતિએ પલ મનુજીની પુત્રીઓનું પરિ ગ્રહણ કરીને તેમનાથી કેવી રીતે કયાં કયાં સંતાન ઉત્પન્ન કર્યા - એ બધું ચરિત્ર પણ મને સંભળાવો. (૫) શ્રીમૈત્રેયજીએ કહ્યું - વિદ્રજી ! બ્રહવાજીએ ભગવાન કદંમજીને જ્યારે આજ્ઞા આપી કે તમે સંતાનો (પ્રજા)ની ઉત્પત્તિ કરો ત્યારે તેમણે દસ હજાર વર્ષો સુધી સરસ્વતી નદીના કિનારે તપસ્યા કરી. (૬) તેખો એકાગ્રચિત્તે પ્રેમપૂર્વક પ્જન-ઉપચાર વડે શરબ્રાગત-વરદાયી શ્રીહરેની આરાધના કરતા રહ્યા. (૭) હે વિદુરજી! ત્યારે સત્યયુગના આરંભમાં કમલનયન ભગવાન શ્રીહરિએ તેમની તપસ્યાથી પ્રસન્‍ન થઈને તેમને પોતાના શબ્દબ્રહ્મમય સ્વરૂપે મૂર્તિમાન થઈને દર્શન આપ્યાં. (૮) ભગવાનની તે ભવ્ય મૂર્તિ સૂર્ય સમાન તેજોમયી હતી. તેમણે ગળામાં શ્વેત કમળ અને કુમુદનાં પુષ્પોની માળા ધારણ કરેલી હતી, તેમનું મુખકમળ શ્યામ અને સ્નિગ્ધ અલકાવલી (વાળની લટો)થી સુશોભિત હતું. તેમણે સ્વચ્છ વસ્ત્રો ધારણ કરેલાં હતાં. (૯) માષા પર સવર્લમય મુગટ, કાનોમાં કુંડળ અને કરકમળોમાં શંખ, ચક, ગદા વગેરે આયુષ વિરાજમાન હતાં. તેમના એક હાથમાં કીડા માટે શ્વેત કમળ શોભતું હતું. પ્રભુની મધુર સ્મિતયુક્ત દૃષ્ટિ ચિત્ત ચોરી લેતી હતી, (૧૦) તેમનાં ચસ્વ્રકમળ ગરુડજીની કાંધો પર વિરાજમાન હતાં તથા વક્ષઃસ્થળ પર શ્રીલશ્મીજી અને ગળામાં કૌસ્તુભમષ્િ શોભતાં હતાં. પ્રભુની આ આકાશસ્થિત મનોહર મૂર્તિનું દર્શન કરીને કર્દમજીને ઘણો હર્ષ થયો, જાણે કે તેમની બધી જ ૨. પ્રા. પા. - ત્દાશિષમ્‌ 264 શ્રીમદભાગવત, (અ૦ ૨૧ જાતહર્ષોડપતન્મૂર્ધધા ક્ષિતો લબ્ધમનોરથઃ | ગીર્ભિસ્ભ્યગૃણાત્્રીતિસ્વભાવાત્મા કૃતાગ્જલિઃ ॥ ૧૨) સજિસ્વાચ બતાધાખિલસત્વરાશે:% સાંસિધ્યમક્ષ્ણોસ્તત દર્શનાત્નઃ | યદર્શનેં જન્મભિરીડ્ય સતદ્ધિ- શશાસતે યોગિનો રૂઢયોગાઃ॥ ૧૩ શુટ ષે માયયા તે હતમેધસસ્ત્વત્‌ ધાદારવિન્દી ભવસિન્ધુપોતમ્‌ | ઉપાસતે કામલવાય તેષાં ચસીશ કામાત્નિરયેડપિ યે સ્યુઃ | ૧૪1! પરિવોઢુકામઃ ગૃહમેધધેનુમ્‌ । તથા સ ચાહ સમાનશીલાં ઉપેથિવાન્મૂલમશેષમૂલ દુરાશયઃ કામદુઘાડધ્રિપસ્ય ॥ ૧૫॥। પ્રજાપતેસ્તે વચસાધીશ તત્ત્યા લોકઃ કિલાયં કામહતોડનુબદ્ધઃ । અહે ચ લોકાનુગતો વહામિ બલિં ચ શુક્લાડનિમિષાય તુભ્યમ્‌ ॥ ૧૬॥ લોકાંશ્ર લોકાનુગતાન્‌ પશૂંશ્ર હિત્વા શ્રિતાસ્તે ચરણ્ાતપત્રમ્‌ । પરસ્પરં ત્વદ્ગુણવાદસીધુ- પીયૂર્ષાનિર્યાપિતદેહધર્માઃ ન તેડજરાક્ષભ્રમિરાયુરેષાં ૨ ત્રયોદશારં ત્રિશતેં ષષિપર્વ | ષષ્નેમ્યનન્તચ્છદિ યત્ત્રિણાભિ કરાલસ્ોતો જગદાચ્છિધ ધાવત્‌ડ ॥1૧૮॥ 1૧૭ એકઃ સ્વયં સગ્જગતઃ સિસૃક્ષયા- ડદ્ધિતીયયાડડત્મશ્રધિયોગમાયયા | સૃજસ્યદઃ પાસિ પુતર્ગ્રસિષ્યસે યથોર્ણનાભિભંગવન્‌ સ્વશક્તિભિઃ ।। ૧૯॥ કામનાઓ પૂરી થઈ ગઈ. તેમદ્દોે આનંદસભર કૃદયથી પૃથ્વી, પર માથું ટેકવીને ભગવાનને સાષ્ટાંગ પ્રણ્ઞામ કર્યા અને પછી પ્રેમવિદ્રળ ચિત્તથી હાથ જોડીને સુમધુર વાથી તેઓ તેમની સ્તુતિ કરવા લાગ્યા. (૧૧-૧૨) કર્દમજીએ કહ્યું - સ્તુતિયોગ્ય હે પરમેશ્વર! આપ સંપૂર્ણ સત્ત્તગુશનના અધાર છો. યોગાભ્યાસ કરનારા યોગીઓ અનેક શુભ જન્મોમાં સાધના દ્વારા જેમના દર્શનની આકાંક્ષા સેવે છે. તેવા આપના દર્શન આજે મને થવાથી મારા નેત્રો સફળ થઈ ગયાં. (૧૩) હે ઈશ! આપના ચરણાવિંદ ભવસાગર પાર કરવાની નૌકા સમાન છે. જે મનુષ્યો સંસારની કામનાઓની પૂર્તિ માટે આપની ઉપાસના કરે છે તેમની બુદ્ધિ આપની માયા દ્વારા હરાયેલી છે. કારણ કે સંસારના તુચ્છ વિષયભોગો તો નરકમાં પણ મળે છે. (૧૪) હે પ્રભુ! આપ કલ્પવૃક્ષ છો. આપનાં ચરણ સમસ્ત મનોરથોતે પૂરા કરનારાં છે. મારું હદય કાષ- વાસનાથી યુક્ત છે. હું પણ પોતાને અનુરૂપ સ્વભાવની અને ગૃહસ્થધર્મનું પાલન કરવામાં સહાયક એવી શીલવતી કન્યા સાથે લગ્ન કરવાના હેતુથી આપનાં ચરણકપળોના શરે આવ્યો છું. (૧૫) હે સર્વૈશ્વર| જીવ વાસ્તવમાં કામવાસનાઓથી પીડિત છે. પ્રજાપતિસ્વરૂપ આપની વેદવાબ્રીરૂપી લગામથી તે નિયંત્રિત છે. હે ધર્મમૂર્તિ! તેનું જ અનુગમન કરતો રહીને હું પણ આપના આજ્ઞાપાલનરૂપી ઉપહારથી આપની પૂજા કરું છું. (૧૬) હે પ્રભુ! આપના ભક્તો વિષયાસક્ત લોકોને અને તેમના જ માર્ગનું અનુસરણ કરનારા મારા જેવાં કર્મ-જડ પશુઓને જરા પબ્ર ગણતરીમાં લીધા વગર આપનાં ચરજ્ઞોની જ છત્રછાયાનો આશ્રય લે છે તથા આપનાં ગુશગાનરૂપી માદક સુધાનું જ પરસ્પર પાન કરીને પોતાના ભૂખ-તરસ વગેરે દેઠધર્મોનું શમન કરતા રહે છે. (૧૭) હે પ્રભુ! આ કાળ-ચક્ર ઘણું પ્રબળ છે. સાક્ષાત્‌ બ્રહ્મ જ તેના ધૂમવાની ધરી છે. અધિક માસ સહિત તેર મહિનાઓ આરા’ છે, ત્રણસો સાઠ દિવસો “જોડ’ છે, છ ત્તતુઓ ? ‘નેમિ’ (ચકનો પરિઘ) છે, અનંત ક્ષણો-પબો વગેરે એમાં પત્રાકાર ‘ધારાઓ’ છે તથા ત્રણ ચાતુર્માસ તેની આધારભૂત “નાભિ’ છે. અત્યંત વેગવાન સંવત્સરડૂપી આ કાળચક્ર જડ- ચેતન જગતના આયુષ્યનું છેદન કરતું રહીને ધૃમ્યા કરે છે, પરંતુ તે આપના ભક્તોના આયુષ્યનો હાસ કરી શકતું નથી. (૧૮) હે ભગવન્‌! જેવી રીતે કરોળિયો પોતે જ જાળને ફેલાવે છે, તેનું રક્ષણ કરે છે અને અંતે તેને ગળી જાય છે તેવી જ રીતે આપ એકલા જ જગતની રચના ૧. પ્રા. પા. - ત્તત્તરાશેઃ 1 ૨. મા. ધા. - ત્બમિવાયુત | 3. પ્રા. પા. - પાવતુ 1 અબ ૨૧] ત્રીજો સ્કન્ધ 265 નૈતદ્બતાધીશ પદં તવેપ્સિતં યન્માયયા નસ્તનુષે ભૂતસૂક્ષ્મમ્‌ અનુગ્રહાયાસ્ત્વપિ યર્હિ માયયા લસત્તુલસ્યા તનુવા’ વિલક્ષિતઃ | ૨૦॥ તં ત્વાડનુભૂત્યોપરતક્રિયાર્થ સ્વમાયયા વર્તિતલોકતત્ત્રમ્‌ | નમામ્યભીક્ષ્ણં નમનીયપાદ- સરોજમલ્પીયસિ કામવર્ષમ્‌ ॥ ૨૧॥। ઝ/જેસ્વ(૨ ઇત્યવ્યલીકે પ્રણુતોડબ્જનાભ- સ્તમાબભાષે વચસાડમૃતેન | સુપર્ણપક્ષોપરિ રોચમાનઃ પ્રેમસ્મિતોદ્ઠીક્ષણવિભ્રમદભ્રૂઃ ॥૨૨॥। કભગવાનુવાચ વિદિત્વા તવ ચૈત્યં મે પુરેવ સમયોજિ તત્‌ | યદર્થમાત્મનિયમૈસ્ત્વધૈવાહૈ સમર્ચિતઃ । ૨૩॥ ન વૈ જાતુ મૃષૈવ સ્યાત્પ્રજાધ્યક્ષ મદર્હણમ્‌ | ભવહ્ઠિધેષ્વતિતરાં મયિ સડગૃભિતાત્મનામ્‌ || ર૪॥ પ્રજાપતિસુતઃ સપ્રાણ્મનુર્વિખ્યાતમડ્ાલઃ | બ્રહ્માવર્ત યોડધિવસન્‌શાસ્તિસપ્તાર્ણવાં મહીમ્‌ | ર૫॥। સ ચેહ વિપ્ર રાજર્ષિ્મહિષ્યા શતરૂપયા | આયાસ્યતિ દિદેક્ષુરતવાં પરશ્ચો ધર્મકોવિદઃ | ર૬॥ આત્મજામસિતાપાદ્વી વયઃશીલગુણાન્વિતામ્‌ ! મૃગયન્તીં પર્તિં દાસ્યત્યનુરૂપાય તે પ્રભો ॥ ૨૭॥ સમાહિતં તે હૃદયં યત્રેમાન્‌ પરિવત્સરાન્‌ | સા ત્વાં બ્રહ્મણુપવધૂઃ કામમાશુ ભજિષ્યતિ || ર૮॥। યા ત આત્મભૃતં વીર્ય નવધા પ્રસવિષ્યતિ | વીષે ત્વદીયે ##ષય આધાસ્યન્ત્યગ્જસાડડત્મનઃ ॥। ૨૯॥ કરવા માટે પોતાનાથી અબિન્ન પોતાની યોગમાથાનો સ્વીકાર કરીને, તેનાથી અભિવ્યક્ત થવેલી પોતાનો સત્ત્વગુણ વગેરે શક્તિઓ વડે પોતે જ આ જગતનાં સર્જન, પાલન અને સંહાર કરો છો. (૧૯) હે પ્રભુ! બ્રહ્મરૂપ સર્વવ્યાપી હોવા છતાં આપે પ્રસન્‍ન થઈને અમને પોતાનો તુલસીમાલા-મંડિત, માયાને લીધે પરિચ્છિન્ન જેવી દેખાતી સગુણ-મૂર્તિરૂપે દર્શન આપ્યાં છે. આપ અમને ભક્તોને જે શબ્દાદિ વિષયસુખો આપો છો તેઓ માથિક હોવાને કારલે જોકે આપને રુચતાં નથી તોપલ્ર પરિજ્રામે અમારું શુભ કરવા માટે તે (વિષયસુખો) અમને પ્રાપ્ત થાઓ. (૨૦) હે નાથ! આપ સ્વરૂપથી નિષ્કિય છો, છતાં પર માયા દ્વારા સઘળા સંસારનો વ્યવહાર ચલાવનારા છો તથા ઘોડી-સરખી ઉપાસના કરનારા પર પબ્ર અભીષ્ટ વસ્તુઓની વર્ષા કરતા રહો છો. આપનાં ચરણકમળ વંદનીય છે; હું આપને વારંવાર નમસ્કાર કરું છું. (૨૧) શ્રીમૈત્રેયજી કહે છે - આ પ્રમાણે કર્દમ :%પિએ પ્રેમપૂર્વક ભગવાનની સ્તુતિ કરી ત્યારે ભગવાનની બ્રમરો સ્મિતસભર કટાક્ષથી ચંચળ થઈ રહી હતી તેવા ગરુડ પર વિરાજેલા કમળનાભ ભગવાન પોતાની અમૃતતુલ્ય વાણીથી કહેવા લાગ્યા. (૨૨) શ્રીભગવાને કહ્યું - જેના માટે તમે આત્મસંવમ વગેરે દ્વારા મારી આરાધના કરી છે તેની વ્યવસ્થા મેં તમારા હૃદયના ભાવને જાણી લઈને પહેલેથી જ કરેલી છે. (૨ ૩) હે પ્રજાપતિ! મારી આરાધના તો ક્યારેય નિષ્ફળ જતી નથી; વળી, જેમનું ચિત્ત નિરંતર એકાન્તરૂપે મારામાં જ જોડાયેલું રહે છે તેવા તમારા જેવા મહાત્માઓ વડે કરાયેલી ઉપાસના તો સવિશેષપળે અધિક ફળ આપનારી છે. (૨૪) પ્રસિદ્ધ યશસ્વી સમ્રાટ સ્વાયંભુવ મનુ બ્રહ્માવર્તમાં રહીને સાત સમુદ્રોવાળી સઘળી પૃથ્વીનું શાસન કરે છે. (રપ) વિપ્રવર! તે પરમ ધર્મજ મહારાજ મનુ મહારાણી શતરૂપા સાથે તમને મળવા માટે પરમ દિવસે અહીં આવશે. (ર૬) તેમની રૂપ-પૌવન, શીલ અને ગુણોથી સંપન્ન, શ્યામલોચના એક પુત્રી આ સમથે વિવાહયોગ્ય છે. હે પ્રજાપતિ! તમે સર્વથા તેને યોગ્ય છો, તેથી તેઓ તમને જ તે કન્યા કરશે. (૨૭) હે બ્રહ્મન્‌! ગત અનેકવર્ષોથી તમારું અંતઃકરણ જેવી પત્ની મેળવવા સમાહિત (ઇચ્છુક) રહ્યું છે, હવે તરત જ તે રાજકન્યા તેવી જ પત્ની થઈને તમારી ઇચ્છા પ્રમાણે સેવા કરશે. (૨૮) તે તમારા તેજને પોતાના ગર્ભમાં ધારણ કરીને તેનાથી નવ પુત્રીઓને જન્મ આપશે અને પછી તમારી તે પુત્રીઓથી અનુસાર, મરીચિ વગેરે પિઓ પુત્રો ઉત્પન્ન કરશે. (૨૯) ૧. પ્રા. પા. - ભગવાન્‌ વિત | ૨. પ્રા. પા. - સમ્મોહિત | 266 શ્રીમદભાગવત [અ૦ ૨૧ ત્વં ચ સમ્યગનુષ્ઠાય નિદેશં મ ઉશત્તમઃ | મયિ તીર્થીકૃતાશેષક્રિયાર્થો માં પ્રપત્સ્યસે ।। ૩૦॥ કૃત્વા દયાં ચ જીવેષુ દત્ત્વા ચાભયમાત્મવાન્‌ | મષ્યાત્માનંસહ જગદ્દ્રક્ષ્યસ્યાત્મનિ ચાપિ મામ્‌ || ૩૧॥। સહારહે સ્વાંશકલયા ત્વદ્દીર્યેણ મહામુને૫ । તવ ક્ષેત્રે દેવહૂત્યાં પ્રણેષ્ષે તત્તત્તસંહિતામ્‌ । ૩૨॥ મંક્રેશ ડાયર એવં તમનુભાષ્યાથ ભગવાન્‌ પ્રત્યગક્ષજઃ | જગામબિન્દુસરસઃ સરસ્વત્યા પરિશ્રિતાત્‌ | ૩૩ નિરીક્ષતસ્તસ્ય યયાવશેષ- સિદ્વેશ્વરાભિષ્ટુતસિદ્ધમાર્ગઃ । આકર્ણયન્‌ પત્રરથેન્દ્રપક્ષે-. રુચ્ચારિતં સ્તોમમુદીર્ણસામ || ૩૪॥ અથ સમ્પ્રસ્થિતે શુક્લે કર્દમો ભગવાનૃષિઃ ! આસ્તેસ્મ”બિન્દુસરસિ તં કાલં પ્રતિપાલયન્‌ | ૩૫॥ મનુઃસ્યન્દનમાસ્થાય શાતકૌમ્ભપરિચ્છદમ્‌ ! આરોપ્યસ્વાં દુહિતરં સભાર્યઃ પર્યટન્મહીમ્‌ | ૩૬॥ તસ્મિન્‌ સુધન્વન્ષહનિ” ભગવાન્‌ યત્સમાદિશત્‌ ! ઉપાયાદાશ્રમપદં મુનેઃ શાન્તદ્રતસ્ય તત્‌ | ૩૭॥ યસ્મિન્‌ ભગવતો નેત્રાન્ન્યપતશ્નશ્રુબિન્દવઃપ । કૃપયા સમ્પરીતસ્ય પ્રપન્નેડર્પિતયા ભૃશમ્‌ | ૩૮॥ તહૈ બિન્દુસરો નામ સરસ્વત્યા પરિપ્લુતમ્‌ ! પુણ્યં શિવામૃતજલં મહર્ષિગણસેવિતમ્‌ | ૩૯॥ પુણ્યદ્ુમલતાજાલૈઃ કૂજત્પુણ્યમૃગદ્રિજૈઃ । સર્વર્તુફલપુષ્પાઢ્યં વનરાજિશ્રિયાન્વિતમ્‌ 1 ૪૦॥ મત્તદ્વિજગણૈરઘુષ્ટંદ મત્તભ્રમરવિભ્રમમ્‌ | મત્તબર્હિનટાટોપમાદ્ધયન્મત્તકોકિલમ્‌[ ॥૪૧॥ તમે પણ મારી આશાનું સારી રીતે પાલન કરવાથી શુદ્ધચિત્તના થઈને, પોતાનાં બધાં કર્મોનું કળ મને અર્શ કરીને મને જ પ્રાપ્ત કરશો. (૩૦) જીવો પર દયા કરતા રહીને તમે આત્મજ્ઞાન પ્રાપ્ત કરશો અને પછી સૌને અભયદાન આપીને પોતાના સમેત સમસ્ત જગતને મારામાં અને મને તમારામાં સ્થિત જોશો. (૩૧) હે મહામુનિ! હું પણ પોતાની અંશ- ક્લારૂપે તમારા તેજ દ્વારા તમારી પત્ની દેવહૂતિના ગર્ભમાં અવતરીને સાંખ્યશાસ્ત્રની રચના કરીશ. (૩૨) શ્રીમૈત્રેયજી કહે છે - હે વિદુરજી! કર્દમ ત્વષિ સાથે. આ પ્રમાણે વાર્તાલાપ કરીને, ઇન્દ્રિયોના અંતર્મુખ થવાથી પ્રગટ થનારા શ્રીહરિ સરસ્વતી નદીથી ઘેરાયેલા બિંદુસરોવર- તીર્થ (કે જ્યાં કર્દમ ગ%પિ તપ કરી રહ્યા હતા)માંથી પોતાના લોકમાં પધારી ગયા. (૩૩) ભગવાનના સિદ્ધમાર્ગ (વૈકુંઠમાર્ગ)ની બધા જ સિદ્ધેશ્વર પ્રશંસા કરે છે. કર્દમજીના દેખતાં તેઓ પોતાના લોકમાં સિધાવી ગયા. તે સમયે ગરુડજીની પાંખોમાંથી સામવેદની જે આધારભૂત કાચાઓ નીકળી રહી હતી તેમને તેઓ સાંભળતા જતા હતા. (૩૪) હે વિદુરજી! શ્રીહરિના સિધાવી ગયા પછી ભગવાન કર્દમ તેમના બતાવેલા સમયની પ્રતીક્ષા કરતા રહીને બિંદુસરોવર પર જ રોકાઈ રહ્યા. (૩૫) હે વીરશ્રેષ્ઠ! આ બાજુ મનુમહારાજ પણ મહારાણી શતરૂપા સાથે સુવર્ણજડિત રથ પર સવાર થઈને તથા તે રથ પર પોતાની પુત્રીને પણ બેસાડીને પૃથ્વી પર વિચરણ કરતા કરતા, જે દિવસ ભગવાને બતાવ્યો હતો તે જ દિવસે શાંતિપરાયણ મહર્ષિ કર્મના તે આશ્રમે જઈ પહોંચ્યા. (૩૬-૩૭) સરસ્વતીના જળથી ભરેલું આ બિંદુસરોવર તે સ્થાન છે કે જ્યાં પોતાના શરભ્રાગત ભક્ત કર્દમ પ્રત્યે ઉત્પન્ન થયેલી અત્યંત કરુણાથી વશીભૂત થયેલા ભગવાનનાં નેત્રોમાંથી આંસુઓનાં બિંદુ પડ્યાં હતાં. આ તીર્થ ઘણું પવિત્ર છે, તેનું જળ કલ્યાણમય અને અમૃત-તુલ્ય મધુર છે તથા મહર્ષિઓ હંમેશાં તેનું સેવન કરે છે. (૩૮-૩૯) તે સમયે બિંદુસરોવર પવિત્ર વૃક્ષો અને વેલીઓથી ઘેરાયેલું હતું, કે જેમનામાં જાત-જાતની બોલી બોલનારાં પવિત્ર પશુ-પક્ષીઓ રહેતાં હતાં. તે સ્થાન બધી જ ત્વતુઓનાં ફળો અને ફૂલોથી સંપન્ન હતું અને સુંદર વનરાજી પણ તેની શોભા વધારતી હતી. (૪૦) ત્યાં ટોળેટોળાં મત્ત પક્ષીઓ કલરવ કરી રહ્યાં હતાં, મત્ત ભમરાઓ ઘુમરાઈ રહ્યા હતા, ઉન્મત્ત મયુરો પોતાનાં પીંછાં ફેલાવીને નટની જેમ નૃત્ય કરી રહ્યા હતા અને મત્ત કોકિલ કુહુ- કુહૂ કરીને જાણે કે એકબીજાને બોલાવી રહ્યા હતા. (૪૧) ૧. પ્રા. પા. - મહામતે | ૨. પ્રાચીન પ્રતમાં “મૈત્રેય ઉવાચ’ એટલો ભાગ નથી. | ૩. પ્રા. પા. - આસ્તેડસ્મિન્‌ | ૪. પ્રા. પા. - સુષન્વે ન્વહનિ ! પ. પ્રા. પા. - ત્પતન્ડર્ષબિન્દવઃ। ૬. પ્રા. પા. - ત્ગઊૈજુટં। ૭. પ્રા. પા. - ત્બર્હિશલ્ાયોષમા ! અ૦૨૧] ત્રીજો સ્કન્ધ 267 કદમ્બચમ્પકાશોકકરઞ્જબકુલાસનેઃ૬ । કુન્દમન્દારકુટજૈશ્વૂતપોતેરલડ્કૃતમ્‌ ॥૪૨॥ કારણ્ડવૈઃ પ્લવૈર્હસૈઃ કુરરેર્જલકુક્કુટેઃ । સારસૈશ્વક્રવાકેશ્ષ ચકોરેર્વલ્ગુકૂજિતમ્‌ ।૪૩॥ તથૈવ હરિણૈઃ ક્રોડૈઃ શ્વાવિદ્ગવયકુઞ્જરૈઃ । ગોપુચ્છેર્હરિભિર્મરકે્નકુલૈર્નાભિભિ્વૃતમ્‌ ॥૪૪॥ પ્રવિશ્ય તત્તીર્થવરમાદિરાજઃ સહાત્મજઃ૨ | દદર્શ મુનિમાસીનં તસ્મિન્‌ હુતહુતાશનમ્‌ । ૪૫॥ વિધ્યોતમાનં વપુષા તપસ્યુગ્રયુજા* ચિરમ્‌ । નાતિક્ષામંભગવતઃ સ્નિગ્ધાપાજ્ઞાવલોકનાત્‌ | તદ્વ્યાહતામૃતકલાપીયૂષશ્રવણેન ચ |।૪૬॥। પ્રાંશું પહ્મપલાશાક્ષં જટિલં ચીરવાસસમ્‌ | ઉપસંસૃત્ય મલિનં યથાર્હણમસંસ્કૃતમ્‌ | ૪૭ અથોટજમુપાયાતં નૃદેવં પ્રણતં પુરઃ। સપર્યયા પર્યગૃદ્ધાત્પ્રતિનન્ધાનુરૂપયા ।૪૮॥ ગૃહીતાર્હણમાસીનં સંયતં પ્રીણયન્મુનિઃ । સ્મરન્‌ભગવદાદેશમિત્યાહ શ્લક્ષ્ણયા ગિરા | ૪૯॥ નૂનં ચડક્રમણં દેવ સતાં સંરક્ષણાય તે | વધાય ચાસતાં યસત્વં હરેઃ શક્તિર્હિ પાલિની ।। ૫૦॥ યોડર્કેન્દ્રગ્નીન્દ્રવાયૂનાં યમધર્મપ્રચેતસામ્‌ ! રૂપાણિસ્થાન આધત્સે તસ્મૈશુક્લાય તે નમઃ | ૫૧॥। ન યદા રથમાસ્થાય જૈત્રં મણિગણાર્પિતમ્‌ | વિસ્ફર્જચ્ચણ્ડકોદણ્ડો રથેન ત્રાસયન્નથાન્‌ ॥ પર | સ્વસૈન્યચરણક્ષુણ્ણં વેપયન્મણ્ડલં ભુવઃ | વિકર્ષન્‌ બૃહતી* સેનાં પર્યટસ્યંશુમાનિવ ॥ ૫૩॥। તે આશ્રમ કદંબ, ચંપક, અશોક, કરંજ (કણજી), બકુલ (બોરસલી), અસન, કું , કુટજ અને નવાં નવાં આગ્રવૃક્ષોથી અલંકૃત હતો. (૪૨) ત્યાં કારંડવ, બતક વગેરે. જળ પર તરનારાં પક્ષી, હંસ, કુરર (કોચ), જળમરઘો, સારસ, ચક્રવાક અને ચકોર મધુર સ્વરે કલરવ કરી રહ્યાં હતાં. (૪૩) હરશ્ર, સૂવર, શાહુડી, નીલગાય, હાથી, લંગૂર, સિંહ, વાનર, નોળિયા, કસ્તૂરીમૃગ વગેરે પશુઓથી પબ્ર તે આશ્રમ ઘેરાયેલો હતો. (૪૪) આદિરાજ મહારાજ મનુએ પુત્રી સહિત તે ઉત્તમ તીર્થમાં પહોચીને જોયું કે મુનિવર કર્દમ અગ્નિહોત્રથી પરવારીને બેઠેલા છે. (૪૫) ધણ્ધા દિવસો સુધી ઉગ્ર તપસ્યા કરવાને કારણે તેઓ શરીરે ઘણા તેજસ્વી દેખાતા હતા તથા ભગવાનનાં સ્નેહપૂર્ણ નેત્રકટાક્ષ (દષ્ટિ)નાં દર્શન કરવાથી અને તેમણે ઉચ્ચારેલાં કર્ણામૃતસમાં સુમધુર વચનો સાંભળવાથી, આટલા દિવસો સુધી તપસ્યા કરવા છતાં પણ તેઓ ખાસ દુર્બળ થયેલા જણાતા ન હતા. (૪૬) તેમનું શરીર લાંબું હતું, નેત્રો કમલદલ જેવાં વિશાળ અને મનોહર હતાં, માથા પર જટા શોભતી હતી અને કમરમાં ચીરવસ્ હતું. નજીકથી જોતાં તેઓ સરાણ પર ચઢ્યા વગરના મહામૂલ્ય મળિ જેવા મેલા જણાતા હતા. (૪૭) મહારાજ સ્વાયંભુવ મનુને પોતાની કુટિરમાં આવીને પ્રણામ કરતા જોઈને તેમણે તેમને આશીર્વાદથી પ્રસન્ન કર્યા અને યથાયોગ્ય આતિથ્થથી તેમનો સ્વાગત- સત્કાર કર્યો. (૪૮) તેમની પુજા સ્વીકારીને જ્યારે મનુ સ્વસ્થ-ચિત્તે આસન પર બેઠા ત્યારે મુનિવર કર્દમે ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરીને તેમને મધુર વાણીથી પ્રસન્‍ન કરતાં આ પ્રમાણે કહ્યું. (૪૯) *હે દેવ! તમે ભગવાન વિષ્ણુની પાલનશક્તિરૂપે રાજા છો, તે દુરના સંહાર માટે જ હોય છે. (૫૦) તમે સાક્ષાત્‌ વિશુદ્ધ વિષ્ણુસ્વરૂપ છો તથા ભિન્ન-ભિન્ન કાર્યો માટે સૂર્ય, ચંદ્ર, અગ્નિ, ઇન્દ્ર, વાયુ, યમ, ધર્મ, વરુજ્ન વગેરે રૂપ ધારણ કરો છો; તમને નમસ્કાર છે. (૫૧) તમે મણિજડિત જયદાયક રથ પર સવાર થઈને, પોતાના પ્રચંડ ધનુષ્યનો ટંકાર કરતા રહીને તે રથના ગડગડાટથી જ પાપીઓને ભયભીત કરી મૂકો છો અને પોતાના સૈન્યનાં ચરણોથી રગદોળાયેલા ભૂમંડળને કંપાવતા-કંપાવતા પોતાની તે વિશાળ સેનાને સાથે લઈને પૃથ્વી પર સૂર્યની જેમ વિચરણ કરો છો. જો તમે આમ ન કરો તો ચોર-લુટારાઓ ભગવાને બનાવેલી વ. પ્રા. પા. - કદમ્મબકુલાશોકકરઝવઝુલાસનેઃ 1 ૨. પ્રા. પા. - સતાનુગ: 1 3. પ્રા. પા. - ત્સજા 1 ૪ પ્રા. પા. - મહતા 268 શ્રીમદભાગવત [અ૦ ૨૨ તંદૈવ સેતવઃ સર્વે વર્ણાશ્રમનિબન્ધનાઃ | ભગવદ્રચિતા1 રાજન્‌ ભિદ્યેરન્‌ બત દસ્યુભિઃ || ૫૪॥ અધર્મશ્ચ સમેધેત લોલુપૈર્વ્યડકુશૈર્નભિઃ । શયાનેત્વયિલોકોડયં દસ્યુગ્રસ્તો વિનડક્્યતિ || પપ॥ અથાપિ પૃચ્છે ત્વાં વીર યદર્થ ત્વમિહાગતઃ | તદ્રયં નિર્વ્યલીકેન પ્રતિપધામહે હદા 1૫૬! વર્ણાશ્રમધર્મની મર્યાદાને તત્કાળ નષ્ટ કરી દે તથા વિષયલોલુપ નિરંકુશ મનુષ્યો થકી સર્વત્ર અધર્મ ફેલાઈ જાય. જો તમે સંસાર પરત્વે નિશ્ચિંત થઈ જાઓ તો આ લોક દુરાચારીઓના સકંજામાં સપડાઈને નષ્ટ થઈ જાય. (પર-૫૫) તેમ છતાં, હે વીરશ્રેષ્ઠ! હું તમને પૂછું છું કે અત્યારે અહીં તમારું આગમન કથા પ્રયોજનથી થયું છે; મારા માટે જે (કોઈ) આજ્ઞા હશે તેને હું નિષ્કપટભાવે સહર્ષ સ્વીકારી લઈશ. (૫૬) ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં તૃતીયસ્કન્ધે એકવિશોડધ્યાયઃ || ૨૧॥ ત્રીજા સ્કંધ-અંતર્ગત એકવીસમો અધ્યાય સમાપ્ત.